________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પેહેલે.)
ચિકિત્સા પ્રકરણ
( ૧૮ )
રીતે ઔષધ પ્રયોગ કરતાં છતાં પણ તેનું માંસ તથા બળ ક્ષીણ થઈને વિકાર વધતો જાય છે તે મનુષ્ય તુરત યમદારમાં જાય છે. વિશેષ ખુલાશા માટે “ભાવપ્રકાશ પૂર્વ ખંડને પ્રથમ ભાગ તથા ચરક, સુશ્રુત વાગભટ વગેરેનું અવલોકન કરવું.
દૂત પરીક્ષા. રોગીના ઘરથી વેધને બોલાવા આવનાર પુરૂષ ઉત્તમ જ્ઞાતીને વા, સ્વ જ્ઞાતિને, સુંદર, સંપૂર્ણ શરીર વાળા, સ્વેત વસ્ત્ર પરિધાન કરેલ, ચતુર, સુખી, છેડા ઉપર બેસી અને ધોળા પુપ તથા જળ હસ્તમાં ધારણ કરી આવે તે શ્રેષ્ઠ સમજે. તેમજ વૈદ્યની જે નાસિકાનો સ્વર ચાલતો હોય તે બાજુએ આવી ઉભો રહી કિવા બેસી સમય વિચારી શુભ શબ્દોચ્ચાર કરે તે ઉત્તમ. અને તેવા દૂતની સંગાથે વૈધ જાય તે અવશ્ય રોગીને રોગ દૂર થાય છે.
શકુન પરીક્ષા. રોગીના ઘરથી વધને બોલાવવા આવતી વખતે શીતળ વસ્તુના શકુન થાય તે નેણ છે, પણ ગરમ વસ્તુનાં શકુન થાય તે શ્રેષ્ઠ સમજવાં. અને વેવ રેગીને જેવા જાય તે વખતે ગરમ વસ્તુના શકુન થાય તે નષ્ટ; પણ ઠંડી વસ્તુનાં શકુન થાય તે શ્રેષ્ઠ સમજવા, તથા પુત્રવતી (કેડમાં બાળક તેડેલું હોય તે) સ્ત્રી, દીપમાળા ધારણ કરેલી કુમારિકા, ધૂમ્ર રહિત અગ્નિ, શંખ-દંગાદિ તથા સુંદર સુંદરીઓના સુંદર ગીતના નાદ સન્મુખ નજરે જણાતા હોય, દહી, માટી, ફળ, દારૂ, માંસ, માછલાં અને કેસરાદિ સુગંધિ પદાર્થો, તથા હાથી, ઘેડ, રથ, સુખપાલ, પાનબીડાં વા, પાન, ચામર, સેનાદિની સુંદર વસ્તુઓ અને માંગલિક શબ્દો વગેરેનાં વૈદ્યને શકને થાય તે છે રેગી રેગથી અવશ્ય મુક્ત થાય તથા યશ મળે.
દેશ વિચાર. જે દેશમાં પાણીનાં સ્થાનકે, વૃક્ષો અને પર્વત છેડા હોય તે જાંગલ દેશ કહેવાય છે. તે દેશમાં રેગની ઉત્પત્તિ થતી હોય છે માટે કંઇ ઔષધોપચાર ઉપયોગમાં લેવા. તે દેશમાં નર નારી બળવાન હોય છે, જેમ મારવાડ દે. જે દેશમાં પૃથ્વીની સપાટી ઉપર પુષ્કળ પાણી વહેતાં હોય તથા બારેમાસ પૃથ્વી લીલાં હરીઆ કે લીલાસથી છવાયેલી રહેતી હોય અને વૃક્ષે પર્વતો વિશેષ હેય તે અનુપ દેશ કહેવાય છે તેમાં કફ અને વાયુના પ્રકેપના જ વ્યાધિઓ થાય છે માટે ઉષ્ણુ ઔષધોપચાર ઉપયોગમાં લેવા. તે દેશમાં નર નરમ અને નારી બળવાન હોય છે, જેમાં પૂર્વ પ્રદેશ અને ઉપર કહેલા બન્ને દેશનાં જ્યાં લક્ષણે મળતાં આવે તે મિશ્ર કિવા સાધારણ દેશ કહેવાય છે. તેમાં સામાન્ય રોગોત્પત્તિ હોય છે, જોકે કફ પિત્ત વાયુ પ્રકોપના વ્યાધિઓ થાય છે, તથાપિ પિત્તના વ્યાધિઓ વિશેષ થાય છે, જેમ મધ્ય દેશ. માટે જે દેશમાં જેની ઉત્પત્તિ થઈ હોય તેને તે દેશના ગુણોને અનુસરી અથવા જન્મભૂમિમાં ઉત્પન્ન થયેલી ઔષધીઓ આપવી જેથી શીધ્રપણે ગુણ કરે છે..
કાળ વિચાર. શીત કાળ ૧, ઉષ્ણ કાળ ૨, અને વર્ષાકાળ એ ત્રણ કાળના બાર માસ છે તેમાં પટુ ઋતુઓ છે–એટલે ચૈત્ર અને વૈશાખ માસ અથવા મિશન અને મેષ સંક્રાંતિને વસંત ઋતુ કહે છે. જે અને આષાઢ માસ અથવા વૃષ અને મિથુન સંક્રાંતિને ગ્રીષ્મ ઋતુ
For Private And Personal Use Only