Page #1
--------------------------------------------------------------------------
________________ श्री हावीघद्याय tate prie blugi Preke ARRELES REWATERNITINEng) ASSIGESH NOARD POSTFAR अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया। चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः॥ श्री महावीर विद्यालयमागस्टात भाग संजय
Page #2
--------------------------------------------------------------------------
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ : સંપાદક : પ્રા. બકુલ રાવલ : સંયોજક : સી. એન. સંઘવી શ્રી મહાવીર જૈન વિદ્યાલય પ્રકાશન, મુંબઈ-૪૦૦ 036,
Page #3
--------------------------------------------------------------------------
________________ પ્રકાશક : દીપચંદભાઈ એસ. ગાર્ડ પ્રમુખ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ઑગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ-- 40 036. (ભારત) પ્રથમ આવૃત્તિ : એપ્રિલ, 1994 પ્રત : 200 કિંમત : રૂ. 75.00 $ 2.5 મોહન એસ. બીજો એવરેસ્ટ પ્રિન્ટર્સ 48, વિશાલ ઈન્ડ. એસ્ટેટ, ભાંડુપ, મુંબઈ-૪૦ 78.
Page #4
--------------------------------------------------------------------------
________________ !! fb યુગદ્રષ્ટા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિશ્વરજી
Page #5
--------------------------------------------------------------------------
_
Page #6
--------------------------------------------------------------------------
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય પદાધિકારીઓ : પ્રમુખ : શ્રી દીપચંદભાઈ ગાડી : ઉપપ્રમુખ : શ્રી પ્રતાપભાઈ ભોગીલાલ : માનદ્ મંત્રી : શ્રી ધીરજલાલ મોહનલાલ શ્રી શ્રીકાંત એસ. વસા શ્રી દિનેશ જે. કુવાડિયા .: આજનથી : શ્રી મહેશ વી. ગાંધી શ્રી વિનોદ જે. વસા - ટ્રસ્ટીમંડળ શ્રી વિનોદ જી. વસા, ચેરમેન શ્રી ધરણીધર ખીમચંદ શ્રી નટવરલાલ એસ. શાહ ડૉ. જે. એમ. લાખાણી અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ [: સંપાદક : પ્રા. બકુલ રાવલ : સંયોજક : શ્રી સી. એન. સંઘવી
Page #7
--------------------------------------------------------------------------
________________ न चोरहार्य च राजहार्य न भ्रातृभाज्यं न च भारकारी। व्यये कृते वर्धत एव नित्यं विद्याधनं सर्वधनप्रधानम् // ભાવાર્થ : વિશ્વની તમામ સંપત્તિઓમાં વિદ્યાધન એક એવી સંપત્તિ છે જેને ચોર ચોરી શકતો નથી, રાજા તેને હરી શકતો નથી, ભાઈઓ તેમાં ભાગ પડાવી શકતા નથી અને તેનો કોઈ ભાર પણ લાગતો નથી. આ વિદ્યાધનની વિશેષતા એ છે કે તમે તેનો જેમ જેમ વ્યય કરો તેમ તેમ એની વૃદ્ધિ થતી જાય છે.
Page #8
--------------------------------------------------------------------------
________________ પ્રમુખનું નિવેદન શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી માતબર અને અનોખી શિક્ષાગસંસ્થા પોતાની તેજસ્વી કારકિર્દીનો અમૃત મહોત્સવ ઊજવી રહી છે તેને એક ઐતિહાસિક ઘટના નહીં તો બીજું શું કહીશું? ભગવાન શ્રી મહાવીરની કૃપા અને યુગદષ્ટા આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના આશીર્વાદ જેના પર સતત વરસી રહ્યા છે તેવું આ વિદ્યાતીર્થ સમગ્ર જૈન સમાજ માટે જ નહીં, દેશ માટે પણ ગૌરવ અને પ્રતિકાનું ધામ છે. પ્રત્યેક શિક્ષણપ્રેમી પ્રસન્નતા અનુભવે તેવું આ સરસ્વતીમંદિર છે. આવી અનન્ય સંસ્થાના અમૃત મહોત્સવ પ્રસંગે યોગાનુયોગે હું એ સંસ્થાના પ્રમુખપદે હોઉં તેમાં પ્રભુ મહાવીરની કૃપા જ સમજું છું અને મારી જાતને ધન્ય ગણું છું. વળી આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાનું પણ મને ગૌરવ છે. - આ તબક્કે એક વસ્તુનો નિર્દેશ કર્યા વગર રહી શકતો નથી અને તે છે “અમૃત મહોત્સવ સ્મૃતિ રથ'ના પ્રકાશનની ઘટનાનો. અલબત્ત, આ સ્મૃતિ ગ્રંથનું પ્રકાશન અને વિમોચન થઈ રહ્યું છે ત્યારે સનિક કાર્યકર અને વિરલ વ્યક્તિત્વ ધરાવનાર સદ્ગત અમરભાઈ જરીવાલા નજર સમક્ષ તરવરે છે. એમનો ઉત્સાહ અને એમની કાર્યશક્તિ અજોડ હતી. વસ્તુત: આ સ્મૃતિ ગ્રંથના સંયોજકની જવાબદારી એમણે સંભાળી હતી પણ કાળદેવતાએ આપણી વચ્ચેથી એમને આકસ્મિક અને અણધારી રીતે ઊંચકી લીધા. એમના અવસાનથી જે ખોટ પડી તેને પૂરવા માટે મેં જે સમાજના અગ્રણી અને વિદ્યાલયના હિતચિંતક શ્રી સી. એન. સંઘવીને કહ્યું અને એમણે આ કર્તવ્ય નિષ્ઠાપૂર્વક બજાવ્યું. એ જ પ્રમાણે પ્રારંભથી જ, સદ્ગત અમરભાઈના સૂચનથી, જેમને આપણે આ સ્મૃતિ ગ્રંથના સંપાદનની જવાબદારી સોંપી હતી તે પ્રસિદ્ધ કવિ, સાહિત્યકાર અને કેળવણીકાર તથા જૈન સમાજના પ્રીતિપાત્ર પ્રા. બકુલભાઈ રાવલના પુરુષાર્થને પણ હું બીરદાવું છું. સંપાદનનું
Page #9
--------------------------------------------------------------------------
________________ કામ કપરી કસોટી કરાવે તેવું હોય છે પરંતુ મને એ વાતનો ઉલ્લેખ કરતાં આનંદ થાય છે કે સંપાદક અને સંયોજકની જુગલબંદીએ આ સ્મૃતિ ગ્રંથનું મુશ્કેલ કાર્ય સફળતાપૂર્વક પાર પાડયું છે. શક્ય છે કે ક્યાંક થોડીક ક્ષતિઓ રહી જવા પણ પામી હોય પરંતુ સમગ્રતયા જોતાં આ સ્મૃતિ ગ્રંથ આપણા અમૃત મહોત્સવની અમર સ્મૃતિના પ્રતીક સમો બની રહેશે એવી મને શ્રદ્ધા છે. અલબત્ત, આ ગ્રંથનું સાચું મૂલ્ય તો વાચકો, વિચારકો, વિવેચકો અને વિદ્વાનો તથા કેળવણીકારો જ આંકી શકશે. અમે તો આભાર માનીએ છીએ એ આચાર્ય ભગવંતોનો, સાહિત્ય અને શિક્ષણ જગતના વિદ્વાનો અને સાક્ષરોને જેમણે અમારી વિનંતીને માન આપીને પોતાના લેખો આ ગ્રંથમાં પ્રકાશનાર્થે મોકલી આપ્યા. ઉપરાંત, ગ્રંથના સંયોજક શ્રી સી. એન. સંઘવીના કહેવા મુજબ જૈનાચાર્યોના લેખો મેળવી આપવામાં વિદ્યાલયના ઉપપ્રમુખ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલનો મૂલ્યવાન સહયોગ સાંપડ્યો છે. આ નોંધ લેતાં પણ હું હર્ષની લાગણી અનુભવું છું. આજે સમગ્ર જૈન સમાજ સામે અને વિશેષત: દેશ-વિદેશમાં વસતા અને વિવિધ ક્ષેત્રે સફળતાનાં સોપાનો સર કરનાર આ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સામે હું ટહેલ નાખું છું કે આ માતૃસંસ્થાનું ચિંતન અને સિંચન કરતા રહેજો અને એના વિકાસમાં સહયોગી બનતા રહેજો. કોઈપણ પ્રકારના પૂર્વગ્રહો કે મતભેદોથી મા શારદાના આ મંદિરને દૂષિત ન કરશો એવી હું અપેક્ષા રાખું છું. અંતમાં એટલું જ કહીશ કે કાન્તદર્શ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીનું સાકાર થયેલું આ સ્વપ્ન સમયના અનંત પ્રવાહ પર પોતાની અમીટ મદ્રા અંકિત કરશે એ નિ:શંક છે. આપણે આ અમૃત મહોત્સવ પ્રસંગે ભગવાન મહાવીરને એટલું જ પ્રાર્થીએ કે તેમની કૃપાથી આપણને એવી શક્તિ અને વૃત્તિ પ્રાપ્ત થાય જેથી મા શારદાની ઉપાસનાના આ જ્ઞાનદીપને સતત પ્રજ્વલિત રાખવામાં આપણે સહુ નિમિત્ત બનીએ. જયજિનેન્દ્ર. - દીપચંદ એસ. ગાડ પ્રમુખ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય
Page #10
--------------------------------------------------------------------------
________________ સંયોજકનું નિવેદન શ્રી મહાવીર જૈન વિદ્યાલયના અમૃત મહોત્સવના મંગળ પ્રસંગ નિમિત્તે જ્યારે “અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ”નું પ્રકાશન થઈ રહ્યું છે ત્યારે તેના સંયોજક તરીકે હું મારું નમ્ર નિવેદન રજૂ કરતી વખતે આનંદ અનુભવું છું. વિદ્યાલયની સ્થાપનાના પ્રેરણામૂર્તિ યુગપુરુષ, કાંતદ્રષ્ટા આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના આશીર્વાદથી જે વિદ્યાધામનો પ્રારંભ થયો હતો તેની વિકાસયાત્રામાં સમાજની અનેક તેજસ્વી અને યશસ્વી પ્રતિભાઓ, શ્રેષ્ઠીઓ, દાનવીરો, કેળવાણીપ્રેમીઓ અને સેવાભાવી કાર્યકરોનું અમૂલ્ય યોગદાન રહ્યું છે, એ તમામ વિભૂતિઓને સર્વપ્રથમ નતમસ્તકે વંદન કરું છું. આજે મને એક સન્નિષ્ઠ અને સેવાભાવી કાર્યકર તથા સાહિત્ય, શિક્ષણ અને સંસ્કાર-જગતની આદરપાત્ર તથા પ્રીતિપાત્ર વ્યક્તિ એવા મારા પરમ મિત્ર સ્વ. અમર જરીવાલાનું સ્મરણ થાય છે. વસ્તુત: આ ગ્રંથના સંયોજક તરીકેનો કર્તવ્યભાર તેમને સોંપવામાં આવ્યો હતો પરંતુ કાળની અકળ લીલાએ તેમને આપણી વચ્ચેથી અધવચ્ચે જ ઉપાડી લીધા અને સંયોજકની જવાબદારી વહન કરવાનો કાર્યભાર, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પ્રમુખ શ્રી દીપચંદભાઈ ગાડી અને અન્ય હોદ્દેદારો તથા કાર્યવાહક સમિતિના સભ્યોએ, મને સોંપ્યો. શ્રી અમર જરીવાલા જેટલે આ ક્ષેત્રનો મારો વ્યાપક અનુભવ નથી છતાં આ વિદ્યાલયના જ એક ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાના કારણે એક ફરજરૂપે મેં આ જવાબદારી સ્વીકારી લીધી. મને ખબર નથી કે એમાં હું કેટલો સફળ થયો છું પણ મારી યથાશક્તિમતિ મારું યોગદાન આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આ ગ્રંથની પ્રધાન જવાબદારી વહન કરનાર આપણા સહુના જાણીતા અને સન્માનીય કેળવણીકાર તથા સાહિત્યકાર પ્રા. બકુલભાઈ રાવલનો સહયોગ પણ મને સતત મળ્યા કર્યો છે. લેખોની પસંદગીથી માંડીને ગ્રંથ પ્રકાશનની
Page #11
--------------------------------------------------------------------------
________________ તમામ બાબતોમાં અમે બંને સાથે મળીને, ચર્ચા-વિચારણા કરીને, પરસ્પર સંમતિથી ઊભા થયેલા પ્રશ્નોનો નીવેડો લાવ્યા છીએ. ખાસ કરીને, લેખોની પસંદગી બાબત કોઈ વર્તુળને કે માન્યતાને વળગી રહેવાને બદલે વ્યાપક અને અનેકાન દષ્ટિકોણ અપનાવવાનું અમને યોગ્ય લાગ્યું છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની નિષ્ઠા અને પ્રતિષ્ઠાનો આદર કરીને ગુજરાતી સાહિત્ય તથા શિક્ષણ જગતના મૂર્ધન્ય અને નામાંકિત સાક્ષરો, સાહિત્યકારો તથા શિક્ષણશાસ્ત્રીઓ ઉપરાંત પૂ. સાધુ ભગવંતોએ અમારા વિનંતીપત્રોને માન આપીને પોતાના લેખો મોકલ્યા તે પણ વિદ્યાલય માટે ગૌરવની વાત છે. પ્રાપ્ત લેખોમાંથી પસંદ કરીને ધર્મચિંતન, શિક્ષણ-સાહિત્ય જેવા અને પ્રકીર્ણ વિભાગ ઉપરાંત હિન્દી વિભાગનું પણ આયોજન કરીને જીવનલક્ષી અને વૈવિધ્યસભર કૃતિઓને સમાવી છે અને એ રીતે આ ગ્રંથમાં સત્ત્વશીલ સાહિત્યને સ્થાન આપવાનો અમારો પ્રયાસ રહ્યો છે. અલબત, અમારી કેટલીક મર્યાદાઓને લીધે અમુક લેખો અમે સમાવી શક્યા નથી તે બદલ દિલગીર છીએ. વિદ્યાલયની રજત જયંતી તથા સુવર્ણ જયંતી પ્રસંગે પણ આ રીતે સ્મૃતિ ગ્રંથ બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં લેખો ઉપરાંત વિદ્યાલયની કાર્યવાહીનો અહેવાલ અને સારી સંખ્યામાં તસવીરો (Photographs) છાપવામાં આવી હતી પરંતુ હવે તો કેટલાંક વર્ષોથી વિદ્યાલયનો અહેવાલ તેના વાર્ષિક રિપોર્ટમાં આવરી લેવામાં આવે છે તેથી આ “અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ'માં, શરૂઆતમાં જ નિર્ણય લેવાયા મુજબ, ફક્ત લેખો અને પૂ. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીનો જ એકમાત્ર ફોટો છાપવામાં આવ્યો છે. આ ગ્રંથના સંયોજકની જવાબદારી વહન કરવાનું કાર્ય જ્યારથી મને સોંપાયું ત્યારથી આજ સુધી શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ઉપપ્રમુખ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલનો સતત સહયોગ અને માર્ગદર્શન મને મળતા રહ્યા છે. પૂજ્ય જૈનાચાર્યોના લેખો મેળવી આપવા ઉપરાંત લેખો લેવા બાબત કે અન્ય કોઈ પણ બાબતમાં દ્વિધા અનુભવી હોય ત્યારે શ્રી પ્રતાપભાઈનું સચોટ માર્ગદર્શન મળ્યું છે અને તેથી હું તેમનો ઋણી છું. આ ઉપરાંત, ગ્રંથના મુદ્રણકાર્યને પોતાનું જ કાર્ય સમજીને પરિશ્રમ લેનાર દોશી ઍન્ડ કંપનીના ભાગીદાર શ્રી રમેશભાઈ દોશી તથા પ્રફ રીડિંગની કરી અને કંટાળાજનક કામગીરી બજાવનાર શ્રી ભદ્રકભાઈ દવે, (વિશેષાધિકારી,
Page #12
--------------------------------------------------------------------------
________________ ગુજરાતી વિભાગ, પાઠ્યપુસ્તક મંડળ, મુંબઈ) તથા ઍલિફન્સ્ટન કૉલેજના ભૂતપૂર્વ પ્રાધ્યાપક અને વિદ્વાન વડીલ શ્રી ભૂપેન્દ્રભાઈ ત્રિવેદીનો પણ સાભાર ઉલ્લેખ કરે છે. વિદ્યાલયના જ એક અંગ સમા અને દરેક કાર્યમાં હંમેશા મદદરૂપ થતા વિદ્યાલયના આસિ. રજીસ્ટ્રાર શ્રી નટુભાઈ શાહના સક્રિય સહકાર બદલ તેમનો આભારી છું. વિદ્યાલયના અન્ય કર્મચારીઓનો પણ સહકાર મળ્યો છે તેની પણ નોંધ લઉં છું. વિદ્યાલયના સર્વે પદાધિકારીઓ અને કાર્યવાહક સમિતિના સભ્યોના સહકાર અને પ્રોત્સાહન માટે તે સર્વેનો આભારી છે. અંતમાં હું ગ્રંથના વાચકો, સમીક્ષકો અને સમગ્ર જૈન સમાજને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે અમારા આ પ્રયાસમાં કયાંય પણ ક્ષતિ રહી ગઈ હોય તો અમને ઉદારભાવે દરગુજર કરશો. જયજીનેન્દ્ર - સી. એન. સંઘવી સંયોજક, અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ
Page #13
--------------------------------------------------------------------------
________________ સંપાદકીય : આનંદની અનુભૂતિ જીવનમાં કેટલાંક કર્તવ્યો બજાવવાનું કાર્ય અનાયાસે ઉપસ્થિત થતું હોય છે જે અંતકરણને આનંદની અનુભૂતિ કરાવે છે. આવું જ એક ધર્મકાર્ય શ્રી મહાવીર જૈન વિદ્યાલયના અમૃત મહોત્સવ નિમિત્તે પ્રકાશિત થનાર ગ્રંથના સંપાદક તરીકે બજાવવાનું મારા ભાગ્યે આવ્યું ત્યારે મેં તેમાં ભગવાન શ્રી મહાવીરના મારી ઉપર વરસેલા આશીર્વાદ જ ગણ્યા, પરમ કૃપાળુ પરમાત્માની કૃપા જ ગણી. અલબત્ત, આવાં કર્તવ્યો આપણને સોંપવામાં ઈશ્વર કોઈને નિમિત્ત બનાવતો હોય છે અને આવું નિમિત્ત બન્યા હતા સદ્ગત અમરભાઈ જરીવાલા. અમરભાઈ સાથેનો મારો સંબંધ લગભગ ત્રણ દાયકાનો રહ્યો હતો. અમારી વચ્ચે સાહિત્યક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ આ સંબંધમાં સેતુરૂપ બની હતી. એમણે જ્યારે અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથના સંપાદનની જવાબદારી વહન કરવાનું મને સૂચન કર્યું હતું ત્યારે મેં સંકોચ સાથે કહ્યું હતું : અમરભાઈ, તમારા સભાવ બદલ આભાર; પણ શું આ જવાબદારી વહન કરી શકવા તમે મને સક્ષમ ગણો છો? કોઈ જૈન વિદ્વાનને પસંદ કરો તો?' બકુલભાઈ, યુગદષ્ટા આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીની વિશાળ દષ્ટિમાં કોઈ સાંકડું વર્તુળ ન હતું. વળી, આ ગ્રંથને કેવળ જૈનધર્મ પૂરતો મર્યાદિત નથી રાખવો પણ સાહિત્ય, શિક્ષણ, ધર્મ, ચિંતન વગેરે વિષયક લેખોને પણ સ્થાન આપવાનું છે. ઉપરાંત હું સંયોજક છું અને તમે જો સંપાદક 10
Page #14
--------------------------------------------------------------------------
________________ હો તો આ ગ્રંથના પ્રકાશન કાર્યમાં પણ સરળતા રહે.” મારા સંકોચના જવાબરૂપે અમરભાઈએ મને જે કહ્યું તેના પરિણામે હું ઈનકાર ન કરી શક્યો. આમ પણ અમરભાઈની મારા પ્રત્યેની લાગણી મારે મન મહત્ત્વની હતી. - અને શ્રી ગણેશાય નમ: કહીને મેં આ કર્તવ્યભારને વહન કરવાના શ્રીગણેશ માંડી દીધા. તે દરમિયાન હું અને અમરભાઈ વિદ્યાલય પર આ કાર્ય અંગે મળતા રહેતા અને યોજનાઓ ઘડતા રહેતા પણ ભગવાન મહાકાળે આપણી વચ્ચેથી આ વિરલ વ્યક્તિને અણધારી રીતે ઉપાડી લીધી. મેં પણ સહુની જેમ આઘાત અનુભવ્યો. હવે શું થશે તેવો પ્રશ્ન પણ નજર સામે ખડો થયો પણ સત્કાર્યને કોઈ અવરોધ નડતો નથી હોતો તેનો અનુભવ થયો. સદ્ગત અમરભાઈની જગાએ જૈન સમાજના અગ્રણી અને એવું જ વ્યક્તિત્વ ધરાવનાર સ્નેહાળ અને દષ્ટિસંપન્ન વ્યક્તિ શ્રી સી. એન. સંઘવીની વરણી સંયોજક તરીકે જ્યારે વિદ્યાલયના પ્રમુખ અને કારોબારી સમિતિએ કરી ત્યારે મેં સંતોષ અનુભવ્યો કેમકે શ્રી સંઘવી સાહેબ સાથે પણ મારો બે દાયકાથી વધુ સમયનો સંબંધ રહ્યો છે. આ ગ્રંથના કાર્ય નિમિત્તે પછી તો અમારી વચ્ચે મુલાકાતો થતી રહી, ચર્ચાવિચારણાઓ થતી રહી, ગ્રંથને શક્ય તેટલો સમૃદ્ધ બનાવવાનો અમે પ્રયાસ કરતા રહ્યા, વિદ્યાલયના ઉપપ્રમુખ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલનું માર્ગદર્શન પણ અમે મેળવતા રહ્યા અને આમ આ બધાના ફળરૂપે આજે આ સ્મૃતિ ગ્રંથ જ્યારે પ્રકાશિત કરી શક્યા છીએ ત્યારે વ્યક્તિગત રીતે હું આંતરિક આનંદની અનુભૂતિ કરી રહ્યો છું અને સદ્ગત અમરભાઈને મનોમન સ્મરી રહ્યો શ્રી મહાવીર જૈન વિદ્યાલય સાથે આ નિમિત્તે જોડાવાની મને જે તક મળી તેને પણ મારું સદ્ભાગ્ય સમજું છું. જો કે સંસ્થાના પ્રમુખ અને પ્રતિભાસંપન્ન વ્યક્તિ મુરબ્બી શ્રી દીપચંદભાઈ ગાડીથી માંડીને આ વિદ્યાલયના ઘણાખરા સમિતિ સભ્યો અને કાર્યકરો સાથે મારો પરિચય અગાઉથી જ હતો અને તેથી મને કોઈ નવી સંસ્થાનું કાર્ય કે કોઈ અજાણી વ્યક્તિઓ સાથે જોડાયાનું લાગ્યું નહીં. વળી જે અપરિચિત સભ્યો હતા તેમણે પણ મને પ્રેમ અને આદરથી પોતાનો બનાવી લીધો છે. આમ પણ મારા 11
Page #15
--------------------------------------------------------------------------
________________ જીવનમાં હું જૈન સમાજનો પુષ્કળ પ્રેમ મેળવી શક્યો છું જેનો મારે મન મોટો આનંદ છે. મારે કબૂલ કરવું પડશે કે મારા પ્રત્યે સતત સ્નેહભાવ રાખનાર આ ગ્રંથના સંયોજક શ્રી સી. એન. સંઘવીના સહકાર અને માર્ગદર્શનથી ગ્રંથ પ્રકાશનની કપરી કામગીરી બજાવી શકયો છું. અહીં એક અન્ય ઉલ્લેખ કરવાનું પણ હું અનિવાર્ય સમજું છું. શિક્ષણ જગત સાથે મારો સંબંધ ત્રણ દાયકાનો રહ્યો છે અને સાહિત્યના વિશ્વ સાથે તો આજે પણ મા શારદાના આશીર્વાદથી એ સંબંધ જળવાઈ રહ્યો છે. આ બધાંનાં પરિણામે ગુજરાતી શિક્ષણ-સાહિત્યના મૂર્ધન્ય અને માનનીય સાક્ષરો, સુપ્રસિદ્ધ સાહિત્યકારો અને નામાંકિત કેળવણીકારો તથા ચિંતકોએ મારા પ્રત્યે લાગણી દર્શાવીને, મારી વિનંતીને માન આપીને, મારા સંપાદન હેઠળ પ્રકાશિત થયેલા આ ગ્રંથમાં પોતાના લેખો પ્રકાશનાર્થે મોકલીને મને ઋણી કર્યો છે. હું અહીં એ દાગનો નમ્રતાપૂર્વક સ્વીકાર કરું છું. ઉપરાંત, જેન ધર્મના આચાર્ય ભગવંતોએ પણ પોતાની રચનાઓ મોકલીને ગ્રંથની સમૃદ્ધિ વધારી છે તેમને પણ હું વંદન કરું છું. જો કે જૈનાચાર્યોના લેખો મેળવી આપવામાં વિદ્યાલયના ઉપપ્રમુખ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. વળી, જૈન સાહિત્ય અને ધર્મ-ચિંતનના વિદ્વાન ડૉ. જયંત કોઠારીએ પણ મારી વિનંતીને માન આપી વિદ્વાન લેખકોનાં નામ-સરનામાં મોકલીને મારું કાર્ય સરળ કર્યું હતું. તેમનો પણ હું આભારી છે. અલબત્ત, કેટલીક મર્યાદાઓને લીધે અમે પ્રાપ્ત થયેલ તમામ લેખોને સ્થાન આપી શક્યા નથી તેને રંજ છે. સંપાદનની જેમ જ પ્રકાશન કાર્ય, મુદ્રણ અને છપાઈ તથા ગ્રંથના મુખપૃષ્ઠને આકર્ષક બનાવવાનું કામ પણ અત્યંત કપરું હોય છે પરંતુ મને એનો ઉલ્લેખ કરતાં આનંદ થાય છે કે મારા પરમમિત્ર અને બંધુતુલ્ય એવા દોશી ઍન્ડ કંપનીના ભાગીદાર શ્રી રમેશભાઈ દોશીએ જે ખંત અને ચોક્સાઈથી આ કાર્યમાં વ્યક્તિગત રસ લીધો છે તેનું મૂલ્ય મારે મન અનેકગણું છે. તેમણે પ્રારંભથી જ આ પ્રકાશનને પોતાનું જ ગમ્યું 12
Page #16
--------------------------------------------------------------------------
________________ તે જ પ્રમાણે પ્રહ રીડિંગની કંટાળાજનક અને બહુધા અપયશ અપાવે તેવી કામગીરીને પણ શ્રી ભદ્રકભાઈ દવે (વિશેષાધિકારી, ગુજરાતી વિભાગ, પાઠ્યપુસ્તક મંડળ, મુંબઈ)એ અને મારા પ્રત્યેના સ્નેહને કારણે વિદ્વાન સાક્ષર અને ઍલિફન્સ્ટન કૉલેજના ભૂતપૂર્વ પ્રાધ્યાપક આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ બા. ત્રિવેદીએ વહન કરી છે તેમનો પણ અંતરથી આભાર માનું છું. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના કર્મચારીગણમાંથી વિશેષ ઉલ્લેખનીય વ્યક્તિ છે આસિ. રજીસ્ટ્રાર મુ. શ્રી નટુભાઈ શાહ. શ્રી નટુભાઈએ આ ગ્રંથના કાર્યમાં પ્રારંભથી જ પોતાની નિકાભરી સેવાઓ આપી છે અને તેના પ્રકાશનમાં પણ તેટલો જ રસ લીધો છે. લેખકોના પ્રાપ્ત થયેલ લેખો અને તે વિષયક કરવો પડેલ પત્રવ્યવહારમાં પણ એમનો સહકાર મળ્યો છે. તે જ પ્રમાણે ઑફિસ સુપરિન્ટેન્ડન્ટ શ્રી કનુભાઈ શાહ તથા શ્રી મનુભાઈ દેસાઈ, શ્રી ભૂપતભાઈ જોશી ઉપરાંત શ્રી ચીમનલાલ શાહ ‘કલાધર'ના સહકારની પણ હું નોંધ લઉં છું. આ ગ્રંથને વૈવિધ્યસભર બનાવવા અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયની પ્રતિષ્ઠાને ન્યાય આપે તેવા લેખોથી સમૃદ્ધ કરવાનો અમે બંનેએ, સંપાદક અને સંયોજકે નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા છે છતાં ક્યાંક ખામીઓ રહી જવાનો સંભવ નકારી ન પણ શકાય. મને શ્રદ્ધા છે કે આવી ઊણપો કે કચાશોને આ ગ્રંથના વિદ્વાન વાચકો, વિચારકો અને સહૃદયી ભાવકો ઉદારતાથી નિભાવી લેશે. હું તો મારી જાતને પરમ સદ્ભાગી ગણું છું કે આવી ઐતિહાસિક અને અનુપમ શિક્ષણ સંસ્થાના અમૃત મહોત્સવ નિમિત્તે પ્રકાશિત થયેલ સ્મૃતિ ગ્રંથના સંપાદનનું પુણ્યકાર્ય બજાવવાનું શ્રેય મને મળ્યું. એ સંદર્ભમાં પ્રખર પત્રકાર સ્વ. મોહનલાલ દલીચંદ દેસાઈના શબ્દો ટાંકીને કહીશ, અનેક વિદ્વાનોએ લીધેલા શ્રેમની ખરી સફળતા તો ત્યારે જ થઈ શકે જ્યારે દરેક સ્થળે બિરાજતા અમારા મુનિવર્યો આ ખાસ અંકના લેખો પોતાના ગામના શ્રાવકોને વાંચી સંભળાવે.. ઉદારચિત્ત વિચારોનું વાતાવરણ સર્વત્ર ફેલાવવું એ હરકોઈ સમાજની ઉન્નતિ કરવાનું પહેલું પગથિયું છે કારણકે વિચારમાંથી આચાર-ક્રિયા-કાર્ય સહજ ઉદભવે છે.” 13.
Page #17
--------------------------------------------------------------------------
________________ આ ગ્રંથને વિદ્વાનો અને સામાન્ય વાચકોને પણ માર્ગદર્શક તથા ઉપયોગી નીવડે તેવો બનાવવાનો અને પુરુષાર્થ કર્યો છે ત્યારે એક ચિંતકનું વિધાન યાદ આવે છે, “પાંદડાંના ભરોસે વૃક્ષ જીવતું નથી પણ વૃક્ષના ભરોસે પાંદડાં ટકી રહે છે.” શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું આ વટવૃક્ષ પણ શું આવું જ રહસ્ય છતું નથી કરતું? જયજિનેન્દ્ર. - બકુલ રાવલ સંપાદક, અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 14
Page #18
--------------------------------------------------------------------------
________________ અ નુ 6 મ : ગુજરાતી વિભાગ : ધર્મ-ચિંતન 1. તમસો માં જ્યોતિર્ગમય પન્યાસ પ્રવરશ્રી હેમરત્નવિજયજી ...1 2. પ્રભુ, તુજ શાસન અતિ ભલું પૂજ્ય મુનિશ્રી જંબુવિજયજી ..........11 3. અનેકાન્તવાદનું સ્વરૂપ શ્રી રસિકલાલ છો. પરીખ .......14 4. ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં જૈન શ્રી ખુશાલદાસ જગજીવનદાસ........૨૧ ધર્મનો ફાળો 5. જૈન આગમ સાહિત્ય : એક ઝલક શ્રી માવજી કે. સાવલા............ 6. તપનું તેજ શ્રી પ્રાગજી ડોસા.................... 7. કાંતદ્રષ્ટા આચાર્ય ડૉ. કુમારપાળ દેસાઈ...................૪૬ 8. પાવાગઢ શ્વેતાંબર જૈન તીર્થ : પન્યાસ શ્રી જગચ્ચન્દ્રવિજયજી .......53 પ્રાચીનતાની ગૌરવ ગાથા 9. અપૂર્વ મંગલમાલા શ્રી મહેન્દ્ર અ. દવે 10. નવાંગી વૃત્તિકાર આચાર્ય અભયદેવસૂરિ ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા... 11. શ્રી અરવિંદની આધ્યાત્મિક સમાજની ડૉ. રમણલાલ જોશી.................. વિભાવના 12. શત્રુંજય તીર્થોદ્ધારના પ્રતિકાતા ડૉ. જયંત કોઠારી..................૮૧ સૂરિવરનું વંશવૃક્ષ 13. ઉપાધ્યાય શ્રી ભાનુચંદ્ર ગણિવિરચિતમ્ પન્યાસ શ્રી પ્રદ્યુમ્નવિજય ગણિ.......૯૧ નાભેયજિન વિજ્ઞપ્તિસ્વરૂપ સ્તવનમ્ 14. સાધ્વી સંધ અંગે વિનંતી મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી.... 27 સાહિત્ય - શિક્ષણ 15. શિક્ષણ દ્વારા ચારિત્રઘડતર ડૉ. દિલાવરસિંહ જાડેજા..............૧૩૦ 16. સાર્વજનિક સંસ્થાઓ અને તેની શ્રી પ્રતાપ ભોગીલાલ................૧૩૪ કાર્યવાહી 17. શિક્ષણમાં સમૂળી ક્રાંતિ ડૉ. ઉષા મહેતા.....................૧૩૯ 18. છાત્રાલયોની નીતિ-વિષયક વિકાસ-કથા શ્રી પન્નાલાલ ર. શાહ...............૧૪૬ 19. ધાર્મિક શિક્ષણની આવશ્યકતા આચાર્ય યશવંત શુકલ................૧૫૪ 20. તારનારી કેળવણી શ્રી હરિભાઈ કોઠારી...................૧૬૦ 21. શિક્ષણક્ષેત્રે સામાજિક સંસ્થાઓની શ્રી રમેશ બી. શાહ...............૧૬ ભૂમિકા 22. આજનું શિક્ષણ એ પ્રજાસત્તાક શ્રી આર. એસ. ત્રિવેદી.............૧૭૩ રાજ્યનો અનર્થ છે 23. શિક્ષણ અને નૈતિકતા ડૉ. શેખરચંદ્ર જૈન.............. 15
Page #19
--------------------------------------------------------------------------
________________ ર૦૧ 24. વિદ્યાર્થીકાળનું મહત્ત્વ તથા શક્યતાઓ ડૉ. હર્ષિદા રામુ પંડિત ............. 25. કન્યા-કેળવણી ડ, પૈર્યબાળા વોરા.................... 26. ગુરુ વંદના શ્રીમતી મૃણાલિની દેસાઈ.................૧૯૬ 27. શિક્ષણ અને સાહિત્યનું શિક્ષણ ડૉ. જયંત પાઠક. 28. શિક્ષણનું માધ્યમ ડૉ. મફત ઓઝા........ ......... 29. "ઉપદેશ-પદ'નાં બુદ્ધિચાતુર્યનાં કથાનકો ડૉ. હસુ યાજ્ઞિક .........................209 30. ત્રિશષ્ટિશલાકાપુરષચરિત: એક અભ્યાસ શ્રી ચીમનલાલ શાહ કલાધર' 227 31. સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય ડિૉ. પ્રભાશંકર તેરૈયા ...........234 32. વાચક કુશલલાભ વિરચિત માધવાનલ શ્રી ભૂપેન્દ્ર બા. ત્રિવેદી.....૨૪૩ કામકુંદલા ચોપાઈમાં મળતી સમસ્યાઓ 33. કોકે કરવું પડશે : કાવ્યાસ્વાદ શ્રી હીરાબહેન રા. પાઠક.................૨૫૭ પ્રકીર્ણ 34. વીરતા અને નિર્માલ્યતા પન્યાસ શ્રી શીલકવિજય ગણિ.૨૬૩ 35. પંડિત સુખલાલજી શ્રી રઘુવીર ચૌધરી...... 20 36. ચાબુક અને લગામ આચાર્ય જયેન્દ્ર ત્રિવેદી .............278 37. શ્રી મોહનલાલ દ. દેશાઈનું પત્રકારિત્વ શ્રી કાન્તિભાઈ બી. શાહ.................૨૮૩ 38. જીવનમાં સૂર્યનું મહત્ત્વ આરાય ભાઈશંકર પુરોહિત...........૨૪ 39. ગુજરાતી છાપાં માટે કર્તવ્યસમાન શ્રી વાસુદેવ મહેતા .................299 પુણ્યકાર્ય કર્યું? 40. વ્યર્થ! ડૉ. રમેશ મ. ભટ્ટ..... 41. શ્યામ અંગ્રેજોનો દેશ શ્રીમતી ધીરુબહેન પટેલ.. 306 42. ગૌરાંગ પ્રજાનું ઉદભવસ્થાન શ્રી કે. કા. શારી.................... 43. મનને ઉલેચો શ્રી ચંદુલાલ સેલારકા.. જ. અકમલદલ શ્રી ભગવતીકુમાર શર્મા .... 45. આપવાનો અનોખો આનંદ! શ્રી મોહમ્મદ માંકડ.................૩૨૫ 46. કોળિયો મીઠો બને ત્યારે ડૉ. ગુણવંત શાહ...................૩૩૦ 47. શ્રી મહાવીર જૈન વિદ્યાલય : શ્રી સી. એન. સંઘવી ................334 એક ઝલક : હિન્દી વિભાગ : 48. गुरुवल्लभ का शैक्षणिक दृष्टिकोण आचार्य श्री विजय इन्द्रदिन्न सूरीश्वरजी.3४७ 48. प्रभु-भक्ति है कल्पतरु વચાર શ્રી નિત્યાનંવિયની.........૩૫૦ 50. ગતિ... હું વિસ વરૂપ મેં પચાર શ્રી અરવિનય નિ મહાર/વ.૩૫૫ સા માર્કે? 51. વ તા પરમ : મુનિ શ્રી નવીનવિનચની 376 बीसवीं सदी का एक ऐतिहासिक कार्य / 38 •...૩ર૧ भोण 16
Page #20
--------------------------------------------------------------------------
________________ ગુજરાતી વિભાગ ધર્મ - ચિંતન (54 1-129) સાહિત્ય - શિક્ષણ (પૃષ્ઠ 10-262) પ્રકીર્ણ (પૃષ્ઠ 263-346)
Page #21
--------------------------------------------------------------------------
_
Page #22
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 1. તમસો માં જ્યોતિર્ગમય - પંન્યાસ પ્રવર શ્રી હેમરત્નવિજયજી ‘તમસો માં જ્યોતિર્ગમય' ઉપનિષદોમાં લખાયેલા આ પ્રસિદ્ધ વાક્યનું ગુજરાતીમાં ભાષાંતર થયું છે, કાવ્યસ્વરૂપે તેનું અવતરણ થયું છે: “ઊંડાં અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા.' અનંતની મુસાફરીએ નીકળેલ આ આત્મા અજ્ઞાનના અંધકારમાં કુટાતો હોય છે. એને પ્રકાશનું ભાન નથી. અજ્ઞાનનો અંધકાર જ્ઞાન જ ટાળી શકે. બાળક જ્યારથી સમજણું થાય ત્યારથી તેને વિદ્યાપીઠમાં દાખલ કરવામાં આવે છે. જેમ જેમ સમજ વધતી જશે તેમ તેમ જ્ઞાન વધતું જશે. અજ્ઞાનનો અંધકાર દૂર હડસેલાતો જશે. શૈશવ, કિશોરવયમાં શરીરના બધા અવયવો તાજ, નરવા અને વિશુદ્ધ હોય છે. એમાં જેવા સંસ્કાર નાખવા હોય તેવા નાખી શકાય છે. શિક્ષણનું કાર્ય મોટે ભાગે નાની ઉંમરે જ વધુ સારી રીતે પાર પાડી શકાય, મોટી ઉમરે લોકો કહે છે કે પાકે ઘડે કાંઠા ન ચડે.” કવિ કાલિદાસકૃત 'રઘુવંશ' મહાકાવ્યમાં મનુના વંશજોનું વર્ણન કરતી રસ્તે જીવન સર વિભાગ) દર્શાવ્યા છે. એમાં પ્રથમ વિભાગમાં જણાવ્યું છે કે “શૈશવે અભ્યસ્ત વિદ્યાનાં.' આ શૈશવકાળમાં વિદ્યા ભણવાનું કામ કરતા. કલિકાલ સર્વજ્ઞ જૈનાચાર્ય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ, બપ્પભટ્ટી સૂરીશ્વરજી મહારાજ, મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ આદિ અનેક મહાપુરુષોમાં બાલ્યવયે પ્રચંડ મેધા, બુદ્ધિ અને પ્રતિભા હતી. વજ સ્વામી જેવા વિરલ અને વિશિષ્ટ કહી શકાય એવા એક આજીવન સન્યાસીને ગર્ભકાળથી વૈરાગ્યનાં એંધાણ હતાં. ઘોડીયામાં સૂતાં સૂતાં તેમણે જૈનોના 11 અંગો કંઠસ્થ કરી લીધાં હતાં. ત્યારે તેમની ઉંમર માત્ર ત્રણ વર્ષની હતી. ધોરણ 1 થી
Page #23
--------------------------------------------------------------------------
________________ તમસો માં જ્યોતિર્ગમય સ્નાતક કક્ષા સુધીનાં તમામ પુસ્તકો ભેગાં કરીએ તો પણ ઓછાં પડે એટલાં વિશાળ આ 11 અંગો છે. એ બધાં તેમણે પદાનુસારી લબ્ધિ વડે ગ્રહણ કરી લીધાં હતાં. આવી વાતોને આજના વિદ્યાર્થીઓ કદાચ દંતકથા કે અંધશ્રદ્ધા કહીને ઉડાડી દે. જલદી માનવા તૈયાર ન થાય. હમણાં આ દેશનું મોટું મંદિરો, ધર્મગ્રંથો અને સંતો તરફથી પશ્ચિમ તરફ ફરી ગયું છે. તે તરફથી વાત લાવીને અમારે અહીની વાત સમજાવવી પડે છે. અમેરિકામાં હમણાં સંશોધન થયું છે. યુનિવર્સિટી ઑફ કેલીફોર્નિયા (US) યુ. એસ. ના બે વૈજ્ઞાનિકોએ ગર્ભસ્થ શિશની જ્ઞાનશક્તિનું પરીક્ષણ કરીને જાહેર કર્યું કે ભુગમાં અવાજ પારખવાની, સંગીતના રાગો પારખવાની, કાવ્યો યાદ રાખવાની શક્તિ હોય છે. અલબત્ત આ દેશના સુશ્રુત, તંદુતાલિક આદિ ગ્રંથોમાં આથી આગળ વધીને ગર્ભસ્થ શિશુની અનેક વાતો રજૂ કરવામાં આવેલી છે. એ ગ્રંથોની આગળ આજનું જેનેટિક સાયન્સ તો ભૂ પીએ છે. એક સગર્ભા સ્ત્રી મહારાષ્ટ્રના ડુંગરોમાં ભમી રહી હતી. રામાયણ અરણ્યકાંડનું એ પારાયણ કરતી હતી અને શૌર્યભર્યા ગીતો ગાતી હતી. પ્રસવકાળ નજીક આવ્યો અને એણે એક સુપુત્રને જન્મ આપ્યો. માતાનું ધાવણ પીને આ બાળક દિવસે દિવસે મોટો થવા લાગ્યો અને આ દેશમાં મહારાજા છત્રપતિ શિવાજી તરીકે જાહેર થયો. એની શૂરવીરતાનું કારણ હતું માતાએ ગર્ભકાળ દરમિયાન આપેલું શિક્ષણ! શિવાજીને ઉઘાડવા માટે જે હાલરડાં ગવાતાં તે તમે સાંભળ્યાં છે? રાષ્ટ્રીય શાયર મેઘાણીએ લખ્યું છે: આભમાં ઉગેલ ચાંદલો, ને જીજાબાઈને આવ્યા બાળ બાળુડાને માત હીંચોળે: ઘણણણ ડુંગરા ડોલે! શિવાજીને નિંદરું ના'વે: માતા જીજાબાઈ ઝુલાવે. આવી જ વાત અભિમન્યુ માટે બનેલી. માતા સુભદ્રાના પેટમાં રહ્યા રહ્યા તેણે શ્રી કૃષગના મુખથી કહેવાયેલા ચબૂહના છ કોઠા શીખી લીધા હતા. અષ્ટાવક્ર ગીતાના રચયિતા અષ્ટાવક્ર ઉદરમાં હતા ત્યારે તેમણે પિતાની ભૂલ કાઢી હતી. આવા અનેક પ્રસંગો ગર્ભકાળે યા બાલ્યકાળે વિદ્યાપ્રાપ્તિની
Page #24
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ વાતો જણાવે છે. બાળક માતાના ગર્ભમાંથી પ્રસવે ત્યારે તે ઘોર અંધકારમાંથી પ્રકાશમાં આવે છે. તમસમાંથી જયોતિમાં એનું આગમન થાય છે. પણ એ સ્કૂલ બાહ્ય દ્રવ્ય તમસ છે અને કુખની બહારનો પ્રકાશ પણ સ્થળ, બાહ્ય અને દ્રવ્ય પ્રકાશ છે. હજુ ભીતર ભારે અંધકાર ધરબાઈ પડ્યો છે. એને 'ઉલેચવાનો છે અને જ્ઞાનપ્રકાશ પેદા કરવાનો છે. આ જ્ઞાનપ્રકાશની પ્રાપ્તિ કાજે વિદ્યાર્થીઓએ એકેન્દ્રિય બની જવું પડે. પાંચે ઈન્દ્રિયો ભેગી મળીને માત્ર એક જ વિદ્યા - ઉપાર્જનના કામે લાગી જાય ત્યારે વિદ્યા હાથમાં આવે. આંખ, કાન, નાક, જીભ બધી કર્મેન્દ્રિયો વિદ્યાપ્રાપ્તિના કામમાં જોડાય ત્યારે સાચી વિદ્યા મળી શકે છે. જે લોકો પાંચે ઇન્દ્રિયોને યથેચ્છ રીતે વર્તવા દે, ફરવા દે, એ વિદ્યા પ્રાપ્ત કરી શકતા નથી. વિદ્યા મહેનત કે પરિશ્રમ વિના મળતી નથી. વિદ્યા કોઈ વેચાતો કે પદાર્થ નથી. વિદ્યા પરિશ્રમના પંથે ચાલીને વિનય દ્વારા સિદ્ધ કરવાની હોય છે. પરિશ્રમ હોય પણ વિનય ન હોય તો પણ વિદ્યા મળતી નથી. તેથી જ તો કહેવત છે કે “વિદ્યા વિનયેન શોમતે” (વિદ્યા વિનયથી શોભે છે.) જ્ઞાનાવરણ નામનું એક કર્મ છે. એનાં આવરણો વિનય દ્વારા તૂટે છે. આજે વિદ્યાપ્રાપ્તિ, પરિશ્રમ કે વિનય એકપણ ચીજ રહી નથી. શાળામાં વિદ્યાર્થીઓ બેઠેલા હોય જ્યારે શિક્ષક ઊભા ઊભા ભણાવતા હોય છે. આ અવિનય છે. ઊભા ઊભા ભણાવવાની પ્રથા અંગ્રેજોની બક્ષીસ છે જે વહેલી તકે કાઢી નાખવા જેવી છે. ઊભા ઊભા ભણાવેલું ઊભા ઊભા જ જતું રહે છે. - છાત્ર એટલે વિદ્યાગુરુના છત્ર નીચે રહેનારો. એમની આજ્ઞા મુજબ ચાલનારો. જૂના નિયમ પ્રમાણે વિદ્યાથીને ગુરુકુળમાં જ રહેવાનું હતું. એમાં છાત્રને જમીન ઉપર સૂવું પડતું. જ્યારે સ્નાતક બને પછીથી જ ખાટલા ઉપર સૂઈ શકતો. સ્નાતકનો અર્થ થાય છે નાહવું, સ્નાન કરવું. જે વિદ્યાથી જ્ઞાનના વિમલ જલ વડે શુદ્ધ થયો હોય તે સ્નાતક. સ્નાતકને સમાવર્તન સંસ્કાર કરાયા હોય છે. - આજે વિદ્યાગુરઓ પ્રત્યેનો વિનય નામશેષ થઈ ગયો છે. વિદ્યાગુર સાથેનો વ્યવહાર સાવ નિમ્ન કક્ષાનો થઈ ગયો છે. આવી ઉદ્ધતાઈથી
Page #25
--------------------------------------------------------------------------
________________ તમસો માં જ્યોતિર્ગમય શિક્ષકને કશું નુકસાન નથી થતું પણ વિદ્યાર્થી અવિનય આચરીને પોતાનું શિક્ષણ ધૂળ કરે છે. કૉલેજોમાં તો આવી ઉદ્ધતાઈએ ઉગ્રરૂપ ધારણ કર્યું છે. તાજેતરમાં જ આંબાવાડીમાં મારા ચાતુર્માસ વખતે અમદાવાદની બે પ્રખ્યાત કૉલેજના પ્રિન્સિપાલ પર ઘાતક હુમલો કરીને તમાચા ચોડી દેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીગણની ઉદ્ધતાઈનું આ વરવું પ્રદર્શન નહિ તો બીજું શું? આવા લોકો ભણીને પણ શું ઉકાળવાના હતા? એવા લોકો ભૂલા પડયા છે. એમની જગ્યા વિદ્યાપીઠમાં નહિ પણ દારૂપીઠામાં હોવી જોઈએ. આવાં કૃત્યો વિદ્યાર્થીઓ નહિ પણ શરાબીઓ જ કરી શકે. સાચો વિદ્યાર્થી તો વિદ્યાઉપાર્જનમાં એવો તલ્લીન હોય કે એને આવાં તોફાનો કરવાનો, હડતાલો પાડવાનો, ઘેરાવ કરવાનો સમય જ ન હોય. પ્રાચીનકાળમાં એવા પણ દાખલા હતા કે કોઈક વખત લીંબડાના તેલમાં શાકનો વઘાર કરવામાં આવે તોય હોસ્ટેલના કોઈ વિદ્યાથીને ખ્યાલ સરખો પણ આવતો નહિ કે શાક કડવું છે, કેમકે તેમનું ચિત્ત સદા માટે અધ્યયનમાં પરોવાયેલું રહેતું પ્રયોગવીર આઈન્સ્ટાઈન પરણીને સીધો જ પ્રયોગશાળામાં ભાગી ગયેલો. એને ખ્યાલ સુદ્ધાં ન હતો કે હું આજે પરણ્યો છું. વાચસ્પતિ મિશ્ર શાંકરભાષ્ય પર ટીકા લખતા હતા. વચમાં પિતાશ્રીએ લગ્ન લીધાં. ઘોડેથી ઊતરીને વાચસ્પતિ પાછા ટીકા લખવા બેસી ગયા. સતત ચૌદ વર્ષ સુધી આ લેખનકાર્ય ચાલ્યું. કાર્ય પૂર્ણ કરીને ટીકાનું નામ શું રાખવું એના વિચારમાં હતા ત્યાં એક સ્ત્રી હાથમાં તેલ લઈને આવી. વાચસ્પતિ પૂછે છે, ‘તું કોણ છે?' “આપની અર્ધાગિની' જવાબ મળે છે. “અરે! તું શું બોલે છે? કોણે તને મારી સાથે પરણાવી?” “મારા પિતાશ્રીએ તમારી સાથે પરણાવી. પરણીને આપ તરત લેખનકાર્યમાં પરોવાયેલા હતા. હું શા માટે આપને હરકત પહોચાડું? જ્યારે જ્યારે દીવો બુઝાવાની તૈયારી થતી ત્યારે ધીમે પગલે આવી તેલ પૂરીને ચાલી જતી.” વાચસ્પતિએ ભૂતકાળ સંભાર્યો. તેમને એક દિવસ પોતે પરણેલા તે વાત યાદ આવી. પત્નીની આ મૂક સેવાને બિરદાવવા વાચસ્પતિએ રચેલી ટીકાનું નામ પત્નીના નામ પરથી રાખ્યું “ભામતી ટીકા'. જ્ઞાનરસનો આ આનંદ છે. એમાં દુનિયા ભુલાઈ જતી હોય છે. મને કહેવા દો કે આવી તલ્લીનતા આજે વિદ્યાર્થીઓમાં રહી નથી.
Page #26
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ કેમકે તે હવે વિદ્યાર્થી મટીને માત્ર પરીક્ષાર્થી બની ગયો છે. એથીય આગળ વધીને કહેવા દો કે ના, હવે તે પરીક્ષાર્થી પણ નથી રહ્યો. હવે તો તે માત્ર ડિગ્રીઅથ બની ગયો છે. એને ભણવું નથી. વિદ્યા જોઈતી નથી. માત્ર પરીક્ષા જોઈએ છે અને જો વગર પરીક્ષાએ ડિગ્રી મળતી હોય તો એને બીજું કશું જોઈતું નથી. કારણ કે સાવ ભોટ રહેવાનો એનો સંકલ્પ છે. માબાપ ભલે એને ગ્રેજ્યુએટ બનાવવા માગતા હોય પણ એને તો માત્ર ‘ભોટ’ બનવું છે. એથી આખીને આખી પેઢી સાવ ભોટ, બુદ્ધ અને બીનકાર્યક્ષમ રહી જવાની છે. આજે રાજ્યસભામાં કે લોકસભામાં માત્ર જીભાજોડી કે કપડાંની ખેંચતાણ કે ઝપાઝપી જોવા મળે છે પણ આ ભોટ પેઢી જ્યારે સંસદસભ્ય બનશે તે દિવસે દેશની શી વલે થશે? આજનાં માબાપ એમનાં સંતાનોને કોન્વેન્ટને પથે ચઢાવી રહ્યાં છે. અંગ્રેજીનું આકર્ષણ વધવા માંડયું છે. ગુજરાતી સ્કૂલો તૂટવા માંડી છે. . ગુજરાતી માધ્યમવાળા પણ અંગ્રેજી બોલ્યા વિના રહી શકતા નથી અને અંગ્રેજીની જેમ રામને બદલે રામા, યોગને બદલે યોગા અને ભારતને બદલે ભારતા બોલવા માંડ્યા છે. અંગ્રેજીમાં નિષ્ણાત બની શકતા નથી એ તો સમજ્યા, પણ માતૃભાષા ગુજરાતીમાં પણ ઘણા હજુ પણ 'ઢ' છે 'ઢ.” શાળાએ જતા વિદ્યાથીને જોઉં ત્યારે ઘડીભર મજૂર યાદ આવી જાય. એટલા ચોપડા અને નોટબૂકો ઉપાડીને એ જતો હોય કે આપણને દયા આવી જાય. કદાચ પાંચેક વર્ષ પછી એવી સ્થિતિ આવશે કે પુસ્તકોનો થેલો ઉપાડવા એક મજૂર સાથે રાખવો પડશે. જૂની કહેવત હતી કે “ગરથ ગાંઠે અને વિદ્યા પાઠે” ગરથ એટલે ધન ખિસ્સામાં હોય એ કામ લાગે, એમ વિઘા કંઠસ્થ હોય તે કામ લાગે. પૂર્વે ભણેલું મુખપાઠ કરવામાં આવતું એટલે નોટો ભરવાની જરૂર ન હતી. આજે સ્લેટ જતી રહી અને બ્રેઈનની સ્લેટ સાવ કોરી પડી ગઈ. ગુજરાતીનાં ઠેકાણાં નથી અને અંગ્રેજીનો મોહ છોડી શકાતો નથી. હમણાં ગુજરાતીની ભેળસેળવાળી અંગ્રેજી રામાયણનો ટૂચકો વાંચવામાં આવ્યો. સાંભળવા જેવો છે; અંગ્રેજી માધ્યમના છોકરાએ ‘રામાનો બર્થ ડે' ઊજવ્યો. ટીચરે રામાના ‘બર્થ ડે ની કથા કહી, “રામાં કદી કે.જી.માં ભણ્યા નથી. રામ-લક્ષ્મણા જોઈન્ટ ફેમિલીમાં રહેતા. રામાને આર્મરીનો શોખ હતો. તેને કારણે ધનુષ્ય ઊંચકીને ચેમ્પિયન બન્યા તેથી
Page #27
--------------------------------------------------------------------------
________________ તમસો માં જ્યોતિર્ગમય સીતા રામાના લવમાં પડી ગઈ અને લવમેરેજ થયાં. પણ સ્ટેપમધરના ઓર્ડર થકી તેના બ્રધરની મિસિસને લીધા વગર પોતાની મિસિસ સાથે રામા ફોરેસ્ટ ગયા. ત્યાં વાઈફનું કિડનેપ થયું. મારૂતી નામના મંકીની મદદથી ડિનેપર રાવણની સાથે વોર થઈ. તુલસીદાસ જેવા રાઈટરે લખેલી સ્ટોરીને કારણે રામા ફેમસ થયા છે.” અંગ્રેજી માધ્યમનો મોહ વ્યાપક બન્યો છે. પણ એ અનાર્ય વિદ્યા ભણીને કોઈ દી' ભલીવાર આવવાનો નથી. કેમકે આ અનાર્ય વિદ્યા ભણનારા દેશોની પણ આજે દશા બેઠી છે. ત્યાં શિક્ષણ પણ સાવ છેલ્લે પાટલે ગયું છે. ત્યાં દર વર્ષે સાત લાખ બાળકો અધવચ્ચેથી સ્કૂલ છોડી દે છે. સાડા સાત લાખ વિદ્યાર્થીઓ કૉલેજ ડીપ્લોમા મેળવે છે, પણ તેમને વાંચતાં આવડતું નથી. પોણા ત્રણ કરોડ માણસો ત્યાં બિલકુલ અંગુઠા છાપ છે. વીસ લાખ શિક્ષકો છ લાખથી વધુ સ્કૂલોમાં અધ્યાપન કરાવે છે. રૂ. 4,240 અબજ ખર્ચાય છે, પણ પરિણામ ઝીરો છે. આજે ત્યાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, ઈજનેરો, બાયોલોજીસ્ટો અને કેમિસ્ટોની સાડા સાત લાખ ઉપરની સંખ્યાની જરૂર છે. છે કોઈ ભારતમાં એવો ધંધાદારી જે આ ગંજાવર આંકડા પૂરા પાડી શકે? આ બધા આંકડા વિજ્ઞાનના લેખો છાપતાં અમેરિકાના ખ્યાતનામ મેગેઝીન “ડિસ્કવર'માં પ્રસિદ્ધ થયેલા છે. હવે તો એક નવું આખું ‘ગન કલ્ચર (બંદૂક સંસ્કૃતિ) તૈયાર થઈ રહ્યું છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં બાળકો સ્કૂલમાં હેન્ડગન લઈને આવવા મંડ્યા છે. આ રોકવા માટે પોલીસે લીધેલાં પગલાંમાં 65 વિદ્યાર્થીઓને અને છ કર્મચારીઓને ઠાર મારવામાં આવ્યા છે. પાંચ લાખ ડૉલરનો ખર્ચ શાળામાં ગોઠવેલા મેટલ ડિટેક્ટરો માટે કરવામાં આવે છે. આ હેન્ડગનનું વળગણ નિવારવા માટે આજ લગીમાં કેટલાય સેમિનારમાં માનસશાસ્ત્રીઓથી માંડીને રાજકારણીઓ સુધીના વિદ્વાનોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. પણ હજુ સુધી કશું પરિણામ આવી શક્યું નથી. કેફી દ્રવ્યોનાં સેવન અને મારામારીવાળી ફિલ્મોને આમાં કારણ માનવામાં આવી રહી છે. - જાપાનમાં પ0 પી.એચ.ડી. થયેલી ખોપડીઓ રસ્તા પર આંટા મારે છે. કોઈ સર્વિસ આપતું નથી. પી.એચ.ડી.ની ડિગ્રી મેળવે ત્યાં સુધીમાં વય ઘણી વધી ગઈ હોય છે અને કંપનીવાળા મોટી વય ધરાવનારાને સ્વીકારતી નથી. ડિગ્રીઓનો જ્યારે ઓવરડોઝ થઈ જાય ત્યારે આવી દશા
Page #28
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ થાય છે. ભારતીય વિદ્યાપીઠોમાં હજુ ફૉરેન જેટલા ભવાડા નથી થયા પણ વાર નહિ લાગે. ધીરે-ધીરે વિદ્યાપીઠો હવે રાજકારણના અખાડા તો બનવા જ માંડી છે. કૉલેજની ચૂંટણીઓ એટલી જોરજુલમ અને શોરગુલથી થાય છે, જાણે સિકંદર આખી દુનિયા જીતવા ન નીકળ્યો હોય! એમાં દાદાગીરીથી માંડીને ખૂન સુધીના બનાવો પણ બનવા માંડ્યા છે. કૉલેજનું ઈલેક્શન એ જાણે રાજકારણમાં જવાનો રાજપંથ બની ગયો છે. આજના નેતાઓ તરફ નજર કરશો તો જણાશે કે ઘણા નેતાઓ વિદ્યાર્થી નેતામાંથી દેશનેતા બની ગયા છે. માંડાના રાજા પહેલાં ઈલાહાબાદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતા હતા. પછી આગળ જતાં એ ભારતના વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહ બની ગયા. હેમવંતી નંદન બહુગુણા, ડૉ. જીચકર, આફિઝ અહમદખાન, પ્રિયરંજનદાસ મુંશી જેવા કેટલાય વિદ્યાથી નેતાઓ આગળ જતાં દેશ સેવા કરવા માટે રાજકારણના પંથે નીકળી પડેલા. આ બધા દાખલાઓ નજરમાં લઈને કૉલેજના ઈલેકશનો લડવામાં આવે છે. જીતનારા ઉમેદવારને હાથીની અંબાડી પર બેસાડીને રાજમાર્ગો પર ફેરવવામાં આવે છે. અબીલ-ગુલાલ ઉડાડવામાં આવે છે. શિક્ષામંદિરોમાં આ ઈલેક્શનનું એક મોટું પ્રદૂષણ ઊભું થયું છે જેણે ઘણાનાં ગળાં રહેંસી નાખ્યાં છે. ઈલેક્શનની જેમ એક બીજું પ્રદૂષણ ફેલાયું છે હડતાલોનું. વાતવાતમાં આજે હડતાળ પાડવામાં આવે છે. હમણાં જ અમદાવાદની કૉલેજોએ હડતાળ પાડી. શા માટે તે જાણો છો? પરીક્ષાનો બહિષ્કાર કરવા માટે. દીવાળી વેકેશન પછી તરત પરીક્ષા આપી શકાય તેમ નથી એવો વિદ્યાર્થીઓનો દાવો છે. રજાના દિવસો મજા કરવા માટે હોય છે. એટલે એમાં વાચન થઈ શકે નહિ. વાંઆ વિના પરીક્ષા આપી શકાય નહિ. કેવી વાહિયાત દલીલો છે. જેને ભણવું છે તેને વળી મજા કેવી ? સંસ્કૃતમાં એક સુભાષિત છે. “વિદ્યાર્થિન: કુત: સુખ છે. સુખાર્થિન: કુત: વિદ્યા છે' વિદ્યાર્થીને વળી સુખ-મોજ મજા કેવી અને સુખાર્થીને, મોજમજા કરનારને વળી વિદ્યા કેવી? પણ જેને હડતાળ જ પાડવી છે તેને ગમે તેમ કરીને બહાનું ઊભું કરવાનું હોય છે. એન્ટ્રી ફી, ટર્મ ફી, ટ્યુશન ફીના
Page #29
--------------------------------------------------------------------------
________________ તમસો માં જ્યોતિર્ગમય રૂપિયા ચૂકવ્યા પછી જેની પરીક્ષા આપવાની તૈયારી ન હોય તેણે મા-બાપના રૂપિયા બગાડ્યા છે. ઊલટું પરીક્ષા કેન્સલ થાય તો વિદ્યાર્થીઓએ હડતાળ પાડવી જોઈએ કે અમે પૈસા ખર્ચા છે, ચોપડાં લાવ્યા છીએ, દિવસો સુધી મહેનત કરી છે. પરીક્ષા કેન્સલ શા માટે? પરીક્ષા થવી જ જોઈએ. આ તો પરીક્ષા કેન્સલ થાય તો પેંડા વહેંચે, તાલીઓ પાડે, નાચે, હાહા હીદી કરવા માંડે. બારમાસમાં માંડ છ મહિના ભાણવાનું હોય છે. એમાંય વળી કૉલેજોમાં તો એક સેમીસ્ટર માત્ર 72 લેક્ટરોનું હોય છે. તદુપરાંત હડતાળ, તોફાનના દિવસો ઉમેરો તો ભણવાના દિવસો કેટલા રહેશે? ખરી વાત તો એ છે કે કોઈને ભણવું જ નથી. માત્ર રખડવું છે. હમણાં કૉલેજોમાં હડતાળ હતી છતાંય કૉલેજોના ગ્રાઉન્ડ ઊભરાતાં હતાં. ઘરેથી કલાસનું બહાનું કાઢીને નીકળી જવાનું. કોલેજમાં આવીને આંટા મારવાના, સ્કૂટરોની સીટો પર ગપ્પાં મારવાનાં, સીટીઓ મારતા બેસી રહેવાનું અને ટાઈમ બરબાદ કરવાનો. ત્રીજું એક પ્રદૂષણ ફેલાયું છે ફેશનોનું, આજનો યુવાન જેટલો વાળ સાથે, કપડાં સાથે, ખાસડાં સાથે અને સ્કૂટર સાથે પ્યાર કરે છે એટલો બીજા સાથે નથી કરતો. ઘણા બુદ્ધઓ બાથરૂમમાંથી બહાર આવ્યા બાદ કયાં કપડાં પહેરવાં એની પસંદગીમાં અડધો કલાક બગાડે છે. બાઘાની જેમ બધા વાઘાઓ સામે જોયા કરશે. પછી જીન્સનું અથવા બેગીનું પેન્ટ ચડાવશે, લુઝ શર્ટ ચડાવશે, ઈન્સર્ટ કરશે અને પછી બેક સાઈડને આયનામાં જોયા કરશે. હાથ ઊંચા કરશે, બુશશર્ટની ક્રીઝ સરખી કરશે. પછી ખુરશી પર બેસશે, બુટ ઝાટકશે, મોઝાં ચડાવશે, બુટ પહેરશે અને પછી આ પાર્સલ જાણે ફોરેન મોકલવાનું હોય એટલી કાળજીથી દોરીઓ બાંધશે. પછી સ્કૂટરને ઝાટકશે, પ્રેમથી પંપાળી પંપાળીને રૂમાલથી લૂછશે અને પછી સ્કૂટર દોડાવશે. કૉલેજના દરવાજા સામેના પાન - ગલ્લે ઊભું રાખશે અને ઓર્ડર છોડશે, “એક બનારસી સાથે એકસોબીસ ડાલના', મોઢામાં ડૂચો ઘાલશે અને પછી મિત્રોને મળશે. કેમ છે બોસ!”થી વાતની શરૂઆત કરશે અને પછી દુનિયાભરના લેટેસ્ટ શબ્દોના પ્રયોગો કરતો રહેશે. ‘બિન્દાસ”, “બંક્સ', - ‘લફરા', 'બોસ' એ બધા એના રોજના શબ્દો છે. આ લોકોનો સાચો મૂડ તો પિકનિકમાં જોવા મળે છે. આધુનિક ટી શર્ટ, બોટમ્સ, જીન્સ, જર્સીઝ, પંજાબી સુટ, નાસ્તાની બેગો, ટેપરેકોર્ડર,
Page #30
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ કેમેરા, બૅડમિંટનના રેકેટો, રબ્બરની રીંગો, મિમિક્રી, ફિલ્મી તર્જે, મલમલ કે ચામડાના ઝકન અને છેલ્લે દારૂના બાટલા અને પીધા પછી ચાલુ થતા વાનરવેડા આ બધું જોઈએ તો કોઈ વિદ્યાથી હોય એમ ન લાગે, જાણે મવાલીઓનું ટોળું ભેગું થયું અને ધિંગામસ્તી ચાલતી હોય એવું લાગે. ઘરમાં ખાવાના ફાંફાં હોય. મા-બાપ મજૂરી કરીને મરી જતાં હોય અને દીકરાઓ બનીઠનીને તૈયાર થઈને પિકનિકો મહાલતા હોય છે. ઘણા યુવાનો આવી મોજમજાહ માટે ઘરમાં પૈસા દાગીનાથી માંડીને વાસણ સુદ્ધાંની ચોરીઓ કરતા હોય છે. વિદ્યાથીંગણને ખાસ ભલામણ કરવાનું મન થાય છે કે તમે આવા ફેશન - પરસ્ત ન બનશો. જીન્સનું પેન્ટ, લુઝ શર્ટ, સ્પોર્ટ શુઝ આવી જવાથી કંઈ સ્વર્ગ નથી મળી જતું. આખી દુનિયામાં પ્રખ્યાત થઈ જનારા માણસ ગાંધીજી પાસે લાકડી અને પોતડી સિવાય કશું જ ન હતું. છતાંય વિદેશીઓએ જેના પર ફિલ્મ ઉતારી છે, નામ આપ્યું છે “ધ ગાંધી'. આ ગાંધીજી તમારી જેમ મેઈકઅપ અને ફેશનમાં પડયા હોત તો આઝાદી ન લાવી શક્યા હોત. સાબરમતીના સેવાગ્રામ આશ્રમમાં બાપુના જન્મથી માંડીને મરણ પર્યન્તના ફોટોગ્રાફ મૂક્યા છે. ગોળી વાગ્યા પછી એમની સ્મશાનયાત્રાનું દશ્ય છે, અને સૌથી છેલ્લે ભૌતિક સમૃદ્ધિનો ફોટો છે. એ ફોટામાં લાકડી, ચશ્મા અને થુંકવાના વાડકા સિવાય કશું જ નથી. કેવી સાદાઈથી એ જીવ્યા હશે, એનો વિચાર કરશો અને જીવનને ફેશનથી મુક્ત બનાવી સાદગીયુક્ત બનાવશો. ફેશન પછીનું ચોથું પ્રદૂષણ છે વ્યસનનું. આજે ઘણા વિદ્યાર્થીઓ વ્યસનના પંથે ચડી ગયા છે. થોડાંક વર્ષો પૂર્વે ચીને અમેરિકામાં કેફી દ્રવ્યો ઘુસાડી દીધાં. અમેરિકન યુવા - આલમમાં ગઈ, બ્રાઉન સુગર, હેરોઈન વગેરે બેફામ રીતે ફેલાવી દીધાં. એનું પરિણામ એટલું ખતરનાક આવ્યું કે અમેરિકન લશ્કર ફોજમાં આજે કોઈ યુવાનો ભરતી થવા તૈયાર નથી. આજે અમેરિકાએ ઈરાક સાથેના યુદ્ધમાં લાખો સૈનિકો ગુમાવ્યા. પણ નવી ભરતી માટે કોઈ યુવાનો મળતા નથી, કારણ કે બધાજ પાકા બંધાણી થઈ ગયા છે અને સૈન્યમાં કેફી દ્રવ્યોના બંધાણીને પ્રવેશ નથી. અમેરિકા હવે આ કેફી દ્રવ્યોને દેશમાં ઘૂસતા
Page #31
--------------------------------------------------------------------------
________________ 10 તમસો માં જ્યોતિર્ગમય અટકાવવા તનતોડ પ્રયત્ન કરી રહ્યું છે. અમેરિકા જેવી જ હાલત ટૂંક સમયમાં ભારતની થવાની છે, કેમ કે ચીનની જેમ પાકિસ્તાન પણ પૂરજોશમાં ભારતમાં કેફી દ્રવ્યો ઘુસાડી રહ્યું છે. ગામડે ગામડે, સ્કૂલે સ્કૂલે, કૉલેજના બારણે બારણે બધે જ હવે તો સહેલાઈથી કેફી દ્રવ્યો મળે છે. એક દિવસ ભારતીય સેનાનો એવો સમય આવશે કે ભરતી થનાર કોઈ યુવાન શોધો નહિ જડે. આ દેશના જુવાનો હાલ સાવ બેકાર અને નવરા બેઠા છે. એટલે નવરા બેઠા શું કરે? નીચલો હોઠ તાણીને દાંત અને હોઠ વચ્ચે ચપટી કળીચૂનો અને તમાકુ દબાવીને ચૂસ્યા કરે છે. ગર્દ, બ્રાઉન સુગર અને હેરોઈનનો ઉપયોગ કરે છે. બે ચાર પેગ જેટલું ચોખ્ખું પ્રવાહી બાટલીમાંથી કાઢીને પીએ છે કેમ કે નોકરી તો મળવાની નથી. શરીર કશા કામમાં આવવાનું નથી. મર્યા પછી પણ જે આગ જ ચાંપવાની હોય તો કીડની, ફેક્સાં, હૃદય, બ્રેઈન કે બ્લડને સાચવીને શું કરવાનું? એના કરતાં તો બહેતર છે કે વ્યસનો સેવવાં અને જે શરીરને અંતે બાળી નાખવાનું છે તેને ધીરે-ધીરે આજથી આગ ચાંપવાનું શરૂ કરી દેવું જેથી છેલ્લે થોડાંક લાકડાં તો બચે! આ તમામ વાતો અને ઘટનાઓ આપણને અંધકાર તરફ લઈ જનારી છે અને આપણે તેમાંથી પ્રકાશ તરફ જવાનું છે. વિદ્યા એટલે જ્ઞાનનો સૂર્ય જે અજ્ઞાન અને અનર્થોના અંધકારને દૂર કરી શકે છે. ચાલો, આપણે આવા જ્ઞાનભાસ્કર તરફ વળીએ અને સાથે મળીને બોલીએ, પ્રભુને પ્રાર્થીએ તમસો માં ચોતિમય, અમને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાઓ. ઈશ્વર સહુને બુદ્ધિ આપે! * * *
Page #32
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 2. પ્રભુ, તુજ શાસન અતિ ભલું - પૂજ્ય મુનિશ્રી જંબુવિજયજી પરમકૃપાળુ અરિહંત પરમાત્માને કેળવજ્ઞાન પ્રાપ્ત થયા પછી, પ્રારંભમાં જ અત્યંત મહત્ત્વનું કાર્ય તીર્થસ્થાપનાનું કરે છે. તેથી જ તેઓશ્રી તીર્થકર ભગવાન કહેવાય છે. ભગવાન ભદ્રબાહુસ્વામીએ આવશ્યકનિયુક્તિમાં સુરથમ તિથ્ય મા પાવય પવય 2 6 (To 230) માં તીર્થ શબ્દનો પ્રવચન એવો પણ અર્થ કરેલો છે. પ્રવચનનો આધાર સંધ હોવાથી સંધ પણ તીર્થ કહેવાય છે. જૈન શાસનનો મૂળ આધાર જેન પ્રવચન છે. આ દષ્ટિએ વિચારતાં, જૈન શાસનમાં જૈન પ્રવચનનું કેવું અત્યંત મહત્વનું સ્થાન છે તે સમજી શકાય તેમ છે. આ પ્રવચન સેંકડો વર્ષો સુધી મુખપરંપરાએ ચાલ્યું તે પછી મેધા મંદ થવાથી લખાવવાની પરંપરા પણ શરૂ થઈ. પ્રવચનને બરાબર સમજવા માટે નિર્યુક્તિ-ભાગ-ચૂર્ણિ-ટીકા આદિ વ્યાખ્યા ગ્રંથો પણ રચાતા ગયા. વાંચનમાં, સ્વાધ્યાયમાં આ ગ્રંથોનો પણ વ્યાપક ઉપયોગ શરૂ થયો. અત્યારે તો જિનપ્રવચનને બરાબર સમજવા માટે આ ગ્રંથો જ આધારભૂત છે. આ ગ્રંથો ભૂતકાળમાં ઘણા સમયથી લખવામાં તથા લખાવવામાં આવતા હતા. જેમ જેમ ગ્રંથોની પ્રતિલિપિઓ (કોપીઓ) તાડપત્ર કે કાગળ ઉપર થતી ગઈ તેમ તેમ કાળાંતરે વાચક તથા લેખક આદિની કલ્પના તથા ભૂલ આદિના કારણે પાઠભેદો તથા અશુદ્ધ પાઠો પણ થવા લાગ્યા. એટલે આપણે શુદ્ધ પાઠો અને શુદ્ધ અર્થો જાણવા હોય તો બને તેટલી પ્રાચીન - અતિપ્રાચીન હસ્તલિખિત પ્રતિઓ મેળવવી જોઈએ. કોઈવાર પ્રાચીન શુદ્ધપ્રતિઓના
Page #33
--------------------------------------------------------------------------
________________ 12 પ્રભુ, તુજ શાસન અતિ ભલું આધારે લખાયેલી અલ્પપ્રાચીન અથવા અર્વાચીન પ્રતિઓ પણ ઉપયોગી થાય છે. આપણા ઘણા ગ્રંથો ભૂતકાળમાં નષ્ટ થઈ ગયા હોવા છતાં હજુ પણ ઘણું હસ્તલિખિત સાહિત્ય આપણી પાસે છે. આ હસ્તલિખિત સાહિત્ય સ્વ. આગમપ્રભાકર પૂજ્ય મુનિરાજ શ્રીપુણ્યવિજયજી મહારાજે ઘણા ઘણા પરિશ્રમે વ્યવસ્થિત કરીને જેસલમેર, પાટણ આદિના ભંડારોમાં ગોઠવેલું છે. જેસલમેર, ખંભાત, પાટણ, પુના તથા અમદાવાદના કેટલાક ભંડારોમાં આપણે ઘણું ઘણું તાડપત્ર ઉપર લખેલું પ્રાચીન સાહિત્ય વિદ્યમાન છે. તાડપત્ર ઉપરથી સાક્ષાત્ અથવા પરંપરાએ કાગળ ઉપર લખાયેલી અનેક હસ્તલિખિત ' પ્રતિઓ તો જેસલમેર, ખંભાત, પાટણ, અમદાવાદ, લીંબડી, વિજાપુર, સુરત, રાધનપુર, જયપુર, જોધપુર, બાલોતરા, દિલ્હી આદિ અનેક ભારતના સ્થાનોમાં વિદ્યમાન છે. એકલા પાટણમાં જ લગભગ 2400 (ચોવીશ હજાર) જેટલી કાગળ ઉપર લખેલી પ્રતિઓ વિદ્યમાન છે. આ બધાનું યથાયોગ્ય યથાસંભવ અધ્યયન કરવાથી સ્વાધ્યાયનો લાભ તો થશે જ, ઉપરાંત પાઠો શુદ્ધ થવાથી જે શુદ્ધ અને વિશદજ્ઞાન થશે તેનો અવર્ણનીય આનંદ પણ થશે. પાઠોને શુદ્ધ કરવાની પણ એક સ્વતંત્ર પદ્ધતિ તથા કળા છે. | ભૂતકાળમાં સ્વાધ્યાય એ સાધુ-સાધ્વી સંઘનો પ્રાણ હતો. એ સ્વાધ્યાય રચિ ફરીથી પ્રગટ થવાની ખાસ જરૂર છે. આ યુગમાં તે તે દુર્લભ, દુર્લભત, દુર્લભતમ ગ્રંથોની કોપીઓ પણ ફોટા રૂપે અથવા ઝેરોક્ષ (Xerox) આદિ રૂપે મળવાની-મેળવવાની અનુકૂળતા નિર્માણ થયેલી હોવાથી જો ખરેખર તીવ્ર અધ્યયનની રુચિ જાગે તો વ્યાપક અને ગંભીર અધ્યયનમાં ઘણી સરળતા નિર્માણ થયેલી જણાશે. જેમ જેમ સ્વાધ્યાય વધશે તેમ તેમ જીવનમાં ઘણા ઘણા દોષોનું પ્રમાર્જન તથા નિવારણ થશે. તેમ જ “સાધુજીવન એ ખરેખર દિવ્યાતિદિવ્ય છે' એવો અનુભવ અને અપૂર્વ આસ્વાદ સાધુજીવનમાં પ્રાપ્ત થશે તેમજ આવા સાધુ-સંતો દ્વારા શાસનની પણ મહાન પ્રભાવના થશે. શ્રાવકસંઘમાં પણ સ્વાધ્યાયરુચિ પ્રગટ થવાની અત્યંત જરૂર છે. શ્રાવકસંઘમાં સાચા અર્થમાં સ્વાધ્યાયરુચિ પ્રગટ થશે તો જે જે અનુષ્ઠાનો અત્યારે સંઘમાં
Page #34
--------------------------------------------------------------------------
________________ 13 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ ચાલી રહ્યાં છે તેમાં ખરેખર પ્રાણ પુરાશે તેમ જ તે તે અનુકાનોમાં તથા જીવનમાં જે કંઈ જડતા તથા અવિધિ આવી ગઈ છે તે પણ ખરેખર દૂર થશે. તેમ જ જૈનશાસનની સાચી ઉન્નતિમાં તથા સાચી પ્રભાવનામાં સાચો ફાળો આપવાનું શ્રેય પણ શ્રાવકસંઘને પ્રાપ્ત થશે. જેમ ભૂતકાળમાં મહારાજ કુમારપાળ, મહામાત્ય મંત્રીશ્વર વસ્તુપાળ, પેથડશા આદિ અનેક અનેક મહાપુરુષો - મહાશ્રાવકો થઈ ગયા તેમ વર્તમાનકાળ તથા ભવિષ્યકાળમાં પણ જૈન પ્રવચનની આરાધના કરીને આપણા શ્રાવકો મહાશ્રાવક બને તથા જૈન શાસનની આરાધના પ્રભાવનાનું મહાનું શ્રેય પ્રાપ્ત કરે એ જ શુભેચ્છા અને પ્રભુને પ્રાર્થના. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વર પટ્ટાલંકાર પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી વિજય મેઘસૂરીશ્વર શિષ્ય પૂજ્યપાદ ગુરુદેવ મુનિરાજશ્રી ભુવનવિજયાન્તવાસી મુનિ જંબૂવિજય
Page #35
--------------------------------------------------------------------------
________________ 14 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 3. અનેકાdવાનું સ્વરૂપ - રસિકલાલ છોટાલાલ પરીખ જૈન દર્શનનું અપરનામ જૈન આચાય અનેકાન્ત દર્શન કહે છે; આ અપરનામ શાસ્ત્રીય વ્યવસ્થામાંથી નિષ્પન્ન થયું હોય એમ લાગે છે. શ્રમણ ભગવાન મહાવીરે જે અનેક પદાર્થોનો ઉપદેશ કર્યો તેનું અંતિમ તાત્પર્ય મોક્ષમાં છે એ ગૃહીત કરીને જ આગળ ચાલીએ-વર્તમાન યુગની વ્યવહારવ્યગ્રતા આપણને આ ધ્યેયને સંતાડવા ગમે તેટલું લલચાવે છતાં ઉમાસ્વાતિનું સૂત્ર સાવિનરાત્રિમાં મોક્ષમા સ્મરી એ ગૃહીત કરવું જ જોઈએ - તો પ્રશ્ન એમ થાય કે આ ‘સિયા” કે “સાનો પદાર્થ એટલું બધું મહત્ત્વ શાથી પામ્યો કે તે લગભગ જૈન દર્શનનું અપર નામ થઈ ગયો? આ પ્રશ્નનો ઐતિહાસિક અને તાત્ત્વિક દષ્ટિએ વિચાર કરવા જેવો છે. જૈન દર્શનને આપણે જે બીજાં ભારતીય દર્શનોથી અલગ રાખીને આ પ્રશ્નનો વિચાર કરીશું તો ખુલાસો મળવો અશક્ય છે એમ મને લાગે છે, કારણ કે તાત્વિક દષ્ટિએ આવું “અલગપણું અસંભવિત છે, અને ઇતિહાસ આપણને પૂરાવો આપે છે કે જૈન દર્શન એમ અલગ રહ્યું નથી; રહ્યું હોત તો એની દર્શનસમૃદ્ધિ કંગાલ દેખાત-કદાપિ અનેકાન્ત નામ ધારણ કરવાનું પણ ન બનત! આગમોથી પ્રારંભ કરી દિગમ્બર અને શ્વેતામ્બર આચાર્યોની-યશોવિજયજી સુધીનાની-કૃતિઓમાંથી “અનેકાન્ત'નો વિષય તારવી તેને ઇતિહાસનો ક્રમ આપી
Page #36
--------------------------------------------------------------------------
________________ 15 અનેકાન્તવાદનું સ્વરૂપ તાત્ત્વિક સંગતિથી તપાસવામાં આવે તો જણાશે કે તેમાં જે નવા પદાર્થો અને નવો પરિષ્કાર આવતો દેખાય છે તે ઇતર દર્શનો જે જે પદાર્થો અને પદ્ધતિઓ ઉત્પન્ન કરતાં હતાં તેના ઊહાપોહમાંથી નિષ્પન્ન થતો માલુમ પડશે, અને એ જ રીતે પ્રત્યેક દર્શનનો અભ્યાસ કરવામાં આવે તો તેમાં જૈન અને બીજાં દર્શનોનું દબાણ દેખાશે. (2) પ્રથમ વિચારે “આમ પણ હોય અને આમ પણ હોય' એવા મતમાં વિચારની કાયરતા દેખાય છે. સંશયથી પ્રેરાતો વિચાર નિર્ણય માગે છે તેને આવો જવાબ આપવો એમાં વિચારની વ્યર્થતા છે, કારણ કે પોતે સંશયમાં જ રહે છે. એટલે ‘સાદ્વાદ' એ કશું નિશ્ચિત જ્ઞાન આપતો નથી, સંશયને જ રૂપાન્તર આપ્યા કરે છે એવો પ્રથમ આક્ષેપ આ મત ઉપર આવે અને બીજાં દર્શનોએ આ રીતે ખણ્ડન કરવા પ્રયત્ન કર્યો છે એ દાર્શનિકો જાણે છે. આના જવાબમાં પ્રથમ તો એમ કહેવું જ પડે કે આ મત સંશયકોટિન નથી પણ નિશ્ચયકોટિનો છે; આમાં સત્યનું અસત્ય સાથે સમાધાન કરવાનો ઉદ્દેશ નથી પાણ સત્યની આકાંક્ષા જ આમ કહેવાની ફરજ પાડે છે; આ વિધાનનું સમર્થન કરવા પોતાના યુગકાળમાં ચાલ્યા આવતા સત્યનો દાવો કરતા મતોની સમાલોચના કરવાની પ્રાપ્ત થાય છે. આ સમાલોચનામાંથી બે પરિણામ આવે છે - (1) દર્શનો એકબીજાનું જે “યુક્તિઓથી ખણ્ડન કરે છે તે ખણ્ડનાત્મક યુક્તિઓ ઉપર જ ધ્યાન આપવામાં આવે તો બધાં દર્શનો ખોટાં છે . કોઈ દર્શનને સત્ય મળ્યું નથી એવો અભિપ્રાય થાય છે; (2) અથવા દર્શનો પોતે કઈ ઉપપત્તિઓથી પોતાના મત ઘટાવે છે તે મચ્છનાત્મક ઉપપત્તિઓ ઉપર ધ્યાન આપવામાં આવે તો દરેક મત ક્યાં સુધી સાચો છે તેનું ભાન થાય છે, અને ક્યાંથી આગળ જતાં ખણ્ડન યુક્તિને પાત્ર બને છે તે વિષે વિચાર કરવામાં આવે તો સત્યશોધક મતની મર્યાદા સમજાય છે; અને એ મર્યાદાનું ભાન એમ ફલિત કરાવે છે કે તેનાથી આગળ જવામાં સત્યનું ખણ્ડન થાય છે. એટલે મનુષ્યની બુદ્ધિને ગોચર એવું સત્ય કોઈ એકાન્તમાંથી મળતું નથી એવો અભિપ્રાય થાય છે; અને સત્ય મળતું જ નથી એવો તત્ત્વોપપ્લવકારનો
Page #37
--------------------------------------------------------------------------
________________ 16 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ મત ગ્રાહ્ય થતો ન હોય તો મનુષ્યની બુદ્ધિને સત્યનું ભાન એકાન્તવિચારપદ્ધતિથી નહિ થાય, પણ અનેક “અન્તો'થી વિચાર કરવાથી થશે એમ સ્વીકારવું પ્રાપ્ત થાય છે. આના ઉપર એમ આક્ષેપ પણ આવે કે આમ અનેક મતોનો સરવાળો કરવાથી શું સત્ય સમજાશે? અને શું અનેકાન્ત મત કેવળ જુદા જુદા મતોનો સરવાળો છે? આના જવાબમાં એમ કહી શકાય કે પ્રથમ તો દરેક મત જે રજૂ થાય છે તે શક્ય તેટલી ઉપપત્તિથી રજૂ થયો હોય ત્યારે જ આદર યોગ્ય થાય છે. એટલે કે પોતાના અન્ત’ પૂરતી તેની રજૂઆત પ્રમાણપપન્ન હોવી જોઈએ; અને બીજું એમ કહી શકાય કે જે મતો પરસ્પર વિરુદ્ધ દેખાય છે તેમનો વિરોધપરિહાર શક્ય છે; કારણ કે વિરોધમાં જે “સહ-અનવસ્થાન” માની લેવામાં આવે છે તે વધારે ઊંડું થતાં દૂર થાય છે; અને સતનું સ્વરૂપ જ “અનેકાન્તાત્મક' માનવું પ્રાપ્ત થાય છે. “સ”નું જે નિશ્ચિતરૂપે દર્શન થાય છે અને જે “અવક્તવ્ય” રહે છે તે બુદ્ધિ અને વાણીના વ્યવહારમાં અનેકાન્તરૂપે સ્વીકારવાથી જ તત્ત્વજિજ્ઞાસાનો વિવિધ રીતે પરિણામ પામતો પરિપાક ઘટે છે. અર્થાત્ વિવિધ વિચારકોની સત્યશોધક બુદ્ધિને એ નિષ્પન્ન કરેલા પદાર્થોનું તે તે “અન્ત' સુધીનું સત્ય જો સ્વીકારવાની બુદ્ધિને ફરજ પડતી હોય અને તેનો ત્યાગ કરવામાં બુદ્ધિના પોતાના સ્વરૂપનો આઘાત થતો હોય તો બુદ્ધિને અનેકાન્તાત્મક સતું' સુધી પહોંચવાની ફરજ પડે છે. અને એક વાર એવો સ્વીકાર થઈ જાય એટલે તે સ્વીકારને સંગત રહીને જ બુદ્ધિનો 'પ્રામાણિક વ્યવહાર” ચાલે છે; અને એ વ્યવહાર તદનુકૂલ ‘વર્તન વ્યવહાર’ પણ ઘડી આપે છે. આ રીતે પરસ્પરાશ્રયના દોષનો પરિહાર કરી એમ કહેવાય કે અનેકાન્ત મત સત્યના અનેકાન્તાત્મક સ્વરૂપ ઉપર અવલંબતો સિદ્ધ થાય છે. આ ઉપરથી એમ ફલિત થાય કે અનેકાન મત એ મતોનો સરવાળો નથી પણ અનુભવોની પ્રતીત થતી વિવિધ પ્રામાણિકતામાં અન્તર્ગત અનેકાન્તાત્મકરૂપ સતુને પ્રકટ કરી તેની સાથે સંગતિ શોધતો વાદ છે. અનેકાન્તવાદનું આ તાત્વિક સ્વરૂપ દર્શનોની શાસ્ત્રીય ચર્ચામાં જૈન દર્શનના પ્રત્યાઘાતમાંથી ક્રમે ક્રમે વ્યક્ત થતું દેખાશે. આનો સળંગ ઇતિહાસ શોધવામાં આવે તો ભારતીય દર્શનોમાં તત્ત્વજિજ્ઞાસા કેવી રીતે પ્રવર્તમાન
Page #38
--------------------------------------------------------------------------
________________ અનેકાન્તવાદનું સ્વરૂપ થાય છે તેના ઉપર ઘણો પ્રકાશ પડે, અને આ દષ્ટિએ પશ્ચિમની ફિલ્શફીના પોતાના ઈતિહાસને જોવામાં આવે તો તેમાં ઘણી સમાન વીથિઓ વ્યક્ત થશે અને નવા ભારતીય દર્શનમાં અનેકાન્તવાદ કેવા રૂપમાં વ્યક્ત થાય તેની પ્રેરણા મળે. અનેકાન્તવાદનું રહસ્ય કોઈ પણ પ્રતીત થતા સત્યને નહિ ફેંકી દેવામાં છે, અને તેનો પ્રયત્ન આ વિવિધ સત્યોની સંગતિ અનેકાન્તાત્મક સ'માં સમજવામાં હોય છે. દર્શનોની શાસ્ત્રીયતા જેમ જેમ નવા પદાર્થો જાણતી જાય છે તેમ તેમ અનેકાન્તમાં તે તે પદાર્થોની સંગતિ શોધવાનો પ્રયત્ન વારંવાર થતો દેખાય છે. આનાં અનેક ઉદાહરણોમાંથી એક લઇએ. ઉપનિષદોના યુગમાં અને તે પછી જગના મૂળ તત્ત્વ વિષે બહુ પ્રબળ મનોમંથન ચાલતું; અને એમાંથી વિવિધ મતો ઉત્પન્ન થતા. આમાંથી ગણનાયોગ્ય પદાર્થો એક કારિકામાં ગ્રથિત થઈ ગયા. શ્વેતાશ્વતર ઉપનિષદમાં પૂર્વપક્ષ તરીકે આ કારિકા આવે છે काल: स्वभावो नियतिर्यदृच्छा भूतानि योनिः पुरुष इति चिन्त्यम्। संयोग एषां न त्वात्मभावादात्माऽप्यनीशः सुखदुःखहेतोः॥ કાલ, સ્વભાવ, નિયતિ, યદચ્છા, ભૂત, પુરુષ આમાંથી કયું એક મૂળ કારણ? આમાંનું પ્રત્યેક કે સમુદાયે કારણ ઘટતું નથી એવો અભિપ્રાય છે. આને વિષે શંકરાનંદ કહે છે કે સત્ર પદ્ પક્ષા: પૂર્વપૂર્વી સર્વત્થાત્ પ્રાદુર્મન્તિા અર્થાત પછીનો પક્ષ પૂર્ણ કરતાં વધારે સબળ છે, જેમ કે કાલ કરતાં સ્વભાવ, સ્વભાવ કરતાં નિયતિ ઇત્યાદિ. આ કેવી રીતે છે તે શંકરાનન્દ પોતાની ટીકામાં સમજાવે છે. આમાં ઉદ્દેશ એકના ખણ્ડન ઉપર બીજાના મર્ડનનો છે. પ્રાકૃત રૂપાન્તરે આવા મતલબની ગાથા સન્મતિ ર્કમાં આવે છે. कालो सहावणियई पुव्वकयं पुरिस कारणे गंता। मिच्छत्तं ते चेवा(व) समासओ होंति सम्मतं॥ 53, નોંધ : 1. જુઓ આગળ : બેલેનું મન્તવ્ય, 2. છે. ઉ. દીપિકા પૃ. 2 આ. સં. ગ્રં. 2 3, - 8 - 720 મુ. પુ. 5. .
