________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર )
અમૃતસાગર,
(તરંગ
-
- - -
-
-
-
-
-
અતિસાર બાળક વૃદ્ધ કે સ્ત્રીને થયું હોય તે અસાધ્ય જાણો.
ઉપાય. પંચમૂળ, સુંઠ, કાંસકીનાં મૂળ, બીલાનો ગર્ભ, લિંબડાની ગળો, મોથ, કાળીપાડ, કરીયાતું, કડાછાલ, વાળ, અને ઇંદ્રજવ એઓનો કવાથ કરી પીએ તે સન્નિપાતાતિસાર જાય, તથા તાવ ને, ઉધરસને, શળના ઉપદ્રવો સહિત શ્વાસને અને દસ્તર ઉધરસને મટાડે છે. સામાન્ય રીતે પિત્તઉપર લઘુ પંચમૂળને અને વાયુ તથા કણ ઉપર વૃહપંચ મૂળને ઉપયોગ કરો. અથવા હરડે, સુંઠ અને મોથ એ સમાન લઈ ઝીણું વાટી પડેથી ચાળી જુના ગાળમાં ગોળીઓ ટાંક બબે ભારની વાળી સેવન કરે તો ત્રિદોષનો અતિસાર મટે છે આ ચતુ સમ નામની ગેળી કહેવાય છે. તે આમાતિસાર, આફરે, મળબંધ, કોલેરા, કમિ, અને અરૂચિનો નાશ કરે છે અને અગ્નિને તુરત દીપ્ત કરે છે. અથવા ૧૬ તેલા કડાછાલ લઈ તેને પુટપાક કરી રસ કાહાડે તે રસમાં મધ મેળવી પીએ તે સન્નિપાતાતિસાર તથા સર્વ પ્રકારના અતિસાર મટે છે. આ પ્રયોગમાં લીલી કડાછાલ લેવી તથા તેને જાંબુના પાંદડાઓ લપેટી પૂટપાકની રીત પ્રમાણે પાક કરે. ભાવપ્રકાશ,
શેકાતિસારનાં લક્ષણ. જે પુરૂષની સ્ત્રી, લક્ષ્મી તથા પુત્ર પિત્રાદિ અને મિત્ર વગેરે ઈષ્ટ વસ્તુને નાશ થવાથી તથા સ્ત્રીને પતિ પુત્રાદિ અતલગનાં સંબંધિનો નાશ થયે શોકના વક્ષ્યમાં થવાથી ઉદર–પેટને અગ્નિ મંદ થાય છે તથા શરીરનું તેજ ઉદરમાં જવાથી રક્ત બગડે છે પછી તે બગડેલું લેહી વિષ્ટાથી મળી જઇ અથવા પગાર મળે ગુદાદ્વારે બહાર નીકળે છે તે રાતા રંગનું હોય છે તેને શોકાતિસાર કહે છે. આ અતિસાર વધારે શ્રમ લેવાથી મટે છે. કોઈ પ્રકારના ભયથી અતિસાર ઉત્પન્ન થયેલ હોય તે તેનાં લક્ષણે પણ આ પ્રમાણે જ હોય છે.
ઉપાય. પૂર્વે કહેલા વાતાતિસારના ઉપાય પ્રમાણે ઉપાય ઉપયોગમાં લેવા. તથા જે કારણને અનુસરી શેક અથવા ભય પ્રાપ્ત થયેલ હોય તે કારણને દૂર કરાવવું, વૈર્યતા આપવી અને સુંદર વન ઉપવન સુગંધ પદાર્થ તથા આલ્હાદકારક વાર્તાઓ વગેરે વગેરેથી આનંદ આપો.
આમાતિસારનાં લક્ષણ. જે મનુષ્યને પ્રથમ અજીર્ણ થયેલ હોય; છતાં ભારે પદાર્થ ખાધા કરે તેથી તેના વાયુ, પિત્ત, અને કફ કોઠામાં પ્રવેશ કરી ધાતુઓના સમૂહને તથા મળને બગાડી શળ અને દુર્ગધ યુક્ત વિચિત્ર વર્ણના મળને ગુદાદ્વારા બહાર કહાડે છે તેને આમાતિસાર કહે છે. જે રોગીને આમને અતિસાર થયો હોય તેને મળ પાણીમાં નાખી જેવાથી ડુબેલો માલમ પડે તો. જાણવું કે આમાતિસાર છે; કેમકે અન્ય રોગીને મળ પાણી ઉપર તરે છે; પણ આમરોગીને ભળ ભારે હોવાથી બે છે અને દુર્ગધયુક્ત સત તથા ચીકાસ સહિત હોય છે.
ઉપાય. - ધાણું, સુંઠ, ન્હાની બીલીઓ, મેથ અને સુગંધીવાળા એ સઘળાને સમાન ભાગે લઈ ખાંડી કવાથ કરી સેવન કરે છે અથવા દેશનાં લક્ષણો વિચારી ૧૦ તથા ૧૫ દિવસ
For Private And Personal Use Only