________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪ )
અમૃતસાગર
( તરગ
રેગ, છાતીનાં દરદ, કમળા, ત્રિપીનું, ગોઠણનુ તથા ડખાનું મૂળ જેમ વિષ્ણુ ભગવાન મુર્શનચક્રવર્ડ દૈત્યોનો નાશ કરે છે તેમ આ સુદર્શન ચૂર્ણ ઉપર કહેલા રાગોને નાશ કરે છે. જવર માટે ટાઢા પાણી સાથે ફાકવું. યેાગતરંગીપણ, આ ઉપાય કર્યા છતાં ગુજ્જર કે વિષમજ્વર્ ન મટે તે રોગના પ્રમાણમાં રેંચ અને ઉલટી કરાવવી જેથી તુત મટે છે.
અજીણૢ જવરનાં લક્ષણ.
જે રાગીને વારંવાર પાતળા ઝાડા થયા કરે, ખાટા ઓડકાર આવે, ઉલટી થવા જેવી શકા રહે, પેટમાં પીડા થાય, પેટ ચઢે અને પેટમાં ગડગડાટ શુ થાય તે જાણવું કે અજીર્ણના કારણથી તાવ આવેલો છે.
ઉપાય.
બોડી અજમો, હરડેની છાલ અને સંચળ એએનું વસ્ત્રગાળ ચૂઠ્ઠું કરી ટાંક ૧ ઉના પાણી સાથે ફાકે તે અજીર્ણ જ્વર જાય. અથવા અણુને નાશ કરનારા સમસ્ત ઉપાચા યેાજવા તેથી પણ અણુજ્વર નાશ થાય છે.”
દ્રષ્ટિજવરનાં લક્ષણ.
જે મનુષ્ય કોઇ ક્રૂર-જનની દ્રષ્ટિ લાગી હોય તેને બગાસાં બહુ આવે, પેટમાં પીડા, હાથ પગમાં ત્રાડાવા અને શરીર અશક્ત થઇ જાય તેા, જાણવું કે દ્રષ્ટિશ્વર છે.
ઉપાય.
“શેકેલી હીંગ, કાળાંમરી, લીંડીપીપર અને સુ' એને સમાન ભાગે લઇ ઝીણાં વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી ટાંક ૨ ઉના પાણી સંગાથે સેવન કરે તે દ્રષ્ટિવર મટે છે, અથવા નાગના મ્હારા--મણિને પાણીમાં ધેાળી તે પાણી પાવાથી તથા તંત્રા;િ પ્રયોગથી દ્રષ્ટિજ્વર નાશ થાય છે.”
લેાહિવિકારથી ઉત્પન્ન થયેલા તાવનાં લક્ષણ.
જે રોગીના સર્વ શરીરમાં વેડાવા થાય, શ્વાસ ચાલે, શરીર શિથિલ થઇ જાય, તૃષા, મૂર્ચ્છા, અને આકરા થાય તે જાણવું કે લોહીના બગડવાથી તાવ આવેલો છે.
ઉપાય.
કાળી કાખ, હરડેની છાલ, અરડસા, બેરિંગણી, હળદર અને લિંબડાની ગળે ઍઆને બરાબર લઇ ખાંડી કવાથ કરી યોગ્ય માત્રાએ ઠંડા પડયા પછી તેમાં ના તેાલાભાર મધ મેળવી દિવસ ૭ લગી સેવન કરે તો લોહી બગાડથી ઉત્પન્ન થયેલા તાવનારા પામે છે.’
મળજ્વરનાં લક્ષણ.
જે રોગીને ભ્રમ, મૂર્ચ્છા, ઉલટી, હેડકી, પેટમાં શુળ અને જીભ તથા મુખમાં શાષ પડયા કરતા હોય તા તથા ખતરા પણ થયા કરે તે જાણવું કે મળના બગાડથી તાવ આવ્યે છે.
For Private And Personal Use Only