Page #39
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ આ ગાથામાં “યદચ્છા' ને સ્થાને ‘પૂર્વકૃત” છે, અને “ભૂતાનિ' છોડી દીધું છે. તેનું તાત્પર્ય એ છે કે આ બધાં કારણો એકાન્તરૂપે સમજવા એ મિથ્યાત્વ છે, અને તેમને જ મારો “સમાસા:” “પરસ્પર સાપેક્ષપણે” સમજવાં એ સમ્યકત્વ છે. આ કારિકા અને ગાથાનો ઐતિહાસિક સંબંધ વિચારતાં એમ લાગે છે કે ભારતીય સંસ્કૃતિમાં જે અનેક સર્વ સાધારણ ઉક્તિઓ રૂઢ થઈ છે તેવી આ એક ઉકિત છે. ઉપર કહ્યું તેમ જગતના મૂળ કારણ તરીકે પ્રચલિત વિચારણીય મતો કયા છે તેનો આમાં સંગ્રહ છે. આ મતો પ્રચલિત થયા એટલે જૈન દર્શનને પોતાની અનેકાન્ત દષ્ટિથી એની સમાલોચના કરવાનું પ્રાપ્ત થાય; એ પ્રત્યેકનું બીજાથી ખણ્ડન કરવા પ્રવૃત્ત નહિ થાય; ફક્ત તેના ઐકાન્તિક આગ્રહમાં તેને મિથ્યાત્વ દેખાય; પણ તે બધાને ‘સમાસા: ‘એકઠા રાખીને “પરસ્પર સાપેક્ષપણે” સમજવામાં સમ્યકત્વ-સાચી સમજ-માને. આ જ પ્રમાણે - સાંખ્ય - યોગ, ન્યાય-વૈશેષિક, મીમાંસા, વેદાન્ત અને બદ્ધ દર્શન પ્રમાણ અને યુક્તિ બલથી જે જે મતો રજૂ કરે છે તેને જૈન દર્શન પોતાના વિવિધ નયોમાં ઘટાવે છે; આનાં પણ અનેક ઉદાહરણો છે પણ તેમાંથી “ન્યાયાવતાર” ઉપરની સિદ્ધર્ષિકૃત વિવૃતિનું અવતરણ લઈએ: तदेवमनेकधर्मपरीतार्थग्राहिका बुद्धिः प्रमाणम्। तद्द्वारायातः पनरेकधर्मनिष्ठार्थसमर्थनप्रवण: परामर्श: शेषधर्मस्वीकारतिरस्कारपरिहारद्वारेण वर्तमानो नयः। स च धर्माणामानन्त्यादनन्तभेदस्तथापि सर्वसङ्ग्राहकाभिप्रायपरिकल्पनमुखेनैव सप्तभेदो दर्शितः। अयमेव च स्वाभिप्रेतधर्मावधारणात्मकतया शेषधर्मतिरस्कारद्वारेण पवर्तमान: परामर्शो दुर्नयसंज्ञामश्नुते। तबलप्रभावितसत्ताका हि खल्वेते प्ररप्रवादाः। तथा हि नैगमनयदर्शनानुसारिणौ नैयायिकवैशेषिको। सङ्ग्रहाभिप्रायप्रवृत्ताः सर्वेऽप्यद्वैतवादा: सांख्यदर्शनं च। व्यवहारनयानुपाति प्रायश्चार्वाकदर्शनम्। ऋजुसूत्राकूतप्रवृत्तबुद्धयस्ताथागताः। शब्ददिनयमतावलम्बिनो वैयाकरणादय इति। (પૃ. 228 ન્યાયાવતાર છે. પ્રસ્થાવતી.) આ અવતરણમાં અનેકાન્તનું સ્વરૂપ વિશદ રૂપે રજૂ થાય છે. અનેક ધર્મોથી ‘પરીત' ઓતપ્રોત અથવા શબલ એવા અર્થનું ગ્રહણ કરનારી બુદ્ધિ 'તે પ્રમાણ. તે દ્વારા આવેલો પરામર્શ-પાણ એક ધર્મનિષ્ઠ એવા અર્થનું સમર્થન કરવામાં રોકાયેલો એવો પરામર્શ-તે નય; પણ તે નય ત્યારે જ કે જ્યારે બાકીના ધર્મોના સ્વીકારતિરસ્કારની વાત છોડી દઈ પ્રવર્તે; પણ આ જ
Page #40
--------------------------------------------------------------------------
________________ 19 અનેકાન્તવાદનું સ્વરૂપ જ્યારે બાકીના ધર્મોના તિરસ્કાર દ્વારા પ્રવર્તે ત્યારે દુર્નય. ધર્મો અનન્ત છે એટલે નય પણ અનન્સ પ્રકારનો થાય. પણ બધાનો સંગ્રહ કરે એવા અભિપ્રાયે સાત પ્રકારનો કહ્યો છે. પર પ્રવાદો અર્થાત્ નેતર મતો એકાન્ત આગ્રહી છે એમ માની લઈ-તુલનાત્મક અભ્યાસ એમ બતાવે છે કે આ ઐતિહાસિક હકીકત નથી, - એવા એકાન્ત આગ્રહી મતને તે તે નવમાં ઘટાવવા પ્રયત્ન કરે છે. જેમકે નૈગમમાં ન્યાય વૈશેષિક, સંગ્રહમાં સર્વ અદ્વૈતવાદો અને સાંખ્યદર્શન (કારણ કે તે બધા સત્કાર્યવાદી છે), વ્યવહાર નથમાં મોટે ભાગે ચાર્વાક દર્શન (આ બહુ વેધક દષ્ટિ છે), જુસૂત્રમાં બૌદ્ધ મતો અને શબ્દાદિ નયમાં વૈયાકરણાદિ. જેમ સિદ્ધસેન દિવાકરે સન્મતિની ગાથામાં જુદા જુદા મતોને તેના એકાન્ત આગ્રહને કારણે મિથ્યા કહ્યા અને સમસ્તપણે સાચા કા એવો જ પ્રયત્ન સિદ્ધર્ષિનો પોતાને જાણીતાં દર્શનોને ઘટાવવાનો છે. ઉપર કહ્યું તેમ આ એક ઉદાહરણ છે. પણ અનેકાન્ત દર્શનના ક્રમિક આવિષ્કારમાં તત્ત્વજિજ્ઞાસાનો જે પ્રયત્ન વ્યક્ત થતો દેખાશે તે-જિજ્ઞાસા જે વિવિધ ધર્મોનું પ્રતિપાદન કરે છે તેમાંનો કોઈનો પણ ત્યાગ કર્યા વિના તેમની સંગતિ શોધવામાં છે. અનેકાન્તાત્મક વસ્તુ તેના પૂર્ણ રૂપે તો સર્વજ્ઞનો વિષય છે - તેમને ગોચર છે. સિદ્ધસેન દિવાકર ન્યાયાવતારમાં કહે છે તેમ - મનેાન્તાત્મિજં " વસ્તુ છે. સર્વવિદ્વાન્ - અર્થાત્ સર્વજ્ઞ નથી એવા માણસની તત્વજિજ્ઞાસાનો પ્રયત્ન જેમ જેમ નવા ધર્મોનું પ્રતિપાદન થતું જાય તેમ તેમ તેમને અનેકાન્તની દષ્ટિએ સમન્વય કરવાનો દેખાય છે; જૈન આચાર્યોને આ અનેકાન્ત દષ્ટિ ઉપર સવિશેષ ભાર મૂકવો ગમ્યો એટલે તેમણે શાસ્ત્રીય યુગમાં જૈનદર્શનનું અપર નામ અનેકાન્ત દર્શન' રાખ્યું. આચાર્ય હેમચન્દ્ર તેમના વ્યાકરણમાં ‘સિદ્ધિઃ સાદા' એ સૂત્ર ઉપર સ્વોપણ વૃત્તિમાં જે એમ કહે છે કે स्यादित्यव्ययमनेकान्तद्योतकम्। ततः स्याद्वादोऽनेकान्तवादः नित्यानित्याद्यनेकधर्मशबलैकवस्त्वम्युपगम इति यावत्। .... सर्वपार्षदत्वाच्च શબ્દાનુશામની સતર્શનસમૂહાત્મચદિક્ષિમાશ્રયમતિ મળીય– (પૃ 1-2). - તેમાં પણ આ દષ્ટિ હોય એમ લાગે છે. નોંધ : 1. જુઓ દર્શન ઔર અનેકાન્તવાદ, લેખક : પં. હંસરાજજી શર્મા, આત્માનંદ ન પુસ્તક પ્રચારક મંડલ, આગરા.
Page #41
--------------------------------------------------------------------------
________________ 20 અમૃત મહોત્સવ સ્મૃતિ રથ અનેકાન્ત વાદ ઉપરથી સાંપ્રદાયિક એકાન્તતાનો આગ્રહ ઉઠાવી લઈ તેને તત્વજિજ્ઞાસાના એક પ્રયત્ન તરીકે જોવામાં આવે તો એક રીતે તે સમસ્ત ભારતીય સંસ્કૃતિના પ્રતીકરૂપે સમજાય છે. ઉપર કહ્યું તેમ ભારતવર્ષમાં દર્શનોનો વિકાસ ‘પરસ્પર દબાણ'ને લઈને થયેલો છે. સમપ્રદેશ, સમગ અને સમપ્રજામાં ફેલાતાં ‘વિચાર સંતાન” કેમ અલગ રહી શકે? ભેદની દષ્ટિએ જોઈએ ત્યારે જ આ બધા જુદા દેખાય છે. પણ કોઈ પણ પ્રતીત થતા સત્યને ન છોડી દેવાની દષ્ટિથી સમસ્ત ભારતવર્ષના બૌદ્ધિક વારસાનો વિચાર કરવામાં આવે તો એક જ ‘અનેકાન્ત સંસ્કૃતિ’ ઉત્તરોત્તર ઘડાતી દેખાય છે, જેનું સ્પષ્ટ ભાન કરવું એ વર્તમાન “યુગધર્મ' તરીકે સમજાય છે. આ “અનેકાન્ત સંસ્કૃતિ' સત્યપ્રતીતિમાં ભૌગોલિક મર્યાદાઓ ન જ સ્વીકારે, એટલે પશ્ચિમાદિ દેશોમાં વૈજ્ઞાનિક અને સાત્વિક બુદ્ધિએ જે અનેક “ધમાં નું પ્રતિપાદન કર્યું હોય અને જેમની સત્યપ્રતીતિ થતી હોય તેમની સંગતિ કરે તો જ અનેકાન્તાત્મક વસ્તુઓનું ભાન ઉત્તરોત્તર સમૃદ્ધ થતું જાય! - આ અનેકાન્ત દર્શન ભૌગોલિક મર્યાદા નહિ સ્વીકારે, પણ તે જે પ્રયોજનથી પ્રેરિત થયું છે તેની મર્યાદા તો સ્વીકારશે, અને તે પ્રયોજન તે આત્મદર્શન. શ્રીમદ્રાજચંદ્રના શબ્દમાં: વસ્થાનક સંક્ષેપમાં દર્શન પણ તે સમજાવા પરમાર્થને કહ્યાં જ્ઞાનિયે એહ અને તે પદની સર્વાગતા મોક્ષમાર્ગ નિર્ધાર. અને આત્માર્થી અને જિજ્ઞાસુનું લક્ષણ પણ તેમના શબ્દમાં: કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષા ભવે ખેદ અંતર દયા ત્યાં આત્માર્થ નિવાસ તે કહિયે જિજ્ઞાસ. જે અનેકાનાવાદ આ પ્રયોજનથી પ્રેરિત ન હોય અને તેમાં કૃતાર્થ ન થાય તો જૈન દર્શન એવા અનેકાન્તવાદને નહિ સંઘરે; એને મિક જ કહેશે. | ('રજત મહોત્સવ ગ્રંથ'માંથી સાભાર) નોધ : 1. અંગ્રેજી ફિલસૂફીમાં અદ્વૈત Absolute નો કેવી રીતે સ્વીકારે છે તે વિચારવા જેવું છે. સ્થાપક Brodiey પણ સમાન વિચારસરણી
Page #42
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 4. ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં જૈન ધર્મનો ફાળો - ખુશાલદાસ જગજીવનદાસ દરેક દેશ કે પ્રજાને પોતપોતાની સંસ્કૃતિ હોય છે અને એ સંસ્કૃતિને ઘડવામાં ત્યાંની પ્રત્યેક વ્યક્તિનો, ભૌગોલિક પરિસ્થિતિનો, ઇતરદેશીય આક્રમણોનો તેમની સાથેના વ્યાપારિક સંબંધોનો ઇત્યાદિનો ઓછોવત્તો હિસ્સો હોય છે. તે બધામાં ધર્મોનો સૌથી વિશેષ મહત્ત્વનો હિસ્સો હોય છે. આર્યાવર્તને આંગણે જે સંસ્કૃતિ વિકસી છે, તેના ઘડતરમાં અનેક પ્રજા અને ધર્મોએ યથામતિ પોતપોતાની કળા અને કુશળતા અજમાવી છે. વેદવ્યાસ, વાલ્મીકિ, હેમચંદ્ર કે રવીંદ્ર જેવા ઋષિરાજોએ તેને પોતાની કલ્પના પછી દ્વારા વિવિધ રંગે રંગીને તેને સુશોભિત કરી છે; રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર કે મોહનદાસ જેવા મહાત્માઓએ પોતપોતાની વિશિષ્ટ શક્તિ દ્વારા તેને સવાંગ સુંદર બનાવેલ છે, પાણિનિ, પતંજલિ, કણાદ, કપિલ, યાજ્ઞવલ્ય, મનુ કે ભદ્રબાહુ જેવાઓએ સંસ્કૃતિના વૃક્ષને જલસિંચન કર્યું છે; સિદ્ધસેન, સમંતભદ્ર, શંકરાચાર્ય, કુમારિક, નાગાર્જુન કે હરિભદ્ર જેવાઓએ તેને પોતાની વિલક્ષણ તાર્કિક બુદ્ધિની એરણ પર ચડાવીને કસી જોઈ છે; અશોક, સંપ્રતિ, ખારવેલ, વિક્રમાદિત્ય, હર્ષવર્ધન કે કુમારપાળ જેવા ચક્રવર્તીસમા રાજાઓએ તેને ફેલાવી છે; તુલસીદાસ કે તુકારામ, કબીર કે મીરાં, આનંદઘન કે યશોવિજય, રાજચંદ્ર કે રામકૃષ્ણ જેવા સંત હૃદયોએ તેને સંસ્કારીને સમૃદ્ધ કરેલ છે. દ્રાવિડીપ્રજા, આર્યપ્રજા, હુણ, શક કે મુસ્લિમ ટોળાંઓએ તેને પોતપોતાની અસરધારા ઓપ આપેલ છે તથા તેને પોતાની બનાવવા કોશિશ પણ કરેલ છે; આર્યાવર્તના આદિ કવિથી તે કવિસમ્રાટ કાલિદાસ અને
Page #43
--------------------------------------------------------------------------
________________ ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં જૈન ધર્મનો ફાળો આજ સુધીના કવિઓએ તેને મુક્તકંઠે ગાઈ છે, એટલું જ નહિ પણ નિત્યનૂતન કલ્પનાઓ દ્વારા તેને શણગારતા રહ્યા છે. એ રીતે પોતાનું અર્થ તેને ચરણે ધરેલ છે. આમ સંસ્કૃતિના ઘડતરમાં, તેના પોષણમાં, વિકાસમાં, વિસ્તારમાં તથા તેને સદૈવ લાવણ્યમયી રાખવામાં આર્યાવર્તના પ્રત્યેક પ્રાણનો હિસ્સો જણાઈ આવે છે. આર્ય આદર્શ સંસ્કૃતિની વિશેષતા જ એ છે કે તે સર્વ શિષ્ટ અને સંસ્કારી વિચારોને અપનાવી પોતાના કરી લે છે અને પોતાની ગોદમાં સૂનાર સૌને તેવા બનાવવાની કોશિશ કરે છે; વિવિધ વૃત્તિ અને વ્યવસાયના માણસોને પણ તે એક સૂત્રમાં નાથે છે; સૌને માટે તે આદર્શરૂપ રહે છે. એ આદર્શન જાણવો હોય તો આપણે જીવનના વિવિધ ક્ષેત્રે વિચરી રહેલા ભારતીય આત્માઓના આદર્શને જોવો અને જાણવો પડશે. ભારતવર્ષ પર નજર ફેંક્તાં જ આપણને જણાય છે કે પોતાની વિષાણાને તૃપ્ત કરવા મથતો વેપારી અર્થના ત્યાગમાં જ સંતોષ માને છે. યુદ્ધઘેલો યોદ્ધો અન્યના સંરક્ષણમાં જ પોતાને કૃતકૃત્ય માને છે. કવિ કે કલાવિદ્ પોતાનાં શ્રેષ્ઠ પાત્રોની શ્રેષ્ઠતા તેમની સદાચાર, સંયમ, ત્યાગ, તપસ્યા, દયા, દાન, ન્યાય, નીતિ કે પરોપકાર જેવી વૃત્તિની વિશિષ્ટતામાં જ જુએ છે, કુટુંબવત્સલ ગૃહપતિ આખરે કુટુંબના ત્યાગમાં જ આત્મશ્રેય દેખે છે. સર્વસ્વનો ત્યાગ કરનાર સંતપુરુષો આત્મધર્મની ઓળખને જ શ્રેષ્ઠ ગાગે છે. આ બધા ઉપરથી એમ કહી શકાય કે સત્ય, સદાચાર, સંયમ, ત્યાગ, પરોપકાર, પ્રેમ અને પરીષહ દ્વારા આત્મધર્મનો સાક્ષાત્કાર કરી શાશ્વત સુખ મેળવવું એ જ આર્ય આદર્શ છે. એ આદર્શને દરેક માણસ પોતાના ક્ષેત્રમાં નજર સમક્ષ રાખે છે અને પોતાનો જીવનકમ ઘડે છે. વિવિધ ક્ષેત્રે દેખાતા જીવનના વિધવિધ કમોમાં રહેલી આ એકરાગતા જ આર્યસંસ્કૃતિ છે. લેખનો ઉદેશ આ નાના લેખમાં જૈન ધર્મ,તેના પ્રવર્તક, પ્રચારક અને સંરક્ષક મહાપુરુષોએ આજની આર્યાવર્તની સંસ્કૃતિ ઘડવામાં પોતાનો જે ફાળો આપ્યો છે, તેનો
Page #44
--------------------------------------------------------------------------
________________ 23 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ સંક્ષેપમાં નિર્દેશ કરવો એ જ ઉદ્દિષ્ટ છે. આદિ તીર્થકર ઋષભદેવથી ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ પહેલાના સમયને આપણે અનૈતિહાસિક માની લઈએ તો પણ પાર્શ્વનાથ અને મહાવીરનાં અનુપમ ચરિત્રો, એમનો આદર્શ ઉપદેશ અને એમના અનુયાયીઓનાં ધાર્મિક જીવન આપણને ખાતરી કરાવે છે કે તે મહાપુરુષોએ માનવી જીવનનું ધ્યેય નક્કી કરીને અને ધ્યેયસિદ્ધિના ઉપાયોને વ્યવસ્થિત રીતે સુધારી તેમાં ઉમેરો કરીને આર્યસંસ્કૃતિને વિશુદ્ધ અને વિસ્તૃત બનાવી છે. મહાવીરના સમયની પરિસ્થિતિ એ તો સર્વવિદિત છે કે બુદ્ધ અને મહાવીર સમકાલીન હતા, તે સમયે વૈદિકધર્મ પ્રચલિત હતો. એ બન્ને મહાપુરુષોના ઉપદેશ ભર્યા આગમોમાં અને પિટકગ્રંથોમાં તત્કાલીન પરિસ્થિતિનો પરિચય આપતા અનેક પ્રસંગો નોંધાયા છે. તે પરથી તેમજ વૈદિક વાય ઉપરથી આપણે વૈદિક માન્યતાઓનો અને તે વખતની પરિસ્થિતિનો અભ્યાસ કરી શકીએ છીએ. યજ્ઞયાગ અને વર્ણાશ્રમવ્યવસ્થા વૈદિક ધર્મની વિશેષતા છે. કોઈપણ ધર્મનો ઉદય તેની પ્રજાના ઐહિક અને આત્મિક સુખશાંતિના વિકાસ અર્થે જ થાય છે. યજ્ઞયાગ કે વર્ણાશ્રમવ્યવસ્થા આર્યાવર્તના અભુદય અર્થે જ હતાં, પણ ભગવાન મહાવીર અને બુદ્ધના સમયે ધર્મનાં તે સુંદર તત્ત્વો સડી ગયાં હતાં. જૈન અને બૌદ્ધ મૂળ ધર્મગ્રંથોમાં આવતાં યજ્ઞયાગનાં દિલ કંપાવનારાં વર્ણનો ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે દેશમાં દાનવૃત્તિની અને સુખશાંતિની વૃદ્ધિ અર્થે થતા યજ્ઞો પ્રજાની સર્વશ્રેષ્ઠ સંપત્તિરૂપ પશુઓની સ્વાહા' બોલાવતા. પ્રજાનાં હજારો પશુઓનો થતો વધ સુખશાંતિ અર્પવાને બદલે, સંતાપ અને વિલાપ જ અપી જતો. પ્રજા પાસેથી પરાણે લેવાતાં પશુઓ અને નજરાણાંઓએ તેનામાં ભયની અને તિરસ્કારની લાગણી પૂરતા પ્રમાણમાં પ્રવર્તાવી હતી. પરંતુ માત્ર યજ્ઞયાગ સંબંધ અસંતોષ કે તિરસ્કાર ન હતો, વર્ણાશ્રમવ્યવસ્થામાં પણ જન્મગત ઊંચનીચના ભેદભાવોએ એટલું જ તીવ્રરૂપ લીધેલું હતું. બ્રાહ્મણો પોતાને જ સર્વત્ર શ્રેષ્ઠ સમજતા હતા. હલકા કુળના લોકોને અસ્પૃશ્ય અને ત્યાજ્ય ગણતા. સ્પર્શની બાબતમાં તેમનો સામાજિક બહિષ્કાર
Page #45
--------------------------------------------------------------------------
________________ 24 ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં જૈન ધર્મનો ફાળો હતો. તેમની પાસેથી ગુલામોની માફક કામ લેવાતું, જ્યારે તેમને વળતર અતિ અલ્પ અપાતું. તેમને ધર્મશાસ્ત્રો ભણવાનો કે ત્યાગી બનવાનો અધિકાર નહિ, સમાજમાં ભળવાની કે સમાજની સેવા મેળવવાની તેમનાથી કલ્પના સરખી પણ કરાય નહિ. વર્ણવ્યવસ્થા સંબંધે આવી માન્યતા કે ભાવના, માનવ આત્માની એકતાની દષ્ટિએ કે તેનાં હૃદય તથા બુદ્ધિની સમાનતાની દષ્ટિએ અમાન્ય અને ત્યાજ્ય જ કહેવાય. આશ્રમવ્યવસ્થા ગમે તેટલી સારી હશે પણ મહાવીર વખતે તે વિકૃતિને વરી ચૂકી હતી. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યસ્તાશ્રમ-એ ચાર આશ્રમોમાંથી પ્રત્યેક માણસે-ખાસ કરીને ઉચ્ચ ગણાતી બ્રાહ્મણ જાતિએ-પસાર થવું જ પડતું. બ્રહ્મચારી રહેવા ઇચ્છતા કોઈને બ્રહ્મચર્યનો ત્યાગ ન કરવો હોય તો તે સાધારણતયા તેમ કરી શકતો નહિ. તેની સામે વેદો, ઉપનિષદો કે સ્મૃતિગ્રંથો આવીને લાલબત્તી ધરી દેતા કે “પુત્ર વિના મરણ પામનારની સદ્ગતિ થતી નથી, પણ અવગતિ થાય છે, જો વંશવૃક્ષનો વિચ્છેદ કરવામાં આવે તો પિતૃઓનું તર્પણ કોણ કરશે?' ઇત્યાદિ. આ તો દેશના દૈનિક જીવનમાં દેખાતી અસંગતતાનો વિચાર થયો. પરંતુ ગૃહોનો ત્યાગ કરી, જંગલમાં જઈ દેહદમન કરનારા જટાધારી સાધુઓનો મોટો ભાગ જન્મ, જરા અને મરણનો પરિતાપ ટાળવા રૂપ આર્યઆદર્શને ભૂલ્યો હતો. માત્ર સ્વર્ગ કે ચક્રવર્તીપણું, અમુક સિદ્ધિઓ કે અમુક અભિલાષાઓ જ આદર્શરૂપે દેખાતાં. તેમને માટે તે તપ કરતા અને તેમને મેળવતા પણ. એથી જ કેટલાય ત્યાગીઓ તામસી વૃત્તિના જણાતા. તપશ્ચરણવિધિમાં અંતરાય પાડનાર પશુ, પક્ષીઓ કે માનવીઓ તેમની તેજ શક્તિનો ભોગ થયાનું આપણે સાંભળ્યું છે. આત્મજ્ઞાનના સાધનભૂત યોગવિદ્યામાં પણ હઠયોગ પ્રધાનતા ભોગવતો હતો અને હઠયોગથી સધાતી સિદ્ધિઓમાં તેઓ અટવાઈ જતા હતા. આમ સાત્ત્વિક વૃત્તિના સંવર્ધન માટે સાદું અને સંયમી જીવન સ્વીકારનાર સાધુઓ વાસ્તવિક રીતે તામસી કે રાજસી વૃત્તિમાં જ વીંટળાઈ રહેતા. આ ઉપરાંત દીર્ધનિકાયાદિ બૌદ્ધ ગ્રંથોમાં અને સૂયગડાંગાદિ જેનગ્રંથોમાં ભિન્ન ભિન્ન મતવાળાઓનાં વર્ણનો ખૂબ મળે છે. તે ઉપરથી જણાય છે કે તે દરેકનો અભિપ્રાય અલગ અલગ રહેતો. “નારી મુનિર્યચ માં ને મિનનું આવી રીતે સૌ પોત-પોતાની ચોકાબાજીમાં ફસાએલા નજરે
Page #46
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 25 પડતા હતા. ટૂંકમાં સમાજજીવનના અને ધર્મજીવનના નાના મોટા પ્રત્યેક અંગમાં વિકૃતિનો વિલાસ વતી રહ્યો હતો. ભગવાન પાર્શ્વનાથ અને મહાવીરે આ વિકૃતિ સામે વિરોધ નોંધાવ્યો. એ વિરોધ દર્શાવતાં તેમણે જે જે સનાતન સત્ય જગત સમક્ષ રજૂ કર્યા, તે સત્યો જ ભારતવર્ષને, ભારતીય સંસ્કૃતિને જૈન ધર્મની, તેને પ્રવર્તકોની અને પોષકોની ભેટ છે. એમાંનાં કેટલાકનું અતિ સંક્ષિપ્ત નિરૂપણ નીચે પ્રમાણે છે. 1. અહિંસાના પરિપૂર્ણ પાલનનો આદર્શ અહિંસાના પરિપૂર્ણપાલન માટે જૈન ધર્મે અસાધારણ આગ્રહ સેવ્યો છે. તે માને છે કે દરેક પ્રાણ, ભૂત, જીવ કે સત્વનો આત્મા સમાન છે, દરેકને જિજીવિષા સરખી છે, સૌને સુખ પ્રિય છે અને દુખ અપ્રિય છે તેથી આ મહાનિયમ જેટલો સામાન્ય અને સર્વવ્યાપી છે તેટલું જ સર્વવ્યાપી અહિંસાનું પાલન હોવું જોઈએ. તેના પાલનમાં કોઈપણ પ્રકારનો અપવાદ ધર્મરૂપ નથી. અહિંસા એ જ ધર્મ અને ધર્મ એ જ અહિંસા, સંયમ અને તપ તેને સર્વાગ સંપૂર્ણ બનાવવા માટે જ છે. સૂયગડાંગસૂત્રમાં કહ્યું છે “જ્ઞાનમાત્રનો સાર અહિંસાનું આચરણ છે.” દશવૈકાલિકમાં ગાયું છે “અહિંસા, સંયમ અને તપ એ જ ધર્મ છે.” એકેંદ્રિયથી લઈને પંચૅક્રિય સુધીના સર્વ જીવોનું વ્યવસ્થિત અને સૂક્ષ્મ વિભાજન અન્યત્ર કયાંય દેખવામાં આવ્યું નથી. સાધુઓની કાયિક, વાચિક કે માનસિક કોઈપણ નાનીમોટી પ્રવૃત્તિને અહિંસાની એરણે ચડાવી જોવાની અને તે સંબંધી સતત જાગૃતિ રાખવાની આગમોમાં ઠેકઠેકાણે આજ્ઞા કરવામાં આવી છે. આજ સુધીનો જૈન ધર્મનો અને ભારતનો ઇતિહાસ કહે છે કે જ્યાં જ્યાં જેનો ફેલાયા, ત્યાં ત્યાં તેમણે અહિંસાના આચરણ ઉપર અસાધારણ ભાર મૂકેલ છે; ત્યાં સુધી કે તે તે પ્રદેશના લોકોને માંસભક્ષણ કે યજ્ઞયાગ જેવા હિંસક ધાર્મિક ક્રિયાકાંડોને સદાને માટે છોડવા પડયા છે. ખરેખર ભારતવર્ષનો સાંસ્કૃતિક આદર્શ એક હોવાને કારણે જે જે ઉત્તમ હોય તેને તે તરત નિ:સંકોચ અપનાવી લે છે અને એ જ એની વિશેષતા છે.
Page #47
--------------------------------------------------------------------------
________________ ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં જૈન ધર્મને ફાળો 2. વિરોધી પ્રત્યે પણ સમભાવ કે કરગાભાવ અહિંસાના પરિપૂર્ણ પાલનના આગ્રહમાંથી જ “શ4 પ્રતિ શાઠ્ય પુત' જેવી રાજસી વૃત્તિને સ્થાને શઠં પ્રત્યપિ સત્યં કુર્યાત વા શિવં કુર્યાત નો સાત્વિક આદર્શ આગળ આવ્યો. વિરોધી પ્રત્યે પણ સમભાવ! કલ્યાણની કે કરુણાની બુદ્ધિ! પાર્થ અને મહાવીરનાં દષ્ટાંતો તેની સાબિતી માટે જ્વલંત દષ્ટાંત છે. કામઠ તાપસે આપેલ પરીષહો પાર્શ્વનાથે વેર લેવાની ભાવના વિના જ સમભાવપૂર્વક સહ્યા. “કોઈપણ દેવી, માનુષી કે પાશવી પરીષહો વા દરખો આવી પડે, તો તે સર્વેનો બદલો લેવાની ઇચ્છા વિના, કે તેમને દૂર કરવા બીજાની મદદ લીધા વિના સમભાવપૂર્વક સહન કરીશ” એવી ભીષણ પ્રતિજ્ઞાનું અક્ષરશ: પાલન કરનાર વર્ધમાન જ અહિંસાનો સંપૂર્ણ આદર્શ રજૂ કરી શકે કારણ કે અહિંસક આત્માની વૃત્તિમાં સમભાવ અને પ્રેમ-નિષ્કામ પ્રેમ-પ્રધાન સ્થાન ભોગવે છે. એ એમ માને છે કે આત્મશાંતિ અને વિશ્વશાંતિ માટે અહિંસાનો અમલ જો ઉત્તમ ઉપાય હોય, તો પોતા પ્રત્યે અન્યના અહિંસક વર્તનની અપેક્ષા અસ્થાને છે. આત્મગુણના વિકાસ માટે આંધળું અનુકરણ કેમ કરાય? ભૂલેલાની ભૂલ સુધારવા આપણે ભૂલ કેમ કરાય? તેની નજર સમક્ષ ફક્ત એટલું જ હોય કે હિંસા આત્માનું અને પરનું અહિત કરનારું તત્ત્વ છે. 3. સંયમ તથા તપનો આદર્શ સંયમ અને તપ રાગદ્વેષ ઉપરના વિજય માટે છે, આત્માની ઓળખ માટે છે, વિવેકજ્ઞાન પ્રગટાવવા માટે છે એ હકીકત પાર્થે અને મહાવીરે પોતાના આચરણ દ્વારા પ્રત્યક્ષ કરાવી. તેમણે બાળપ સામે પોકાર ઉઠાવ્યો. હઠયોગની પ્રક્રિયાને અલ્પસારવાળી કહી, અને તપનું તેમજ યોગનું કે ધ્યાનનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે સમજાવ્યું. તપના અર્થને અને હેતુને વધારે વિકસાવ્યા અને ઉદાત્ત બનાવ્યા. તેમણે એ સ્પષ્ટ સમજાવ્યું કે આત્મજ્ઞાનની ઓળખ વિનાનું તપ માત્ર દેહદમન છે. તે ઐહિક સુખપ્રાપ્તિ કે વિશિષ્ટ સિદ્ધિની પ્રાપ્તિ માટે છે એમ સમજવું એ મહાભ્રમ છે. માત્ર આત્મસાક્ષાત્કાર જ તેનો હેતુ હોઈ શકે. પાર્શ્વનાથને પરીષહો આપનાર કામઠ તાપસનું વર્ણન કદાચ રૂપકાત્મક હોય, તો પણ બાળતા સામેના પાર્શ્વના વિરોધની
Page #48
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 27 તે સાક્ષી પૂરે છે. આત્માને ઓળખ્યા વિનાના કાયકલેશની નિ:સારતા બતાવવા માટે એ જ્વલંત દષ્ટાંત છે. દરેક પ્રવૃત્તિ વખતે વિવેક જાળવવાનો અને અહિંસા પ્રત્યે વિશેષ આદર કેળવવાનો મૂક બોધપાઠ છે. માટે જ મહાવીર કહ્યું. પ્રત્યેક ધર્મકાર્ય યોગ છે. તેની સાધના માટે વિશિષ્ટ પ્રક્રિયામાંથી પસાર થવાની જરાય જરૂર નથી. 4. સર્વ જીવોની સમાનતા-કર્મસિદ્ધાંતની વૈજ્ઞાનિકતા એકેંદ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જે કોઈ જીવ આ જગત ઉપર લેવામાં આવે છે, તે સર્વે સમાન છે, તેમનું આત્મસ્વરૂપ એક છે, વિવિધતા દેખાય છે તે તો કર્માધીન છે. જે જીવ આજે એકૅક્રિય કે બે ઈંદ્રિયવાળો છે તે પહેલાં પંચેંદ્રિયવાળો હતો અને હવે પછી પણ થઈ શકશે, તથા જે આજે પંચૅક્રિયવાળો છે તે પહેલાં એકેંદ્રિયવાળો હતો અને હવે પછી પણ થઈ શકશે. માટે આજના પંચેન્દ્રિય જીવે એકેંદ્રિયને પણ પોતાના સમાન સમજવા જોઈએ તો પંચેંદ્રિયની તો વાત જ શી કે જે વર્તમાનમાં વિકાસની દષ્ટિએ સમાન ઇન્દ્રિયવાળો છે? મહાવીરના આ કર્મસિદ્ધાંતે ચાર વર્ષોમાં વિદ્યમાન જન્મગત ઊંચનીચભાવનાનો પ્રબળ વિરોધ કર્યો. તેમણે એ જાહેર કર્યું કે ચંડાળકર્મ કરનારો બ્રાહ્મણ ચંડાળ જ કહેવાય, બ્રાહ્મણ નહિ. સાત્ત્વિકવૃત્તિવાળો, ધર્મકર્મ કરનારો શૂદ્ર બ્રાહ્મણ કહેવાય, શૂદ્ર નહિ. જો બ્રાહ્મણને અને ચંડાળને ઇન્દ્રિયો સરખી છે, ભૂખ, તરસની સંવેદના સરખી છે, ક્રોધાદિકષાયોને વશ થવાની પામરતા કે નહિ વશ થવાની વીરતા સરખી છે, તો તે લોકો ધર્મકર્મથી, સંન્યસ્ત જીવનથી કે સમાજ તરફને વ્યવહારથી શા માટે વંચિત રહેવા જોઈએ? ગોરા અને કાળા વચ્ચેના ઊંચનીચભાવની આજે આપણે જે રીતે નિંદા અને વિરોધ કરીએ છીએ તે રીતે પ્રભુ મહાવીરે ચારે વર્ષો અને બીજી જાતિઓ વચ્ચેના ઊંચનીચભાવ સામે પોકાર ઉઠાવ્યો હતો. માણસને યોગ્યતાનુસાર સારો કે નરસો, બ્રાહ્મણ કે ચંડાળ, ભક્ત કે ભોગી કહી શકાય પણ જન્મથી તેમ કહેવો એ તો આત્માને નહિ ઓળખનાર અજ્ઞાની અને અભિમાની આત્મા જ કહી શકે, આત્મજ્ઞાનનો ઈચ્છક કદી નહિ.
Page #49
--------------------------------------------------------------------------
________________ 28 ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં જૈન ધર્મનો ફાળો 5. નિવૃત્તિને આદર્શ | સર્વસ્વનો ત્યાગ એ સંપૂર્ણ અહિંસકનું અનિવાર્ય આચરણ છે. જ્યાં પરિગ્રહ છે ત્યાં પ્રમાદ છે, હિંસા છે, પાપ છે. મુમુક્ષમાં મમત્વપ્રેમ એ પરસ્પર વિરોધી છે. તેથી જૈન ધર્મે ધર્માથી કે આત્માર્થી માટે સર્વસ્વનો ત્યાગ એક અનિવાર્ય શરત તરીકે રજૂ કર્યો. પરંતુ એ ત્યાગ સંપૂર્ણ બ્રહ્મચર્ય વિના ન જ સંભવે તેથી સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન પણ તેમને માટે અનિવાર્ય બન્યું. આ તરફથી વેદવિશારદ બ્રાહ્મણોને તે ખટકયું. તેઓ ગૃહસ્થાશ્રમી પણ હતા અને પરિગ્રહી પણ. તેમને આશ્રમવ્યવસ્થા સામે ઉપરનો આદર્શ એક ફટકા સમાન લાગ્યો; પણ મહાવીરના વિવેકે તો જાહેર કર્યું કે જો બ્રહ્મચર્યાશ્રમ શ્રેષ્ઠ હોય અને છે જ તો પછી માણસ શરૂઆતથી જ એટલે કે બ્રહ્મચર્યાશ્રમથી જ જીવનપર્યત બ્રહ્મચારી અને ત્યાગી રહે તો શું ખોટું? તેથી તો તેના આત્માનું અને સમાજનું ઉભયનું કલ્યાણ જ છે. જેની ઓછામાં ઓછી હાજતો હોય છે તે જ આત્મહિત અને પરિણામે જગતહિત વધારેમાં વધારે સાધી શકે છે. વચલા કે પછીના આશ્રમોની અનિવાર્યતાનો ત્યાગ કરીને અને માત્ર પહેલા આશ્રમમાં રહેનારાની ઉત્તમતાનો પ્રચાર કરીને તેમણે શ્રમણ સંસ્કૃતિની વિશેષતા જનતા સમક્ષ રજૂ કરી. તેમણે જાહેર કર્યું કે કામગુણો સંસારનાં મૂળ છે. કુટુંબકબીલામાં કે બીજે કયાંય આસકત રહેનારા માણસથી આત્મસાક્ષાત્કાર અનેક ગાઉ આઘો રહે છે. 6. અનેકાંતદષ્ટિ જૈન ધર્મની મહત્ત્વની વિશેષતા અનેકાંતદષ્ટિને તેના સ્વીકાર અને નિરૂપણમાં છે. કોઈ પણ એક વસ્તુને એક જ બાજુથી કે એક જ અપેક્ષાથી ન નિહાળતાં તેને બધી બાજુએથી જોવી વિચારવી અને પછી તે વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરવો એ અનેકાંતદષ્ટિ છે. એનું બીજું નામ ' છે સ્યાદ્વાદ. અનેકાંતવાદનું અપરના વિવેકવાદ કહી શકાય. એ એક મહાશક્તિ છે, જેનો આશ્રય લેનારને તે સ્થિર ગષક બનાવે છે, અત્યંત, જાગ્રત અને વિવેકશીલ રહેવા પ્રેરે છે. એની મદદથી ચાલનાર માણસ આચારક્ષેત્રે કે વિચારક્ષેત્રે, દાર્શનિકોની વચ્ચે કે આધ્યાત્મિકોની વચ્ચે, પ્રવૃત્તિમાં
Page #50
--------------------------------------------------------------------------
________________ 29 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ કે નિવૃત્તિમાં, સાધુઅવસ્થામાં કે ગૃહસ્થાશ્રમમાં જ્યાં ક્યાંય હોય ત્યાં પોતાનો વિવેક વાપરીને આત્મકલ્યાણને ઓળખી કાઢે છે. તેને માટે તે દીપક સમાન છે. દરેક વિચારને કે વર્તનને ચકાસવા માટે એ એક કસોટી સમાન છે. કેટલાક લોકો એને “સંશયવાદ' કહીને નિંદે છે, પણ તેમ કરનારા માત્ર તેમનું અજ્ઞાન જાહેરમાં મૂકવા સિવાય બીજું કશું વિશેષ નથી કરતા. એ તો અનેકાંશુ આદિત્ય છે. તેની સામે ધૂળ ઉડાડનાર, વાસ્તવિક રીતે પોતા પ્રત્યે જ ઉડાડે છે. ટૂંકામાં એ તો સંતોની સંતદષ્ટિ છે, જ્ઞાનીઓની જ્ઞાનદષ્ટિ છે, સાચા કર્મયોગીઓની કર્મદષ્ટિ છે. છેવટે આ વિચારણા ઉપરથી એટલું સમજી શકાયું હશે કે જૈન ધર્મે ભારતીય સંસ્કૃતિને માનવી સંસ્કૃતિ બનાવવા કેટલી કીમતી ભેટ આપેલ છે. પરંતુ એ ભેટ ભારતવર્ષને ચરણે જતાં હવે તે જેની નથી રહી પણ ભારતીય બની ગઈ છે. આજનો આપણો ભારતવર્ષનો ધાર્મિક આદર્શ પુરુષ અહિંસાના પરિપૂર્ણ અમલમાં જ સત્યનો સાક્ષાત્કાર જુએ છે. હિંદુધર્મને પૂર્ણ બનાવવા માટે વર્ણાશ્રમવ્યવસ્થાની અંદર રહેલા જે દોષોને કાઢવા તેઓ કહી રહ્યા છે અને પ્રયત્નો કરી રહ્યા છે, તે જ દોષોને દૂર કરવાનું કામ મહાવીરે કરેલું હતું. વળી તેઓ જે વિવેક, સમભાવ અને સ્થિરતાથી વસ્તુતત્વને નિહાળે છે, તે ઉપરથી જણાય છે કે તેઓ અનેકાંતદષ્ટિનું જ અનુશીલન કરે છે. તેથી કહેવું જોઈએ કે જૈન ધર્મની વિશેષતાઓ હવે ભારતવર્ષની સાંસ્કૃતિક વિશેષતાઓ બની ગઈ છે. *** ('રજત મહોત્સવ ગ્રંથમાંથી સાભાર)
Page #51
--------------------------------------------------------------------------
________________ 30 અમૃત મહોત્સવ સ્મૃતિ રથ 5. જૈન આગમ સાહિત્ય : એક ઝલક - માવજી કે. સાવલા જૈન ધર્મના તત્ત્વજ્ઞાનને આવરી લેતા મૂળગ્રંથો આગમ સાહિત્ય તરીકે ઓળખાય છે. જૈન તીર્થકર ભગવાન મહાવીરે આપેલ ઉપદેશ એમાં સમાવિષ્ટ છે. શ્વેતામ્બર મત પ્રમાણે આગમ સાહિત્ય મહાવીર પ્રણીત છે, અને ભગવાન મહાવીરના અગિયાર ગણધરોએ (પટ્ટશિષ્યોએ) એને સૂત્રબદ્ધ કર્યું છે, જ્યારે દિગમ્બર મતાનુસાર આગમ સાહિત્ય મહાવીરના મુખેથી ઉચ્ચારેલું છે; પરંતુ હાલ જે સાહિત્યો ઉપલબ્ધ છે તે મૂળ નથી. દિગમ્બર મતઅનુસાર મૂળ આગમ સાહિત્ય ઘણું બધું નાશ પામ્યું છે, આમ છતાં એમના ગ્રંથોમાં પ્રાચીન આગમોનો ઉલ્લેખ જોવા મળે છે. આ આગમ સાહિત્ય મહાવીરના નિર્વાણ પછી સદીઓ સુધી મૌખિક પરંપરારૂપે રહ્યું. મહાવીરના નિર્વાણ પછી લગભગ 80 વર્ષ બાદ આઈસ્કંદિલના સાન્નિધ્યમાં મથુરામાં સંમેલન યોજાયું અને એમાં આ આગમ સાહિત્યના સંકલનનો પ્રયાસ થયો. તેવીજ રીતે લગભગ એ જ અરસામાં વલભીમાં નાગાર્જુન નામે એક મૃતધર હતા, તેમણે વલભીમાં એક સંમેલન યોજ્યું. એ સંમેલનમાં એકઠા થયેલ સાધુઓએ ભુલાઈ ગયેલા સૂત્રો યાદ કરીને સંકલિત કર્યા, જેને વલભીવાચના તરીકે નામ આપ્યું, અને તેના નાગાર્જુનીય પાઠ તરીકે ઉલ્લેખ નંદીસૂત્ર અને સમવાયાંગ સૂત્રમાં મળે છે. મહાવીર સ્વામીના નિર્વાણ પછી આચાર્ય ભદ્રબાહુના સમયમાં પણ એક વાચના થઈ જેનો કાળ ઈ.સ. બીજી સદીનો ગણાય છે. આ વાચના નેપાળ દેશમાં થઈ હોવાનું કહેવાય છે. આ ઉપરાંત આવી અન્ય વાચનાઓ પણ
Page #52
--------------------------------------------------------------------------
________________ 21 જૈન આગમ સાહિત્ય : એક ઝલક થઈ હોવાનો સંભવ છે. મહાવીર નિર્વાણના આશરે 900 વર્ષ પછી (ઈ.સ. 453-466) વલભીમાં આચાર્ય દેવર્ધિગણિની નિશ્રામાં એક સંમેલન યોજાયું અને એમાં મૌખિક પરંપરામાં સચવાઈ રહેલ આ આગમ સાહિત્યને લેખિત સ્વરૂપ અપાયું. જર્મન વિદ્વાન ડૉ. યાકોબીના મત મુજબ વલભીમાં આગમોનો લેખનકાળ ઈ.સ. 453 નો છે. શ્વેતામ્બર પરંપરામાં કુલ્લે 45 આગમો માન્ય છે. પરંતુ એની સ્થાનકવાસી પરંપરામાં માન્ય આગમોની સંખ્યા ૩ર ગણાય છે. દિગમ્બર પરંપરાને આ સૂત્રો (પિસ્તાલીસ આગમ) આગમ ગ્રંથો તરીકે માન્ય જ નથી. દિગમ્બર પરંપરા આજથી બે હજાર વર્ષો પૂર્વે દક્ષિણ ભારતમાં થઈ ગયેલ આચાર્યશ્રી કુંદકુંદાચાર્ય શ્રી રચિત સૂત્રોને સશસ્ત્ર તરીકે સ્વીકારે છે, જેમાં પંચપરમાગમ તરીકે ઓળખાતા નીચે મુજબના પાંચ ગ્રંથો પ્રસિદ્ધ છે. (1) સમયસાર (4) નિયમસાર (2) પ્રવચનસાર (5) અષ્ટપાહુડી (3) પંચાસ્તિકાય જૈન શ્વેતામ્બર પરંપરામાં માન્ય 45 આગમોની સંક્ષિપ્ત વિગતો નીચે મુજબ છે. (1) અગિયાર અંગસૂત્રો: અંગસૂત્રો કુલ 12 હતાં. પરંતુ ૧૨મું અંગદષ્ટિવાદ વિચ્છેદ પામેલ હોવાથી વર્તમાનકાળે અગિયાર અંગસૂત્રો વિદ્યમાન છે. (1) આચારાંગ (7) ઉપાસકદશાંગ (2) સૂત્રકૃતાંગ (8) અંતકૃદશાંગ (3) સ્થાનાંગ (9) અનુત્તરીયપાતિક દશાંગ (4) સમવાયાંગ (10) પ્રશ્ન વ્યાકરણ (5) વ્યાખ્યા, પ્રજ્ઞપ્તિ (11) વિપાકશ્રુતાંગ (6) જ્ઞાતાધર્મકથાગ
Page #53
--------------------------------------------------------------------------
________________ 32 અમૃત મહોત્સવ સ્મૃતિ રથ (2) બાર ઉપાંગસૂત્રો: દ્વાદશાંગીમાં વર્ણવેલ અનેક વિષયોમાંથી અમુક અમુક વિષયો ઉપર વિશેષ વિવેચન કરનારાં શાસ્ત્રોને ઉપાંગસૂત્રો કહે છે; તે નીચે મુજબ છે. (1) આપયાતિક (7) ચંદ્ર પ્રજ્ઞપ્તિ (2) રાજપ્રશ્નીયા (8) નિરયાવલિકા (3) જીવાજીવાભિગમ (9) કલ્પાવતંસિકા (4) પ્રજ્ઞાપના (10) પુપિકા (5) સૂર્યપ્રજ્ઞપ્તિ (11) પુષ્પચૂલિકા (6) જંબુદ્દીપ પ્રજ્ઞપ્તિ (12) વૃષ્ણિદશા (3) છ છેદસૂત્રો: સંયમ માર્ગે પ્રયાણકરતાં મુનિજીવનમાં થઈ જનાર દોષોની વિશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત આદિની વ્યવસ્થા દર્શાવનાર આ સૂત્રો નીચે મૂજબ છે. (1) નિશીથ (4) દશાશ્રુતસ્કંધ (2) બૃહત્કલ્પ (5) જિતકલ્પ (3) વ્યવકાર (6) મહાનિશીથ (4) ચાર મૂલસૂત્રો: શાસ્ત્રની ઉત્પત્તિ, સ્થિતિ અને રક્ષણના પ્રાણસમાં ચારિત્રના પાયાને મજબૂત કરનારા, શ્રુતજ્ઞાનના સાચા અધિકારી બનવાની યોગ્યતાનું ઘડતર કરનારા સંયમી જીવનનાં મૂળસૂત્રો છે. (1) આવશ્યક સૂત્ર (3) ઔધ નિયુક્તિ પિંડ નિર્યુક્તિ. (2) દશવૈકાલિક સૂત્ર (4) ઉત્તરાધ્યયન સૂત્ર (5) દસ પ્રકીર્ણકો (પન્ના): ચિત્તના આરાધક ભાવને જાગૃત કરનારા જે નાના નાના ગ્રંથો છે તે આવા દશ પ્રકીર્ણકો નીચે મુજબ છે.
Page #54
--------------------------------------------------------------------------
________________ ન આગમ સાહિત્ય : એક ઝલક 33 (1) ચતુશરણ (6) સંસ્મારક (2) આતુર પ્રત્યાખ્યાન (7) ગચ્છાચાર (3) મહા પ્રત્યાખ્યાન (8) ગણિવિદ્યા (4) ભક્ત પરીક્ષા (9) દેવેન્દ્રસવ (5) તંદુલ વૈચારિકા (10) મરણ સમાધિ (6) બે ચૂલિકાસૂત્રો: આ બંને આગમ દરેક આગમના અંગભૂત છે. નંદી સૂત્ર દરેક આગમની વ્યાખ્યાના આરંભે મંગલરૂપ છે; અને અનુયોગદ્વારસૂત્ર આગમોની વ્યવસ્થિત વ્યાખ્યા માટે સવિસ્તર માહિતી આપનાર વ્યાખ્યા ગ્રંથ છે. આ બે સૂત્રોના વ્યવસ્થિત અભ્યાસ વિના જૈન આગમોનું સાચું રહસ્ય જાણી શકાતું નથી. (1) નંદી સૂત્ર (2) અનુયોગદ્વાર સૂત્ર આમ કુલ્લે 45 આગમોનું ગાથા પ્રમાણ નીચે મુજબ છે. 11 અંગસૂત્રો 36044 ગાથાઓ 12 ઉપાંગસૂત્રો 6 દસૂત્રો 4 મૂલસૂત્રો 22656 10 પ્રકીર્ણકો 2107 2 ચૂલિકાસૂત્રો 2599 45 98386 આ ઉપરાંત જુદાં-જુદાં મૂલ સૂત્રો ઉપર અનેક ગ્રંથો, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા વગેરે સ્વરૂપે લખાયા છે. જેની એકંદર ગાથા પ્રમાણ નીચે 2540 મુજબ છે. નિર્યુકિત ભાગ 4918 82678 143847 371838 ચૂર્ણિ 603282
Page #55
--------------------------------------------------------------------------
________________ 34. અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 45 મૂળ આગમ સૂત્રોની ગાથાઓ 98786 જુદા જુદા મૂલ સૂત્રો પર ટિપ્પણીની ગાથાઓ + 603282 કુલ ગાથાઓ 782068 આ 45 આગમોના (1) મૂળસૂત્રો (2) તેની નિર્યુક્તિઓ (3) ભાષ્યો (4) ચૂર્ણિઓ અને (5) ટીકાઓ વૃત્તિઓ એમ દરેકના પાંચ અંગો છે જે પંચાંગી કહેવાય છે. અને એ દરેક પ્રમાણભૂત ગણાય છે, આમ કુલ સાત લાખ ગાથા પ્રમાણ જેટલું આ સાહિત્ય છે. - આ સાત લાખ ગાથાઓ અભ્યાસપૂર્વક કોઈ વાંચવા ઇચ્છે તો પણ આજના આ અત્યંત ત્રસ્ત અને વ્યસ્ત એવા કાળમાં કોણ નિરાંતે વાંચી શકે? એકલાખ ગાથા પ્રમાણવાળા ‘મહાભારત' ગ્રંથમાંથી ભગવદ્ગીતા જેવો સાતસો એક (701) ગાથાઓનો અમરગ્રંથ હિન્દુધર્મને પ્રાપ્ત થયો અને આજે હિંદુધર્મનો એ મુખ્યગ્રંથ ગણાય છે. જેવી રીતે ઈસ્લામનો ધર્મગ્રંથ કુરાન છે, ખ્રિસ્તી ધર્મનો માનગ્રંથ બાઈબલ છે, હિન્દુધર્મનો મુખ્યગ્રંથ ભગવદ્ગીતા ગણાય છે, બૌદ્ધ ધર્મનો ધમ્મપદ છે, એવી જ રીતે જૈન ધર્મનો કોઈ એક પ્રતિનિધિ સર્વ સામાન્ય ગ્રંથ હોવો જોઈએ એવા વિચારને કેન્દ્રમાં રાખીને વિનોબા ભાવેની પ્રેરણાથી 1976 માં ‘સમણસુત્ત' શીર્ષક હેઠળ એક ગ્રંથનું પ્રકાશન યજ્ઞ પ્રકાશન સમિતિ (વડોદરા) તરફથી થયું. અનેક જૈનાચાર્યો, જૈન વિદ્વાનોએ સાથે મળીને મૂળ આગમ ગ્રંથો અને અન્ય કેટલાક પ્રાચીન સૂત્રગ્રંથોમાંથી 756 ગાથાઓ પંસદ કરીને આ સમગસુત્ત’ ગ્રંથની રચના કરી. એમાં અર્ધમાગધી ભાષામાં મૂળ ગાથાએ ગાથાનો સંસ્કૃતપદ્યાનુવાદ મૂકવામાં આવ્યો છે, અને સામા પાના ઉપર ગાથાનો ગુજરાતી ગદ્યાનુવાદ છે, જે શ્રી અમૃતલાલ ગોપાગીએ કર્યો છે. જૈન ધર્મમાં માત્ર જડક્રિયાકાંડ અને દમનની જ વાત છે એવી કંઈક છાપ લઈને આજનો એક મોટો બૌદ્ધિક ગણાતો અને સુશિક્ષિત વર્ગ વીસમી સદીના નવા-નવા ચિંતન પ્રવાહો અને સાધના પદ્ધતિઓ તરફ વળ્યો છે, આકર્ષાયો છે. હકીકતમાં જૈન આગમસૂત્રોમાં વર્તમાન જીવનશૈલી અને ચિંતન પ્રવાહો સાથે સુસંગત કહી શકાય તેવી અનેક ગાથાઓ જોવા મળે છે. કંઈક આવા સંદર્ભમાં જ અહીં માત્ર થોડીક પસંદ કરેલ ગાથાઓ
Page #56
--------------------------------------------------------------------------
________________ 35 નિ આગમ સાહિત્ય : એક ઝલક 'સમણસુd માંથી નમૂના તરીકે પ્રસ્તુત છે. અહીં પ્રત્યેક ગાથાનો ગુજરાતી ઘાનુવાદ જ આપવામાં આવે છે. ગાથાને છેડે કૌસમાં મૂકવામાં આવેલ માંક સમણસુત્ત’ માંનો ક્રમાંક સમજવાનો છે: (1) રત્નત્રય જ ‘ગણ” કહેવાય છે. મોક્ષમાર્ગ ઉપર ગમન કરવાને ‘ગચ્છ' કહે છે. સંઘ એટલે ગુણનો સમૂહ અને નિર્મળ આત્મા જ ‘સમય’ કહેવાય છે. (2) જે સમયે જીવ જેવો ભાવ ધારણ કરે છે તે સમયે તે તેવાં જ શુભ અશુભ કર્મો વડે બંધાય છે. (57) (3-4) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય - સંક્ષેપમાં આ આઠ કર્મો છે. (64-65) (5). આ પુરુષ અનેકવાર ઉચ્ચગોત્ર અને અનેકવાર નીચગોત્રનો અનુભવ કરી ચૂક્યો છે, માટે તેથી નથી કોઈ હીન કે નથી કોઈ અતિરિક્ત (એટલા માટે એણે ઉચ્ચગોત્રની) ઇચ્છા ન કરવી (આ પુરુષ અનેક વખત ઉચ્ચગોત્ર અને નીચ ગોત્રનો અનુભવ કરી ચૂક્યો છે) આવું જાણ્યા પછી ગોત્રવાદી કોણ હોઈ શકે? કોણ માનવાદી હોઈ શકે? (6) દુજે યુધ્ધમાં જે હજારો યોદ્ધાઓને જીતે છે તેની અપેક્ષાએ જે એકલી પોતાની જાતને જ જીતે છે તેનો વિજય પરમ વિજય (125) (7) પરિગ્રહને કારણે જીવ હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચોરી કરે છે, મિથુન સેવે છે અને અત્યધિક આસક્તિ કરે છે. (આ પ્રકારે પરિગ્રહ પાંચેય પાપોની જડ છે.) (140) (8) જેને તું હણવા યોગ્ય માને છે તે તું પોતે જ છે. જેને તું આજ્ઞામાં રાખવા યોગ્ય માને છે તે પણ તું પોતે જ છે. (152) 9) જિનેશ્વર દેવે કહ્યું છે - રાગ વગેરેની અનુત્પત્તિ અહિંસા છે અને એની ઉત્પત્તિ હિંસા છે. (153) 10) જે પુણ્યની ઇચ્છા કરે છે એ સંસારની જ ઇચ્છા કરે છે. પુણ્ય સદ્ગતિનો હેતુ (જરૂર) છે. પરંતુ નિર્વાણ તો પુણ્યના ક્ષયથી જ થાય છે. (19)
Page #57
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ (11) પુરુષને બંને બેડીઓ બાંધે છે ભલે પછી એ બેડી સોનાની હોય કે લોખંડની હોય. આ પ્રમાણે જ જીવને એનાં શુભ-અશુભ કર્મો બાંધે છે. (2001) (12) હે યોગી! અગર જો તું પરલોકની આશા કરે છે તો ખ્યાતિ, લાભ, પૂજા અને સત્કારાદિ શા માટે ચાહે છે? શું એથી તને પરલોકનું સુખ મળશે? (235) તું મહાસાગર તો પાર કરી ગયો છે તો પછી કિનારા પાસે પહોંચીને કેમ ઊભો છે? એને પાર કરવામાં શીઘતા કર, હે ગૌતમ! ક્ષણભરનો પણ પ્રમાદ ન કર (241) (14) જેવી રીતે દોરી પરોવાયેલી સોય પડી ગયા પછી ખોવાઈ જતી નથી એવી રીતે ‘સસૂત્ર' અર્થાત શાસ્ત્રજ્ઞાનયુક્ત જીવ સંસારમાં હોવા છતાં નાશ પામતો નથી. (15) જેવી રીતે અંધની આગળ લાખો કરોડો દીવા પ્રકટાવવા વ્યર્થ છે તેવી રીતે ચારિત્રશૂન્ય પુરુષનું વિપુલ શાસ્ત્રાધ્યયન પાણ અર્થહીન | (248) (16) શ્રમણ જો સમતા વિનાનો હોય તો તેનો વનવાસ, કાય-કલેશ, વિચિત્ર-ઉપવાસ, અધ્યયન અને મૌન બધું જ નકામું છે. (353) (17) (સંયમ માર્ગમાં) વેશ પ્રમાણ નથી કારણ કે એ તો અસંયત લોકોમાં પાણ જોવામાં આવે છે. વેશ બદલનાર વ્યક્તિને શું ખાધેલું વિષ (ઝેર) મારતું નથી? (356) (18) લોકમાં સાધુઓ તથા ગૃહસ્થોના વિવિધ પ્રકારનાં લિંગ પ્રચલિત છે. જેને ધારણ કરીને અમુક લિંગ (ચિન) મોતનું કારણ છે એવું મૂઢ જન કહેતા ફરે છે. (358) (19) તૃણ અને સોનું, શત્રુ અને મિત્રમાં સમભાવ રાખવો એને સામાયિક કહે છે, એટલે કે રાગદ્વેષરૂપ અભિળંગ રહિત (ધ્યાન અથવા અધ્યયનરૂપ) યોગ્ય પ્રવૃત્તિ - પ્રધાન ચિત્તને સામાયિક કહે છે. (425) (20) જે શાસ્ત્રાભ્યાસ (સ્વાધ્યાય) માટે થોડો આહાર કરે છે એને જ આગમોમાં તપસ્વી કહેવામાં આવ્યા છે. શ્રુતવિહીન અનશન તપ તો કેવળ ભૂખનો આહાર, ભૂખે મરવું કહેવાય છે. (443)
Page #58
--------------------------------------------------------------------------
________________ 37 (ર) આ જૈન આગમ સાહિત્ય : એક ઝલક (21) બાહ્ય અને અભ્યતંર એમ બાર પ્રકારનાં તપમાં સ્વાધ્યાય જેવું કોઈ તપ નથી, હતું નહિ ને હશે પણ નહિ. (479) | (રર) અજ્ઞાની વ્યક્તિ તપ દ્વારા કરોડો જન્મો અથવા વર્ષોમાં જેટલાં કર્મો ક્ષય કરે છે તેટલાં કર્મોનો નાશ જ્ઞાની વ્યક્તિ ત્રણ ગુપ્તિઓ દ્વારા એક શ્વાસ માત્રમાં કરે છે. (612) આ પ્રમાણેનો આ હિતોપદેશ અનુત્તરજ્ઞાની, અનુત્તરદશ તથા અનુત્તરજ્ઞાનદર્શનને ધારણ કરેલા છે જેણે, એવા જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે વિશાલા નગરીમાં દીધો હતો. (745) જેન એકત્વનો અને જૈન દર્શનનો વિધિપુર:સરનો પાયો અને આધાર બની શકે એવો આ ગ્રંથ ઉપેક્ષિત જ રહ્યો એ પણ વિધિની જ વકતા! ભગવદગીતા વિષે લખાયેલા અન્ય ગ્રંથો કે ભાષ્યોની સંખ્યા હજારોની છે. અને દુનિયાભરની ભાષાઓમાં એના અનુવાદો થયા છે. બાઈબલની તો હજારો આવૃત્તિઓ થઈ છે. તેમજ બાઈબલ વિષે લખાયેલ ગ્રંથોની કરોડો નકલો વેચાઈ-વંચાઈ છે. ધમ્મપદના અનુવાદો પણ દુનિયાની અનેક ભાષાઓમાં થઈ ચૂક્યા છે. જ્યારે આપણું આગમ સાહિત્ય અને એના પ્રતિનિધિ જેવા ગ્રંથ ‘સમાગસુત્ત' ની નિયતિ? ભગવાન મહાવીરે જ ભાખેલ શબ્દોમાં આ પ્રશ્નનો ઉત્તર શોધવા મથીએ: - “આજે એક પણ “જિન” દેખાતા નથી અને જે માર્ગદર્શક છે તે દરેક એકમત ધરાવતા નથી એવું લોકો ભવિષ્યમાં કહેશે, પરંતુ તને તો આજે ન્યાયપૂર્ણ માર્ગ મળી ગયો છે. માટે હે ગૌતમ, એક ક્ષણનો પણ પ્રમાદ ન કર.' : સંદર્ભસૂચિ : (1) સમાગસુત્ત: યજ્ઞ પ્રકાશન સમિતિ, વડોદરા (1976). જેનાગમ સૂત્રસાર: માવજી કે. સાવલા (1991) (3) જેન રત્નચિંતામણી સર્વસંગ્રહ સાર્થ: (સંપાદક શ્રી. નંદલાલ બી. દેવલક-૧૯૮૫) માંનો કોકિલાબેન સી. ભટ્ટનો લેખ જૈન આગમ સાહિત્યનું સ્વરૂપ” (પૃ.૬૩૦) તેમજ શ્રી કપુરચંદ રાણછોડદાસ વારૈયાનો લેખ “શ્રી જિનાગમ અને જૈન સાહિત્ય” (પૃ-૬૨૬) (4) કર્મયોગ : સંપાદક-મુનિશ્રી બાલચંદ્રજી (5) આગમસાર: લે. રસિકલાલ છગનલાલ શેઠ (1990) (2)
Page #59
--------------------------------------------------------------------------
________________ 38 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 6. તપનું તેજ - પ્રાગજી ડોસા जहा पोमं जले जायं नोपलिप्पइ वारिणा। જેમ કમળ જળમાં જન્મે છે છતાં જળથી લોપાતું નથી તેમ રહેવું. - ઉત્તરાધ્યયનસૂત્ર રાજા જિતશત્રુના રાજ્યની વાણિજનગરીમાં શ્રાવક આનંદ એમની પત્ની શિવાનંદા સાથે રહેતા હતા. પૂનમના ચાંદ જેવું જેનું મુખ છે એવો રૂપાળો કુંવર છે. માતાપિતા પુત્રને ખૂબ લાડ કરે છે. તે સાથે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર એ રત્નત્રયીનો બોધ પણ કરે છે કારણ પુત્ર કિશોર વય વટાવી ચૂક્યો છે અને તેઓ બન્ને પણ જિનપ્રભુએ જે ધર્મોપદેશ કર્યો તેને અનુસરતાં હતાં. એક દિવસ પ્રાત:કાલે શિવાનંદા આનંદ પાસે આવી અને કહ્યું, “સ્વામી, તમે મંદિરે સામાયિક અને પ્રતિક્રમણ કરવા જાઓ છો તો લો આ તમારી મુખવસ્ત્રિકા અને પૂંજણી.” ગૃહિણી, એ લાવવાનો શ્રમ તમે શા માટે લીધો?' ‘તમારી સેવા કરવી એ મારો ધર્મ છે.” ખરી વાત, પણ મનુષ્યના હાથપગ ચાલતા હોય તો પોતાનું કામ જાતે કરવું જોઈએ, નહીં તો પરાવલંબી બની જાય.” ત્યાં પુત્ર આવ્યો. “પિતાજી, તમને કંઈ સુગંધ આવે છે?' ‘હા, મોગરાની અગરબત્તી જલતી હોય એવો ભાસ થાય છે.'
