________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહેલે.)
સૂચના પ્રકરણ,
ધી, ગોળ, કલ્ક, કવ, તેલ, મૂત્ર કે ચણાદિ નાખવાં હોય તે એક લાભાર નાખવાં. સારી રીતે બેસી, વિશ્રાંતિ લઈ મુખ, હદય તથા નેત્રને પ્રસન્ન રાખી સેના, રૂપા કે માટીના વાસણમાં ભરેલ કવાથ પી જે અને પીધા પછી તે વાસણને ઉધુંવાળા પાણી પીને પાન બીડી વગેરેનો ઉપયોગ કરે.
અવલેહને વિધિ કવાથ વગેરેને ફરી પકાવીને જાડે-ઘટ ચાસણી જેવો કરવામાં આવે તે રસ ક્રિયાઅવલેહ અને લેહ કહેવાય છે. એની માત્રા ચાર લાભારની છે, તેમાં સાકર મેળવવી હોય તે ચણથી ચગણી, ગોળ મેળવવો હોય તે ચૂર્ણથી બમણ અને દ્રવ-પ્રવાહી પદાર્થ મેળવવિ હોય તે ચણથી ચોગ નાખવો. અવલેહમાં જ્યારે ચાસણી જેવા તાર નિકળે, તથા પાણીમાં નાખતાં ડૂબી જાય, કઠણ પણું થાય, આંગળીથી દબાવતાં તેમાં આંગળીની રેખા ઉઠી આવે અને ગંધ, વર્ણ તથા રસ અપૂર્વ થાય ત્યારે અવલેહ સારી રીતે પક્ષે જાણવો. અવલેહ ઉપર દુધ, શેલડીને રસ, પંચમૂળના કાઠાની કાંજી અને અરસાને કવાથ એ માંથી જે યોગ્ય જણાય તે અનુપાન દેવું
ગળીઓ કરવાને વિધિ. ગુટિકા, ગુટિ, ગોળી, વટી, વડી, પડી, મુંડી, મેક-લાડુ, વટિકા-વડા ગુડ-ગોને અને વર્તિ-વાટ એઓ ગળીઓનાજ પ્રકાર છે. અવલેહની પેઠે ગેળ, સાકર અથવા ગુગળને પાક કરી તેમાં ઔષધોનું ચૂર્ણ નાખીને તેથી ગોળીઓ બનાવવી. કોઈ વખતે પાક કર્યા વગર ગુગલ મધ કે બીજા દ્રવ પદાર્થોથી પણ ગળીએ વળાય છે. સાકરથી ગોળીઓ કરવી હોય તે ચર્ણથી ચારગણી સાકર લેવી, ગોળથી કરવી હોય તે ચૂર્ણથી બમણ ગોળ લે અને ગુગળથી કે મધથી ગોળીઓ કરવી હોય તે ચૂર્ણના સમાનજ ગોળ મધ લેવાં. બીજા કોઈ પ્રવાહી પદાર્થોથી ગોળીએ કરવી હોય તે ચથી પ્રવાહી પદાર્થ બમ લે. એની માત્રા એક લાભારની છે તે સમય બળ જોઈ કાર્યમાં લેવી.
- ઘત તથા તૈલ પકાવાને વિધિ. જે કલ્ક કર્યો હોય તેથી ચાર ગણું ઘી અથવા તૈલ તેમાં નાખી તેને પિતાથી - ગણ દ્રવ પદાર્થમાં પકાવવું. દ્રવ પદાર્થ બળી જઈને ઘી કે તેલ જ બાકી રહે ત્યારે નિચોવીને ગાળી લેવું. ખાવા માટે એ તેલ ઘીની માત્રા ચાર તોલા ભારની છે. અથવા કવાથ કરવાના ચણમાં તેથી ચારગણું પાણી નાખીને ઉકાળવું. જ્યારે ચતુથાશ પાણી અવશેષ રહે ત્યારે તેમાં ઘી કે તેલ નાખી સઘળું પાણી બળી જતાં સુધી તેને પકાવી પછી લઈ લેવું. ઉપર જે ચોગાણું પાણી લેવાનું કહ્યું છે તે ગળો--આદિ કમળ પદાર્થમાં સમજવું. સુંઠઆદિ સુકા પદાર્થમાં આઠ ગણું, સુકા અને લીલા ભેલા હોય તે આઠગણું અને દેવદાર વગેરે ઘણા દિવસના અત્યંત સુકાયેલા પદાર્થ હેય તે સળગણું નાખવું. તેની માત્રા ચાર તેલા ભારની છે. તે ઓષધોના સ્વભાવ તથા રોગીના રેગનું બળ, દેશ, કાળ, વય અને અગ્નિને વિચાર કરી આપવી. તેમાં નાખવાના પદાર્થો તથા પાણી નાખવાને વિશેષ ખુલાશે સંળવે હોય તે “ ભાવપ્રકાશ” પૂર્વ ખંડને બીજો ભાગ જુવ.
For Private And Personal Use Only