________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૪ )
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમૃતસાગર.
હેડકીનો અધિકાર.
હેડકીનું નિદાન, સંપ્રાપ્તિ તથા સખ્યા.
ગરમ, વાયડા, ભારે, લુખા, ઠંડા અને ઝાડા બંધ કરનારા પદાર્થે સેવન કરાવાથી, ટાઢા પાણીએ ન્હાવાથી, રજ, ધૂમાડા, પવન વગેરે મુખમાં જવાથી, મહેનત વાળાં કામે કરવાથી, કસરત કરવાથી, વિદેિના વેગેને અટકાવવાથી અને ખેદના કરવાથી--હેડકી, શ્વા સ તથા ઉધરસ થાય છે. તે હેડકી પાંચ પ્રકારની છે. એટલે અન્ના, યમલા, ક્ષુદ્રા, ગભીરા અને મહતી એવી હેડકીની પાંચ જાત છે.
( તરંગ
હેડકીનું સામાન્ય સ્વરૂપ.
વાયુ કુપિત થઇ અને પડખાં અને આંતરડાને વ્યથા કરીમુખે હિક્ હિક્ એવા શબ્દ કરતા ઉદાન સહિત પ્રાણવાયુ ઉંચી ગતિ કરે છે અને કંફે અનુસરાયલો થઇ પ્રાણીના પ્રાણને નાશ કરે છે તે હિક્કા-હેડકી-હીચકી વગેરે નામેાથી એળખાય છે,
હેડકીનું પૂર્વ સ્વરૂપ.
કંઠે તથા છાતિ ભારે, વાયુના લીધે તૂરૂ માહ ુ થાય અને આ ચઢે ત્યારે જાણવું કે એ હેડકી રોગ થવાના સંમાચાર છે.
હેડકીનાં લક્ષણા.
ઘણું ખાવાથી તથા ઘણું પાણી પીવાથી સહસા ખાયલો પ્રાણવાયુ ઉચે ગતિ કરી હિક્ હિક્ શબ્દ કરાવે તે જાણવુ કે અન્તજા હેડકી છે.
ઘણીવાર પછી રહી રહીને જોરથી ખભે હેડકી આવે અને તે વખતે માથું તથા ડાક કાંપે છે તે યમલા હેડકી કહેવાય છે.
ઘણીવારે મદ મંદ વેગથી આવે તથા કાંધ હૈયાની સંધી સુધી ગતિ કરે છે તે ક્ષુદ્રા હેડકી કહેવાય છે.
નાભિથી ભય ંકર રીતે ગર્જના કરતી તરશ, તાવ-આદિ ઉપદ્રવાથી યુક્ત અથવા પીડા સહિત અનેક ઉપદ્રવ કરતી આવે છે તે ગભીરા હેડકી કહેવાય છે.
For Private And Personal Use Only
સમસ્ત ગાત્રોને કંપાવતી, સધળાં મર્મસ્થાનાને પીડતી અંતર રહિત ઉપરાઉપર આવે છે તે મહતી હેડકી કહેવાય છે.
હેડકીનું સાધ્યાસાધ્યપણું.
હેડકી આવતી વખતે જેનું શરીર કંપે, નજર ઉંચી થઇ જાય, અધારાં આવાં, શરીર ક્ષીણ થઇ જાય, ભોજનમાં અરૂચિ, અને છકા ધણી આવે તથા ગંભીરા કે મહુતી જાતની હેડકી થઇ હોય તે તે રાગીને વૈધે ત્યજી દેવા. તથા જેના દેષો વિશેષ સંચયને પ્રાપ્ત થયા હોય, અન્ન ઉપર દ્વેષ, દુર્વ્યળતા, વૃદ્ધાવસ્થા, અતિ મૈથુન કરનાર, પરિશ્રમથી ઉષન્ન થયેલી અને યમલા હેડકીમાં પ્રલાપ, મેહ, તાથી પીડિત હોય તથા ધાતુ, ક્રિયા જેનાં ક્ષીણું થઇ ગયાં હાય તેા તે હેડકીરાગી નિશ્ચે મરી જાય છે.