Page #60
--------------------------------------------------------------------------
________________ 39 તપનું તેજ ‘બરાબર એક અગરબત્તી વેચનાર નમૂના તરીકે બે અગરબત્તી આપી ગયો. મોગરા અને ચંદનની !' ‘પછી એને પૈસા આપ્યા?' 'કોઈ નમૂના તરીકે આપે તેના પૈસા ન લે.” “દીકરા, મફત લઈને તેં એનું ઋાગ માથે ચડાવ્યું. એ ઋણ ફેડવા માટે મનુષ્ય બીજો જન્મ લેવો પડે છે.' “પિતાજી, એમ કેમ ન હોય કે ગયે જન્મ મેં એના પર ઋણ ચડાવ્યું તે ફેડવા એ મફત આપી ગયો.' સમજવું કે આમ હશે અને તેમ હશે તેમાં જ મનુષ્ય ભૂલથાપ ખાય છે.” તો એ પાછો આવવાનો છે ત્યારે આ બે સળીના પૈસા એને આપી દઈશ ને બીજી ઘણી ખરીદી લઈશ.' ઘણી નહીં, ખપ પૂરતી જ.' એ સાંભળી શિવાનંદાએ કહ્યું, “લેવા દો ને, આપણી સમૃદ્ધિ ક્યાં ઓછી છે! અઢાર કોટિ હિરણના નિધાનના તમે ધાણી છો, દસ હજાર ગાયોવાળાં છ છ ગોકુલ છે. પુત્રને પોતાની ઈચ્છા પૂરી કરવા દો.' ‘ગૃહિણી, મારો દેહાંત થતાં આમાંની કેટલી સમૃદ્ધિ મારી સાથે આવશે?' એવું અમંગળ ન બોલો.' શિવાનંદાએ હાથો વડે પોતાના કાન બંધ કરી દીધા પણ આનંદે સનાતન સત્ય કહ્યું,” “દેવાનુપ્રિયા! મૃત્યુ અમંગળ નથી. જ્યારે એની આલબેલ વાગે ત્યારે એ મંગલમયનું સ્વાગત કરવું ઘટે. પુત્ર, જે સંપત્તિ આવવાની નથી એનાથી તો અનાસકત રહેવું જોઈએ. ધનધાન્ય, પત્ની, પરિવાર, રાજ્ય, બધું ક્ષણભંગુર છે. કષાયોથી કલુષિત થઈ હદય અહીં તહીં ભટકી લોક તેમજ પરલોકમાં અટવાયા કરે છે. મૃત્યુ થતાં ઘરની ડહેલી સુધી સાથ દેનારી પત્ની, ચિતા સુધી સાથ દેનારા સગાસંબંધી એ નિ:સારતાને વિચારો એમાં જ કલ્યાણ છે.' ‘તો કરોડોની સંપત્તિ એકત્ર કરી શા કાજે?' | ‘પરહિત કાજે. સંપત્તિનો મોટો ભાગ વારસામાં પ્રાપ્ત થયો અને પછી પૈસો પૈસાને ખેંચી લાવે તે અનુસાર વૃદ્ધિ થતી ગઈ પણ તું જાગે
Page #61
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ માં છે તેમાંથી મેં મારે માટે કેટલું ખર્યું છે! જેના નિમિત્તનું છે એના રક્ષણાર્થે હું તો સેવક ધર્મ બજાવું છું. પુત્ર, તું પણ આ ધ્યેયને અનુસરજે, તે માટે જ મેં તને કહ્યું જરૂર પૂરતી જ અગરબત્તી લેજે. જિનપ્રભુએ જે પાંચ મહાવ્રતો સૂચવ્યાં છે એમાં પાંચમું અપરિગ્રહ છે. પરિગ્રહમાં એક પ્રકારની મૂછ છે, આસક્તિ છે.” બહાર લોકોનો જયઘોષ સંભળાયો. મહારાજા જિતશત્રુનો જ્ય હો!” એ સાંભળતાં પુત્ર બહાર દોડયો. આનંદ અને શિવાનંદાને પણ જાણવાની ઇચ્છા થઈ કે મહારાજની સવારી શા માટે નીકળી હશે? પુત્રે પાછા આવી સમાચાર આપ્યા. ‘પિતાશ્રી, શ્રમણ ભગવાન મહાવીર આપણી નગરીમાં પધાર્યા છે. અને મહારાજા પર્વપાસના કરવા ત્યાં સિધાવે છે તેનો જ્યઘોષ થાય છે.' આનંદને હૈયે આનંદ વ્યાપ્યો. ભગવાન મહાવીર નગરીમાં સમવસૂત થાય એ ફળપ્રદ પ્રસંગ કહેવાય. ભગવાનની દિવ્ય વાણીનો ઉપદેશ શ્રવણ કરવાનો અલભ્ય લાભ એ કેમ ચૂકે! એણે નક્કી કર્યું હું પણ યાવત્ પર્થપાસના કરીશ. પુત્ર! તને કંઈ જાણવા મળ્યું કે ભગવાન કયા સ્થાનમાં સમવસર્યા છે?' તિપલાશ ચૈત્યમાં'' પતિને નિશ્ચય જાગતાં શિવાનંદાએ અનુચરને આજ્ઞા કરી કે “ચામર છત્રનો પ્રબંધ કરી તું સાથે જ અને સારથિને કહે કે અશ્વો જોડી રથ કાઢે, પણ આનંદે ના પાડી. ‘રથની કંઈ જરૂર નથી. છત્ર ચામરનો ઠઠારો પણ મને ન જોઈએ. એવો દેખાવ મારે કરવો નથી.” 'તો પગપાળા જશો?' ‘સ્વયં ભગવાન પદયાત્રા કરતા સર્વત્ર વિચરે છે, વનવગડા અને ડુંગરા ઓળંગે છે અને હું દ્રુતિપલાશ ચૈત્ય સુધી પગે ન જઈ શકું?' તેઓ તો ભગવાન છે. અસંભવને પણ સંભવિત કરી શકે !' ‘તમે બહુ સરસ વાત કહી ગૃહિણી. ભગવાન અસંભવિતને પણ સંભવિત કરી શકે છે માટે ભગવાને પ્રરૂપેલા ધર્મને સાર દશવૈકાલિક સૂત્રમાં પ્રબોધ્યો છે. ધર્મ જીવનમાં ઉત્કૃષ્ટ મંગલ છે અને આચારધર્મ સનાતન
Page #62
--------------------------------------------------------------------------
________________ તપનું તેજ છે એને આપણે અનુસરવું જોઈએ.” આનંદ હૃતિ પલાશ ચૈત્યમાં પહોંચ્યો. ત્યાં લોકોનો મહેરામણ ઉભરાયો હતો. બધાને જિનપ્રભુની અમૃત વાણી સાંભળવી હતી. પુત્રને પણ આનંદ પોતાની સાથે લઈ ગયો હતો. દેવભાષા સંસ્કૃતને બદલે સામાન્ય જન પણ સમજી શકે એવી એમની રોજની બોલીમાં પ્રભુની વાણી વહી રહી હતી. પ્રભુ આ વખતે કર્મ બંધન” પર બોલી રહ્યા હતા. કર્મ મન, વચન અને શરીર દ્વારા થાય છે અને આત્માની સાથે તેનો સંબંધ હોવાથી તેને “આસવ' કહે છે. માણસ પુણ્ય અથવા પાપ કરે તેનું પ્રયોજક મન છે. વચન અને શરીર એ મનને અનુસરે છે. આત્મા તો શુદ્ધ હતો પણ જગતના રાગ, દ્વેષ, મોહનો પાશ લાગ્યો અને અનાદિ કાળથી એનું ખરું સ્વરૂપ કર્મથી ઢંકાયેલું છે. આ કર્મોનો ક્ષય તપથી થાય અથવા તે ભોગવવા પડે છે. જેનાં સર્વ કર્મબંધનો છૂટી જાય છે તે ઈશ્વરત્વને પામે છે. ભગવાનના અનેક શિષ્યોમાંનો આનંદ પણ ગણનામાન્ય શિષ્ય હતો. ભગવાનના ઉપદેશનો સાર ગ્રહણ કરી પોતાના જીવનને તે મુજબ ધર્માચરણ તરફ વાળતો, શિવાનંદા એની સહધર્મચારિણી, એ પણ શ્રાવિકા બની પરંતુ એમના બન્ને પુત્રોને હજી સંસાર અને સમૃદ્ધિ પ્રત્યે મોહ હતો. સમયનાં વહેણ વહી રહ્યાં હતાં. પુત્રોએ હવે કારભાર સંભાળ્યો હતો. આનંદના ચાર વહાણો માલ લઈ પરદેશની સફર કરતાં. આનંદ કમલવતું રહેતો હતો અને આનંદ તથા શિવાનંદા બન્ને પ્રભુએ પ્રબોધેલાં પાંચ મહાવ્રતોનું પાલન કરતાં હતાં. જયેષ્ઠ પુત્રે આનંદને કહ્યું “પિતાજી, આપ આજ્ઞા આપો તો વધારાનાં છે વહાણો ખરીદી લઉં કારણ વધુ માલ મળે તેમ છે અને પરદેશમાં વેચતાં અઢળક નફો મળશે.' “હે આયુષ્યનું! સંપત્તિથી સકળ વિરતિરૂપ થઈ મેં સાંસારિક મોહજાળને ત્યાગ કર્યો છે. વળી જે વ્રતો મેં ગ્રહણ કર્યા છે તેમાં અપરિગ્રહ એટલે ઇચ્છાને નિયમમાં રાખવી તેમાં સંપત્તિનો પણ સમાવેશ થાય છે. જરૂર કરતાં વધારે કમાણી થાય તો ધર્મના ક્ષેત્રમાં ખરચવી એટલે હું તને વધારે વહાણ ખરીદવાની રજા આપી શકતો નથી.” પછી શિવાનંદા સાથે મસલત
Page #63
--------------------------------------------------------------------------
________________ 42 અમૃત મહોત્સવ સ્મૃતિ ઇ કરી એવો નિર્ણય કર્યો કે જયેષ્ઠ પુત્રને સર્વ કારભાર સોંપી જીવ અજીવ તત્વને જાણી પ્રમાણ નિર્ચન્થનો અનાદિ વડે સત્કાર કરી વિહરવું. શિવાનંદાએ સંમતિ આપી અને કહ્યું : 'જેવો આપનો સંકલ્પ. હું પણ શ્રમણોપાસિકા થઈ છે. અગારધર્મનું પાલન કરી જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાની આરાધક થઈ છે. મને માન આ વાત જાગતાં પુત્રને દુ:ખ થયું. “મા! પિતાજી! શું આપ સંસાર ત્યાગ કરશો? અમને છોડી જશો?' દેવાનુપ્રિય! કર્મના ઉદયે કરી જીવ આ સંસારમાં ચાર ગતિરૂપ પ્રયાણ કરે છે. તેથી વિવિધ દ:ખો અને તીવ્ર દાવાનળથી સંતપ્ત થાય છે. એ દિશામાં પ્રયાણ કરવાનું હવે અમે છોડી દીધું છે. હવે અમારી ગતિ તે સર્વ કષાયોની નિવૃત્તિ કરી આત્માને ભાવિત કરવો.' માતા બોલી: ‘અમારો અભિગમ જિનપ્રભુની પગૃપાસના અને એ જ અમારું પરલોકનું ભાથું.' એ સાંભળતાં પુત્ર બોલ્યો, “મા! હું જાણું છું. ચૌદ ચૌદ વર્ષોથી આપ બન્ને આચારમાં અહિંસા, વિચારમાં અનેકાન્ત, વાણીમાં સ્યાદ્વાદ અને જીવનમાં અપરિગ્રહનું આચરણ કરી જેમ દીપક તેલ, વાટ અને કોડિયાથી અલિપ્ત રહી, વાયુરહિત સ્થાનમાં સુરક્ષિત રહી અન્યને પ્રકાશ આપે છે તેમ આપના તપનું તેજ પણ સાંસારિક જીવોને પ્રકાશિત કરે છે. આપ જવા જ ઇચ્છો છો તો હું નહીં રોકું, પણ એટલી પ્રાર્થના કરે છે કે આપ જ્યાં જ્યાં વિહાર કરો એનો સંદેશો પાઠવતા રહેજો. અમે હજી માયા * મમતાને છોડી શક્યા નથી. કોઈ વખત આપના દર્શન માટે આવી શકીએ.” પછી વિદાય વેળાએ સ્થિતપ્રજ્ઞની જેમ આનંદે ગૃહત્યાગ કર્યો. શિવાનંદા આખર માતા હતી. હૈયામાંથી મમતાનું ઝરણ આંખો સુધી આવ્યું પરંતુ પતિની દઢતા જોઈ એણે રોકી રાખ્યું ને પતિની પાછળ ચાલી નીકળી. પોતાના આધ્યાત્મિક વિકાસ માટે આનંદ અને શિવાનંદાએ ભગવાન મહાવીરે ચીધેલા માર્ગ પર પગરણ માંડ્યાં. ભગવાનના સાધનામાર્ગ અને આચારધર્મનું પાલન કરે છે. વાસનાઓ અને કષાયો ડગલે ને પગલે વિકાસમાં
Page #64
--------------------------------------------------------------------------
________________ 43 તપનું તેજ અવરોધ કરતા પરંતુ ત્યાગ અને વૈરાગ્યવૃત્તિ ધારણ કરી બન્ને દેહાધ્યાસ છૂટે તેનો પ્રયત્ન કરતા. તે સિવાય મુક્તિ નથી. ચિત્ત નિર્મળ થતું ગયું, બુદ્ધિ સ્થિર થતી ગઈ એટલે સારાસારનો વિવેક પણ ધ્યાનમાં આવ્યો. આનંદના આધ્યાત્મિક વિકાસ વખતે એક જાગવા જેવો પ્રસંગ બન્યો. ગોશાલક નામનો ભગવાનનો એક શિષ્ય વર્ષો સુધી ભગવાન સાથે રહી મનદુ:ખ થતાં જુદો થયો. કારણ એટલું જ કે ભગવાને એને કોઈને બાળી મૂકવાની તેજલેશ્યા સિદ્ધિમંત્ર શીખવ્યો નહીં. ગોશાલકે પોતે તપ દ્વારા એ સિદ્ધિ અને નિમિત્તજ્ઞાન મેળવ્યું અને પછી પોતાને તીર્થકર મનાવવા લાગ્યો. સોળ વર્ષ સુધી એ ખુમારીમાં ફર્યો અને શ્રાવસ્તી નગરીમાં આવ્યો ત્યારે એને ખબર પડી કે એના એક સમયના ગુરુ પણ અહીં પધાર્યા છે. ભગવાનના બીજા મહા પ્રજ્ઞાવાન શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમે લોકોને કહેતા સાંભળ્યા. ‘આજે આપણી નગરીમાં બે તીર્થંકર પધાર્યા છે.” અભિમાનનો કેફ ચડે ત્યારે મનુષ્ય સત્યને પારખી શકતો નથી. ગોશાલક જાણતો હતો કે લોકો ભગવાનને ભાવથી પૂજે છે. સોળ વર્ષોથી મેં કમાવેલી કીર્તિ ધૂળમાં મળી જશે. માર્ગમાં આનંદને જોતાં રોક્યો અને કહ્યું: કહી દેજો તમારા ગુરુને મારી સ્પર્ધા ન કરે. મારા શિષ્યોને ભરમાવે છે. સદાલપુત્ર મને છોડી ગયો. મારા નિયતિવાદનું ખંડન કરે છે તો પરિણામ સારું નહીં આવે.” આ અવનિ પરથી ભગવાનની હસ્તી મિટાવવા એણે ભગવાન સામે જ તેજલેશ્યાની જ્વાલા ફેંકી પણ એ જ્વાલાએ ભગવાનને પ્રદક્ષિણા કરી અને પછી ગોશાલક તરફ વળી એને જ ભસ્મીભૂત કર્યો. ગોશાલકે પોતે જ પોતાનો ઘાત કર્યો. | આનંદ આત્મસાધના તરફ વધુ પ્રગતિ કરી રહ્યા હતા. પાંચ મહાવ્રતનું અનુસરણ કરતાં મન, વચન અને કર્મના વ્યાપારોને સન્માર્ગે વાળ્યા હતા. એ ઉપાસનાથી એમને હૃદયની શુદ્ધિ થઈ રહી હતી. તપ એ સંયમનું બીજું સ્વરૂપ છે અને એ તપનું તેજ એમના મુખ ઉપર ઝગારા મારી રહ્યું હતું. મિત્તી કે સન્ન મૂળુ, વેર મારું ળ! સર્વ જીવમાત્ર પ્રત્યે મને મૈત્રીભાવના હો, કોઈ પ્રત્યે વેરભાવ ન હો. આનંદ જાણતા
Page #65
--------------------------------------------------------------------------
________________ 44 અમૃત મહોત્સવ સ્મૃતિ વાં હતા કે મોક્ષની પ્રાપ્તિ મનુષ્ય શરીરમાં જ થઈ શકે છે અને તે આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. આનંદનું જીવન હવે બીજાઓ માટે પણ અનુકરણી હતું. પોતાની જીવનયાત્રા પૂરી થવા આવી એની આગાહી થતાં એમાણે અનશન કરવાનો નિર્ણય લીધો. પૌષધશાળામાં તેઓ દર્ભની પથારીએ પોઢયા હતા. ગણધર ઇન્દ્રભૂતિને જાણ થઈ કે ભગવાન મહાવીરના ગૃહસ્થશિષ શ્રમણોપાસક આનંદ અનશન કરે છે એટલે એમને મળવા ગયા. એમણે જોયું આનંદના મુખ ઉપર તપનું તેજ ચમકતું હતું. મહાજ્ઞાની ગૌતમને જોતાં આનંદ બોલ્યા: “ધન્ય ઘડી, સમચતુર સંસ્થાનવાળા વ્રજઋષભનારા સંઘયાણયુક્ત મહાતપસ્વી ઇન્દ્રભૂતિ ગૌતમ, પધારો આયુન્ ! કોલ્લાગ સન્નિવેશ પાસે થઈને નીકળ્યો હતો ત્યાં ભાવુકોને કહેતા સાંભળ્યા કે બાર વ્રતો પૂર્ણ કરી શ્રમણોપાસક આનંદ મરણાનિક સંખના કરે છે એટલે આવ્યો છું.’ “મારાં ધનભાગ્ય ભગવાન! અનશનને કારણે હું દુર્બળ થઈ ગયો છે માટે પાસે પધારો તો હું ચરણસ્પર્શ કરી શકું!' ગૌતમ સાત પગલાં આગળ ચાલ્યા. મહામુસીબતે જરાક બેઠા થઈને આનંદે ગૌતમના ચરણસ્પર્શ કરતાં કહ્યું હું ધન્ય થયો ભગવાન!” આનંદ, ધન્યવાદ તને ઘટે છે કે અઢાર કોટી હિરણ્યના નિધાનના સ્વામી અને ૬૦,જી ગોકલનો ધાગી હોવા છતાં એ બધાનો ત્યાગ કરી ભગવાન મહાવીરે ઉપદેશેલા વ્રતોનું સંપૂર્ણ પાલન કર્યું છે.' ‘દયાસાગર! એક પ્રશ્ન પૂછું?' ‘અવશ્ય આયુષ્મન !' ‘મારે જાણવું છે કે ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં મનુષ્યને અવધિજ્ઞાન થાય ખરું?' ‘જરૂર થાય, પરંતુ સંસારી હોવાથી એ જ્ઞાન મર્યાદાની પાર જઈ શકતું નથી.” “હે પરમ જ્ઞાની! મર્યાદાની પાળ કયાં સુધી છે તે હું જાણતો નથી પરંતુ એ અવધિજ્ઞાન મને થયું છે. પૂર્વ દિશામાં લવણ સમુદ્ર સુધી પાંચસો યોજન ક્ષેત્રને હું પ્રમાણી શકું છું. હિમવંત પર્વત પર તપસ્યા
Page #66
--------------------------------------------------------------------------
________________ તપનું તેજ 45 કરતા તાપસોના મંત્રો મને સંભળાય છે. ઉપર સૌધર્મ દેવલોકના દેવોનું દર્શન હું કરી શકું છું અને નીચે રૌરવ નરક સુધી મારી દષ્ટિ પહોંચે | ‘અસંભવ, આ તો પૂર્ણજ્ઞાન થયું. સંસારી શ્રાવકને એ કદી ન સંભવે. અસત્ય ઉચ્ચાર માટે તારે પ્રાયશ્ચિતું કરવું ઘટે!' હું સત્ય કહું છું. જિન પ્રવચનમાં તો અસત્ય ઉચ્ચાર કરે એને પ્રાયશ્ચિત કરવું પડે છે.' એટલે તું મારા પર આક્ષેપ કરે છે! હું અસત્ય બોલ્યો અને મારે પ્રાયશ્ચિત કરવું?” “ના, ના, ભગવંતુ! મન, વચન, કર્મથી મેં કોઈને દુભવ્યા નથી આનું સ્પષ્ટીકરણ માટે ભગવાન મહાવીરના શ્રીમુખે સાંભળવું પડશે.' ગૌતમ ત્યાથી ચાલ્યા ગયા. એમનું દિલ દુભવવાનો આનંદનો ઇરાદો નહોતો પરંતુ થોડા દિવસ બાદ ગૌતમ પુન: પધાર્યા અને આનંદને કહ્યું : સચ્ચસ્સ આણાએ સે વિડુિએ મહાવિ મારે તરઈ' (સત્યનો ઉચ્ચાર કરનાર મેધાવી મૃત્યુને તરી જાય છે.) આનંદ! તારું કથન સત્ય હતું. ભગવાને પણ એ વાતનું સમર્થન કર્યું. પ્રાયશ્ચિત મારે જ કરવું રહ્યું કે મેં તને કહ્યું કે તું અસત્ય ઉચ્ચાર કરે છે. મિચ્છામિ દુકકડ!' આનંદનાં નેત્ર વરસી રહ્યાં હતાં. ગૌતમ આગળ બોલ્યા: ‘આનંદ, ઘણા શીલવતો વડે આત્માને ભાવિત કરતો તું શ્રમણોપાસકનો પર્યાય બની સૌધર્મ દેવલોકને પામીશ” નમો અરિહંતાણં !" * * *
Page #67
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ 7. ક્રાંતિદ્રષ્ટા આચાર્ય - કુમારપાળ દેસાઈ જગતની વ્યક્તિઓ બહુધા સ્વકેન્દ્રી હોય છે અને તે માત્ર પોતાની જાતને અને જીવનને જ જોતી હોય છે. બાકીની થોડીક વ્યક્તિઓ પોતાની આસપાસના સમાજને જોઈ શકતી હોય છે. એથીય વિરલ વ્યક્તિઓ સમાજવી ઊંચે રાષ્ટ્ર કે વિશ્વને જોતી હોય છે. કેટલાક માત્ર વાદળાં જ જુએ છે, આખું આકાશ આંખમાં ભરીને આવતીકાલને જેનારા કાંતદ્રા તો સમગ્ર યુગમાં એકાદ-બે જ હોય છે. આચાર્ય શ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજી મ.સા. વર્તમાનની પેલે પાર ભવિષ્યનું જોનારા અને વિચારનારા વિરલ યુગદ્રા વિભૂતિ હતા. એક બાજુ સાંપ્રદાયિકતાની દીવાલો વધુ ને વધુ સાંકડી કરવામાં આવતી હોય, ક્યાંક ધર્મને નામે રૂઢિચુસ્તતા પોષાતી હોય અને ક્યાંક ધર્મના ઓઠા હેઠળ અનેક વિઘાતક પ્રવૃત્તિઓ ચાલતી હોય ત્યારે યુગ પારની વૃતિ ઝીલનારને અનેક યાતના, વિટંબાણી અને અવરોધ વેઠવા પડે છે. ખાબોચિયામાં પોતાની જાતને બાંધીને સ્થિતિ કે પરિસ્થિતિ સામે આંખ મીચામણાં કરી એક તસુ પાસ આઘાપાછા નહીં થવા માગનાર સમાજ જ્યારે સાગરની વિશાળતા જુએ ત્યારે શું થાય? બંધિયાર કૂવાની ફૂપમંડૂકતામાં જીવનારને પર્વત પરથી કલકલ નિનાદે રૂમઝૂમ ઝરણાંની મસ્તીનો ક્યાંથી ખ્યાલ આવે? રૂઢ માન્યતા, ભવ્ય ને ભીરુતા, ગતાનુગતિક વિચારધારા અને નકારાત્મક અભિગમ ધરાવતો સમાજ કઈ રીતે ક્રાંદ્રષ્ટાની દષ્ટિના તેજને ઝીલી કે જીરવી શકે ?
Page #68
--------------------------------------------------------------------------
________________ 7 કાંતકંટા આચાર્ય 68 વર્ષનો સંયમ પર્યાય પાળનારા આચાર્યશ્રીને જીવનયાત્રાનો મંત્ર અને સંયમસાધનાનો મર્મ માતા પાસેથી સાંપડયા. માતાએ પોતાના દસ વર્ષના પુત્ર છગનને ડાહી શિખામણ આપી કે સદા અહેતુનું શરણ સ્વીકારજે. શાશ્વત ધર્મ-ધન મેળવજે અને જગતના જીવોનું કલ્યાણ કરજે. માતાના આ અંતિમ ત્રાગ આદેશો આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ.સા.ના ભાવિજીવન માટે દીવાદાંડી રૂપ બની ગયા. એ પછી વડોદરામાં છગનને નવયુગપ્રવર્તક, જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજનો મેળાપ થયો. વડોદરામાં એમની વાણી સાંભળીને છગન ગદ્ગદિત બની ગયો. વ્યાખ્યાનમાં આવેલા સહુ કોઈ વિખરાઈ ગયા, પરંતુ બાળક છગન બેસી રહ્યો. એના અંતરમાં એટલો બધો કોલાહલ જાગ્યો હતો કે એની વાણી મોન બની ગઈ! પૂજ્ય આત્મારામજી મહારાજે ધાર્યું કે બાળક કોઈ આર્થિક મૂંઝવણથી અકળાયેલો હશે. એમણે છગનને સાંત્વના આપતાં કહ્યું કે તું સ્વસ્થ થા. તારા અંતરનું દુ:ખ કહે. તને ધનનો ખપ લાગે છે. અમે તો ધન રાખતા નથી. પરંતુ કોઈ શ્રાવક આવે તો મદદ કરવાની પ્રેરણા જરૂર આપીશ.' પરંતુ બાળક છગનને કોઈ ભૌતિક ધનની નહીં, બબ્બે આત્મિક ધનની ખેવના હતી. પૂ. આત્મારામજી મહારાજનાં પ્રવચનોએ એનામાં અંતરની આરત જગાડી હતી. પછી તો દાદાગુરુનાં ચરણમાં વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ અને ચરિત્રગ્રંથોનો અભ્યાસ કર્યો, વળી સાથોસાથ અહર્નિશ એકનિષ્ઠાથી ગુરુસેવા કરી. આમ જીવનના આરંભકાળમાં જ માતાની શિખામણ અને ગુરુનું માર્ગદર્શન મળતાં આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજીએ તપશ્ચર્યાથી આત્મપથ પર પ્રયાણ આદર્યું. પોતાની આસપાસના સમાજમાં એમણે કારમી ગરીબી જોઈ. એ સમયે એક ઉક્તિ પ્રચલિત હતી કે, “પેટમાં ખાડો ને વરઘોડો જુઓ. મૃત્યુ પછીના સ્વર્ગલોકને ઊજળો કરવા માટે પૃથ્વી પરના જીવનને અધમ બનાવવામાં આવતું હતું. એમાં પણ ગરીબ અને મધ્યમવર્ગની હાલત કફોડી હતી, જ્યારે બીજી બાજુ કેટલાક આત્મકલ્યાણને બહાને સમાજહિતની ઉપેક્ષા કરતા હતા. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ કહ્યું: “ધનિક વર્ગ લહેર કરે અને આપણા સહધમ ભાઈઓ ભૂખે મરે એ સામાજિક ન્યાય નહીં પણ અન્યાય છે.”
Page #69
--------------------------------------------------------------------------
________________ 48 અમૃત મહોત્સવ સ્મૃતિ પાલનપુરમાં અકાઈની તપસ્યા કરનારને સ્વામીવાત્સલ્ય કરવું પડે તેવી પરંપરા વર્ષોથી ચાલતી હતી. પરિણામે સામાન્ય સ્થિતિવાળી વ્યક્તિ એક તો તપશ્ચર્યા કરે અને વધારામાં આર્થિક બોજ સહન કરે. આથી આવી વ્યક્તિઓ તપશ્ચર્યાથી દૂર રહેવા લાગી. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિશ્વરજીએ ગરીબોની મૂંઝવણની આ નાડ પારખી લીધી. એમણે કહ્યું કે આ તો એક જાતનો ફરજિયાત કર કહેવાય. ધર્મમાં આવો કર હોઈ શકે નહીં. એમના ઉપદેશને પરિણામે પાલનપુરના જૈન સંઘે પોતાના આ રિવાજને તિલાંજલિ આપી. ગરીબ અને મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે જેટલી આર્થિક સુવિધાઓની જરૂર હતી એટલી જ એમને કેળવણી આપીને સન્માર્ગે વાળવાની હતી. યુગદ્રષ્ટા આચાર્યશ્રીએ કેળવણીની અનેક સંસ્થાઓ સ્થાપવાની પ્રેરણા આપી. કન્યા છાત્રાલય, બોર્ડિંગ, કૉલેજ, વિદ્યાલય અને જૈન વિદ્યાપીઠની સ્થાપના કરી. એમની કલ્પના તો જૈન વિશ્વવિદ્યાલયની સ્થાપનાની હતી. આચાર્યશ્રીની ઉદાર ભાવનાને કારણે માત્ર જૈનોએ જ નહિ, બલ્ક વૈષ્ણવોએ પણ એમના કેળવણીકાર્યમાં સારી એવી સખાવત આપી. વેપારી સમાજને કેળવણીના માર્ગે વાળવા માટે આચાર્યશ્રીએ કહ્યું: હૃદયમંદિરમાં સરસ્વતીની જ્યોત પ્રગટાવો એટલે અંતરમાં પ્રગતિની ઝંખના પ્રગટયા વગર નહીં રહે.” લક્ષ્મીમંદિરમાં રાચનારા લોકોને એમણે સરસ્વતીમંદિર સ્થાપવાની પ્રેરણા આપી. ગુજરાતની વિઘા પહેલીવાર ગુજરાતની બહાર, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજના ગ્રંથરૂપે, દેશની બહાર ગઈ હતી, પરંતુ એ પછી વિદ્યાપ્રેમ અને જ્ઞાનપ્રસારનાં તેજ ઝાંખા પડવા લાગ્યાં. ચોપડી કરતાં ચોપડામાં વધુ રસ પડવા લાગ્યો. આવે સમયે નનામા હેન્ડબીલ છાપીને બદબોઈ કરવામાં કુશળ એવા સમાજના એક ભાગે આજથી 35 વર્ષ પહેલાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સર્જન સમયે પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીને માટે કેટકેટલી મુશ્કેલીઓ સર્જી હશે? આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિશ્વરજી મહારાજ તે સ્પષ્ટપણે કહેતા કે કેળવણી વિના આપણો આરો નથી. તેઓ ઈચ્છા કે આ કેળવણી ધાર્મિક સંસ્કાર અને શ્રદ્ધાથી સુવાસિત હોય. તેમણે સમાજને ઢંઢોળતાં દઢપણે કહ્યું, “કેળવાયેલા જ જૈનશાસનની રક્ષા કરશે.”
Page #70
--------------------------------------------------------------------------
________________ કાંદ્રષ્ટા આચાર્ય 49 પ્રભાવક યુગપુરુષ પૂજ્ય આત્મારામજી મહારાજે પોતાના પટ્ટધર શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીને પોતાના અંતિમ આદેશ અને સંદેશમાં સરસ્વતીમંદિરો સ્થાપવા કહ્યું હતું. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં અનેક સરસ્વતીમંદિરોની સ્થાપના કરી. પોતાના દાદાગુરુની આજ્ઞાનું પાલન કરવા માટે આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી પ્રતિજ્ઞા લેતા હતા. એમણે પ્રતિજ્ઞા કરી હતી કે પંજાબમાં જ્યાં સુધી જૈન કૉલેજ ન સ્થપાય, ત્યાં સુધી ઉપવાસ, મૌન અને દરેક નગરમાં સાદગીભર્યો પ્રવેશ. એમની પ્રતિજ્ઞાનું બળ પ્રજાકીય પુરુષાર્થનું પ્રેરક બનતું, એને પરિણામે તેઓની પ્રેરણાથી અનેક સમાજકલ્યાણનાં કાર્યો થયાં. ઈ.સ. ૧૯૧૩માં મુંબઈમાં ચાતુર્માસ સમયે વિદ્યાનું એક વાતાવરણ સજર્યું અને એમાંથી ઈ.સ. ૧૯૧૪માં સમાજના યુવકોને વિદ્યાભ્યાસ માટે નિવાસ આપતા શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થઈ. આ સમયે સંસ્થાના નામકરણનો પ્રશ્ન આવ્યો. કોઈએ આચાર્યશ્રીને એમના દાદાગુરુનું કે એમનું નામ સાંકળવા વિનંતી કરી ત્યારે પૂ.આ. વિજયવલ્લભસૂરીશ્વરજીએ કહ્યું કે આ સંસ્થાનું નામ કોઈ વ્યક્તિવિશેષને બદલે તારક તીર્થકર ભગવાન મહાવીરના નામ સાથે જોડવામાં આવે અને આ રીતે શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું નામકરણ થયું. વિદ્યાલયનો પ્રારંભ તો એક નાના બીજરૂપે થયો, પરંતુ થોડા જ વર્ષોમાં એક વિશાળ ભવન ખરીદવામાં આવ્યું અને ઈ.સ. ૧૯૨૫માં એ ભવનમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો કારોબાર ચાલવા લાગ્યો. એ પછીના વર્ષે વિદ્યાર્થીગૃહ શરૂ થયું. આ જ્ઞાનના વડલાની વડવાઈઓ ફેલાવા લાગી. અમદાવાદ, પૂના, વડોદરા, વલ્લભવિદ્યાનગર અને ભાવનગરમાં એની શાખાઓ વિકસી, પરંતુ આ સંસ્થાનું સૌથી મોટું પ્રદાન તો એણે આપેલા તેજસ્વી વિદ્યાર્થીઓ છે, જે આજે દુનિયાભરના દેશોમાં ઉત્તમ કામગીરી બજાવી રહ્યા છે. આ સંસ્થા વિશે આચાર્યશ્રીએ કેવું વિરાટ દર્શન કર્યું હતું! એમણે કહ્યું : ' “મહાવીર જૈન વિદ્યાલય એ જૈન સમાજનું ગૌરવ છે. પ્રગતિની પારાશીશી છે. શ્રમની સિદ્ધિ છે અને આદર્શની ઇમારત છે.” આજે પણ આવી સંસ્થાઓની જરૂર છે, કારણ કે જ્ઞાનપ્રસારના અભાવે કોઈ પણ ધર્મ કે સમાજ ગઈકાલની અંધશ્રદ્ધા અને આવતીકાલની અસંસ્કારિતામાં ડૂબી જાય છે.
Page #71
--------------------------------------------------------------------------
________________ પ૦ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ એક બાજુ કાંદ્રષ્ટા આચાર્યશ્રીએ સમાજની આર્થિક અને માનસિક ગરીબી ફેડવાની પ્રેરણા આપી તો બીજી બાજુ નાના નાના વાદવિવાદ અને મતાંતરમાં ગૂંચવાયેલા સમાજને એકતાનો સંદેશો આપ્યો. પંખી અને માનવીમાં ભેદ એટલો છે કે પંખી નીચે લડે, પણ ઊંચે જાય તો કદી ન લડે. જ્યારે માનવી થોડો ‘ઊંચો’ જાય કે લડવાનું શરૂ થાય. શ્રી સંઘની એકતા માટે એમણે ‘સવિ જીવ કરૂં શાસન રસિં'ની ભાવના વ્યક્ત કરી. આસપાસ ચાલતા ઝઘડા, મતમતાંતરો, એકબીજાને હલકા દેખાડવાની વૃત્તિ- આ બધાથી તેઓ ઘણા વ્યથિત હતા. મુંબઈના ચાતુર્માસ દરમિયાન એમણે કહ્યું, “તમે બધા જાણો છો કે આજકાલનો જમાનો જુદો છે, લોકો એકતા ચાહે છે. પોતાના હકોને માટે પ્રયત્ન કરે છે. હિંદુ-મુસલમાન એક થઈ રહ્યા છે. અંગ્રેજ, પારસી, હિંદુ અને મુસલમાન બધા એક જ ધ્યેય માટે સંગઠિત થઈ રહ્યા છે. આ રીતે દુનિયા તો આગળ વધી રહી છે. ખેદની સાથે કહેવું પડે છે કે આવા સમયમાં પણ કેટલાક વિચિત્ર સ્વભાવના મનુષ્યો - આપણા જ ભાઈઓ દસ કદમ પાછળ હઠવાનો પ્રયત્ન કરે છે. આજે તો બધાએ એક થઈ કોઈ સમાજ, ધર્મ અને રાષ્ટ્રના કલ્યાણનું કાર્ય કરવું જોઈએ.” સમાજની એકતા માટે તેઓએ જીવનભર પ્રયાસ કર્યો. એમને સમાજ એટલે કોઈ સાંપ્રદાયિકતાના સીમાડામાં બંધાયેલો સમાજ નહોતો. સાંપ્રદાયિકતાથી ઉપર ઊઠે એ જ સંત. એમણે ગુરુદ્વારામાં ઉપદેશ આપ્યો હતો તેમજ જીર્ણોદ્ધાર માટે આર્થિક સહાયની પ્રેરણા પણ આપી હતી. મેઘવાળો માટે સૂવાનો ખંડ એમના ઉપદેશથી તૈયાર થયો હતો. પાકિસ્તાનથી આવેલા નિર્વાસિતોને સહાય કરવાની એમણે જેનોને અપીલ કરી હતી. ગામમાં મુસલમાનોને મસ્જિદમાં જવા-આવવાની મુશ્કેલી પડતી હતી. એને માટે રસ્તાની જમીન આપવાની શ્રાવકો ના પાડતા હતા. આચાર્યશ્રીને મુસલમાનોએ વિનંતી કરી ત્યારે આચાર્યશ્રીએ વ્યાખ્યાનમાં શ્રાવકોને પૂછયું “આ મસ્જિદમાં મુસલમાનો શું કરે છે?' અગ્રણી શ્રાવકે કહ્યું, “સાહેબ! તેઓ ખુદાની બંદગી કરે છે.” આચાર્યશ્રીએ વળતો સવાલ કર્યો, “તમે મંદિરમાં શું કરો છો?”
Page #72
--------------------------------------------------------------------------
________________ પ૧ કાંતદ્ર આચાર્ય ભગવાનની સ્તુતિ” જવાબ મળ્યો. આ સાંભળી આચાર્યશ્રીએ કહ્યું, “મને તો ખુદાની બંદગી અને ભગવાનની સ્તુતિમાં કોઈ ભેદ દેખાતો નથી.” અને પછી શ્રાવકોને બીજા ધર્મને આદર આપવાની વાત સમજાવી. એને પરિણામે શ્રાવકોએ મુસલમાનોને આવવા-જવાના રસ્તા માટે હર્ષભેર જમીન આપી. આચાર્યશ્રીનો રાષ્ટ્રપ્રેમ પણ ઉદાહરણીય હતો. એમણે જીવનભર ખાદી પહેરી હતી. રેશમી વસ્ત્રોનો અવિરત વિરોધ કર્યો. આચાર્ય પદવી વખતે પણ નવ સ્મરણના પાઠ સાથે પંડિત હીરાલાલ શર્માએ જાતે કાંતીને તૈયાર કરેલી ખાદીની ચાદર ઓઢી હતી. રાષ્ટ્રના અગ્રણીઓ આચાર્યશ્રીના દર્શને આવતા હતા. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ. એ શ્રી મોતીલાલ નહેરુની તમાકુની ટેવ છોડાવી હતી. અંબાલા શહેરની જાહેર સભામાં આનો એકરાર કરતાં શ્રી મોતીલાલ નેહરુએ કહ્યું: “હું મારી અક્કલ ગુમાવી બેઠો હતો તે આ જૈન મુનિએ ઠેકાણે આણી.” આવી જ રીતે 5. મદનમોહન માલવિયા પણ એમનાં પ્રવચનો સાંભળવા આવતા અને પોતાના કાર્યમાં આચાર્યશ્રીના આશીર્વાદ માગતા હતા. પદવી કે પ્રસિદ્ધિથી આચાર્યશ્રી હંમેશાં અળગા જ રહ્યા. ફાલનાની કોન્ફરન્સ વખતે શ્રી સંઘે એમને વિનંતી કરી કે તેઓને “સૂરિ સમ્રાટ'ની પદ્વીથી વિભૂષિત કરવા માગે છે. આ સમયે આચાર્યશ્રીએ કહ્યું: “મારે પદ્ધીની જરૂર નથી. મારે તો શ્રી સંઘની સેવા કરવી છે. મારા પર સૂરિનો ભાર છે તે પણ હું મૂકી દેવા માંગું છું.” એમના હૃદયની વ્યાપકતા એમના જીવન અને વાણી - બંનેમાં પ્રગટ થાય છે. એમના આ શબ્દોની મહત્તા પીછાનવા માટે કેટલું વિશાળ હૃદય જોઈએ! તેઓ કહે છે : “હું ન જૈન , ન બૌદ્ધ, ન વૈષણવ, ન શૈવ, ન હિંદુ કે ન મુસલમાન, હું તો વીતરાગ પરમાત્માને શોધવાના માર્ગે વિચરવાવાળો એક માનવી છું, એક યાત્રાળુ છું.” વિચારની કેવી ભવ્યતા અને પોતાની કેટલી લઘુતા! મહાવીરની વીરતા
Page #73
--------------------------------------------------------------------------
________________ પર અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ એ સિંહની વીરતા છે. અહિંસા દાખવવાનું સિંહને હોય, સસલાને નહિ. એવી અહિંસક વીરતાનું જવલંત ઉદાહરણ છે કતદ્રષ્ટા આચાર્યશ્રીના જીવનમાં બનેલી પાકિસ્તાનમાં આવેલા ગુજરાનવાલાની ઘટના. 1945 થી 1947 સુધીનો હિંદુસ્તાનનો એ સમય અંધાધૂંધી અને ઊથલપાથલોથી ભરેલો હતો. આવે સમયે આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ.સા. પંજાબ (પાકિસ્તાનમાં ગયા અને અઢી-ત્રણ વર્ષ સુધી શાસનકાર્યો કરતાં-કરતાં એક વીર સાધુની પેઠે રહ્યા. આ સમયે આચાર્યશ્રીની ઉંમર 75 વર્ષની હતી. એમણે ગુજરાનવાલામાં ચોમાસું કર્યું. ભારત-પાકિસ્તાનના ભાગલાના એ સમયમાં એમના ઉપાશ્રયમાં જ ચાર બોંબ મુકાયા હતા. આચાર્યશ્રીને દેશભરમાંથી વિનંતી કરવામાં આવી કે આપ તત્કાલ ભારતમાં પાછા આવો. આચાર્યશ્રી એ બાબતમાં મક્કમ હતા કે શ્રી સંઘની એકએક વ્યક્તિ સલામત રીતે વિદાય થાય એ પછી જ હું અહીંથી જવાનો છું. ગુજરાનવાલાથી અમૃતસરની આચાર્યશ્રીની એ યાત્રા વીરતાની કથા સમાન છે. આચાર્યશ્રી વિજ્યવલ્લભસૂરીશ્વરજીએ પોતાના જીવનમાં ત્રણ આદર્શ રાખ્યા હતા. આત્મ સંન્યાસ, જ્ઞાનપ્રસાર અને શ્રાવક-શ્રાવિકાનો ઉત્કર્ષ. એમણે 68 વર્ષની સંયમસાધનામાં આ ત્રણેય આદર્શોની સિદ્ધિ માટે સતત પ્રયાસ કર્યો. સમાજને વર્તમાનમાં જીવવાની, રાષ્ટ્રીય પ્રવાહોને ઓળખવાની, જ્ઞાનપ્રસારની, અહિંસક વીરતાની, આત્મસાધનાની, સર્વધર્મ - સમભાવની અને ગુતાનુગતિકતાને બદલે સમયજ્ઞતાની પોતાની વાણી અને જીવનથી ઝાંખી કરાવીને એમણે આવતીકાલનો માર્ગ કંડારી આખો. આપણે તો એટલું જ કહેવાનું રહ્યું: વિજયવંત તુજ નામ અમોને અખૂટ પ્રેરણા આપો! તારી પ્રેમ-સુવાસ સદાયે ઘટઘટ માંહે વ્યાપો!
Page #74
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 53 8. પાવાગઢ તાંબર જૈન તીર્થ: પ્રાચીનતાની ગૌરવગાથા - પન્યાસ શ્રી જગચ્ચન્દ્રવિજયજી ગુજરાત એ જેનોના અનેક તીર્થોથી શોભતી ભૂમિ છે. ગુજરાતની ધરતી પર રહેલા મહાન પહાડો-પર્વતો ઉપરના જિનમંદિરો જૈન ધર્મની વિજયપતાકા લહેરાવી રહ્યાં છે. કુમારપાળના સમયનું ગુજરાત “અહિંસા પરમોધર્મ ના સર્વ કલ્યાણકારી, અહિંસા આદિના મહાન સિદ્ધાંતોને આચરણમાં મૂકી જૈન ધર્મનો વિજયડંકો વગાડતું હતું. અને એના કારણેજ બીજા પ્રાંતોની અપેક્ષાએ ગુજરાતની પ્રજા વધુ અહિંસક અને વધુ સહિષણું જોવા મળે છે. આ માટે યશ આપવો જોઈએ મહાન રાજર્ષિ કુમારપાળ અને અહિંસા તથા કરણાને સાક્ષાત અવતારમાં કલિકાલ સર્વજ્ઞ ભગવંત આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજને. આ બન્નેના મેળાપે ગુજરાતનો ઇતિહાસ જ બદલી નાંખ્યો. અહિંસા, અપરિગ્રહ, અનેકાન્તવાદ અને આત્મકલ્યાણના મૂક સંદેશા આપતાં તીર્થો, મંદિરો અને ધામોથી ગુજરાતમાં વડોદરા શહેરથી 50 કિ.મી. દૂર પંચમહાલ જીલ્લામાં પાવાગઢ નામનો પહાડ આવેલો છે. આ વિસ્તારમાં પાવાગઢ પહાડ મધ્યમાં આવેલ છે. પ્રાચીન અવશેષોથી સમૃદ્ધ બનેલ પાવાગઢ તીર્થ-જેનોનું મહાન તીર્થ હતું તે ઇતિહાસનાં પૃષ્ઠોથી જાણવા મળ્યું. આ પહાડ એક વખત શ્વેતામ્બર જૈનોના મોટા તીર્થસ્થાન રૂપે હતો. ઓગણીસમી સદીના પૂર્વાર્ધકાળ સુધીમાં શ્વેતામ્બર જૈન મંદિરો ત્યાં અસ્વિમાં હતાં, પરન્તુ બની ગયેલા આત્માની - સુલતાનીના પ્રસંગોથી ત્યાં આજે ઉપર
Page #75
--------------------------------------------------------------------------
________________ 54 પાવાગઢ શ્વેતાંબર જૈન તીર્થ: પ્રાચીનતાની ગૌરવગાથા કે નીચે કહેવાતાં દિગંબર મંદિર છે, પરંતુ એકેય શ્વેતામ્બર જિનમંદિર રહ્યું નથી. આ તીર્થની સ્થાપના વીસમા તીર્થકર શ્રીમુનિસુવ્રત સ્વામીના સમયમાં થઈ હતી. સમ્રાટ અશોકના વંશજ રાજા ગંગસિંહે ઈ.સ. 800 માં પાવાગઢનો કિલ્લો તથા તેમાં રહેલાં જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવેલ. | વનરાજ ચાવડાએ પાટણ વસાવી ગુજરાતનું રાજ્ય સ્થાપ્યું ત્યારે ચાંપા શાહ નામના વાણિયાએ ચોર્યાસી મહોલ્લાવાળા ચાંપાનેર નામે નગરની સ્થાપના કરી હતી. ચાંપાનેર, અણહિલવાડ રાજ્યના પૂર્વભાગમાં જબરો કિલ્લો ગણાતો હતો. પાવાગઢની ઈશાનકોણ તરફ માઈલેક ઉપર, વડોદરાથી પૂર્વમાં પચીસેક માઈલ ઉપર અને ગોધરાથી દક્ષિણે 42 માઈલ ઉપર ચાંપાનેર સૂચવેલ છે. પાવાગઢ ઉપર સંઘે જગજનહિતકારક જગમનોહર મંદિર રચ્યું છે. એને ફરતી ચોતરફ બાવન દેરીઓ હોઈ એ બાવન જિનાલય કહેવાયું. એમાં અભિનંદન સ્વામી (ચોથા તીર્થંકર) અને જીરાવલી પાર્શ્વનાથ (૨૩માં તીર્થકર) ની મુખ્ય પ્રતિમાઓ હતી. વિક્રમની ૧૯મી સદીમાં તપગચ્છમાં થઈ ગયેલા કવિરાજ દીપવિજયજીએ જણાવ્યું છે કે વિ.સં. ૧૧૧રમાં વૈશાખ સુદ 6 ને ગુરુવારે પાવાગઢ પર ચોથા તીર્થકર અભિનંદન સ્વામી અને જીરાવલી પાર્શ્વનાથની અંજનશલાકા પ્રતિષ્ઠા જૈનાચાર્ય ગુણસાગરસૂરિ દ્વારા કરવામાં આવી હતી. તે સાથે તેની ભક્ત શાસનદેવી કાલિકાને પણ ત્યાં સ્થાપિત કરવામાં આવ્યાં હતાં. કવિ દીપવિજયજીએ ‘જીરાવલા પાર્શ્વનાથ સ્તવન' ની ત્રીજી ઢાળમાં પાવાગઢની રખવાલી અભિનંદન સ્વામી ભગવાનની શાસનરક્ષિકા દેવી જગદંબા શ્રીકાલિકા દેવીની મૂર્તિનાં દર્શન કર્યા જણાય છે. જેથી તેના આસન, આયુધ, વસ્ત્ર, આભૂષણ, શણગાર વગેરેનું વાસ્તવિક સુંદર વર્ણન કરેલું જણાઈ આવે છે. પાવાગઢની રખવાલી આ કાલિકા દેવીને ચોથા તીર્થંકર અભિનંદન જિનની શાસનદેવી તરીકે ઓળખાવી છે. તે શ્વેતાંબર જૈનોની માન્યતા પ્રમાણે છે. વિ.સં. ૧૬૯૧માં કવિ અમરસાગરસૂરિએ રચેલા લાલણગોત્રવાળા પમસિંહ
Page #76
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 55 શ્રેષ્ઠીના ચરિત્રના મંગલાચરણમાં ગચ્છની અધિષ્ઠાપિકા. વાંછિત અર્થ આપનારી પાવાદુર્ગ (પાવાગઢ) નિવાસીની મહેશ્વરી મહાકાલીને વંદન કર્યું છે. गच्छाधिष्ठायिकां वन्दे महाकाली महेश्वरीम् / वांछितार्थपदां नित्यं पावादुर्गनिवासिनीम् // વર્તમાન પાવાગઢમાં કવિરાજ દીપવિજયે વર્ણવેલી કાલિકાદેવીની મૂર્તિ જેવામાં આવતી નથી, માત્ર ત્યાં તે દેવીની સ્થાપના સ્થાનક જ જણાય છે. જનશ્રુતિ પ્રમાણે પાવાગઢના રાજા જયસિંહ પતાઈ રાવલને દુર્બુદ્ધિ સૂઝી અને તેણે સખીઓ સાથે ગરબામાં સાક્ષાત આવેલી કાલિકા માતાનો હાથ પકડી તેને પોતાની દુર્ભાવના જણાવી. દેવીએ રાજાને ખૂબ સમજાવેલ પણ તે માન્યો નહીં, એટલે દેવીએ શાપ આપ્યો. પરિણામે વિ.સં. 1541 માં મહમ્મદશાહ ત્રીજે અહીં ચડી આવ્યો. ચાંપાનેર ભાંગ્યું. પાવાગઢનું પતન થયું. જેન મંદિરો લૂંટાયાં. એ વખતે જૈન સંઘે અનેક જિન પ્રતિમાઓને ભૂમિમાં ભંડારી દીધી. મહમ્મદશાહે રાજા જયસિંહ, પતાઈ રાવલ, પ્રધાન ડુંગરશી વગેરેને મારી નાખી પાવાગઢ જીતી લીધો. ત્યારથી મહમ્મદશાહ ત્રીજો જૂિનાગઢ અને પાવાગઢ બે ગઢ (કિલ્લા)નો રાજા થવાથી) બેગડો કહેવાયો. કાલિકાદેવીની મહાશક્તિથી પાવાગઢ મહાકાલીદેવીના ધામ તરીકે પ્રસિદ્ધ થયું. પાવાગઢથી ઉતર્યા મહાકાલી રે', એ ગરબો ગુજરાતમાં લોકવિશ્રત બન્યો કિન્તુ એક જૈન તીર્થ તરીકે એનું માહાત્મ લોકોમાં ભુલાઈ ગયું. અલબત્ત, ઐતિહાસિક પ્રમાણોથી સિદ્ધ થાય છે કે પાવાગઢ એ જૈન શ્વેતામ્બરોનું મધ્યકાલીન જૈન તીર્થધામ હતું. પં. જિનહર્ષગણિએ વસ્તુપાળ ચરિત્રના ત્રીજા પ્રસ્તાવમાં પ્રતિપાદન કર્યું છે કે - ગુજરાતની ભૂમિ તરફથી માળવા તરફ જનારા લોકોને શ્રમ દૂર કરવાનું વિશ્રામસ્થાન એવું ગોધા (ગોધરા) નામનું નગર હતું. ત્યાં ગર્વના પર્વત જેવો મહાતેજસ્વી મંડલીક રાજા ઘૂઘુલ નામે હતો, જે ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન કરી ઘોર કર્મ કરતો હતો. તે ગુજરાતની ભૂમિમાં આવતા જતા સાનિ પણ પકડતો હતો. તેના સર્વ પૂર્વજો ચૌલુક્ય (સોલંકી) રાજાની આજ્ઞાને સર્વ પ્રકારના સુખો આપનારી સમજી આનંદપૂર્વક મસ્તક પર ધારણ કરતા હતા, પરંતુ દુઃશાસન જેવો અન્યાયી સુભટોનો અગ્રેસર ઘૂઘુલ તે
Page #77
--------------------------------------------------------------------------
________________ 56 પાવાગઢ શ્વેતાંબર જૈન તીર્થ: પ્રાચીનતાની ગૌરવગાથા આજ્ઞાને માથે ચઢાવતો ન હતો. રાજા વીરધવલની ઇચ્છાથી મંત્રીશ્વર તેજપાલે ઘૂઘુલ સામે ભયંકર સંગ્રામ કર્યો. યુક્તિ અને શક્તિથી પ્રસન્ન કરી તેને કચ બંધ પૂર્વક બાંધો. સઘળા સુભટો ભયક્રાન્ત થઈને જોતા રહ્યા અને તેજપાલે ઉદ્ધત રાજા ઘૂઘલને જીવતો જ સિંહની જેમ લાકડાના પાંજરામાં પૂર્યો. ત્યાર પછી ગોધરામાં તેણે જયસ્તંભ જેવો, પર્વત જેવો ઊંચો, 24 તીર્થકરોનાં મંદિરો વડે ચોતરફથી શોભતો, ગજરચના અને અશ્વરચનાથી અંકિત પ્રાસાદ કરાવ્યો હતો. - ત્યાર પછી શ્રેષ્ઠ નરેશરો દ્વારા. ફૂલમાળાથી પૂજાતો મંત્રીશ્વર તેજપાલ, અનેક સિદ્ધો, ગંધર્વો અને કિન્નરો વડે સેવાયેલા, તળાવો, નદીઓ, કંડો અને વૃક્ષો વડે શોભતા સદા ફલ-ફૂલોથી ભરેલાં વૃક્ષો વડે પ્રાર્થને વિના પણ અતિથિઓનું ગૌરવ કરનારા પાવક નામના ગિરીધર (પાવાગઢ) પર ચડ્યો. તે ગિરીંદ્રના અદભુત શોભા-સમૂહને જોતાં અંત:કરણમાં વિચાર કર્યો | ગમે તેવો પાગ પર્વત, પૃથ્વીનો આધાર હોવાથી લોકમાં તીર્થ કહેવાય છે. તો તે જૈન મંદિરથી પવિત્ર થઈને તેમ કહેવાય તેમાં શું કહેવું? કહ્યું છે કે - 'ગિરનારનાં દર્શન કરતાં, શત્રુજ્યગિરિને નમન કરતાં અષ્ટાપદ તીર્થનું સ્મરણ કરતાં, સમેતગિરિનું ધ્યાન કરતાં, પાનકાદ્રિ (પાવાગઢ) પર ચડતાં અને અર્બુદાચલ (આબૂ)ને પૂજતાં પવિત્ર ચિત્રવાળા મનુષ્યનું કરોડો ભવોમાં કરેલું પાપ ક્ષય પામે છે.” એમ વિચાર કરીને સુબુદ્ધિમાન તે મંત્રીએ (તેજપાલે) પાવાગઢમાં જગતને આશ્ચર્ય ઉપજાવે તેવો સર્વતોભદ્ર નામનો નંદીશ્વરના કર્મ જાન માટે કંટેલિયા જાતિના પાષાણના 16 થાંભલાઓ આ પાવન પર્વત (પાવ ગઢ) થી જલમાર્ગે આવ્યા હતા એવો ઉલ્લેખ વિ.સં. ૧૩૬૧માં રચાયેલા પ્રબંધ ચિંતામણિ (વસ્તુપાલ-તેજપાલ પ્રબંધ)માં મળે છે. આ પરથી પાવાગઢ અતિપ્રાચીન તીર્થ છે તેનો ખ્યાલ આવે છે. આ પાવાગઢ તીર્થનો પુનરુદ્ધાર કરવા માટે પરમાર ક્ષત્રિયોદ્વારક, ચારિત્ર ચૂડામણિ, જેન દિવાકર આચાર્ય શ્રીમદ્ વિજય ઇન્દ્રદિન્ન સુરીશ્વરજીએ ઈ.સન ૧૯૮૧માં પ્રેરણા કરી.
Page #78
--------------------------------------------------------------------------
________________ 57 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ તેઓશ્રીની પ્રેરણાથી તા. ૨૨-૬-૧૯૮રમાં પરમાર ક્ષત્રિય જૈન સેવા સમાજ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. પાવાગઢ તીર્થ યોજનાની રૂપરેખા તૈયાર થઈ અને હાઈવે પર શ્રીચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય, ઉપાશ્રય, ધર્મશાળા, ભોજનશાળા તથા કન્યા છાત્રાલયનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો. ચાંપાનેર ગામના પરિસરમાં એકેય શ્વેતાંબર જિનમંદિર ન હોવાથી વૈશાખ સુદ 12 તા. ૨-૫-૧૯૮૫ના શુભ દિવસે દેરાસર નિર્માણકાર્યની ખનનવિધિ થઈ. આ અવસરે ઉપાશ્રય, ભોજનશાળા તથા કન્યા છાત્રાલયનો શિલાન્યાસ થયો હતો. ચાંપાનેરથી બોડેલી - છોટાઉદેપુર વિસ્તારમાં પરમાર ક્ષત્રિયોની આશરે 5,0,000 થી 6,0,00 ની વસ્તી છે. તેમાંથી એક લાખ પરમાર ક્ષત્રિયો આચાર્ય શ્રીમદ્ વિજ્યઈન્દ્રદિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી અને શ્રીપરમાર ક્ષત્રિય જૈન ધર્મ પ્રસારક સભાના પ્રયાસથી જૈન ધર્મનું પાલન કરી રહ્યા છે. આ પરમાર ક્ષત્રિયોના જીવનને શ્રમણ ભગવાન મહાવીર પ્રરૂપિત અને પ્રતિપાદિત અહિંસા, સંયમ અને તપાદિ મોક્ષમાર્ગી સંસ્કારને અનુલક્ષી બનાવવા માટે પાવાગઢમાં નારી સંસ્થાની સ્થાપનારૂપ કન્યા છાત્રાલયની શુભ શરૂઆત થઈ. હાલમાં તેમાં 40 પરમાર ક્ષત્રિય બાળાઓ લાભ લઈ રહી છે. કન્યા છાત્રાલય ખૂબ જ સંતોષકારક રીતે પ્રગતિ કરી રહ્યું છે. અહીં ગગનચુંબી શિખરબદ્ધ જિનપ્રાસાદનું નિર્માણ થયું છે જેમાં મૂલનાયક રૂપે શ્રીચિંતામણિ પાર્શ્વનાથે બિરાજમાન છે.
Page #79
--------------------------------------------------------------------------
________________ 58 અમૃત મહોત્સવ સ્મૃતિ રથ 9. અપૂર્વ મંગલમાલા [માનતુંગાચાર્ય વિરચિત “ભકતામર સ્તોત્ર' નો કાવ્યાસ્વાદ) - મહેન્દ્ર અ. દવે કવિ માનતુંગાચાર્ય રચિત “ભક્તામર સ્તોત્ર” માત્ર જૈન સમાજનું જ નહીં, માનવમાત્રની આત્મિક ઉન્નતિ માટેનું ઊર્ધ્વભાવપ્રેરક, રમણીય કાવ્ય છે. પોતાના કષાયોને ધીમેધીમે છોડતા જઈને, ભવબન્ધનોમાંથી મુક્ત થતા જઈને પોતાના ચૈતન્યકોષમાં રહેલા શિવત્વને પ્રગટાવવું અને એમ તીર્થકર. બની રહેવું એ માનવીમાત્રનું અંતિમ જીવનલક્ષ્ય છે. માયાનાં, માનનાં, લોભનાં, પૂર્વગ્રન્થિઓનાં કાંઈ કેટકેટલાં સૂક્ષમ બન્ધનો આપણામાં અને આપણી આજુબાજુ અંદરબહાર મૂળિયાં નાંખીને પડ્યાં હોય છે ! જન્મજન્માંતરની વાસનાઓ રૂપે આપણામાં ઊતરી આવ્યાં હોય છે. કાયાને કોટડે બંધાયેલા જીવાત્માને સંસારનાં સીમિત સુખદુ:ખોમાંથી, રાગદ્વેષોમાંથી મુકત થવાની કોઈક આંતર ઝંખના internal urge - જાગે છે. “મમતા, તું ના ગઈ મોરે મનસે' આ તુલસીદાસનો જ નહીં, આપણા સહુનો આંતરિક વલોપાત હોય છે. પણ માત્ર ઝંખનાથી જ આ બન્ધનોમાંથી મુક્ત થવાતું નથી. એ માટે જરૂરી છે સત્ય માટેની જાગરૂકતા, વિપત્તિઓને સ્વીકારવાની તૈયારી, તિતિક્ષા અને અડગ શ્રદ્ધા! પ્રભુનો અનુગ્રહ હોય તો જ હૈયામાં શ્રદ્ધા ઊગે. આવા અનુગ્રહને પામવા માટે નિતાન્ત ભક્તિ એ જ ઉત્તમ સાધનાપંથ છે. આ પંથે પહેલાનાં કમ કપાય છે, બન્ધને દૂર થાય છે. પ્રભુભક્તિના આ અમર સ્તોત્રમાં પ્રથમ તીર્થંકર પ્રભુ આદિનાથના
Page #80
--------------------------------------------------------------------------
________________ અપૂર્વ મંગલમાલા 59 દિવ્ય ગુણોનું, તેમના સત્ત્વશુદ્ધ રૂપનું તેમના લોકોત્તર પ્રભાવોનું ઉદારરમણીય નિરૂપણ થયું છે. એનું બાળક કેવું છે તે માને પૂછો તો દરેક માતાને પોતાના સંતાનમાં કયો જ દેખાશે. પ્રિયપાત્રનું સર્વ કાંઈ મનોહર લાગે. માનતુંગાચાર્યને આદિનાથ માટે નિતાન્ત પ્રેમ છે અને “ભક્તામર સ્તોત્ર' એ પ્રેમનો રમણીય ઉદ્ગાર છે. - વસન્તતિલકા છંદનાં 48 શ્લોકપુષ્પોથી ગૂંથાયેલી આ મંગલકાવ્યમાલામાં સૂત્રરૂપે કવિની પ્રભુભક્તિ છે. કાવ્યારંભે સહજ નમ્રતા સાથે કવિ, પોતાની મર્યાદાઓને કારણે આદિનાથના ગાગોનું વર્ણન કરવા અસમર્થ હોવા છતાં તેમનું ગુણકીર્તન કરવાની ઉત્કૃષ્ટ ભાવના છે તે વાતને, સુન્દર દષ્ટાન્તો આપીને મૂર્ત કરે છે. આ વિનમ્ર ઉદ્ગારો સાત શ્લોકો સુધી વિસ્તરે છે. પોતાને બુદ્ધિ વિનાના, વિગત શક્તિ, અલ્પજ્ઞ અને ઉપહાસપાત્ર ગણાવતા કવિ પોતાની પરિમિત શક્તિ અને પ્રભુની અપરિમિત મહત્તાને રમણીય કાવ્યવાણીમાં મૂર્ત કરે છે. રામયાણપ્રસિદ્ધ ચન્દ્રબિંબ અને બાળકહકની વાત વણી લેતા કવિ કહે છે, જલેસ્થિત ચન્દ્રબિંબ પકડવા અબુધ બાળક તોફાન કરે છે તેમ હે પ્રભુ! હું આપની સ્તુતિ કરવા પ્રવૃત્ત થયો છું. હૃદયમાં પરમ નિર્દોષતા અને પ્રાપ્તિ માટેની બાળક જેવી હઠ હોય તો જ પ્રભુને પામી શકાય–આ વાતને કવિએ કેવી કળાત્મક રીતે અહીં સૂચવી દીધી છે. બીજું દષ્ટાન્ત પ્રાણીસૃષ્ટિને સ્પર્શે છે. પોતાની શક્તિ નહીં હોવા છતાં હરણી પોતાના સંતાનનું રક્ષણ કરવા ભલભલા સિંહની સામે કેવી ધસી જાય છે? બાળકનું યોગક્ષેમ એ માબાપ માટે સહજ વાત્સલ્યનું પરિણામ છે. આપને માટેના પણ આવા જ વિશુદ્ધ પ્રેમથી આપની સ્તુતિનું ગાન કરવા હું તત્પર થયો છે. સંસાર જીવનનાં બે દષ્ટાન્ત આપીને હવે કવિની નજર પ્રકૃતિવિશ્વ ઉપર પહોંચે છે. કવિની નમ્રતા કેવી વાણીમાં વ્યકત થાય છે? કવિ કહે છે અલ્પજ્ઞ હું ધૃતવતે પરિહાસપાત્ર, વદ્ ભક્તિથી જ સ્તુતિ આ રચતો ગયો છે. ગાતો દીસે મધુર કોકિલ જો વસન્ત, તે તો પ્રભાવ સહુ યે સહકારનો છે... (6)
Page #81
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગયા જેમ વસન્તની મધુર પ્રકૃતિ અને પ્રફુલ્લ આશ્રમંજરી કોકિલને ગાતો કરી મૂકે છે તેમ હે પ્રભુ! આપનું દર્શન મને ગાતો કરી મૂકે છે. કવિની શ્રધ્ધાવાણી અવિરત વહે જાય છે. આ દષ્ટાન્ત જુઓ. નતિની; મુIBતિમુતિ નમૂવિન્! કમળપત્ર ઉપર પડેલું જળબિન્દુ મોતીની જેમ ચમકે છે તેમ મારી આ સામાન્ય પ્રાર્થના પણ માત્ર પ્રભુના કારણે જ મનોહર બની રહેશે. આદિનાથ પ્રભુના ગુણો તથા શક્તિઓનું વર્ણન કરતાં કવિ જૈનદર્શનના એક મહત્ત્વના પ્રતિપાદનને શ્લોકરૂપ આપે છે. કાવ્યના દસમા શ્લોકમાં કવિ કહે છે કે હે પ્રભુ! આપની કૃપાથી માનવી દેવતુલ્ય બની રહે છે, તુન્યા મવતિ વિત: આપની સ્તુતિ કરતો માનવી ભવબન્ધનોમાંથી મુક્ત થઈ પ્રભુસમ બની શકે છે. કવિની આનંદવિભોર વાણી આગળ વધે છે. માતા માટે સંતાનનું સર્વ કાંઈ સુન્દર જ હોય, તેમ ભક્ત માટે ઇષ્ટદેવનું સર્વ કાંઈ મધુર જ છે. કવિ કહે છે, હે પ્રભુ! મને આપનું અનન્ય દર્શન થાય, આપના મુખારવિન્દને જોતો જ રહું. આ દર્શનસુખ મને અન્યત્ર ક્યાંય પ્રાપ્ત નહીં થાય. આપનું રૂપ તો અદ્વિતીય છે. રાગ અને રુચિ, આસક્તિ અને ઝંખના; આ બધાથી પરમ વિરક્ત એવા આપતું વિરલ વ્યક્તિત્વ શાંતિના પરમ ધન્ય પરમાણુઓથી ઘડાયેલું છે. આપનું દારિક શરીર અત્યંત તેજસ્વી, આપનું વ્યક્તિત્વ રાગદ્વેષરહિત અને આપની મુખમુદ્રા પરમ પ્રશાન્તિમય છે. આપના અસ્તિત્વ માત્રથી પ્રગટતી શાંતિનો પ્રભાવ અપૂર્વ છે. આદિનાથના આવા પ્રભાવને કવિ એક અતીવ સુન્દર કલ્પનાચિત્ર દ્વારા સાકાર કરે છે. રીપોડપર્વમસિ નાથ! કપ્રિણ: હે વિશ્વના અચલ પ્રકાશરૂપ નાથ! આપ તો ધૂમ્ર વિનાના, વાટ વિનાના, તેલની જરૂર વિનાના, ત્રિભુવનને પ્રકાશિત કરનારા, ભીષણ પવનથી પાગ ચલિત નહીં થનારા, જીવોના અંધકારને દૂર કરનારા, સતત પ્રકાશમાન દીપક છે. પ્રભુના અપરિમેય પ્રભાવને કવિ વાવ છે. આપનું મુખચના જગતના અંધકારને દૂર કરતું હોય ત્યારે સૂર્યચન્દ્રની પણ શી જરૂર છે? તૈયાર થઈ ગયેલી ડાંગરના ખેતરમાં પાણી ભરેલાં વાદળાંની શી જરૂર છે? કવિએ હરિહરનાં ચરિત્રો જોયાં છે, પણ આદીશ્વરને જોયા પછી
Page #82
--------------------------------------------------------------------------
________________ અપૂર્વ મંગલમાલા અન્ય કોઈ પણ દેવ તરફ કવિનાં શ્રધ્ધા-ભકિત વળ્યાં નથી. કવિ કહે છે મારું મન તો સદા આપનાં ચરણોમાં જ રહેશે, એક જન્મમાં નહીં; ભવાન્તરે પણ અન્ય કોઈ દેવને મારું હૃદય સ્વીકારી શકશે નહીં. પોતાના ઇષ્ટદેવ પરત્વેની કેવી અખંડ શ્રદ્ધા! બધા જ ભક્તોની આવી હૃદયસ્થિતિ હોય છે. તુલસીદાસ ધનુષ્યબાણ વિનાના અન્ય કોઈ પણ દેવ સમક્ષ માથું નમાવવાની ના કહી દે છે. તો ભક્ત કવિ દયારામ ગોપીજનવલ્લભ કૃષ્ણ સિવાય કોઈને પણ હૈયે સ્વીકારવા રાજી થતા નથી. “જા કી રહી ભાવના જૈસી પ્રભુ મૂરત દેખિ તિન તૈસી.” પોતાના આરાધ્યદેવ માટેનો અનન્ય અનુરાગ-જન્માંતરને પ્રેમ-એનું નામ ભક્તિ. મેરૂતુંગાચાર્ય વિચારે છે, આવા પરમ ધન્ય પ્રભુનાં માતા કેવાં મંગલમૂર્તિસમાં હશે? જગતમાં અનેક પુત્રોને અનેક સ્ત્રીઓ જન્મ આપે છે. પણ યુગાન્તરે એવા કોઈક પુણ્યાત્મા પ્રગટે છે; જે વિશ્વનો અંધકાર દૂર કરીને અમર બને છે. આવા પુણ્યાત્માને જન્મ આપીને માતાનો ખોળો ધન્ય બને છે. કવિ, પ્રભુનાં મા મરુદેવીને યાદ કરતાં, આનંદવિભોર બની જાય છે અને સાથે કવિવાણી પણ ધન્ય થઈ રહે છે. 'स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान् नान्या सुतं त्वदुयमं जननी प्रसूता। सर्वा दिशो दधति भानि सहस्त्ररश्मिं प्राच्येव दिग्जनयति स्फुरदंशुजालम् // દેવપુરુષને જન્મ આપનાર માતા અને સૂર્યને પ્રગટાવનાર પૂર્વ દિશા કવિ માટે સરખાં છે. બધી દિશાઓને ખોળે અનેક તારલિયાઓ ટમકતા, મલકતા હોય છે, પણ સૂર્યને તો માત્ર પ્રાચી-પૂર્વ દિશા જ પ્રગટાવે છે. સૂર્યને જન્મ આપીને પૂવીનો ખોળો કેવો ધન્ય બને છે? કવિની સર્જકતાનો અનુભવ કરાવતી આ પંક્તિ “ભક્તામર સ્તોત્ર'ની મેરુપંક્તિ બની રહે છે. | મુક્તિ માટેનો એકમેવ પંથ આદિનાથનાં ચરણોમાં રહેલો છે. પ્રભુને યોગ્ય રીતે સમજી-પામીને માનવી ભવબનોમાંથી મુક્ત બની શકે છે. કવિ કહે છે, ત્યામેવ ચાપત્તપ્ય ગતિ મૃત્યું! પ્રભુનાં ચરણોમાં મૃત્યુને જીતવાની શક્તિ છે. કર્મનો ભાર માનવીને પળેપળ સંસારની ગડમથલમાં
Page #83
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ વાંક ગૂચવે છે. લૌકિક જીવનની આવી માનસિકતામાંથી છુટકારો એટલે મોક્ષ. કાવ્યને પ્રારંભે મુખ્ય પ્રાપ્ય અને અહીં તમે પણ કહીને કવિ સમ્યકત્વનો મહિમા સૂચિત કરે છે. “તત્વાર્થસૂત્ર”ને પ્રારંભે કહ્યું છે. તેમ સમ્યક્ ટર્શનજ્ઞાનવૃત્રિાનિ મોક્ષ: | સમ્યફ શ્રદ્ધા, સમ્યફ જ્ઞાન અને સમ્યફ ચરિત્ર આ છે ટૂંકો મોક્ષમાર્ગ. આ એક જ શબ્દ “ભક્તામર સ્તોત્ર'ને જૈન અધ્યાત્મના અંતરાત્મા સાથે જોડી દે છે. 24-25-26 શ્લોકોમાં કવિષ્ટિની વિસ્તૃત ક્ષિતિજો અને હૃદયનો ઊછળતો આનંદ બન્નેનો અનુભવ થાય છે. કવિ આદિનાથને કેવાં કેવાં સંબોધનોથી યાદ કરે છે? અવિનાશી, અચિન્ત, ગુણધારક, બ્રહ્મસ્વરૂપ, અનન્ત, કામવિનાશક, યોગીશ્વર એવા પ્રભુને વર્ણવતા કવિની વહેતી વાણી ગીતાના ૧૧મા અધ્યાયમાં વિશ્વરૂપદર્શને અર્જુનની તથા કવિ પુષ્પદન્તરચિત “શિવમહિમ્નસ્તોત્ર'ના 26 તથા ર૯ લોકોની અસ્મલિત, ઊછળતી કવિવાણીની સ્મૃતિ તાજી કરે છે. અખિલ બ્રહ્માંડમાં એક જ પરમતત્વને જોતાં કવિને મન શંકર, બ્રહ્મા, પુરુષોત્તમ કે બુધ એ સર્વ નામરૂપ ભેદ વિલીન થઈ ગયા છે. કવિ, કહે છે, જ્ઞાનરૂપ બુદ્ધિને કારણે હે પ્રભુ! આપ બુદ્ધ છો, ત્રિલોકના કલ્યાણકર્તા હોવાથી આપ બ્રહ્મ છો, સંપૂર્ણ હોવાથી આ૫ પુરુષોત્તમ છો. જૈન દર્શનનો અનેકાંતવાદ અહીં જણાય છે. આવા પ્રભુને નમસ્કાર કરતી કવિતા પુષ્પમાલિકાની જેમ સારી રહે છે. तुभ्यं नमः त्रिभुवनार्तिहराय नाथ। तुभ्यं नम: क्षितितलामल भूषणाय। तुभ्यं नमः त्रिजगतः परमेश्वराय। तुभ्यं नमः जिन। भवोदधिशोषणाय॥ ત્રણ ભુવનના દુ:ખહર્તા, પૃથ્વીલોકના પરમ આભૂષણ રૂપ એવા પ્રભુને મારા નમસ્કાર હો! આ પંક્તિનું ચોથું ચરણ કેવું મોતીસમું છે? સંસારસાગરને શોષી લેનારા પ્રભુ જિનેન્દ્રને મારા નમસ્કાર હો. કવિએ આદિનાથને સંસારસાગરને શોષી લેનાર કહ્યા છે તેમાં ઘણું ઔચિત્ય છે. સંસારની આસક્તિઓ પાણીના જેવી જ પ્રવાહી; તરલ અપ્તરંગી; સહેજમાં બાષ્પ થઈ જાય એવી છતાં એની તરસ કેવી તીવ્ર? હે પ્રભુ! આપની કૃપાથી મારી સર્વ સંકુચિત આસક્તિઓ સુકાઈ જશે; સંસારની તૃષ્ણાઓ શોષાઈ જશે.
