________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોથે.)
અજીર્ણ પ્રકરણ,
( ૭૭ )
તૈયાર કરવો. રતી ૧-૧ ભાર ૭ દિવસ સુધી સેવન કરે તે ભૂખ વધે અને અજીર્ણ તાત્કાલ મટાડે છે. આ રામબાણ રસ માટે સેકચિંતામણિને કર્તા કહે છે કે મા રામબાણ નામથી પ્રખ્યાતિ પામેલે રસ અગ્નિની મંદતા રૂ૫ રાવણને નાશ કરે છે, ગ્રહણ -સંગ્રહણી રૂ૫ કુંભકર્ણને જીતનાર છે અને આમવાયુ રૂપી ખરદૂષણના મદને મર્દનાર છે. મરીના અનુપાનથી આ રસ સેવન કરે છે, જઠરાગ્નિને તુરત પ્રદીપ્ત કરે છે, રૂચિ ઉપજાવે છે, કફના સમૂહને નાશ કરે છે અને શ્વાસ, ઉધરસ, ઉલટી તથા કૃમિઓનો નાશ કરનાર છે. અથવા–શુદ્ધપારે, શુદ્ધગંધક, બેડીઅજમો, ત્રિફળા, સાજીખાર, જવખાર, ચિત્રામૂળ, સિંધાલૂણ, જીરું, સંચળ, વાવડીંગ, વડાગરૂ મીઠું, સુંઠ, કાળાં મરી અને પીપર એ સઘળાં સમાન ભાગે લઈ એ સર્વની બરાબર શુદ્ધ કરેલાં ઝેરચલાં લેવાં. પારા અધકની કાજળ કરી પછી બીજા એવધોને ઝીણા વાટી કાજળમાં મેળવવાં, અને જંબીરીના સ સમાં ખરલ કરી મરી પ્રમાણની ગોળીઓ વાળવી તેમાંથી ૧ ગળી ગ્ય અનુંપાન સાથે નિરંતર સેવન કરે છે, મંદાગ્નિ મટે છે તથા ભૂખ ઘણું લાગે છે. જે આ ન ઉપર હરડેની છાલ, સુંઠ તથા ગોળ ખાય-ઉપયોગમાં લે તે સર્વ રોગને દૂર કરે છે. આ અગ્નિતુંડાવતી ગોળી કહેવાય છે. અથવા સુંઠ મરી, પીપર એ ત્રણે ૧ ભાગ સિંધાલણ ૨ ભાગ અને ગંધક ૩ ભાગ લઈ એઓને ઝીણું વાટી વથી ગાળી લી બુના રસ સાથે ૧૦ દિવસ ઘુંટી ૧ રતી પ્રમાણે ગેળીઓ વાળી ગળી ૧ નિરંતર સેવન કરે ત, અજીર્ણ માત્રને દૂર કરે છે અને સુધા વધારે છે. આ સુબોધરસ કહેવાય છે. અથવા ખીડલૂણ, સંચળ, અજમે,જીરું, શાહજીરું, હરડેદળ, સુંઠ, મરી, પીપર, ચિત્રામૂળ, અશ્લવેતસ, અને અજમોદ એ સઘળાં સમાન લઈ એઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ટાંકર ભાર નિરતર કે તે પત્થર પચી જાય તે, પછી ભોજન પચવા માટે કહેવું જ શું ? અર્થત ગમે તેવા ગરિષ્ટ પદાથે ખાવામાં આવ્યા છે, તે પણ આ બીડલવણાદિચૂર્ણ પચાવી દે છે. અથવા શુદ્ધ ગંધક, મરી, સુંઠ, સિંધાલૂણ, અને જવખાર એ સઘળાં સમાન લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરી લીંબુના રસમાં ૧૦ દિવસ સુધી ખરલ કરી ચણ પ્રમાણે ગોળીઓ વાળી ૧ ગેળી સેવન કરે તે સુધાને વધારે છે અને અજીર્ણને મટાડે છે. અથવા હરડેદળ ૬ ભાગ, પીપર ૪ ભાગ, ચિત્રક ૨ ભાગ અને સિંધાલૂણ ૧ ભાગ એઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ટાંક ૨ ભાર પાણીની સંગાથે સેવન કરે તે ભૂખ લાગે અને અજીર્ણ મટે છે. અથવા કંકણ, પીપર, શુદ્ધ વછનાગ, અને હિંગળક એ સમાન ભાગે લઈ તેથી બમણું મરી ઝીણું વાટી લીંબુના રસમાં ઘૂંટી વટાણા પ્રમાણે ગોળીઓ વાળી ગળી ૧ તથા ૨ પાણી સંગાથે સેવન કરે તે, તાત્કાળ અજીર્ણ, કફ અને વિચિકા-કાગળીયું મટે છે. આ અજીર્ણકટકરસ કહેવાય છે. અથવા શુદ્ધ વછનાગ, શુદ્ધ ટંકણ, અને મરી એ એક એક તોલે અને સિંધાલૂણ જોઈએ તેટલું એ સઘળાંસમાન લઈ ચૂર્ણ કરી તેને આદાને રસ ૫૬ તેલા ભાર ધીરે ધીરે પાવે અર્થાત એ ચૂર્ણને પક તેલા ભાર રસની ભાવના આપવી.પછી દહીંને કપડામાં બાંધીને નિતારેલું પાણી ૫૬ તેલા ભાર પણ પાવું તથા લીંબુનો રસ ૫૬ તેલા પાઈ સારી પેઠે ઘુંટી ગોળી રતી ૨ પ્રમાણે વાળી ગોળી ૧ રોજ પાણી સાથે સેવન કરે તો અજીર્ણ તથા આરે ઉદરરોગ, ગેળા, શૂળ, મટે છે અને ભૂખને રૂચિને વધારે છે. આ વ્યાદિરસ કહેવાય છે. અથવા દહિંનું પાણી અને લીંબુનો રસ ૬૪-૬૪ તલા ભાર, આદાને રસ ૪૮ તલા, તજ ૪ તેલ, એલચી ૪ તેલ, લવીંગ ૬૦ તેલા, ફુલાવેલ ઢકણ તથા ચિવામૂળ બળે તેલા,
૧૦
For Private And Personal Use Only