________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
અમૃતસાગર,
(તરંગ
ભૂખના અભાવની, તથા શા કારણને લીધે રોગને જન્મ મળે? વગેરે વગેરે બાબતે પૂછવાથી રોગનું યથાર્થ જ્ઞાન થાય છે; પણ જે બેટી રીતે જોવાયલા, બેટી રીતે કહેવાયેલા અને ખેડી રીતે પૂછાયેલા વિકારે છે તે તે વૈદ્યને મુંઝવી દે છે એટલા માટે વધે વિકારોને પૂરેપૂરી રીતે જોવા તથા પૂછવા, તેમ ગીએ પૂરેપૂરી રીતે પૂછયાને ઉત્તર આપો જેથી પરિણામે મહા સુખ થાય છે.
નાડી પરીક્ષા. શ્રેષ્ઠ વૈધે પુરૂષના જમણ અને સ્ત્રીના ડાબા હાથની નારી જેવી એટલે પ્રસન્નચિત્ત એકાગ્ર મનથી સાવધાન પણે નાડી જવી. રેગીના હાથને હાલવા દે નહીં અને અંગૂઠાના મૂળમાં જીવની સાક્ષીભૂત સુખ તથા દુઃખને પ્રકાશ કરનારી ધમની નાડીને સ્પર્શ કરે અર્થાત્ અંગૂઠાના મૂળથી માંડી ત્રણ આંગળીઓ નડી ઉપર ટેકવવી. તે પછી પ્રથમ આંગળી નીચે વાતનાડી, બીજી નીચે પિત્તનાડી અને ત્રીજી નિચે કફનાડી વહે છે. તેમાં જે દેવ બળવાન હેય તેની નાડી દેશની ગતિને ધારણ કરે છે અર્થાત જે વાયુ અધિક હોય તે પેહલી - ગળી નીચે રોગીની નાડી ફુટ થાય છે. પિત્ત અધિક હોય તે મધ્ય આંગળી નીચે અને કફ અધિક હોય તે ત્રીજી આંગળી નીચે રોગીની નાડી ફુટ થાય છે. વાયુ તથા પિત્ત અધિક હેય તે પહેલી તથા બીજી આંગળીના વચમાં ફુટ થાય છે, વાયુ તથા કફ અધિક હેય તે ત્રીજી અને પહેલીના મધ્યમાં ફુટ થાય છે, પિત્ત તથા કફ અધિક હોય તે બીજી ત્રીજી આંગળીના વચમાં ફુટ-ધડકારો થાય છે, અને ત્રણે દોષની અધિકતા હોય તે ત્રણે આગબીઓ નીચે ફુટ થાય છે. વાયુના પ્રકોપમાં નાડી સર્પ, જળની પેઠે વાંકી ચાલે છે, પિત્ત પ્રકોપમાં નાડો દેડકા, કાગડાની પેઠે ઠેકતી ચાલે છે, ક૬ પ્રકપમાં નાડી મેર, હંસ, કબૂતર અને બતકની પેઠે મંદ મંદ ચાલે છે, ત્રણે દેશના પ્રકોપથી ઘણી ઉતાવળી કિવા વિપરીત ગતિએ ચાલે છે, વાયુ અને પિત્તના કોપથી વાંકી અને ઠેક્તી મિશ્રગતિએ ચાલે છે, વાયુ અને કફનો પ્રકોપ હેય તે વાંકી અને ધીમી ચાલે છે અને પિત્ત તથા કફને પ્રકોપ હોય તે હેકી ઠેકીને ધીમી ચાલે છે. કામ વેગથી–ોધાશથી ઉતાવળી ચાલે છે, ચિંતા તથા ભયને લીધે ક્ષીણ થએલી ચાલે છે અને સન્નિપાતની નાડી જેમ સુથારીઓ ઝાડ ઉપર બેસી - તાની ચાંચથી વારંવાર ઝાડને પ્રહાર કરે છે તેમ અતિવેગ સાથે કારકૂટ) નાડી ચાલે છે તથા જે નાડી ભી ભીને ચાલતી હોય, સ્થાનથી ભ્રષ્ટ થઈ હય, અત્યંત ક્ષીણ અને શિતળ થઈ ગઈ હોય તે નાડી રેગીના પ્રાણને નાશ કરનારી છે એમાં સંદેહ નથી. તાવના કેપમાં નાખી ગરમ અને વેગવતી હોય છે, જેને અગ્નિ મંદ થયે હોય અથવા જેની ધાતુઓ ક્ષીણ થઈ હોય તેની નાડી બહુજ ધીમી ચાલે છે, ભૂખ્યાની નાડી ચપળ તથા હલકી, તાવંતની સ્થિર, લેહીવિકાર વાળાની ગરમ તથા ભારે, આમ રોગીની અત્યંત ભારે, જમેલાની મંદ પણ તપ્ત થએલી, જેને મળ પાતલ થયે હેય તેની ઉતાવળી અને સુખી પુરૂષની નાડી ધીમી તથા બળવાન ચાલે છે. નાડીની પરીક્ષાના મતમતાંતરથી અનેક પ્રકાર છે, માટે બુદ્ધિમાન વધે પિતાના બુદ્ધિબળવડે જેમ યોગ્ય જણાય તેમ પ્રત્થના પ્રમાણે સહ નાડીની પરીક્ષા કરવી. જેમ યોગી પિતાના યોગબળવડે સાક્ષાત બળનું જ્ઞાન મેળવે છે, જેમ વીણા વગાડનાર તારના આધારથી રગના ભેદને જાણે છે તેમ નાડી દ્વારા સંઘ સર્વ શરીરના સુખ દુ:ખને જાણી લે છે. .
For Private And Personal Use Only