Page #84
--------------------------------------------------------------------------
________________ અપૂર્વ મંગલમાલા 63 ભક્તામર સ્તોત્ર” ના 28 થી 35 સુધીના શ્લોકોમાં કેવળજ્ઞાન પ્રગટયા પછીના તીર્થકર ભગવાનના અષ્ટમહાપ્રાતિહાર્યોને કવિ વર્ણવે છે. એક એક શબ્દચિત્રમાં એક એક પ્રાતિહાર્યની વિગત ઉપરાંત કવિ તે સર્વની વૈચારિક ભૂમિકાને સુન્દર અલંકારો દ્વારા સંકેતિત કરે છે. કેટલાંક ચિત્રો જોઈએ. અશોક વૃક્ષ નીચે બેઠેલા આપના દેહમાંથી પ્રગટતાં તેજકિરણો ઊંચે જાય છે અને પેલા નીલરંગી અશોકપત્રો આ તેજકિરણોના પ્રભાવથકી હજુરંગી બની જાય છે, એમનો નીલરંગ ઝાંખો થતો જાય છે. આદિનાથના સંપર્કથી ભારેકમી જીવ હળુકર્મી બનતો જાય છે. ઉદયાચલ પર્વતના શિખરે સુહાતા સૂર્યબિંબની જેમ આપ મણિમય સિંહાસને શોભી રહ્યા છો. ઉપરથી પડતાં, વહેતાં ઝરણાંઓ વડે જેમ મેરુપર્વત શોભે છે તેમ મોગરાના પુષ્પસમા શ્વેત ચામરો થકી આપ શોભો છો. ચોવીસ દેવો આપની પથુપાસના કરે છે છતાં હે પ્રભુ! આપ તો ગિરિશિખરની જેમ અચલ જ રહો છો. આદિનાથની ઉદાત્ત, મધુર અને સૌમ્ય વાણીને વર્ણવતાં કવિની વાણી પણ મધુરમંજુલ બની જાય છે. मन्दारसुन्दरनमेरु सुपारिजात। सन्तानकादि कुसुमोत्कर वृष्टिरुद्धा / गन्धोदबिन्दु शुभमन्य मरुत्प्रपाता। दिव्यादिवः पतति ते वचसां तितिर्वा // હે પ્રભુ! સુગંધિત જળબિન્દુઓ અને શુભ, મન્દ સમીરની હેરખીઓ સાથે આકાશમાંથી મંદાર, નમેરુ, પારિજાત આદિ સ્વર્ગીય પુષ્પોની આપના ઉપર વૃષ્ટિ થઈ રહી છે. આ પુષ્પવર્ષા આપનાં વચનોની દિવ્ય ધારા જેવી લાગે છે. આકાશમાંથી વરસતી પુષ્પવૃષ્ટિનું કેવું આહલાદક ચિત્ર, કેવી મનોહારી કલ્પના અને કેવી સુકુમાર ભાષા! કવિ પુષ્પોને પ્રભુની વાણી સાથે મૂકીને કાવ્યને ધન્ય બનાવી દે છે. કવિ કહે છે, હે પ્રભુ! આપના મસ્તક પાછળનું તેજવર્તુળ સૂર્ય કરતાં તેજસ્વી અને પૂર્ણ ચન્દ્ર કરતાંય શીતળ છે. એમાં સૂર્યનું તેજ છે પણ ઉગતા કે ઉગ્રતા નથી, ચન્દ્રની શીતળતા છે પણ એની ઝાંખપ નથી. આદિનાથનાં ચરણોની શોભા તો કોઈ અનેરી જ છે. કવિ કહે છે, આપના ચરણનખનું તેજ સુવર્ણકમળસમૂહના તેજ જેવું સૌમ્ય સુન્દર
Page #85
--------------------------------------------------------------------------
________________ 64 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ છે. આપનાં પગલે પગલે દિવ્યકમળો રચાતાં જાય છે. पादौ पदानि तव यत्र जिनेन्द्र धत्तः। पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति। હે પ્રભુ! જ્યારે આપ જીવોનાં દુઃખ દૂર કરવા ધરતી ઉપર વિચરણ કરો છો ત્યારે આપના ચરણસ્પર્શથી ધરતી પુલકિત બની જાય છે. આપ માનવકલ્યાણ અર્થે વિહાર કરો છો ત્યારે આપને માટે સર્વકાંઈ શાન્તાનુકુલ બની રહે છે. ઉત્તરાધ્યયન” નોંધે છે તેમ ભગવાન મહાવીરે ક્રોધ, માન, માયા માયાને સરળતાથી અને લોભને સંતોષથી જીતવાને કહ્યું છે. “ભક્તામર સ્તોત્ર” ને 38 થી 46 સુધીના શ્લોકોમાં કવિ આ વિચારને કવિતાની રૂપક-પ્રતીકની શૈલીમાં એક એક શબ્દચિત્ર દ્વારા મૂર્તરૂપ આપે છે. આત્માના ચારે કષાયો, ભવબનો, શારીરિક કષ્ટો માનવીને કેવો વ્યાકુલ બનાવી દે છે અને પ્રભુનામ સ્મરણથી એ સર્વ સંતાપોમાંથી માનવી કેવી રીતે મુક્ત બની શકે છે તે વાતને કવિ અહીં રજૂ કરે છે. પહેલું ચિત્ર જુઓ. કપાળેથી ઝરતા મદથી ખરડાયેલો અને આજુબાજુ ગુંજારવ કરતા ભમરાઓથી ગુસ્સે થયેલો હાથી સામેથી ધસી આવી રહ્યો છે. પ્રભુને આશરે રહેનારાનો વાળ પણ વાંકો થવાનો નથી. હાથી એટલે માન, ગૌરવ અને પ્રતિષ્ઠાનું મોટાઈ અને મિથ્યાભિમાનનું પ્રતીક. આપણે કેવાકેવા અહજનિત ખોટા ખ્યાલોમાં પૂર્વગ્રહોમાં આપણું અને આપણાનું અહિત કરતા હોઈએ છીએ? પ્રભુની કૃપાથી આપણું અહમ્ અને તજજન્ય અવિનય દૂર થાય છે. હવે બીજું ચિત્ર. સ્થાનક સિંહે તરાપ મારીને હાથીનું ગણ્ડસ્થલ ચીરી નાખ્યું છે. એમાંથી લોહીભીનાં મોતી ધરતી ઉપર સરી રહ્યાં છે. દદડતા લોહીને જેતાજ સિંહ અત્યંત ક્રોધિત થઈ ગયો છે. પણ, ના. હે પ્રભુ! આપને શરણે રહેલાને આ સિંહ કાંઈ કરી શકવાનો નથી. સત્તા, અબાધિત અધિકાર, ભૌતિક તાકાત અને ભીષણ કોધનું પ્રતીક છે સિંહ. પાશવી શક્તિ, તોફાની સત્તા અને એમાં મળે અમર્યાદ ગુસ્સો. કેવાં ખરાબ પરિણામો આવે? પ્રભુની જેના ઉપર કૃપા હોય તેનો ક્રોધ શમી જાય છે. હવે ત્રીજું ચિત્ર સર્જાય છે. ચારે બાજુ પ્રલયકાળના ઉચ્ચ અગ્નિ જેવો, જવાળાઓ ઓકતો
Page #86
--------------------------------------------------------------------------
________________ અપૂર્વ મંગલમાલા 65 દાવાનળ સામે ધસી આવે છે. કવિ કહે છે, હે પ્રભુ! આપના નામકીર્તનરૂપ જળથી આ ભયાનક દાવાનળ શાંત થઈ જશે. સંસારના અર્થમાં વનનું પ્રતીક તો જાણીતું છે. વનમાં પ્રગટેલો દાવાનળ એટલે કે સંસારની સર્વભક્ષી માયા આપણા અસ્તિત્વને ભસ્મરૂપ કરી દે છે. પ્રભુના નામસ્મરણથી આવો માયાદવ શમી જાય છે. માન, ક્રોધ અને માયા ઉપર તો અંકુશ પ્રાપ્ત થયો પણ હજી સંગ્રામ પૂરો થયો નથી. પોણા ભાગનો જંગ જ જીતાયો છે. હવેનું વિઘ્ન પસાર કરવું એટલું કઠિન નથી છતાં ભયાનક જોખમોથી ભરપૂર તો છે જ ! આપણા મનની સીમાઓ ક્યારેક આ વિઘ્ન આગળ આપણને અટકાવી દેશે, વિનિપાતની ખાઈમાં ફેંકી દેશે. સંસારપંથ ઉપર સામે લાલ આંખો વાળો, મદોન્મત, કુત્કારતો સાપ પડયો છે. એની ઉપર એક પગ પડશે અને સર્વ વિનાશ! થોડીક સમજણ, થોડીક ચતુરાઈ અને આત્મજાગૃતિ હશે તો વાટે ફંટાઈને રસ્તો પાર કરી શકાશે. સાપ આપણને કાંઈ નહીં કરે. સાપ એટલે સંસારનાં લોભસ્થાનો, લલચાવનારી પરિસ્થિતિઓ. હૈયે પ્રભુ વસ્યો હશે તો આવા અનેક સર્પો ઓળંગી શકાશે. Eternal vigilance is the price of purity. જરૂર છે સતત જાગૃતિની. સ્વામી વિવેકાનંદને પરદેશમાં એક ઠગારી સ્ત્રીએ કહ્યું, “સ્વામીજી! મને તમારા જેવો દીકરો જોઈએ છે.” સ્વામીજીએ એવો જ ચતુરાઈભર્યો જવાબ વાળેલો, “મને જ તમારો દીકરો ગણી લો ને?” કોશાને યોગ્ય ઉત્તર આપતા સ્થૂલિભદ્ર યાદ આવે છે? કાવ્યના 43-44 મા શ્લોકમાં જીવનનું કુરુક્ષેત્ર રજૂ થાય છે. ચારે બાજુ મદમસ્ત ઘોડાઓ ઊછળી રહ્યા છે, હાથીઓની ચિચિયારીઓ સંભળાઈ રહી છે, યુદ્ધ તો શરૂ થઈ ગયું છે. સૈનિકોના ભાલાઓથી હાથીઓ વીંધાઈ રહ્યા છે, એમના શરીરમાંથી વહેતા રક્તપ્રવાહમાં ખરડાયેલા યોદ્ધાઓ તુમુલ યુધ્ધ કરી રહ્યા છે. આ ભૂમિ ઉપરનું કુરુક્ષેત્ર યુદ્ધ તો અઢાર દિવસે પૂરું થયું પણ માનવહૈયાના યુદ્ધનો ક્યારેય અન્ત નથી. હૈયાની જાગૃત ચેતના અને કર્મો વચ્ચેનો, સત્ અને અસત્ વચ્ચેનો આ સંગ્રામ આપણા સહુના અંત:કરણમાં સતત ચાલી રહ્યો છે. હૈયાના રથનો સારથિ જો કૃષ્ણ હોય તો જીવનનું યુદ્ધ જીતી શકાય. હે પ્રભુ! આપના નામસ્મરણથી, આપની કૃપાથી અમે સહુ આ આંતરયુદ્ધમાં વિજયી બનીને સાચા જિન બની
Page #87
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ શકીશું. અહીં કવિ જલંદરના રોગીનું એક વિલક્ષણ ચિત્ર આપે છે. જગતમાં અનેક આધિવ્યાધિ ઉપાધિઓ છે. એમાં પ્રથમ ગણાય દેહનું કટ, કવિ કહે છે, જલંદરના ભયાનક રોગથી વિકૃત દેહદશાને પામેલો મરણોન્મુખ માનવી પણ આદિનાથની કૃપાથી રોગમુક્ત થઈ રહે છે. દેહનું કેન્દ્ર છે પેટ પેટમાં પાણીનો સંગ્રહ એટલે જલંદર. સંગ્રહ-પરિગ્રહ-માત્ર અનન્ત દુ:ખતું કારણ. જલંદર જેવા અસાધ્ય રોગમાં દર્દીની ધીરજ, તિતિક્ષા અને સહનશીલતાની કસોટી થાય છે. સર્વ પ્રકારનાં ભોજન, અરે! પાણી પણ લીધા વિના દેહને ટકાવવો એ કપરી દેહતપસ્યા છે. દેહ વિશે જેમ જલંદર તેમ આત્મા વિશે કર્મ એ અસાધ્ય મનોવિકૃતિ છે. આ બન્નેને દૂર કરવા તનનો અને મનનો કઠોર સંયમ અને પ્રભુકૃપા જરૂરી છે. આપાદકંઠ લહશૃંખલાઓથી બંધાયેલા માનવીની સ્થિતિ કેવી દયાજનક હોય? બંધનો પાછાં એવાં જડબેસલાક કે એનાથી અંગો પાણ છોલાઈ ગયાં હોય. આવો મનુષ્ય પણ પ્રભુ આદિનાથના નામસ્મરણવડે બંધનમુક્ત થાય છે. આપણે સહુ અનેક સ્થળસૂમ બંધનમાં બંધાયેલા હોઈએ છીએ. પ્રભુની ભક્તિ સર્વે ભવબંધનોમાંથી મુક્તિ અપાવે છે. પ્રભુના નામસ્મરણથી સંસારત્વ કપાતું જાય છે અને આત્મા વ્યાપક જીવન્ત સત્તા સાથે એકરૂપ થતો જાય છે. આપણામાં રહેલું દેવત્વ પમરતું જાય છે. આપણે માનવી મટી તીર્થ બનીએ છીએ, તીર્થકર બનીએ છીએ. પ્રભુકૃપાનું આથી વિશેષ કલ્યાણકારી પરિણામ બીજું કયું હોઈ શકે? આ શ્લોકની વ્યંજના સ્પષ્ટ હોવા છતાં પંક્તિના વાર્થ અનુસાર માનતુંગાચાર્યના જીવન પ્રસંગને અહીં વણી લેવામાં આવ્યાનું માનવામાં આવે છે. આપણા જેવા ધર્મભીરુ ભોળુડા સમાજ માટે આમ બનવું સહજ છે. મહાન વ્યક્તિત્વની હયાતિમાં જ એના વિશેની ચમત્કારક કથાઓ પ્રગટતી, પ્રસરતી હોય છે. હર્ષના (7 મી સદી) દરબારના અન્ય બે કવિઓ બાણ અને મયૂર વિશે પણ આવી કથાઓ પ્રચલિત છે. “ચંડીશતક” ગાઈને બાણનાં કપાઈ ગયેલાં અંગો પુન: સંધાઈ ગયાં, “સૂર્યશતક” ના પઠનથી કવિ મયૂરના દેહ વિશેનો કોઢ શમી ગયો અને રાજાએ કસોટી કરવા માનતુંગને પહેરાવેલી લોહસાંકળો “ભક્તામર સ્તોત્ર' ના ગાનથી છૂટી થઈ ગઈ. શક્તિપૂજા માટે બાણની કથા, સૂર્યપૂજાના પ્રસાર માટે મયૂરની કથા અને જિનધર્મમાહાત્મ
Page #88
--------------------------------------------------------------------------
________________ અપૂર્વ મંગલમાલા માટે મેરુતંગની આ કથા ઉપસી આવ્યાનું સમજાય એમ છે. કાવ્ય એ કલ્પના અને રૂપક-પ્રતીકનું વિશ્વ છે. એમાં તથ્યનું સત્ય નહીં પણ ભાવનાનું સત્ય મૂર્ત થયું હોય છે. લોકહૃદય ઘણી વાર કવિતાની વિગતોને ઐતિહાસિક માની લે છે અને એમાંથી આવી કથાઓ પ્રચલિત બને છે. ખરેખર તો રૂપકાર્યને સમજવાથી કાવ્યનો સાચો મર્મ પકડાય છે. આપણે જીવનના વિવિધ ભૌતિક, માનસિક, ભાવાત્મક કે સાંજોગિક બંધનોમાં બંધાયા હોઈએ છીએ. નિયતિપ્રેરિત ચિત્રવિચિત્ર સંજોગોના બંધનમાં ફસાયેલો માનવી એમાંથી મુક્ત થવા કેવો તલસતો હોય છે? કવિ માનતુંગાચાર્યનો તલસાટ આપણા સહુનો તલસાટ છે, એમની પ્રાર્થના આપણી સહુની પ્રાર્થના છે. કવિને હૈયે મુક્તિની ઝંખના છે, પ્રભુ પરત્વેની અપાર શ્રદ્ધા છે. મુક્તિ એ મૃત્યુ પછીની નહીં, મૃત્યુ પૂર્વેની સતત ચિદાનંદની સ્થિતિ છે. પ્રભુની કૃપા હોય તો મુક્તિ આપણા ચરણોમાં આવીને વસે છે. અને એ મુક્ત બનેલા માનવીનો આનંદ કેવો અવર્ણનીય હશે? અખાએ કહેલું ને? શાં શાં રૂપ વખાણું સંતો, શાં શાં રૂપ વખાણું, ચંદા ને સૂરજ વિના મારે વાયું છે વહાણું.” મુક્ત માનવીની ખુમારી અને મસ્તી જુદી જ હશે. કવિ કાવ્યના સમાપનમાં કહે છે-આ રમણીય કાવ્યમાલિકા જે કોઈ કંઠે ધરશે તે ઉન્નત માનવીને મોક્ષરૂપી લક્ષ્મી પ્રાપ્ત થશે. તં માનતુંડામવા સમુપૈતિ ની અહીં કવિએ પોતાનું નામ તો વણી લીધું, પણ સમસ્ત કાવ્યની એક મૂર્ધન્ય અભિવ્યક્તિ પણ સિદ્ધ કરી લીધી. 'લક્ષ્મી' શબ્દને પ્રચલિત ધનસંપત્તિના અર્થમાં નહીં પણ શોભા, સંસ્કારિતા, જ્ઞાનમયતા, સંવાદિતા, ગુણસમૃદ્ધિ-આ અર્થમાં સમજતાં ઉપર્યુક્ત સંસ્કૃત શબ્દોનો મર્મ વધુ ઉજ્જવલ લાગશે. ભૌતિક ધનસંપત્તિ-લક્ષ્મી-તો ચંચલ છે, વિકારોને ઉત્તેજનાર છે. પ્રભુના ભક્તને આવી-વિષ્ણુવિરહિતા લક્ષ્મીની લેશમાત્ર ઇચ્છા ન હોય. ભક્તિ એ જ ભક્ત માટે સાચી સંપત્તિ-લક્ષ્મી-છે. ભક્તિના સ્પર્શથી જીવતરનું કલ્યાણ થાય, મન અને આત્મા ઊર્ધ્વગામી બને, બંધનોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય. આવા ભકતના હૈયે અપાર સહિષ્ણુતા હશે, પરમ નમ્રતા હશે, અંતરમાં
Page #89
--------------------------------------------------------------------------
________________ 68 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ ઉન્નત આત્માની ખુમારી હશે. મધુર હૃદયસંવાદથી આનંદિત અને સંતુષ્ટ રહેનાર ધન્ય માનવીને આપણે સાક્ષાત્ નારાયણ કહીશું, પરમ તીર્થકર કહીશું. અડતાલીસ (કેટલાકને મતે ચુંમાલીસ) શ્લોક પુષ્પોથી ગૂંથાયેલી આ મંગલમાલાની ભાવસુગન્ધ તો આપણે માણી. આ માલિકાનાં પુષ્પોનું સૌન્દર્ય અને રસાત્મકતા પણ એટલા જ મનોહારી છે. ભક્તામર સ્તોત્ર' ની ભાષા, કલ્પનાઓ, ચિત્રો, અલંકારો સર્વ કાંઈ નિતાન્તરમણીય છે. કાવ્યના પ્રારંભમાં કવિની નમ્રતા કેવાં આકર્ષક દષ્ટાન્તો દ્વારા વ્યક્ત થાય છે? ચન્દ્રબિંબને પકડવા હઠ કરતું બાળક, સિંહના પંજામાંથી પોતાના બાળકને બચાવવા તત્પર હરિણી, આમ્રમંજરીના પ્રભાવે પ્રગટતો કોકિલનો ટહુકાર, કમલદલની સંનિધિને કારણે શોભતું જલબિન્દુ-કેવી મનોહર દષ્ટાન્નાવલિથી કાવ્ય ઉધો છે? ઉપમાચિત્રોના સર્જનમાં કવિની સર્જકતાનો અનુભવ થાય છે. પ્રભુને સતત દીપક તરીકે વર્ણવવામાં, પાકી ગયેલા ડાંગરના ખેતર સાથે સરખાવવામાં, ભવજલના શોષક તરીકે ઓળખાવવામાં મેરૂતુંગની કલ્પનાશક્તિનો પરિચય થાય છે. આદિનાથનાં જનનીને યાદ કરતાં કવિની વાણી ધન્ય બની જાય છે. આનંદવિભોર બની ગયેલું કવિહૃદય ત્યારે એક અમર શબ્દચિત્ર સર્જી દે છે. પ્રભુના દર્શને બનેલો કવિનો ‘સુરભિત, પુલક્તિ, મુખરિત શ્વાસ (સુન્દરમ) કાવ્યના પદેપદે અનુભવાય છે. यत्कोकिल: किल मधौ मधुरं विरौति। (6) મુવતા નથતિમુપૈતિ નમૂવિન્ડા (8) उद्यत् शशाङक शुचिनिर्झर वारिधारम्। (30) गन्धोदबिन्दु शुभमन्द मरुत्प्रपाता। (33) કેટકેટલી પંક્તિઓને યાદ કરીશું? મંદાર આદિ પુષ્પો એ તો પ્રભુવાણીની વૃષ્ટિ છે, કે પ્રભુના પગલે દિવ્ય કમળો સર્જાય છે. એમ કહેવામાં કવિની સર્જકતાનો અનુભવ થાય છે. યથાપ્રસંગ બદલાતું ભાષાસ્તર કવિની સર્જનકર્મ પરત્વેની જાગરૂક્તા સૂચવે છે. ગતસંસ્થિત રવિ, કોકિત: ત્તિ મળે મધુર વિરતિ, સંપૂનષ્ણતરીડિતવિકતાપ, ન્યતત્તવનોદ્રતને આવાં અનેક ઉદાહરણો આ માટે આપી શકાય. વર્ગોની સ્વરભંજનલીલા ક્યારેક
Page #90
--------------------------------------------------------------------------
________________ અપૂર્વ મંગલમાલા આપોઆપ ભાવ કે પરિસ્થિતિને સૂચિત કરી દે છે. પ્રત્યે વિનતિ સુદ્ધાગાન “માં પુરતુ શબ્દના વર્ણોજ બાળક જેવાં નાચતાં કૂદતાં સૂર્યકિરણોને સૂચિત કરી દે છે. प्रच्योतन् मदाविल विलोल कपोल मूल। मत्त भ्रमद् भ्रमरनाद विवृद्ध कोपम्॥ પંક્તિના “લ” અને “દ' વર્ગોનાં આવર્તનો ડોલતા આવતા હાથીને પ્રત્યક્ષ કરે છે. લોહસાંકળોમાં બંધાયેલા માનવીનું ચિત્ર અમર બનવા સર્જાયેલું છે. आपाद कण्ठमुरुशृंखल वेष्टिताङगा। गाढं बृहन्निगडकोटि निघृष्टजंघा॥ અહીં વર્ષોના અવાજ દ્વારા જ લોખંડની કર્કશ બેડીઓ અને એ બેડીઓની માનવશરીર સાથે ઘસાવાની ક્રિયા સૂચિત થાય છે. આદિનાથને વર્ણવવા કવિ વારંવાર સૂર્ય અને ચન્દ્રનાં ઉપમાનોને પ્રયોજે છે. પ્રથમ દષ્ટિએ એક જ ઉપમાનનો વારંવાર થતો ઉપયોગ ઉચિત ન પણ લાગે, છતાં ઊંડાણથી જોતાં ક્યારેક બન્ને પંક્તિઓમાં એક જ ઉપમાન હોવા છતાં કવિ ઉપમાનના જુદા જ અંશને સ્પશીને નાવીન્ય સિદ્ધ કરી દે છે. 28 મી પંક્તિમાં વાદળાંની પાસે રહેલો અને એમ અંધાકારને દૂર કરતો સૂર્ય અને તરતની 29 મી પંક્તિમાં ઉદયાચલ શિખરે શોભત. સૂર્ય કેવા જુદા લાગે છે? શ્લોક 4-15-40-44 સાથે વાંચતાં ચિત્ર અને શબ્દોનું પુનરાવર્તન જચતું નથી. ઉપર નિર્દિષ્ટ શ્લોકોમાં વડવાગ્નિ ઓક્તા, ભયાનક મગરમચ્છો ધરાવતા મહાસાગરનું ચિત્ર લગભગ સમાન શબ્દમાલામાં દોરાયું છે. कल्पांतकाल पवनोद्धतनक्रचक्रं (4) कल्पांतकाल मरुताचलिताचलेन (15) कल्पांतकाल पवनोरुद्धत वह्निकल्पं (40) अम्भोनिधौ क्षुभित भीषणनक्रचक्र (44) બે વિરોધી જણાતા ભાવાલેખન માટે એક જ ઉપમાનનો ઉપયોગ ઉચિત ન પણ લાગે. સંસારની માયા માટે ઉછળતા; ભયાનક સાગરનું ઉપમાન સમજાય એમ છે. (40) પણ ચોથા શ્લોકમાં ચન્દ્ર જેવા શીતળ; સ્નિગ્ધ ગુણોના સાગર એવા પ્રભુને વાર્ણવવાની કવિની અશક્તિ અને પ્રલયકાલના
Page #91
--------------------------------------------------------------------------
________________ O અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ વાયુથી તોફાની બનેલા મગરમરછોથી ભયાનક એવા સમુદ્રને તરવાની અશક્તિ અહીં ચન્દ્ર સ્નિગ્ધ આદિનાથ અને ભયાનક સાગરની સંનિધિ આકર્ષક જણાતી નથી. પ્રશિષ્ટ કાળના વસંતતિલકા છંદનું વૈદિક પૂર્વરૂપ એટલે શવરી છંદ. “શફવર' શબ્દના અનેક અર્થોમાં એક અર્થ “વૃષભ-‘બળદ' છે. આદિનાથનું ચિહન બળદનું છે. આથી તેમનું અવરનામ ઋષભદેવ છે. વૃષભનો આ સંદર્ભ આદિનાથને ભગવાન શિવ સાથે જોડતો જણાય. ‘ભક્તામર સ્તોત્ર' ને બે શ્લોકમાં (23 અને 25) મળતા નાચઃ શિવઃ શિવાય મુની પભ્યા?અને વં શંકરણિ જેવા ઉલ્લેખો ઉપરાંત કાવ્યના ર૬ મા શ્લોકમાં પડઘાતો પુષ્પદન્તરચિત “શિવમહિમ્નસ્તોત્ર' ના 28 મા શ્લોકનો ભાવાત્મક સંદર્ભ વિચારણીય છે. 'ભક્તામર સ્તોત્ર' ના 23 મા શ્લોકની त्वामेव सम्यगु पलभ्य जयन्ति मृत्यु। नान्यः शिवः शिवपदस्य मुनीन्द्र पन्थाः॥ આ પંક્તિઓ તો શિવપૂજાની ન હોય, તેવો આભાસ થાય છે. જાણીતા મહામૃત્યુંજય મંત્રની શિવસ્તુતિ પણ અહીં યાદ કરવા જેવી છે. ‘ભક્તામર સ્તોત્ર' અને “શિવમહિમ્નસ્તોત્ર' આ બન્ને રમણીય કાવ્યો એક જ યુગકાળમાં-૭ મા સૈકામાં રચાયાં હશે? જો કે આ વિશે વધુ સંશોધનને અવકાશ છે. કાવ્યના નિમિત્તરૂપ કવિપક્ષે કોઈ ઉગ્ર; ભૌતિક કટોકટી હોય કે ન હોય, ‘ભક્તામર સ્તોત્ર' ના શબ્દેશબ્દ કવિની આદિનાથ પરત્વેની ઊંડી; પ્રગાઢ ભક્તિનો અને મુક્તિની આકંઠ તરસનો અનુભવ થાય છે. શબ્દના સાધન દ્વારા કવિએ અમરતાનું ગાન ગાયું છે, માનવીને શિવપદે પહોંચવાનો કલ્યાણપથ પ્રગટ કર્યો છે. આદિનાથ પ્રભુની આ વાડમયી પૂજા આપણા સહુનું કલ્યાણકારણ બની રહો.
Page #92
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 10. નવાંગી વૃત્તિકર આચાર્ય અભયદેવસૂરિ - ભોગીલાલ જ. સસિરા શ્રી મહાવીર જૈન વિદ્યાલયે સદગત આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજની રાહબરી નીચે આગમ-સંશોધન અને પ્રકાશનનું વિદ્યાવિસ્તારનું ભગીરથ કાર્ય આરંવ્યું હતું અને જે મુનિશ્રી જંબુવિજ્યજી મહારાજ જેવા પ્રતિભાશાળી મનીષી દ્વારા ચાલુ રહ્યું છે, એના અનુલક્ષમાં નવાંગી વૃત્તિકાર આચાર્ય અભ્યદેવસૂરિનો સંક્ષિપ્ત પરિચય અહીં આપવો પ્રસ્તુત થશે. ચંદ્રગચ્છ (પાછળથી ખરતર ગચ્છ)ના આચાર્ય જિનેશ્વરસૂરિ તથા એમના ભાઈ બુદ્ધિસાગરસૂરિના શિષ્ય આચાર્ય અભયદેવસૂરિએ જૈન આગમોનાં અગિયાર અંગો પૈકી નવ અંગ ઉપર સંસ્કૃત ટીકાઓ રચી અને તેઓ “નવાંગી વૃત્તિકાર” તરીકે ઓળખાયા. અભયદેવસૂરિની ટીકાઓ નીચેનાં નવ અંગ ઉપર છે - જ્ઞાતાધર્મકથા (સં. 1120 ઈ.સ. 1064), સ્થાનાંગ (સં. 1120), સમવાયાંગ (સં. 1120) ભગવતી (સં. 1128 - ઈ.સ. 1872), ઉપાસક દશા, અંતકૃદદશા, અમૃતારોપપાતિક દશા, પ્રશ્ન વ્યાકરાણ અને વિપાકસૂત્ર. પપાતિક ટીકા અને પ્રજ્ઞાપના તૃતીય પદ સંગ્રહણી ગાથા 133 તેમની રચનાઓ છે. આ ઉપરાંત અભયદેવસૂરિએ જિનેશ્વરસૂરિકત સ્થાનક ઉપર ભાષ્ય, હરિભદ્રસૂરિકૃત પંચાશક ઉપર વૃત્તિ તથા આરાધનાકુલક નામે સ્વતંત્ર ગ્રંથ પણ રસ છે. વળી અભયદેવસૂરિની વિનંતીથી એમના ગુરુભાઈ જિનચંદ્રસૂરિએ સિંગરંગશાલા” (સં. 1125 - ઈ.સ. 1069) નામે ગ્રન્થ રચ્યો હતો. અભયદેવસૂરિની, ઉપર્યુકત આગમગ્રંથો ઉપરની વૃત્તિઓની પ્રશસ્તિમાં ઉલ્લેખ મળે છે તે પ્રમાણે, એ વૃત્તિઓનું સંશોધન નિવૃત્તિકુલના રોણાચાર્યે
Page #93
--------------------------------------------------------------------------
________________ નવાંગી વૃત્તિકાર આચાર્ય અભયદેવસૂરિ કર્યું હતું. સંશોધન કરનાર પંડિત પરિષદના દ્રોણાચાર્ય મુખ્ય હતા. (નોંધપાત્ર એ છે કે દ્રોણાચાર્ય પૂર્વાશ્રમમાં ક્ષત્રિય હતા અને અણહિલવાડના ચૌલુકા રાજા ભીમદેવ પહેલાની માના મામા હતા) ભગવતી ઉપરની વૃત્તિના લેખનમાં જિનભદ્રના શિષ્ય યશશ્ચંદ્ર અભયદેવને સહાય કરી હતી. સ્થાનાંગસૂત્રની વૃત્તિમાં અભયદેવસૂરિએ પોતાની વૃત્તિરચનાના માર્ગમાં રહેલી મુશ્કેલીઓનો નિર્દેશ કરતાં ઉત્તમ સંપ્રદાય અર્થાત્ અધ્યયન-પરંપરાનો અભાવ, વાચનાઓની અનેકતા, પુસ્તકોની અશુદ્ધિ આદિનો ઉલ્લેખ કર્યો છે. ખાસ કરીને ભગવતી સૂત્ર ઉપરની વૃત્તિમાં તેમણે પોતાના પૂર્વકાલીન ટીકાકારોના નિર્દેપ કર્યા છે, અને એ નિર્દેશોનું સ્વરૂપ જોતાં એ સ્પષ્ટ છે કે એ પૂર્વકાલીન ટીકાઓ પૈકી અમુક તો તેમની સામે હતી, એટલું જ નહિ, પણ ચૂર્ણિથી તે ભિન્ન હતી. આ સંબંધમાં બીજી એક અનુશ્રુતિ નોંધપાત્ર છે. પ્રભાચંદ્રસૂરિકૃત પ્રભાક ચરિત' (સં. 1334 ઈ.સ. ૧૨૭૮)ના “અભયદેવસૂરિ ચરિત'માં શાસનદેવી અભયદેવસૂરિને કહે છે, “પૂર્વે નિર્દોષ એવો શીલાંક અથવા કોટયાચાર્ય નામે આચાર્યે અગિયાર અંગો ઉપર વૃત્તિ રચી હતી. તેમાં કાળે કરીને બે સિવાય બધાં અંગોનો ઉચ્છેદ થયો છે, માટે સંઘ ઉપર અનુગ્રહ કરવા માટે એ અંગોની વૃત્તિ રચવાનો ઉદ્યમ કરો.” આ ઉપરથી અભયદેવસૂરિએ નવ અંગો ઉપર વૃત્તિ રચી. ઉદ્યોતનસૂરિકૃત 'કુવલયમાલાકથા'ની પ્રશસ્તિમાં જેમનો ઉલ્લેખ છે તે તત્ત્વાચાર્ય એ જ શીલાંક અથવા શીલાચાર્ય હશે, એવો એક મત છે, અને આ શીલાંક તે અણહિલપુર પાટણના સ્થાપક વનરાજના ગુરુ હતા. એવી પણ એક પરંપરા છે. આ સર્વ ઉપરથી શીલાચાર્ય આચાર્ય હરિભદ્રસૂરિના સમકાલીન હોઈ ઈસ્વીસનના આઠમા સૈકામાં થયા હશે, એવો અજમાયશી નિર્ણય આચાર્ય જિનવિજયજીએ કર્યો છે. 'પ્રભાવક ચરિત'ના કર્તા પ્રભાચન્દ્રસૂરિએ શીલાંક અને દ્રોણાચાર્યને અભિન્ન ગણ્યા છે. વિશેષાવશ્યક ભાષ' ઉપરની વૃત્તિના કર્તા કોટયાચાર્ય જ પ્રભાવક ચરિત'ને ઉદિષ્ટ હશે, એવું અનુમાન સહેજે થઈ શકે છે. શીલાચાર્યે રચેલી “આચારાંગસૂત્ર’ અને ‘સૂત્રકૃતાંગસૂત્ર' એ બે અંગો : ઉપરની ટીકાઓ મળે છે. “આચારાંગસૂત્ર' ઉપરની ટીકા પાટણ પાસેના ગંભૂતા (ગાંભુ) ગામમાં રચાઈ હતી. આ બંને ટીકાઓની રચનામાં શીલાચાર્યને વાહગિણિએ સહાય કરી હતી.
Page #94
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 73 શીલાચાર્યની પૂર્વે ‘સૂત્રકૃતાંગ' અને બીજાં અંગો ઉપર ટીકા અથવા ટીકાઓ હોવી જોઈએ, એમ એમના જ વિધાન ઉપરથી જણાય છે. આથી 'પ્રભાવકચરિત'માંની ઉપર્યુક્ત અનુશ્રુતિનું સમર્થન થાય છે. પોતાની ટીકામાં શીલાચાર્ય એક સ્થળે લખે છે, 'જુદા જુદા સૂત્રાદોંમાં નાનાવિધ સૂત્રો દેખાય છે અને ટીકા * સંવાદી એક પણ આદર્શ મળી શક્યો નથી. આથી અમુક એક જ આદર્શને અનુસરીને વિવરણ કર્યું છે, એ વસ્તુ વિચારીને કોઈ સ્થળે સૂત્રથી વિસંવાદ જણાય તો ચિત્તવ્યામોહ ન કરવો'. - “પ્રભાવકચરિતને આધારે કહીએ તો “આચારાંગ’ અને ‘સૂત્રકૃતાંગ' ટીકાઓ શીલાચાર્યે રચી, જે હાલ મળે છે. પણ શીલાચાર્યના સમયમાં પણ અંગો ઉપર પૂર્વકાલીન ટીકાઓ હતી, જે પછીથી લુપ્ત થઈ. શીલાચાર્યની બે ટીકાઓ પોતાની સમક્ષ હતી તેથી બાકીનાં નવ અંગો ઉપરની ટીકા અભયદેવસૂરિએ રચી. તેમણે સૂચિત કરેલી અન્ય ટીકાઓ કે વૃત્તિઓ બીજા કોઈ વિદ્વાન કે વિદ્વાનોએ રચી હોવી જોઈએ. આગમ સાહિત્યના સૌથી પ્રમાણભૂત ટીકાકારોમાં અભયદેવસૂરિની ગણતરી થાય છે. એ ટીકાઓની સહાય વિના અંગસાહિત્યનાં રહસ્ય સમજવાનું પછીના સમયના ગમે તેવા આરૂઢ વિદ્વાનો માટે પણ લગભગ અશક્ય બન્યું હોત. પછીના સમયના ટીકાકારો અને અભ્યાસીઓએ નિરંતર અભયદેવસૂરિનો આધાર લીધો છે. સિદ્ધસેન દિવાકરના “સન્મતિ તર્ક ઉપર ‘તત્ત્વબોધ વિધાયિની” અથવા વાદમહાર્ણવ' નામે મહાન ટીકા લખનાર અભ્યદેવસૂરિ રાજગચ્છના હોઈ નવાંગીકારથી ભિન્ન છે. એક કાળે અભયદેવ નામ જૈન સાધુઓમાં ખૂબ પ્રચલિત હતું અને અભયદેયસૂરિ નામના દસ આચાર્યો અત્યાર સુધી જાણવામાં આવ્યા છે (મોહનલાલ દેશાઈ, ઉન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'). નવાંગીવૃત્તિકાર અભયદેવ જેવા મહાપુરુષ પોતાના પૂર્વકાલીન વૃત્તિકારોને જે માનાંજલિ આપે છે તે જુઓ यद्वाङ्महामन्दर मन्थनेन शास्त्रार्णवादुच्छलितान्यतुच्छम् / भावार्थ रत्नानि ममापि दृष्टौ यत्नानि ते वृत्तिकृतो जयन्ति / * * *
Page #95
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 11. શ્રી અરવિંદની આધ્યાત્મિક સમાજની વિભાવના - રમણલાલ જોશી શ્રી મહાવીર જૈન વિદ્યાલયે પોતાની સ્થાપનાનાં પંચોતેર વર્ષ પૂરાં કર્યા એ મંગલ પ્રસંગ છે. આ સંસ્થાએ શિક્ષણ, સાહિત્ય, વિદ્યા, જ્ઞાનપ્રસારની પ્રશસ્ય પ્રવૃત્તિ કરી છે. તેથી ‘અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ' માટે એવાજ કોઈ વિષય ઉપર લખવાનું પસંદ કરું છું. આજે વ્યાપક બનેલ મૂલ્યહાસ અને મૂલ્ય-ઉપહાસની પરિસ્થિતિમાં ભારતીય સંસ્કૃતિના ઉચ્ચ આદર્શનું પ્રવર્તન જ પ્રજાને બચાવી શકે. આપણો પુરાણો દેશ, જગતનું આધ્યાત્મિક નેતૃત્વ લેવા નીકળેલો દેશ પણ એ ઘેલછામાં છે. સ્વામી વિવેકાનંદે કહેલું કે હિંદુસ્તાનવાસીઓને કાંઈ આપવું હોય તે ધર્મના દ્રાવણમાં અપાય તો જ એને પથ્ય આવે એવું એનું વિશિષ્ટ બંધારણ છે. પહેલાં ધર્મ પ્રજાજીવનની આધારશિલા હતો. આજે ધર્મની આખી વિભાવના પરિવર્તન માગી લે છે. લૌકિક જીવનની હતાશા અને પારલૌકિક જીવનની અશ્રદ્ધા એ બે વચ્ચેની ખાઈ પૂરી શકે એવું નવું ચેતનવંતું તત્ત્વ નિપજાવવું રહ્યું. અર્વાચીન કાળમાં ભારતે એક એકથી ચડિયાતી વિભૂતિઓ આપી છે. ભારતની જાણે એ એક વિશેષતા છે કે એની ચેતના સમગ્રતયા મહાન ધારણ શક્તિ બતાવે છે. ભારત એકાદ વિવેકાનંદ, રવીન્દ્રનાથ, ગાંધીજી કે શ્રી અરવિંદ ઉત્પન્ન કરી શકે, પણ સમગ્ર સમાજનું જ્યાં સુધી રૂપાન્તર ન થાય ત્યાં સુધી પ્રજાકીય સમુત્કર્ષ શક્ય નથી. આ સંદર્ભમાં આપણા સમયમાં શ્રી અરવિંદે રજૂ કરેલી આધ્યાત્મિક સમાજની પરિકલ્પના પ્રેરક નીવડે એવી છે. અર્વાચીન જમાનાના આપણા ત્રણ મહાપુરુષો રવીન્દ્રનાથ, ગાંધીજી અને શ્રી અરવિંદમાં, એકવાર પ્રસંગોપાત્ત કહ્યું હતું તેમ, અનુક્રમે કવિ'
Page #96
--------------------------------------------------------------------------
________________ શ્રી અરવિંદની આધ્યાત્મિક સમાજની વિભાવના 75 સત્યાગ્રહી’ અને ‘યોગી'નું સ્વરૂપ પ્રધાનતયા જોવા મળે છે. ભારતીય સભ્યતાનું ચાર સ્વરૂપ તેમની ચેતના દ્વારા કેવું મુખરિત થતું હોય છે! નખશિખ ભારતીય એવા આ ત્રણે મહાન તપસ્વીઓએ પાશ્ચાત્ય જીવનરીતિના ઉત્તમાશોને એવા આત્મસાત કરેલા છે કે તેમની વાણી વિશ્વના કોઈ પણ સંસ્કારી સજજનને સરખી રીતે પ્રતીતિકારક, પ્રેરક અને આહલાદક નીવડે છે. પોતાના વિશિષ્ટ જીવનદર્શનને અભિવ્યક્ત કરતી એ વાણીનો જાદુ હજુ પણ અનેરો શ્રી અરવિંદ ઠેઠ બાલ્યકાળથી પશ્ચિમની સીધી અસર હેઠળ આવેલા. તેમનું લખાણ પણ મુખ્યત્વે અંગ્રેજીમાં થયું છે. અંગ્રેજી ભાષા પરનું તેમનું પ્રભુત્વ અદ્ભુત હોવા છતાં તેમના પુસ્તકનાં થોડાં પૃષ્ઠો વાંચ્યા પછી એના લેખક ભારતીય છે એ વાત આપોઆપ છતી થઈ જાય છે. માનવીની વિકાસયાત્રાનું અંતિમ શિખર બુદ્ધિ નથી, એથી ઉપરની વસ્તુઓ પણ આવેલી છે. અતિમાનસ ચેતનાને પૃથ્વીના જીવનમાં બરાબર સક્રિય કરી શકાય એ તેમના આર્ષદર્શનનો પ્રાથમિક વિભાવ છે. તેમ છતાં શ્રી અરવિંદ જેટલો બુદ્ધિનો સમાદર કેટલા ઓછા લેખકોએ કર્યો હશે! શ્રી અરવિંદ પોતાનો વાચક અમુક કક્ષાની બૌદ્ધિક સજજતા ધરાવતો સંસ્કારી સજન છે એમ માનીને આગળ ચાલે છે. એની આંગળી પકડી સન્માનપૂર્વક બધું બતાવે છે (એ પ્રક્રિયામાં જ બુદ્ધિની સ્વાભાવિક મર્યાદાઓ ખુલ્લી થતી હોય છે.) અને પોતાની વાત આત્મપ્રતીતિને અંતે સ્વીકારવી યા ન સ્વીકારવી એ મર્યાદાવાળું કારણ છે એમ કહે તો પણ આપણને એમાં કશું વાંધાજનક લાગતું નથી. આમ થઈ શકે છે એનું કારણ શ્રી અરવિંદની નેમ સત્યના પ્રગટીકરણની છે, અને રસ પણ હોય તો તે અંગેનો મુખ્યત્વે તો છે કોઈ આગવો ધર્મ સ્થાપવો; તત્ત્વજ્ઞાન કે યોગની કોઈ મતશાળા ઊભી કરવી એ તેમનું લક્ષ્ય છે જ નહિ. તેમણે કહ્યું છે: "Our aim is not either to found a religion or a school of philosophy or a school of yoga, but to create a ground of spiritual growth and experience and a way which will bring down a greater truth beyond the mind not inaccessible to the human soul and consciousness." શ્રી અરવિંદના જીવનદર્શનના મુખ્ય ગ્રંથો તરીકે ‘દિવ્યજીવન’, ‘ગીતા નિબંધો', ‘યોગ સમન્વય”, “માનવ ઇતિહાસક” અને માનવ એકતાનો
Page #97
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ માં આદર્શ’ એ પાંચને ગણવામાં આવે છે. શ્રી અરવિંદનું વિશાળ જીવનદર્શન માનવજીવનના પાયાના પ્રશ્નોની આમૂલાગ્ર ચિકિત્સા કરતું હોઈ સ્વાભાવિક રીતે જ માનવજીવનનાં અનેક પાસાં પર તેમની મૌલિક વિચારણા ઉપલબ્ધ છે. લેખકની દષ્ટિ સતત પોતાની જીવન-ફિલસૂફી પર છે અને એના પ્રકાશમાં સઘળા પ્રશ્નોની પરીક્ષા તે કરે છે, પરંતુ એની પ્રક્રિયામાં પોતાની નિત્યનૂતન અનુભૂતિના રસથી એ બાબતો એવી તો રિસાઈ ગઈ હોય છે, અને વિચારક શ્રી અરવિંદને કવિ શ્રી અરવિંદનો એવો તો સાથે રહેતો હોય છે કે એ વિચારણા વાચકને સહેજ પણ કંટાળાજનક (Boring) કે ભારૂપ (taxing) લાગતી નથી. વિશ્વનું ઉત્પત્તિ સ્વરૂપ બતાવતાં સામાન્ય રીતે તો શ્રી અરવિંદ ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાન્તને અનુસરતા લાગે છે. વિકાસક્રમ માનસિક સંકલ્પશક્તિ ધરાવતા મનોમય પ્રાણી - “મનુષ્ય આગળ અટકી જવાનો નથી, પરંતુ મનુષ્ય જે તત્ત્વનો બનેલો છે તે વિશ્વનો આત્મા, આદિવિચાર, આદિ સંકલ્પ' પ્રાપ્ત કરીને મનુષ્ય પોતાની પ્રકૃતિનો સ્વામી બની શકે છે, આથી આગળ જતાં તે વિશ્વરૂપી પ્રકૃતિનો પણ વધુ ને વધુ સ્વામી બની શકે છે, અને તે વખતે અત્યારે તેને પોતાથી વધુ બળવાન એવી પ્રકૃતિ સાથે જે કુસ્તી કર્યા કરવી પડે છે તે કરવાની રહેતી નથી. આ કાર્ય કરવું. એટલે કે મન દ્વારા તેમજ મનથી ઉપર જઈને, આ સારી પ્રકૃતિમાં પોતાને પ્રકટ કરી રહેલા આત્મામાં, આત્મતત્ત્વમાં પહોંચવું, એ આત્મતત્વ સાથે પોતાના સ્વરૂપમાં - પોતાની શક્તિમાં, પોતાની ચેતના, સંકલ્પ તેમાં જ જ્ઞાનમાં એકરૂપ બની રહેલા, એકી સાથે માનવીની રીતે તેમ જ દિવ્ય રીતે પોતાના અને જગતના સ્વામી બનવું અને આ પ્રભુત્વ તે માનવજીવનના નિયમ અને ધર્મને અનુસરીને પ્રાપ્ત કરવું, પણ તે માનવજીવન એવું હશે કે જે પ્રભુમાં પહોંચીને પોતાની પૂર્ણતા પામ્યું હશે તેમ જ પ્રભુની પૂર્ણતાને જ જગતમાં પ્રકટ કરી રહ્યું હશે” જગતનાં યુગચકોના સનાતન યાત્રી મનુષ્ય માટે આવું ભાવિ નિમયેિલું તે જુએ છે. શ્રી અરવિંદ ડાર્વિનના સંઘર્ષ (Struggle) ને જરા જુદી રીતે સ્થાન આપ્યું અને એના Natural Selection' ની જેમ માનવના સાપેક્ષ સ્વાતંત્રને પણ સ્વીકાર્યું તેમ છતાં ડાર્વિનથી ઊલટું તેમણે હવે પછીના વિકાસક્રમની અંતરિયાળ અવસ્થાઓનો ચોક્કસ નકશો આપ્યો અને સંશોધન કરતાં કાંઈક વિશેષ એવી આંતરષ્ટિ (Vision) થી મનુષ્યના ભાવિનું ચિત્ર સુરેખ દોરી આપ્યું. ડાર્વિનનો આશય કોઈ
Page #98
--------------------------------------------------------------------------
________________ શ્રી અરવિંદની આધ્યાત્મિક સમાજની વિભાવના ધર્મપ્રણાલીને આઘાત કરવાનો ન હતો, છતાં ઈશ્વરના કર્તુત્વ ને સર્વોપરીતાને વિચાર જેમાં અનુસૂત છે તે ખ્રિસ્તી સંપ્રદાયને પોતાના પાયા જમીનદોસ્ત થતા લાગ્યા, જ્યારે શ્રી અરવિંદનો સિદ્ધાંત તર્કસંમત હોવા છતાં એના બાહ્ય પરિણામોને અભાવે “અવાસ્તવિક' લેખાયો એમ પણ બન્યું. આ બન્નેના કાર્યનું સામ્યવૈષમ્ય વિચારવાનું પ્રસ્તુત જ નથી. પરંતુ શ્રી અરવિંદનો સામાજિક દર્શનના આ ગ્રંથમાં ઉત્કાન્તિનો સવાલ સ્વીકૃત સત્યરૂપે હોઈ સહેજ નિર્દેશ કર્યો. એક છેડે ઘણો નક્કર સઘન પદાર્થ જડત્વ અને બીજે છે. અતિમાનસ ચેતના એની વચ્ચે અનેક અવસ્થા આવે છે. એ બધાની સિદ્ધિમર્યાદા શ્રી અરવિંદ તપાસે છે. ભૂમિકા ઐતિહાસિક છે. નિ:શંક, પરંતુ જુદાં જુદાં રાષ્ટ્રો, સમાજો કે સભ્યતાઓની વાત આવતી નથી. શ્રી અરવિંદનો એ ઉપકમ નથી. બલકે એમ કહેવું વધુ ઠીક છે કે અત્યારના ઇતિહાસવિદ અનલ્ડ ટૉઈન્મી એકવીસ જેટલી સભ્યતાઓ (Civilizations) સ્વીકારે છે અને સભ્યતાઓના ઇતિહાસમાં વિકાસ અને વિનાશની એક ચાલુ ધાટી હોય છે એવા સ્પંગ્લરના (જો કે ટઈન્ગીનો મત સંપૂર્ણત: નથી ઍબ્સરને અનુસરતો કે નથી પોલિબિયસને) મંતવ્યને આગળ લંબાવી આહ્વાન અને પ્રત્યુત્તર ('Challenge and Response') ની પ્રક્રિયા દ્વારા જેની વિકાસગતિ છે તે સભ્યતાઓનો ધ્વંસ થવાનાં કારણો મુખ્યત્વે મનુષ્યની નાસ્તિકતા * અનૈતિક્તા છે એમ કહે છે, એને બદલે શ્રી અરવિંદ અનેક પાર્શ્વભૂમિકામાં સમગ્ર માનવસભ્યતાની પર્યાલોચના કવચિતું પૃથક્કરણાત્મક તો કવચિત સમન્વયાત્મક રીતે કરે છે. અત્યાર સુધીના માનવજાતિના પુરુષાર્થનું સરવૈયું કાઢી હવે એની ગતિવિધિ કઈ દિશામાં હશે તે બતાવે છે. એ એક દેખીતો વિરોધાભાસ છે કે રૂઢિચુસ્ત ખ્રિસ્તી ધર્મ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદનો વિરોધ કર્યો. તે જ ખ્રિસ્તી ધર્મ ટૉઈબી દ્વારા પુન:સ્થાપના માટે મથી રહ્યો હોય એવું લાગે છે. પણ જમાનો બદલાયો છે. ટૉઈબીના શકવત ગ્રંથોનું બહુમાન કરવા છતાં ઇતિહાસ એટલે કોઈ રાજકારણ કે વિગ્રહનો જ નથી હોતો, સભ્યતાઓ યુદ્ધથી નાશ પામતી નથી - માનવસભ્યતા અવિનાશી છે. કારાગકે ખરી રીતે તો તે જીવનપ્રણાલી છે, ધર્મને વચ્ચે લાવવો બિનજરૂરી થઈ રહે છે વગેરે વિરુદ્ધ અભિપ્રાયો વ્યક્ત થયા છે. અને તેમના પ્રતિપાદનને “અંગત’ લેખવામાં આવ્યું છે. ગમે તેમ, શ્રી અરવિંદે આલેખેલી માનવજાતિના ભાવિની વ્યવહારુ પ્રક્રિયામાં અધ્યાત્મનેતાઓનો સ્વીકાર છે, પહેલાં અમુક મનુષ્યોમાં અતિમનસનું અવતરણ થશે, પછી એ Principle બહોળા અભિમુખ જનવર્ગ
Page #99
--------------------------------------------------------------------------
________________ 78 અમૃત મહોત્સવ સ્મૃતિ વાં પર કામ કરશે વગેરેમાં કોઈને ધાર્મિક વિધિ પ્રણાલિકાનો નવી રીતે પુરસ્કાર થતો લાગે એ સંભવિત છે. પરંતુ એ વસ્તુ કદાચ આ આખી વસ્તુનો અંતર્ગત ભાગ છે. જે પ્રયોગનાં પરિણામો માનવજાતિને સામાન્યત: અનુભવમાં આવેલાં નથી એવા દાખલામાં બીજી કોઈ દલીલને અવકાશ નથી. તેમ છતાં શ્રી અરવિંદનાં આ વચનો સ્મરણીય છે કે, ભૂતકાળમાં જ્યારે જ્યારે આધ્યાત્મિકતાની કોઈ મોટી ભરતી ચડી આવેલી છે ત્યારે ત્યારે તેના પરિણામરૂપે સામાન્ય રીતે કોઈ એક ખાસ પ્રકારનો નવો ધર્મ ઉદય પામેલો છે. આવો નવો ધર્મ પછી પોતે એક નવી વિશ્વવ્યાપક વસ્તુ છે એમ જાહેર કરીને આખી માનવજાતિ ઉપર પોતાને સ્થાપિત કરવા પ્રયત્ન આદરે છે. પરંતુ આધ્યાત્મિક ભરતીઓનું આ પ્રમાણે આવતું પરિણામ હંમેશાં એક અકાળેનું તેમ જ ખોટું પરિણામ જ હોય છે અને એવા પરિણામે કોઈ ગહન અને ગંભીર વસ્તુને સિદ્ધ કરવાને બદલે ઊલટી એની સિદ્ધિને અટકાવેલી હોય છે. કોઈ અમુક ધાર્મિક માન્યતા તથા સ્વરૂપ આખા જગતમાં વ્યાપક બનવા માટે, આખા જગત ઉપર પોતાને લાદવા માટે મહત્ત્વાકાંક્ષા ધરાવે કે તે વસ્તુ જ માનવપ્રકૃતિમાં રહેલા વિવિધતાના તત્ત્વથી વિરુદ્ધ જનારી છે, તથા કંઈ નહિ તો આત્માના એક લક્ષણથી તો ઊલટી જ છે. આત્માનો સ્વભાવ તો એક વિશાળ-આંતરમુક્તિનો અને વિશાળ એકતાનો બનેલો છે. અને જગતના પ્રત્યેક માનવને આપણે તેની પોતાની પ્રકૃતિના માર્ગે થઈને આ વિસ્તૃત આંતરમુક્તિ તથા વિશાળ એકતામાં વિકસવા દેવાનો છે.' આખો સમાજ, આધ્યાત્મિક?' ઘડીભર ન મનાતી એ વાતને લેખકે દીવા જેવી સ્પષ્ટ કરી છે. આધ્યાત્મિક સમાજની કલ્પના શ્રી અરવિંદના ઉપર્યુક્ત જીવનદર્શનના સ્વાભાવિક પરિણામરૂપે છે. કેવું છે આધ્યાત્મિક સમાજનું તેમનું ચિત્ર? આધ્યાત્મિક બનેલો સમાજ પોતાની સમાજવિદ્યામાં વ્યક્તિને, સંતથી માંડીને ગુનેગાર સુધીની સર્વ વ્યક્તિઓને સમાજજીવનના વિવિધ પ્રશ્નો રૂપે નહિ નિહાળે, અને એમ ગણીને તે બધાને કોઈ ખૂબીપૂર્વક રચેલાં તંત્રમાંથી પસાર કરી દઈ આખા સમાજ માટે ગોઠવેલા કોઈ એક બીબામાં ઢાળીને હરેકને એકસરખા સપાટ કરી નાખવાનો પ્રયત્ન નહિ કરે, યા તો પછી એ તંત્રમાં તેમને પીસીને નિષ્માણ કરી દેવા નહિ માગે. આધ્યાત્મિક સમાજની સમાજવિદ્યા વ્યકિતને આત્મારૂપે જોશે. એ જોશે કે આ અનેકવિધ કક્ષાઓના આત્માઓમાંથી કેટલાક આ વિદ્યાની જાળમાં સપડાઈ ગયેલા છે અને તેથી દુ:ખી દુ:ખી થઈ રહેલા છે. તો વળી કેટલાક
Page #100
--------------------------------------------------------------------------
________________ 79 શ્રી અરવિંદની આધ્યાત્મિક સમાજની વિભાવના વિકાસ પામીને પુષ્ટ બનેલા છે. આ સમાજવિદ્યા આ દુખી આત્માઓને તેમની દુર્દશામાંથી છોડાવવાનો પ્રયત્ન કરશે. વિકસી રહેલા આત્માઓને તેમના વિકાસપંથે પ્રોત્સાહન આપશે, અને વિકસી ચૂકેલા આત્માઓ પાસેથી હજી અવિકસિત રહેલા બાલ આત્માઓ માટે તે શક્તિ તથા સહાય મેળવશે. આધ્યાત્મિક સમાજનું અર્થશાસ્ત્ર માત્ર વસ્તુઓના ઉત્પાદન માટેનું જ એક પ્રચણ્ડ તંત્ર ઊભું કરવા પ્રયત્ન નહિ કરે, પછી તે ભલે સ્પર્ધારૂપનું હો કે સહકારરૂપનું હો એ અર્થશાસ્ત્ર માનવોને * અમુકને જ નહિ પરંતુ સર્વ કોઈને, દરેક વ્યક્તિને માટે શક્ય હોય તેટલા વધુમાં વધુ પ્રમાણમાં પોતપોતાની પ્રકૃતિને અનુસરતો કામનો આનંદ આપવા પ્રયત્ન કરશે, દરેકને પોતાનો આંતરવિકાસ સાધવા માટે જોઈએ તેટલી કુરસદ આપશે, હરેકને માટે તે એક સાદુ છતાં સમૃદ્ધ અને સુંદર એવું જીવન રચી આપશે. આ આધ્યાત્મિક સમાજનું રાજકારણ જગતનાં રાષ્ટ્રોને તેમના આંતરિક વ્યવહારની રીતે જોતાં તે માનવ દ્વારા સંચાલિત તથા રક્ષિત થતાં રાજ્યોરૂપી એક પ્રચણ્ડ મહામંત્ર જ હોય તેમ નહિ ગણે. એ સમાજનાં માનવ આ મહામંત્રને જ પોતાનો ભગવાન સમજી, પોતાનું જ એક વિરાટ સ્વરૂપ સમજી તેની પૂજા નહિ કરે. એ રાજ્યતંત્રને અખંડ રાખવા માટે, તેને સમર્થ બનાવવા માટે, તેને નિત્ય વધુને વધુ વિશાળ, વધુ સંકુલ અને વધુ ભારેખમ બનાવવા માટે એ તંત્રમાં એક યંત્ર જેવી કાર્યક્ષમતા અને સમગ્રતા નિપજાવવા માટે તેને પોકાર થતાં માનવ એ રાજ્ય ભગવાનની વેદી ઉપર બીજાઓને વધેરી નાખવા માટે તૈયાર નહિ થઈ જાય, તેમજ એ વેદી ઉપર તે પોતાની જાતનો પણ વધ ના કરી દે. વળી આ આધ્યાત્મિક રાજકારણ આ રાષ્ટ્રોને તેમને પરસ્પરના સંબંધોમાં એકબીજાને ઉપદ્રવ કરતાં અભદ્ર તંત્રો રૂપે જ નહિ નભાવી રાખે, શાંતિના કામમાં તેમની મારફતે એકબીજા ઉપર ઝેરી વાયુઓ ન છોડાવે અને યુદ્ધના કામમાં તેમની પાસે એકબીજાનાં લશ્કરી ઉપર તેમજ કરોડો નિ:શસ્ત્ર માનવો પર ધગધગતા ગોળા નહિ વરસાવે. અત્યારનાં રણક્ષેત્રો ઉપર ભમતી શત્રુની ટેન્કો પેઠે આ રાજ્યોને તે સામા પક્ષના સંહાર માટે નહિ ધકેલે. એ રાજકારણ માનવને આ રીતે રાજ્યતંત્રોને ટકાવી રાખવાના એક સાધન રૂપે જ નહિ ગણે હરેક પ્રજાને તે એક સમૂહ-આત્માઓ રૂપે ગણશે. એ એમ સમજશે કે જગતની દરેક પ્રજા પાછળ એક લુપ્ત દિવ્યતા રહેલી છે, અને પોતાના માનવ સમુદાયોની અંદર તેણે એ દિવ્યતાને શોધવાની છે. વ્યક્તિની માફક આ રાષ્ટ્રરૂપ
Page #101
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ રથ સમૂહ-આત્માઓએ પણ પોતપોતાની પ્રકૃતિને માર્ગ વિકાસ સાધવાનો છે અને એ વિકાસ દ્વારા પરસ્પરને સહાય કરવાની છે. માનવતાના એક સર્વસમાન કાર્યની અંદર આખીયે માનવજાતિને સહાય કરવાની છે.” એ તો સ્પષ્ટ જ છે કે છેલ્લા દોઢસો-એક વર્ષમાં જે રીતે સમાજશાસ્ત્ર વિકસ્યું છે એ રીતે કોઈ મત * વિશેષ દર્શાવવાનો લેખકનો હેતુ નથી કે શ્રી અરવિંદ Sociophilosophical વિચારણા રજૂ કરવા પ્રવૃત્ત થયા હોય એવું પણ નથી. શ્રી અરવિંદની સમાજશાસ્ત્ર વિષયક દષ્ટિ હૉબ્સ કે મેકિયાવેલીની માફક વર્તમાનમાં જ પુરાઈ રહેતી નથી કે ટગેટ, લેસિંગ કે ફર્ગ્યુસનની જેમ સામાજિક ફેરફારોમાં ભાગ ભજવનાર નિયમો શોધી કોઈ સામાન્ય વ્યાપ્તિ ઉપર આવવું માત્ર પર્યાપ્ત માનતી નથી. બલકે માનવનો સભ્યતાની સઘળી સંકુલ ગતિઓનો તાગ લઈ, હજારો વરસોના પુરુષાર્થથી માનવજાતિએ વિકસાવેલ બહુરંગી સભ્યતાના ભાવિસ્વરૂપનું ચિત્ર આપવા પ્રવૃત્ત થાય છે. આપણા જમાનાના ઉત્તમોત્તમ સંસ્કાર - વારસાપ આ મહાપુરુષોની વાણીના સંપર્કમાં મુકાવું એ જાતે જ એક વરેણ્ય અનુભૂતિ થઈ રહે છે. એ પરાવાણી પોતાના અપૂર્વવિશિષ્ટ સામર્થ્યથી આત્મક્રાન્તિની દિશામાં આગળ ગતિ કરાવી રહો.
Page #102
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 12. શત્રુંજય તીર્થોદ્ધારના પ્રતિષ્ઠાતા સૂરિવરનું વંશવૃક્ષ - જયંત કોઠારી સં. ૧૫૮૭માં કમ શાહે શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કર્યો ત્યારે મૂળનાયક આદિનાથની તથા પુંડરીકની પ્રતિમાની પ્રતિષ્ઠા વિદ્યામંડનસૂરિએ કરી હતી. એમનું વંશવૃક્ષ જિનવિજય (શત્રુંજય તીર્થોદ્વાર પ્રબંધ, પૂ. 69) નીચે પ્રમાણે આપે છે. વિજયરત્નસૂરિ ધર્મરત્નસૂરિ વિઘાડનસૂરિ જયમંડન વિવેકમંડન | સૌભાગ્યરત્નસૂરિ રત્નસાગર સભામમંડન વિવેધીર જયવંત પંડિત ક્ષમાપીર આ વંશવૃક્ષમાં વિનયમંડન ઉપાધ્યાયનું નામ ભૂલથી રહી ગયું છે તેથી મોહનલાલ દલીચંદ દેશાઈ (આત્માનંદ પ્રકાશ, પૃ. 21 અ. 10, પૃ. 243) એ નામ મૂકીને નીચે પ્રમાણે વંશવૃક્ષ આપે છે.
