________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બી
.)
જવર પ્રકરણ,
( ૩૭ )
સે, શળ જણાય છે. જાણવું કે-કણિક સન્નિપાત છે. આ કટ સાબ છે.
ઉપાય. રા. આસગંધ, મેળ, ભાંરિંગણી. ભારંગી, કફ, પુષ્કર મૂળ, અને ઘડાવજ એ સઘળાં બરાબર લઈ ખાંડી કવાથ કરી કાકાશીશી અને હરડેને પ્રતિવાસ દઈ બે વખત પીએ તે કર્ણિક સન્નિપાત મટે છે. અથવા હળદર,અંગેરીઆની જડ, સિંધાલુણ, દારુહળદર, દેવદાર અને ઇવરણાની જડ એ એવધ સમાન ભાગે લઈ ઝીણું વાટી આકડાના દુધમાં ઘુ ટી કાનના મૂળમાં લેપ કર તો કર્ણમૂળને દુખાવો મટે છે. અથવા કર્ણમૂળમાં દુખાવો થતાં તજ જળ લગાડી લેહી કડાડી નંખાવવું જેથી આરામ થાય છે.
કંઠમુજ સન્નિપાતનાં લક્ષણ. જે રોગીને કઇ સેંકડો ધાન્યની અણીઓથી વીંટાયેલ હોય એ થઈ જાય. હાંક અત્યંત થાય, બકવા, અરૂચિ, બળતર, દેહમાં પીડા, મેહ, કંપ થાય તથા તરસ લાગે, કાઢી કલાઈ જાય અને માથામાં પીડા થયા કરે છે, જાણવું કે-કંકુબજ સન્નિપાત છે. આ કસ્ટ સાધ્ય છે.
ઉપાય.
કાકાશગી, ચિત્રામૂળ, હરડેની છાલ, અશે, કરે, કરીઆતું, ભારંગી, હળદર, બૅરિંગણી, પુષ્કળમૂળ, મોથ, કડાછાલ, ઇંદ્રજવ, કડુ અને કાળામરી એ સઘળાં ઔષધે સમાન લઈ ખાંડી કવાથ કરી દિવસ આઠ સુધી બન્ને વખત પીવો તે, દાહ, મોહ, અરૂચિ, દમ, આકરો, પીડા, ઉધરસ અને અભિવાસ-આદિ ઉપદ્રએ કરીને સહિત કંઠકુબજ સન્નિપાતને નાશ કરે છે. વૈદ્યવિનોદ.
તેર જાતના સન્નિપાત પૈકી સાધ્યા સાધ્ય કેટલા છે? એઓમાં સંધિક સાધ્ય છે, તાંદ્રક, ચિત્તવિશ્વમ, કણિક, જિહક, અને કંકુજ એ પાંચ કષ્ટસાધ્ય છે, રૂગદાહ અત્યંત કઈ સાધ્ય છે, રાષ્ટ્રીવિ, ભુઝનેત્ર, શીતાંગ, પ્રલાપક, અબિન્યાસ અને અંતક એ છ અસાધ્ય છે માટે સાધ્યાસાધ્યને પૂર્ણ વિચાર કરી લે.
આ વિના સનિપાતના પ્રકાર વિષે મતમતાંતર વિશેષ છે માટે તેઓને પૂર્ણ ખુલાશે મેળવવાની ઈચ્છા હોય તે “ભાવપ્રકાશ' મધ્ય ખડનો ભાગ પહેલો તથા ચરકાદિ ગ્રથી મેળવી લે.
સન્નિપાતના સમચય ઉપાય. રસવંતી, પીપર, કાળામરી, ઘોડાવજ, અરલૂઆનાં બીજ, અને સિંધાલૂણ એ સઘળાં બરોબર લઈ ગેમૂત્રમાં અત્યંત ઝીણું વાટી આંખમાં અંજન કરે તો સર્વ જાતના સન્નિપાત શમે છે. અથવા કાળામરી, મહુડો, સિંધાલૂણ, ચિત્રામૂળ, કાયફળ અને લીંડીપીપર એ સર્વ સમાન લઈ અત્યંત સમિ વાટી ઉનાં પાણી સાથે નાકમાં નાસ આપવાથી ત્રિપજન્ય સનિપાત મટે છે.
આઠ જાતના વર નાશ કરવાના ઉપાય. શુદ્ધ પારે. શુદ્ધ ગંધક, શુદ્ધ અબ્રક ભસ્મ, શુદ્ધ તાંબેશ્વર, સુંઠ, કાળામરી, લીંડીપીપર,
For Private And Personal Use Only