________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦ )
અમૃતસાગર,
(તરંગ
ગળે એ સઘળાં સમાન લઇ તેને કવાથ કરી પીવાથી વાતકફજ્વર નાશ પામે છે. અથવા સાલપરેટી, પીલવણી, રીંગણી, ઉભી રિંગણી, માળવી ગોખરૂ, બીલાને ગર્ભ, અરણી, શીવણ, અર, અને પાછળ એ દશમૂળનો કવાથ કરી પીપરનો પ્રતિવાસ દઈ કિં. વા તેમાં પીપર મેળવી પીએ તે વાતકફજવર દૂર થાય.
અથવા એજ તાવમાં એવું તથા તાળવું સુકાઈ જાય, જીભ ખરસઠ થઈ જાય તે બીજેશના કેસરમાં સિંધાલૂણ અને કાળાં મરી ભેળવી-ઝીણા વાટી જીભ ઉપર લેપ કરે તે માતાને તથા તાળવાનો શેપ અને જીભની કઠોરતા દૂર થાય છે. અથવા કરી આતું, લિંબડાની ગળે, દેવદાર, કાયફળ અને વજ એ સઘળાંને સમાન લઈ ખાંડી કાઢે કરી પીએ તે વાતકફજવર નાશ પામે. વરતિમિરભાસ્કર.
કફપિત્તવરનાં લક્ષણ. જેનું મોટું અને જીભ કફથી લિપ્ત રહે, તંદ્રા, મોહ, ઉધરસ, અરૂચિ, તૃષા વધારે લાગે, ઘડીએ ઘડીએ શરીરે બળતરા થાય, ટાહાડ વાય, શરીરમાં પીડા, છાતિમાં દુખાવો ફેર આવે, સુધા લાગે નહીં, શરીર સજડ થઈ જાય, હંસ તથા દેકા સમાન નાડી ચાલે, લાલાસ સહિત ચીકણું વેત રંગનું મૂત્ર તથા મળ હૈય, નેત્ર દેડકાના વર્ણ જેવાં પીળાં લીલાં હૈય, મેટું મીઠું તથા કડવું રહે અને જીભ લાલાસ સાથે ધોળી હોય તે જાણવું કે કફપિત્તજવર છે. વરતિમિરભાસ્કર.
કફપિત્તજવરના ઉપાય. ઉજવરના રોગીને ૧૪ દિવસ લાંઘણ કરાવવું તથા ચાર શેર પાણીમાંથી અરધો શેર પાણી ઉકળતાં રહે એવું અવશેષ પાણી પાવું અને લિંબડાની ગળે, રતાં જળી, સુંઠ, સુગંધીવાળે, કાયફળનું છોડીયું અને દારૂહળદર એ સઘળી ઔષધીઓને સમાન ભાગે લઈ ખાંડી કવાથ કરી પીએ તે કફપિત્તવર દૂર થાય છે. અથવા લિંબડાની અંતરછાલ, રતાંજળી, ક, લિંબડાની ગળો અને ધાણા એ ઔષધોને સરખાં લઈ ખાંડી કવાથ કરી પીએ તે કફપિત્તવર દૂર થાય છે, તેમ બળતરા, અરૂચિ, તૃષા, તથા ઉલટી પણ દૂર થાય છે અને અગ્નિને પ્રદીપ્ત કરે છે. અથવા લિંબડાની ગળે, ઇંદ્રજવ, લિંબડાની અંતરછાલ, કુકડેલાનાં ફળ, કડુ, સુંઠ, રતાં જળી અને મેથ એ સઘળાં ઔષધને સમાન લઈ તેઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ૪ માસ અછાવશેષ (જે પાણીને ઉકાળતાં આઠમો ભાગ બાકી થી નીચે ઉતાર્યું હોય તે) પાણી સંગાથે પાવાથી તાવ, શ્વાસ, ઉષ્ણતા, છાતિને દુઆ, અને અરૂચિ એ સર્વ રોગને મટાડે છે. આને અમૃતાક કવાથ કહે છે. “લિંબડાની ગળે, ભરિંગણી, ઉભીરિંગણ, કરે, દારુહળદર, પીપર, અર, પટોલ (કુકડલાનાં ફળ અથવા કડવાં પરવળ ) લિંબડાની અંતરછાલ, અને કરીઆતું એ સઘળાં સમાન લઈ ખાંડી વિધિપૂર્વક કવાથ કરી બન્ને વખત પીએ તે પિત્તકફવર નાશ પામે. અથવા કાળિધાખ, ગરમાળાનો ગોળ, ધાણા, કડુ, પીપરીમૂળ, સુંઠ અને પીપર એ સર્વ બરાબર ભાગે લઈ ખાંડી વિધિયુક્ત કવાથ કરી બને વખત પીએ તે શૂળ, ભ્રમ, મૂચ્છો, અરૂચિ, ઉલટી અને પિત્તકફજવર એઓને નાશ કરે છે. અથવા શુદ્ધ પાર ટાંક ૫, શુદ્ધ ગંધક ટાંક ૫, કાળાં મરી ટોક ૫ અને શુદ્ધ ટંકણખાર (અથવા ખડીઓ ખાર) ટાંક પ એ સર્વને ઝીણું વાટી વસ્ત્ર
For Private And Personal Use Only