Page #103
--------------------------------------------------------------------------
________________ શત્રુંજય તીર્થોદ્ધારના પ્રતિકાતા સૂરિવરનું વંશવા વિજયરત્નસૂરિ ધર્મરત્નસૂરિત વિઘાડનસૂરિ વિનયમંડન ઉપાધ્યાય વિવેકધીરગણિ જ્યવંત પંડિત 1. જયમંડન 2. વિવેકમંડન 3. રત્નસાગર 4. સૌભાગ્યરત્નસૂરિ 5. સૌભાગ્યમંડન > ક્ષમાપીર નિપુણા દલાલે (ઋષિદત્તા રાસ, પ્રસ્તા. પૃ. 5) તથા કનુભાઈ શેઠ (શૃંગારમંજરી, પ્રસ્તા. પૃ. 9) આ વંશવૃક્ષો ઉતાર્યા છે. | વિવેકધીરગણિએ રચેલા “શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ'માંના ઉલ્લેખોને આધારે આ વંશવૃક્ષ રચવામાં આવ્યું છે. પરંતુ એ જયવંત પંડિતનું નામ પ્રબંધમાં નથી, એ એમની “શૃંગારમંજરી' વગેરે કૃતિઓને આધારે મૂકવામાં આવ્યું ઉલ્લેખોનાં અર્થઘટનના પ્રશ્નો છે. તે ઉપરાંત જયવંત પંડિતે પોતાના શૃંગારમંજરી' એ ગ્રંથમાં જે ગુરુશિષ્ય પરંપરા આપી છે તેની સાથે એ મેળમાં નથી. જેમકે વિવેકપંડન અને સૌભાગ્યમંડનને વંશવૃક્ષમાં વિદ્યામંડનસૂરિના શિષ્યો કહેવામાં આવ્યા છે ત્યારે “શૃંગારમંજરી'માં એમનો નિર્દેશ વિનયમંડના ઉપાધ્યાયના શિષ્યો તરીકે છે. વિવેકધીરગણિને વંશવૃક્ષમાં વિનયમંડન ઉપાધ્યાયના શિષ્ય કહેવામાં આવ્યા છે, જ્યારે “શૃંગારમંજરી'માં એમનો તેમજ સમાધીર, યમંડન તથા રસાગરનો નિર્દેશ જ નથી. સૌભાગ્યરત્નસૂરિને બન્ને સ્થાને વિદ્યામંડનસૂરિના શિષ્ય તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે. નવાઈની વાત છે કે જેનગૂર્જર કવિઓ' (ભા. 2, પૃ. ૩૪-૭૫)માં ‘શૃંગારમંજરી'ની પ્રશસ્તિ ઉતારનાર મોહનલાલ દલીચંદ દેશાઈને તથા ‘શૃંગારમંજરી'નું સંપાદન કરનાર કનુભાઈ શેઠને આ વિસંગતિ લક્ષમાં આવી નથી અને નિપુણા દલાલે તો ‘શૃંગારમંજરી'ની પ્રશસ્તિનો કેટલોક ભાગ ઉતારીને (નામનિર્દેશવાળી પંક્તિઓ જ એમણે તારવી લીધી છે તેથી એમાંથી ગુરુશિષ્ય પરંપરાનું ચોખ્ખું ચિત્ર ઉપસતું નથી) એને આધારે પોતે વંશવૃક્ષ
Page #104
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ આપ્યાનું જણાવ્યું છે! કનુભાઈ શેઠે, વળી, વિનયમંડનને વિવેકધીર અને જયવંતસૂરિ એ બે શિષ્યો હોવાની વાતને જયવંતસૂરિએ રચેલી કાવ્યપ્રકાશટીકા'ની પ્રશસિનું સમર્થન છે એમ કહ્યું છે. 'કાવ્યપ્રકાશટીકા' જયવંતસૂરિની રચેલી નથી, ગોપાલ ભટ્ટની રચેલી છે ને જયવંતસૂરિએ એની પ્રત લખાવીને જ્ઞાનભંડારમાં મુકાવી છે એ એક જુદી વાત છે પણ અહીં જે પ્રસ્તુત છે તે વાત એ છે કે પ્રતની લેખિકા ધર્મલક્ષ્મીની પ્રશસ્તિમાં વિવેકથીરનું નામ જ નથી. જયવંતસૂરિ વિનયમંડનના શિષ્ય હોવાનો જ ઉલ્લેખ છે. એમ લાગે છે કે હકીકતોને ચકાસીને મૂકવાનું કોઈથી બન્યું નથી. હવે આ વંશવૃક્ષમાંથી જે કોયડાઓ ઊભા થાય છે તે આપણે જોઈએ. સૌપ્રથમ તો 'પ્રબંધ'નો જે ઐતિહાસિક સારભાગ જિનવિજયે આપ્યો છે તે એમણે આપેલા વંશવૃક્ષથી કેટલુંક જુદું કહે છે. જેમકે વંશવૃક્ષમાં વિવેકમંડનને વિદ્યામંડનના અને વિવેકધીરને વિનયમંડનના શિષ્ય બતાવ્યા છે, ત્યારે સારભાગમાં (પૃ. 60) બન્નેને વિનયમંડનના શિષ્ય ગણાવતાં એમ લખ્યું છે કે હિંદીમાંથી અનુવાદ) “સૂત્રધારોને નિર્માણકાર્યમાં યોગ્ય શિક્ષા આપવાને માટે પાઠકવર્થે વાચક વિવેકમંડન અને પંડિત વિવેકધીર નામક પોતાના બે શિષ્યોને નિરીક્ષકને સ્થાને નિયુક્ત કર્યા.” પાઠકવર્ષે એટલે વિનયમંડને. એ જ ત્યારે શંત્રુજય પર હતા. વિદ્યામંડન તો સૂરિ હતા. આગળ જતાં, વળી, વિવેકબીરને વિદ્યામંડનસૂરિના શિષ્ય ગણાવ્યા છે. “શ્રી વિદ્યામંડનસૂરિની આશા મસ્તકે ધારણ કરી એમના વંશવતી શિષ્ય વિવેકધીરે સંઘનાયક શ્રી કર્મા શાહે કરેલા મહાન ઉદ્ધારની આ પ્રશસ્તિ રચી.” (પૃ. 66) સમાધીરને વંશવૃક્ષમાં વિવેકબીરના શિષ્ય કહ્યા છે, પણ સારભાગમાં એવી કશી ઓળખ નથી. ત્યાં તો વિવેકપંડન અને વિવેકબીરના ઉલ્લેખ પછી આવી હકીકત મળે છે, “એમને માટે શુદ્ધ - નિર્દોષ આહારપાણી લાવવા માટે ક્ષમાધીર વગેરે મુનિઓને રાખ્યા.” (પૃ. 60). સારભાગમાં રત્નસાગર અને જયમંડનનો પણ છમાસી તપ કરનાર મુનિઓ તરીકે ઉલ્લેખ છે પણ એ કોના શિષ્ય હતા એનો નિર્દેશ નથી. વિદ્યામંડન અને વિનયમંડન ધર્મરત્નસૂરિના શિષ્યો હોવાનું સારભાગમાં સ્પષ્ટ કથન છે અને સૌભાગ્યરત્નને વિદ્યામંડનસૂરિના શિષ્ય પરિવારમાં એમની સાથે શત્રુંજય આવતા વર્ણવ્યા છે એટલે આટલી હકીકત વંશવૃક્ષ સાથે મળતી આવે છે. ‘શંગારમંજરી'ના કર્તા જયવંત પંડિત (કે સૂરિ) વિનયમંડનના
Page #105
--------------------------------------------------------------------------
________________ 84 શત્રુંજય તીર્થોદ્ધારના પ્રતિકાતા સૂરિવરનું વંશવૃા સારભાગમાં મૂળ પ્રબન્ધ'ની પંક્તિઓને વાંચવામાં એનો અર્થ કરવામાં ભૂલ થઈ હોવાનું દેખાય છે. ક્યાંક સરતચૂક પાણ થઈ. કયાંક 'પ્રબન્ય' પાગ અસ્પષ્ટ છે અને આ બધાં કારણોથી વિસંગતિઓની જાળ સર્જાઈ ‘પ્રબન્ધન સંબંધિત ભાગ આ પ્રમાણે છે. વિવેકમંડન અને વિવેકથીર વિશે એ કહે છે કે વિવેકતો મઠન ધીરસંશો શિબી કમાન પાઠકપહિતી હિ, પૂિિર્નયુનાવય સૂત્રધારશિક્ષાવિધી વાસ્તુશાસ્ત્રવિણી. (2,84) એટલે કે વિવેકમંડન પાઠક હતા અને વિવેકથીર પંડિત હતા. બન્ને શિષ્યો વાસ્તુશાસ્ત્રના જાણકાર હતા. એમને પૂજ્ય’ સૂત્રધારો-શિલ્પીઓને માર્ગદર્શન પૂરું પાડવા નિયુક્ત કર્યા. સારભાગમાં ‘પાઠકવ નિયુક્ત કર્યા અને એ એમના પોતાના” શિષ્ય હતા એમ કહ્યું છે પણ પૂજ્ય એટલે સામાન્ય રીતે વિદ્યામંડનસૂરિ (સમજાય, કારણકે) વિનયમંડન 'પ્રબન્ધ'માં સર્વત્ર પાઠક તરીકે જ ઉલ્લેખાયા છે, અને વિદ્યામંડનસૂરિ આ વખતે ગચ્છનાયક હોવાનો સંભવ છે. 'પ્રબન્ધ'ને અંતે એમને ‘ભટ્ટારક' કહેવામાં આવ્યા જ છે. “ભટ્ટારકશ્રી વિદ્યામંડનસૂરિભિઃ પ્રતિષ્ઠિતા મૂળનાયકપ્રતિમા ઈતિ.” (પૃ. 32) ધર્મરત્નસૂરિએ કર્મા શાહ શત્રુંજયનો ઉદ્ધાર કરશે એવું ભાવિ ભાખેલું, પણ શત્રુંજય ઉદ્ધારના આ આખા પ્રસંગમાં એ કયાંય દેખાતા નથી. ગુજરાતના સુલતાન બહાદુરશાહ પાસેથી શત્રુંજય ઉદ્ધારની પરવાનગી મળ્યા પછી કમ શાહ પત્ર લખે છે તે વિદ્યામંડનસૂરિ અને વિનયમંડન પાઠકને, ધર્મરત્નસૂરિને નહીં. એટલે ધર્મરત્નસૂરિ ત્યારે હયાત નહીં હોય એમ સમજાય છે. ધર્મરત્નસૂરિના પ્રતિમાલેખો સં. 1566 સુધીના જ મળે છે (જૈન ગુર્જર કવિઓ ભા. 2, પૃ. 70) અને બહાદુરશાહ ગાદીએ આવ્યા સં. 1853 માં તથા શત્રુંજ્ય ઉદ્ધાર થયો સં. ૧૫૮૭માં એટલે શત્રુ ઉદ્ધાર વખતે ધર્મરત્નસૂરિ 'પ્રબન્ધ'માં પૂજ્ય વિવેકમંડન અને વિવેકથીરને નિયુક્ત કર્યા એમ છે. પણ એ એમના શિષ્યો હોવાની કોઈ સ્પષ્ટતા નથી. માત્ર ‘શિષ્યો' કહ્યા છે, પોતાના શિષ્યો’ નહીં. આ વખતે વિદ્યામંડનસૂરિ તો હજુ શત્રુંજય આવેલા નહતા પરંતુ ગચ્છનાયક તરીકે એમાણે આ નિયુક્તિ કરી હશે. પછીથી 'પ્રબન્ધ'માં વિવકમંડન અને વિવેકથીર વિશે સ્પષ્ટતાવાળા ઉલ્લેખો મળે છે. વિદ્યામંડનસૂરિને પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપવા રત્ના શાહ ગયા
Page #106
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ રથ 85 ત્યારે સૂરિ એમને કહે છે કે ચિતોડ પર પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથની પ્રતિષ્ઠા અમારા શિષ્ય વિવેકમંડને કરી હતી (સારભાગ, પૂ. 62, “વિવેકમષ્ઠનેનાસ્મચિ9ણ તત્પતિષ્ઠિતમ” 2, 186). કૃતિના અંતભાગમાં કત વિવેકથીર પોતાની ઓળખ વિનયમંડનના શિષ્ય તરીકે જ આપે છે– આશાં શ્રીવિનયામિડનગુરોધૃવોના શુભાં ઈચ્છાર્થસાધકાહવયં પ્રબો રયિત: શુભ: (2, 167) તચ્છિષ્યનુ વિવેકથીરવિબુધો નિત્યં વિધેયકરોત. (2, 164) અહીં વિનયમંડન નામ છે તેનું સારભાગમાં વિદ્યામંડન થઈ ગયું છે તે સરતચૂક લાગે છે. આ પ્રમાણે તો વિવેકમંડન વિદ્યામંડનના અને વિવેકબીર વિનયમંડનના શિષ્ય કરે, જે સ્થિતિ વંશવૃક્ષમાં બતાવવામાં આવી છે. પણ “શૃંગારમંજરી'માં આથી જુદી હકીકત મળે છે. ત્યાં વિવેકમંડનને વિનયમંડનના શિષ્ય કહ્યા છે અને વિવેકથીરનો ઉલ્લેખ જ નથી વિનયમંડનના પહેલા શિષ્ય તરીકે વિવેકપંડન ઉપાધ્યાયનો, બીજા શિષ્ય તરીકે સૌભાગ્યમંડન પંડિતનો અને પછી લધુ શિષ્ય તરીકે જયવંતસૂરિ પોતાનો ઉલ્લેખ કરે છે. પ્રથમ સીસ સોહામણા, સઘલા ગાગના ઠાય, વિજયમાન કુલમંડનઈ શ્રી વિવેકમંડન વિઝાય, 2416 ચંદ તણી પરે વાધતા, બીજા સીસ સુવિચાર, શ્રી સૌભાગ્યમંડન પંડિત, ચતુર સોભાગી સાર. 2417 અવર સવિ પરિવાર જે, શ્રીગુર નાણા વિશેખિ, તે ચિર નંદુ ભૂતલિં, સાધુસાધ્વી અનેક. 2418 નામઈ શંગારમંજરી, શીલવતીનું રાસ, શ્રી વિનયમંડનગણિ સીસિ કીઉં, જ્યવંત લધુ સીસ તા. 2419 “શૃંગારમંજરી'માં વિદ્યામંડનસૂરિ અને એમના શિષ્ય સભા રત્નસુરિનો ઉલ્લેખ કર્યા પછી વિનયમંડન ઉપાધ્યાય ને એમના શિણોનો ઉલ્લેખ આવે છે. એટલે કે બન્ને મુનિવરો અને એમના શિષ્યોન સ્પષ્ટ રીતે જુદા પાડવામાં આવ્યા છે, સૌભાગ્યમંડનને એમાં વિનયમંડનના શિષ્ય છે કે આવ્યા છે તેને 'પ્રબન્ધની પ્રશસ્તિને પણ ટેકો મળી શકે તેમ છે. પ્રતના લેખક સૌભાગ્યમંડને પાઠકવર્ય (વિનયમંડન)ની આજ્ઞાથી પ્રત લખેલી છે– પ્રતિ ચ પ્રથમદર્શાદલિખદેશમી ગુરૌ નિદેશાત્પાઠકેન્દ્રાણાં બુધ: સૌભાગ્યમંડન: (2, 168)
Page #107
--------------------------------------------------------------------------
________________ શત્રુંજયતીર્ણોદ્ધારના પ્રતિકાતા સૂરિવરનું વંશવા એમ લાગે છે કે “શૃંગારમંજરી'માંનું નિરૂપણ સ્પષ્ટ હોઈ એમાં વિદ્યામંડનના અને વિનયમંડનના શિષ્યોને જુદા પાડેલા હોઈ, એ નિરૂપણ વધારે સ્વીકારવા યોગ્ય છે. વિવેકમંડનને 'પ્રબન્ય'માં વિદ્યામંડન “અમારા શિષ્ય' કહે છે. તેનો ખુલાસો એમ હોઈ શકે કે વિદ્યામંડન ગચ્છનાયક હોઈ બધો એમનો શિષ્ય પરિવાર કહેવાય. ગચ્છનાયકને ગુરુ તરીકે નિર્દેશવાની પ્રથા જોવામાં આવે છે જ. ક્ષમાકલ્યાણ અમૃતધર્મના શિષ્ય છે, પણ પોતાની કૃતિઓમાં એ કેટલીક વાર ગચ્છનાયક જિનલાભસૂરિને ગુરુ તરીકે ઉલ્લેખે છે, પોતાને એમના શિષ્ય કહે છે. કાર્યસોંપણીના વર્ણન વખતે તો નિર્દિષ્ટ મુનિઓ કોના શિષ્ય એ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું નથી. એ વિદ્યામંડનના તેમ વિનયમંડનના શિષ્ય (કે પ્રશિષ્ય પણ) હોઈ શકે છે. એ વિદ્યામંડનસૂરિનો પરિવાર છે એમ અવશ્ય કહી શકાય. એટલે વિવેકમંડન અને વિવેકથીરને અને સૌભાગ્યમંડનને વિનયમંડનના શિષ્યો લેખવામાં કશો બાધ આવતો નથી. કર્મા શાહે વિનયમંડન માટે ‘પૂજ્ય’ શબ્દ વાપર્યો હોવાનું પ્રબન્ધમાં મળે છે. એટલે કાર્યસોપણી વખતે પણ એમને માટે ‘પૂજ્ય' શબ્દ વપરાયો હોવાનું માનીએ તો તો “શૃંગારમંજરી'ની માહિતી સાથે કશો વિરોધ રહેતો નથી. વિવેકબીરનો “શૃંગારમંજરી'માં ઉલ્લેખ નથી તેનું કારણ એમ હોઈ શકે કે એની રચના વેળા (સં. ૧૯૧૪માં) વિવેકધીરગણિ કદાચ હયાત ન હોય. ‘શૃંગારમંજરી'માં વિનયમંડનના સમગ્ર શિષ્ય પરિવારનાં નામો નથી, પણ વિવેકબીર તો અગ્રણી શિષ્ય હોઈ એમનું નામ, એ હયાત હોય તો દર્શાવ્યું જ હોય. આમ, વિકમંડન, વિવેકથીર, સૌભાગ્યમંડન અને સૌભાગ્યરત્નની ગુરુપરંપરા નિશ્ચિત થઈ શકે છે. જયમંડન, રત્નસાગર અને ક્ષમાપીરની ગુરુપરંપરા સંદિગ્ધ રહે છે. વંશવૃક્ષમાં જયમંડન અને રત્નસાગરને વિદ્યામંડનના શિષ્ય કહેવામાં આવ્યા છે તે માટે 'પ્રબન્ધ'માં પૂરતો આધાર નથી અને સમાધીરને વિવેકબીરના શિષ્ય ગાગવા માટે તો એમાં કંઈ જ નથી - બીજા કોઈ સાધનના ઉપયોગથી જિનવિજયે આમ કર્યું હોય તો જુદી વાત છે. અહીં એક વાત નોંધવી જોઈએ કે મોહનલાલ દલીચંદ દેશાઈએ જૈન ગૂર્જરી કવિઓ'માં તથા કનુભાઈ શેઠે પોતાના સંપાદનમાં “શૃંગારમંજરી'ની પ્રશસ્તિમાં ‘વિજયમાન કુલમંડનઈ શ્રી વિવેકમંડન વિઝાય' એ પંક્તિમાં ‘કુલમંડનીને વ્યક્તિનામ - તેથી વિનયમંડનના શિષ્ય - ગણેલ છે (એને ઘાટા બીબામાં છાપેલ છે કે અધોરેખિત કરેલ છે.) પરંતુ એ સમજફર જણાય છે. અહીં આ પહેલાં ઉદધૃત કરેલી બે કડીઓ વાચતાં જણાશે કે વિવેકમંડના પહેલા શિક્ષણ અને સૌભાગ્યમંડન બીજા શિષ્ય એમ ચોખો કમ દર્શાવ્યો
Page #108
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ છે, તેથી કુલમંડનીને વિવેકમંડનનું વિશેષણ જ ગણવું જોઈએ - ‘મુનિકુલના મંડનરૂપ” એવા અર્થમાં. હવે આ વંશવૃક્ષ વિશેની માહિતી સંકલિત કરીને જોઈએ. તપગચ્છમાં દેવેન્દ્રસૂરિ પાસે દીક્ષિત થયેલા વિજ્યચંદ્રસૂરિએ જુદી પ્રરૂપણા કરી. એ ખંભાતમાં વડી પોશાળમાં રહ્યા, તેથી એમનો વૃદ્ધ પૌશાલિક તપગચ્છ, ટૂંકમાં વડો તપગચ્છ કહેવાયો. આ ઘટના સં. ૧૪મી સદીની પહેલી પચીસીમાં બની. વડતપગચ્છમાં રત્નાકરસૂરિ નામે આચાર્ય થયા, જે “રત્નાકર-પંચવિશતિ'ના કર્તા ગણાય છે. સં. ૧૩૭૧માં સમરા શાહે કરેલા શત્રુંજય-ઉદ્ધાર પ્રસંગે આદીશ્વરની પ્રતિમાની પ્રતિષ્ઠા કરનાર આ રત્નાકરસૂરિ હતા એમ કેટલાકનું માનવું છે. એમનાથી રત્નાકરગચ્છ અસ્તિત્વમાં આવ્યો. રત્નાકરગચ્છની ભૂગુકચ્છીય શાખામાં વિજયરત્નસૂરિ થયા, જેમના પ્રતિમાલેખો સં. ૧૫૧૩થી ૧પ૬૬ના મળે છે. વિજય રત્નસૂરિના શિષ્ય ધર્મરત્નસૂરિ થયા, જેમના પ્રતિમાલેખો સં. ૧૫૪૪થી ૧૫૬૬ના મળે છે. ધર્મરત્નસૂરિ રાણા સંગ સંગ્રામસિંહના સમયમાં (સં. ૧૫૬૫થી 1586) ચિતોડ ગયા ત્યારે એમણે તોલા શાહના સૌથી નાના પુત્ર કમ શાહને હાથે શત્રુંજયનો ઉદ્ધાર થશે અને પોતાના શિષ્ય તેની પ્રતિષ્ઠા કરશે એમ જણાવેલું. પછી એ વિનયમંડન પાઠકને ત્યાં મૂકી ચાલી નીકળેલા. ત્યાર પછી તોલા શાહનું મૃત્યુ થયું. કર્મા શાહ મોટા થયા. સં. ૧૫૮૩માં બહાદુરશાહ ગુજરાતના સુલતાન બન્યા પછી ભૂતકાળમાં પોતે એમને મદદ કરેલી તેથી શત્રુંજય ઉદ્ધારની પરવાનગી એમણે એમની પાસેથી મેળવી. આ વખતે ધર્મરત્નસૂરિ હયાત હોવાનું જણાતું નથી, કેમકે આ પરવાનગી અને પોતાના મનોરથના સમાચાર કર્મા શાહ વિદ્યામંડનસૂરિ અને વિજ્યમંડન પાઠકને આપે છે, ધર્મરત્નસૂરિને નહીં. ધર્મરત્નસૂરિના બે મુખ્ય શિષ્યો વિદ્યામંડન અને વિનયમંડન એમાંથી પહેલાને એમાણે સૂરિપદ આપેલું, બીજાને પાઠ પદ (કે ઉપાધ્યાયપદ) વિદ્યામંડનસૂરિના પ્રતિમાલેખો સં. 1587 અને સં. ૧૫૯૭ના મળે છે. ધર્મરત્નસૂરિના સ્વર્ગવાસ પછી સં. 1583 પહેલાં એ ગચ્છનાયક બન્યા જણાય છે. શત્રુંજય ઉદ્ધારપ્રસંગે એમણે જુદા જુદા સાધુઓને કામગીરીઓ સોંપી પણ પોતે તો પ્રતિષ્ઠાના સમયે જ આવ્યા. એમણે મૂલનાયક આદીશ્વર ભગવાનની અને પુંડરીકની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી, પણ પ્રતિમાલેખોમાં પોતાનું નામ કોતરાવ્યું નહીં. (વસ્તુત: એ પ્રતિમાલેખોમાં કોને હાથે પ્રતિષ્ઠા થઈ તે જણાવ્યું નથી. ઉદ્ધાર કરનાર શ્રેણી પરિવારનાં જ નામો છે.) આ વિશે
Page #109
--------------------------------------------------------------------------
________________ 88 શત્રુંજય તીર્થોદ્ધારના પ્રતિકાના સૂરિવરનું વંશવા - “પ્રબન્ધ'ના રચયિતા વિવેકધીરગણિ કહે છે કે નાહીલિખં કુત્રાપિ હિનામ નિજ ગભીહૃદયાસ્તે, પાવ: સ્વોપશેષ ચ આવેણુ તૈનમ ન નમ (2, 133) (ગંભીર - ઉમદા હૃદય ધરાવતા તે ગુરુએ કયાંય પોતાનું નામ ના લખાવ્યું. પોતે રચેલાં સ્તવનોમાં પણ એમણે પોતાનું નામ ગૂંગું નથી.) વિદ્યામંડનસૂરિ, આ રીતે, નમ્ર સ્વભાવના જણાય છે. એ શિષ્યોને આગળ કરતા રહ્યા હોવાનું જણાય છે. આ પૂર્વે ચિતોડમાં પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથની પ્રતિષ્ઠા વખતે પોતે જઈ ન શકવાથી વિવેકમંડનને મોકલ્યા હતા. શત્રુંજયઉદ્ધાર વખતે પણ પોતે ઋષભદેવ અને પુંડરીકની મૂર્તિઓની સ્થાપના કરી પણ અન્ય મૂર્તિઓની સ્થાપના પોતાના શિષ્યો પાસે કરાવી હતી. વિનયમંડન પાઠક કે ઉપાધ્યાય ઉપરાંત ગણિ તરીકે પણ ઉલ્લેખાયા છે. જયવંતસૂરિ પોતાના આ ગુરુની ઘણી પ્રશંસા કરે છે અને સુરગુર સમા વિદ્યાવંત કહે છે. ધર્મરત્નસૂરિ તોલા શાહના સાંત્વન અર્થે એમને ચિતોડ મૂકીને જાય છે એમાં એમનું આ સાધુસમુદાયમાં મહત્ત્વભર્યું સ્થાન હતું તે સૂચિત થઈ જાય છે. શત્રુંજયઉદ્ધારનો પોતે વિચાર કરે ત્યારે એમાં સહાયરૂપ થવાનું કામ શાહે એમની પાસે માગી લીધું હતું. શત્રુંજયઉદ્ધારનો સંકલ્પ કર્યા પછી કમ શાહ એમને મળવા જાય છે અને એમનું માર્ગદર્શન માગે છે. એ એમને સર્વ શાસ્ત્રાર્થવિચારમાં દક્ષ અને સર્વ ઉચિત ક્રિયામાં સાવધાન પુરુષ તરીકે ઓળખાવે છે. શત્રુંજયઉદ્ધારની કામગીરી એ જ સંભાળે છે એમાં એમની સજ્જતા દેખાઈ આવે છે. પછીથી પ્રતિષ્ઠાવિધિનાં સર્વ કાર્યોને અધિકાર પણ એમને જ સોંપવામાં આવે છે. સૌભાગ્યરત્નસૂરિ વિદ્યામંડનસૂરિના શિષ્ય હતા. 'પ્રબંધમાં એમનો ઉલ્લેખ કેવળ સૌભગ્યરત્ન તરીકે છે અને શૃંગારમંજરી'માં સૌભાગ્યરત્નસૂરિ તરીકે, એટલે સૂરિ એ પછીથી, સં. ૧૫૮૩થી સં. 1614 દરમ્યાન બન્યા હશે એમ જણાય છે. એમનો એક પ્રતિમાલેખ સં. ૧૬૩૪નો નોંધાયેલ છે. વિઘામંડનસૂરિ પછી એ ગચ્છનાયક બન્યા હોવાનો સંભવ છે. વિવેકમંડન પાઠક (ઉપાધ્યાય) વિનયમંડનના શિષ્ય હતા. એ વાસ્તુશાસ્ત્રના જાણકાર હતા અને તેથી શત્રુંજયઉદ્ધાર વખતે શિલ્પીઓને માર્ગદર્શન આપવાની કામગીરી એમને સોંપવામાં આવી હતી. ચિતોડમાં પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરવા એમને મોકલવામાં આવ્યા તે એમનું સમુદાયમાં જે ગૌરવભર્યું સ્થાન હતું તે બતાવે છે. જયવંતસૂરિ પણ ‘શુંગારમંજરી'માં એમને ‘સકલ ગુણના સ્થાન” તથા “કુલમંડન' તરીકે ઓળખાવે છે. વિવેકધીરગણિ વિનયમંડનના શિષ્ય હતા. વિવેકમંડનની જેમ તેઓ પણ
Page #110
--------------------------------------------------------------------------
________________ 89 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ વાસ્તુશાસ્ત્રના જાણકાર હતા અને તેમને પણ શિલ્પીઓને માર્ગદર્શન આપવાની કામગીરી સોંપવામાં આવી હતી. તેઓએ સં. ૧૫૮૭ના વૈશાખ વદ 7 સોમવારના રોજ એટલેકે શત્રુંજય તીર્થમાં થયેલી પ્રતિમાપ્રતિષ્ઠાને બીજે દિવસે ‘શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ'ની રચના કરી. (ઐતિહાસિક સારભાગમાં સુદ 7. દશવિલ છે તે ભૂલ છે.) સૌભાગ્યમંડન પંડિત (કે ગણિ) વિનયમંડનના શિષ્ય હતા. એમણે "શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ'ની પ્રથમ દર્શપ્રતિ સં. 1587 વૈશાખ વદ ૧૦ને ગુરુવારના રોજ લખી હતી. પ્રબંધ'માં અન્યત્ર એમનું નામ નથી પરંતુ આ પ્રતલેખન પરથી જણાય છે કે તેઓ શત્રુંજ્યઉદ્ધાર પ્રસંગે હાજર હતા. એમને નામે સં. ૧૬૧રનો પ્રભાકર રાસ' નોંધાયેલ છે, પણ એ માહિતીની પ્રમાણભૂતતા અંગે સંદેહ છે. જયવંત પંડિત, પાછળથી સૂરિ, વિનયમંડનના શિષ્ય હતા. એમનું અમરનામ ગુણસૌભાગ્યસૂરિ હતું. એ શાસ્ત્રજ્ઞ અને રસજ્ઞ કવિ હતા. એમણે સં. ૧૬૧૪માં “શૃંગારમંજરી' અને સં. ૧૬૪૩માં “ઋષિદના રાસ' એ બે રાકૃતિઓ તથા બીજાં ઘણાં સ્તવનાદિ પ્રકારનાં કાવ્યો રચેલ છે. એમણે સં. ૧૬૫રમાં ગોપાલભટ્ટની 'કાવ્યપ્રકાશ' પરની ટીકા લખાવીને ભંડારમાં મુકાવી હતી. એ શત્રુંજયઉદ્ધાર પ્રસંગે ઉપસ્થિત હોય એવું અનુમાન થયું છે, પરંતુ “શૃંગારમંજરી” પોતે લઘુવયે આનું એમણે જણાવ્યું હોવાથી એ શક્ય લાગતું નથી. સમાધીર, રત્નસાગર અને જ્યમંડનની ગુરુપરંપરા નિશ્ચિત થઈ શકતી નથી. સમાધીરને શત્રુંજયઉદ્ધાર વખતે સાધુપરિવાર માટે આહારપાણી લઈ " આવવાનું કામ, બીજાઓની સાથે, સોંપાયું હતું, રત્નાસાગર અને જયમંડને આ પ્રસંગે છમાસી તપ કર્યું હતું. છેવટે વંશવૃક્ષનું પ્રમાણભૂત ચિત્ર આ પ્રમાણે ઊભું થાય છે. વિજયરાજસૂરિ ધર્મરત્નસૂરિ વિદ્યામંડનસૂરિ વિનયમંડન ઉપાધ્યાય સૌભાગ્યરત્ન (સૂરિ) વિવેકમંડન વિવેકપર સૌભાગ્યમંડન જ્યવંત પંડિત ઉપાધ્યાય ગણિ પંડિત | (સૂરિ)
Page #111
--------------------------------------------------------------------------
________________ 90 શત્રુંજય તીર્થોદ્ધારના પ્રતિષ્ઠાતા સૂરિવરનું વંશ છેલ્લે, એક આનુષંગિક મુદ્દા તરફ ધ્યાન દોરીએ. “પ્રબંધમાં મુહૂર્ત નક્કી કરતી વેળા તેમજ પ્રતિષ્ઠાવિધિ થઈ ત્યારે એનો દિવસ વૈશાખ વદ 6 (માધવ માસ બહુલ પક્ષ 6) દર્શાવવામાં આવેલ છે. (પ્રતિમાલેખોમાં પણ એમ જ છે) જ્યારે 'પ્રબન્ધ'ની પ્રતને અંતે, કૃતિ ને રાજવલી-કોષ્ટક પછી, આ પ્રમાણે લખાણ મળે છે. “સં. 1587 ચૈત્ર વદિ 6 રવી શ્રવણનક્ષત્ર દો૦. કરમાકારિત: શત્રુંજયોદ્ધાર: ઉપાધ્યાયશ્રી વિનયમંડનસાહાધ્યાહુ ભટ્ટારક શ્રીવિદ્યામંડનસૂરિભિઃ પ્રતિષ્ઠિતા મૂલનાયકપ્રતિમા ઈતિ.” મારવાડમાં વૈશાખ વદ તે ગુજરાતમાં ચૈત્ર વદ થાય. અહીં ચૈત્ર વદ ગુજરાતની દષ્ટિએ છે એમ સમજીએ તો જ વિરોધ ન નડે. આ લખાણ પછી પ્રતિષ્ઠાની લગ્નકુંડલી આપેલી છે, જે નીચે મુજબ છે. ( 12 श આ લગ્નકુંડલી કયો મહિનો બતાવે છે તે જોવાનું રહે છે. સંદર્ભ સાહિત્ય આત્માનંદ પ્રકાશ, પુ. 21 એ. 6 તથા 10 - શ્રી જયવંતસૂરિ', મોહનલાલ દલીચંદ દેશાઈ. (જયવંતસૂરિકૃત) ઋષિદના રાસ, સંપા. નિપુણા દલાલ, 1975. જૈન ગુર્જર કવિઓ, બીજી આવૃત્તિ, ભા. 1, સંગ્રા. મોહનલાલ દલીચંદ દેશાઈ, સંપા. જયંત કોઠારી, 1978. શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ, સંપા. મુનિ જિનવિજય, વિ.સં. 1973. (જ્યવંતસૂરિકૃત) શૃંગારમંજરી, સંપા. કનુભાઈ શેઠ, 1978.
Page #112
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 1 13. उपाध्याय श्री भानुचन्द्र गणि विरचितम् नाभेयजिन विज्ञप्तिस्वरूपं स्तवनम् / - પન્યાસ શ્રી પ્રદ્યુમ્નવિજયગણિ સંસ્કૃત સાહિત્યમાં પરમાત્માને કેન્દ્રમાં રાખીને રચાયેલાં સ્તવન, સ્તુતિ અને સ્તોત્રના પ્રકાર તમામ બ્રાહ્મણ-શ્રમણ પરંપરામાં ખૂબ જ ખેડાયેલા છે. તેમાં પણ આત્મનિંદાગર્ભિત સ્તોત્ર-સ્તવન ઘણી વિપુલ સંખ્યામાં મળે છે. આ પૈકીનાં ઘણાં સૌભાગ્યવંતા સ્તોત્ર અનેક ભક્તોને કંઠે અને હૃદય આજે પણ રમે છે. જેન પરંપરામાં એવાં બે સ્તોત્ર આજે પણ બહુ જાણીતાં છે: એક, પરમાહિત કુમારપાળ નૃપતિ રચિત “આત્મનિન્દાગર્ભિત દ્રાવિંશિકા' અને બીજું, આચાર્યશ્રી રત્નાકરસૂરિ નિર્મિત ‘રત્નાકર પશ્ચવિંશતિકા' આ બે સ્તોત્રની જેમ જ અહીં પ્રસ્તુત છે તે બંને સ્તોત્રો પણ એવા જ પ્રકારનાં છે. આ સ્તોત્રોની વિશેષતા એ છે કે આ બંનેના રચયિતા એક જ છે. સ્તોત્રનો વિષે પણ એક છે. પરંતુ એની શૈલીમાં ભિન્નતા છે અને શ્લોક-સંખ્યામાં તફાવત છે. અને તેથી, બંને સ્વતંત્ર રીતે અભ્યાસના વિષય છે. આ બંને સ્તોત્રના કર્તાનું નામ છે ઉપાધ્યાય ભાનુચન્દ્રગણિ. તેઓ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજના ગુરુભાઈ શ્રી સકલચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય સૂચન્દ્ર ઉપાધ્યાયના શિષ્ય છે. તેમના શિષ્યનું નામ શ્રી સિદ્ધિચન્દ્રજી ગણી છે. આ બંને, ગુરુશિષ્યની જોડી, ન્યાય અને સાહિત્યમાં ખૂબ પ્રસિદ્ધ છે. બંનેએ સાથે મળીને પી ટી 1 થી લઈ અનેક ગ્રંથોની રચના કરી છે. એકલા ઉપાધ્યાય ભાનુચન્દ્ર ગણીએ વસંતરાજેશકુન ટીકા, સારસ્વતવૃત્તિ, કાવ્યપ્રકાશવૃત્તિ, વિવેકવિલાસવૃત્તિની રચના કરી છે. - જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજ અકબર બાદશાહના
Page #113
--------------------------------------------------------------------------
________________ 92 નાભેયજિન વિશપ્તિસ્વરૂપ સ્તવનમ્ આમંત્રણથી ગાંધારથી દિલ્હી પધાર્યા. ત્યાં અકબર બાદશાહને પ્રતિબોધ આપ્યો. તે પછી તેઓએ વિહાર કર્યો. ત્યારે અકબરની વિનંતીથી પોતાના પ્રતિનિધિ તરીકે જગદ્ગુરુશ્રીએ આ ઉપાધ્યાય શ્રી ભાનુચન્દ્રગાળીને મૂક્યા હતા. અકબર બાદશાહ રવિવારે પ્રાત:કાળે ઉપાધ્યાય શ્રી ભાનુચન્દ્રજીના મુખથી સૂર્યસહસ્રનામનું શ્રવણ કરતા હતા. આ સૂર્યસહસ્રનામનું શ્રવણ કરાવવાને કાજે ઉપાધ્યાય ભાનુચન્દ્રજીએ અકબર બાદશાહ સાથે ઠેઠ કાશ્મીર સુધી વિહાર કર્યો છે. શંત્રુજયનો પ્રસિદ્ધ જજિયાવેરો માફ કરવાની ઘટના આ જ વખતે, કાશમીરના જયણલંકા સરોવરના કાંઠે બની. અતિશય ઠંડીના કારણે શ્રી ભાનુચન્દ્રજી થીજી ગયા, તે જોઈને, આવા કષ્ટથી પ્રભાવિત થઈને, અકબર બાદશાહ આગ્રહપૂર્વક કંઈક માગવાનું કહે છે. તે વખતે ઉપાધ્યાય ભાનુચન્દ્રજી શત્રુંજયના કરમોચનની માંગણી મૂકે છે; જેનો સ્વીકાર થાય છે. આ ઘટનાનું વર્ણન પણ પોતે જ નામેયનિવિજ્ઞાતિમાં ૫૦થી 58 - એ નવ શ્લોકમાં કર્યું છે. સાથે ગોવધબંધી માટે પણ વાત કરે છે અને તેનો પણ સ્વીકાર થાય છે. આ રીતે ઉપાધ્યાય શ્રી ભાનુચન્દ્રજીગણિ એક પ્રભાવસંપન્ન પુરુષ તરીકે પણ પ્રસિદ્ધ છે. કારણ ગમે તે હોય, ઉપાધ્યાય શ્રી ભાનુચન્દ્રજી કૃત આત્મનિન્દાગર્ભિત સ્તોત્રની બે પ્રત મળે છે. બંને અલગ અલગ સંવતની છે. બંનેની શ્લોક સંખ્યા પણ જુદી જુદી છે. એકની 63 છે અને બીજીની 83 છે. આ બંને પોથીઓનો પરિચય આ પ્રમાણે છે. શ્રી ભાવનગર વે. મૂ. જૈન સંઘ શેઠ ડોસાભાઈ અભેચંદની પેઢીના જ્ઞાનભંડારમાં દાબડા કમાંક: 49, પોથી : 489, પ્રતિ: 2772 પત્ર: 4, પ્રત્યેક પત્રમાં પંક્તિ 11, શ્લોકસંખ્યા: 63 છે. પ્રતિલેખકની પુષ્પિકા આ પ્રમાણે છે - इतिश्री जिनस्तवनं // श्री शत्रुजयकरमोचनादिसुकृतकारि महोपाध्याय श्री 19 श्री भानुचन्द्र गणि चरणसरोजमधुव्रत पंडित श्री उदयचन्द्रगणिनालिखितं ग० प्रेमचन्द्रकृते, संवत 1677 वर्षे आसो मासे शुक्ल पक्षे पंचमीदिवसे बुधवारे करहडानगरे इति भावकं भूयात्। આપણે આ પ્રતને મ. એવી સંજ્ઞાથી ઓળખીશું. બીજી પ્રત અમદાવાદ દેવશાનો પાડો શ્રી વિમલગચ્છનો ભંડાર, દાબડા ક્રમાંક: 140, પોથી : 5487, પત્ર: 8 પ્રત્યેક પત્રમાં પંક્તિ : 15 -કોઈક પાનામાં 14 અને છેલ્લા પાનાની બીજી પૂઠીમાં 11. કેટલાંક પત્રમાં હુંડીમાં (હાંસિયામાં) ટિપ્પણ સ્વરૂપે શબ્દાર્થ તથા પાઠાન્તરની પંક્તિઓ
Page #114
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 93 આપી છે. શ્લોકસંખ્યા 83 છે. પ્રતિલેખકની પ્રશસ્તિ આ પ્રમાણે છે. इति पादशाह श्री अकब्बर जल्लालुदीन श्री सूर्य सहस्त्रनामाध्यापक श्री शत्रुञ्जयतीर्थ करविमोचनगोवधनिवर्तनाद्यनेक सुकृत विनिमापक महोपाध्याय श्री भानुचन्द्रगणिविरचितं स्व प्रमादाचरणालोचनगर्भितं श्री नाभेयजिनविज्ञप्तिस्वरूपं स्तवनं समाप्तमिति // संवत 1717 वर्षे मागसर वदि 7 शुक्रे महोपाध्याय श्री 5 सिद्धिचन्द्रगणिमिः शोधितं॥ આપણે આ પ્રતિને ટે. એવી સંજ્ઞાથી ઓળખીશું. લેખકની પુષ્પિકા જોતાં બંને પ્રતિઓ ઉપાધ્યાય શ્રી ભાનુચંદ્રજીના શિષ્યોએ * અનુક્રમે પંડિત ઉદયચન્દ્રજી ગણી અને ઉપાધ્યાય સિદ્ધિચન્દ્રજી ગાણીએ લખી છે. બંને પ્રતિના લેખન વચ્ચેનું અંતર 40 વર્ષનું છે. 1717 વર્ષની પ્રતિમાં મદોપાધ્યાય શ્રી પૂ શ્રી સિદ્ધિવામિ: શTધતા લખ્યું છે, પણ લેખનશૈલી અને અક્ષરોના મરોડ જોતાં આ પ્રતિના લેખક સ્વયં ઉપાધ્યાય શ્રી સિદ્ધિચન્દ્રગણિ છે. એટલું જ નહિ, કિન્તુ ૧૬૭૭ની પ્રતની શ્લોકસંખ્યા કરતાં જે 20 શ્લોકની વૃદ્ધિ છે. પાઠાંતરો આપ્યા છે, તેમાં પણ ઉપાધ્યાય શ્રી સિદ્ધિચન્દ્રજીની અસર છે. અને ખાસ તો છેલ્લે શ્રી મનુવવવવ રવર્તી પદથી શરૂ થતા જે બે શ્લોક છે તે તો ઉપાધ્યાયશ્રી સિદ્ધિચન્દ્ર ગણિએ જ રચેલા છે એ સ્પષ્ટ જ છે. રચનાની દષ્ટિએ ૧૬૭૭ની મા. પ્રતિમાં હૃદયગત ભાવો સાદી સરળ શૈલીમાં નિરૂપાયા છે. જયારે ૧૭૧૭ની સે. પ્રતિમાં એ જ ભાવો - એ બ્લોકને નવાં જ રૂપરંગમાં સંસ્કારીને, અલંકારીને રજૂ કર્યા છે. એક પ્રશ્ન થાય છે: મા. પ્રતિમાં -- प्रभो मयाऽकब्बर नामधेयश्रीमत् सुरत्राणबलेन साकम्। समेत्य कश्मीर भुवं स्वकीयं कृतं न कृत्यं स्मरणोचितं यत्॥ // 56 // કાશ્મીરમાં બનેલી શત્રુંજય-કરમોચન જેવી મહત્ત્વની ઘટનાનો અહીં ઉલ્લેખ નથી જણાતો. એ ઘટના તો આનંદદાયિની છે. જ્યારે કૃતં કૃત્યં મળવિત થતું - એ પંક્તિથી તો કોઈક એવા કાર્યનો સંકેત જણાય છે કે જે યાદગાર ન હોય. તો આ કૃત્ય કર્યું હશે? જ્યારે ટે. પ્રતિમાં– Iીસ્ટ્રેશડચથ જૈન (નયન) - भिधं सरो मानसवद् विशालम् कुतूहली तत्रकुतूहलार्थं शाहीर्गतस्तेनगतं मयाऽपि // 50 //
Page #115
--------------------------------------------------------------------------
________________ 94 નાભેયજિન વિજ્ઞપ્તિસ્વરૂપ વનમ્ આ શ્લોકથી શરૂ કરીને આખો પ્રસંગ નવ શ્લોકમાં વિગતવાર આલેખો છે, જેને સુકતમાં ગણ્યો છે. સે. પ્રતિમાં જે 20 શ્લોક વધારે છે, તેમાં રત્નજર પડ્યૂવાતિવા અને ત્યાનમન્દિાસ્તોત્ર ના કેટલાક શ્લોકની છાયાવાળા 10/11 શ્લોક છે અને આઠ શ્લોક, નયનતકુળ સરોવરવાળી ઐતિહાસિક ઘટનાના વર્ણનમાં રોકાયા છે. એકંદરે મા. પ્રતિ કરતાં તે. પ્રતિની રચના વધારે માતબર છે. પઘો પ્રવાહી છે, શૈલી પ્રાસાદિક અને હૃદ્ય છે. આ રચનાની ખૂબી એ છે કે, આમાં આત્મનિન્દાનું સ્વરૂપ વૈયક્તિક છે; અંગત છે. પરમાત્મા પાસેનો નિખાલસ એકરાર છે. હૃદયની સચ્ચાઈ સાથેની કબૂલાત છે. એક રીતે આ રચના માનવમનના અભ્યાસની સામગ્રી પૂરી પાડે છે. માનવમનના અતલ ઊંડાણોમાં કેવી રીતે વૃત્તિઓ સળવળતી હોય છે! જેટલા છોકરા જેવા મળે તે સર્વને ચેલા બનાવવાની ઇચ્છા થાય. સભામાં વ્યાખ્યાન દ્વારા પર્ષદાને અશ્રુભીની બનાવે અને પોતાની આંખ સાવ કોરી રહે. લોક સમક્ષ તપની વાતો અને અંદરખાને તપનો અભાવ. આવી આવી વૃત્તિ-પ્રવૃત્તિની વચ્ચે નિકાનાં નક્ષત્રો પણ ઝળકે છે. તેનો ચળકાટ આપણને તેમના પ્રત્યે ભક્તિનમ્ર બનાવે છે. પરમ સમીપે આવી, નિર્દભ રજૂઆત એ મનને નિર્મળ બનાવવાની, માંજવાની સાધના છે તેના અહીં દર્શન થાય છે. આમ તો બંને કૃતિમાં અર્થની દષ્ટિએ ઘણું સામ્ય છે. જે ફેરફાર છે તે શબ્દોનો છે. નવા વિષય તરીકે મ. પ્રતિમાં 60 માં શ્લોકમાં જહાંગીર બાદશાહની વાત છે તે રે. પ્રતિમાં નથી. બીજી નોંધપાત્ર વાત એ છે કે, મ. પ્રતિમાં સાત શ્લોક સુધી પ્રણનું - બીવ - એવાં સંબોધનથી વાત શરૂ કરી છે અને પછી વ્યક્તિગત પોતાના ઉપર લઈને આગળ વધ્યા છે. જ્યારે સે. પ્રતિમાં બીજા શ્લોકથી મા-બહં એમ શરૂ કર્યું છે. અને એ જ વધુ હૃદયસ્પર્શી લાગે છે. કોઈને આમાં બહુ કાવ્ય-ચમત્કૃતિના દર્શન ન થાય તે સ્વાભાવિક છે. પરંતુ આ તો સંવેદનશીલ કાવ્યવૃત્તિ છે. પોતાના મનોભાવને-મનોગતને-બાળસુલમ સરળતાથી - ‘પિત્રો: પુરોનત્પતિ નિર્વિઃ . એ ન્યાયે અહીં રસળતી શૈલીમાં અભિવ્યક્ત કર્યા છે.
Page #116
--------------------------------------------------------------------------
________________ 95 प्रलोकांक तिश्रयम् श्लोकांक લક્ષ્મી અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ બી. પ્રતિના વિષમ શબ્દોના અર્થ: अर्थ ससारतप्त्या સંસારની પંચાતથી सतीमनम् રસાદાર શાક घामस्थ ગૃહસ્થ स्मय ગર્વ द्धिान्त સિદ્ધાન્ત (આગમ-શાસ્ત્ર) पञ्चद् વિસ્તરતાં અજ્ઞાન રૂપી દાવાનળને ઠારવામાં મેઘ સમાન. द्वतीयमार्गे અપવાદ માર્ગે ઉપાશ્રય ટે. પતિના વિષમ શબ્દોના અર્થ : अर्थ इन्दिन्दिराजि ભ્રમરપંક્તિ पयोधिपुत्री यमान् મહાવ્રતો परापाय બીજાના તરફથી થયેલા અપરાધો निरागसाम् નિરપરાધી જીવો દાનું નિરન્તર उररीकृतः સ્વીકાર કર્યો છે અનંગ-કામ त्रपा શરમ बिलीकृतम् आग: અપરાધ निकृत्या માયા વડે करक હાડપિંજર તાd: સિદ્ધાન્ત (આગમ) પુસ્તકના માટે कार्तस्वरीयासन સોનાનું સિંહાસન हिमानी બરફ असकृत् વારંવાર पूर्णानकवद् ઉત્સવમાં આપવામાં આવતું ભેટાણું हल्लीसक इयुषं નૃત્યનો એક પ્રકાર पाटीर ચંદન अध्वनीन મુસાફર મ पुस्तस्यकृते ***
Page #117
--------------------------------------------------------------------------
________________ 86 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ // नाभेयजिन विज्ञप्तिरूपं स्तवनम् // - आनम्रकम्रामर पूर्वदेव: स वश्रियं यच्छतु मारुदेवः / अशिश्रियद्यच्चरणारविंद मिंदिंदिरालीव पयोधिपुत्री // 1 // त्वं वेत्सि सर्वं सचराचरं जगद् ज्ञानेन विश्वत्रितयावलोकिना। त्वं साक्षिकं देव तथापि वक्ष्ये, शुभाशुभं यद्विहितं मया तत् // 2 // (पाठांतर : तथापि ते नाथपुरो ब्रवीमि, मया कृतं कर्म शुभाशुभं यत्॥) संसारचक्रे भ्रमता चिरेण ___प्राप्तो मया मर्त्यभवः कथंचित्। तथापि दुर्बुद्धिरहं न कुर्वे धर्मं यथा स्यादमृतोपलब्धिः // 3 // (पाठांतर : धर्मं यथा स्यादपुनर्भवाप्तिः // 3 // ) प्रभो ! मया स्वीय गुरोर्मुखांबुजा द्यमानुरीकृत्य तथा न रक्षितान्। अवश्यमेवास्य कुकर्मणः फलं भोक्तव्यमस्तीति भयं न जातं // 4 //
Page #118
--------------------------------------------------------------------------
________________ 87 // नाभेयजिन विज्ञप्तिरूपं स्तवनम् // पूर्वं मया लक्षनृणां समक्षं कक्षीकृतं यच्चरणं विरागात्। किंचित् प्रमादाचरणेन पश्चात् मूढेन सर्वं कलुषीकृतं तत् // 5 // पुरा परापाय विमर्शपूर्वकं ___ मया कुता यद् हृदि कोटि कल्पना। दुरंतपापं समुपार्जितं तया निरर्थकं तन्नरकाधिकारिणा // 6 // मया नृणां धर्मकथासु नित्य मकारिदृगुम्योऽबुकणप्रवाहः। अत्यंत निर्वेदरसस्य पोषणा त्परं न जातं मम कोमलं मनः // 7 // मयाधिक प्राणितलोभत: कृतो निरागसां प्राणभृतां व्यपायः। न ज्ञातमेतत्किल यादृगेव वितीर्यते तादृशमेव लभ्यम् // 8 // अन्योऽन्य दुर्वाक्य विभाषणेन मयाऽर्जितं संसृतिहेतुभूतम्। पापं महत्तस्य विनाशकर्ता स्वामिंस्त्वदीया चरणद्वयी मे // 9 // नित्यं मया मंद इति प्रजल्पितं क्रियासु कैवल्यसुखप्रदासु। लोभाभिभूतेन नवीनवस्तु प्राप्त्यै मुघा भ्रांतमहो समन्तात् // 10 //
Page #119
--------------------------------------------------------------------------
________________ 88 અમૃત મહોત્સવ સ્મૃતિ | शनैः शनै: पर्वणि रोगिणेव मया कथंचिन्जिनमंदिरे गतम्। प्रधावितं पर्वतमेखलायां कुतूहलार्थं त्वरया तुरंगवत् // 11 // सत्तीर्थयात्रासु मया मनोऽपि न जातु चिद् दैवहतेन निर्मितम् / शिष्यादिसंपत्तिकृते त्वजसं भ्रांति: कृता भूमितलेऽखिलेऽपि // 12 // वेषो मया स्वोदरपूरणायो रीकृत: केवलमेव मन्ये। नो चेत् कथं मुक्तिनिदानभूतं सम्यक्त्वरत्नं कलुषीकरोमि // 13 // वादे मया केचन वादिनोऽपि विनिर्जिता न्यायविशेषयुक्तिभिः / स्वोत्कर्षपोषाय परं न चात्म पक्षस्य विस्फूर्ति-निदर्शनाय // 14 // मया मुधा हारितजन्मनामुना किमप्यपूर्वं सुकृतं न तत्कृतं। यदत्रलोके सुधियो लिखंति पाथेयतां चैति परत्रलोके // 15 // (पाठान्तर : कीर्तिर्भवेद्येन जगत्त्रयान्तरे पाथेयतामेति भवांतरेऽपि च // 15 // ). दुर्वारमाराधिकपीडितेन ___दुरात्मना यद् विहितं मया तत्। त्रपाकरं वच्मि कियत् त्वदने जानासि सर्वं स्वयमेव यस्मात् // 16 //
Page #120
--------------------------------------------------------------------------
________________ 88 / नाभेयजिन विज्ञप्तिरूपं स्तवनम् // इत्येव विद्या विहितश्रमस्य पुंस: फलं यन्न भवेत् सगर्वः। उपस्थितं मे विपरीतमेतद् किं तत्र दुर्दृष्टमिदं न जाने // 17 // त्वच्छासनात्यंतपराङ्मुखानां दुरात्मनां देव पदार्थसार्थाः। सर्वेऽपि शीघ्रं मुखरीभवंति सहस्रपत्राण्युदयादिवेन्दोः // 18 // मिथ्यात्वबुध्दया तव शासनं यत् मिथ्योपदेशेन मया बिलीकृतं। क्षन्तव्यमेतत् मम शत्रुमित्र र्मदीयमागः प्रभुभिः पवित्रैः // 19 // (पाठान्तर : तदुत्थपंकस्य विनाशनाय तदंघ्रिसेवारसिकं मनो मे // 19 // ) मयोपवासो विहितोऽस्तु पर्वसु सगर्वमुक्त्वेति समाजमध्ये। जग्धं यथेष्टं तु रह:प्रविश्य स्वामिन्नहो मोहविजृम्भितं मे // 20 // मया जनानामतिदुःखितानां कृतोपकारः सुकृतैकसंचयः। तेऽभ्योऽपि किंचित् शुभवस्तुलिप्सया हतप्रभावः खलु सोऽपि निर्मितः // 21 // अधीत्य बिन्दुप्रतिमं श्रुतं क्वचित् जानाम्यहं सर्वमिति प्रफुल्लः। तेनाऽथ हे नाथ निरक्षरस्य दुरात्मन: का भविता गतिर्मे // 22 //
Page #121
--------------------------------------------------------------------------
________________ 100 અમૃત મહોત્સવ સ્મૃતિ भुंक्ते यदादँ सुरसं सुपक्वं सुस्वादु सुव्यञ्जनमेव शस्वत्। तथैव सुस्वायु सुपक्वमन्न महन् महद् दुःखमदायि जिह्वया // 23 // अत्यंतसुस्वादु मयैव भोज्य मिदं तथा नेति न भक्ष्यमेतत्। इत्यादि सर्वं रसनाजितेन कृतं मया षड्रसलोलुपेन // 24 // दानं सुपात्रे न कदापि दत्तं ____कीर्त्यादि दाने प्रगुणीकृतं मनः। न धर्मकृत्यस्य कृता समीहा निरर्थकं जन्मगतं ममेदम् // 25 // मिथ्यात्व -दुर्वासित - चेतसो मे रुचिर्न च स्याच्छुचि जैनधर्मे। नानाविध-व्यञ्जनकल्पितेऽपि - ज्वरार्दितस्येव मनोज्ञभोज्ये // 26 // लोभेन तत्तोषकृते गतागतं ___मया कृतं धामवतां गृहे सदा। न ध्यानलीनेन जिनेन्द्र ! निर्जने महावने नैव समाधिना स्थितं // 27 // सदा सदाचार - विचारवद्भि दत्तं मनोहारि यदेव वास:। नैवोपभोगाय मयापि कल्पितं दत्तं न चान्यस्य तथैव तद्गतं // 28 //
Page #122
--------------------------------------------------------------------------
________________ नाभेयजिन विज्ञप्तिरूपं स्तवनम् // 101 तत्तन्मनोहारि पदार्थसार्थे जिनेश दृम्पथमागते सति। तल्लिप्सयैवात्र मनो मदीयं सदैव संतप्तमिवावतिष्ठत्। // 29 // मयाकृतं चेत् सुकृतं कदाचित् गर्वेण सर्वं विफलीकृतं तत्। अतोऽत्रनामुत्र च किञ्चनाऽपि ___ भोक्तव्यमस्तीति भृशं भयं मे // 30 // दुष्टा मदीया रसना निकृत्या पुरः परेषां मधुरं ब्रवीमि। विभाव्य सम्यग् हदि किन्तु नैवं शिवप्रदः शान्तरसो रसेन्द्रः // 31 // समागते पर्वणि तत्तपोऽर्थे श्रद्धावतां स्वीयमतानुरागिणाम्। दत्तो मया तीव्रतरोऽपदेशो न चात्मना तद् विहितं हतेन // 32 // दुरात्मना नाथ मया कदापि विटेन शीलस्य कथैव नो कृता। तद्धेतुक: कोऽपि शुभोपदेश स्तथा परेषामपि न प्रदत्तः // 33 // त्वदीय सद्ध्यान - रसेन्द्रयोगात् संजायते स्वात्मनि तारभावः। तथाऽपि मूढेन मया तदर्थ मम्यर्थिता केचन योगिनोऽपि // 34 //
Page #123
--------------------------------------------------------------------------
________________ 102 અમૃત મહોત્સવ સ્મૃતિ રે भ्रान्तिं विमोहान् मम कारयन्ति वाक्यानि ते नाथ यथास्थितानि। स्थाने हि तद्ग्रीष्मभरान् मरीचिका पुंसां जलभ्रान्तिकरी न किं स्यात् // 35 // महीतले निर्दय मानवाना___महं विधात्रा विहितोऽस्मि मुरव्यः / करंकशेषानपि वीक्ष्य रङकान् यतो न जाता हदि मे दयाऽपि // 36 // मया कृतं यत् सुकृतं क्रियादिकं करिष्यते यत् क्रियते च नित्यं / फले-ग्रहि ! भविता ममैत द्यतो न निर्दम्भतया विधीयते // 37 // अन्यं समाख्याय जनस्य रात्रौ किञ्चित्तदन्यद्विहितं पुन: प्रगे। इत्यस्मि विश्रंभविनाशहेतुः स्वामिन्नहं पापकृतां हि मुख्य: // 38 // कृतं ऋजुत्वं बहिरेवनान्त मुखे च माधुर्यमधारि दम्भात्। परं मया नैव कदापि मुक्तः स्वान्तस्थ कालुष्यकलङ्कपङ्कः // 39 // यो यं कृतान्तस्तव मोहमत्त मातङ्ग-विध्वंसन-पञ्चवक्त्रः। अध्यापित: सोऽपि मया स्ववैया वृत्यर्थमेवाऽत्र तदस्तु धिग् माम् // 40 //
Page #124
--------------------------------------------------------------------------
________________ // नाभेयजिन विज्ञप्तिरूपं स्तवनम् // 103 सद्ज्ञानचारित्रविशेषरत्नयो मया कदाचिन्न हि संस्कृतिः कृता। तदीयतंत्राणि विशेषितानि जिनेश ! सौन्दर्यविशेषभाञ्जि // 41 // उत्सर्गमार्गश्च तथापवादो द्वयं जिनेशोक्तमिति प्रपद्य। स्वामिन्मया सर्वमकृत्यकृत्यं द्वितीय-मार्गे निहितं प्रमादात् / / 42 // शश्वत् समग्रास्वपि सक्रियासु (वैदग्ध्य) विदग्धमेवाहमधारिषं यत् स्वयंप्रवृत्तोऽस्मि न तासु कर्हिचित् न वत्सलत्वात् गुरुणापि नोदितः // 43 // पितुर्धनं यद्यपि भूरि दत्वा गृहीतदीक्षोऽस्मि महाविरागात्। तथापि पुस्तस्यकृते पुनर्मा ___ सञ्जायते धिग् धनसंग्रहेच्छा // 44 // अकब्बरक्ष्माधिपतेः पुरस्तात् मया जनानां यदकारि कृत्य। न निस्पृहत्वेन नचोपकार बुद्धयाऽपि किन्तु स्वगुरुत्वहेतोः / / 45 / / ईक्षे कुमारान् व्रजतो हि यावत: कर्तुं विनेयान् स्पृहयामि तावतः / स्वामिन् महामोहवशाद् दुरन्ता __ प्रवर्धते लोभपरम्परा मे // 46 //
Page #125
--------------------------------------------------------------------------
________________ 104 અમૃત મહોત્સવ સ્મૃતિ જ अहो मयाऽकब्बरशाहिशाहे रध्यापितान्यक्षकृतादरस्य। सहस्रनामानि सहस्ररश्मेः कार्तस्वरीयासनसंस्थितेन // 47 // विरागिणां यद्यपि निस्पृहाणां - नवोचितीमञ्चति तन्मुनीनां। स्वकीयधर्मस्य तथापि लोके कृतं मया स्फूर्तिनिदर्शनाय // 48 // प्राप्तं मया तेन गुरुत्वमेव परं न जाता परमार्थसिद्धिः। अतो मुनीनामतिनिस्पृहाणां तेषां तु तेनाऽपि न कश्चिदर्थः // 49 // काश्मीर देशेऽस्त्यथ जैन लङ्काऽ भिधं सरो मानसवद्विशालम्। कुतूहली तत्र कुतूहलार्थं शाहीर्गतस्तेन गतं मयाऽपि।।५०॥ तत्र प्रगेऽहं प्रभुपाठनाय गतोस्मि शीतेन भृशं निपीडितः। अध्यापयन्नेव नृपं हिमानी पातादकस्मादभवं विहस्तः // 51 // मूर्छागतो तर्कितमेव पश्चाद् पोते पतित्वा क्षणमूर्छितोऽस्मि। तदा भृशं शाहिसमीपवर्तिभि रभूतपूर्वस्तुमुल: कृतो जनैः // 52 //
Page #126
--------------------------------------------------------------------------
________________ // नाभेयजिन विज्ञप्तिरूपं स्तवनम् // 105 कृपा-कटाक्षेण विलोकितं तदा पुन: पुन: प्रोक्तमिदं च शाहिनाम् / राज्ये मदीये वद वल्लभं यन् मया प्रदत्तं तव निश्चितं तत् // 53 // दयापरो मामसकृन्निरीक्ष्य __दुःखार्द्रचेताः पुनरब्रवीन्नृपः। असांप्रतं किं कुरुषे विलम्ब यत्तेऽस्त्यभीष्टं वद सांप्रतं तत् // 54 // मया तदानीं विमलाद्रिशुल्कं विमुच्यतां प्रार्थितमेतदेव। ततोऽस्य तीर्थस्य करं व्यमुञ्च समस्त दिल्लीपति सार्वभौमः // 55 // मत्तः कृतं तत् सुकृतं च तेन ___ममाप्यपूर्वोऽजनि तेन लाभः। स्वकीय-मुद्रा-कलितं विधाय पत्रं प्रदत्तं मम शाहिना प्राक् // 56 // मयाऽपि पूर्णानकवद् धरित्र्यां श्री हीरसूरेरुपदीकृतं तत्। ततः प्रभूत्यत्र गिरौ न जातु चिद् गृह्णाति कोऽपि प्रति मानुषं करम् // 57 / / श्री हीरसूरेः सुगुरोः प्रसादात् कुर्वन्ति सर्वेऽपि सुखेन यात्राम्। अद्यप्रभृत्येतदभूतपूर्व जातं न केनापि विनिर्मितं पुरा // 58 //
Page #127
--------------------------------------------------------------------------
________________ 106 અમૃત મહોત્સવ સ્મૃતિ માં यस्याहविर्दध्यपि भुज्यतेऽनिशं दुग्धं च पीयूषनिभं निपीयते। मातेव धेनुरनिमित्त - वत्सला निपात्यते सापि कथं दुरात्मभिः // 59 // श्रुत्वेति सम्यक् समये मयोक्तं चमत्कृताश्चेतसि शाहिराजः। नि:शेष देशेषु विलिख्य पत्रं ___न्यवारयत् गोवधमुग्रतेजाः // 60 // इत्यात्मगर्दा करणेप्यपूर्वं विरूपितं यत् सुकृतं कृतं तत्। अथात्मगर्हा करणाद् विरम्यते विज्ञप्यते नाभिनरेन्द्र संभवा // 61 // असारसंसार-पयोधिमध्ये त्राता त्वमेवासि निमज्जतां नृणाम्। जानन्नपीदं किमभूवमज्ञ स्त्वदन्यसेवा रसलम्पटोऽहम् // 62 // इह त्वदीयः खलु यो नियोग: सुरासुराणामपि माननीयः। विहाय तं मूढधिया त्वदन्य देवाज्ञया नाथ मया प्रवृत्तम् // 63 // बाह्ये समन्तात् मधुवेष्टितस्य हलाहलस्येव मम स्वरूपं। जानीहि विश्वोद्धरणैक धीर! बहिर्मनोहत् कटुकं यदन्तः // 64||
Page #128
--------------------------------------------------------------------------
________________ // नाभेयजिन विज्ञप्तिरूपं स्तवनम् // 107 निरत्ययं ये भवदंघ्रियुग्मं भक्त्या भजन्ते भुवि जन्मभाजः / हर्षाश्रुपूरप्लुत देहदेशा स्तेषां प्रभो जीवितमेव धन्यम् // 65 // अहं त्वदीयं शरणं प्रपद्य शरण्य ते सन्निधिमागतोऽस्मि। सीदन्तमुग्रव्यसनाधिमग्नं मां रक्ष विज्ञात्मपदे विलग्नम् // 66 // जानाम्यहं नाथ कदापि पूर्वं त्वन्नाममंत्रो न मया श्रुतोऽस्ति। त्वन्नाममंत्रश्रवणे त्ववश्य / विपद्भुजंगी न समीपमेति // 67|| दर्श च दर्श च मनो मदीयं ___ संसार हल्लीसकमीयुषां श्रमम्। विश्रम्यतां तत् चलने त्वदीये जम्बूमनावेव यथापवर्गः // 68 // पापेन पीनं सुकृतेन हीनं __दुरात्मनीनं कुपथाध्वनीनम् / दोषाब्धिमीनं च सदैव दीनं पुनीहि मां चेत् पतितान् पुनासि // 69 / / दृष्टोऽसि पूर्वं बहुशस्तुतोऽसि पाटीरकल्कादिभिरर्चितोऽसि / परं मया पापधिया कदापि न भक्तिपूर्वं विधृतोऽसि चित्ते // 70 //
Page #129
--------------------------------------------------------------------------
________________ 108 અમૃત મહોત્સવ સ્મૃતિ રહે जातोऽस्मि सर्वत्र जिनेश तस्मा दहं जनानां परिहासधाम। कृता समग्रा अपि सक्रिया यन् न भावशून्या सफलीभवन्ति // 71 // भवाम्बुधौ मां पतितं निरीक्ष्य ___दयां विधायोद्धर किं विलम्बसे। जगत्त्रयाधार जिनेश यस्मा नत्वां विना कोऽपि हि कर्णधारः // 72 // मया विमूढेन भवान्तरेऽपि न चर्चितं यद्भवदंध्रियुग्मम्। जिनेश तेनैव पराभवानामहं विधात्रा विहितोऽस्मि पात्रम् // 73 // संभाव्यते नैव कृतं पुराऽपि . पुण्यं मया क्वाप्यधमेन नूनम् इहापि चेत् तन् न पुन: करिष्ये हतोऽस्मि हा हा विधिनाहमेव // 74 / / लोकत्रयालोक - हितानुबन्धिनं जगद्गुरुं जाग्रदशेष-वैभवम्। ध्यायन्ति ये त्वां मनसाऽपि दःस्थिता भवन्ति तेऽत्रैव महर्द्धयो जनाः // 75 / / संसारमध्यस्थमपि प्रभो त्वां संसारमुक्तं प्रवदंति सन्तः। स्थाने विषान्तर्निहितोऽपि यन्मणि विषेन मुक्तः प्रतिपाद्यते जनैः // 76 //
Page #130
--------------------------------------------------------------------------
________________ // नाभेयजिन विज्ञप्तिरूपं स्तवनम् // 108 ये त्वद्गुणव्रातपयोधिमीना स्त्वदीय वाचामृतपानपीनाः / त्वदुक्त सिद्धान्तपथाध्वनीना स्त्वद्वक्त्रवीक्षाविषये नवीनाः // 77 / / त्वत्पादपङ्केरुह एव लीना स्त्वदीयसेवा विहितात्मनीना:। भवन्ति ते जन्मजराविहीनाः संसारचक्रे न कदापि दीनाः // 78 // इत्थं त्वदग्रे जिन ये स्वरूप मात्मीयमावेद्य कृतात्मगर्हा। ते स्वर्गसौख्यान्नचिरेण भुक्त्वा भव्या महानन्दपदं लभन्ते // 79 // प्रेष्योऽस्मि दासोऽस्मि च किंकरोऽस्मि त्वत्सेवकानामपि सेवकोऽस्मि। याचेऽहमित्येव न किञ्चिदन्यत् कृपाकटाक्षेण विलोकनीयः // 80 // श्री भानुचन्द्रवरवाचक चक्रवर्ती __ स्वच्छाशय: सुविहितोऽपि हि पापभीरुः। आत्मीय दुश्चरित - कीर्तन -चारुदम्भा दालोचनामिति चकार विचारचञ्चुः // 81 // (पाठान्तर) श्री भानुचन्द्रवरवाचक चक्रवर्ती स्वच्छाशयोऽपि हि जिनाधिपतेः पुरस्तात्। आत्मीय-दुश्चरितकीर्तन चारुदम्भा दालोचनां विहितवान् विधिवद् विधिज्ञः // 81 / /
Page #131
--------------------------------------------------------------------------
________________ 110 અમૃત મહોત્સવ સ્મૃતિ इति पादशाह श्री अकबर जल्लालदीन श्री सूर्य सहस्त्रनामाध्यापक श्री शत्रुञ्जय तीर्थकर विमोचन गोवध निवर्तनाद्यनेक सुकृतनिर्मापक महोपाध्याय श्री भानुचन्द्रगणिविरचितं स्वप्रमादाचरणालोचनगर्भितं श्री नाभेयजिन विज्ञप्ति स्वरूपं स्तवनं समाप्तमिति॥ संवत् 1717 वर्षे मागसिर वदि 7 शुक्रे महोपाध्यायश्री पू. श्री सिद्धिचन्द्रगणिभिः शोधितम् / / पादटीप श्लोक 65 : तुलना - कल्याणमन्दिर स्तोत्र - श्लोक 34 66 : तुलना - कल्याणमन्दिर स्तोत्र - श्लोक 41 67 : तुलना - कल्याणमन्दिर स्तोत्र - श्लोक 35 70 : तुलना - कल्याणमन्दिर स्तोत्र - श्लोक 38 71 : तुलना - कल्याणमन्दिर स्तोत्र - श्लोक 38 73 : तुलना - कल्याणमन्दिर स्तोत्र - श्लोक 36 80 : तुलना - वीतरागस्तोत्रप्रकाश 20 - श्लोक 8 68 : हल्लीसक : नाटकम् दृश्यताम् कदाचिद् वनितोल्लासहल्लीसक विगाहने / कदाचिद् किन्नरी तारगीता कणेन कौतुके // (- भानुचंद्र चरिते चतुर्थ प्रकाशे)
Page #132
--------------------------------------------------------------------------
________________ // नाभेयजिन विज्ञप्तिरूपं स्तवनम् / / 111 ગાથા નંબર 45 24 22 N 47 46 સમાપન 78 17 61 ગાથા નંબર 1 अकब्बर क्ष्माधिपते: 2 अत्यंत सुस्वादुमयैव भोज्यं 3 अधीत्य बिन्दुप्रतिमं श्रुतं 4 अन्योऽन्य दुर्वाक्य 5 अन्यं समाख्याय 6 असार संसार पयोधिमध्ये 7 अहं त्वदीयं शरणं प्रपधे 8 अहो मयाअकब्बर शाहिशाहे 8 आनम्रकम्रामर 10 ईक्षेकुमारान् व्रजतो 11 इति पादशाह श्री अकब्बर 12 इत्थं त्वदग्रे जिन ये 13 इत्येव विद्या विहितश्रमस्य 14 इत्यात्मगर्दा करणेप्यपूर्व 15 इह त्वदीय खलु यो नियोग: 16 उत्सर्ग मार्गश्च तथापवादो 17 काश्मीर देशेऽस्त्यथ जैनलङ्का 18 कृतं ऋजुत्वं बहिरेवनान्त 18 कृपाकटाक्षेण विलोकितं 20 जातोऽस्मि सर्वत्र जिनेश तस्मा 21 जानाम्यहं नाथ कदापि .22 तत्र प्रगेऽहं प्रभुपाठनाय 23 तत्तन्मनोहारि पदार्थसाथै; 24 तदुत्थपंकस्य विनाशनाय 25 त्वदीय सद्ध्यान रसेन्द्र 26 त्वच्छाशनात्यंत पराङमुखाना 27 त्वत्पादपंके 28 त्वं वेत्सि सर्वं 25 दयापरो मामसकृनिरीक्ष्य 63 42 પ૦ 38 43 71 51 પાઠાન્તર
Page #133
--------------------------------------------------------------------------
________________ 112 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ गाथा ગાયા નંબર 68 25 ઉમ નંબર 30 दर्शं च दशैं मनोमदीयं 31 दानं सुपात्रे न कदापि दत्तं 32 दुरात्मना नाथ मया कदापि दुष्टा मदीया रसना निकृत्या 4 दुर्वारमाराधिक पीडितेन 34 दृटोऽसि पूर्वं बहुशः 36 नित्यं मया मंद इति 37 निरत्ययं ये भवदंघ्रि युग्मं 38 पापेन पीनं सुकृतेन हीनं 38 पितृधनं यद्यपि भूरि दत्वा 40 पुरापरापाय विमर्शपूर्वकं 41 पूर्वं मया लक्षनृणां समक्षं 42 प्रभो मया स्वीयगुरो / 43 प्राप्तं मया तेन गुरुत्वमेव 44 प्रेष्योऽस्मि दासोऽस्मि च 45 बाह्ये समन्तात् मधु वेष्टितस्य 46 भवाम्बुधौ मां पतितं निरीक्ष्य 47 भ्रान्तिं विमोहान् मम कारयन्ति भुंक्ते यदा सुरसं सुपक्वं 48 मत्तः कृतं तत् सुकृतं च तेन 50 मया कृतं चेत् सुकृतं कदाचित् 51 मया कृतं यत् सुकृतं क्रियादिकं 52 मया जनानामतिदुःखितानां 53 मयाऽपि पूर्णानकवद् धरित्र्यां 54 मया नृणां धर्मकथासु 55 मया मुधा हारितजन्मनामुना 56 मयाधिक प्राणितलोभतः 57. मया विमूढेन भवान्तरेऽपि 58 मयोपवासो विहितोऽस्तु पर्वसु 4
Page #134
--------------------------------------------------------------------------
________________ // नाभेयजिन विज्ञप्तिरूपं स्तवनम् // 113 ગાથા નંબર 55. 36 19 52 58 99 40 75 48 ગાથા નંબર 58 मया तदानीं विमलाद्रि शुल्कं 10 महीतले निर्दय मानवानां 61 मिथ्यात्व दुर्वासितचेतसो मे 12 मिथ्यात्वद्धया तव शासनं यन् 63 मूर्छागतोतर्कितमेव पश्चाद् 14 यस्याहविर्दध्यपि भुज्यतेऽनिशं 65 यं त्वद्गुणवात पयोधिमीना 16 यो यं कृतान्तस्तवमोहमत्त 67 लोकत्रयालोक हितानुबन्धिनं 68 लोभेन तत्तोषकृते गतागतं 68 वादे मया केचनवादिनोऽपि ॐ विरागिणां यद्यपि निस्पृहाणां 71 वेषो मया स्वोदरपूरणायो 72 सत्तीर्थयात्रासु मया मनोपि 73 सद्ज्ञानचारित्र विशेष रत्नयो 74 सदा सदाचार विचारवद्भिः 75 समागते पर्वणि तत्तपोर्थे 76 संभाव्यते नैव कृतं पुराऽपि 77 स्वस्ति श्रियं यच्छतु नाभिजाता 78. संसारचक्रे भ्रमताचिरेण 78 संसारमध्यस्थमपि प्रभो त्वां 80 शनैः शनैः पर्वणि रोगिणेव 81 शश्वत् समग्रास्वपि सक्रियासु 82 श्री भानुचन्द्र वरवाचक चक्रवर्ती 83 श्री भानुचन्द्र वरवाचक चक्रवर्ती 4 श्री हीरसूरेः सुगुरोः प्रसादात् 85 श्रुत्वोति सम्यक् समये मयोक्तं 12 41 11 63 .
