________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચમે )
રક્તપિત પ્રકરણ
( ૮૧ )
તરંગ પાંચમો
રક્તપિત્ત, ક્ષય, હેડકી, શ્વાસ તણે અધિકારી આ તરંગમાં વિગતથી, ક્રમસહ કથિત વિચાર,
રક્તપિત્તને અધિકાર.
રકતપિત્તની નિદાન પૂર્વક સંપ્રાપ્તિ. તકે, મેદ, પંથ, મૈથુન અને કસરત એઓના અતિ સેવનથી તથા મરચાં-આદિ તીર્ણ અગ્નિ કિંવા તાકારી–ઉષ્ણ અને જવખારાદિ ખારોના અત્યંત સેવનપણથી તથા અતિ ખાટા પદાર્થોના ખાવાથી, શોચથી, અને કડવી વસ્તુના ખાવાથી, દૂષિત થએલું પિત્ત - તાના ગુણોથી રૂધિરને તુરત દુષિત કરી ઉંચા માર્ગથી અથવા નીચા માર્ગેથી એટલે નાક, કાન, આંખ, અને મેં એ ઉંચા માર્ગથી તથા લિંગ, યોનિ અને ગુદાએ નીચા માર્ગથી અને સમસ્ત રૂવાડાંના છિદ્રથી પ્રકોપ પામેલું પિત્ત વહેવા લાગે છે.
રક્તપિત્તનું પૂર્વ સ્વરૂપ. * જ્યારે અંગમાં પીડા, ઠંડક સારી લાગે, ગળામાં ધૂમાડો જેવું જણાય, ઉલટી થાય, લેઢાના જેવો ગંધ આવે કિંવા લેહી મહાકામાં આવે અને નિસાસા બહુ નાખે ત્યારે જ ણવું કે રક્તપિત્ત રેગ થશે.
- રક્તપિત્તનાં લક્ષણ. કફજનિત રક્તપિત્ત હોય છે. જા, પીળું, ચીકણું અને મેરપિંછના ચાંદલા જેવું લેહી વહે છે. વાતજનિત હોય તે કાળું, તું, ફીણવાળું, પાતળું અને લખું લેહી વહે છે. પિત્તજનિત હેય તે ખેરના કવાથ જેવું કાળું, ગોમૂત્રજેવા ચીકણા કાળા વર્ણ વાળું, કેયલા જેવું, ધુમાડા જેવું અને સુરમા જેવા રંગવાળું લેહી વહે છે. અને એ સર્વ લક્ષણ સંયુક્ત લેહી વહે તે સન્નિપાત જનિત રક્તપિત્ત જાણો. કફના સંસર્ગવાળું રક્તપિત્ત ઉંચા માર્ગેથી, વાયુના સંસર્ગવાળું નીચા માર્ગેથી, કફ તથા વાયુના સંસર્ગવાળું બન્ને માર્ગથી વહે છે અને ત્રણદોષના સંસર્ગવાળું ત્રણે દેનાં ચિન્હ સહિત હોય છે.
રક્તપિત્તનાં ઉપદ્ર. રકતપિત્તથી શરીર ફીણ, બળહીન, શ્વાસ, જ્વર, વમન, મદ, ઉધરસ, દાહ, મૂછો, પાંપણું, જમ્યા પછી ઘેર બળતરા, અર્થતા, તૃષા, છાતિમાં અત્યંત પીડા, કઠાનું ભેદવું, માથામાં પરિતાપ, પરૂનું થુકવું અને પ્રત્યેક વસ્તુ ઉપર દેવ, અપચ તથા માંસના વાપણું વગેરે વગેરે વિકાર યુક્ત ઉપદ્રવ હોય છે.
સાધાસાધ્ય લક્ષણો. જે રાપર એક દેપના સંસર્ગવાળું તથા નાક, કાન આંખ અને મડાના તરફથી
For Private And Personal Use Only