________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજે)
જવર પ્રકરણ
(
૭ )
કરી ૭ દિવસ સુધી પીવાથી તાવમાં આવતી ઉધરસ મટે છે.”
- જે વરમાં શ્વાસ હોય તો “ સુંઠ, કાળામરી, લીંડીપીપર, મેથ, કાકડાશીંગી, ભારગી અને પુષ્કરમૂળ એ સઘળાં સમાન ભાગે લઈ ટાંક ૧ ને કવાથ કરી ૭ દિવસ સુધી સેવન કરે તે તાવમાનો શ્વાસ મટે છે.
તાવમાં હેડકી આવતી હોય તે પાણીમાં સિંધાલુણને ઘસી નાકમાં નાસ આપવાથી હેડકી મટે છે. ભાવપ્રકાશ અથવા મોરપિંછાના ચાંદલાની રાખ, તથા લીંડીપીપર મ. ધમાં ચાટવાથી હેડકી અને ઉલટી બન્ને મટે છે.
જે તાવમાં ઉલટી થતી હોય તે લિંબડાની ગળાનો કવાથ કરી ચંડો થયા પછી મધ મેળવી પીવાથી તાવમાં થતી ઉલટી મટે છે. અથવા માખીની હધાર રતી બે ભાર મધ સંગાથે ચટાડવાથી ઉલટી મટે છે. ભાવપ્રકાશ. અથવા–“ચોખાની ધાણી, તથા લીંડીપીપર મધ સંગાથે ચટાડવાથી ઉલટી મટે છે.”
જે તાવમાં મચ્છુ હોય તે-“ગરમાળાને ગોળ, કાળધાખ, પિત્તપાપડો, અને હરડેની છાલ એઓને કવાથ કરી પીવાથી મૂછો મટે છે.”
જે તાવમાં બંધકેષ હોય અથવા આ હેય તે, ચોખા સાબુની દીવટ કરી ગુદામાં યુનિવડે મૂકે તે બંધકોષ અને આફરો એ બને મટે છે. ભાવપ્રકાશ.
જે તાવમાં મુખશેષ હોય અથવા જીભમાં વિરસપણું જણાય તો સાકર તથા દાડિમના દાણાની ચટણી કરી હેમાં રાખે તો વિરસતા અને મુખમાં પડતા શેષ મટે છે.
જે તાવમાં નિદ્રા ન આવતી હોય તે શેકેલી શુદ્ધ ભાગ ૧ રતીભાર મધની અંદર ચાટે તે નિદ્રા આવે અને અતિસાર-સંગ્રહણું નાશ પામે તથા ભૂખ ઉઘડે છે. અથવા પીપરીમૂળનું ચૂર્ણ ટાંક ૧, ગોળમાં મેળવી ખાય તે નિશ્ચ નિદ્રા આવે. અથવા
એરંડીયું અને અળસીનું તેલ એ બન્નેને કાંસાની થાળીમાં ઘસી આંખમાં આંજન કરવાથી નિશે નિદ્રા આવે. વૈદ્યરહસ્ય.
જવર મુતનાં લક્ષણ. શરીર કેવળ હલકું જણાય, માથામાં ચળ આવે, નીચેના હેઠ આગળ ઝીણી ઝીણી ફકીઓ થાય (બરો મૂતરી જાય), શરીરની સર્વ ઇંદ્રિઓ પોત પોતાના ધર્મને પૂર્ણપણે અંગિકાર કરે, શરીરની સર્વ વ્યથા મટી જાય, પરસેવો થયા કરે, ભૂખ લાગે, છીંક આવે, અને મળની પ્રવર્તિ થાય ત્યારે સમજવું કે હવે તાવ ગયો છે.
તાવ આવતો બંધ થયા પછી કેમ વર્તવું? ચતુર મનુષ્ય તાવ આવતો બંધ થઈ ગયા પછી પણ જ્યાં સુધી શરીરમાં શક્તિ આવે ત્યાં સુધી પધ્યમાં રહેવું, મૈથુન, કસરત, મેહેનતનું કામ, ભારે પદાર્થ, અતિ ભેજન, અને પ્રકૃતિને અહિતકારી વસ્તુઓને ત્યાગ કરવા. તુરતના તાવવાળાને અને જુના તાવવાળાને શું શું પથ્ય છે?
પથ્ય એટલે ગ્રહણ કરવા યોગ્ય અને કુપ એટલે તજવા યોગ્ય વસ્તુઓ એટલે તુરતના આવેલા તાવવાળાને મગની મોગર દાળ, મઠની દાળ, ઘઉન ખાખરે, બકરીનું દુધ, હલકું-કાંજી જેવું ભજન, તાંદળજો, મેથીની ભાજી, તુરીઆનું શાક, અલ્પ ભજન, - મ લંધન અને સાઠીચેખા એટલી વસ્તુ એ તુરતના આવેલ તાવવાળાને હિતકારી છે.
For Private And Personal Use Only