Page #135
--------------------------------------------------------------------------
________________ 114 અમૃત મહોત્સવ સ્મૃતિ // श्री जिनस्तवनम् // श्री सरस्वत्यै नमः // स्वस्ति श्रियं यच्छतु नाभिजातोऽ भिजातमुख्यैरभिनंदित श्रीः। यद्वक्त्र शोभातिशयं विलोक्य निशापतिः क्षीणतनुर्बभूव // 1 // समग्र सिद्धान्तपयोधिपारगं गुरुं नमस्कृत्य निजं जिनेशतः। त्वत्साक्षिकं त्वन्मतवासनाञ्चितो ब्रवीमि सौवात्महितानुशासनम् // 2 // तप्तं त्वया पूर्वभवे महत्तपो जिनेन्द्रसेवा विहिताऽथवा किमु। प्राप्तं हि येनोज्झित पापकर्मसु प्राणिन् प्रसिद्धेषु कुलेषु जन्म // 3 // संसारचक्रे भ्रमतः कदाचिन् मानुष्यको ह्येष भवस्त्वयाप्तः / प्राणिस्तथाराधय शुद्धधर्म यथा भवेद् ब्रह्मपदोपलब्धिः // 4 //
Page #136
--------------------------------------------------------------------------
________________ / श्री जिनस्तवनम् // 115 प्राणिस्त्वया प्राणभृतां समक्षं व्रतं गृहीत्वा पुनरेव मुक्तम् / तथापि ते दुर्गतिपात दुःखजं भयं कदाचिन्न समागतं हृदि / / 5 / / प्राणिन् परापाय विमर्शपूर्वं कालं कियन्तं त्वमजीगम: प्राक् / न ज्ञातवानित्यनुचिन्त्यते तु यत् शत्रोस्तदेवात्मनि जायते ध्रुवम् // 6 // जीव! त्वया जीवित लिप्सयैव प्राणापहारो विहितः परेषाम् / न ज्ञातमेतत् किल यादृगेव वितीर्यते तादृशमेव लभ्यम् // 7 // त्वं वेत्सि सर्वं सचराचरं जगद् ___ ज्ञानेन लोकत्रितयावलोकिना। तथापि ते नाथ पुरो ब्रवीमि किञ्चिन् मदीयाचरणं प्रमादजम् / / 8 / / अन्योऽन्य - दुर्वाक्य परंपराया: संभाषणेनाऽपि यदार्जितस्य। पापस्य निर्नाशनहेतुभूतं __ स्वामिंस्त्वदीयं चरणद्वयं मे // 9 // नैवाभवन्नापि भविष्यतीह कामान्धचेताः खलु मत् सदृक्षः। यद् दृष्टवानस्मि सरागया दृशा वधूजन श्राध्दजनस्य तादृशम् // 10 //
Page #137
--------------------------------------------------------------------------
________________ 116 અમૃત મહોત્સવ સ્મૃતિ स्वामिन् मया मंद इति प्रजल्पितं क्रियासु कैवल्यसुखप्रदासु। लोभाभिभूतेन न च लब्धिहेतो र्धान्तं समन्तादखिलेऽपि देशे // 11 // स्वामिन् मया यो विहितः परेषां परोपकार: सुकृतैकभाजनम्। ततोऽपि किञ्चिच्छुभवस्तुलिप्सया हतः प्रभावः खलु सोऽपि निर्मित: // 12 // शनैः शनै: पर्वणि रोगिणेव ___ मया कदाचित् गतमेव चैत्ये। प्रधावितं चार्बुदमेखलासु विनोदहेतोर्महत: प्रमोदात् // 13 // न तीर्थयात्रासु कृतं मनो मया कदाचिदत्यंत विमूढचेतसा। शिष्यादिसंपत्ति विशेषहेतो (तिश्च सर्वत्र कृता समन्तात् // 14 // स्वामिन्नृणां धर्मकथासु कारितो नेत्रेभ्य एवाश्रुजलस्य पात:। अत्यंत वैराग्यरसस्य पोषणात् तथापि मच्चितमभून कोमलम् // 15 // वेषोप्ययं स्वोदरपूर्तिहेतो र्यत्स्वीकृतो नैव विशुद्धबुद्धया। नोचेत् कथं मुक्तिनिदानभूतं सम्यक्त्वरत्नं मलिनीकरोमि // 16 //
Page #138
--------------------------------------------------------------------------
________________ // श्री जिनस्तवनम् // 117 वादे मया केचनवादिनोऽमी तिरस्कृता न्यायविशेषयुक्तिभिः। स्वोत्कर्षपोषाय परं न जैन मतस्य संस्थापनकृत्य हेतोः // 17 // अधीत्य बिन्दु प्रतिमं श्रुतं क्वचिन् मिथ्याभिमानैरधरीकृतो गुरुः / नासादितं नाथ मनुष्य जन्म फलं मयात्यंत विमूढचेतसा // 18 // स्वामिन्मयाऽमुत्र भवे कियन्ति ___ वर्षाणि यावद्विहिता प्रवृत्तिः / म्लेच्छाधिपैस्तेन च सत्प्रबोधं प्रापुः परं लाघवमात्मनोऽभूत् // 19 // आकल्पयुक्तेन न च पापभीरुणा संसारतप्त्याभिमुखेन तन्त्रिणा। स्वामिन्न तत्त्वाभिनिवेशबुध्दिना शुध्दोऽपि मार्गो मलिनीकृतो मया // 20 // भुंक्ते मनोहारि सतीमनं यत् घृतेन युक्त लवणोपयुक्तम्। जिनेश! सुस्वादुसुपक्वमन्न मेवं महदुःखमदायि जिह्वया // 21 // दानं सुपात्रेषु मया न दत्तं कीर्त्यादि दाने प्रगुणीकृतं मनः। न धर्मकृत्यस्य कृता समीहा स्वामिन् वृथा जन्म गतं ममेदम् // 22 //
Page #139
--------------------------------------------------------------------------
________________ 118 અમૃત મહોત્સવ સ્મૃતિ जिनेश!मिथ्यात्वविकारविक्लव स्वान्तस्य मे श्रेयसि नाभवद्रुचिः। योतऽऽभयग्रस्त शरीरभाजो भोज्ये मनोहारिणि सौख्यदेऽपि // 23 // अत्यंत सुस्वादुमयैव भोज्य मिदं तथा नेति न भक्ष्यमेतद्। इत्यादि सर्वं रसनैकहेतुजं जिनेश चक्रेमयकाऽधमेन // 24 // धामस्थसंतुष्टिकृते गतागते मया गते नाथ तदीय वेश्मसु। जिनालये सौवसमीपवर्तिनी प्रकृष्ट बुद्धयैव कदापि नो गतम् // 25 // तत्तन्मनोहारि पदार्थसार्थे जिनेश मे दृप्पथमागतेऽस्मिन्। तल्लिप्सयैवात्र मनो मदीयं सदैव संतप्तमिवावतिष्ठते // 26 // स्वामिन् सदाचारविचारवद्भि दत्तं मनोहारि यदेव वासः। नैवोपभोगाय मयाऽपि कल्पितं दत्तं न चान्यस्य तथैव तद्गतम् // 27 / / स्वामिन् मया कारि यदत्र पुण्यं स्मयेन सर्वं विफलीकृतं तत्। अतोऽत्र नामुत्र च किञ्चनाऽपि भोक्तव्यमस्तीति भृशं भयं मे // 28 //
Page #140
--------------------------------------------------------------------------
________________ श्री जिनस्तवनम् // 118 स्वामिन् मदीया रसना निकृत्या पुरः परेषां मधुरं ब्रवीति / शिवप्रदं न त्ववबुद्धय सम्यक् सुशांतिदं शांतरसं रसेन्द्रम् // 29 // समग्रविद्याभ्यसनेन तावन् ममैव नैतद् विदितं बभूव। इदं हि गर्वस्य विनाशहेतो निरूपितं तत्त्वकृते च किं मे // 30 // स्वामिन् महापर्वणि तत्तपोऽर्थे श्रध्दावता जैनमतानुरागिणाम् / दत्तो मया तीव्रतरोऽपदेश:, __ परं स्वयं नैव कृतं कदाचित् // 31 // श्रीमज्जिनोक्तागमवर्णितेषु तत्त्वेषु मे चारु रुचिर्नवाऽस्ति। संसारसिन्धुं तदहं तरीतु मेनं क्षमो नाथ कथं भवेयम् // 32 // संसार-मध्यस्थ मयि प्रभो त्वां संसारमुक्तं प्रवदंति सन्तः / स्थाने विषान्तर्निहितोऽपि सन्मणि विषेन मुक्तः प्रतिपाद्यते जनैः / / 33 // स्वामिंस्त्वदाज्ञाविमुखस्य जन्तोः सर्वे पदार्था विमुखीभवन्ति / यथा हि सेनाधिपतिं प्रतिप्रभौ कोपंगते तत् क्रम वासिनो जनाः // 34 //
Page #141
--------------------------------------------------------------------------
________________ 120 અમૃત મહોત્સવ સ્મૃતિ રહી स्वामिंस्तवध्यानरसेन्द्रयोगात् ___ संजायते स्वात्मनि तारभावः / अतो मया मूढघिया तदर्थ मभ्यर्थिता केचन योगिनोऽपि // 35 // चित्तं मदीयं भ्रमयन्ति देव! तद्भाषितान्येव यदज्ञतायाम्। तीव्राऽऽतपे सत्यरुणप्रकाशात् दूराजलभ्रान्ति कुतो भवन्ति // 36 // दुर्बुद्धिबुद्धया तव शासनस्य ____ मालिन्यमाविष्कृतमेव यन्मया। तदुत्थपङ्कस्य विनाशहेतो तदं हि सेवारसिकं मनो मे // 37|| त्वद् वाक्-सुधापान-विवृध्दतृष्णा स्त्वदंहिपंकेरुहचञ्चरीका। इहैव ते स्वर्गसुखानि भुक्त्वा ___स्वामिन् महानंद पदं भजन्ते // 38 // स्वामिंस्त्वदाज्ञा करणैकचेतस स्त्वदुक्तराध्दांतरहस्यवेदिनः / स्वयंहयनाथा अपि विश्वनाथतां ते प्राप्नुवंत्येव किमत्र चित्रम् // 39 // स्वामिन्नतोऽहं भयभीतचेता धामस्थसास्वपि बंभ्रमीमि। त्वदुक्तलेशोऽपि मया कदाचिन् नाकारि कुत्रापि विमूढभावात् // 40 //
Page #142
--------------------------------------------------------------------------
________________ श्री जिनस्तवनम् // 121 लोकत्रयी लोकहितानुबन्धिनं जगद्गुरुं जाग्रदशेषसंपदम्। ध्यायन्ति ये त्वां मनुजा महर्दयो भवन्ति तेऽप्यत्र भवेप्यदुःखिताः // 41 // स्वामिंस्त्वदीयागममर्मवेदिना ___ नैवात्र किञ्चिद् विहिता मयाद्भुतम्। पाथेयतां याति परत्र गच्छतो यदेव विश्वत्रितयोपकारी // 42 // कामाभिभूतेन विमूढचेतसा कदापि शीलस्य कथैव नो कृता। तथा परेषामपि नोपदेश स्तध्देतुक: क्वापि मयैव दत्तः // 43 // स्वामिन् स्वयं चौर्यरतो हि य: पुमान् स एव नो तत् प्रतिषेधकृद् भवेत्। इतीवहेतोर्मयकापि शील: ___ सम्यक् प्रवृत्तिर्विशदीकृता नो // 44 // स्वामिन्नहं दुष्टधियां पुरोग: तत: कृपां नैति मदीयचित्ते। यतो हि जन्तून् निजदेहसंभवान् हस्तेन सर्वान् विकरोमि भूमौ // 45 // वितीर्य यत् सौवपितुर्धनं महद् ___ गृहीतदीक्षे सति सांप्रतं मयि / ज्ञानस्य हेतोर्धनसंग्रहेच्छा संजायते धिग् मम जीवितं प्रभो // 46 //
Page #143
--------------------------------------------------------------------------
________________ 122 અમૃત મહોત્સવ સ્મૃતિ છે स्वामिन् मया यत् सुकृतं क्रियादिकं करिष्यते यत् क्रियते कृतं च। तदेव सर्वं सफलीभवेत् तदा यदा हि दुर्बुध्दिरियं विमुच्यते // 47 // रह:समाख्याय जनस्य पृच्छतः किञ्चित् तदन्यद् विहितं पुन: प्रगे। इत्यस्मि विश्रृंभविनाशहेतुः स्वामिन्नहं पापकृतां हि मुख्य: // 48 // श्रध्दावतां मानसरंजनाय माधुर्यमेवाधिकृतं मुखेऽस्मिन्। मया न दूरीकृत एव यत्ना दन्तस्थ-कालुष्य- कलंकपंक: // 49 // समर्थसार्थाधिपते: परस्य स्वामिन् मया कारि यदत्रकृत्यं। तन्निस्पहत्वेन न नोपकार बुध्दयाऽपि किंत्वीप्सितलब्धिहेतोः // 50 // स्वामिंस्त्वदीयागम एष पञ्च दज्ञानदावानल वारिवाहः / प्रवर्तते संप्रति सोऽपि वैया वृत्त्यस्य हेतोर्मयका प्रपाठितः // 51 // सद्ज्ञान-चारित्र-विशेषरत्नयो मया कदाचिन् न हि संस्कृतिः कृता। तदीय तंत्राणि विशेषितानि जिनेश सौंदर्यविशेषभाजि // 52 //
Page #144
--------------------------------------------------------------------------
________________ // श्री जिनस्तवनम् // 123 स्वामिंस्त्वदीयः खलु यो नियोगः सुरासुराणामपि माननीयः। विहाय तं मूढधिया प्रवृत्ति: कृता मया दुष्टजनस्य बुद्धया // 53|| उत्सर्गमार्गश्च तथापवादो द्वयं जिनप्रोक्तमिति प्रकल्प्य। स्वामिन् मया सर्वमकृत्यकृत्यं द्वितीयमार्गे निहितं प्रमादात् // 54|| स्वामिन् मया सद्गुरुसन्निधावपि व्रतं गृहीत्वा न तथैव रक्षितम्। तद्भङ्गसंभूत-तमोभराच्च यद् बिभेमि नाहं तदशिष्ट पध्दतिः / / 55 / / प्रभो मयाऽकब्बरनामधेय श्रीमद् सुरत्राणबलेन साकम्। समेत्य कश्मीरभुवं स्वकीयं कृतं न कृत्यं स्मरणोचितं यत् // 56 // मयाकृतं पर्वणि तूपवासो जनेष्विति प्रोच्य च साभिमानम् / प्रतिश्रयं प्राप्य तदेव जग्धं स्वामिन्नहो मोहविजृम्भितम् मे // 57 // कायेन विष्वक् परिवेष्टितस्य हालाहलस्येव मम स्वरूप। जानीहि विश्वत्रितयावतंस! बहिर्मनोहत् कटुकं यदन्तः // 58 // . 57||
Page #145
--------------------------------------------------------------------------
________________ 124 અમૃત મહોત્સવ સ્મૃતિ વાં स्वामिन् समग्रास्वपि यत् क्रियासु वैदग्ध्यमेवादधदप्यहं यत्। प्रवृत्तवांस्तास्वपि नो कदाचित् ___ विशुध्दबुद्धया गुरुनोदितोऽपि // 59 // स्वामिन् जहांगीर-महीश-सन्निधौ स्थित्वा कियत् कालमनिंद्यवैभवम् / परस्य कृत्यानि कृतान्यनेकशः स्वार्थस्तथावस्थित एव तस्थौ // 60 // असारसंसारपयोधिमज्जतां त्राता त्वमेवाऽसि नृणां न चापरः / जाननपीदं यदभूवमुच्चै स्त्वदन्यसेवारसलम्पटोऽहम् // 61 // ईक्षे कुमारान् व्रजतो हि यावत: कर्तुं विनेयान् स्पृहयामि तावत:। स्वामिन् कुकर्मोदयत: किमेषा प्रवर्धते लोभ-परम्परा मे // 62 // इति स्तुतोऽर्हन् स्वहितानुशासन प्रमादजन्याचरणप्रकाशनात्। श्री भानुचन्द्राभिध वाचकस्य मे भवेभवे त्वं भव बोधिलाभदः // 63 // इति श्री जिनस्तवनम् श्री शत्रुञ्चय करमोचनादि सुकृतकारि महोपाध्याय श्री 19 श्री भानुचन्द्र गणि चरणसरोज मधुव्रत पण्डित श्री उदयचन्द्रगणिना लिखितम्। ग. प्रेमचन्द्रकृते संवत् 1677 वर्षे आसो मासे शुक्ल पक्षे पञ्चमी दिवसे बुधवारे करहडा नगरे इति भावकं भूयात्।
Page #146
--------------------------------------------------------------------------
________________ / श्री जिनस्तवनम् // 125 ગાથા d 54 43 58 નંબર 1 अत्यंत सुस्वादुमयैव भोज्य अधीत्य बिन्दप्रतिमं श्रुतंक्वचिन् 3 अन्योऽन्य दुर्वाक्य परंपराया: 4 असारसंसार पयोधिमज्जतां 5 आकल्पयुक्तेन न च पापभीरुणा इति स्तुतोऽर्हन् स्वहितानुशासजनी 8 ईक्षेकुमारान् व्रजतो हि यावत: 8 उत्सर्ग मार्गश्च तथापवादो 10 कामाभिभूतेन विमूढचेतसा 11 कायेन विष्वक् परिवेष्टितस्य 12 चित्तं मदीयं भ्रमयन्ति देव 13 जिनेश मिथ्यात्व विकार विक्लव 14 जीव त्वया जीवित लिप्सयैव 15 तप्तं त्वया पूर्वभवे महत्तपो 16 तत्तन्मनोहारि पदार्थसाथै 17 त्वद् वाक्सुधापान विवृध्द तृष्णा 18 त्वं वेत्सि सर्वं सचराचरं जगद् दानं सुपात्रेषु मया न दत्तं 20 दुर्बुध्दिबुद्धया तव शासनस्य 21 धामस्थ संतुष्टिकृते गतागते 22 न तीर्थयात्रासु कृतं मनो मया 23 नैवाभवन्नापि भविष्यतीह 24 प्रभो मयाकब्बर नामधेय 25 प्राणिन् परापाय विमर्शपूर्वं 26 प्राणिस्त्वया प्राणभृतां समक्ष 27 भुंक्ते मनोहारि सतीमनं यत् 28 मयाकृतं पर्वणि तूपवासो 28 रहसमाख्याय जनस्य पृच्छतः 30 लोकत्रयी लोकहितानुबंधिनं 31 वादे मया केचन वादिनोमी 32 वितीर्य यत् सौवपितुर्धनं महद् 6 11 39 25 14 10 57 48 41 17
Page #147
--------------------------------------------------------------------------
________________ 126 અમૃત મહોત્સવ સ્મૃતિ ક્રમ ગાથા 43 નંબર નંબર 33 लेषोऽप्ययं स्वोदरपूर्तिहेतो३४ शनैः शनैः पर्वणि रोगिणेव उ५ श्रध्दावतां मानसरंजनाय श्रीमजिनोक्तागमवर्णितेषु 37 सद्ज्ञान चारित्र विशेष रत्नयो 38 समग्र सिध्दान्तपयोधिपारगं उ८ समग्र विद्याभ्यसनेन तावत् 40 समर्थ सार्थाधिपते: परस्य 41 संसार चक्रे भ्रमत: कदाचिन् संसार मध्यस्थ मयि प्रभो त्वां स्वस्ति श्रियं यच्छतु नाभिजातोऽ 44 स्वामिन् जहांगीर महीश सन्निधौ 45 स्वामिन्नतोऽहं भयभीत चेता 46 स्वामिन्नृणां धर्मकथासु कारितो 47 स्वामिन्नहं दुष्टधियां पुरोग: 48 स्वामिन् मदीया रसना निकृत्या 48 स्वामिन् मयाऽमुत्र भवे कियन्ति 50 स्वामिन् मया कारि यदत्र पुण्यं 51 स्वामिन् मया मंद इति प्रजल्पितं स्वामिन् मया यो विहितः परेषां स्वामिन् मया यत् सुकृतं क्रियादिकं 54 स्वामिन् मया सद्गुरु सन्निधावपि 55 स्वामिन् महापर्वणि तत्तपोऽर्थे 56 स्वामिन् सदाचार विचारवद्भि 57 स्वामिन् समग्रास्वपि यत् क्रियासु 58 स्वामिंस्तवध्यान रसेन्द्र योगात् 58 स्वामिंस्त्वदाज्ञा करणैकचेतस 60 स्वामिस्त्वदाज्ञा विमुखस्य जन्तोः 61 स्वामिस्वदीयागम एष पञ्च 62 स्वामिंस्त्वदीयागम मर्मवेदिना 63 स्वामिंस्त्वदीयः खलु यो नियोग: 64 स्वामिन् स्वयं चौर्यरतो हि य: पुमान् 113
Page #148
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 127 14. સાધ્વી સંધ અંગે વિનંતી - મહત્તરા સાધ્વી શ્રી મૃગાવતીશ્રીજી ભગવાન મહાવીર સ્વામીનો સાધ્વીસંગ ત્યારે કેટલો વિશાળ હતો અને આજે પણ તેની વિશાળતા કયાં ઘટી છે? આજે તો સાધ્વીસંઘમાં નાની નાની વયના સાધ્વીજી મહારાજોને જોઈ, તેમનો ત્યાગ જોઈ લોકોનાં મસ્તક નમી જાય છે. નાની વયમાં, યુવાવસ્થામાં અને તે પણ આજના ભૌતિક યુગમાં ત્યાગ કરવો એ કાંઈ નાનીસૂની વાત નથી. સાધુપણું લેવું, ત્યાગ કરવો, તેમાં મુખ્ય આશય તો આત્મકલ્યાણનો છે. આવું કરવા માટે સમતા, સંયમ, સરળતા, નમ્રતા, વિવેક, અકિંચનતા, આચારવિચાર આ બધા ગુણોની આવશ્યક્તા છે. આત્માથી સાધુતાની કસોટી પણ એ જ છે. વિદ્વત્તા અને વકતૃત્વ એ કાંઈ આત્માથી સાધુતાની કસોટી નથી. આ હકીકત છે. આવી આત્માથી સાધુતામાં સ્વકલ્યાણ રહેલું છે. આવા સ્વકલ્યાણેચ્છઓના હાથથી જ સંધ, સમાજ અને દેશ સૌનું કલ્યાણ થવાનું છે. આ નિર્વિવાદ છે. આવો વર્ગ શિક્ષિત હોય તો કાર્ય ઘણી આસાનીથી, સહજતાથી થઈ શકે! આજે સમય એવો આવ્યો છે કે લોકોમાં વ્યાવહારિક શિક્ષણ વધી રહ્યું છે. શૈક્ષણિક ક્ષેત્રમાં, જ્ઞાન અને વિજ્ઞાનના ક્ષેત્રમાં દુનિયા ખૂબ જ આગળ જઈ રહી છે. લોકોને આજના વિલાસી વાતાવરણમાં આધ્યાત્મિક ભૂખ પણ જાગી છે. શિક્ષિત ભાઈબહેનોમાં પણ ઊંડે ઊંડે આસ્તિકતા રહેલી છે. ધાર્મિક ભાવના પાગ જોવામાં આવે છે. દુનિયા ઝૂકતી હૈ બુકાનેવાલા ચાહિયે' એ કથનાનુસાર લોકોને ધર્મમાર્ગમાં રુચિ ઉત્પન્ન કરવી, વ્યસનોથી મુક્ત કરવા, આચારવિચારની તથા ખાનપાનની શુદ્ધિ તરફ વાળવા,
Page #149
--------------------------------------------------------------------------
________________ 128 સાધ્વી સંઘ અંગે વિનંતી સાદાઈ અને શ્રમની પ્રતિષ્ઠા સમજાવવી, આદર્શ ગૃહસ્થાશ્રમ રચવા પ્રેરવા, સમાજને નબળો બનાવતી કુપ્રથાઓ અને બાહ્યાડંબરો ઓછા કરી સંઘ, સમાજ અને દેશની ઉન્નતિમાં પોતાનો ફાળો આપવાની ભાવના જગાડવી, ત્યાગને અપનાવી આધ્યાત્મિક ઉન્નતિ તરફ જવાની પ્રેરણા આપવી, સાંપ્રદાયિક સંકુચિતતાનો ત્યાગ કરી વ્યાપક, વિશાળ, ઉદાર ભાવના કેળવવાનું મહત્વ સમજાવવું અને એ રીતે પ્રભુના શાસનની સાચી સેવા કરવાનું પ્રેમપૂર્વક સમજાવવામાં આવે તો એથી વ્યક્તિ અને સમાજ બંનેને ઘણો લાભ થાય. આ કાર્ય માતૃશક્તિ દ્વારા સરળતાપૂર્વક થઈ શકે છે. પૂજ્ય પંજાબકેસરી, યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ ઘણીવાર કહેતા, “આજ સુધી ધર્મની રક્ષા બહેનોએ કરી છે અને બહેનો જ કરશે.” મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું છે, “જીવનમાં જે કાંઈ પવિત્ર કે ધાર્મિક જેવું છે તેનું બહેનોએ વિશેષ સંરક્ષણ કર્યું છે.” આ વિધાનો અંગે વિચારીએ તો સહેજે ખ્યાલ આવે છે કે ધર્મની રક્ષામાં ત્યાગની મૂર્તિઓ જેવી સતી સાધ્વીઓ કેટલું બધું કાર્ય કરી શકે! આ સાધ્વીવર્ગ જે વિદ્યા અને જ્ઞાનના ક્ષેત્રમાં ખૂબ આગળ વધે, ચારિત્રબળ સાથે એમને જ્ઞાનવિદ્યાનું બળ મળે તો એમનામાં કેવું તેજ પ્રગટે! સાધ્વીજીઓમાં અભ્યાસ વધશે તો જ્ઞાન વધશે, સાચું જ્ઞાન અને સમજ વધશે તો લોકોપકારનું કાર્ય, સંઘ અને સમાજની ઉન્નતિનું અનેકગણું કાર્ય તેઓ કરી શકશે. સમાજના મોવડીઓ અને સંઘના આગેવાનોએ આ દિશામાં ખૂબ વિચારવાનું છે, ઘણું કરવાનું છે, ઘણું કરી શકે તેમ છે. પૂજ્ય આચાર્ય ભગવંતોના ચરણોમાં નમ્ર | વિનંતી છે કે તેઓ ઉદારતાપૂર્વક આ માટે આજ્ઞા આપે. પૂજ્ય સાધ્વી ગુરુગીજી મહારાજ પણ પોતાની શિષ્યા, પ્રશિષ્યા, સાધ્વીજીમહારાજોને આગળ વધારવા, અભ્યાસી બનાવવા નિશ્ચય કરે. તેજસ્વી સાધ્વીજી મહારાજો પણ સ્વકલ્યાણાર્થે પૂજ્ય ગુરુદેવો અને ગુણીજી મહારાજના ચરણોમાં નમ્રભાવે આ માટે વિજ્ઞપ્તિ કરે અને સાધ્વીસંઘ સ્વયમેવ સ્વોન્નતિના શિખરે પહોંચવાની હિંમત અને ભાવના કેળવે! આપણા સાધ્વીસંઘમાં તેજસ્વી અને વિદુષી સાધ્વીઓ સેંકડોની સંખ્યામાં તૈયાર થાય તેવી શક્યતા છે. જરૂરત છે તે દિશામાં સમજણપૂર્વક પ્રયત્ન કરવાની. અમુક સાધ્વીજી મહારાજેમાં તો અભ્યાસની, વિદ્યાપ્રાપ્તિની લગન
Page #150
--------------------------------------------------------------------------
________________ 129 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ અને શાસ્ત્રાભાસની તીવ્ર ઇચ્છા પણ જોવામાં આવે છે પરંતુ તે માટે તેમને અનુકૂળતા મળતી નથી. આ માટે શ્રી સંઘે ખાસ વ્યવસ્થા, વિશેષ સગવડ વહેલી તકે ઊભી કરવાની અતિ આવશ્યકતા છે. જેનપુરી અમદાવાદની નજીક શાંત વાતાવરણમાં સેરિસા, ભોયણી જેવાં તીર્થસ્થાનોમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષનો અને વિશેષ અભ્યાસ માટે પાંચ વર્ષનો અભ્યાસક્રમ નિયત કરવામાં આવે. આગમોના અભ્યાસમાં શ્રી દશવૈકાલિકસૂત્ર, નંદીસૂત્ર, અનુયોગદ્વાર સૂત્ર, શ્રી ઉત્તરાધ્યાયનસૂત્ર તેમજ આચરાંગસૂત્ર, સૂયગડાંગસૂત્ર આદિ અંગોનો, દર્શનશાસ્ત્રનો; યોગના ગ્રંથોનો, કાવ્ય, સાહિત્ય અને વ્યાકરણનો, સંસ્કૃત, પ્રાકૃત આદિ વિષયોનો તે તે વિભ્યોના નિષ્ણાત પંડિતોને રાખીને અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવે તો ન ધારેલું એવું સુંદર પરિણામ આવે. આ માટે વિદ્વાન શ્રાવકોની એક સમિતિ નિમાય જે સાધ્વીજી મહારાજના અભ્યાસની પ્રગતિની તપાસ કરાવતી રહે અને સુજ્ઞશ્રાવકોની પણ એક એવી સમિતિની રચના કરવી જોઈએ જે સાધ્વીજી મહારાજો સંયમયાત્રા સાથે સ્વસ્થતાપૂર્વક જ્ઞાનાભ્યાસ કરી શકે તે બાબત આવશ્યક વ્યવસ્થા કરે. આપણા સમાજ પાસે ધનની કમી નથી. ઉત્સવો અને બીજાં કાર્યોમાં ઉદારતાથી દ્રવ્ય વપરાય છે. આવાં ધર્મકાર્યો યોગકાળે, યોગ્યક્ષેત્રે ભલે થતાં રહે પરંતુ ઉપર દર્શાવતું કાર્ય પણ અત્યંત મહત્ત્વનું છે. આ દિશામાં સ્થાનકવાસી શ્રી સંઘે મુંબઈ ઘાટકોપરમાં શ્રમાગી વિદ્યાપીઠનું ઘણું સુંદર કાર્ય કર્યું છે તે સરાહનીય છે, અભિનંદનને પાત્ર છે. ગૃહરિથો પોતાનાં વહાલાં બાળકોને ભણવા માટે છાત્રાલયો, પાઠશાળાઓ અને વિદ્યાલયોમાં છેક પરદેશ સુધી મોકલે છે, મોકલી શકે છે તો પૂજ્ય સાધ્વીજી મહારાજે પોતાની શિખાઓને વિદુષી બનાવવા વીસ-પચીસ કે પચાસ-સો માઈલ દૂર કેમ ન મોકલે? આવું કરવામાં આવશે તો તેમનું જીવન મહાન બનશે, સંઘનું હિત સધાશે અને દેશને ધર્મપ્રચારનો લાભ મળશે. અભ્યાસાથી સાધીસંઘના ગુરુ ગુણીજી મહારાજોને આથી વધારે શું વિનંતી કરું?
Page #151
--------------------------------------------------------------------------
________________ 130 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 15. શિક્ષણ દ્વારા ચારિત્ર્ય ઘડતર - દિલાવરસિંહ જાડેજા શિક્ષાગનો હેતુ શિક્ષણનો હેતુ વ્યક્તિમાં જે કોઈ ઉમદા અને ઉત્તમ હોય તેને પ્રગટ કરવાનો છે. જીવનનો હેતુ સમજવામાં વ્યક્તિને શિક્ષણ સહાયરૂપ થાય છે. વ્યવહાર જગતમાં માર્ગ કાઢવાની ક્ષમતા પણ શિક્ષણ દ્વારા વ્યક્તિને પ્રાપ્ત થાય છે. ચારિત્ર્ય ઘડતરની સંકુલ પ્રક્રિયા ( શિક્ષાગ દ્વારા વિદ્યાર્થીના ચારિત્ર ઘડતરનો પ્રશ્ન સંકુલ અને સૂક્ષ્મ પ્રકારનો ગણાય. એની તૈયારી ફોર્મ્યુલા આપવી મુશ્કેલ છે. ચારિત્ર ઘડતરનાં તૈયાર પેકેટ આપવાનું શક્ય નથી. કેમ કે ચારિત્ર્ય ઘડતર કોઈ ફોર્મ્યુલા અનુસાર તૈયાર થતી ચીજવસ્તુ (પ્રોડક્ટ) નથી, પરંતુ જીવનભર ચાલતી એક પ્રક્રિયા (પ્રોસેસ) છે. એ પ્રક્રિયાનો આરંભ કરવાનો ઉત્તમ સમય વ્યક્તિનું બચપણ છે. વ્યાપક સમાજ, વિદ્યાર્થીનું કુટુંબ, શૈક્ષણિક સંસ્થાનું વાતાવરણ-વિશેષ, સંસ્થાના શિક્ષકોને પ્રભાવ, વિદ્યાર્થીની નિષ્ઠા, ઈ. ની અસર ચારિત્ર્ય ઘડતર પરત્વે થતી હોય છે. ચારિત્ર્યવાન વ્યક્તિ જ અન્યમાં ચારિત્રનું સંસ્કારબીજ રોપી શકે તે દેખીતું છે. દીવેથી દીવો પ્રગટાવવા જવા આ વાત છે. આમ છતાં ચારિત્રનિર્માણ માટે આપણી શૈક્ષણિક સંસ્થાઓ માટે નીચેના જેવી કેટલીક બાબતોનો વિચાર થઈ શકે. વાર્તાકથન આપાગી શાળાઓની પ્રાર્થનાસભાઓમાં તેમજ શાળાના વર્ગોમાં સત્ય, શિવ અને સૌંદર્યનાં તત્ત્વો ઉપર ભાર મૂકતી વાર્તાઓ-દેશ પરદેશના સાહિત્યમાંથી વખતો વખત કહેવાવી જોઈએ. ઉપદેશાત્મક વ્યાખ્યાનો કરતાં વાર્તાકથન અને
Page #152
--------------------------------------------------------------------------
________________ શિક્ષણ દ્વારા ચારિત્રઘડતર 131 નાટિકાની ભજવણી દ્વારા જીવનમાં ઉદારતા, પ્રામાણિકતા, નિર્ભયતા, નિષ્ઠા જેવાં જીવનમૂલ્યોને વધુ અસરકારક રીતે પ્રગટાવી શકાય. વિદ્યાર્થીઓ પણ આવી વાર્તાઓના કથનમાં ભાગીદાર બની શકે. વાર્તાઓની એક યાદી સાથે મળી તૈયાર કરી શકાય. ભક્તિસંગીત સંગીત અને અન્ય લલિતકલાઓ વિદ્યાર્થીને ઘડતરમાં ઘણી મદદરૂપ થાય છે. વિદ્યાર્થીઓની ટુકડીઓ પાડી, જુદે જુદે દિવસે આ ટુકડીઓ ભક્તિસંગીત પ્રાર્થનાસભામાં પીરસે એનું આયોજન થવું જોઈએ. શાળાઓ તથા કોલેજો સાથે મળી પોતાની પ્રાર્થનાપોથી (એના રાગ અને ઢાળ સાથે) તૈયાર કરી શકે આ ઉપરાંત જુદાં જુદાં મંડળો, શાળાઓ તથા કોલેજોનાં છાત્રાલયોમાં ભક્તિસંગીત રજૂ કરે તેનું આયોજન કરી શકાય. જુદાં જુદાં ધર્મનાં મંડળોને પણ ભક્તિસંગીત માટે આમંત્રી શકાય. એકતાનો ભાવ પ્રગટાવવામાં આ મદદરૂપ થઈ શકે. સંગીત ઉપરાંત ચિત્રકળા, નૃત્ય અને અન્ય હસ્તકળાઓના માધ્યમ દ્વારા વિદ્યાર્થીની શક્તિની અભિવ્યક્તિ માટે અવકાશ મળવો જોઈએ. માસન અને ધ્યાન વિઘાથીઓને સાદાં આસનો, પ્રાણાયામ અને ધ્યાન શીખવા માટે ઉત્તેજન આપવું જોઈએ. એમની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે આ બાબત ઉપયોગી બની શકે. જુદી જુદી ટુકડીઓ પાડી વિદ્યાર્થીઓને માર્ચપાસ્ટ કરતાં શીખવી શકાય અને સપ્તાહના એક નક્કી દિવસે અને સમયે આખી શાળાનો, શાળાનાં સાદા બેન્ડ સાથે માર્ચપાસ્ટ સમૂહભાવના કેળવવા માટે રાખી શકાય. છાત્રાલય પ્રવૃત્તિ શાળા તથા કોલેજોમાં બધાં છાત્રાલયોમાં સપ્તાહમાં ઓછામાં ઓછું એકવાર પ્રાર્થનાસભા તથા ચર્ચાસભાનું અનૌપચારિક ઢબે આયોજન થઈ શકે. એના આયોજનની કામગીરી મુખ્યત્વે વિદ્યાર્થીઓને સોંપવી. આ પ્રાર્થનાસભામાં આચાર્ય, સંસ્થાના રસ ધરાવતા અધ્યાપકો, સંચાલક સંસ્થાના અગ્રણીઓ વખતો વખત ભાગ લેતા રહે. છાત્રાલયની સ્વચ્છતા માટે આવી સભાઓમાં વિચારાગા થઈ શકે. વિદ્યાર્થીઓ અને વડીલો વચ્ચે અનૌપચારિક સ્નેહમિલનનું નિમિત્ત આ રીતે ઊભું કરી શકાય. વિધાથી કલ્યાણના પ્રશ્નો પણ અહીં મોકળે મને ચર્ચા શકાય.
Page #153
--------------------------------------------------------------------------
________________ 132 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ વાલી સંપર્ક વિદ્યાર્થીને ચારિત્ર્ય ઘડતરમાં રસ ધરાવનાર શિક્ષકો તથા અધ્યાપકો વખતો વખત શક્ય હોય તેટલા વિદ્યાથીઓના ઘેર અથવા એમના છાત્રાલયખંડમાં જાય અને વ્યક્તિગત સંપર્ક સાધે. વિદ્યાથીને ઘેર જવાથી વાલી સંપર્ક થાય છે. એથી વિદ્યાર્થીની રુચિ, વિદ્યાર્થીને વિકાસની શક્યતાઓ, વિદ્યાર્થીના ઘરનું વાતાવરણ વગેરેનો ખ્યાલ મળે છે. વાલી તથા શિક્ષકના પરસ્પરના સહકારમાં વિદ્યાર્થીને ઘડતર માટે એ રીતે અસરકારક કામ થઈ શકે છે. આદર્શને નજર સમક્ષ રાખીએ ચારિત્ર્ય ઘડતરની પ્રક્રિયામાં જે તે સંસ્થાના નિષ્ઠાવાન શિક્ષકો અને દષ્ટિવંત આચાર્ય ચાવીરૂપ સ્થાન ધરાવે છે. વિદ્યાર્થી તરફ વિશુદ્ધ પ્રેમભાવ ધરાવતા શિક્ષકો દરેક કક્ષાએ ઓછી સંખ્યામાં મળવાના. પણ એવા શિક્ષકો સાવ નહિ મળે એમ નહિ. એવા શિક્ષકોને અભિપ્રેરિત (મોટીવેટ) કરવા, એમને ઉત્તેજન આપવું એ આચાર્ય અને સંસ્થા સંચાલકનું કામ છે. ચારિત્ર્ય ઘડતરનો આદર્શ આપણે રાતોરાત સિદ્ધ કરી શકીશું નહિ, પરંતુ એ આદર્શને સતત નજર સમક્ષ રાખી, એના તરફ ધીમી પણ ચોક્કસ ગતિએ આગળ વધતા રહેવાનો નિર્ણય આપણે કરવો પડશે. કાર્યશિબિર વિદ્યાર્થીના ચારિત્ર્ય ઘડતરમાં રસ ધરાવનાર શિક્ષકો, અધ્યાપકો અને સંસ્થા-સંચાલકોનો નાના પાયા ઉપર એક દિવસનો કાર્યશિબિર જરૂરિયાત મુજબ અવારનવાર યોજી શકાય. આવું મિલન શિક્ષકને બળ અને માર્ગદર્શન પૂરું પાડશે. એમાં અનુભવનું આદાનપ્રદાન થઈ શકે. આ કાર્યશિબિરના કાર્યક્રમની વિગતો નક્કી કરી શકાય. શિક્ષકના અને વિદ્યાર્થી-ઘડતરના પ્રશનોનો વિચાર એમાં જરૂર થઈ શકે. એમાં વિદ્યાથીઓને પણ સામેલ કરી શકાય. વાતાવરણનું નિર્માણ લાંબાગાળાના સહિયારા પુરુષાર્થ દ્વારા ચારિત્ર્ય ઘડતર માટેની આબોહવાનું નિર્માણ થઈ શકે. એવી આબોહવામાં શ્વાસ લેતો વિદ્યાથીં ચારિત્ર્ય ઘડતરના સંસ્કાર સહજ રીતે મેળવશે. એટલે આપણું ધ્યેય આપણા વિદ્યાધામમાં એવી આબોહવાના નિર્માણનું હોવું ઘટે. આપણે ઘણીવાર શિક્ષણને વર્ગ શિક્ષણ, પરીક્ષા, ઇતર પ્રવૃત્તિઓ એવા વિભાગોમાં ખંડિત કરીએ છીએ. શિક્ષણને એક અખંડ એકમ તરીકે જોવું જોઈએ. તેથી ઉપર દશવિલી પ્રવૃત્તિઓ શિક્ષણના એક અનિવાર્ય ભાગ તરીકે હાથ ધરવી જોઈએ, અભ્યાસેતર (એસ્ટ્રા-ક્યુરીક્યુલર”) પ્રવૃત્તિઓ તરીકે નહિ.
Page #154
--------------------------------------------------------------------------
________________ વિયાણ દ્વારા ચારિત્રઘડતર 133 કેટલાક પ્રશ્નો ચારિત્ર ઘડતર માટે દેશકાળ પ્રતિકૂળ જણાતો હોય તો શું કરવું! પરમ તત્ત્વમાં શ્રદ્ધા રાખી, એવા સંજોગોમાં “એકલો જાને રે” ની પદ્ધતિએ આપણે આગળ વધી શકીએ. ચારિત્ર નિર્માણ માટે પુખ્ત વ્યક્તિ સ્વયં જવાબદાર હોવી ઘટે. ચારિત્રશીલ વ્યક્તિમાં પણ કેટલીક મર્યાદાઓ દેખાતી હોય છે ત્યારે કેવી રીતે મૂલ્યાંકન કરવું? વ્યક્તિનો એકંદર ઝોક જો ચારિત્રશીલતા તરફ હોય તો એના વ્યક્તિત્વની સુવાસ તરફ ગુણગ્રાહિતાપૂર્વક આપાગી નજર રાખવી જોઈએ. યુધિષ્ઠિર એક વખત અરધું અસત્ય (નરો વા કુંજરો વા) બોલ્યા હતા. પણ આપણી નજર તો યુધિષ્ઠિરની સત્યવાદિતા તરફ જ હોવી ઘટે કારણકે યુધિષ્ઠિરના જીવનમાં સત્યનું પલ્લું વધારે નમેલું છે. વળી બીજનું મૂલ્યાંકન કરતાં પહેલાં આત્મનિરીક્ષણ કરવું સારું. “ચારિત્ર” શબ્દ દ્વારા આપણે શું સમજીએ છીએ? વિચાર, વાણી અને વર્તનની સત્યાભિમુખ એકરૂપતાનું નામ ચારિત્ય. કૃતજ્ઞતા, સંવાદિતા, સેવાપરાયણતા, પ્રેમમયતા, ક્ષમાશીલતા, ઉદારતા, વિશાળતા, સમતા ઇત્યાદિને આત્મિક ગુણો ગણવામાં આવ્યા છે. આ આત્મિક ગુણોની વધુને વધુ પ્રમાણમાં આપણા વ્યવહારમાં અભિવ્યક્તિ થાય તેને આપણે ચારિત્ર્યશીલતાનું પ્રમાણ ગણી શકીએ. આવા આત્મિક ગુણો શી રીતે કેળવી શકાય? નૃતજ્ઞતા, વિચાર-વાણી-આચારની દાંભિક વિસંવાદિતા, સ્વાર્થમયતા, વિશ્લેષશીલતા, સંકુચિતતા, ઈત્યાદિના પ્રભાવનો કારગત સામનો શી રીતે કરી શકાય? આ “અદેવી” વૃત્તિઓથી તદ્દન જુદી દિશામાં જતી “દેવી' વૃત્તિઓને આપણામાં કેળવીને એ નકારાત્મક વલણોનો પ્રતિકાર થઈ શકે. ઉદાહરણ તરીકે, વિધેયની વૃત્તિને પ્રેમમયતાને વધુને વધુ લૂંટતા રહીને નિમૅલ કરી શકીએ. ચારિત્રશીલતાનું નિર્માણ જીવનભર સતત ચાલતી એક પ્રક્રિયા છે એનો ઉલ્લેખ આરંભમાં કર્યો છે. મનુષ્યનો સાતત્યભર્યો સંનિષ્ઠ તેમ જ જગરૂક પ્રયાસ, આજુબાજુના વાતાવરણમાંથી અદીઠ રીતે મળતું પોષણ અને દિવ્ય સત્વની સહાય ચારિત્રના પુષ્પને ખિલવવામાં સહાયભૂત થઈ શકે છે.
Page #155
--------------------------------------------------------------------------
________________ 134 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 16. સાર્વજનિક સંસ્થાઓ અને તેની કાર્યવાહી - પ્રતાપ ભોગીલાલ સમાજને ઉપયોગી થવાના ધ્યેય સાથે આપણા દેશમાં અનેક સાર્વજનિક સંસ્થાઓ અસ્તિત્વ ધરાવે છે. નવી સંસ્થાઓ સ્થપાતી જાય છે અને એ રીતે જ્ઞાતિઓ અથવા પોતપોતાના સમાજો તથા સર્વસામાન્ય વિવિધ પ્રકારનાં લોકોપયોગી કાર્યો થતાં રહે છે. જેમ બધી સરિતાઓ છેવટે તો સાગરમાં જ સમાઈ જતી હોય છે તેમ આ પ્રકારની સાર્વજનિક કે જાહેર સંસ્થાઓરૂપી સરિતાઓ પણ દેશ અથવા રાષ્ટરૂપી સાગરમાં સમાઈને, આખરે તો દેશોન્નતિનું જ કાર્ય કરે છે. આ પ્રકારની જાહેર સંસ્થાઓનું એક બંધારણ ઘડાય છે. આ બંધારણ કાં તો પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ હેઠળ અથવા સોસાયટી ઍક્ટ હેઠળ ઘડવામાં આવે છે. બંધારણોમાં ભિન્નતા હોવાનો સંભવ ખરો પણ પ્રત્યેક સંસ્થાનું ધ્યેય તો અભિન્ન રહેવાનું અને તે છે સમાજોપયોગી થવાનું, સામાન્ય મનુષ્યને લાભ આપવાનું અને તે રીતે સમાજને અને દેશને ઉન્નત કરવાનું. આવી જાહેર સંસ્થાઓ બહુધા સામાજિક, ધર્માદા યા ધાર્મિક સંસ્થા કે ટ્રસ્ટ હોય છે, અથવા તો કૉઓપરેટિવ સોસાયટી. ધાર્મિક, શૈક્ષણિક અને સમાજને લાભદાયી પ્રવૃત્તિઓને વરેલી જાહેર સંસ્થાઓની સંખ્યા આપણા દેશમાં વધુ છે. ધાર્મિક સંસ્થાઓ ધર્મસ્થાનકોને લગતી તમામ જવાબદારીઓ સંભાળતી હોય છે. ધર્મના આચારવિચાર, નીતિનિયમો, પરંપરાઓ અને તે તે ધર્મના અનુયાયીઓને ધ્યાનમાં રાખીને તમામ કાર્યવાહી કરાતી હોય છે. ધર્મ જેવી સંવેદનશીલ બાબતમાં આધુનિક યુગના પ્રભાવ પ્રમાણે કંઈક પરિવર્તન કરવા
Page #156
--------------------------------------------------------------------------
________________ સાર્વજનિક સંસ્થાઓ અને તેની કાર્યવાહી 135 જઈએ તો રૂઢિચુસ્તોનો અથવા પરંપરાવાદીઓનો સામનો કરવો પડે છે. જૂની પેઢી અને નવી પેઢી વચ્ચેની ખાઈ પૂરવામાં આવી બાબતમાં અત્યંત કુનેહથી કામ લેવું પડતું હોય છે. ધાર્મિક અને અન્ય સામાજિક, ધર્માદા સંસ્થાઓ કે ટ્રસ્ટો પાસે સ્થાવર-જંગમ માલમિલકત પણ અઢળક હોય છે. એને સાચવવાની જવાબદારી, તે સમયે ઘડાયેલ બંધારણ મુજબ તેનો વહીવટ કરવાનું કાર્ય અને વધતી જતી મૂડીનું વર્તમાન કાયદાકાનૂનમાં રહીને રોકાણ કરવાની નૈતિક ફરજ-આ બધાનું પાલન કરવાની કપરી કસોટીમાંથી આવી સંસ્થાઓએ પસાર થવું પડે છે. એમાં પણ ખાસ કરીને મૂડીનું રોકાણ કરતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી પડતી હોય છે કે તેમાંથી વધુમાં વધુ વળતર મળી રહે અને વધારાની આવકનો ઉપયોગ સંસ્થાના જ હિતમાં થાય, સંસ્થાના ઉદ્દેશો સાથે સુસંગત હોય તે રીતે થાય અને વધુમાં વધુ લોકોને તેનો લાભ મળે તે પ્રમાણેનું આયોજન થાય. આવું કરવામાં સંસ્થાએ જે ખર્ચ કરવો પડે તેમાં પાગ શક્ય તેટલી કરકસર કરવી જોઈએ જેથી પ્રાપ્ત આવકમાંથી ખર્ચ બાદ કરતાં બને તેટલો વધારો રહે અને સંસ્થાની સાર્વજનિક પ્રવૃત્તિમાં તેનો સદવ્યય થાય. જો ઉપરોક્ત વાતને સાદી અને સરળ ભાષામાં મારે કહેવી હોય તો કહું કે સાર્વજનિક સંસ્થાઓનો કારભાર ધંધાકીય રીતે ચલાવવો જોઈએ એટલે કે આપણે જેમ આપણા ધંધા, વ્યાપાર કે ઉદ્યોગ ચલાવતા હોઈએ ત્યારે તેને ઉત્તમ રીતે ચલાવેલો ત્યારે જ કહી શકાય કે જ્યારે કર્મચારીઓના પગાર અને તેમનાં અન્ય હિતો જાળવીને તથા ગ્રાહકોનો પણ સદભાવ જીતીને આપણી મૂડીનું આપણે સારામાં સારું વળતર મેળવી શકીએ. અથવા જાહેર લિમિટેડ કંપનીના શેરહોલ્ડરોને વધારેમાં વધારે લાભ આપી શકીએ. તેવી જ રીતે સાર્વજનિક સંસ્થાઓનું સંચાલન થાય એ અત્યંત આવશ્યક છે પણ સંસ્થાઓમાં ત્યારે આ બધું શક્ય બને કે જ્યારે તેના કાર્યકરો સેવાભાવી, નિ:સ્વાર્થ, કાર્યદક્ષ અને સક્રિય હોય તથા સંસ્થાના ઉદેશોને ધ્યાનમાં રાખીને જ કાર્યરત રહેતા હોય. એક અત્યંત મહત્વની વાત એ છે કે આવી જાહેર સાર્વજનિક સંસ્થા સાથે સંકળાયેલા ટ્રસ્ટીઓ, હોદેદારો કે સમિતિ સભ્યોએ પોતપોતાના વ્યવસાયમાંથી સમય કાઢવો જોઈએ. માત્ર નામને વાસ્તે જ આવી સંસ્થામાં રહેનાર નિષ્ક્રિય કાર્યકરે સ્વેચ્છાએ પદત્યાગ કરી કોઈ સક્રિય વ્યક્તિ માટે માર્ગ મોકળો કરી આપવી જોઈએ. વળી
Page #157
--------------------------------------------------------------------------
________________ 136 અમૃત મહોત્સવ સ્મૃતિ ર જેમનું સ્વારથ પ્રતિકૂળ રહેતું હોય, વૃદ્ધાવસ્થાને લીધે કાર્યશીલ ન રહી શકતા હોય અને પરિણામે સમય આપી શકતા ન હોય તેમણે પણ ખસી જવું જોઈએ. ઉપરાંત, જૂના કાર્યકરોએ નવા કાર્યકરોની શ્રેણી પણ તૈયાર કરવી જોઈએ. અહીં જે કાર્યકરોની વાત મેં કરી છે તે સ્વૈચ્છિક સેવાઓ આપનારા વિશેની છે, પગારદાર વ્યક્તિઓની નથી. સેવાભાવી હોદેદારો કે સમિતિ સભ્યોએ સંસ્થાનો લાભ પોતાના સંગાસંબંધીઓને આપવો કે અપાવવો ના જોઈએ અને ખુદ પોતાને પણ સીધો યા આડકતરો લાભ ન થવો જોઈએ. આવો લાભ મોટેભાગે મૂડી રોકાણ દ્વારા અપાવાતો હોય છે. આજે ઘણી વખત આવી જાહેર સંસ્થાઓમાં એવું બને છે કે જમા થયેલી રકમનો ઉપયોગ ટ્રસ્ટીઓ કે અન્ય રથાપિત હિતો પોતા માટે કરતા હોય છે. આવો કામચલાઉ લાભ લેવાનો અધિકાર પણ સેવાભાવી ટ્રસ્ટીઓને નથી. એવું પણ બને છે કે ટ્રસ્ટીઓ એવી બેંકોમાં મૂડીરોકાણ કરે છે જેનો આડકતરો લાભ ટ્રસ્ટીને મળતો હોય. આવી પ્રવૃત્તિ' નહેર સંસ્થા માટે ખતરારૂપ પણ નીવડવાની શક્યતા હોય છે. એવું પણ બને છે કે એક જ વ્યક્તિ અનેક ટ્રસ્ટમાં ટીપદે હોય અને તે વખતે કોઈ એકાદ ટ્રસ્ટની મિલકત ધારો કે વેચાણ માટે નીકળે ત્યારે મિલકત ખરીદનાર પાસેથી વેચનાર ટ્રસ્ટી પોતાના કોઈ બીજ ટ્રસ્ટ માટે કોનેશન લેતા હોય છે. આ પણ એક પ્રકારની અનૈતિકતા છે, જાહેર સંસ્થાનો લાભ લેવાની અઘટિત મનોવૃતિ છે. ખરેખર તો પૂરા બજાર ભાવે મિલકતનું વેચાણ થવું જોઈએ અને તેના સીધી કે આડકતરી લાભ ન લેવાવા જોઈએ. કોઈના દબાણ હેઠળ કે કોઈની શેહમાં આવ્યા વગર કેવળ સંસ્થાનું હિત જ નજર સામે હોવું જોઈએ. આ અંગે, મારા અનુભવમાં આવેલો એક પ્રસંગ ટાંકવાની લાલચ હું રોકી શકતો નથી. હું એક સંસ્થામાં ટ્રસ્ટબૉર્ડનો પ્રમુખ હતો. રોજની કાર્યવાહી માનનીય મેનેજિંગ ટ્રસ્ટી સંભાળતા હતા. આ ટ્રસ્ટની એક જગાની વેચાણની વાત આવી. મેનેજિંગ ટરટીએ અમુક ભાવે એ સોદો નક્કી કરી દીધો હતો પણ ખરીદનારને થયું કે તેમના પોતાના એક સગા સ્ટબૉર્ડના પ્રમુખના સંબંધી છે અને તેમના દ્વારા પ્રમુખને વાત કરવાથી કદાચ સોદાની રકમમાં રાહત મળે. પરિણામે પેલા ખરીદનારના સગાએ મને વાત કરી. હું પેલા ખરીદનાર ભાઈને મળ્યો. બધી માહિતી મેળવી અને તેની તપાસના
Page #158
--------------------------------------------------------------------------
________________ સાર્વજનિક સંસ્થાઓ અને તેની કાર્યવાહી 137 અંતે મને ખબર પડી કે મેનેજિંગ ટ્રસ્ટીએ બજારભાવ કરતાં અરધાથી પણ ઓછા ભાવે સોદો નકકી કર્યો હતો. મારે આમાં ઊંડા ઊતરવું પડ્યું અને સોદો રબાતલ કરવો પડ્યો. છેવટે એ ભાઈ અસલના ભાવ કરતાં લગભગ 125 ટકા વધારે ભાવ આપીને જગા લેવા કબૂલ થયા. આમાં મેનેજિંગ રસ્ટીની કોઈ બદદાનત ન હતી પાગ તેમણે બજારભાવની જાત તપાસ કરી ન હતી અને કોઈની વાત પર વિશ્વાસ મૂકી દીધો હતો. આ 6 : " પરથી એટલું ફલિત થાય છે કે ટ્રસ્ટીઓમાં પણ ખંત, પરિપકવતા અને જાતે જ તપાસ કરવાની નિષ્ઠા હોવી જોઈએ. આજે શેરોના લેણદેણની (Inside Trading) વાત બહુ સંભળાય છે. કેટલાક દેશોમાં તો એ ગુનાપાત્ર પણ છે. આપણા દેશમાં તો આવું ઘણું બને છે પાગ આપણા જેન આચારવિચારની વિરુદ્ધની આ વાત હોઈ તેનાથી પણ સાવચેત રહેવું જોઈએ. જો આપણે કોઈ કંપનીમાં ડિરેક્ટરપદે હોઈએ અથવા મેનેજમેન્ટના સ્ટાફની રૂએ આપાગને એની કાર્યવાહીની જાણ હોય અને પાસ કરીને તેના નાણાંકીય અને હિસાબી (Finance and Accounting) કામકાજની આપણને જાણકારી હોય ત્યારે તો તે કંપનીના શેરોની લેવડદેવડ બજારમાં ન કરવી જોઈએ એમ હું માનું છું. મને કોઈ મારી કંપનીના શેર બાબત પૂછે તો મારો એક જ જવાબ હોય છે. “તમારા શેરદલાલની સલાહ લઈને આગળ વધો. હું એમાં કાંઈ કહી શકું તેમ નથી.” ઘણાંખરાં ટ્રસ્ટમાં કાયમી ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે. આવા સમયે જૂના ટ્રસ્ટીના સ્થાને નવા ટ્રસ્ટી લાવવાનું મુશ્કેલ બને છે તે સમયે પણ જો આવા કાયમી ટ્રસ્ટી જેઓ લગભગ અશક્ત હોય, અંગો શિથિલ થઈ ગયા હોય અને ચાલવાની શક્તિ પણ ન રહી હોય તો તેમણે પાણ પદનો મોહ જતો કરી નવા લોહી માટે રસ્તો કરી આપવો જોઈએ. આ પણ એક પ્રકારનો અપરિગ્રહ જ કહેવાય. સંસ્થામાં રહેલા શક્તિશાળી અને સક્રિય કાર્યકરોને ત્યારે એમ કહેવાની ફરજ પડે કે આ અશક્ત અને વૃદ્ધ દાદાજી હવે નિવૃત્તિ લે તો સારું તે અગાઉ તેવી વ્યક્તિઓએ સ્વેચ્છાએ હોદાં છોડી દેવો જોઈએ. હું તો એમ માનું છું કે સંસ્થા આપણને કહે કે હજી તમે થોડાં વર્ષો સેવા આપો તે મોટામાં મોટું માન છે. વાની પ્રેરણા સ્વયંભૂ હોવી જોઈએ, જબરજસ્તીથી લદાયેલી ન હોવી જોઈએ.
Page #159
--------------------------------------------------------------------------
________________ 138 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ આપણે સૂક્ષ્મ દૃષ્ટિએ જોઈએ તો આપણા મૂળભૂત જૈન તત્ત્વોની પ્રતીતિ પણ આમાં જ થાય છે. સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ અને અનેકાન જેવા પાયાના સિદ્ધાંતોનું પાલન જાહેર સંસ્થાના કાર્યકરોએ કરવાનું હોય છે. આવી જાહેર કે સાર્વજનિક સંસ્થાના હોદ્દેદારો કે કાર્યકરોનું આચરાગ સત્યથી વેગળું ન હોવું જોઈએ, સીધી કે આડકતરા લાભથી અળગા રહીને અચૌર્યનું પાલન કરવું જોઈએ અને તેમાંજ અપરિગ્રહ પણ સમાઈ જાય છે. એકહથ્થુ સત્તા રાખવાથી અન્ય કાર્યકરોનું મનદુખ થતું હોય છે જે પણ એક પ્રકારની હિંસા છે અને તેથી જ અનેક બાજુઓનો વિચાર કરીને, કાર્યકરોનો સાથ લઈને સરથાનું હિત સધાય તેવું કાર્ય કરનાર જ સાચો સેવાભાવી કહેવાય છે અને એ રીતે કામ કરવાથી આપણે અહમુમુકા પણ થઈએ છીએ. આપણા જેન ધર્મનાં તો આવી જાહેર સંસ્થાઓ માટે માર્ગદર્શક બની શકે તેવાં છે અને તે પ્રમાણના આચાર-વિચારની એકતા જ જીવન જીવવાની સાચી કળા શીખવે છે તે સાર્વજનિક સંસ્થાઓના સંચાલનમાં સહાયક બની શકે છે. મારા આ લખથી વાચકો અને જાહેર સંસ્થાના સંચાલકોને પ્રેરણા અને ઉત્સાહ મળશે અવી હું આશા રાખું છે.
Page #160
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 139 17. શિક્ષણમાં સમૂળી ક્રાન્તિ ----- ----- - ઉષા મહેતા કોઠારે કમિશનના અહેવાલે સાચું જ કહ્યું છે કે ભારતનું ભાવિ જેટલું એનાં કલ-કારખાનાંઓમાં અને ખેતરોમાં ઘડાય છે એટલું જ કે એના કરતાં પણ વધુ એની શાળા-કૉલેજમાં ઘડાય છે. કોઈ પણ દેશમાં ખાસ કરીને લોકશાહી દેશમાં, તો શિક્ષણનું મહત્વ બીજા અનેક વિષયો કરતાં ઘણું વધારે હોય એ સ્વાભાવિક છે. તેથી જ કહેવામાં આવ્યું છે કે જો એક વર્ષ માટેની યોજના કરવી હોય તો દાણો ઉગાડવો, દસ વર્ષ માટે કરવી હોય તો ઝાડ ઉગાડવાં, પા જે સો વર્ષ માટે યોજના કરવી હોય તો બાળકો ઉગાડવાં, એટલે કે સુયોગ્ય રીતે બાળકોનો ઉછેર સાધવો જરૂરી છે. શિક્ષણના બેય અંગે વ્યવસાય માટેની યોગ્યતા કેળવવાથી માંડીને બાળકના વ્યક્તિત્વના પૂર્ણ વિકાસ સુધીની સમસ્યાઓ પરત્વે અનેક મતો પ્રવર્તે છે. રસેલ જેવા વિદ્વાન તો ચિંતન્ય અને મૂલ્ય પર નિર્ભર એવા નવસમાજની રચનાને શિક્ષણનું ધ્યેય માને છે. જો બાળકમાં રહેલા પૂર્ણત્વની અભિવ્યક્તિને પ્રગટ થવા દેવા માગતા હોઈએ, બાળસુમનો સોળે કળાએ વિકસે એવું જોવા ઇચ્છતા હોઈએ, તો શિક્ષણમાં સમૂળી અને સમગ્ર કાન્તિ લાવવી જ પડશે. સર્વપ્રથમ અભ્યાસક્રમની વાત લઈએ. આજે શાળા કૉલેજના અભ્યાસક્રમ જે વિશેષે કરી, પુસ્તકકેન્દ્રી, પરીક્ષાકેન્દ્રી અને પ્રવચનકેની છે, એને આપણે પ્રકૃતિકેન્દ્રી, પુરુષાકેન્દ્રી, અને વિવેકકેન્દ્રી અથવા જીવનકેન્ડી, જીવનોપયોગી અને જીવનમય બનાવવો પડશે.
Page #161
--------------------------------------------------------------------------
________________ 140 શિક્ષણમાં સમૂળી ક્રાનિ આના એક કે બે દાખલો લઈએ. શાળામાં વિજ્ઞાનનો પાઠ ભાગાવવામાં આવતો હોય એ વખતે, બહાર જો સૂર્યગ્રહણ થતું હોય તો, સમયપત્રને વળગી રહેવાનો આગ્રહ ન રાખતાં બાળકને સૂર્યગ્રહાગ જોવાની, એ અંગે સમજવાની સગવડ આપવી જોઈએ. કારણકે ભૂગોળમાં સૂર્યગ્રહણનો પાઠ સમજાવવાનો આવે તે વખતે આવી સોનેરી તક કદાચ ન પણ સાંપડે. બીજો દાખલો લઈએ. શાળામાં પશ્ચિમઘાટ વિષે માહિતી અપાતી હોય એવા સમયમાં બાળકને જો મુંબઈથી પૂના જવાનું થાય તો ગાડીમાં બાળકને પશ્ચિમઘાટનાં પ્રાકૃતિક સૌન્દર્યનું પાન કરતું અટકાવી એ પશ્ચિમઘાટ વિષેનો પુસ્તકનો પાઠ જ વાંચે એવો ખોટો આગ્રહ રાખી સુઅવસરને હાથમાંથી સરી જવા દેવો એ બાળમાનસના વિકાસને રૂંધનારું વેદિયાપણું છે. એ જ પ્રમાણે કારીગરોને કેળવણી તરફ લઈ જતાં પહેલાં આપણે કેળવણીને કારીગરી - વાસ્તવિક અનુભવ - સાથે જોડવી પડશે. ગાંધીજીની નવી તાલીમનું આ એક મહત્ત્વનું અંગ હતું. ઈગ્લાંડમાં શાળા કોલેજોના ઓરડામાં ઑફિક્સો પોલી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ભવિષ્યની જવાબદારીઓ માટેની તાલીમ આપવા માટેના પ્રયોગો કરાય છે. કેળવણીને કારીગરી સાથે સાંકળી લેવાથી બાળકો શ્રમનો મહિમા સમજશે. પ્રારબ્ધને પડકારતાં અને પુરષાર્થને અપનાવતાં શીખશે, ઑફિસની ખુરશી પર બેસી આજ્ઞા ફરમાવતા અમલદારો નહિ પણ મજૂર સાથે મજૂર બનીને કામ કરતા શ્રમજીવીઓ બનશે. જીવનમાં અનેકવિધ જવાબદારીઓ લેવા માટે સજ્જ થશે. આમ, પરષવિહીનતાને બદલે પુરુષાર્થપરાયણતા આવવાથી વિદ્યાર્થીઓમાં સ્વાવલંબના અને સ્વાભિમાનનો સંચાર થશે. પરિણામે, સમાજ, અર્થતંત્ર અને શાસનતંત્ર સુધરશે અને લોકશાહી સફળ બનશે. અભ્યાસક્રમમાં ઇતિહાસ, ભૂગોળ, ગણિત, વિજ્ઞાન, ભાષા વગેરે અનેક વિષયોનો સમાવેશ થાય છે. આ બધા વિષયો અંગે તો ખાસ કોઈ મતભેદ ન હોય. પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ તો શિક્ષણના માધ્યમનો પ્રશ્ન પણ ઉપસ્થિત ન થવો જોઈએ, કારણ કે આ કક્ષાએ માતૃભાષા જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ લેઈ શકે એ તો શિક્ષણશાસ્ત્રનો સ્વીકારાયેલો સિદ્ધાંત છે. પરંતુ ઉચ્ચ કક્ષાએ-કૉલેજ અને વિશ્વવિદ્યાલયની કક્ષાએ માતૃભાષાનો જ આગ્રહ રાખવો આવશ્યક નથી. કારણ કે શિક્ષણમાં માત્ર જ્ઞાનોપાર્જનની દષ્ટિએ જ નહિ પણ દેશની ભાવાત્મક એકતાની દષ્ટિએ પણ વિચાર કરવો જરૂરી છે. એ માટે ઉચ્ચ કક્ષાએ સર્વ રાજ્યોમાં શિક્ષણનું માધ્યમ સમાન
Page #162
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 141 હોવું જોઈએ. આ માધ્યમ વિજ્ઞાનનાં આધુનિક વહેણને ઝીલી એને સરખી રીતે વ્યક્ત કરી શકે એવું, અને વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે એવું, હોવું જોઈએ. અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે, એમાં અદ્યતન આવિષ્કારો અને સંશોધનોને અભિવ્યક્ત કરવાની ક્ષમતા છે. આ ઉપરાંત, એ ભાષા દ્વારા તો આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિથી અને એની સ્વાતંત્ર્યપ્રિય વિચારસરણીથી પરિચિત થઈ શક્યા, અને રાષ્ટ્રીય એકતાનો અનુભવ કરી શકયા એ પણ નિશંક વાત છે. પણ દેશના ત્રણ ચાર ટકાથી વધારે લોકો માટે એ પરદેશી ભાષા સહેલાઈથી ન સમજી શકાય એ પણ હકીકત છે. એટલે લાંબે ગાળે તો હિંદી જ ઉચ્ચ કક્ષાનું માધ્યમ બને એ ઇષ્ટ છે. પણ એ માટે ઉતાવળ કરવા કરતાં પહેલાં, એને માધ્યમ બનવા માટે સક્ષમ બનાવવાના સક્રિય પ્રયાસો કરીને દસથી બાર વર્ષના લાંબા ગાળા પછી એને અપનાવીએ ત્યાં સુધી, વિજ્ઞાન, કાયદો કે એવા બીજા વિષય માટે અંગ્રેજી કાયમ રાખીએ એ જ હિતાવહ લાગે છે. ભારતના ઐયની વાત કરતાં આપણે વિર્ધક્યની વાત વિસારે ન પાડવી જોઈએ. આ માટે બીજા દેશોની સંસ્કૃતિને સમજવાનો, એ પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ દષ્ટિથી જોવાનો, સંકુચિત ભાવના છોડીને વિશાળ દષ્ટિબિંદુ અપનાવવાનો પ્રયત્ન કરવો રહ્યો. એક લત્તાની બે ચાર નિશાળો ભેગી મળી કોઈ પણ એક દેશ અંગેની બધી માહિતી મેળવે અને એક સંયુક્ત પ્રદર્શન ભરવાની યોજના અપનાવે તો આ દિશામાં થોડી પ્રગતિ થઈ શકે. પણ બધી સંસ્કૃતિને સમજવા જતાં ભારતીય સંસ્કૃતિ જ ભુલાઈ ન જાય એ માટે પૂરી તકેદારી રાખવી પડશે. આ અંગે ગાંધીજીના, “હું છું કે દેશદેશાંતરની સંસ્કૃતિના વાયરા મુક્ત બની મારા આવાસમાં વાય પણ એમાંથી કોઈ મને ધરતી પરથી ઉખાડીને ફેંકી દે એ મને કબૂલ નથી” આ શબ્દો ઘાણા સૂચક છે. ધાર્મિક શિક્ષણનો પ્રશ્ન પણ અતિ અગત્યનું છે. શિક્ષણ અંગે નિમાયેલા રાધાકૃષગ કમિશન, શ્રી પ્રકાશ સમિતિ વગેરે સમિતિઓએ ધર્મનો વ્યાપક અર્થ કરી શાળા-કૉલેજના અભ્યાસક્રમમાં ધાર્મિક અથવા કહો કે નૈતિક શિક્ષણ દાખલ કરવાની હિમાયત કરી છે. આપણું રાજે એ ધર્મનિરપેક્ષ કે બિનસાંપ્રદાયિક રાજ્ય છે એ સાચું પણ ધર્મનિરપેક્ષ રાજ્યને ધર્મવિહીન રાજ્ય માનવાની ભૂલ આપણે ન કરીએ કારણ કે એનો આશય નાગરિકોને નીતિહીન બનાવવાનો નહિ પણ સર્વધર્મ પ્રત્યે સમભાવ રાખતાં શીખવવાનો હોય છે. આ ભાવના
Page #163
--------------------------------------------------------------------------
________________ 142 શિક્ષણમાં સમૂળી ક્રાનિ વિકસાવવા માટે ધર્માચાર્યો કે વિશ્વના મહાન પુરુષોનાં જીવનચરિત્રો, પૌરાણિક કથાઓ, ઉત્સાહપ્રેરક ઉપદેશવાર્તાઓ વગેરે ઉપયોગી થઈ પડે. એકંદરે શિક્ષણની જરૂર એટલા માટે પાગ ઊભી થાય છે કે શિક્ષાગનું ધ્યેય માત્ર માહિતી ભેગી કરવાનું નહિ પણ વિવેકબુદ્ધિ વિકસાવી વિદ્યાથીને નીરક્ષીર ભેદ કરતાં શીખવવાનું એટલે કે સાચી જ્ઞાનપ્રાપ્તિનું છે. આજે માહિતી ઉપર ઝોક આપીને આપણે બાળકના મનને કબાટના ખાના જેવું કે ભાતભાતની ચીજોને સમાવી લેતા ભાર-ઘેલા જેવું કરી મૂક્યું છે. અંગ્રેજ કવિએ નીચેની પંક્તિઓમાં સાવધાનીનો સૂર ઉચ્ચાર્યો છે: "Where is wisdom? We have lost it in knowledge. Where is knowledge ? We have lost it in information. The cycles of heaven in twenty centuries Bring us farther from God and nearer to dust." પ્રચલિત પરીક્ષા પદ્ધતિ પરીક્ષા માટે વિદ્યાર્થીઓના મનમાં એક હાઉ ઊભો કરી એમનાં હીર હાણી લે છે, એમનાં નૂર ચૂસી લે છે. આખાય વર્ષ દરમિયાન ખૂબ ખંતથી કરેલી તૈયારીનું માપ વર્ષને છેડે લેવાતી ત્રણ કલાકની પરીક્ષાથી જ કાઢવામાં આવે તો વિદ્યાર્થીને ન્યાય શી રીતે આપી શકાય? પરીક્ષા વખતે બધાંની માનસિક વા અન્ય પરિસ્થિતિ સરખી ન હોય. કોઈના સંજોગો પ્રતિકૂળ હોય. અણધારી કોઈ આપત્તિ આવી પડે. આ બધી શક્યતાઓનો તો આજની પરીક્ષા પદ્ધતિમાં વિચાર સરખો પણ કરવામાં આવતો નથી. પરીક્ષા બોજારૂપ ન બને, વર્ગના કામની સાથે સાથે જ કામનું મૂલ્યાંકન થતું રહે, વિદ્યાર્થીની સ્મરણશક્તિની જ નહિ પણ સમજશક્તિની, અર્જિત જ્ઞાનને વ્યવહાર જીવન સાથે જોડવાની સૂઝની, પણ પરીક્ષા થાય એ જ ઇષ્ટ છે. એક બીજો મહત્વનો મુદ્દો પણ વિચારીએ. શિક્ષક-શિષ્યનો સંબંધ શાસક અને શાસિતનો નહિ પણ સત્યના બે સંશોધકો વચ્ચેનો, બે માનવી વચ્ચેનો સંબંધ છે એ સિદ્ધાંત વિસારે ન પડાય એ જોવાનું સૌ શિક્ષણશાસ્ત્રીઓનું કર્તવ્ય છે. શિક્ષક શિક્ષાગતંત્રની આધારશિલા સમાન છે. શિક્ષકોનો ધંધો સર્વત્ર અને સર્વકાળે પવિત્ર અને પ્રતિષ્ઠાવાળો, માતૃહૃદયને સદા તૃપ્ત કરે એવો ધંધો છે. સાચો શિક્ષક એ જ કે જે શિગોની આશા-આકાંક્ષાઓને
Page #164
--------------------------------------------------------------------------
________________ 143 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ સમજી એમની સાથે સંપૂર્ણ સમભાવ કેળવે. આદર્શ શિક્ષકમાં, સેવા અને સ્વાર્થહિતતા, ધીરજ અને ખંત, ચોકસાઈ અને ચીવટ આદિ ગુણોનો સમન્વય થયેલો હોવો જોઈએ. એનામાં બુદ્ધિની સાથે સહયતા હોવી પણ આવશ્યક છે. એક વર્ગની વાત છે. શિક્ષક "મીઠા મધુ ને મીઠા મેહુલા'ની કાવ્યપંક્તિ વર્ગમાં સમાવી રહ્યા હતા. એક ગરીબ પણ હોંશિયાર વિદ્યાર્થિની બધું સમજી પણ “એથી મીઠી તે મોરી માત " એ એને ન સમજાયું એટલે શિક્ષકે કહ્યું કે જે વિદ્યાર્થિનીને આટલી સરળ વાત સમજાતી નથી એ આ વર્ગમાં રહેવાને લાયક જ નથી. સદભાગે શાળાના મુખ્ય શિક્ષિકા સમજુ હતાં, સહૃદયી હતાં. એમણે વિદ્યાર્થિની પાસે જઈ પૂછયું, ‘કહે દીકરી, તારે મા તો છે ને?' છોકરી જવાબ આપે એ પહેલાં એની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. કારાગ, આજ પહેલાં એને દીકરી કહીને કોઈએ બોલાવી નહોતી. એનો બાપ દારૂડ્યિો હતો અને સાવકી મા રખડેલ હતી. પોતાનાં પાંચ પાંચ સાવકો ભાઈબહેનોની સંભાળ રાખીને તે બધું ઘરકામ પતાવીને નિશાળે આવતી. આ પાગ સાવકીમાથી સહન નહોતું થતું. આ બાળકીને એથી મીઠી તે મોરી માત’ વાળી વાત ન સમજાય તે સ્વાભાવિક હતું. શિક્ષક-શિષ્યના સંબંધની વાત કરતાં શિક્ષાગમાં, શિક્ષણતંત્રમાં, લોકશાહીનો પ્રશ્ન સહજ ઉપસ્થિત થાય છે. વિદ્યાર્થીઓને શાળાના સંચાલનમાં, ઇતર પ્રવૃત્તિઓના સંયોજનમાં, શિસ્તપાલનના કામમાં, સારો એવો ભાગ ભજવવા દેવો જોઈએ, એમાં તો મતભેદ ન હોઈ શકે. પણ કોઠારે-કમિશનનું એક સૂચન એ પણ છે કે પાઠ્યક્રમના ઘડતર કે પરિવર્તનમાં પણ વિદ્યાર્થીઓનો અભિપ્રાય લેવાય એ અંગે વિચારણા થવી જોઈએ. આ એક અતિ વિવાદાસ્પદ મુદો છે, કારણ કે પાઠયક્રમના ઘડતરમાં વિદ્યાર્થીઓની સલાહ લેવાથી શિક્ષણમાં શનિને બદલે અરાજકતા જ છવાઈ જાય એવો ભય અસ્થાને નહિ ગણાય. પાકમ-ધડતર એ વિદ્વાનો અને વિષયના તજજ્ઞોનું, ઊંડું જ્ઞાન અને બહોળો એનુભવ માગી લે એવું કામ છે. એટલે એમાં વિદ્યાર્થીઓને તો શું, પણ ઉગતા કે નવા શિક્ષકોને પાગ એકદમ સ્થાન આપવા બાબત ઉતાવળો નિર્ણય ન લેવાય એ જોવું રહ્યું. આજકાલ ઘણાં પાલકો પોતાના બાળકને નિશાળમાં મૂકવા માત્રથી જે પોતાની જવાબદારી પૂરી થાય છે એમ માનવાની ગંભીર ભૂલ કરતાં હોય છેકોઇક વખત શિક્ષકને સારું લગાડવા માટે એમ કહે છે કે “આજથી
Page #165
--------------------------------------------------------------------------
________________ 144 શિક્ષણમાં સમૂળી ક્રાનિ આ મારું બાળક મેં તમારે ખોળે મૂક્યું છે. પણ, સાચી રીતે તો, આમ કહી એ પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા જ મથી રહ્યાં હોય છે. શાળા ગમે તેટલી સારી હોય તો યે એમાં રેડાતા સંસ્કારોને જ્યાં સુધી કૌટુંબિક સ્નેહનું, માતાના વાત્સલ્યનું અને પિતાના પ્રેમનું સિંચન ન મળે ત્યાં સુધી એ સંસ્કારો પાકા ન થઈ શકે, પાંગરી ન શકે. કુમળી વયમાં તો બાળક માટે ઘર કે કુટુંબથી વધુ ઉપયોગી શાળા બીજી કોઈ પણ ન હોઈ શકે. પાલકોની જેમ સમાજે પણ શિક્ષક પ્રત્યે જોવાના દષ્ટિબિંદુમાં પરિવર્તન કરવું પડશે. એના વ્યવસાયને મૂલવવામાં કે રાષ્ટ્રઘડતરમાં શિક્ષકના ફાળાનું માપ કાઢવામાં નવાં મૂલ્યો અપનાવવા પડશે. આજે સાધારણ એવી માન્યતા પ્રવર્તે છે કે જે વ્યક્તિ સમાજમાં બીજા કોઈ જ કામ માટે લાયક ન હોય એ જ શિક્ષણના વ્યવસાયમાં પડે છે. આ માટે ઘણી વખત પંતુજી' કહી એનો ઉપહાસ પણ કરવામાં આવે છે. પણ સમાજે એ સારી રીતે, સમજી લેવું પડશે કે તાજમહાલના બાહ્ય સૌંદર્ય કે ઉપરના ઘુમ્મટનો આધાર તો એના પાયાના પથ્થરો ઉપર છે, તેમ સમાજમાં શાસકો કે નેતાઓના વિકાસમાં શિક્ષકોનું અનન્ય સ્થાન છે. આજે રાજકીય ગુંડાગીરીને કારણે દેશ પર જ્યારે અરાજકતાનાં વાદળાં ઘેરાયાં છે, ત્યારે દેશ સરમુખત્યારશાહીના પ્રલયપૂરમાં કયારે ડૂબશે એ કહેવું કઠાણ છે, તેવા સમયે બાળકોને - આવતી કાલના નાગરિકોને સાચું શિક્ષણ આપી સમાજના મજબૂત પાયો નાંખતો શિક્ષક એ પંતુજી નહિ પણ દેશનો સાચો પથપ્રદર્શક છે. સાધારણ રીતે ચાલકો શિક્ષકોનાં સ્વતંત્ર વ્યક્તિત્વને અને વિચારોને સ્વીકારવા આનાકાની કરતા હોય છે પણ એમણે એ સારી રીતે સમજી લેવું જોઈએ કે ચાલક અને શિક્ષકનો સંબંધ હજુર અને મજૂર કે માલિક અને નોકરનો નહિ પણ બે સહકાર્યકરોને - સાથીઓનો સંબંધ છે. કવિવર ટાગોરે સાચું જ કહ્યું છે કે God seeks comrades and claims love, The Devil seeks slaves and claiins obedience. 24140 Cal 312412412 શયતાનનાં ઘરો નહિ પાગ સરસ્વતીનાં મંદિર બનાવવા હોય તો શિક્ષક અને વિદ્યાર્થી બન્નેના સ્વતંત્ર વ્યક્તિત્વને સન્માનતાં શીખવું પડશે. એમનાં વાણી, વર્તન, ભાષા કે પોશાક પર નિરર્થક નિયંત્રણો કે કડક અંકુશો મૂકવાની સ્વાતંત્રવિરોધી ઇચ્છાને દબાવવી પડશે. સાથે સાથે શિક્ષકોએ પણ પોતાના અધિકારોની બાબતમાં સતત જાગ્રત રહેવું રહ્યું. શિક્ષણસંઘોની સ્થાપના
Page #166
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 145 થાય, એમના ઉપક્રમે અભ્યાસ અંગે વ્યાખ્યાનો, પરિસંવાદો વગેરે યોજાય અને સાથે અધિકારોની રક્ષા પણ થાય એ સર્વ માટે હિતાવહ છે. અંતે એક મહત્ત્વનો વધુ મુદ્દો વિચારવો રહ્યો અને તે છે સરકાર અંગેનો. કેળવણી કદીયે સત્તાની દાસી કે કાયદાની કિંકરી નથી બની શકતી; એ તો સદાયે મન, બુદ્ધિ અને વાણીની સ્વામિની જ રહી છે; એટલે શાસનતંત્ર કે સરકાર એક અથવા બીજી રીતે હસ્તક્ષેપ કરે તો કેળવણીકારો કદીયે એ સાંખી ન લે. શિક્ષણસંસ્થાઓ સ્વાયત્ત છે અને રહેવી જોઈએ. નહિ પણ સ્પાર્ટા જેવું સૈનિકોનું લડાયક તંત્ર બની રહેશે. સરકારની શિક્ષણ પ્રત્યે જોવાની દષ્ટિમાં પણ આમૂલ પરિવર્તન થવાની જરૂર છે. શિક્ષણને ગૌણ સ્થાન આપી, એની પાછળ પૂરો ખર્ચ નહિ કરવામાં આવે તો નહિ શિક્ષણનું સ્તર ઊંચું આવે કે નહિ સમાજનું. આપણે બે વસ્તુ ખૂબ સારી રીતે સમજી લેવી રહી. એક તો એ કે કાંતિ બાહ્ય તોડફોડથી નહિ, શાબ્દિક સૂત્રોચ્ચાર કે ગાળાગાળીથી નહિ પણ આંતરિક સમજથી, અન્યાય સામે ઝૂઝવાની નૈતિક શક્તિદ્વારા જ આવી શકશે અને આને માટે શિક્ષણ એક સૌથી વધુ અસરકારક અને સરળ સાધન છે.
