________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમૃતસાગર,
(તરંગ
હરતાલ, અને દારૂડીયાનું મૂળ એ સઘળાં સરખે ભાગે લઈ પછી આજ્ઞાનું દુધ અને તેલથી ચોઘણું ગોમૂત્ર લઈ તલના તેલમાં નાખી મંદ અગ્નિદાર તેલ પકાવવાની રીતિ પ્રમાણે તેલ પકાવી તે તેલ લગાડવાથી મસાને ખેરવી પાડે છે, જો કે ખારના જેવું કામ કરે છે છતાં ગુદાના ભાગને કશી ઇજા કરતું નથી. આ કાસીસાદિ તૈલ કહેવાય છે. અથવા પાકેલું સુરણ ૧૬ ભાગ, ચિત્રક ૮ ભાગ, સુંઠ ૨ ભાગ, મરી ૧ ભાગ, ત્રિફળા,. પીપર, પીપરામૂળ, તાલીસપત્ર, ભિલામાં, અને વાવડીંગ એ ૨-૨ ભાગ, તથા મુસળી ૮ ભાગ. વધારે ૧૬ ભાગ, ભાંગ અને એળચી ૧-૧ ભાગ લઈ સર્વનું ચૂર્ણ કરી, ચૂર્ણથી બમણે ગોળ મેળવી ગ્ય માત્રાએ ગોળીઓ બનાવી સેવન કરે તે, ગુદાના મસા, હેડકી, શ્વાસ, ઉધરસ, ક્ષય, પ્રમેહ, બરલ અને સંગ્રહણું એને નાશ કરે છે, જે ખાર અને શસ્ત્રક્રિયાથી પણ મસા નાશ ન થયા હોય તે આ વૃહત સૂરણમેદકથી મટે છે, વિઘરહસ્ય
પિત્તના અરશનાં લક્ષણ. પિત્તની ઉલવણતાવાળા અરશ કાળા મોહડાવાળા, રાતી, પીળી, તથા ધોળી કાંતિવાળા, પાતળા ઉષ્ણ લેહીને શ્રવ્યા કરે છે, દુર્ગધવાળા, ઝીણ, કુણા, લટકતા-પોપટની જીભ કે જળોના મેઢા જેવાય છે. બળતણ, તાવ, ગુદાનું પાકવું, પરસેવો, તરસ, મૂચ્છો, તથા અરૂચિ થાય છે. એ મસાનો સ્પર્શ ઉનો હોય છે અને તે અરશના લીધે વિણ દ્રવરૂ૫, નીલીઉની, લાલ, પીળી, અને કાચી હોય છે તથા ચામડી, નખ, મળ-મૂત્ર પીળાં, હરીત વણા થઈ જાય તો જાણવું કે પિત્તના મૂળવ્યાધિ છે.
લેહીના અશિનાં લક્ષણ. ગુદાના મસા ચોઠી સમાન રંગવાળા હોય છે. તેમાંથી ઉષ્ણ લોહીની ધારા વિશે પડે છે, વિષ્ટ કઠણ હોવાથી માંડમાંડ ઝાડે ઉતરે છે તથા ઝાડામાં વિશેષ લોહી પડવાથી દેડકા જે શરીરનો રંગ થઈ જાય છે. બળ, ઉત્સાહ તથા પરાક્રમ નાશ થાય છે, શરીર લુછું, ગુદાને પવન સારી પેઠે નીકળે નહીં, શરીર દુર્બળ થઈ જાય તથા લેહી નીકળતાં ફીણ જણાય છે અને વિષ્ટ કાળો કઠણ તથા લુખી હોય છે.
જે કેડમાં, સાથળોમાં, તથા ગુદામાં શળ નીકળે અને બળરહિતપણું અત્યંત થયું હોય તે લેહીને અરશ સાથે વાયુનો મેળાપ થયો સમજવો. અને જે વિણ સિથિલ, ધોળી, પીળી, ચીકણી, ભારે તથા ઠંડી હોય, લેહી ઘાટું તાંતણાવાળું, ઘેળું, ચીકણું અને ગુદ ચીકાસ વાળી સ્તબ્ધ રહેતી હોય તે લેહીના અરશ સાથે કફ સંબંધ ધરાવે છે એમ સમજવું.
* બન્ને પ્રકારના અરશના ઉપાય. “રસવંતીને ઝીણી વાટી ટાંક ૨ ભાર લઈ પાણીમાં જ ઘડી સુધી રાખી ગાળી બે બેહીના સુધી સેવન કરે તે નિપિત્તના અને લેહીના મૂળવ્યાધિ જાય છે.” અથવા પીપળાની લાખ, હળદર, જેઠીમધ, મજીઠ, નીલકમળ એઓને બરાબર ભાગે લઈ સૂક્ષ્મ વાટી બકરીના દુધ સાથે નિરંતર ટાંક ૨ ભાર ૪૮ દિવસ સુધી તે બન્ને પ્રકારના મૂળવ્યાધિ જાય છે. અથવા–નાગકેસરને અતિ સૂક્ષ્મ વાટી માખણ અને સાકર મેળવી નિરંતર સેવન કરે છે, બન્ને પ્રકારના ગુદાના મસા મટી જાય છે. અથવા કડાછાલ તોલા ૪૦૦ ભાગ, લઈ ૦૨૪ તલા ભાર પાણીમાં ઉકાળવી જ્યારે આઠમા ભાગનું પાણી રહે ત્યારે નીચે ઉતારી
For Private And Personal Use Only