________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"અમૃતસાગર,
(તરંગ
ટૂંકા આયુષ્યવાળાનાં લક્ષણે. જે રોગીને પાણી, તેલ કે, ધીમાં સૂર્ય ચંદ્રને પ્રતિબિંબ ન દેખાય કિંવા દેખાય તે અપૂર્ણ-ખંડિત છિદ્રો સહિત દેખાય તથા પૂર્વ, દક્ષિણ, ઉત્તર અને પશ્ચિમ દિશાએ દેખાય તે રોગી છે, ત્રણ, બે, કે એક માસમાં અથવા તેટલા જ દિવસમાં મરણને શરણ થાય. વળી સૂર્ય ચંદ્રમાને વર્ણ ધુમાડા જેવો દેખે તે દશ દિવસમાં મરે અને તે પ્રતિબિંબ દક્ષિણ ભાગ–બાજુએ દેખે તે તત્કાળ યમહારમાં પહોંચે. અરૂંધતી એટલે જીભને અગ્ર ભાગ, બવ એટલે નાકને અગ્રભાગ, વિષ્ણુપદ એટલે બને ભ્રમરના વચ્ચેનો ભાગ અને મામંડળ એટલે જ એ ચાર સ્થાને યમપુરીમાં જવા જેણે કમ્મર બાંધી છે તે જોઈ શકતો નથી. જે મનુષ્ય અકસ્માત જોડે કિવા પાતળા થઈ જાય તે છ માસમાં મરણ પામે. જે રોગીની જીભ કાળી, મુખ લાલ હોય તથા નાક ગંધને, કાન શબ્દને, નેત્રે પદાઈને, જીભ સ્વાદને અને શરીર સ્પર્શને જાણી શકે નહીં; સારાંશમાં સમસ્ત ઇંદ્ધિઓએ પિત પિતાનો ધર્મ છોડી દીધું હોય તે તે રોગી નિએ યમદ્વારમાં જાય. જે પુરૂષના પગની ઘૂંટીથી ડુંટીની બાજી-ઉર્દ ગતિએ અને સ્ત્રીના મુખથી ડુંટીની બાજુ-અધ ગતિએ સેજે ચડવા માંડે કિંવા પુરૂષની શુંટીએ અને સ્ત્રીની ડુંટીએ સેજે ચઢે તથા તે સેજમાં આંગળી ચાંપી ઉપાડી લીધા પછી તે સ્થળનો ખાડે તુરત પુરાય નહીં તે રોગીને શમના ભજન વિના અન્ય ચિકિત્સા કલ્યાણકારી છે જ નહીં અર્થાત તે અવશ્ય મરણ પામે છે. તથા જે સારી પેઠે ખાતાં પીતાં છતાં દિન પ્રતિદિન દુર્બળ થતો જાય, બી કિંવા પુરૂષના મધ્યકટિપ્રદેશમાં ચઢે, જેનું શરીર ઠંડુ હોય તે છતાં પ્રસ્વેદ થાય અથવા કપાળે પ્રવેદપરવાના બિંદુ ફૂટે, કંઠમાં કફ બેલે, રાત્રિએ દાહ, દિવસે ટાહાડ જણાય, જીભ કાળી તચા ખરબચડી-ખેરઠ, નિદ્રાનો નાશ, હૈયું જડ, ઝાડાનો બંધ નહીં, અસત અને સર્વ વસ્તુ ઉપર અરૂચિ હોય તે રોગીને કેવળ રામ ભજનજ યોગ્ય છે પણ ચિકિત્સા યોગ્ય નથી. જે રોગીનું શરીર તેજહીન થયું હોય, શરીર ઉપર રાઈ જેવી કરકરીઓ થઈ આવી હોય, ચંદન-આદિનું લેપન કર્યા છતાં જેના શરીર ઉપર કાળી માખીઓ બેસતી હેય, અરૂંધતીના તથા ધ્રુવના તારને અને આકાશ ગંગાને જોઈ શકે નહીં તથા મિત્ર સ્વજનના વચનો
નહીં, દર્પણમાં તડકામાં કે પાણીમાં પિતાને પડછાઓ દેખે નહીં કિવા અંગહીન દેખે, ભૂત પ્રેત, પિશાચનાં રૂપે દેખે, લવ્યા કરે, લાજ અને શોભા નાશ પામી હોય અથવા તેજ, ઉત્સાહ, સ્મૃતિ અને તાત્કાલિક ઉત્તર આપો એટલાં અકસ્માત પ્રાપ્ત થયાં હોય તે તે મનુબ્ધ આયુ હીન છે એમ સમજી લેવું. તથા જેને નીચેના હેઠ નીચે નમી ગયો હોય અને ઉપરને હઠ ઉચે ચઢી ગયું હોય કિંવા બન્ને હોઠ જાંબુડા રંગે થઈ ગયા હોય તે તે સુરત ભરણું પામે. જેનું નાક વાકું, ફાટેલું, સુકાયેલું કે નમેલું જણાય અથવા શ્વાસના વેગથી શબ્દ થયા કરે તે પણ મરણને શરણ થાય. જેની ભ્રમરે ટુંકી તથા નમેલી થઈ જાય અને ખરી પડતી હોય તે મનુષ્ય તુરત મરણ પામે. જે નિરંતર ઉંધાજ કરતા હેય, તથા નિરંતર જાગ્યાજ કરતા હોય અથવા બલવાની ઇચ્છા છતાં બોલવામાં મુંઝાય તો તે પણ અવશ્ય તુરત મરણ પામે. જે મનુષ્ય ઉપરના હોઠને ચાટયાજ કરે, હાથ પગ પછાડયા કરે, સંધ્યા સમયે પ્રેત સાથે ભાષણ કરે અને ઝેરથી પીડાયા વિના પણ જેના રવાડાના ખાડાઓમાંથી લેહી નિકળે તે તત્કાળ રણ પામે તયા જેને સારી
For Private And Personal Use Only