Page #167
--------------------------------------------------------------------------
________________ 146 અમૃત મહોત્સવ સ્મૃતિ રે 18. છાત્રાલયોની નીતિ-વિષયક વિકાસ-કથા - પન્નાલાલ 2. શાહ છાત્રાલય અને છાત્રજીવનની વાત કરીએ એટલે સાંદીપની ઋષિના પેલા બે ચિરંતન છાત્રો-શ્રી કૃષ્ણ અને સુદામાની યાદ આવે જ આવે. એની યાદ આવે એટલે પ્રેમાનંદના કડવાંમાંની આ બે પંક્તિઓ આપણા મનમાં સહેજ ઉભરાય : પછી શામળિયાજી બોલિયા તને સાંભરે રે? હાજી બાળપણાની પ્રીત, મને કેમ વિસરે રે? શાળા કક્ષાના કે ઉચ્ચ અભ્યાસ માટે રહેવા-જમવાની અને અન્ય સુવિધા પૂરી પાડતાં છાત્રાલયો છેલ્લા સાત-આઠ દાયકામાં સ્થપાયાં છે. એ વખતે શાળાઓ (Schools) અને મહાશાળાઓ (Colleges) રાજ્યના મુખ અને મહત્ત્વનાં શહેરોમાં કે તાલુકા અને જિલ્લાનાં મુખ્ય મથકોમાં સ્થપાઈ હતી. શાળાઓ તાલુકાના મુખ્ય મથકોમાં સ્થપાઈ હતી તો મહાશાળાઓ જિલ્લાના મુખ્ય શહેરોમાં સ્થપાઈ હતી, એટલે નાનાં કેન્દ્રો અને ગામડાંઓના વિદ્યાર્થીઓ એવી કેળવાણીથી વંચિત રહે એ સ્વાભાવિક હતું. આ પરિસ્થિતિના ઉકેલ રૂપે જ્યાં શાળાઓ-મહાશાળાઓ સ્થપાઈ હોય તેવાં શહેરોમાં શાળા કક્ષાના અને કૉલેજ કક્ષાના વિદ્યાર્થીઓ માટે છાત્રાલયોની સ્થાપના કરવામાં આવી, જેથી નાનાં કેન્દ્રો અને વિદ્યાર્થીઓ આવાં છાત્રાલયોમાં રહીને આધુનિક કેળવણીની દીક્ષા પામી શકે, જેમ કે શ્રી દેવકરણ મૂળજી જેના બોડીંગ ધોરાજી, આવા યોગ્ય દિશાના અને સમયસરના પગલાંથી વિદ્યાથીઓની કારકિર્દીના ઘડતરના પ્રશ્નોનો ઉકેલ આવ્યો. અલબત્ત આવાં છાત્રાલયો જ્ઞાતિના
Page #168
--------------------------------------------------------------------------
________________ છાત્રાલયોની નીતિ-વિષયક વિકાસ-કથા 147 ધોરણે સ્થપાયાં હોવાથી તે તે જ્ઞાતિના વિદ્યાર્થીઓ પૂરતો આ મર્યાદિત ઉકેલ હતો. પછી તો એક જ્ઞાતિના છાત્રાલયની સ્થાપના અને પરિણામ જોઈને અન્ય જ્ઞાતિઓ (અને અન્ય મથકોમાં પણ) એનું અનુકરણ કર્યું. આ રીતે મહુવામાં જૈન વિદ્યાર્થીઓ માટે આજથી 35 વર્ષ પહેલાં શ્રી મહુવા યશોવૃદ્ધિ જૈન બાળાશ્રમની સ્થાપના થઈ. ત્યાર બાદ દાયકા, અર્ધ-દાયકા જેટલા સમયમાં દશા શ્રીમાળી, કપોળ, સોરઠિયા, કુંભાર, હરિજન વગેરે જ્ઞાતિના છાત્રાલયો એના પગલે પગલે મહુવામાં સ્થપાયાં. એવું અન્યત્ર કદાચ થયું હોય, કદાચ ન યે થયું હોય. આવાં છાત્રાલયોમાં જમવા-રહેવાની સુવિધા સાથે શાળા-મહાશાળાઓની ફી, અભ્યાસક્રમનાં પુસ્તકો, ગણવેશ વગેરે વિદ્યાર્થીઓને આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. કેટલાંક છાત્રાલયોમાં અભ્યાસ માટેની સામગ્રી જેમ કે, નોટબુક, રબર, પેન્સિલ વગેરે પણ અપાતાં. એક છાત્રાલયની મિલકતમાં છબીઘર (Theatre) હતું તે ભાડે અપાયેલું હતું. પરંતુ તે ભાડુઆત સાથે એવી શરત હતી કે તે છાત્રાલયના વિદ્યાર્થીઓને દર મહિને એક ચલચિત્ર મફત દેખાડે. આ બધાંના મૂળમાં એક ભાવના હતી. “સગવડના અભાવે પોતાની જ્ઞાતિ કે સમાજનો એક પણ વિદ્યાર્થી આધુનિક કેળવણીથી વંચિત ન રહેવો જોઈએ.” માતા-પિતાની છત્રછાયાથી દૂર રહેતા વિદ્યાથીને લગીરે ઓછું ન આવે એ રીતે છાત્રાલયના સંચાલકો છાત્રોની હરેક પ્રકારે કાળજી લેતા. છાત્રાલયમાં રહીને અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ જીવનમાં આગળ વધ્યા-વધી શક્યા, એ જોઈને ગામડામાં વસતાં મા-બાપ અને વાલીઓનો પણ આધુનિક શિક્ષણ તરફ ઝોક વધ્યો. શરૂઆતમાં એવો ઝોક ન યે હોય. તેનું કારણ, કદાચ પરિવર્તનશીલ સમાજમાં શરૂઆતમાં પ્રત્યાઘાતી વિચાર ચાલતો હોય કે છાત્રાલયમાં રહેનાર વિદ્યાથી વંઠી જતો હોય છે. પરંતુ નકકર પરિણામની વાસ્તવિકતા પછી છાત્રાલયમાં પોતાનાં સંતાનોને મોકલવાનો ઝોક વધે એ સ્વાભાવિક બન્યું. પરિણામે છાત્રાલયમાં વિદ્યાર્થીઓને સમાવવાની ક્ષમતાથી પણ વિશેષ અરજીઓ આવવા લાગી. એમાં પ્રવેશ કોને આપવો એવો નીતિ-વિષયક પ્રશ્ન ઊભો થયો હોય એવો સંભવ છે. આવા સંજોગોમાં લાગવગને સ્થાન ન રહે અને લાયકાતના ધોરણે પ્રવેશ આપવામાં આવે
Page #169
--------------------------------------------------------------------------
________________ 148 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ તો યોગ્ય વિદ્યાથી, હોશિયાર વિદ્યાર્થી છાત્રાલયની સુવિધાથી વંચિત ન રહે એ માટે ગુણવત્તાના ધોરણે પ્રવેશ આપવાની નીતિ અપનાવવામાં આવી હોય એ શક્ય છે. તત્કાલીન પરિસ્થિતિમાં એ વાજબી હતું. છાત્રાલયમાં વિદ્યાર્થીઓને સમાવવાની ક્ષમતા કરતાં વિશેષ અરજીઓ આવવાથી અને વિદ્યાર્થીઓને ગુણવત્તાના ધોરણે જ પ્રવેશ આપવાની નીતિ અપનાવવાથી છાત્રાલયોનાં પરિણામો પણ વિશેષ સારાં આવતાં થાય તે સ્વાભાવિક છે. આ કારણથી અને છાત્રાલયમાં પ્રવેશ માટે વગને સ્થાન ન હોવાથી આવાં છાત્રાલયોની સમાજમાં ઊજળી પ્રતિષ્ઠા બંધાણી કેળવણીના વ્યાપક પ્રચાર અને પ્રસાર માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ જાગૃત હતી. એટલે આઝાદી બાદ ઘણી નવી યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં આવી. નાનાં નાનાં શહેરોના પ્રગતિશીલ અગ્રણીઓએ તાલુકાના મુખ્ય મથકોમાં કૉલેજની અને ગામડાઓમાં હાઈસ્કૂલની સ્થાપના માટે સફળ પ્રયત્નો કર્યા. વળી આર્થિક વિકાસ સાધવાની દષ્ટિએ, ગામડામાં અને નાનાં શહેરોમાં વસતા વર્ગે શહેરો ભણી દોટ મૂકી. પરિણામે, છાત્રાલયોમાં વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાની ક્ષમતા જેટલી કે એથી વિશેષ આવતી અરજીઓની પ્રક્રિયામાં ઓટ આવવા લાગી. વળી, માતૃભાષામાં અભ્યાસના માધ્યમને કારણે મુંબઈ જેવાં પચરંગી શહેરમાં પણ બહારગામથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાની પ્રક્રિયા શરુ થઈ. હવે જ છાત્રાલયોના કાર્યવાહકોની કસોટી શરૂ થઈ રહી છે. ગામડામાં શાળાની અને તાલુકાનાં મુખ્ય મથકોમાં કૉલેજની સ્થાપના થતાં આ મથકોનાં છાત્રાલયોમાં પ્રવેશ મેળવવાની જરૂરિયાત ક્ષીણ થતી ગઈ. આ સંજોગોમાં પણ ગુણવત્તાના ધોરણે જ પ્રવેશ આપવાની નીતિની છાત્રાલયના કેટલાક અગ્રણીઓ હિમાયત કરે છે. અમુક ટકાથી ઓછા ગુણ મેળવનારને પ્રવેશ આપીને, આપણે પાંજરાપોળ ઊભી નથી કરવી કે અમુક ગુણવત્તા ધરાવનાર વિદ્યાર્થીઓ ન મળે તો છાત્રાલય ભલે ખાલી રહે, પરંતુ ઠોઠ અને અભ્યાસમાં પછાત એવા વિદ્યાર્થીને પ્રવેશ ન આપવો એવું વલણ પણ કયાંક જોવા મળે છે. એમને મન આ નીતિવિષયક પ્રશ્ન છે. એટલે એમાં કશી બાંધછોડ કરાય નહિ. છાત્રાલયમાં પ્રવેશ આપવા અંગે ગુણવત્તાનું અપનાવાયેલું ધોરણ સંજોગોની
Page #170
--------------------------------------------------------------------------
________________ છાત્રાલયોની નીતિ-વિષયક વિકાસ-કથા 149 આડપેદાશ હતી. છાત્રાલયની ક્ષમતા કરતાં પ્રવેશ માટે વધુ અરજી આવે 'ત્યારે શું કરવું એ પ્રશ્નનો તોડ લાવવા અપનાવેલી નીતિ કાયમી હોઈ શકે નહિ થઈ શકે નહીં. એમાં કોઈ સિદ્ધાંતનો સવાલ નથી. Merit is the only criteria. when the applications are more than the vacancies/capacity. When the applications are less than the vacancies/capacity, criteria of merit cannot prevail. અર્થાતુ છાત્રાલયની વિઘાથીઓને સમાવવાની ક્ષમતાથી વધારે અરજીઓ પ્રવેશ માટે આવી હોય ત્યારે ગુણવત્તાનો માપદંડ ઉપયોગી થઈ શકે. અહીં ઉપયોગિતા અને નીતિ વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. જ્યારે છાત્રાલયની વિદ્યાર્થીઓને સમાવવાની ક્ષમતાથી ઓછી અરજીઓ આવતી હોય ત્યારે ગુણવત્તાના ધોરણને હળવું કરવું પડે કે ત્યજી દેવું જોઈએ. આમ પણ જોઈએ તો આવાં છાત્રાલયો શરૂ થયાં ત્યારે વિદ્યાથીઓનો પ્રવાહ છાત્રાલય તરફ વળતો ન હતો, કદાચ એ કારણે જ રહેવા જમવાની સગવડતા, શાળા-મહાશાળાની ફી, પાઠ્યપુસ્તકો, અભ્યાસ માટે ઉપયોગી અન્ય સાધનો, ઉપરાંત ગણવેશ, અને તેલ-સાબુ વગેરે પૂરાં પાડવાની દષ્ટિ એ વખતે છાત્રાલયોના સંચાલકોએ દાખવી હશે. એ વખતે ગુણવત્તાના ધોરણે પ્રવેશ આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો ન હતો. કદાચ, શહેરને વતની નથી અને ગામડાંના એના વતનમાં શાળા-મહાશાળા નથી એ જ માપદંડ પર પ્રવેશ અપાતો હતો. કેટલાંક છાત્રાલયોમાં જે શહેરમાં છાત્રાલય હોય એ શહેરના વિદ્યાથીન છાત્રાલયમાં પ્રવેશ ન આપવો એવો નિયમ હતો. એટલે છાત્રાલયમાં પ્રવેશ આપવાના માપદંડ કે ધોરણની આ પ્રમાણે કલ્પના થઈ શકે છે. વળી, શાળા, મહાશાળા કે વિશ્વવિદ્યાલય જે વિદ્યાર્થીને આગળના ધોરણમાં અભ્યાસ માટે લાયક ગણે એ વિદ્યાર્થીને માત્ર ઓછા ગુણ કે ટકા આવવાથી પ્રવેશ આપવાની મનાઈ કરવી એ વાજબી નથી. પ્રારંભમાં છાત્રાલયોની સ્થાપના પાછળ તે તે સમાજનો વિદ્યાથી સુવિધાના અભાવે આધુનિક શિક્ષણથી વંચિત ન રહે તે દષ્ટિ હતી. તેને કેન્દ્રમાં રાખીને, છાત્રાલયમાં જગ્યા હોય ત્યાં સુધી, ઉત્તીર્ણ થયેલા સઘળા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં હરકત ન હોવી જોઈએ. વળી, એ વાત તો ભૂલી જ જવાય છે કે ગામડામાં નાના કે મોટાં શહેરો જેવી પૂરતી સગવડ ન હોવાથી, વિદ્યાથી બરાબર અભ્યાસ કરી શકતો નથી, એ ભૂમિકા
Page #171
--------------------------------------------------------------------------
________________ 150 અમૃત મહોત્સવ સ્મૃતિ પર જે શહેરમાં છાત્રાલય હોય એ શહેરના વિદ્યાર્થીને પ્રવેશ ન આપવાની નીતિ કેટલાંક છાત્રાલયોએ અપનાવી છે. એ જ તર્કથી ઓછા ગુણ મેળવનારને છાત્રાલયમાં પ્રવેશ આપવાનું વિચારી શકાય અને એની નબળી શૈક્ષણિક કારકિર્દીને ઊકળી બનાવવાની તક આપી શકાય. એવા વિદ્યાર્થીઓ માટે તો છાત્રાલયની ખાસ જરૂર છે. હજુ પ્રશ્ન એટલેથી પૂરો થતો નથી. આ બધું છતાં (ગુણવત્તાના ધોરણે પ્રવેશ આપવાની નીતિ ત્યજીને પ્રત્યેક વિદ્યાર્થીને પ્રવેશ આપવા છતાં) હવે છાત્રાલયોમાં છાત્રોની સંખ્યા નહિવતું નગણ્ય રહે છે, રહેશે. એટલે ઓછા વિદ્યાર્થીઓના કારણે વિદ્યાર્થીદીઠ માસિક કે વાર્ષિક સરેરાશ ખર. ઘણો વધારે આવે અને આર્થિક અને સામાજિક ક્ષમતાની દષ્ટિએ તે વાજબી ન ગણાય. એટલે કાં તો આવાં છાત્રાલયો બંધ કરવાં પડે અથવા એનો વિકલ્પ શોધવો પડે એવી પરિસ્થિતિ કેટલીક જગ્યાએ તો કયારનીયે આવી ગઈ છે. કારણ સમાજનું છાત્રાલયમાં થયેલું રોકાણ નિરર્થક (Idle) પણું રહે તે વાજબી નથી. મહુવાની એક જ્ઞાતિના છાત્રાલયના મકાન અને જમીન સહિત મિલકતનું વેચાણ કરીને ઉપજેલ રકમમાંથી ગુજરાતના અન્ય છેડે (કદાચ મહારાષ્ટ્રમાં-ગુજરાતના છેડે?) એ જ જ્ઞાતિનું છાત્રાલય ઊભું કરવાની વિચારણા થઈ હતી. ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં વિવિધ જ્ઞાતિઓના ડઝન ઉપરાંત છાત્રાલયો છે તેમાં વત્તેઓછે અંશે આવી પરિસ્થિતિ છે. કદાચ, એ મહુવા તાલુકાની પ્રગતિશીલ નેતાગીરીને આભારી છે. આમ હું એટલા માટે કહું છું કે મહુવા તાલુકાના મહત્ત્વનાં ગામડાંઓમાં શાળાઓ સ્થપાઈ ચૂકી છે. એટલે મહુવા શહેરના છાત્રાલયોમાં પોતાના સંતાનોને અભ્યાસ માટે મોકલવાનું ગામડાના મા-બાપ કે વાલીઓને કોઈ કારણ રહ્યું નથી. વળી, ઉજળિયાત કોમ અને પ્રગતિશીલ ખેડૂતો કે અન્ય વ્યક્તિઓએ સુદ્ધાં શહેરીકરણનો ઝોક અપનાવ્યો છે. એટલે તે કારણે પણ છાત્રાલયની એમનાં સંતાનો માટે જરૂરિયાત રહી નથી. અન્યત્ર કદાચ આવી પરિસ્થિતિ ન યે હોય. પરંતુ છાત્રાલયોના સંચાલકોને, વહેલું કે મોડું આવી પરિસ્થિતિનો સામનો કરવાનો સમય આવશે એ નિ:શંક છે. મુંબઈ જેવા શહેરમાં ઉચ્ચ શિક્ષણ માટેનાં છાત્રાલયોમાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા મેળવવાનો પ્રશ્ન છે જ. એનું કારણ, ગુજરાત અને મહારાષ્ટ્રના
Page #172
--------------------------------------------------------------------------
________________ 151 છાત્રાલયોની નીતિ-વિષયક વિકાસ-કથા તાલુકાનાં મુખ્ય શહેરોમાં છેલ્લા દાયકાઓમાં સ્થપાયેલી મહાશાળાઓ છે એ કરતાંય-ખાસ કરીને ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ માતૃભાષામાં અપાય છે અને મુંબઈ વિશ્વવિદ્યાલયમાં ઉચ્ચ શિક્ષણનું માધ્યમ અંગ્રેજી ભાષા હોવાના કારણે, ગુજરાતમાંથી ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈ આવતા વિદ્યાર્થીઓનો પ્રવાહ ઘટ્યો છે. છાત્રાલયની ક્ષમતા કરતાં ઓછા વિદ્યાથીઓ હોય એવો પ્રશ્ન, યુનિવર્સિટીનું મુખ્ય મથક જે શહેરમાં હોય એ શહેરના છાત્રાલયમાં, હજુ સુધી ઉપસ્થિત થયો હોવાનું જણાતું નથી. કારણ આવાં શહેરોમાં વાણિજ્ય, વિજ્ઞાન અને વિનયન પ્રવાહની મહાશાળાઓ હોવા ઉપરાંત મેડિકલ અને એન્જિનિયરિંગ ફેકલ્ટીની મહાશાળાઓ આ શહેરોમાં હોવાથી વિદ્યાર્થીઓને આવાં ક્ષેત્રોમાં છાત્રાવાસની જરૂર રહે છે. અત્યાર સુધી આપણે છાત્રાલયોની વર્તમાન સ્થિતિ અને અત્યાર સુધીની નીતિવિષયક ચર્ચા કરી. હવે આવા સંજોગોમાં આવાં છાત્રાલયોમાં પરિવર્તન કરવું જોઈએ તે કઈ રીતે તેનો વિચાર આ પ્રમાણે કરી શકાય. (1) જે તાલુકાના મુખ્ય મથકોમાં શાળાના વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો હોય, તેનું, જો એ મથકોમાં મહાશાળાની સુવિધા હોય તો, ઉચ્ચ અભ્યાસ માટેના છાત્રાલય તરીકે રૂપાંતર કરવું. અલબત્ત એમાં પણ પૂરતી સંખ્યા મળી રહે કે કેમ તે એક પ્રશ્ન છે અને રહે. કારણ કે, પોતાનાં સંતાનોને ઉચ્ચ અભ્યાસ કરાવી શકે એવાં કુટુંબો શહેરીકરણના ઝોકમાં ગામડાં ખાલી કરી શહેરમાં સ્થાયી થયાં છે, થતાં જાય છે. (2) આવાં છાત્રાલયોનું કન્યા છાત્રાલયમાં રૂપાંતર કરવું. આપણે માં વિદ્યાર્થી-ભાઈઓને લક્ષમાં રાખી, શાળા-મહાશાળા કક્ષાનાં છાત્રાલયો સ્થપાયાં છે. ભાવનગર જિલ્લાનો દાખલો લઉં તો ભાવનગર ઉપરાંત પાલિતાણા, સોનગઢ, મહુવા, સાવરકુંડલા આદિ શહેરોમાં કુલ આઠેક વિદ્યાથીગૃહો વિદ્યાર્થીઓ માટે આજે પણ અસ્તિત્વમાં છે, જ્યારે બહેનો માટે પાર પાલિતાણામાં શ્રાવિકાશ્રમ અને તળાજામાં વિદ્યાર્થીગૃહનું કન્યા છાત્રાલયમાં દોઢેક દાયકાથી રૂપાંતર કરવામાં આવ્યું છે અને મહુવાના છાત્રાલયનું કન્યા છાત્રાલયમાં નજીકના ભૂતકાળમાં રૂપાંતર થયું છે. જેનોના છાત્રાલયોની આ સ્થિતિ છે. અભ્યાસ કરનાર બહેનોની સંખ્યા અભ્યાસ કરનાર ભાઈઓ જેટલી લઈએ તો વિદ્યાર્થીનીઓ માટે છાત્રાલયની કેટલી જરૂરિયાત છે તે સમજી
Page #173
--------------------------------------------------------------------------
________________ ૧૫ર અમૃત મહોત્સવ સ્મૃતિ રથ શકાય તેવી બાબત છે. એમાંય ભાવનગર શહેર સિવાય જિલ્લાના ઉપરોક્ત નાનાં શહેરોમાં ઉચ્ચ અભ્યાસ માટે એક પણ કન્યા છાત્રાલય નથી. મહુવા, સાવરકુંડલા અને પડોશના અમરેલી શહેરમાં વિનયન, વિજ્ઞાન અને વાણિજ શાખાના અભ્યાસક્રમની મહાશાળાઓ દાયકાઓથી અસ્તિત્વમાં આવેલી છે. એટલે ઉચ્ચ અભ્યાસ માટે આવા છાત્રાલયોનું કન્યા છાત્રાલયમાં રૂપાંતર થાય તો તે ઇષ્ટ ગણાય. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ગોવાળીયાટેક અને અંધેરીમાં આવેલા વિદ્યાર્થીગૃહો પૈકી એક વિઘાર્થીગૃહનું કન્યા છાત્રાલયમાં રૂપાંતર કરવા માટે તા. ૨૭-૮-૧૯૮૩ના રોજ વિચારણા કરવા સંસ્થાની સામાન્ય સમિતિની અસાધારણ સભા મળી હતી, પરંતુ એ અંગે અન્ય કારણોસર નિર્ણય લઈ શકાયો ન હતો. (3) વિશ્વવિદ્યાલયનું મુખ્ય મથક હોય એવાં શહેરોમાં જે કે મેડિકલ અને એન્જિનિયરિંગ અને અન્ય ફેકલ્ટીની સુવિધા હોય તો છાત્રાલયમાં અપૂરતી સંખ્યાનો પ્રશ્ન નથી. પરંતુ એમાંય અપૂરતી સંખ્યાનો પ્રશ્ન હોય તો અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની અને ટૂંકા ગાળાના વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની નીતિ અપનાવી શકાય. (4) આજની જરૂરિયાતનું સર્વેક્ષણ કરી, એ અભ્યાસના અહેવાલ પ્રમાણે છાત્રાલયનું રૂપાંતર કરી શકાય, અને આજથી પાંચ-સાત દાયકા પહેલાં છાત્રાલયોની સ્થાપના કરનાર આપાણા પૂર્વજોની માફક, આજની સ્થિતિમાં, દૂરંદેશી દાખવી, પરિવર્તનનો રાહ અપનાવી શકાય. જેમ કે આજથી ત્રણેક દાયકા પહેલાં શ્રી સંયુક્ત જૈન વિદ્યાથી ગૃહ, સાયનમ સ્નાતક કક્ષા સુધીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો. હાલ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ ઉપરાંત અનુસ્નાતક કક્ષાના, ખાસ કરીને સી.એ. નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય છે અને 150 વિદ્યાર્થીઓને સમાવવાની ક્ષમતાનો પૂરો ઉપયોગ થાય છે. એ પ્રમાણે એ જ સંસ્થાની પ્રિન્સેસ સ્ટ્રીટ શાખાનું વર્કીગ બોયઝ હોમમાં રૂપાંતર કરવામાં આવ્યું છે. હવે પ્રશ્ન એ છે કે છાત્રાલયોનું આ રીતે રૂપાંતર કરવું એ નીતિની દષ્ટિએ વાજબી છે કે કેમ? જે સંજોગોમાં અને જે હેતુ માટે છાત્રાલયની સ્થાપના કરી હોય, એમાંથી વિચલિત થઈને આવું પરિવર્તન કરવું કે કેમ? એવો પ્રશ્ન છાત્રાલયોના કાર્યવાહકોના મનમાં ઉપસ્થિત થાય તે સ્વાભાવિક છે. મને ખ્યાલ છે તે પ્રમાણે મહુવામાં શ્રી મહુવા યશોવૃદ્ધિ જૈન બાળાશ્રમની
Page #174
--------------------------------------------------------------------------
________________ છાત્રાલયોની નીતિ-વિષયક વિકાસ-કથા 153 આજથી 75 વર્ષ પહેલાં સ્થાપના થઈ એ વખતે, પ્રાથમિક શાળાનાં ચારથી સાત ધોરણ સુધીના અભ્યાસક્રમ અને દેશીનામાના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો. પરંતુ જેમ જેમ ગામડાંઓમાં પ્રાથમિક શાળાઓ અપાતી ગઈ અને નાનાં કેન્દ્રોના પ્રાથમિક શાળાના વિદ્યાથીઓ છાત્રાવાસ માટે આવતા બંધ થતા ગયા અને બીજી બાજુ એસ.એસ.સી. કક્ષા સુધીની શાળામાં અભ્યાસ કરવાનો પ્રવાહ વધતો ગયો તેમ તેમ ગામડાના વિદ્યાર્થીઓની પણ એવા અભ્યાસક્રમ માટે છાત્રાવાસની માગ આવતી ગઈ. એટલે પ્રાથમિક શાળાના અભ્યાસ માટેના વિદ્યાથીઓને બદલે માધ્યમિક અને શાળાંત કક્ષાના અભ્યાસક્રમ સુધીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની નીતિ તે વખતના સંચાલકોએ (આજથી 50 વર્ષ પહેલાં) અપનાવી. નાના કેન્દ્રમાં એક જ ઘરેડ, રૂઢિ અને પરંપરામાં જીવતી પ્રજા વચ્ચે આવું પરિવર્તન કરવું એ હિતાવહ હોવા છતાં, ઘણી ધીરજ, કસોટી અને સમજાવટ માગી લે છે. કનેહથી કામ લેવું પડે એવું એ કાર્ય હતું. આજના સંજોગો પ્રમાણે, પરિવર્તનના ડંકા વાગી રહ્યા છે ત્યારે ઉદ્દેશ અને નીતિવિષ્યક પ્રશ્નોમાં અટવાયા વિના છાત્રાલયોના કાર્યવાહકોએ આવી રહેલા સમયને માન આપવું જોઈશે. આવાં પરિવર્તનમાં મૂળભૂત ઉદેશથી વિચિલિત થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. મૂળ ઉદેશ તો એટલો જ હતો અને છે, કે વિદ્યાર્થીઓને - જેમાં વિદ્યાર્થિનીઓનો સમાવેશ થઈ જાય છે - શિક્ષણ માટે સુવિધા આપવી, પછી એ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને સ્નાતક કક્ષાના વિદ્યાથીને, સમયની માગ પ્રમાણે, સુવિધા આપીને આપણે એ હેતુ તો જાળવીએ જ છીએ ને? જમાં મૂળભૂત હેતુથી અલગ હેતુ માટે પરિવર્તન કરતાં હોઈએ, ત્યાં સંપૂર્ણ લોકશાહી ઢબે, હેતુઓમાં ફેરફાર કરવાનો સર્વાનુમતે નિર્ણય કરવો જોઈએ. હજુ એક ડગલું આગળ વિચારવાની જરૂર છે. જ્ઞાતિ કે ધર્મની મર્યાદાથી શરુ થયેલાં આવા છાત્રાલયોમાં સાંપ્રદાયિકતાની પકડ મજબૂત છે. જૈન છાત્રાલયોના સંચાલકોએ ઉદારતા દાખવીને, મૂર્તિપૂજક, સ્થાનકવાસી, દિગમ્બર, તેરાપંથી અને અન્ય ફિરકાના જેન વિઘાર્થીઓને આવાં છાત્રાલયોમાં પ્રવેશ આપવાની પહેલ કરવી જોઈએ અને જ્ઞાતિ કક્ષાનાં હરેક છાત્રાલયોએ જ્ઞાતિના પરિધથી વિશાળ દષ્ટિ રાખી, કમ સે કમ, ચોકકસ મર્યાદા અથવા સંખ્યામાં અન્ય જ્ઞાતિના વિદ્યાર્થીઓને સમાવવાની તત્પરતા દાખવવી જોઈએ.
Page #175
--------------------------------------------------------------------------
________________ 154 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 19. ધર્મક શિક્ષણની આવશ્યકતા - યશવન્ત શુક્લ શાથી આ પ્રશ્ન ચર્ચવો પડે છે એ પ્રથમ વિચારી લઈએ. આપણી સેક્યુલર (સમ્પ્રદાય નિરપેક્ષ) રાજ્યપ્રથાએ શાળા-મહાશાળાઓમાં ધાર્મિક શિક્ષણની આવશ્યકતા પ્રમાણી નથી. અમુક અંશે પરંપરા પણ એવી જ રહી છે, એટલે કે બ્રિટિશ શાસન દરમિયાન જે શિક્ષણ સંસ્થાઓ અસ્તિત્વમાં આવી તેમાં પણ ધાર્મિક શિક્ષણ અપાતું ન હતું. જો એક રાજ્યપ્રથાને પોતાની હિંદી વસ્તીના સંસાર વ્યવહારોમાં દખલગીરી કરવાનું વિહિત ન હતું તો બીજી રાજ્યપ્રથાને, સંદર્ભ સ્વરાજ્યનો છે છતાં, બંધારણની સેક્યુલરિઝમની મર્યાદા વળગી છે. એટલે વ્યક્તિને બંધારણે ઉપાસના-સ્વાતંત્ર બન્યું છે પણ રાજ્યને ધર્મ કે સંપ્રદાયથી અસ્પષ્ટ રાખ્યું છે. પહેલાં આવું ન હતું. ત્યારે વિવિધ ધર્મસમાજો પોતે થઈને શિક્ષણનો પ્રબંધ કરતા હતા. જેમકે પાઠશાળાઓ અને મદ્રેસાઓમાં જે શિક્ષણ અપાતું હતું, એ લોકવ્યવહાર માટે જરૂરી એવું શિક્ષણ પણ હતું અને ધર્મસંપ્રદાય વિશેની ભક્તિ દઢાવનારું પણ શિક્ષણ હતું. અંગ્રેજોના શાસનકાળમાં ફેર પડી ગયો. આપણે મેકોલેનો પેલો પ્રસિદ્ધ ઉદ્ગાર યાદ કરી લઈએ. જ્યારે ભારતમાં પાઠશાળાઓ અને મદ્રેસાઓને શૈક્ષણિક સહાય આપવાની દરખાસ્ત બીજા અંગ્રેજ અધિકારીઓ અને તદ્વિદો કરી રહ્યા હતા ત્યારે મેકોલેએ કહેલું: “આપણે એવી હિંદી પ્રજા તૈયાર કરવી છે જેના લોહીનો અને ચામડીનો રંગ ભારતીય હોય, પણ જેની રુચિ અને વર્તન અંગ્રેજના જેવું હોય.” આખરે મેકોલેનું ધાર્યું થયેલું.
Page #176
--------------------------------------------------------------------------
________________ ધાર્મિક શિક્ષણની આવશ્યકતા 155 આપણા ઔપચારિક શિક્ષણ સમસ્તમાં આ પરંપરા છેલ્લાં દોઢસો પોણાબસો વર્ષોથી દઢ થયેલી હોવાથી સ્વરાજકાળમાં પણ એ ચાલુ રહી છે. અર્થાત ઔપચારિક શિક્ષણમાં ધાર્મિક શિક્ષણનો સમાવેશ થયો નથી. જો પરિસ્થિતિ આવી છે તો આટલે આવીને ધાર્મિક શિક્ષણની આવશ્યકતા શા માટે ચર્ચવી પડે છે તે સમજવું જોઈશે. એક વખતે સ્વાભાવિક ક્રમમાં પ્રત્યેક ધર્મસમાજ ધાર્મિક શિક્ષણનો પ્રબંધ કરતો હતો. આજે હવે ધર્મસમાજો ઔપચારિક શિક્ષણથી છૂટું પાડેલું ધાર્મિક શિક્ષણ અત્રતત્ર થોડે ઘણે અંશે આપવાનો પ્રયાસ કરે છે અને સામ્પ્રદાયિક મમતાઓથી થોડેક અંશે એ પ્રકારનું શિક્ષણ થોડા ઘણા વિદ્યાથીઓ મેળવે પણ છે. પરંતુ વ્યાપક શિક્ષણમાં 'ધર્મના શિક્ષણનો સમાવેશ થયો નથી. પણ આપણે ધાર્મિક શિક્ષણની અગત્ય પ્રમાણતા હોઈએ તો આપણા વૈવિધ્યપૂર્ણ ભારતીય સમાજમાં વ્યાપક શિક્ષણમાં ધાર્મિક શિક્ષાગનો સમાવેશ કરવો હોય તો સંપ્રદાયથી ઉપર ઊઠીને ધર્મતત્વના શિક્ષાગનો પ્રબંધ થવો જોઈએ. એ માટેની ભૂમિકા આજના વૈજ્ઞાનિક અને જાગતિક સંદર્ભમાં રચાઈ ચૂકી છે. ધર્મ અને સંપ્રદાય એ બે વચ્ચેનો ભેદ હવે સ્પષ્ટ થવો ઘટે છે. મને ગળથૂથીમાંથી જે ધર્મની લહાણ થઈ હોય તે તો સંપ્રદાય જ હોવાનો. આપણે સંપ્રદાયને જ ધર્મ માનીને ચાલવાને ટેવાયેલા છીએ. એ આપણો ધર્મ છે. કુટુંબનો ધર્મ છે. સંભવ છે કે એ સમાજનો પણ ધર્મ હોય. સંપ્રદાયો અનેક છે. એક જ વ્યાપક ધર્મના નેજા હેઠળ બીજા ધર્મો પણ ઉદ્ભવ્યા હોય અને એના ફાંટાના ફાંટા પડતા ગયા હોય એ સમજાય એવું છે. એટલે કે હિંદુધર્મ, ઈસ્લામ, ખ્રિસ્તીધર્મ, બૌદ્ધધર્મ, જૈનધર્મ આદિ ભારતમાં ઘર કરી ગયેલા ધર્મોના પણ ફાંટા પડેલા જોવા મળે છે. એક હિંદુ હોય તે વૈષ્ણવ હોય અને પછી સ્વામિનારાયણ ધર્મના અનુયાયી થયો હોય અને તેમાં પાણી વડતાલ કે બોચાસણ પંથને અનુસરતો હોય તો પણ તે વૈષ્ણવ કે હિંદુ મટી જતો નથી. આવું જ શેવો અને શાકતોનું સમજવાનું, આવું જ બીજા ધર્મોનું પણ સમજવાનું. * હવે આ ફોટાઓ વિશેની મમતાઓને અતિક્રમીને ધર્મનું શિક્ષણ શી રીતે આપવું એ પ્રશ્ન જરૂર વિચારવો પડે, કેમકે, વ્યાપક ઔપચારિક શિક્ષણ આપતી સંસ્થાઓમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, શીખ આદિ ધર્મોના
Page #177
--------------------------------------------------------------------------
________________ 156 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ અને એ ધર્મો વ્યાપક હોય તો પ્રત્યેકના ફાંટાના અનુયાયીઓ એવાં વિદ્યાર્થી ભાઈબહેનો ભેગાં ભણતાં હોય એ એક વ્યાપક હકીકત છે. આપણે જાણીએ છીએ કે અનેક શિક્ષણ સંસ્થાઓમાં કાર્યારંભ પ્રાર્થનાથી થતો હોય છે અને મોટે ભાગે એ સર્વધર્મ પ્રાર્થના હોય છે અથવા જે ધર્મનું પ્રાધાન્ય હોય તે ધર્મની પ્રાર્થના હોય છે. પણ પ્રાર્થના એ ધર્મકાર્ય છે. ધાર્મિક શિક્ષણ નથી. ધાર્મિક શિક્ષણ જો આપવું જ હોય તો સમગ્ર શિક્ષણના ભાગરૂપ એ શિક્ષણ હોવું જોઈએ. એને અભ્યાસક્રમમાં નિશ્ચિત સ્થાન મળેલું હોવું જોઈએ. જો ધાર્મિક શિક્ષણ આપવું જ હોય એટલે કે એ આપવાની જરૂર સમાજ સ્વીકારતો હોય તો અનેક કોમો અને ધર્મની એટલે કે સંપ્રદાયની માવજત કરનારા કુટુંબોમાંથી આવતા વિદ્યાર્થીઓને એ શી રીતે આપવું જોઈએ? કોઈની પણ શ્રદ્ધાઓને ઠેસ પહોંચે એવું તો કશું આપી શકાય જ નહિ. તો આપવું કે ન આપવું? અને આપવું તો શાનું ને શી રીતે આપવું? આપવું કે ન આપવું એ પ્રશ્ન પહેલો લઈએ. હમણાં આપણે આપણી શાળાઓ-મહાશાળાઓમાં વિધિસર ધાર્મિક શિક્ષણ નથી આપતા તો પછી એનો નવેનવો અભ્યાસક્રમયુક્ત પ્રબંધ શી રીતે કરીશું? આપણા આજના વિજ્ઞાનયુગમાં જે કંઈ કાર્યકારણ ભાવ સાથે મેળમાં ન હોય એટલે કે બુદ્ધિસંગત ન હોય તેને વિશેનું શિક્ષણ આપવાનું ઘણા આગળ પડતા દેશોને મંજૂર નથી. પણ આવા દેશોની પ્રજાના બુધ્ધિશાળી વર્ગને પણ કશુંક ખૂટતું તો લાગે છે. જો કાર્યકારણભાવ આપણા બધા માનુષી વ્યવહારોનું નિયામક તત્વ બની રહે તો કારણ અને તેનું કારણ વળી તેનું કારણ એમ કારણ કારણાનામ્ સુધી પહોંચવું પડે. પણ એ તો અજ્ઞાત છે. એટલે કે એ છે કે નહીં તે વિશે પણ બૌદ્ધિક અવઢવ છે. પણ એ નથી જ એમ પણ કહી શકાતું નથી. એ હોઈ પણ શકે. એટલે કે એને વિશે પાર વિનાનાં અનુમાનો ધરવામાં આવે છે અને કોઈ ને કોઈ અનુમાન કોઈની ને કોઈની શ્રદ્ધાનું આલંબન પણ બની રહે છે. અહીં સપ્રદાયભાવ નથી, વિજ્ઞાન છે; બુદ્ધિ અને તર્કથી પણ એ વિસંગત નથી; પણ એનાં પ્રમાણો ધરી શકાતાં નથી-ઓછામાં ઓછું,
Page #178
--------------------------------------------------------------------------
________________ 157 ધાર્મિક શિક્ષણની આવશ્યકતા બૌદ્ધિક રીતે તો ધરી શકાતો નથી જ નથી. છતાં કશુંક કર્તરૂપે હોય તો જ કાર્ય સંભવે એ મત જેને ગ્રાહ્ય હોય તે અનુમાનપૂર્વક સૃષ્ટિના સરજનહારની કલ્પનાને અનુસરી શકે છે. એ ઈશ્વર છે, એ કારણોનું પણ કારણ છે. એ સર્વજ્ઞ છે, સર્વ શક્તિમાન છે, સર્વવ્યાપી છે અને સચરાચરનો તેનામાં વાસો છે. જેની બુદ્ધિ-શક્તિ તીણતમ છે તેઓ પણ આટલે સુધી પહોંચી શકે છે. આ કોઈ સંપ્રદાય નથી, આ એક માન્યતા, સિદ્ધાન્ત, શ્રદ્ધા છે અને તે સર્વત્ર સર્વ મનુષ્યોને સ્વીકાર્ય બની શકે તેમ છે. આપણી કારણોના કારણની શોધ ભલે જારી રહેતી, પણ આ સ્વીકૃત કારણસમાં સરજનહાર આગળ આપણે નમ્ર બનીએ, એ સર્વમાં વ્યાપ્ત છે, તો સજીવો પ્રત્યે આપણે પ્રેમ દાખવીએ, કોમળ અને અહિંસક બનીએ. વિજ્ઞાન શુધ્ધ સત્ય અને આપણી કલ્પના વડે સમજાયેલું સત્ય એ બેનો સમન્વય કરીએ. આપણા બાહ્યાભ્યતરને એકરૂપ કરીએ, અભિમાન છોડીએ અને સ્વીકૃત કર્તવ્યોને નિઝાથી વળગીએ. આટલું તો કરીએ જ ને? આ જ ધર્મતત્ત્વ છે. પોતાની જાત ઉપરાંત સમગ્ર સમષ્ટિનો સ્વીકાર અને તેની પ્રત્યેની કર્તવ્યભાવના એ જ ધર્મતત્ત્વ છે. બાહ્યોપચાર અને કર્મકાંડ એ ધર્મતત્ત્વ નથી. જગત એવડું નાનું બની ગયું છે અને જગતમાં વ્યાપ્ત ચૈતન્ય તત્ત્વની એકતા પ્રતિ વિજ્ઞાન એટલું બધું ઝૂકી ગયું છે કે સમસ્ત વિશ્વને વ્યાપક ધર્મભાવથી આવરી લેવાનું હવે શક્ય બન્યું છે. એમ પણ કહી શકાય કે ઈશ્વરમાં માનવા ન માનવાની સાથે પ્રશ્નને ગૂંચવ્યા વિના પાણ ધર્મતત્ત્વનું પાલન કરી શકાય એમ છે. મૈ તેવી વિષા વિધેમ એ યુગપ્રશ્ન નથી. ઉમ્ સત્ વિપ્ર વદુધા વતિ એ યુગની વિજ્ઞાનશુદ્ધ ધર્મભાવના છે. પણ કશીક શ્રદ્ધાનું આલંબન ધર્મના પાલનને વધુ સુગમ બનાવી શકે એમ છે. ધર્મ વિને તો મનુષ્યને ચાલવાનું જ નથી. ધર્મ જ ધારણ કરે છે. મનુષ્ય ધર્મ શોધો છે, પ્રબોધ્યો છે, જીવન-સાતત્યના પુરુષાર્થ સાથે તેને સાંકળ્યો છે અને હૃદયની લાગણીઓથી એને પોળો છે. આ ધારણ કરનાર તત્વ વિશે મનુષ્ય બાળકને શિક્ષણ દ્વારા સભાન બનાવવાની જરૂર છે. મનુષ્ય શરીર, મનુષ્ય મન, મનુષ્ય ક્રિયા, મનુષ્ય વ્યવહાર, મનુષ્ય સમાજ અને માનવીય સંબંધો આ સર્વ વિશે મનુષ્યને સભાન બનાવવો ઘટે છે.
Page #179
--------------------------------------------------------------------------
________________ 158 અમૃત મહોત્સવ સ્મૃતિ પ્રથા આ જ્ઞાનગૂંથણી એ ધર્મનું શિક્ષણ છે. સમજણ અને ક્રિયા ઉભયદ્વારા આ ધર્મશિક્ષણ સ્તરે સ્તરે અપાવું ઘટે છે, ભલે પછી સર્વોચ્ચ સ્તરે એ તત્ત્વજ્ઞાન બની રહે. આ ધર્મતત્ત્વ અને સેક્યુલરિઝમ વચ્ચે ઝગડો હોવો ઘટતો નથી. આવું વિશાળ ધર્મતત્ત્વ જે પોતાની વિકાસાવસ્થા દરમિયાન મનુષ્ય પામ્યો ન હોય તો માનવીય સંબંધોમાં ગૂંચવાડો અને સંઘર્ષ ઊભો થવાની ભારોભાર શક્યતા છે. સૃષ્ટિના અનંત વૈવિધ્યમાં એકતાના તંતુનો સંચાર થાય એવી વિશ્વશાન્તિની પણ જરૂરત છે. કદાચ આ જરૂરત પ્રમાણીને ઈંગ્લેન્ડના એજ્યુકેશનલ સેક્રેટરી બંને પેટને ગયા માર્ચના આરંભે જાહેર કર્યું હતું કે ધર્મ એ પ્રત્યેક શાળાનું હૃદય બની રહેવો જોઈએ. શાળાઓએ પણ પ્રત્યેક વિદ્યાર્થીને સુયોગ્ય ધર્મશિક્ષણ અપાઈ રહ્યું છે એની ખાતરી કરવી જોઈએ. ઇંગ્લેન્ડની ધર્મસંસ્થાઓના અગ્રણીઓને નિમંત્રીને ધર્મશિક્ષણ માટેનો અભ્યાસક્રમ ઘડી કાઢવા માટેની પણ ઇરછા તેમણે વ્યક્ત કરી હતી. શાળાઓમાં ધાર્મિક શિક્ષણ બાજુએ હડસેલાઈ ગયું હોવાથી વિદ્યાર્થીઓ જીવનના ઉંબરે પગ મૂકે ત્યારે તાત્વિક, નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો વિશે સાવ બેખબર હોય છે અને આ કારણે ગુનાખોરી અને ગેરકાનૂની આચરણમાં સારો એવો વધારો થયો છે એમ રાજકાજના અગ્રેસરોનું માનવું છે. શ્રી પેટને કહ્યું હતું કે “જો આપણે મોટેરાં જ વર્તનના રાહ વિશે દ્વિધાગ્રસ્ત હોઈએ તો પછી ઊગતી પેઢીનો વાંક શાને આધારે કાઢી શકીએ? શું સારું છે, યોગ્ય છે, સ્વીકાર્ય છે અને શું નથી એનો વિવેક આપણે એમને ક્યારે શીખવેલો? આપણે ઉછરતી પેઢીને ઘરઆંગણે તેમજ શાળામાં વિધાયક મૂલ્યોનું શિક્ષણ પૂરું પાડવું જોઈએ આમ સમસ્ત શૈક્ષણિક પ્રક્રિયાના હાર્દમાં ધર્મ રહેલો હોવો જોઈએ.' શ્રી પેટને માબાપોને અનુરોધ કર્યો હતો કે “તેમણે રોજ ઓછામાં ઓછી પંદર મિનીટ પોતાના શાળાએ જતાં ન થયેલાં બાળકો સાથે ધર્મનું શિક્ષણ તેમને પહોંચે તે માટે ગાળવી જોઈએ. આમ તો શિક્ષણની તાત્વિક શરૂઆત ઘરઆંગણેથી જ થતી હોય છે. દૂરદર્શન, વીડીઓ અને મનોરંજનના અન્ય સાધનો કદાપિ ઉત્તમ ધર્મગ્રંથોનો વિકલ્પ બની શકવાના નથી. તેમ
Page #180
--------------------------------------------------------------------------
________________ ધાર્મિક શિક્ષણની આવશ્યકતા 159 છતાં આ રંજક સાધનો બાળકોના ચિત્તનો કબજો મેળવે છે. એટલે માબાપોએ થોડીક અગવડ વેઠીને પણ પોતાનાં બાળકોના શિક્ષણમાં રસ લેવો જોઈએ અને પોતાની જાતને એમાં સંડોવવી જોઈએ. બાળ-માનસનું સંશોધન આપણને ટકોરે છે કે માબાપોએ આરંભેલો સહકાર બહુ વહેલો છે એમ માનવાની વગીરે જરૂર નથી. માબાપોએ જ બાળકોના ધર્મશિક્ષણનો સવેળા પ્રારંભ કરી દેવો જોઈએ.” શ્રી પેટનના મનમાં ભલે ખ્રિસ્તી ધર્મરક્ષણનો ભાવ ભરેલો હોય કેમકે ઈંગ્લેન્ડ અધિકાંશે એક ખ્રિસ્તીધર્મી દેશ છે, પણ તો યે બીજા ધર્મો સાથે વિચારવિનિમય કરવાની તેમણે તૈયારી દાખવી છે. પણ એ વાતને બાજુ રાખીએ અને શિક્ષણ પૂરું કરી રહેલી તણ પેઢીને કલ્યાણકારી જીવનમૂલ્યોનું શિક્ષણ પહોંચતું હોતું નથી એ હકીકતની જ માવજત કરીએ તો ઘણું છે. જીવન-મૂલ્યો તારવી આપનારું વ્યાપક ધર્મશિક્ષણ એ જ એનો ઉપાય છે, અહીં અને સર્વત્ર.
Page #181
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ રથ 20. તારનારી કેળવણી - હરિભાઈ કોઠાસ એક પ્રાધ્યાપકે નૌકાવિહાર કરતી વખતે નૌકા ચલાવનાર ખલાસીને પૂછયું ‘તને ગણિત આવડે છે?” તેણે ના કહેતાં જ પ્રાધ્યાપકે કહ્યું, ‘તારી પા જિંદગી પાણીમાં ગઈ.' તેને સાહિત્યમાં રસ નથી એ જાણતાં પ્રાધ્યાપકે તેની અડધી જિંદગી પાણીમાં ગઈ એમ કહ્યું. ઈતિહાસ, ભૂગોળ કે વિજ્ઞાન વિશે પણ તેને કશી જાણકારી નથી એ જાણીને પ્રાધ્યાપકે તેને કહ્યું, તો તો તારી પોણી જિંદગી પાણીમાં ગઈ!” એટલામાં જ સાગરમાં તોફાન શરૂ થયું. નૌકા ડગમગવા લાગી. પ્રાધ્યાપક ખૂબ જ ગભરાઈ ગયા. નાવિકે હસતાં હસતાં તેમને પૂછયું, “સાહેબ, તમને તરતાં આવડે છે?' પ્રાધ્યાપકે ના કહેતાં જ નાવિક બોલી ઊઠ્યો, “સાહેબ, તમારી તો આખી જિંદગી જ પાણીમાં ગઈ સમજો !" જે કેળવણી માણસને જીવનસાગરમાં તરતાં ન શીખવે તે કેળવણી શા કામની? નિરર્થક જ્ઞાનનો સંગ્રહ કરીને રાજી થનારા પોથી પંડિતોને આચાર્ય શંકર ‘મૂઢમતિ' કહીને નવાજે છે. સંત કબીર પણ પોથી પંડિત્યને તુચ્છ ગણે છે. પોથિ પઢિ પઢિ જગ મૂઆ, પંડિત હુઆ ન કોઈ, ઢાઈ અચ્છર પ્રેમ કા પઢે સો પંડિત હોઈ!” | ‘સા વિદ્યા યા વિમુક્તયે”. મુક્તિની આબોહવામાં માનવને વિચરતો કરી મૂકે તે જ સાચી વિદ્યા. સાચો વિદ્વાન કદી કોઈનો ગુલામ હોતો નથી. ઉપરાધીન સપને હુ સુખ નાહી”. સ્વાતંત્ર એ કોઈપણ પ્રકારના વિકાસની પૂર્વશરત છે. વાસનાનો ગુલામ થાય તેણે વાસનાતૃપ્તિ માટે વિશ્વની ગુલામી
Page #182
--------------------------------------------------------------------------
________________ 161 તારી કેળવણી કરવી પડે છે. ગુલામોથી કદી કોઈ રાષ્ટ્ર મહાન બનતું નથી. થયો આઝાદ તું તનથી છતાં મનમાં ગુલામી છે, ડે અંતર, બધી મોઢા ઉપર ખોટી ગુલામી છે! મળી છે દેશને મુક્તિ બહુ લાંબી ગુલામીથી, છતાં ક્યાં મુકત શ્વાસો ખેંચતું જીવન ખુમારીથી?” સ્વતંત્રતા સાહસને ઝંખે છે, જ્યારે પરતંત્રતામાં સલામતી ભાસે છે. પિંજરે પૂરાયેલ પંખીને યથાસમય આહાર પ્રાપ્ત થાય છે પણ ગગનવિહાર ગુમાવવો પડે છે. “શબાબ લખે છે, “પિંજરે પૂરેલા પંખીને નજરમાં આશ છે, પાંખમાં એની નહીં તો આંખમાં આકાશ છે; . પારધિ છોડી મૂકે છે, તે છતાં ઊડતું નથી, મુક્તિમાં પણ ક્યાં હવે પહેલાં સમી મીઠાશ છે?' સલામતીની સુખ સગવડો માગ્યા પછી માણસને પારતંત્ર પણ સદી જાય છે. સાધનોની લાલચમાં માણસ સાધનાને છોડી દે છે અને ધીરે ધીરે મુકિતની મજા માણવાની ક્ષમતા પણ તે ખોઈ બેસે છે. ભોગના રંગ અને સ્વાર્થની ગંધ પાછળ પાગલ બનેલો માનવ ભાવના રંગ કે સેવાની સુગંધનું મૂલ્ય પારખી શકતો નથી. જીવન-મૂલ્યોથી માનવને વિમુખ કરે એ કેળવણી શા કામની? આજે શિક્ષણનો વિસ્તાર વધ્યો છે પણ ઊંડાણ ઘટયું છે, એવી એક સામાન્ય ફરિયાદ સર્વત્ર સાંભળવા મળે છે. એક ચિંતકે એ ફરિયાદને સુંદર શબ્દોમાં અભિવ્યક્ત કરી છે, ‘આજે આપણને પક્ષીની જેમ આકાશમાં ઊતાં શીખવવામાં આવે છે, માછલીની જેમ પાણીમાં તરતાં શીખવવામાં આવે છે પરંતુ દુઃખની વાત છે કે માણસની માફક આ પૃથ્વી પર કેમ રહેવું તે આપણને કોઈ જ શીખવતું નથી.' જેનાથી માણસ માણસ ન બને એ શિક્ષણને સાચું શિક્ષણ કહી શકાય નહીં. સર્વાગીણ વિકાસ એ જ શિક્ષણનું એક માત્ર બેય હોઈ શકે, એમાં બાળકના શારીરિક, માનસિક, બૌદ્ધિક તેમજ આધ્યાત્મિક વિકાસનો સમાવેશ થવો જોઈએ. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, જેના વડે ચારિત્રનું ઘાર થાય, મનની શાંતિ વધે, બુદ્ધિનો વિકાસ થાય અને વ્યકિત પોતાના પગ પર ઊભી રહી શકે તેનું નામ કેળવણી.” સંત તુકારામે કહ્યું છે, “સુંદર મી હોણાર.” શિક્ષણે પણ સૌનાં
Page #183
--------------------------------------------------------------------------
________________ 162 અમૃત મહોત્સવ સ્મૃતિ ગયા જીવનમાં સુંદર બનવાની તમન્ના જગાડવી જોઈએ. આજે માણસ ઘણું બધું બને છે પણ તે પોતાના જીવનની સુંદરતા ખોઈ બેસે છે. સો સો માળના મકાનો બાંધનાર નિપુણ ઈજનેર, પોતાની આસપાસના લોકો જોડે ભાવસંબંધો બાંધી શક્તો નથી. પોતાના અસીલની વાતને સમજી લઈને પોતાની વાકપટુતાથી ન્યાયાધીશને એ વાત સમજાવી શકતો કુશળ વકીલ પોતાની પત્નીની વાતો સમજવામાં કે પોતાની વાત એને સમજાવવામાં નિષ્ફળ નીવડે છે. (કદાચ ફી લીધા પછી જ કોઈની વાતને સમજવી, એવી એને ટેવ પડી ગઈ હોય છે!) અનેક લોકોના તનના રોગ મટાડનાર નિષ્ણાત ડૉક્ટર પોતે જ સંકુચિતતા, સંયમ, વહેમ વગેરે માનસિક રોગોથી પીડાતો હોય છે અને તેને લીધે પોતાની આસપાસનું વાતાવરણ કલુષિત કરી મૂકે છે. “નેચરોપથી', હાઈડોપથી', ‘હોમિયોપથી” કે “એલોપથીમાં જ રાચતા ડૉક્ટરોને કેટલીકવાર કોઈને માટેજ ‘સિમ્પથી' રહેતી નથી (All *pathies' are useless without sympathy) માણસ નવી નવી ઉપાધિઓ મેળવતો જાય છે અને ધીરે ધીરે માનવ મટતો જાય છે. માનવ, માનવ રહીને જ બધું બને એમાં જ તેના જીવનની સાર્થકતા છે. કવિ “મેઘબિંદુનો ભંગ માગવા જેવો છે, મારી પત્ની આઈ-સ્પેશ્યાલિસ્ટ છે, તેનું મને ગૌરવ છે. પરંતુ મારી આંખમાં આંસુ આવે છે, ત્યારે એ લૂછતી નથી પણ “પ્રિસ્ક્રિપ્શન' લખી આપે છે!' ભાવશૂન્યતાની વ્યથાને વર્ણવતાં ચંપકલાલ વ્યાસ લખે છે, પિતાની ઝૂંપડી મધ્યે પાંચ પુત્રો વસી શકે, પુત્રના પાંચ મહેલોમાં પિતા એક સમાય કે?' જ્ઞાનવર્ધનની જોડે જોડે ભાવસંવર્ધન પણ થવું જોઈએ. ભાવ એ જ માનવજીવનનો વૈભવ છે. ભાવમાં જ ભગવાન વસે છે. સરસ્વતીનો ઉપાસક ભોગોનો ગુલામ ન હોવો જોઈએ. બીજાની સંપત્તિ નિહાળીને તેના મનમાં અસ્વસ્થતા નિર્માણ ન થવી જોઈએ. તેણે નિષ્ઠાપૂર્વક પોતાની જ્ઞાનસાધના ચાલુ રાખવી જોઈએ. કાંચનમૂલ્યવાદી સમાજમાં સાચા વિદ્યોપાસકને પ્રેરણા આપે એવું એક સરસ સંસ્કૃત સુભાષિત છે.
Page #184
--------------------------------------------------------------------------
________________ તારનારી કેળવણી 163 “નિરક્ષરે વીશ્ય મહાધનત્વ, વિઘાનવદ્યા વિદુલા ન હેયા, રત્નાવતા કુલટા: સમીક્ષા કિમાર્યનાર્ય: કુલટા ભવન્તિ?” અર્થાત “મૂર્ખ માણસ પાસે ધનના મોટા ઢગલા જોઈને ડાહ્યા વિદ્વાન માણસે પ્રશંસા કરવા લાયક વિદ્યાનો ત્યાગ કરવો નહીં. કુલટાઓને રત્નોનાં ઘરેણાં પહેરેલી જોઈને શું આર્ય સ્ત્રીઓ કુલટા બનવાનું પસંદ કરે છે?' સાચા વિદ્વાનને કદી વિત્તની ઊણપ સાલતી નથી. મહર્ષિ વસિષ્ઠના જીવન-પુષ્પમાં અરુંધતી સુવાસ બનીને મહેકતી હતી. પતિના વિકાસને રૂંધે નહીં તે અરૂંધતી. સહધર્મચારિણી તરીકે પત્નીએ પણ પતિનાં જીવનમૂલ્યોને ટકાવવામાં સિંહફાળો આપવાનો હોય છે. એ રીતે વિચારીએ તો સ્ત્રી-શિક્ષણનું મૂલ્ય પણ આપણા ધ્યાનમાં આવે. પતિના જીવનને સ્નેહ, સદ્ભાવ અને સંસ્કારની સૌરભથી સભર બનાવે તે જ સાચી ભાર્યા. આવી સંતોષી અને સંસ્કારી સન્નારીનો પતિ પથભ્રષ્ટ શી રીતે થઈ શકે? સ્ત્રી જો જાગે તો ભ્રષ્ટાચાર દુમ દબાવીને ભાગે! મુક્તિદાત્રી વિદ્યા સૌથી પહેલાં તો માણસને ભયમુક્ત બનાવે છે. અભય” એ તો મા શારદા પાસેથી મળતું શ્રેષ્ઠ વરદાન છે. સરસ્વતીના મંદિરમાં સૌ નિર્ભયપણે વિચરતા હોય. આપણાં પ્રાચીન તપોવનોમાં વાઘ અને બકરી એક ઝરણા પર પાણી પીતાં, એવું વર્ણન વાંચવા મળે છે. વાઘના મનમાંથી પણ હિંસકવૃત્તિ દૂર થઈ જાય એટલો પ્રકૃષિના તપનો પ્રભાવ વાતાવરણમાં પ્રવર્તતો હતો. આવા તપસ્વાધ્યાય-નિરત ઋષિની સરખામણીમાં, પોતાના સ્વાર્થ કે “અહં'ને પોષવા માટે પોતાના અનુયાયીઓને ઉશ્કેરી, વાતાવરણને કલુષિત કરનારા ગુરુઓ કેટલા વામણા અને હાસ્યાસ્પદ લાગે છે? આવા કહેવાતા 'ગુરુ' પર, વાસ્તવમાં ‘લઘુ’ને ઉદેશીને, કવિ શ્રી બકુલ રાવલે લખ્યું છે, એક મજાનો માણસ આજે થઈ બેઠો છે તાડ, મારે ખેતર કોઈ ન આવે, થઈ બેઠો છે વાડ!' સાચા સારસ્વતને તો વિશ્વપરિવારમાં રસ હોય છે, સંકુચિત વાડામાં નહીં. વ્યાપકતામાં જીવન છે, સંકુચિતતામાં મૃત્યુ! મહર્ષિ કાશ્વના આશ્રમમાં ભણેલો એક છાત્ર રાજા દુષ્યતને હરણનો શિકાર કરતાં અટકાવે છે. તે કહે છે, “આ હરણ આશ્રમનું છે તેથી
Page #185
--------------------------------------------------------------------------
________________ 164 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ અવધ્ય છે. તમારા હાથમાં શસ આપવામાં આવ્યું છે તે પીડિતોના રક્ષણને માટે અને નહીં કે નિદોષને હણવાને માટે!' ચક્રવતી રાજાને પણ ખોટું કરતાં અટકાવી શકે એટલી હિંમત, મા સરસ્વતીનું ધાવણ પીધેલાં એ બાળકોમાં હતી. પરંતુ આજે તો સત્યના પક્ષે હિંમતથી ઊભા રહેવાને બદલે ‘કરતા પોમલા પંડિતો, વેવલા વિદૂષકો કે ભણેલા ભાટોને જોઈને મા સરસ્વતીનું મસ્તક પણ શરમથી ઝૂકી જતું હશે. | મુક્તિદાતા વિઘાના ખોળામાં બેઠેલો માનવ પોતાનો મુકો અભિપ્રાય વ્યક્ત કરવામાં સંકોચ કે ભય અનુભવે તો એને ભણેલો કેમ કહી શકાય? પોતાને કેળવાયેલા માનતા પ્રત્યેક માણસે આત્મનિરીક્ષણ કરવાનો આ કાળ છે. ‘ન્યાયનીતિના માર્ગે ચાલતાં મારો સ્વાર્થ જોખમાશે, ભોગો ક્ષીણ થશે, માન મરતબો ઘટશે” એવા બાલિશ ખ્યાલોથી માણસ સત્યપરામુખ બને છે. સરસ્વતીની કૃપાપ્રસાદ પામેલા માણસે આવા શુદ્ધ વિચારોમાંથી શીધ્રાતિશીઘ મુક્ત થવું જોઈએ. વિઘા જેમ માણસને ભયમુક્ત કરે છે તેમ તેને વિકારમુક્ત પણ બનાવે છે. વિકાર નિર્માણ થવાનો પ્રસંગ આવે છતાં જે વિકૃત બનતો નથી તે જ સાચો વિદ્વાન. વિદ્યા માનવને સંસ્કારે છે, સંસ્કૃત બનાવે છે. આવો સંસ્કૃત માનવ પછી વિકારોથી વિકૃત બનતો નથી. પરીને મા, પરદ્રવ્યને માટી અને પ્રાણીમાત્રને આત્મવત્ જોનારો માણસ જ કેળવાયેલો ગણાય. કોઈને હાથ આપીને ઉપર લેવો એ સંસ્કૃતિ અને કોઈનો પગ ખેંચીને તેને પાડી નાખવો એ વિકૃતિ. સાચો વિદ્વાન કદી પરહનનમાં રાચતો નથી. એકલવ્યનો અંગૂઠો માગી લેવાની વિકૃત મનોદશાથી પીડિત કોણ આજ સુધી એ વાત માટે કલંક્તિ રહ્યા છે. બીજાની લીટી ભૂંસવામાં નહીં, પોતાની લીટી લાંબી કરવામાં જ સાચા વિદ્વાનને રસ હોય છે. વિધ્વંસક વૃત્તિ માણસને એના પોતાના જ વિનાશ તરફ લઈ જાય છે જ્યારે સર્જનાત્મક વૃત્તિ અને રચનાત્મક પ્રવૃત્તિ માણસને ઉન્નતિના શિખરે પહોંચાડી દે છે. ભય અને વિકાસની જોડે જોડે વિદ્યા માનવને રોગમુક્ત પણ બનાવે છે. માણસને ગ્રસિત કરનારો સૌથી મોટો રોગ છે ચિંતા. ચિંતા માટે કહેવાયું છે કે, “ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ, ગુણ, જ્ઞાન, ચિંતા બડી અભાગિની, ચિંતા ચિતા સમાન !"
Page #186
--------------------------------------------------------------------------
________________ તારનારી કેળવણી 165 બિંદુરહિત ચિતા મડદાને બાળે છે જ્યારે બિંદુસહિતની ચિંતા તો જીવતા મનુષ્યને બાળે છે. ચિંતાગ્નિમાં બળતો માણસ રાતદિવસ પરેશાન રહે છે. તેની ઊંઘ હરામ થઈ જાય છે, ભૂખ મરી જાય છે, પરિણામે તે પોતાનું સ્વાસ્થ ગુમાવી બેસે છે. આવો અસ્વસ્થ માણસ આસપાસના સમાજને સ્વસ્થ કેમ રહેવા દે? વિદ્યામાં સમસ્યાઓને સુલઝાવવાની ક્ષમતા છે. જ્ઞાનપ્રકાશમાં જેની સમસ્યાઓ ઊકલી જાય છે તેવો માણસ નિશ્ચિત અને પરિણામે હળવો ફૂલ જેવો બની જાય છે. એ પોતે બોજાઓથી મુક્ત હોય છે અને એની હાજરીમાં અન્ય સૌ પણ હળવાશ અનુભવે છે. જેની હાજરીમાં સૌ મોકળાશ અનુભવે એ જ મહાપુરુષ. જરા હસતાં રમતાં જીવે, જગત બદલાઈ જશે, સિરે ભાર લઈ ફરશો તો જીવન કરમાઈ જશે!' બોજયુક્ત માણસ ડૂબી જાય છે! બોજામુક્ત હોય તે તરી જાય છે.તરનારો જ બીજાને તારી શકે. સાચી કેળવણી પામેલો માનવ તરણતારણની ક્રિયામાં કુશળ હોય છે અને આવા કૌશલ્યને જ ગીતાકાર યોગ'ની સંજ્ઞા આપે સવિઘાથી વિભૂષિત માનવ આ જગતમાં “જીવનમુક્ત રહીને વિચરે છે અને મુક્તિ તો એની સામે સદા હાથ જોડીને ઊભી રહે છે. પોતે તરીને અન્ય માટે તીર્થરૂપ બનેલા તીર્થકરો આપણને આવી તારનારી કેળવણી પ્રાપ્ત કરવા સક્ષમ બનાવે એ જ એમના ચરણોમાં પ્રાર્થના!
Page #187
--------------------------------------------------------------------------
________________ 166 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 21. શિક્ષણક્ષેત્રે સામાજિક સંસ્થાઓની ભૂમિકા - રમેશ બી. શાહ ગુજરાતમાં શિક્ષણના ક્ષેત્રે સામાજિક સામેલગીરી મુખ્યત્વે શિક્ષણના પ્રસાર પૂરતી સીમિત રહી છે. આઝાદી પહેલાં દેશના અંગ્રેજ શાસકોએ શિક્ષણના ક્ષેત્રે તેમની જવાબદારીને પ્રાથમિક શિક્ષણ પૂરતી મર્યાદિત રાખી હતી. તેથી માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ સ્થાપવાની અને અમુક અંશે નિભાવવાની કામગીરી કેળવણી મંડળોએ ઉપાડી લીધી હતી. ગુજરાતનાં કેટલાંક પ્રસિદ્ધ કેળવણી મંડળોને તેના ઉદાહરણરૂપે નોંધીએ. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, ચરોતર એજ્યુકેશન સોસાયટી, સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, અમદાવાદ એજ્યુકેશન સોસાયટી, વગેરે આ સદીના પૂર્વાર્ધમાં ગુજરાતમાં અસ્તિત્વમાં આવેલાં કેળવણી મંડળો છે, જેમણે ગુજરાતમાં માધ્યમિક તેમ જ ઉચ્ચ શિક્ષણના પ્રસારની પહેલ કરી. આઝાદી પછી એ પરંપરા મોટા પ્રમાણમાં ફાલીલી અને મોટા ગણી શકાય એવાં ગામોમાં કેળવણી ‘ઉત્તેજક મંડળો દ્વારા માધ્યમિક શાળાઓ સ્થપાઈ તથા જિલ્લા અને તાલુકાનાં મથકોમાં કૉલેજો સ્થપાઈ. આમ માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓનું માળખું ઊભું કરવાનું શ્રેય મહદંશે સામાજિક સંસ્થાઓની પહેલવૃત્તિને જાય છે. ગુજરાતમાં સામાજિક સંગઠનોએ બીજી દિશામાં પણ મહત્ત્વની કામગીરી બજાવી છે. સમાજની ઉજળિયાત ગણવામાં આવતી જ્ઞાતિઓએ તેમના બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે જ્ઞાતિમંડળો ર. આ મંડળો તેમની જ્ઞાતિ કે સંપ્રદાયના વિદ્યાર્થીઓને વિવિધ રીતે મદદ કરતાં થયાં. વિદ્યાર્થીઓને મફત પુસ્તકો પૂરાં પાડવાં, તેમને શિષ્યવૃત્તિઓ આપવી, ઉચ્ચ અને ખર્ચાળ
Page #188
--------------------------------------------------------------------------
________________ શિક્ષણક્ષેત્રે સામાજિક સંસ્થાઓની ભૂમિકા 167 શિક્ષણ માટે વ્યાજના નીચા દરે કે વ્યાજમુક્ત લોન આપવી, મોટાં શહેરોમાં ‘પોતાના” વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો બાંધવાં, વગેરે પગલાં દ્વારા આ જ્ઞાતિ મંડળોએ શિક્ષણના પ્રસારને પ્રોત્સાહન આપ્યું. અહીં એક પાયાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે : કઈ સમજથી પ્રેરાઈને સામાજિક સંગઠનોએ શિક્ષણના પ્રસારણનું કામ કર્યું છે? સામાજિક પહેલવૃત્તિ દ્વારા શિક્ષણના પ્રસારણ પાછળનાં ચાલક બળો કયાં છે? દેશના અને વ્યક્તિના વિકાસ માટે શિક્ષણ એક અત્યંત મહત્ત્વનું પરિબળ છે એમ સિંદ્ધાંતિક રીતે સ્વીકારવામાં આવે છે ખરું, પરંતુ વ્યવહારમાં તેનું અર્થઘટન ઘણું સંકુચિત રીતે કરવામાં આવ્યું છે. પોતાના વિસ્તારના, પોતાની જ્ઞાતિના કે પોતાના સંપ્રદાયના વિદ્યાર્થીઓને ભણવાની સગવડ મળી રહે અને તેનો પુરુષાર્થનું પ્રમુખ ચાલક બળ રહ્યું છે. શિક્ષણ વ્યકિતઓની વિભિન્ન શક્તિઓના વિકાસનું સાધન છે, અને વ્યક્તિઓની એ શક્તિઓની ખીલવાણી દ્વારા તે રાષ્ટ્રના વિકાસનું સાધન બને છે, એ મુદ્દો પ્રજાકીય પુરુષાર્થમાં ક્યાંય જોવા મળતો નથી. આ મુદ્દાને વધુ વિગતે ચર્ચાએ. શિક્ષાગની ઐહિકતા ઇંગ્લેન્ડ અને યુરોપના અન્ય દેશોને અનુસરીને ભારતમાં જે આધુનિક શિક્ષણપ્રથા અપનાવવામાં આવી છે તે ઐહિક (Secular) સ્વરૂપની છે. તેની ઐહિકતાને સમજવા માટે પશ્ચિમની યુનિવર્સિટી પરંપરાને સમજવી જોઈએ, કેમકે એ પરંપરામાં જ્ઞાનનું જે સર્જન થાય છે. તેનું જ વિતરણ શિક્ષણના નીચલા સ્તરે કરવામાં આવે છે. પશ્ચિમમાં યુનિવર્સિટીની એક પાયાની અને સહુથી અગત્યની કામગીરી જ્ઞાનના સર્જન અને શોધનની છે. તમામ પ્રકારની ભૌતિક અને માનવીય ઘટનાઓને સમજવાના પ્રયાસોમાંથી જ્ઞાનનું સર્જન થાય છે અને તેના શોધનની (જેને સંશોધન કહેવામાં આવે છે) પ્રક્રિયામાંથી એ જ્ઞાનનો વિસ્તાર થતો રહે છે. તેને અનુષંગે થતા અધ્યાપનકાર્ય દ્વારા એ જ્ઞાનનું સમાજમાં વિતરણ થતું રહે છે. પશ્ચિમના દેશોમાં આ પરંપરાના મૂળને સમજવાથી તેની આ કામગીરીનું મહત્ત્વ સમજાશે. દુન્યવી કે ઐહિક ઘટનાઓના જે ખુલાસા ધર્મગ્રંથોમાં આપવામાં આવ્યા હતા તેની સામેના અસંતોષથી પ્રેરાઈને આધુનિક
Page #189
--------------------------------------------------------------------------
________________ 168 અમૃત મહોત્સવ સ્મૃતિ રહે જ્ઞાનવિજ્ઞાનની વિવિધ શાખાઓ અસ્તિત્વમાં આવી. યુનિવર્સિટીઓનું કાર્ય ‘સત્યની શોધનું છે એ વિધાનને સમજવાનો આ સંદર્ભ છે. દુન્યવી ઘટનાઓના જે ખુલાસા ધર્મગ્રંથો અને ધર્માચાર્યો દ્વારા આપવામાં આવતા હતા તે જો અસત્ય માલુમ પડે તો તેનો અસ્વીકાર કરીને પોતાને જ સત્ય લાગે તે પ્રગટ કરવું એ યુનિવર્સિટીની એક પરંપરા બની. આ પરંપરાના એક બીજા પાસાને પાગ સમજી લેવું ઘટે. લૌકિક તેમ જ પારલૌકિક એમ બધા પ્રકારની ઘટનાઓ અંગેના સત્યનો ઈજારો પોતાની પાસે છે તેવા તત્કાલીન ધર્માચાર્યોના દાવા સામેના સંઘર્ષમાંથી આ પરંપરા અસ્તિત્વમાં આવી છે. સત્ય અંગે તે કોઈ ગ્રંથ કે વ્યક્તિના અધિકાર (authority) ને માન્ય રાખતી નથી. ધર્માચાર્યોના જ્ઞાનના ઇજારાની સામે શરૂ થયેલી આ પરંપરા એ પછી સમાજજીવનનાં અન્ય ક્ષેત્રોમાં પણ વિસ્તરી. એમાં પોતાને જે સત્ય લાગે તેને વ્યક્ત કરવાનું વાણી-સ્વાતંત્ર તેમ જ બૌદ્ધિક પ્રામાણિકતા અભિપ્રેત હતાં. આ પરંપરા દુન્યવી ઘટનાઓને સમજવાની જીવંત જિજ્ઞાસામાંથી ઊભી થઈ છે અને છેલ્લાં સો-સવાસો વર્ષોમાં તે ઘણા મોટા પ્રમાણમાં વિસ્તરી છે. દુન્યવી ઘટનાઓ અંગેના જ્ઞાનની શોધમાંથી આધુનિક ટૅકનોલોજીનો વિકાસ થયો. આ વિકાસથી જ માનવજાતની સ્થિતિમાં ઘણો મોટો સુધારો થયો છે. પશ્ચિમના દેશોમાં ગરીબી, અજ્ઞાન અને આયુષ્યને ટૂંકાવતા રોગચાળા નાબૂદ થયા તેમાં યુનિવર્સિટી દ્વારા પોષવામાં આવેલી આ સંશોધનવૃત્તિએ મહત્વનો ભાગ ભજવ્યો છે. સંશોધન એટલે ન જાણેલું જાણવું અને જાણેલું સુધારવું. આ પ્રકારની સંશોધનવૃત્તિથી મનુષ્યજાતની સ્થિતિ સુધરી છે કેમકે માણસ જે સ્થિતિમાં જીવે છે, જે રીતે જીવે છે અને જે રીતે પોતાનાં કાર્યો કરે છે તેમાં સુધારાને અવકાશ છે એ પાયાની શ્રદ્ધા પર આ સંશોધનવૃત્તિ ઉભેલી છે. આપણે આધુનિક શિક્ષણની આ ઐહિકતાનો મર્મ સમજ્યા નથી. તેથી માનવીય અને બિનમાનવીય કે ભૌતિક સ્વરૂપની ઐહિક ઘટનાઓને સમજવાના પ્રયાસોને (એટલે કે આધુનિક વિજ્ઞાનોને) આપણે ઉચિત મહત્ત્વ આપ્યું નથી. આપણી કોઈ સામાજિક સંસ્થાઓએ સંશોધનવૃત્તિનો પુરસ્કાર કરવાના ઉદ્દેશને નજર સમક્ષ રાખીને શિક્ષણને પ્રોત્સાહન આપ્યું નથી.
