________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજો.)
જવર પ્રકરણ
( ૨૦ )
અંધારી આવે, આખા શરીરમાં પીડા થાય, બગાસાં આવે, અને બકવા કર્યા કરે તે જાણવું કે બે દોષ યુક્ત–વાતપિતને તાવ છે.
વાતપિત્ત વરના ઉપાય. બળબીજ (વા કાંસકીનાં મૂળ) લિંબડા ઉપરની ગળો, એડમૂળ, મેથ, પક્ષક, ભારિંગ, પીપર, વાળ અને રતાં જળી એ સઘળાં પાંચ પાંચ માસા ભાર લઈ ખાંડી કવાથ કરી સેવન કરે તે વાતપિત્તવર દૂર થાય. અથવા લિંબડાની ગળો, પિત્તપાપડે, કરીઆનું, મોથ, અને સુંઠ એ સઘળાંને સમાન લઈ ખાંડી કવાથ કરી નિરંતર એગ્ય માત્રા એ પીએ તો વાતપિત્તજ્વર મટે છે. આનું નામ પંચભદ્ર કવાથ છે. અથવા લિંબડાની ગળો, પિત્તપાપડે, સુંઠ, મોથ અને અરડે એને બરાબર ભાગે લઈ ખાંડી કવાથ કરી યોગ્ય માત્રાએ પીએ તે વાતપિત્તજ્વર દૂર થાય.” અથવા કડવાં પરવળ, લિંબડાની અંતરછાલ, લિંબડાની ગળે, અને કડુ, એ સર્વને બરોબર લઈ કવાથ કરી પીએ તે વાતપિત્તજ્વર જાય. અથવા મહુડો, જેઠીમધ, લેધર, ધોળી ઉપલસરી, મેથ અને ગરમાળાનો ગોળ એ સર્વને સમાન લઈ ખાંડી કવાથ કરી પીએ તે વાતપિત્તજ્વર દૂર થાય. અથવા ચોખાની ધાણીના પાણીમાં સાકર તથા મધ મેળવી પીએ તે વાતપિત્તવર નાશ થાય. અથવા સુંઠ, કાળામરી અને પીપર એઓને સરખે ભાગે લઈ તેના બરોબર સાકર ભેળવી તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી પિણું તેલા ભાર મધની સંગાથે ચાટે તે વાતપિત્તજ્વરનાશ થાય છે.”
વાતકફવરનાં લક્ષણ. જેને ઉધરસ, અરૂચિ, સાંધે સાંધે દુખાવે, માથામાં પીડા, પીનસ, સંતાપ, કંપવા, શરીર ભારે રહે, નિંદ્રા આવે નહીં, પ્રસ્વેદ, શ્વાસ, પેટમાં શળ, સર્પ કિંવા હંસની ગતિ પ્રમાણે નાડી વાંકી અને મંદ ચાલે, ધુમાડાના રંગ જે તથા સ્વૈત કે સુરમા સમાન મૂત્રનો રંગ હેય, ઝાડાને રંગ કાળો, અને ચીકણો હોય, નેત્ર ધુમાડાના રંગ જેવાં, મેંદ્ર કસાયેલું કે મીઠું રહે, જીભ કાળી કે સ્વેત કિંવા પાણીયુકત વેત હય, કંઠમાં કાનો ઘરઘરાટબોલે અને શરીર ઠંડુ લાગે, ત્યારે જાણવું કે તેને વાતકફ દોષને તાવ આવ્યો છે. જ્યતિમિરભાસ્કર.
વાતકફજ્વરના ઉપાય. ઉકત પ્રકારના તાવવાળા રોગીને ૧૦ દિવસ લંધન કરાવવાં. પાંચશેરનું અંતર રહે તેવું ઉકાળ્યું પાણી પાવું. ત્યાર પછી કરીઆતું, મોથ, લિંબડાની ગળા અને સુંઠ, એને બરાબર લઈ ખાંડી કવાથ કરી પી ને તે ઉપર પથ્ય પદાર્થ સેવન કરે છે, કઈ પ્રકારનો ઉપદ્રવ ઉત્પન્ન થાય નહીં અથવા એજ તાવમાં ૩ દિવસ પછી નીચે લખેલો કવાથ આપે છે, તાકાળ વાતકફ જવર નાશ પામે છે. કાયફળ, દેવદાર, ભારિંગ, વજ, મેથ, ધાણા, પિત્તપાપડે, હરડે, સુંઠ અને કરંજની જડ, એ સઘળાં સમાન લઈ ખાંડી કવાથ કરી મધ અને હિંગ મેળવી પીએ તે વાતકફજવર નાશ પામે અને ઉધરસ, હેડકી, શાલ તથા શ્વાસ અને ગલગ્રહ વગેરેને દૂર કરે છે. અથવા મોથ, પિત્તપાપડે, ગળો, સુંઠ, અને ધમાસે એ સર્વ સરખે ભાગે લઈ ખાંડી એઓને કવાથ કરી પોએ તે વાતકફજ્વર, ઉલટી, બળતર, મુખમાં પડતે શેલ વગેરે દૂર થાય છે. અથવા-બેરિંગણી, સુંઠ, પીપર, અને લિંબડાની
For Private And Personal Use Only