________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખીજો.)
૧૨ પ્રકર્ણ,
( ૨૭ )
અથવા ખેરસાર, તથા કડૂ માસા ખે, અને સાકર ૨૪ રતીભાર એએનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ઉના પાણી સગાથે લે તે પિત્તજવર દૂર થાય. તથા સુખડ ર૪ રતી ભાર અને વિરણવાળા ર૪ રતીભાર લઇ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેને છ તેલા ભાર ફાલસાના સખતમાં સાકર તેાલા ૩ ભાર નાખી પીએ તે પિત્તજવર દૂર થાય. ત્રિશતી. અથવા ચોખાની ધાણીના પાણીમાં સાકર નાખી પીએ તે ઉપદ્રવ યુક્ત પિત્તજ્વર દૂર થાય. અથવા કાખ, કડૂ, ગરમાળાનો ગોળ, માથ, હરડેળ અને પિત્તપાપડા એ સઘળાં સમાન લઇ ફૂટી કવાથ કરી પીવાથી પિત્તજ્વર, તરશ, ન, બળતરા, મૂ, બકવા, મુખશાષ અને ફેર-ચકકર તથા પિત્તપ્રમેહ એ સર્વ રોગ મટે છે. વૈશવનાદ. અથવા ધઉંના લોટમાં સાકર અને પાણી નાખી અગ્નિ ઉપર સારી પેઠે સીજવી પાતળી રાબડી કરી પીએ તેા પિત્તજ્વર જાય.” અથવા મીઠા દાડિમાનું સરબત પીવાથી પિત્તજ્વર નારા થાય. અને જો બળતરા સહિત પિત્તજ્વર હોય તા, સર્વગુણસ ંપન્ન, મદોન્મત્ત, સ્તનભારથી નમેલી, મહા સુંદર, સર્વાંગ આભરણ સુગંધિ પુષ્પમાળા સહુ, હાવ, ભાવ, મદહાસ્યથી ભરપૂર, સેળ વર્ષની શ્યામા સુંદરી અને ઝીણાં વસ્ત્ર જેણે પરિધાન કર્યા છે તે સ ંગાથે વિહાર–સુરતકેળી કરે તેા દાહજવર જાય કિંવા દાહ મટે છે. તેમજ શુક કોકિલા તથા ન્હાનાં બાળકોની મધુર વાણી, મનને હરી લે તેવી રચનાવાળે પુષ્પ સુગંધ યુક્ત બગીચા, સુવાસિત પુષ્પોના હાર, કમળપત્રની સંધ્યા, ચાંદની રાત્રિ, કમળ પુષ્પના સ્પર્શ, ચમત્કારિક ચરિત્રાની ચર્ચા-વાત્તા, ચંદન કપૂરનું લેપન, નવાવના સ્ત્રીને સમાગમ, શીતળ મદ સુંગધ-સુંદર પવનની લહેર અને ફેાવાહિની રચના તથા ઠંડક કત્તા વસ્તુઓ દાહને તાત્કાળ દૂર કરનારી છે. અથવા ફાલસાના સરબતમાં સિંધાલૂણુ નાખી પીએ તે પિત્તજ્વર દૂર થાય. કિવા મગની દાળના પાણીમાં સાકર મેળવી પીએ તે પિત્તજ્વર નાશ પામે. અથવા કાળીક્રાખનુ સરબત સાકર સાથે પીએ તેા પિત્તજ્વર દૂર થાય. અથવા પિત્તપાપડી, માથ અને કરીઆતું એ સઘળાં સવા તેલા ભાર લઇ કવાથ - ૨ી ૩ દિવસ પીએ તે પિત્તજ્વર દૂર થાય. વરતિમિરભાસ્કર. અથવા રતાંજળી, પદ્મક, ધાણા, લિંબડાની ગળા અને લિંબડાની અંતરછાલ એ સઘળાં સમાન ભાગે લઇ તેઆના કવાથ કરી પીએ તે પિત્તજ્વર, બળતરા, તૃષા, અને ઉલટી એ સઘળા રોગોને દૂર કરે છે. તથા જઠરાગ્નિને દીપાવે છે. લાલિબરાજ, અથવા ગુલાબના ફુલની પાંખડીઓના ધોળાતલને પાંચ સાત પુટ દઇ તેનું તેલ કઢાવી લેવું–(આજ વિધિ પ્રમાણે પ્રત્યેક પુષ્પાનુ તેલ કઢાય છે. ) તે ગુલાબનું તૈલ દાહવરવાળા રોગીના શરીરે મર્દન કરે તેા, દાડજ્વર દૂર થાય.” અથવા સો વાર પાણીથી કિવા હજારવાર પાણીથી ધોવાયલા ધીનું શરીરને મર્દન કરે તા, હજ્વર તાત્કાળ મટે. અથવા લિંબડાનાં કુણાં પાંદડાને ઝીણાં વાટી તેમાં પાણી નાખી વલાવવાં જેથી તે ઉપર પીણુ આવે તેના શરીરે લેપ કરે તે, અથવા તે પીણુમાં ખેહેડાની મીંજ વાટી મેળવી શરીરે લેપ કરે તેા દાહની વ્યથા તુરત દૂર થાય છે. વૈઘજીવન.
પિત્તજ્વરમાં સાકર અને દહીની સાથે ચાખાની ધાણીને સાથવા પાણીમાં ઘેળી આપવા પથ્ય છે. મગના યૂથી ભીજવેલ ભાત સાકર સાથે ખાવા અને પિત્તને શાંત કરના૨ પદાર્થો હિતકારી છે તે સિવાય અન્ય અહિતકારી છે. ( પણ પિત્તના તાવમાં ૧૦ દિવસ વીત્યા પછી કવાથાદિ પ્રયોગ કર. )
કફજ્વરનાં લક્ષણ.
જે મનુષ્યને અન્ન ઉપર અરૂચિ થાય, શરીર સજડ તથા રોમાંચ-રૂવાડાં ઉભાં થાય
For Private And Personal Use Only