________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજો.)
અતિસાર પ્રકરણ
( ૫
)
સેવન કરે તો આમનો અતિસાર મટે છે. શળને બંધ કરે છે. તથા દીપને પાચન થાય
છે. અને જવરમાં હિતકારી છે. આ ધાણાપંચક કહેવાય છે. અથવા–મોટી હરડેની છાલ, મોથ, સુંઠ, અતિવિષ અને દારુહળદર એ સઘળાં સમાન લઈ આખાં પાનાં ખાંડી કવાથ કરી 9 દિવસ પીએ તે આમાતિસાર નાશ પામે છે. ” અથવા–મેટી હરડે, અતિવિષ, શેકેલી હિંગ, સંચળ, વજ અને સિંધાલૂણ એને સરખાં લઈ ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ કરી ઉના પાણી સંગાથે સેવન કરે તે આમાતિસાર નિચે જાય. અથવા-હરડેની છાલનું ચૂર્ણ મધ સંગાથે સેવન કરે તે શળ સહ આમાતિસાર જાય. ભાવપ્રકાશ. અથવા-સુંઠને પાણી સાથે ઝીણી વાટી ગેળા કરી તે ઉપર એરંડાનાં પાદડાં લપેટી સૂતર વીંટી અંગુઠા પ્રમાણ જાડ માટીને થર દઈ ધીમી અગ્નિથી પકાવવો. લાલચોળ થયા પછી મારી પાંદડાં કાહારી નાંખી તે સુંઠને ઠંડી કરી મધ ટાંક બેમાં ૮ માસા મેળવી અથવા છાશ, માખણ કે, માંસ યુષ સાથે સેવન કરે તે આમાતિસાર જાય છે. સોજો, ઉધરસ, તથા દુષ્ટ કાતિસારને નાશ કરે છે અને ક્ષતિ તથા અગ્નિને દીપ્ત કરે છે. આ શુંઠીપુટપાક કહેવાય છે. વિદ્યરહસ્ય.
પકવ થયેલા અતિસારના ઉપાય. દર, ધાવડીનાં ફુલ, બીલા ગર્ભ, મોળ, આંબાની ગેટલી, અને ઇંદ્રજવ એ સઘળાં સમાન લઈ ઝીણું વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી ટાંક બે ભાર ભેંશની છાશ સંગાથે સેવન કરે તે પકવાતિસાર નાશ થાય. અથવા-અજમેદ, મોચરસ, સુંઠ અને ધાવડીનાં ફુલ એ સઘળાં સમાન લઈ એઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ઢાંક ર ગાયની સુંદર છાશ સાથે સેવન કરે તે પડ્યાતિસાર જાય. આ લધુગંગાધરચૂર્ણ કહેવાય છે. અથવા-સુંઠ ૪ ભાગ, જાયફળ ૨ ભાગ, અપીણ ૧ ભાગ અને કાચા દાડિમના દાણ સર્વના સમાન લઈ એને વાટી કાચા દાઢમમાં ભરી પુટપાકની રીતિ પ્રમાણે પકાવી તેની બોરના ઠળીયા પ્રમાણે ગોળીઓ વાળી ગળી ૧ ગાયની છાશ સંગાથે છ દિવસ આ દાડિમવટી સેવન કરે તે પકવાતિસાર નાશ પામે. વૈદ્યરહસ્ય,
અતિસાર સંગાથે સજા હોય તેનો ઉપાય. સાડીનાં મૂળ, ઇંદ્રજવ, કાળીપાડ, બીલું, અતિવિષ, મોથ, અને કાળામરી એ સઘળાં બરાબર લઈ ખાંડી કવાથ કરી પીએ તે જ અતિસાર જાય. ભાવપ્રકર,
અતિસારમાં ઉલટી થયા કરતી હોય તો આંબાની ગોટલી અને બીલાને ગર્ભ એ બન્નેનો કવાથ કરી ઠંડો થયા પછી મધ તથા સાકર મેળવી સેવન કરે તે ભયંકર છઘંતિસાર-ઘેર અતિસારની ઉલટી નાશ પામે. અથવા-શેકેલા મગને કવાથ કરી તેમાં
ખાની ધાણી, મધ અને સાકર મેળવી પીએ તે છર્ધતિસાર, દાહ, વર, તરસ અને શ્રમ એટલા રોગ મટી જાય છે. ભાવપ્રકાશ,
મરડાનાં સંપ્રાપ્તિ પૂર્વક સંખ્યા સહ લક્ષણ. મરડો એ અતિસારને જ ભેદ છે તે ઉત્પન્ન થવાનાં કારણ એ છે કે-કુપચ્ય સેવન કરનાર મનુષ્યને વાયુ વૃદ્ધિ પામ્યો કફને મળી મરડો પેદા કરે છે તેથી પેટમાં તથા પેમાં આંકડી આવે છે. કરાંઝવું પડે છે, વારંવાર ઝાડે ફરવાની શંકા રહે છે અને મળ જળસની સંગાથે થોડે થોડે અથવા તે ઘણે ગુદાદ્વારે નીકલ્યા કરે છે. વિશેષ શરદીમાં રહેવાથી આ રોગને
For Private And Personal Use Only