________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
અમૃતસાગર,
(તરંગ
જન્મ મળે છે. એ રેગ ચાર પ્રકારનો છે એટલે વાયુનો ૧, પિત્તને ૨, કફને ૩ અને લેહી ૪, તે પૈકી જે મરડામાં ઘણી પીડા સહિત મળે ઉતરે તે વાયુને મરડે, બળતરા વિશેષ હોય તો પિત્તો મરડો, કશ્યક્ત મળી હોય તે કફને અને લોહી સહિત ભળ ઉતરે તે લોહીનો મોડે સમજવો.
ઉપાય. બીલાને ગર્ભ, કાળાં મરી, તેલ, ગોળ અને દર એઓનું સૂક્ષ્મ ચૂર્ણ કરી મધ સં. ગાથે ચાટે તે મરડાનો રોગ મટે. અથવા–ધાવડીનાં ફુલ સૂક્ષ્મ વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી દહીમાં મેળવી સેવન કરે તે મરડો મટે છે. અથવા કોઠાને રસ ટાંક ૫, મધ મેળવી પીએ તે મરડો મટે. અથવા લોદર ટાંક ૨ ભાર દહીની સંગાથે સેવન કરે તે મરડો મટે છે. ભાવપ્રકાશ, ઉંટીયું જીરું અથવા શંખજીરૂં કે, બીલને ગર્ભ એકલો દહી સંગાથે સેવન કરે તે મરડો નિ મટે છે. પ્રસ્તાવિક,
સમસ્ત અતિસારના ઉપાય. “જળભાંગરાને રસ ટાંક ૫ દહીની સંગાથે ૭ દિવસ સેવન કરે તે સર્વ પ્રકારના અતિસાર મટે. અથવા–રાળ ટાંક ર સાકર ટાંક ૧૦ મેળવી ૧૦ દિવસ સુધી સેવન કરે તે ઘણા દિવસનો અતિસાર રોગ પણ મટે છે.”બીલાનો ગર્ભ બકરીના દુધમાં પકાવી સેવન કરે તો રકતાતિસાર મટે છે. વઘવિનોદ. અથવા-“ધાણા, સુંઠ, લીંડીપીપર, સિંધાલૂણ, બડી અજમો, શેકેલી હીંગ અને જીરૂં એ સમાન ભાગે લઈ એઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી દહીના ઘોળના સંગાથે ઢક ૨ નિરંતર સેવન કરે તે સમસ્ત અતિસાર, શળ, આમ અને અરૂચિ નાશ પામે તથા સુધા લાગે છે. વંદ, અથવા-અફીણ ૧ ભાગ, શુધ હીંગલેક ૩ ભાગ, લવિંગ ૪ ભાગ, ચરસ ૩ ભાગ, અને સાકર જોઈએ તેટલી લઈ સઘળાં ઝીણાં ઘુંટી ૧ રતી અથવા બે રતી પ્રમાણ ચોખાના ધણ સંગાથે કિવા ગાયની છાશ સંગાથે સેવન કરે તે ભયંકર અતિસાર નાશ પામે છે. અથવા મથ, મોચરસ, લોદર, ધાવડીનાં ફુલ, બીલાનો ગર્ભ, ઇંદ્રજવ, અફીણ, શુદ્ધપારે અને શુદ્ધગંધક એઓને સમાન ભાગે લઈ પ્રથમ પારા ગંધકની કાજળ કરી પછી અન્ય ઓષધીઓ મેળવી ઝીણું ઘુટી પાણીમાં લસોટી રતી ૩ ગોળ અને ગાયની છાશ સંગાથે સેવન કરવાથી અતિસાર, મરડે અને સંગ્રહણી રોગનો નાશ કરે છે. આ ગંગાધરરસ કહેવાય છે. અથવા એફીણને માટીની દીકરી ઉપર રાખી ધીમા તાપથી શેકી અવસ્થાબળ વિચારી સેવન કરે તે નિ પકવઅતિસાર મટે છે. વૈદ્યરહસ્ય, અથવા “ જાયફળ, લવિંગ, ધાવડીનાં ફુલ, બીલાનો ગર્ભ, મેથ, સુંઠ, મેસે, શુદ્ધ હિંગળોક અને ચોખું અફીણ એ સઘળાં બરાબર ભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરી પષના ડેડાના પાણી સંગાથે ઘુંટી રતી ૧ તથા ૨ ભારની ગોળીએ વાળવી તે પૈકી ૧ ગોળી ચોખાના ધણ કે ગાયની છાશ સંગાથે ૭ દિવસ સેવન કરે તો નિશ્ચય પ્રકારે સમસ્ત પ્રકારતા અતિસાર મટે છે.” અથવા-જાયફળ, ખારેક અને અફીણ એ ત્રણે બરાબર લઈ વાટી પાનના રસમાં ઘુંટી ગળી ચણું પ્રમાણે વાળી તેમાંથી ૧ ગોળી ગાયની છાશના અનુપાન સંગાથે ૭ દિવસ સેવન કરે તો ભયંકર અતિસાર પણ નાશ પામે છે. આ જાયફળાદિવટી કહેવાય છે. વિદ્યરહસ્ય,
For Private And Personal Use Only