Page #190
--------------------------------------------------------------------------
________________ શિક્ષણક્ષેત્રે સામાજિક સંસ્થાઓની ભૂમિકા 169 અમેરિકા જેવા કેટલાક દેશોમાં સામાજિક સંસ્થાઓ અને ખાનગી ટ્રસ્ટી જે રીતે સંશોધનોને પ્રોત્સાહન આપે છે તેનાં થોડાં ઉદાહરણો નોંધીએ. - અમેરિકાના રૉકફેલર ફાઉન્ડેશને દુનિયાના ગરીબ દેશોની અનાજની તંગી નિવારવાના ઉદ્દેશથી સંકર બિયારણના સંશોધન માટે સહાય કરી હતી. બૂકિંગ ઈન્સ્ટિટ્યૂટે દુનિયાના અલ્પ-વિકસિત દેશો માટે અમેરિકાએ કેવી વેપારનીતિ અપનાવવી જોઈએ તે વિશે સંશોધન લેખ તૈયાર કરવા માટે ઈંગ્લેન્ડના એક અર્થશાસ્ત્રીને નોતર્યા હતા. અમેરિકાની યુનિવર્સિટીઓના નાણાકીય પ્રશ્નોની સમીક્ષા કરી તેના ઉપાયોની ચર્ચા કરવા માટે એક સંસ્થાએ એક અધ્યાપકને કેટલાક મહિનાઓ માટે રોકયા હતા. અમેરિકાના પ્રસિદ્ધ ફોર્ડ ફાઉન્ડેશને ભારતમાં અનેક શિક્ષણ સંસ્થાઓને વિશિષ્ટ હેતુઓ માટે ગ્રાન્ટ આપી હતી. ૧૯૬ભા અરસામાં ભારતની અન્ન સમસ્યાનો અભ્યાસ કરીને તેના ઉકેલના માર્ગો સૂચવવા માટે તેણે નિષ્ણાતોની એક સમિતિ ભારતમાં પોતાના ખર્ચે મોકલી હતી. દેશમાં 1966 પછી અનાજના ઉત્પાદનમાં ઝડપથી વધારો થયો તેમાં એ સમિતિએ સૂચવેલી બૂહરચનાએ મહત્ત્વનો ફાળો આપ્યો છે. સંશોધન દ્વારા માનવીને વધુ સારી સ્થિતિમાં મૂકતું ઐહિક શિક્ષણ એક વિધાયક માનવીય મૂલ્ય ધરાવે છે એ મુદ્દો આપણા ધ્યાનમાં આવ્યો નથી. ઉપર જે દાખલા આપ્યા છે તેમાં અમેરિકાનાં ફાઉન્ડેશનોની ત્રીજી દુનિયામાં વસતા ગરીબો માટેની નિસબતને જોઈ શકાય છે. એ જ રીતે સંશોધનને વરેલો અધ્યાપક સભાનપણે કદાચ માનવજાત પ્રત્યેની હમદર્દીધી પ્રેરાઈને સંશોધન નહિ કરતો હોય. તે જ્ઞાનને ખાતર જ સંશોધનકાર્યમાં ડૂબેલો રહેતો હોય કે પોતાની કારકિર્દી બનાવવા માટે જ સંશોધન કરતો હોય એવું બને, પરંતુ તેનાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, આજે નહિ તો કાલે, માનવીને વધુ સારી સ્થિતિમાં લઈ જઈ શકે એવું જ્ઞાન મેળવવામાં સહાય મળે છે. જેને આપણે નૈતિક કે ધાર્મિક મૂલ્યો કહીએ છીએ તેનો અંતિમ ઉદ્દેશ તો આખરે સર્વે સુખી થાય તે જ છે. આ ઐહિક પરંપરા આપણને પહોંચી નથી તેનાં બેત્રણ પરિણામો આપણી શિક્ષણપ્રથા અને શિક્ષણવિષયક વિચારણા માટે આપ્યાં છે. (1) જ્ઞાનની આપણી વિભાવના ઘાણી સંકુચિત રહી છે. આપણે બહુશ્રુતતાને જ વિદ્વત્તા સમજીએ છીએ. તેથી આપણે ત્યાં અધ્યાપકો સામેની
Page #191
--------------------------------------------------------------------------
________________ 170 અમૃત મહોત્સવ સ્મૃતિ રથ પ્રમુખ ટીકા એ છે કે તેઓ વાંચતા નથી, ટીકાનો મુદ્દો એ નથી કે તેઓ કોઈ સંશોધન કરતા નથી. (2) શિક્ષણ દ્વારા, ઉપર કહી છે તે અર્થમાં, સંશોધનવૃત્તિ કેળવવા પર આવશ્યક ભાર મૂકવાને બદલે ચારિત્ર ઘડતર, નૈતિક મૂલ્યો વગેરે પર સવિશેષ ભાર મૂકીએ છીએ. એ ઉદ્દેશો બિનઅગત્યને કે અપ્રસ્તુત છે, એમ હું સૂચવવા માંગતો નથી, પરંતુ એ ઉદેશો મહદંશે શિક્ષણની પહોંચ બહારના છે, તે મુદ્દો આપણને સમજાયો નથી. આના સમર્થનમાં આપણા એક પ્રખર ચિંતક સ્વ. મશરૂવાળાના વિચારોની નોંધ લેવા જેવી છે. ". જે ખરી કેળવણી છે, જેના પર મનુષ્યત્વના વિકાસનો આધાર છે, તે કેળવણી કૂવાના પથરા પર કાપા પાડવાની કળાના જેવી છે, એક દિવસમાં તમે લોઢાનો સળિયો લઈને ઘસ્યા કરો તો પણ એના ઉપર અસર નહિ થાય. છતાં, કાચી દોરડીના રોજના ઘસારાથી સુંદર લીસો ખાંચો પડી જશે. અબુદ્ધિના સંસ્કારોનો નાશ ગુણોના ઉત્કર્ષ દ્વારા જ થઈ શકે અને એ કોઈ ભારેમાં ભારે વિદ્વાન, કે મહાન વક્તા, કે અત્યંત ગીચ સમયપત્રકની ગોઠવણીથી થતો નથી.... મનુષત્વનો વિકાસ કરવાની જાહેર શાળાઓ સ્થાપી શકાય કે કેમ તે શંકાસ્પદ છે.” (3) જ્ઞાનની આપણી એકાંગી અને અપ્રસ્તુત વિભાવનાએ સંશોધનવૃત્તિને પ્રોત્સાહન આપ્યું નથી, એટલું જ નહિ, એ માટેની કોઈ ભૂમિકા પણ સરજી નથી. આપણે ત્યાં કૉલેજો સ્થાપતાં અને ચલાવતાં કેળવણી મંડળોએ પહેલેથી જ સંશોધન પરત્વે ઉપેક્ષા સેવને કૉલેજોમાં સંશોધનો માટેની કોઈ સવલતો સરજી નથી. સમાજે અધ્યાપકો પાસેથી સંશોધનની અપેક્ષા જ ન રાખી હોવાથી કૉલેજમાં એ માટે કોઈ સવલતો આપવામાં આવતી જ નથી. તેથી અધ્યાપકોને પણ સંશોધનકાર્ય ટાળવા માટે એક પ્રબળ કારણ મળી ગયું છે. તેઓ હમેશાં એવી દલીલ કરી શકે છે કે અમને સંશોધન માટે ક્યાં કોઈ સવલત આપવામાં આવે છે? ભારતમાં સખાવતો કરતાં ઘણાં ટ્રસ્ટો છે, ઘણા શ્રીમંતો વ્યક્તિગત રીતે મોટી રકમનાં દાન કરતા રહે છે પરંતુ આપણે ત્યાં અપાતાં દાનના બે ચાલક બળો છે : દયાભાવ અને ધાર્મિક વૃત્તિ. કુદરતી કે માનવસર્જિત
Page #192
--------------------------------------------------------------------------
________________ શિક્ષણક્ષેત્રે સામાજિક સંસ્થાઓની ભૂમિકા 171 આપત્તિમાં આવી પડેલી વ્યક્તિઓને દયાભાવથી પ્રેરાઈને સહાય કરવા દોડી જનારાં સંગઠનો અને વ્યક્તિઓનો તોટો નથી. એ જ રીતે ધાર્મિક વૃત્તિથી ધર્મસ્થાનો અને ધર્મશાળાઓ બાંધવા અને નિભાવવા માટે દાતાઓ સરળતાથી મળી રહે છે. પરંતુ કાયમી ધોરણે ભૂખમરાનો અને રોગચાળાનો ભોગ થઈ પડેલી વ્યકિતઓને તેમાંથી બહાર લાવવા માટેના લાંબા ગાળાના ઉપાયો માટે પ્રયાસો કરી છૂટવાનું આપણને સૂઝતું નથી. સમાજની કોઈ એક સમસ્યા હાથ ધરીને તેના ઉકેલ માટે મથનારાં સંગઠનો અને વ્યક્તિઓ જૂજ છે. આ મુદ્દાની ચર્ચા હું શિક્ષણના સંદર્ભમાં કરીશ. - શિક્ષણને સામાજિક રીતે વધુ ફળદાયી બનાવવા માટે સામાજિક સંગઠનો અને દાતાઓ માટે અનેક ક્ષેત્રો પડેલાં છે. પૂ. મોટા પ્રેરિત હરિ છે આશ્રમે એ દિશામાં અનુકરણીય પહેલ કરી હતી. જ્ઞાનગંગોત્રી જેવી ગ્રંથમાળાઓ તૈયાર કરવા માટે તેમણે દાનો આપ્યાં, સંશોધનોને પ્રોત્સાહન આપવા માટે પુરસ્કારોની યોજના કરી અને પ્રાથમિક શાળાઓના ઓરડાઓ બાંધવા માટે દાનો આપ્યાં. પરંતુ એ દિશામાં ગુજરાતની અન્ય સંસ્થાઓ આગળ આવી નહિ, તેથી પૂ. મોટાએ દાખવેલી અનુકરણીય પહેલવૃત્તિ અપેક્ષિત પરિણામો આપી શકી નહિ. પરંતુ આનો અર્થ એવો નથી કે તેમણે ચીંધેલી દિશા ખોટી હતી. જૂજ અપવાદોને બાદ કરતાં ગુજરાતમાં સામાજિક પુરુષાર્થ એ દિશામાં આગળ વધ્યો નહિ તેનાં બે કારણો છે. એક, અન્ય ક્ષેત્રોમાં બન્યું છે તેમ શિક્ષણની બાબતમાં પણ વિકાસની સઘળી જવાબદારી રાજ્યને માથે નાખીને સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ નિષ્ક્રિય બની ગઈ છે. પરંતુ સમાજની વિવિધ સમસ્યાઓને ઉકેલવાની રાજ્યની મર્યાદાઓ છેલ્લા ચાર દસકા દરમ્યાન સારી પેઠે ઉપસી આવી છે. રાજ્ય એક શક્તિશાળી સંસ્થા છે, પરંતુ સર્વશક્તિમાન નથી એ સ્વયંસ્પષ્ટ મુદો અનુભવ કરીને સમજાયો છે. તેથી સામાજિક સંસ્થાઓ માટે ઉપક્રમશીલતા દાખવીને કામગીરી કરવા માટે મોટું ક્ષેત્ર બાકી રહે છે. બીજું, શિક્ષણ સંસ્થાના સંચાલકો પોતે નિષ્ક્રિય જ રહ્યા છે. સંચાલકોમાં કેળવણી મંડળોના હોદેદારો તેમ જ શિક્ષણ સંસ્થાઓના હાકેમો (કુલપતિઓ અને આચાય) નો સમાવેશ થાય છે. તેમણે પોતાની સંસ્થાઓમાં વિશિષ્ટ અને નવી પ્રવૃત્તિઓ હાથ ધરીને તેમાં સમાજને સામેલ કરવાની કોઈ ઉપક્રમશીલતા
Page #193
--------------------------------------------------------------------------
________________ 172 અમૃત મહોત્સવ સ્મૃતિ રે દાખવી નથી. જ્યાં આવી ઉપક્રમશીલતા દાખવીને સમાજ પાસેથી સહાય મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે ત્યાં સમાજ પાસેથી નાણાંકીય સહાય મળ્યાનાં કેટલાંક ઉદાહરણો આપણી પાસે છે. ગુજરાતીમાં વિશ્વકોશ જેવી મહત્ત્વાકાંક્ષી યોજના માટે દાતાઓ મળ્યા છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ તેનું બુલેટિન ઉદીચ' શરૂ કર્યું અને તેના માટે સહાય માંગી તો નાની રકમની સહાય આપનારાઓ તેના લગભગ પ્રોક અંક માટે મળી રહે છે. ટૂંકમાં મુદ્દો એ છે કે શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટેના યોજકો મળી રહે તો નાણાં ઊભાં કરવાનું મુશ્કેલ નથી, એમ ગુજરાતનો અનુભવ સૂચવી જાય છે. શિક્ષણની ગુણવત્તા સુધારવી હશે તો શિક્ષણ સંસ્થાઓમાં અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવી પડશે. કોઈ શિક્ષણપંચની ભલામણોનો અમલ કરીને રાજા તેની નીતિ દ્વારા શિક્ષણની કાયાપલટ કરી નાખશે એવી અપેક્ષા રાખવાની નથી, એવો આપણો અનુભવ છે. શિક્ષણક્ષેત્રે સામાજિક સંસ્થાઓની વિધાયક સામેલગીરી બે રીતે હાંસલ કરી શકાય : સામાજિક સંસ્થાઓ પોતે શિક્ષણપોષક પ્રવૃત્તિઓ વિચારે અને તેના અમલ માટે શિક્ષકો અને શિક્ષણ સંસ્થાઓને નાણાકીય સહાય આપીને તે પ્રવૃત્તિઓ હાથ ધરવા પ્રેરે. આમાં ચોક્કસ સામાજિક સમસ્યાના ઉકેલ માટે સંશોધકોને પ્રેરવાનો પણ સમાવેશ થઈ જાય છે. બીજે છેડેથી શિક્ષણ સંસ્થાઓના સંચાલકો પોતે વિવિધ પ્રોજેક્ટ તૈયાર કરે અને એ માટે ટ્રસ્ટો તથા દાતાઓનો સંપર્ક સાધે. આ રીતે જો શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરાવવા સિવાયની પ્રવૃત્તિઓ પણ નિયમિત રીતે ચાલતી થશે તો જેને અહીં વ્યાપક અર્થમાં સંશોધનો કહ્યાં છે તેનું મૂલ્ય પ્રસ્થાપિત થશે. શિક્ષણ સંસ્થાઓને સંશોધનાભિમુખ કરવા માટે સામાજિક સંસ્થાઓએ સક્રિય ભૂમિકા ભજવવાની છે. ***
Page #194
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 173 22. આજનું શિક્ષણ એ પ્રજાસત્તાક રાજ્યનો અનર્થ છે - આર. એસ. ત્રિવેદી જો સંજોગો જ માણસને ઘડે છે એમ કહેવાય તો પછી સમાજમાં વ્યવહાર કરતા આ માણસની પ્રકૃતિ પણ વાસ્તવમાં સમાજ જ ઘડે છે એમ કહી શકાય. સામાજિક સંદર્ભે માણસની પ્રકૃતિ એવી રીતે ઘડાય છે જેમાં માણસ પોતાની તર્કશક્તિને બદલે સામાજિક વ્યવહારના દલાવને વશ થઈ તેની સમગ્રવૃત્તિનું એક પ્રકારનું સામાજિક માનસ ઘડે છે. આ ઘડતર મહદ્ અંશે એક પ્રકારની ભ્રમણાની જાળમાં પરિણમે છે. સ્વાતંત્ર્યોત્તર સમયગાળામાં એક પ્રકારનો વિરોધાભાસી સૂત્રોનું સર્જન થયું છે. આ સૂત્રો પણ એક પ્રકારનો વિરોધાભાસ દર્શાવે છે અને આ પ્રકારના વિરોધાભાસી મંતવ્યોના ઓઠા નીચે દરેક ક્ષેત્રના નેતાઓ એક પ્રકારની ભ્રમજાળ ઊંચી કરી રહ્યા છે. આમ તો બધારણીય દષ્ટિએ ભારત એક પ્રજા સત્તાક રાજા છે. આ સંદર્ભે રાજકીય લોકશાહી, નાગરિક્ત અને સમાનતા જો કે સમાનતા નૈતિક સ્તરે જ છે.) જેવાં મૂલ્યો પ્રજાને મળ્યાં છે. રાજકીય નેતાગીરી બંધારણીય આદર્શન પ્રાપ્ત કરવા વ્યાયામ કરી રહી છે પરંતું આશ્ચર્યની વાત તો એ છે કે આ વ્યાયામની તીવ્રતા સાધે આ બધા જ આદર્શો એક યા બીજા પ્રકારે સૂત્રોની કક્ષાએ જ રહ્યા છે. લોકશાહીનું ઝરણું સામાજિક સ્તરે શરૂ પણ નથી થયું. કેવળ ચૂંટણી સમયે વ્યક્તિ મતદાન કરે છે એટલે લોકશાહીનો અમલ થયો છે એમ કહી શકાય નહિ. સામાજિક સ્તરે પ્રત્યેક સામાજિક સંસ્થામાં લોકાડીનો પ્રાણ ધબકતો નથી. શિક્ષણ સંસ્થામાં લોકશાહીનો ધબકાર જ્યાં અનુભવાય
Page #195
--------------------------------------------------------------------------
________________ 174 દ.. આજનું શિક્ષણ એ પ્રજાસત્તાક રાજ્યો અનર્થ છે ત્યા પણ એજ બ્યુરોકસી (અમલદારશાહી) અને સંસ્થાનવાદી મનોવૃત્તિના દર્શન થાય છે. પ્રજાસત્તાક રાજ્યની પ્રજાને લોકશાહી માટે તૈયાર કરવાની, ક્ષમતા શિક્ષણ સંસ્થાઓમાં રહી નથી કારણ શિક્ષણ-સંસ્થાઓ આજે પણ સંસ્થાનવાદી માનસથી પીડાય છે. કરુણતા એ છે કે પીડનની અનુભૂતિ પણ નથી. જ્ઞાતિ અને વર્ગથી સ્તરીકરણ પામેલ સમાજમાં સમાનતાનો આદર્શ હજી પણ કેવળ નૈતિક કક્ષાએ જ રહ્યો છે. આ આદર્શનો અમલ શિક્ષણ સંસ્થામાં પણ અમલી થયો હોય એમ લાગતું નથી. સામાજિક સંસ્થા તરીકે શિક્ષણે હજી સુધી કાઠું કાઢયું નથી. આ શિક્ષણને સંસ્થાનવાદી નોકરશાહીની રહેમનજર નીચે ગુણવત્તાના નામે કેન્દ્રિત કર્યું છે. અગાઉની માફક શિક્ષણ એ અમુક વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે એટલું જ નહીં પણ હજી પણ વ્યક્તિમાં સામાજિકતા જન્માવવાને બદલે સ્તરીકરણવાળા સમાજની પ્રતિષ્ઠાને પોષતું જ રહ્યું છે. સામાજિક સ્તરીકરણ અને વેતન સ્તરની અનેકગણી ભિન્નતાને લીધે શિક્ષણ એ ઉપલા વર્ગને અનુકૂળ થાય તેવા માનવબળની પસંદગીનું જ માત્ર સાધન રહ્યું છે. કોઈપણ પ્રથા (સિસ્ટમ) અને ખાસ કરીને શિક્ષણપ્રથા એ સૂન્યાવકાશમાં કાર્યાન્વિત બનતી નથી. પરંતુ જે તે સમાજ અને રાષ્ટ્રના રાજકીય, સામાજિક અને આર્થિક ઢાંચા સાથે શિક્ષણ પણ સંકળાયેલું છે. ભારતમાં શિક્ષણપ્રથાની યોગ્યતા - અયોગ્યતા વિશે વિચારવું હોય તો તેને સમગ્ર વ્યવહારના સંદર્ભે જોવી જરૂરી છે. શિક્ષણ જે માહોલમાં પાંગર્યું છે તે શિક્ષણ પ્રસારની દષ્ટિએ જ પાંગર્યું હોય તો તે શિક્ષણ નથી. પ્રસરણ એ તો સોજો છે અને સાંજે એ સ્વાધ્ય ન કહેવાય. આ પ્રથાએ વિરોધાભાસી વ્યવહારને જન્મ આપ્યો છે. ભિન્ન પ્રકારની શાળાઓ અને કોલેજો આજે સમાજમાં અસ્તિત્વ ધરાવે. છે. હવે તો કૅપિટેશન પર નભનારી સંસ્થાઓ પણ જરા જુદા સ્વરૂપે પાછી જન્મશે. આ પ્રકારના વ્યવહારથી સમાજમાં જે વર્ગ કાયમ રિબાતો આવ્યો છે એ વર્ગને આ વ્યવહાર વિશેષ પીડાકારી નીવડ્યો છે. આની નોંધ લેવાની પણ દરકાર કર્યા વિના ‘સમાનતા'નું સૂત્ર આપણે ગજવતા રહીએ છીએ. જે કઈ પ્રગતિ થઈ છે તો તે પ્રગતિનો લાભ કોને થયો છે તે તપાસવું જરૂરી છે. આ લાભ ઉપલા વર્ગને એટલે બ્યુરોકેટ, પ્રૉકેશનલ, વ્યાપારીવર્ગ અને જમીનદારોને મળ્યો છે. સમાજના કહેવાતા ઉજળિયાત વર્ગને જ પ્રવર્તમાન શિક્ષાગનો બહુધા લાભ મળ્યો છે.
Page #196
--------------------------------------------------------------------------
________________ 175 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ શિક્ષણ સંસ્થાની એકદર આકૃતિ પ્રવર્તમાન સામાજિક-આર્થિક અને રાજકીય પ્રવાહને સુસંગત જ છે અને જીવનનાં મૂળભૂત મૂલ્યોને આ પ્રવાહ ક્યારેય સપર્શી શક્યો નથી. સમાનતા અને સમાન તકની વાત કેવળ તાત્વિક સ્તરે જ રહી છે. શિક્ષણની કરુણતા એ છે કે અસમાન અને સમાનને એક સરખી રીતે સારવાર અપાય છે. ખરેખર તો બધા જ નૈતિક પ્રથો જેવા કે ગરીબાઈ, બેકારી, ગુન્હાહિત માનસ યા પ્રમાદી માનસ આ બધું જ સમાજની સમગ્ર વ્યવસ્થા અને એ વ્યવસ્થામાં રહેલ આંતર વ્યવહાર પર જ આધારિત છે. આ સંદર્ભમાં જેને આપણે નીતિ કહીએ છીએ એ કેવળ સામાજિક ઘટના છે. શિક્ષણ બ્રિટીશ કાળથી સમાજ અને તેનાં સંસ્કારી મૂલ્યોથી વંચિત રહ્યું છે. તાટસ્થ વૃત્તિથી શિક્ષણ વ્યવહાર આજ સુધી ચાલુ રહ્યો છે. આ વ્યવહાર સંસ્થાનવાદીની દેણ છે. શિક્ષણ પરીધમાં સામાન્ય માણસ હજી સુધી પ્રવેશી શક્યો નથી કારણ સામાન્ય માણસને સ્પર્શતા શિક્ષણ વ્યવહારની કલ્પના સરખી પણ નથી થઈ. મહાત્મા ગાંધીએ સંસ્થાનવાદી શિક્ષણ પ્રથા સામે આક્રોશ ઠાલવી સામાન્ય માણસના ધંદા-ઓજાર અને વ્યવહારને શિક્ષણ પદ્ધતિમાં સમાવિષ્ટ કરવાનો આગ્રહ સેવ્યો. જો કે આ આગ્રહને કેવળ સંપ્રદાયમાં ફેરવી નાખવામાં આવ્યો છે. આથી સામાન્ય માણસનો વ્યવહાર અને જનજીવન શિક્ષણથી સાવ વેગળું રહ્યું. આવા વ્યવહારે લોકશાહી પ્રજાસત્તાકમાં કેટલાય વિરોધાભાસો પેદા કર્યા; જેમ કે લોકશાહી અને અહોભાવયુક્ત અધિકાર, ટોળાશાહીનો આદર અને વ્યક્તિનો અનાદર, વૈરાગ્યવૃત્તિ અને ગ્રાહકવૃત્તિ, ઉપલાવર્ગની સાહસિકતા અને જે લોકોને બે ટંક ખાવાના સાંસા છે એવા લોકો માટે બિન ઉત્તેજનાત્મક માહોલ. હાલની શિક્ષણપ્રથા બ્રોક્રિટસના હોદ્દા ધરાવનારી પ્રથા છે અને એ આપણા જ્ઞાતિ અને વર્ગ આવરિત તરિકરણવાળી સમાજ વ્યવસ્થામાં ઠીક ઠીક બંધ બેસતી આવી ગઈ છે. આથી આ શિક્ષણપ્રધા એ જ્ઞાતિ અને વર્ગના પ્રતિનિધિત્વવાળી પ્રથા બની રહી છે. આ પ્રકારના માહોલમાં વ્યાવસાયિક હોદાપ્રાપ્તિ માટેનું શિક્ષણ એ એક માત્ર સાધન બની રહ્યું. હોદ્ધ ધરાવતા સામાજિક સંસ્કારમાં શિક્ષણ એક સહભાગી સંસ્થા બની. આમ થવાથી અસમાનતા એ શિક્ષણ સંસ્થાના મૂળમાં છે અને આથી જ બંધારણીય સમાનતાના આદર્શ સાથે વિરોધાભાસી વ્યવહાર સૂચવે છે. શૈક્ષણિક અસમાનતા એ સામાજિક સ્તરીકરણનું પ્રતિબિંબ છે. ઉત્પાદન
Page #197
--------------------------------------------------------------------------
________________ 176 આજનું શિક્ષણ એ પ્રજાસત્તાક રાજ્યો અનર્થ છે પ્રક્રિયાના વિવિધ તબક્કા પર પણ આ સ્તરીકરણની અસર પડી છે. જેને એક પ્રકારનું વર્ક કલ્ચર' કહીએ તેના પર પણ સામાજિક સ્તરીકરણના આંતર-વ્યવહારની છાયા પડ્યા વિના રહેતી નથી. આ પ્રકારની સાંસ્કારિક છાપની અસર નીચે ઉછરતા યુવાનો પણ આ સ્તરીકરણના સંસ્કારને જ સ્વીકારે છે અને એમની વૃત્તિ અને વલણ પણ આ રીતે જ ઘડાય છે. આથી સ્તરીકરણની છાપવાળી શિક્ષણપ્રથાએ વર્ક કલ્ચરની અવગણના કરી છે અને આ વ્યવસ્થામાંથી ઉત્તીર્ણ થતા વિદ્યાર્થીઓ પણ વર્ક કલ્ચરની ઉપેક્ષા કરતા જ રહ્યા છે. શિક્ષણની નવી નીતિએ સામાજિક અને રાજકીય સંસ્થાની કરવટ બદલવાની વાત પર ભાર મૂક્યો છે. આઠમી પંચવર્ષીય યોજના તો સામાજિક પરિવર્તન (Social Transformation) પર ભાર મૂકે છે. પણ સામાજિક પરિવર્તન એ સામાજિક પરિપ્રેક્ષ્યમાં જ થઈ શકે. સામાજિક પરિપ્રેક્ષ્યમાં સામાન્ય માણસના વર્તન, વૃત્તિ, ટેવ વગેરેમાં પરિવર્તન લાવવું જરૂરી છે. આમ કરવામાં શિક્ષણ કાર્યરત થવું જોઈએ. મધ્યમ અને ઉપલા વર્ગને અનુકુળ થતા શિક્ષણ માળખામાં ફેરફારની જરૂર છે. હાલના વ્યવસાયલક્ષી અભ્યાસક્રમમાં પણ એ જ ઉજળિયાત વર્ગની છાપ ઉપસતતી રહી છે. આથી વ્યવસાથલણી પ્રવાહની ઉપયોગીતા જણાતી નથી. જે લિબરલ એજ્યુકેશનમાં ફાવી શકે નહીં તેવા ‘પ આઉટ' મનોવૃત્તિવાળા વ્યવસાયી અભ્યાસક્રમમાં જોડાય તેવી જે સમજ હાલ પ્રવર્તે છે તે જૂના વલણોના વળગણની સાક્ષી પૂરે છે. વિઘાથીઓ માટે કામ અને અભ્યાસ આ બંને જુદા નથી. શાળાએ આ બંનેના જુદા વ્યવહાર દર્શાવ્યા છે. જે કામ કરે તે શાળામાં ન જઈ શકે અને જે શાળામાં જાય છે તેને કામ કરવાનું રહેતું નથી. જીવન વ્યવહારનો આ એક મોટો બાઘાત આજ સુધી શિક્ષણ સંસ્થાએ પોણો નવા સમાજમાં નિમ્ન સ્તરના તેમજ આદિવાસી સમાજ માટે શિક્ષણની શી ભૂમિકા છે એ નકકી કરવાનો સમય પાકી ગયો છે. સામાજિક અને . આર્થિક સમાનતા ઉપરાંતત ભૌગોલિક સમાનતાનો પણ શિક્ષણ વ્યવસ્થાએ વિચાર કરવો પડશે. જે વસતી સ્થળાંતર કરી શકતી નથી એ વસતીને શિક્ષણ સંસ્થાનો લાભ શી રીતે આપી શકાય? આ વસતીને એમના મૂળ સંસ્કારમાંથી ઉખેડી નાખ્યા સિવાય ક્રમે ક્રમે આધુનિક પરિવર્તનના પ્રવાહમાં શી રીતે લાવી શકાય? એવા કાર્યક્રમ વિષે શિક્ષણ સંસ્થા સિવાય અન્ય
Page #198
--------------------------------------------------------------------------
________________ 177 સંસ્થા કદાપિ વિચારી શકે નહિ. લોકશાહી પ્રજાસત્તાક રાજ્યમાં શિક્ષણની આ સર્વગ્રાહી જવાબદારી છે. જ્ઞાતિ, વર્ગ, ભાષા અને સામાજિક-આર્થિક સ્તરની ઉપરવટ જઈને સમાજ અને રાષ્ટ્રના નાગરિક તરીકેની અસ્મિતા જાગૃત કરવાનું કાર્ય નવી શિક્ષણપ્રથાનું છે. આમ થાય તો જ લોકશાહી પ્રજાસત્તાક રાજાની શિક્ષણ સંસ્થા સાર્થક બની શકે. અત્યારે આ કાર્ય અર્થહીન લાગે છે. શિક્ષણ એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્યના એક મોટા અનર્થ તરીકે ઉપસ્યું છે. નવી શિક્ષણનીતિએ પીડિત સમાજના નવા શિક્ષણાત્રની ગીતા શરૂ કરવી જરૂરી છે. હાલની શિક્ષણપ્રથાને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર મોટી સહાય આપી રહ્યું છે. આમ છતાંય શિક્ષણના સામાજિક વળતર કરતાં ખાનગી વૈયક્તિક વળતરનું પ્રમાણ મોટું છે. અસમાનતાનું મૂળ શોધવાની જરૂરત આ પ્રકારના વળતરને સુધારવાની છે. આજે 20 ટકા શહેરવાસીઓ 80 ટકા સામાજિક લાભો પ્રાપ્ત કરે છે. પ્રતિવર્ષ આશરે તેર હજાર જેટલા તબીબો તૈયાર થાય છે અને તેનો લાભ કેવળ 20 ટકાની વસતીને જ મળે છે. આરોગ્યના બજેટના 80 ટકા કેવળ 20 ટકાની શહેરી ઉપલા વર્ગની વસતીને ફાળે જાય છે. સમાનતાના સૂત્રની સાથે આ પરિસ્થિતિએ એક પ્રકારનો વિરોધાભાસ સર્જ્યો છે. લોકોને શિક્ષણ સંસ્થામાં અને શિક્ષણ દ્વારા સૂત્રાત્મક રીતે વારંવાર મુખપાઠ કરતાં મૂલ્યોમાં વિશ્વાસ રહ્યો નથી. - સાર્વત્રિક ફરજીઆત પ્રાથમિક શિક્ષણ પણ વર્ષો થયાં એક સંકલ્પના જ રહી છે. આ પણ ઘણાં સૂત્રોમાંનું એક સૂત્ર રહ્યું છે. કારણ ગરીબાઈ હજી પણ શિક્ષણ માટે એક વિદનદોટ છે. નવા પ્રજાસત્તાક રાજ્યની લોકશાહીને અનુરૂપ શિક્ષણ વ્યવસ્થાની મુન:રચના એવી રીતે કરવાની છે કે જેમાં સમાજ અને રાષ્ટ્રમાં નૈતિક ભિન્નતા તેમજ વૈયક્તિક અધિકારો જે અસમાનતાના કદમાં જ વૃદ્ધિ કરે છે તેને પ્રાંરભમાં જ ડામવાની જરૂર રહે. રાષ્ટ્રીય જરૂરત અને ઇચ્છિત એવી ઉત્પાદકતામાં સહાયરૂપ બને એવા શૈક્ષણિક માળખાની પુનઃરચના કરવાની હવે જરૂર છે. કાર્યપદ્ધતિ અને વ્યવહાર પરના નોકરશાહીના અંકુશો દૂર કરી એક નવી ભૂમિકા પર શિક્ષણને મૂકવાની જરૂર છે. અત્યારની શિક્ષણ વ્યવસ્થા આજની લોકશાહીનો એક મોટો અનર્થ છે.
Page #199
--------------------------------------------------------------------------
________________ 178 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 23. શિક્ષણ અને નૈતિકતા - શેખરચંદ્ર જૈન આજના યુગમાં ધર્મના સિદ્ધાંતોના પરિપ્રેક્ષ્યમાં શિક્ષણનું મૂલ્યાંકન કરવું તે વિભિન્ન દિશામાં ચાલીને લક્ષ્ય સુધી પહોંચવાની નિરર્થક કલ્પના જ લાગે છે. એનું મૂળ કારણ છે શિક્ષણમાંથી ધર્મની થયેલી વિદાય. આજે શિક્ષણ અક્ષરજ્ઞાનના પર્યાયવાચી કે ધનસંચયના માધ્યમના પર્યાયવાચી રૂપેજ દેખાય છે. શિક્ષણનું હાર્દ લોપાઈ ગયેલ છે. માટે આજે ધર્મ કે નૈતિકતા શિક્ષણમાં હોવી જોઈએ તેવી વાતો થાય છે અને અનુભવાય છે કે આજનું શિક્ષણ પ્રાણ વગરના દેહ જેવી સ્થિતિમાં છે. તેમાં મસ્તિષ્કનો વ્યાયામ છે પણ હૃદયની કોમળતા નથી. ચંદ્ર સુધી પહોંચવાની ટેકનીક છે પણ પાડોશીના અંતર સુધી પહોંચવાની દષ્ટિ નથી - ભાવના નથી. - પ્રાચીનકાળમાં શિક્ષણ એ પરિમાર્જન માટેનું સાધન ગણાતું. શિક્ષણ એ સાહિત્યનું જ અંગ હતું. સાહિત્યની પરિભાષામાં શિક્ષણની પરિભાષા સમાયેલી હતી. હિતેન સહિત” તે સાહિત્ય અને શિક્ષણની મૂળ ભાવના હતી. વ્યક્તિત્વને પ્રકાશનારી, અંધકારને દૂર કરનારી શક્તિ રૂપે શિક્ષણની મહત્તા માણસને માણસ બનાવવાની કળા શીખવે તે શિક્ષણ. દયા, ક્ષમા, કરુણા, મૈત્રી, પ્રમોદ, સહિષ્ણુતાના ગુણોના વિકાસમાં ફાળો આપે તે શિક્ષણ અને તે જ સાહિત્ય. મમ્મટ જેવા આચાર્યે સાહિત્ય અર્થાત્ કાવ્યના પ્રયોજનમાં યશ અને અર્થની સાથે શિવેતરથી રક્ષા કરનારું તત્ત્વ માન્યું છે. શિક્ષણના પર્યાયવાચી તરીકે સંસ્કારને મૂકી શકાય. સમાજ-રચના થયા પછી માણસે અનુભવ્યું હશે કે સમાજમાં વ્યવસ્થા, પરસ્પર સહકાર વગેરે અને સ્વતંત્રતાથી જીવવા માટે કેટલાક નિયમો જરૂરી છે એટલે તેણે કેટલાક
Page #200
--------------------------------------------------------------------------
________________ શિક્ષણ અને નૈતિકતા 179 સિદ્ધાંતો આ. સમાજના લોકો તેને સ્વીકારે, માને, તે માટે તે નિયમો ધર્મના સિદ્ધાંત તરીકે પ્રતિપાદિત થયા. અને હકીકતે ધર્મના સમસ્ત સિદ્ધાંતો ભલે તેના સ્વર મુક્તિ માટે હોય પણ મૂળરૂપે તો તેમાં માનવને માનવ તરીકે જીવન જીવવાની કળા શીખવવાના છે. જો ધાર્મિક ક્રિયાકાંડ, માન્યતા વગેરેને આપણે ધર્મના ચશમાને બદલે સામાજિક વ્યવસ્થાના નિયમોના ચશ્માથી જોઈશું તો સ્પષ્ટ થશે કે તે સમસ્ત નિયમો વાસ્તવમાં વ્યવસ્થિત રીતે જીવન જીવવાની કળા જ શીખવે છે. માનવ-માનવ વચ્ચે પ્રેમ વધે, મૈત્રી પુષ્ટ થાય, શક્તિશાળી-કમજોર વચ્ચે ઘર્ષણ ના થાય, તે અંગે માર્ગદર્શન આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો જે વસ્તુ મારા માટે ઉપયોગી કે બિનઉપયોગી છે લાભકર કે કણકર છે, તે વસ્તુ બીજાને માટે પણ તેવી છે આ ભાવના આ ધર્મના શિક્ષણથી જ પ્રાપ્ત થાય છે. ધર્મ અર્થાતું સામાજિક જીવન જીવવાના સિદ્ધાંતો જન-જન સમજે * આચરણ કરે તે હેતુથી તેના શિક્ષણનો ફેલાવો થયો. લોકો સત્યથી પરિચિત થયા અને કહ્યું છે તેમ ‘વિદ્યાએ અન્ય અંધકાર, દૂષણથી મુક્ત કર્યા. “ના વિદ્યા યા વિમુ” શિક્ષણે માણસને વિનયી બનાવ્યો. તેના શિક્ષણની ચમક તેનાથી વધી. વિદ્યા વિનયન શોભતે' કહેવાયું. ખેર ! આ વિદ્યા કે શિક્ષણની એટલી ગરિમા માન્ય રહી કે રાજા, ધર્મ કરતાં તે પૂજ્ય બની, વિદ્યાધનની વિશિષ્ટતા રહી છે કે તે જેમ-જેમ ખર્ચાય તેમ-તેમ વધે. વિદ્યા અર્થાતુ શિક્ષાગને બાપ જન-જનને વિકસિત કરે છે. તેનાં કિરણો સૂર્યની જેમ હૃદયકમળને વિકસિત કરે છે. હકીકતે કોઈ પણ દેશની પ્રગતિ, સંસ્કાર કે સાંસ્કૃતિક મૂલ્યાંકનનો આધાર તેની શિક્ષિત પ્રજાના બાહુલ્ય પર આધારિત હોય છે. શિક્ષણ વિવિધ કળાઓને પ્રોત્સાહિત કરે છે, સર્જનાત્મક ભાવના પ્રેરે છે, મસ્તિકમાં ગુલાબ ઉગાડે છે. જે કલા સર્જનની ભાવના જન્માવે છે તેના મૂળમાં શિક્ષણ હોય છે. ભારતવર્ષમાં ગુરુકુળો શિક્ષણનાં ધામ હતાં. વિદ્યાથી ગુરુના આશ્રમમાં રહી બ્રહ્મચર્યવ્રતનું પાલન કરી સર્વપ્રકારની વિદ્યાઓ શસ્ત્ર અને શાસ્ત્ર બધું જ શીખતો. હકીકતે તે જીવનમાપનની કળાની સાથે જીવન-જીવવાની કળા પણ શીખતો. તેનાં શિક્ષણમાં સ્વાવલંબન, સંસ્કાર રહેતા. તે જીવનના કોઈ ક્ષેત્રમાં નિષ્ફળ નીવડતો નહિ. તે ધર્મના મૂળ સિદ્ધાંતો સત્ય, અહિંસા, અચૌર્ય, બ્રહાચર્ય અને અપરિગ્રહના પાઠ ભાગતો. વિદ્યાથીને તેની રૂચિ અને ક્ષમતા
Page #201
--------------------------------------------------------------------------
________________ 180. અમૃત મહોત્સવ સ્મૃતિ માં પ્રમાણે જ્ઞાન અપાતું. આશ્રમમાં તે સમાનતાના પાઠ ભણતો. તાત્પર્ય કે તે સાચા સ્વરૂપે નાગરિક બનતો. જ્યારે તે સમાજમાં પ્રવેશ કરતો ત્યારે તેને વિશેષ સન્માનથી જોવાતો. સમાજ તેની પાસેથી કેટલીક અપેક્ષામો રાખતો અને શિક્ષિત વ્યક્તિ પોતાની સૂઝથી સમાજને ઉન્નતિને માર્ગે લઈ જવા પ્રયત્નશીલ રહેતી. વેદોની સાથે ચાલવાની સાથે બોલવાની, સાથે પ્રવૃત્તિ કરવાની અને સમાન માનસિકતાની ભાવના વ્યક્તિ અને સમાજની સહકાર ભાવનાની સાથે રાષ્ટ્રીયભાવનાનું પણ પોષણ કરે છે. ભારતીય સાહિત્ય કે જેનાં મૂળ ધાર્મિક રચનાઓમાં છે તે વિવિધ દષ્ટાંતો, વાર્તાઓ દ્વારા માણસને સતત માનવ બનવાના માર્ગો ચીધે છે. અસત્ય પર સત્યને વિજય, હિંસા પર અહિંસાની શ્રેષ્ઠતાને તે સિદ્ધ કરે છે. “પરસ્પરોપગ્રહોજીવાનામ્'ના જૈન સિદ્ધાંત ‘દરેક જીવ એકબીજાનો ઉપકારી છે તેવી વાત સમજાવી છે. વિદ્યા સંતોષ વૃત્તિ જન્માવે છે. માણસ ધનોપાર્જન પણ માત્ર જરૂરિયાત પૂરતું જ કરે છે. વધુ ધનની પ્રાપ્તિ તે ધર્મ અને જરૂરિયાતવાળા માટે ખર્ચે છે. તે ઉદારતા તેણે શિક્ષણથી જ પ્રાપ્ત કરી છે. ત્યાગનો મહિમા તે આવા ઉચ્ચશિક્ષણથી જ પામે છે. ભારતીય દર્શનના ચાર પુરુષાર્થોનું શિક્ષણ જીવન અને મુક્તિ બન્ને માટે પરમાવશ્યક છે. વ્યક્તિ ધર્મને સાથે રાખીને અર્થોપાર્જન કરે, સંસાર ભોગવે અને અવસ્થાનુસાર આ સંસારનો ત્યાગ કરી ધર્મસાધના દ્વારા મોક્ષ પ્રાપ્ત કરે. દેહમાં રહી વિદેહી કલ્પના, સંસારમાં રહી તેની સાથે વાસનાનો ત્યાગ આવા ઉચ્ચ ભાવો જન્મ કયાંથી? ઉત્તર છે કે શિક્ષણની ઉચ્ચ ભાવનાથી વેદો, ઉપનિષદો, બ્રાહ્મણગ્રંથો, મહાભારત, રામાયણ, જૈનાગમ, બૌદ્ધ-પિટક બધાના અધ્યયનથી એટલું જ ફલિત થાય છે કે દરેક ધર્મે માનવને કેન્દ્રમાં રાખી તે ઉચ્ચ ભાવનાશીલ બને તેવાં શિક્ષણનાં મૂળ આ ગ્રંથોમાં મૂક્યાં છે. તે કારણે જ રામ પ્રસન્નતાથી વનવાસ જવા છે અને ભરત નિ:સ્પૃહી બની પાદુકા દ્વારા રાજ્ય ચલાવે છે. રાજા પક્ષી માટે દેહદાન આપવા તૈયાર થાય છે તો મહાવીર અનેક ઉપસર્ગોમાં પણ અડગ રહે છે. અનેક રાજામહારાજા સંપત્તિને તૃણવતુ ત્યાગી વનવાસી બને છે. ભારતીય સંસ્કૃતિ ત્યાગની સંસ્કૃતિ છે તે સ્પષ્ટ છે અને તેના શિક્ષણના સ્તર પર આવી જ નિભ ત્યાગભાવના છે. ભગવાન આદિનાથે શ્રમસંસ્કૃતિનું મહત્વ સમજાવતાં માનવને શ્રમની મહત્તા સમજાવી. કલ્પવૃક્ષ એટલે વગર મહેનતે પ્રાપ્તિને સ્થાને શ્રમ દ્વારા પ્રાપ્તિની મહત્તા સ્થાપિત કરી લોકોને
Page #202
--------------------------------------------------------------------------
________________ શિક્ષણ અને નૈતિકતા 181 ખેતી, લિપિ, યુદ્ધવિદ્યા વગેરે શીખવી લિપિનો આવિષ્કાર કરાવ્યો. ખેતીની પદ્ધતિ શીખવી, રક્ષણના ઉપાયો સમજાવ્યા અને ચિત્તની પ્રસન્નતા માટે 64 ક્લાઓ શીખવી. લલિતકળાઓ પણ જીવન માટે જરૂરી છે, માનવના વિકાસમાં મહત્ત્વપૂર્ણ છે તે સમજાવ્યું. જ્યારે માણસની સુધાતૃપ્તિ થઈ જાય છે પછી તેને ગુલાબ એટલે કલાત્મકતા પ્રત્યે આકર્ષણ જાગે છે. અને તેની પૂર્તિ આ વિવિધ કલાઓ દ્વારા થાય છે. તેમાં કાવ્યકલા કે સાહિત્ય એક મહત્વપૂર્ણ અંગ છે. આમ પરાપૂર્વથી આ સાહિત્યની ઉપાસના થઈ. ભારતીય સાહિત્ય અને શિક્ષણ માત્ર વ્યક્તિના હિત સુધી નહિ પણ પ્રાણીમાત્રના રક્ષણ સુધી વિસ્તર્યું. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સમસ્ત પંચાસ્તિકાયિક જીવોના રક્ષણની ભાવના પ્રસ્તુત થઈ, સવિશેષ જૈન સિદ્ધાંતોમાં જે ભક્ષ્યાભર્યાની ચર્ચા, રાત્રિભોજનનિષેધ, અષ્ટમૂળ ગુણોની ધારણા, બાર વત પાલનની વાત થઈ છે તેની પાછળ આ પ્રાણીરક્ષાની જ ભાવના પ્રબળ છે. સાથો સાથે શરીરના સ્વાસ્થ અને માનસિક સ્વાસ્થની ભાવના પણ રહેલી છે. વનસ્પતિમાં જીવ છે માટે તેનું રક્ષણ માનવ જેટલું જ મહત્વપૂર્ણ છે તેમ વર્ષો પૂર્વે જૈનદર્શનમાં કહ્યું. તેની સદીઓ પછી તેની પુષ્ટિ જગદીશચંદ્ર કરી અને આજે પર્યાવરણવાદીઓ તે સત્યને સમજ્યા. આમ જૈન દર્શન અને બધાં ભારતીય દર્શનોમાં આવા ઉલ્લેખ હજારો વર્ષ પૂર્વે થયા જ છે. આજે વિશ્વમાં અહિંસા (Non-Violence) અને પર્યાવરણની વાતો થાય છે અને જરૂરત અનુભવાય છે. આટલી લાંબી ચર્ચા કરવાનો કે પ્રાચીન શિક્ષણની મહત્તા સમજાવવાનો હેતુ એટલો જ છે કે આજે શિક્ષણ સ્વત્વવિહીન કે માનવતાવિહીન થતું જાય છે. પાશ્ચાત્ય રાજનીતિક પ્રભુસત્તાની સ્થાપના થયા પછી તેઓએ આ દેશ પર પકડ મજબૂત રાખવા માટે એવા શિક્ષણનો પ્રારંભ કર્યો જેનાથી લોકોને નોકરીની લાલચ મળી. એક એવો ભણેલો પણ હકીકતે અક્ષરજ્ઞાનધારી અને અમુક જ પ્રકારનું વ્યાવહારિક જ્ઞાન ધરાવનાર વર્ગ જન્મો જે પરંપરાગત કૃષિ વ્યવસાય, નિર્માણ કાર્ય છોડી રૂપિયાની લાલચમાં આવા શિક્ષણ પાછળ આકર્ષાયો. પરિણામે ગામડાંઓ તૂટવાં લાગ્યાં. કૃષિ અને ગ્રામ્યઆત્મનિર્ભરતા તૂટી. નવાં શહેરો અસ્તિત્વમાં આવ્યાં. પાશ્ચાત્ય શિક્ષણ માત્ર અક્ષરજ્ઞાનનું શિક્ષણ નહિ પણ પોતાની સંસ્કૃતિનું શિક્ષણ આપી ભારતીય સંસ્કૃતિ પર કુઠારાઘાત કર્યો. ત્યાગમયી સંસ્કૃતિ પર ભોગવાદી સંસ્કૃતિનું આક્રમણ થયું એમ કહેવામાં ખોટું નથી. પશ્ચિમના એવા સંસ્કારોમાં ચારિત્રસ્મલન
Page #203
--------------------------------------------------------------------------
________________ 182 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ મોજ-શોખ હતા, પહેરવેશમાં અંગ પ્રદર્શન હતું. શરાબ વગેરેની પ્રધાનતા હતી અને પોતાના જ સ્વાર્થને પ્રાધાન્ય હતું. આ શિક્ષણથી જે સૌથી ખરાબ થયું તે હતું માનવ-માનવ વચ્ચેની ભેદરેખા. નવ-શિક્ષિત વર્ગ પોતાને ઉચ્ચસ્તરીય સમજી પોતાનાજ ભાઈઓ સાથે અતડો થવા લાગ્યો. પોતાનાજ વડીલ, ગ્રામવાસિયો તેને જંગલી, ગમાર, લાગવા માંડ્યા. તેઓની રહેણીકરણીમાં તેને ગંદકી દેખાવા લાગી. તેનું લક્ષ્ય ધનોપલબ્ધિ બની ગયું. યેન-કેના પ્રકારણ તે પૈસાના સંગ્રહને મહત્ત્વ આપવા લાગ્યો. અને પરિણામે શોષાગની વૃત્તિ જન્મી. નવશિક્ષિત ચાલાક બન્યો. નવા જ્ઞાનથી ભોળા લોકોને છેતરવા માંડયો. નવા કારખાનાંઓમાં ખેડૂત મજબૂર બની ચુસાવા લાગ્યો. ગામડામાં તે જમીનદારનો અને શહેરમાં અમીર માલિકોના શોષણનો ભોગ બન્યો. સમાજમાં અમીર ભોગવાદી સંસ્કૃતિ જન્મી. વધતા જતા ધને તેને ભોગતરફ પ્રેય. શરાબ-સુન્દરીની મહેફિલોમાં તે ભ્રષ્ટ થવા લાગ્યો. ધર્મ તેને ઢોંગ કે અફીણનો નશો લાગવા માંડ્યો. ધર્મ રૂઢિવાદ છે તેમ તે કહેતો અને મૂર્ખાઓના મનનો ભય માની તેમ હસી કાઢતો. પરિણામે વડીલો પ્રત્યેની આમન્યા નષ્ટ થઈ. બહેન-બેટીની મર્યાદા તૂટી. ગૃહલક્ષ્મી કલબની રાણી બની. ભારતમાતાની વાતો વેદિયાપણું ગણાવા માંડી. ભૌતિક સુખવાદ ચેપી રોગની જેમ ફેલાયો. આ ફેલાવો એટલો તો વધ્યો કે ભારતીયોના જ ભાગલા પડી ગયા. મહાન સંસ્કૃતિના શિક્ષણ પ્રત્યે સૂગ થવા લાગી. ઔદ્યોગિક ક્રિાંતિ અને સમાજવાદે જે થોડા ઘાણા સંસ્કારો હતા તે પાગ રહેંશ નાખ્યા. વિજ્ઞાનનાં સંશોધનના નામે એવાં યંત્રો વિકસિત થયાં જેનાથી સુખ તો મળ્યું પણ શક્તિક્ષીણતા વધી. વિજ્ઞાને દાવો કર્યો કે તેણે નવી શોધો કરી. પણ ઝીણવટથી આપાગે તપાસીએ તો આપણાં શાસ્ત્રો, ધર્મગ્રંથોમાં જે કલ્પવૃક્ષ, પુષ્પક વિમાન, અગ્નિ-જલ-શસ્ત્રો, સંજ્યદષ્ટિ વગેરેની વાતો આવે છે તે માત્ર કલ્પના નહોતી. ગૃહો-નક્ષત્રોની બાબત કે જેનધર્મમાં કરવામાં આવેલી આણુ-પરમાણુની વાત કલ્પના ન હતી. એ જુદી વાત એ છે કે તેનું અધ્યયન કરી પશ્ચિમી દેશોએ સુખ-સમૃદ્ધિને કારણે તે પ્રાચીન ઉલ્લેખને પ્રયોગાત્મક રીતે સિદ્ધ કર્યા પણ તેની સિદ્ધતામાં જનકલ્યાણ કરતાં સત્તાનાં આધિપત્ય અને એકચક્રી સત્તા ભોગવવાની વાસના જાગી. પરિણામે તે સંહારક અને વિનાશક શસ્ત્રો બનાવી વિશ્વસંહારક બન્યો. આજે માનવનો મોટામાં મોટો ભય યુદ્ધોનો ભય. માણસમાત્ર ધર્મ, સંપ્રદાય, ભાષા, રંગ અને અમીરી-ગરીબીમાં વહેંચાઈ ગયો છે. આ છે આજના શિક્ષણની ઉપલબ્ધિ!
Page #204
--------------------------------------------------------------------------
________________ 183 શિક્ષણ અને નૈતિકતા આજનું શિક્ષણ કે જે પાશ્ચાત્ય પેદાશ છે તેમાં નતિક્તાનાં મૂલ્યોનો હાસ થયો છે. મર્યાદાઓ તૂટી છે. આજે વ્યક્તિવાદ અને અસ્તિત્વવાદના નામે વ્યક્તિ સ્વાર્થાન્ય બની છે. પરિણામે માનસિક રોગની શિકાર બની છે. ગાંડપણ વધ્યું છે. અનેક શારીરિક બીમારીથી પીડાય છે. ધને તેની શાંતિ હરી લીધી છે. સ્વતંત્રતાનાં 45 વર્ષ પછી પાગ આપણે આપાગા શિક્ષાગને આપાગી જરૂરિયાત અને જળવાયુ-સંસ્કારો મુજબ બનાવી શક્યા નથી. અંગ્રેજો ગયા પણ નવશિક્ષિત ભારતીયો સવાયા અંગ્રેજ બન્યા છે. તેમની નીતિ, રોગીકરાણી વધુ ખતરનાક છે. આજે દેશમાં ચીલાચાલુ અંગ્રેજીપરા શિક્ષાગે નોકરો પેદા કર્યા અને તે એટલા બધા પ્રમાણમાં કે નોકરીની જગ્યાઓ કરતાં અનેક ગણી સંખ્યા વધી. પરિણામે બેકારી વધી. બેકારીને કારણે અનેક ગુન્હાહિત પ્રવૃત્તિઓ વધી. અનૈતિક ધંધાઓ વધ્યા. ચોરી-કેતી વધી. હત્યાઓનો સિલસિલો વધ્યો અને બેકાર યુવાનો રાજનીતિના હાથા બન્યા. જેથી વધુ અંધાધૂંધી ફેલાઈ. જેઓ સત્તા પર આવ્યા તેઓ ભ્રષ્ટાચારી બન્યા. ઘર ભરવા અને પૈસા બનાવવામાં તમામ નંતિક સ્તરો તોડ્યા. રાજનીતિ ભ્રષ્ટાચારથી ખદબદવા લાગી. રાજા જે પ્રજાનો પિતા-હિતરક્ષક ગણાતો તે ભક્ષક બન્યો. વેપારી જે સમાજને પોષાગ આપતા તે ચોરબજારી, કાળાબજારી, સંગ્રહખોરી અને મિલાવટથી લોકોના જાનની દુમિન બન્યો. ગુંડાઓ ફાલ્યા કૂલ્યા. આ ગુંડાઓ રાજનીતિનો આશ્રય પામી વિફર્યા. વિદ્યાથી ડીગ્રી પ્રાપ્ત કરી નિરાશ થયો કારણકે શિક્ષણમાં કોઈ કૌશલ્ય અપાતું જ નહિ. ઊલટું મનોવિજ્ઞાન, મનોવિશ્લેષાગના નામે જાતીય શિક્ષણ અપાવા લાગ્યું. કાચી ઉંમરે આવાં જાતીય શિક્ષણે ચારિત્રખલન કરાવ્યું. અનેક શારીરિક રોગો, વ્યસને તરફ યુવા પેઢી વળી. ભોગ-વિલાસ-વાસના અને વ્યસનની ચંડાળ ચોકડીએ સર્વનાશ શે. પરિણામે કૌટુંબિક ભાવને નાશ પામી, કુટુંબ તૂટયાં. આજે આપણે દેશ અને વિશ્વની જે દશા જોઈ રહ્યા છીએ તેની પાછળ જો કોઈ જવાબદાર હોય તો તે છે વર્તમાન શિક્ષણ. વર્તમાન શિક્ષાગે માનવની એષાગા વધારી છે. કામભાવનાને ઉત્તેજિત કરી છે. નૈતિક મૂલ્યોનું હનન કર્યું છે. માનમર્યાદાની લક્ષમણરેખા પાગ ભૂંસી નાખી છે. આજે ગુરુ-શિષ્યની શિષ્ટતા કે વડીલો પ્રત્યેની સમાજની ભાવના કયાં છે? વર્તમાન ટીવીએ જે થોડી ઘણી કસર હતી તે પૂરી કરી છે. આજે
Page #205
--------------------------------------------------------------------------
________________ 184 અમૃત મહોત્સવ સ્મૃતિ છે પરિવારની મર્યાદા પણ તૂટી છે. હું તો સ્પષ્ટ માનું છું કે વર્તમાન શિક્ષણ અને તેનાથી થયેલ શોધો વ્યભિચારને જ જન્મ આપે છે. અને ઉત્તરોત્તર પિતન તરફ ઘસડી જાય છે. આજના શિક્ષણમાં જાણે કે ચાર્વાક પુનઃજીવિત થયો છે. પણ એક શુભચિન્હ પણ પ્રગટ થયું છે અને તે છે સમૃદ્ધ દેશોની ભારતીય દર્શનની સંસ્કૃતિ વિષે સાચી સમજ. આજે પશ્ચિમી સમૃદ્ધ દેશોમાં ભારતીય સંસ્કૃતિ, સભ્યતા અને ધર્મ વિશે અનુરાગ જાગ્યો છે. હિંસા અને માંસાહાર તરફ સૂગ જન્મી છે. પર્યાવરણની ચિંતા થવા લાગી છે. લાખોની સંખ્યામાં યૂરોપ : અમેરિકા દેશોમાં લોકો શાકાહારી અને કૃષ્ણ, રામ, મહાવીર ભકતો બન્યા છે અને બનતા જાય છે. ભૌતિક સુખ શરીર સુખ આપે છે પાગ માનસિક શાંતિ હણે છે તે સત્ય તેઓ સમજ્યા છે. આપણે આશા રાખીએ કે નકલ કરવાથી ટેવાયેલા આપણે પણ પુન: આપણી સંસ્કૃતિને સમજીએ. પુન: આપણે આપણા સંસ્કારોને પો તેવા શિક્ષણનો પુનરુદ્ધાર કરીએ. દિગભ્રમિત યુવાવર્ગને વર્તમાન લૌકિક શિક્ષણની સાથે નૈતિક શિક્ષણ આપીએ. આપણા શિક્ષણની ગોઠવાગી એવી રીતે કરીએ કે જરૂરિયાત પ્રમાણેનું શિક્ષણ આપી શકાય. જે વ્યક્તિ જે કામ માટે યોગ્ય હોય તેને તે આપી તૈયાર કરાય. યુવકોના મનમાંથી ખુરશી અને વહાઈટકોલર જોબનો ખ્યાલ કાઢી નાંખવો પડશે. ભારતના યુવકો વધુ ભારતીય બને તે માટે તેમને ધર્મના ઉત્તમ ઉપદેશો સમજાવવા પડશે, પણ ધર્મને પગ-પાપ કે સ્વર્ગ-નરકની કલ્પના સાથે જોડ્યા વગર તેના સ્વરૂપની આધુનિક વ્યાખ્યા કરવી પડશે. ધર્મને જીવન ને વિકસિત કરનાર, માનવતાનો વિકાસ કરનાર અને સંયમી બનાવનાર સત્ય શોધક તત્વ તરીકે સમજાવવો પડશે. ધર્મ બહારની વસ્તુ નથી. તે લાદી શકાય નહિ. તે તો આચરાગની વસ્તુ છે. ધર્મ કર્તવ્ય છે. ધર્મ માનવ પ્રત્યેની મૈત્રી વધારનાર, પ્રાણી પ્રત્યે દયાભાવ રાખનાર અને સર્વના સુખ માટે સહભાગી બનવાની પ્રેરણા આપનાર છે તે સમજાવવું પડશે. વર્તમાન શિક્ષણને કારણે જન્મેલી સંકુચિતતાને સ્થાને વિશાળ રાષ્ટ્રીયભાવનાનો વિકાસ કરવો પડશે. ધર્મને સમપ્રદાય સમજી જે રક્તપાત થઈ રહ્યો છે તેને રોકી ધર્મનું સાચું સ્વરૂપ શિક્ષણ દ્વારા સમજાવવું પડશે. મનની ઉદારતા વિસ્તારવી પડશે. ભાષા-પ્રદેશના ઝઘડા યોગ્ય શિક્ષણ દ્વારા જ દૂર કરી શકાશે. આ દેશના શિક્ષણમાં પ્રાચીન ભાવના અને વર્તમાનયુગના મનીષી ગાંધીજીની
Page #206
--------------------------------------------------------------------------
________________ શિક્ષણ અને નૈતિકતા 185 ભાવનાનો સમાવેશ કરવો પડશે. જરૂરિઆતો સીમિત કરવી પડશે. આપણા ઉત્પાદન પ્રમાણેજ ખર્ચ કરવાની જોગવાઈ કરવી પડશે. દરેક ગામડાને સ્વતંત્ર ગ્રામજીવન પ્રત્યે તૈયાર કરવું પડશે. ધર્મને ક્રિયાકાંડોની સીમામાંથી બહાર કાઢી જીવન જીવવાની કળા તરીકે તેનો વિકાસ કરવો પડશે. નાનપણથી જ કોન્વેન્ટ સંસ્કૃતિના સ્થાને ભારતીય સંસ્કારનાં બીજારોપણ કરવાં પડશે. અને પુનઃ જૈન દર્શન અને ભારતીય દર્શનની સમતા, સહિષ્ણુતા, સંતોષ, અપરિગ્રહની ભાવનાનો સમાવેશ કરવો પડશે. આજે હકીકતે પહેલાં કરતાં વધુ ધર્મ અને ધાર્મિક શિક્ષણની જરૂર છે જે વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વને સુમાર્ગ ચીંધી શકે, વ્યક્તિ-વ્યક્તિઓ રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે જે પૂરી કે દીવાલો ઊભી થઈ છે તેને ટુંકાવી શકે - તોડી શકે. માનવમાં સંવેદનાના સૂર ગુંજે. આજે આ વધુ આવશ્યક છે કે શિક્ષણમાં નૈતિકતા, ધર્મના સિદ્ધાંતો અને આવિષ્કારોનો વિજ્ઞાનના સિદ્ધાંતો સાથે સુભગ સમન્ય કરવામાં આવે. અર્થ અને કામની પૂર્તિ વાસનાથી નહિ પણ ધર્મના આશ્રયે કરવામાં આવે. મને વિશ્વાસ છે કે આ વર્તમાન સ્થિતિ જરૂર સુધરશે. આવતી કાલ સંસ્કારોની હશે, જે શ્રદ્ધાના દીપને જલતો રાખશે. * * *
Page #207
--------------------------------------------------------------------------
________________ 186 અમૃત મહોત્સવ સ્મૃતિ રથ 24. વિધાર્થીકાળનું મહત્ત્વ તથા શક્યતાઓ - હર્ષિદા રામુ પંડિત આપણા દેશની સંસ્કૃતિ મુજબ જીવનને ચાર આશ્રમોમાં વહેંચવામાં આવેલું છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. આપણે અહીં માત્ર પહેલા આશ્રમ અંગે ચર્ચા-વિચારણા કરીશું કારણકે મહાવીર જૈન વિદ્યાલય ઘાણા વિશાળ વિધાથી સમુદાયના જીવનના આ તબકકામાં પોતાનો રચનાત્મક ફાળો છેલ્લાં 35 વર્ષોથી આપતું આવ્યું છે. મુંબઇ જેવાં શહેરમાં શિક્ષણની સંસ્થાઓ ઘણીબધી છે. બહારગામથી અહીં ભણવા આવતા જેન વિદ્યાથીઓને રહેવાની સગવડ અહીં મળી રહે તો જ એ એકાગ્ર ચિત્તે ભણી શકે. વાસ્તવિક રીતે જોઈએ તો આ નાનીસૂની સગવડ નથી. એનું મૂલ્ય ત્યાં વસીને પોતાના જીવનનું ઘડતર કરનારો વર્ગ યોગ્ય રીતે આંકતો જ હશે એમ માની લઈએ. જીવનમાં પ્રારંભનાં વર્ષોમાં શિક્ષણ પ્રાપ્ત કરીને જીવનના સંઘર્ષો સામે લડવાની કુશળતા મેળવવાની છે. એનો યોગ્ય ઉપયોગ થતા ખાસ કરીને એ અવસ્થામાં જીવનનાં એયો, દિશા અને મહત્ત્વાકાંક્ષાઓ વિષેનું સ્પષ્ટ ચિત્ર મનમાં કંડારાય તો વિદ્યાર્થીવર્ગ બાકીનું જીવન સુપેરે જીવી શકે છે. આપણે જાણીએ છીએ કે જેટલા વિદ્યાથીઓ શાળા-કૉલેજો અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં પ્રવેશ મેળવે છે એમાંથી 1% સફળતા હાંસલ કરી શકતા નથી. ઘાણાંના સંજોગો કેટલીકવાર પ્રતિકૂળ હોય છે, કેટલાંકની બુદ્ધિશક્તિ મર્યાદિત હોઈ શિક્ષણ અધૂરું છોડતા હોય છે અને જીવનભર આ અધૂરપને મનમાં સંઘરી રાખતા હોય છે. પણ જે વિદ્યાર્થીઓ પોતાના વિષય અને કપરા જીવનસંજોગોનો સામનો કરીને પણ કાર્ય સિદ્ધ કરે છે.
Page #208
--------------------------------------------------------------------------
________________ વિદ્યાર્થીકાળનું મહત્ત્વ તથા શક્યતાઓ 187 તેઓ આત્મવિશ્વાસથી માથું ઊંચું રાખી શકે છે. સાથે સાથે એમનામાં જે મૂલ્યોનો સંચાર થયો હોય અથવા જે આદર્શો તેમણે કેળવ્યા હોય એને આધારે પોતાનું જીવનનાવ હંકારીને પાર ઉતારી શકે છે. સરથાકીય સહવાસને પરિણામે તેઓ ઘણીવાર આદર્શ વ્યકિતઓના પરિચયમાં આવે છે અને એમના જીવનમાંથી દાખલો લઈને પોતાના વિદ્યાર્થીકાળને તો ઉજાળે જ છે પણ બાકીના સમગ્ર જીવનને એવી રીતે વળાંકો આપે છે કે સમાજ પ્રત્યેનું ઋણ સુપેરે અદા કરી શકે. આ મુદ્દાને આપણે એક નકકર શાંત દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ. શ્રી વાડીલાલ ડગલીના નામથી કોઈ બુદ્ધિજીવી અજાણ નહીં હોય. નાનપણમાં પિતાનું શિરછત્ર ગુમાવીને માતાની પ્રેરણાથી ભણ્યા. પહેલાં અમદાવાદની પ્રખ્યાત સી. એન. વિદ્યાલયમાં અને ઉચ્ચ શિક્ષણ મુંબઈ તથા કેલીફોર્નિયા યુનિવર્સિટી (બર્કલી) ખાતે એમણે મેળવ્યું. દેશપ્રેમ, સમાજસેવા અને પરિશ્રમના પાઠ એમને પ્રથમ ગળથૂથીમાં તથા પછી પંડિત સુખલાલજી પાસેથી મળ્યા હતા. જીવનના સંજોગો સાથે સંઘર્ષ કરીને એમણે જીવન જીવવાના પાઠ આપબળે મેળવ્યા અને સમાજ પાસેથી જેટલું લીધું તેટલું અનેકઘાણું કરીને પાછું વાળ્યું. આજે પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ અને એક વિદ્યાપીઠ સાથે વિદ્વાનો સરખાવે છે તે એમના આદર્શો નકકર સ્વરૂપે સાકાર કરી રહી છે અને જે એનો લાભ ઉઠાવે છે તેની ક્ષિતિજે સદાય વિસ્તરતી રહે છે તે હકીકત છે. આજે વિશ્વભરની વસ્તીની વાત કરીએ તો ૧૫થી ૨૫ની વયના લોકોની સંખ્યા 1/3 જેટલી છે. ભારતની વાત કરીએ તો ૧૦૦માંથી 35 વ્યક્તિઓ 11-45 વયની વ્યક્તિઓ છે. એમાંથી લગભગ અડધી યુવાપેઢી ગરીબીની રેખા નીચે જીવતાં કુટુંબોમાં રહે છે અને બાળમજૂર તરીકે વૈતરું ફરે છે, બાળપાગ શું એ એમને ખબર નથી અને જાતજાતનાં ને ભાતભાતનાં કારખાનામાં કામ કરવા છતાંય એમણે રળેલી આવકનો ફાયદો એમને મળતો નથી કારણકે પિતા એના હકદાર બની જાય છે. શિક્ષણથી વંચિત રહેતી પેઢી માટે આપણી સરકાર કશા જ પગલાં લઈ શકતી નથી અને પરિસ્થિતિ સુધારી શકતી નથી ત્યારે જે પેઢીને શિક્ષણનો લાભ મળે છે એની ફરજ શી છે તે અંગે સમજી લેવું રહ્યું. પણ જે પેઢીને શિક્ષાગનો લાભ મળે છે અને જેને સામેપૂરે તરવું પડતું નથી એ પેઢી પોતાના જીવનનો નકશો કેવો દોરે છે? એ તો ભણીગણીને ખૂબ ધન કમાવાનાં ને જીવનમાં સાયી બનીને એશઆરામની જિંદગી વિતાવવાનાં સ્વપ્ન જુએ છે. હિન્દી
Page #209
--------------------------------------------------------------------------
________________ 188 અમૃત મહોત્સવ સ્મૃતિ રે ચલચિત્રો, દૂરદર્શન, કેબલ ટી.વી, એમ.ટી.વી.ના કાર્યક્રમોમાંથી જીવનનું ભાઈ (!) મેળવતી આ પેઢીને કેમ સમજાવવું કે એમના ઘડતરકાળનો એમણે પૂરતો લાભ ઉઠાવ્યો નથી અને સાચું જીવનદર્શન કર્યું નથી! વિઘાથીકાળને જીવન ઘડતરના કાળ તરીકે ઓળખવામાં આવે છે કારણકે આપણા દેશમાં વિદ્યાથીઓ (મોટા ભાગના) ઉપર આપકમાઈ કરીને શિક્ષણ મેળવવાનું ભારણ નથી. વિદેશોમાં શાળા શિક્ષણ પૂરું કરીને ઉચ્ચ શિક્ષણ વિદ્યાર્થીવર્ગે પોતાના પગ પર ઊભા રહીને મેળવવું પડે છે. સખત પરિશ્રમ દ્વારા ઉપાધિ આપબળે મેળવે છે અને એનું એમને ગૌરવ હોય છે, એની કિંમત પણ એઓ સમજે છે. એમના જીવનના આ સુવર્ણકાળમાં કામ કરતાં કરતાં ભણીને, જરૂરી પરિશ્રમ કરવાની વૃત્તિ (કામચોરી નહીં, જવાબદારી વિષેની સભાનતા, પરિપકવતા અને આત્મવિશ્વાસ કેળવી શકે છે. ભણતાં ભણતાં કૉલેજો ને યુનિવર્સિટીઓની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને પોતાના વ્યક્તિત્વને ખીલવે છે. આપણે ત્યાં વેપારી વર્ગ અધદગ્ધ છે અને ખાસ ભાગેલો નથી, પણ કાળાધોળાં કરીને એ પુષ્કળ પૈસા કમાય છે એટલે ભણીને શું કામ છે? હું ભણ્યા વગર મારું ગાડું હંકારે છે એવી મનોવૃત્તિથી પીડાય છે ને એમાં ગૌરવ લે છે. વાસ્તવમાં ભણતર એટલે માત્ર ડીગ્રી નથી સમજવાનું. અત્યારે સિતારકો અને તારિકાઓનો પ્રભાવ બહુજન સમાજ પર છવાઈ ગયેલ હોવા છતાં જીવનની ગંભીરતાને સમજીને એકલવ્યની જેમ એકાગ્રચિત્તે અભ્યાસમાં મન પરોવનાર નાનો વર્ગ સદનસીબે હજુ છે. ચલચિત્રોના માઠા પ્રભાવથી કે એમ.ટી.વી. કે કેબલ પર રજૂ થતા ઢંગધડા વગરના કાર્યક્રમોથી પોતાને સભાનતાપૂર્વક બચાવતો એક વર્ગ છે. કદાચ આ વર્ગમાંથી ભવિષ્યમાં આપણને સારા લેખકો, વકીલો, સામાજિક કાર્યકરો, હિસાબનીશો, તબીબો વગેરે મળી રહેશે એવી આશા રાખીએ. મહાવીર જૈન વિદ્યાલયમાં એક સમૃદ્ધ પુસ્તકાલય પણ છે. પુસ્તકાલ એ મારી દષ્ટિએ મંદિર કરતાં પણ વધુ પવિત્ર સ્થાન છે. મંદિરોના પૂજારીઓ અને મંદિરોમાં વસતા ભગવાધારી સાધુ-સન્યાસીઓના ગોરખધંધાથી આપણે સહુ વાકેફ છીએ. સમાજમાં ઘણુંબધું અનિચ્છનીય વાતાવરણ ફેલાયેલું છે. જે હવા પ્રદૂષણ કરતાંય વધુ હાનિકારક છે. પણ પુસ્તકાલયોએ પોતાની પવિત્રતા જાળવી રાખી છે. કારણકે વિદ્યાર્થીવર્ગને પરીક્ષાર્થી બનાવતાં અટકાવવા માટે ગ્રંથપાલો પાસેથી માર્ગદર્શન મળી રહેતું હોય છે. ઉચ્ચશિક્ષણની સંસ્થાઓનાં
Page #210
--------------------------------------------------------------------------
________________ વિદ્યાર્થીકાળનું મહત્ત્વ તથા શક્યતાઓ 189 પુસ્તકાલયોના ગ્રંથપાલો તો પ્રાધ્યાપક-ગણને પણ નવાં નવાં પ્રકાશનોથી માહિતગાર રાખીને સહાયક બને છે. વિદ્યાર્થીવર્ગની કાળજી આવી સંસ્થાઓ લેતી હોય છે. એને કારણે એમના જીવનના કપરા સંજોગોનો સામનો કરવાની હિંમત એમનામાં આવે છે, સમાજ પ્રત્યેની કડવાશ થોડી ઓછી થાય છે અને જીવનના ધ્યેય સુધી પહોંચવાની પ્રેરણા વિદ્યાર્થીવર્ગ મેળવે છે એ હકીકત છે. વિદ્યાર્થીકાળ એ સુવર્ણકાળ છે. વ્યક્તિત્વના વિકાસની દિશાઓ અહીં ખૂલે છે અને કૂવાનો દેડકો કૂવાના ઘેરાવામાંથી બહાર આવીને વિશાળ દુનિયામાં કૂદકા ભરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. પોતે જીવનના અનુભવોમાંથી જે શીખ્યો છે તે બીજી પેઢીને વહેંચીને સંતોષનો શ્વાસ ભરે છે. છાત્રાલયોમાં રહીને ભાગતો વિદ્યાર્થીવર્ગ વિસ્કોન્સીન વિદ્યાપીઠના એસ્ટેન્શન વિભાગના નિયામકે લખેલી દંતકથાના મુસાફરો જેવો છે. ત્રણ મુસાફરો ઘોડા પર સવાર થઈને રણમાંથી એક રાતે પસાર થઈ રહ્યા હતા. નદીના સૂકા પટને પાર કર્યો. ત્યાં એમને એક ગેબી અવાજ સંભળાયો થોભો. એ થોભ્યા. એ અવાજે આદેશ આપ્યો કે “ઘોડા પરથી નીચે ઉતરીને થોડા પત્થરો તમારા ખિસ્સામાં ભરી લો.” તેઓ આદેશ મુજબ વર્યા એટલે પેલા અવાજે કહ્યું “તમે મારો હુકમ માન્ય રાખ્યો. આવતી કાલે સવારે તમને આનંદ અને રંજ થશે.” આ લોકો કાંઈ સમજ્યા નહીં. સૂર્ય ઊગતાં જ ખિસ્સામાં હાથ નાંખીને પથરા જોયા તો તે રૂબી, નીલમ જેવાં અમૂલ્ય રત્નો હતાં. એમણે એ લીધાનો હર્ષ અને વધુ ન લીધાનો શોક અનુભવ્યો. શિક્ષણ અને જ્ઞાન પણ જેટલું મેળવીએ તેટલું ઓછું છે. જ્ઞાનને કોઈ સીમાડા નથી, એ તો જ્ઞાતિના વાડાઓ, ધર્મના સંપ્રદાયો અને ભાષાના પૂર્વગ્રહોથી પર છે, એ સમજ કેળવાય તો જ બેડો પાર થાય. ***
Page #211
--------------------------------------------------------------------------
________________ 190 અમૃત મહોત્સવ સ્મૃતિ રે 25. કન્યા-કેળવણી - ઘેર્યબાળા વોરા વઝ કમિશને કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે ખાસ ફતવો બહાર પાડી, કન્યાઓ માટેની ખાસ શાળાઓ શરૂ કરવાનું સૂચન આપ્યું ત્યારે એક સદી પછી કન્યાકેળવણી કેટલી વિસ્તરશે અને કેવું સ્વરૂપ ધારણ કરશે એનો આ ફતવાના રચયિતાઓને ભાગ્યેજ ખ્યાલ હશે. એમને માટે તો શિક્ષણ એટલે માત્ર અક્ષરજ્ઞાન અને એનાથી આગળ વધીએ તો બહુબહુતો અંગ્રેજી વાંચવા-લખવાની તાલીમ એટલોજ થતો હતો. શિક્ષાગનું મહત્વ કે શિક્ષણ દ્વારા વ્યકિતવિકાસ, આવી બધી વાતો જે લોકજાગૃતિ માટે જરૂરી હતી તેને અંગે કોઇ પ્રચાર કે પ્રસાર કરવામાં આવ્યો ન હતો. પરીણામે આ કન્યાશાળાઓનો લાભ માત્ર જરૂરિયાતમંદ સ્ત્રીઓ પૂરતો જ મર્યાદિત રહ્યો. એમાં અપાતું શિક્ષણ સ્વભાષામાં લેખન-વાંચન અને સાદા સરવાળા બાદબાકીથી બહુ આગળ વધ્યું નહીં. કારણકે ભારતીય સમાજને અનુરૂપ કન્યા-કેળવણીના સ્વરૂપ વિશે આ સરકારી સમિતિને કોઈ ખ્યાલ ન હતો. એટલું જ નહીં પરંતુ કન્યાકેળવણીના પ્રચાર કે પ્રસાર માટે જરૂરી અને સગવડો વિકસાવવા વિશે પણ એમાં વિચાર કરવામાં આવ્યો ન હતો. પરંતુ કન્યાકેળવણીના પ્રચાર અને પ્રસારના વ્રતધારી સમાજસુધારકો તો આ જ સમાજની પેદાશ હતા અને તત્કાલીન સમાજની જરૂરિયાતો બરાબર સમજતા હતા. સ્ત્રીશિક્ષણનો વિકાસ સાધવો હોય, કન્યાકેળવણીનો વ્યાપ વધારવો હોય તો, શાળાઓની સાથે સાથે અન્ય સગવડો પણ વિકસાવવીજ રહી એ વાત એ લોકોના ધ્યાન બહાર ન હતી. ઘરનો ઉંબરો પણ ન ઓળંગતી નારીને ઘરની શાળા સુધી અને પાછી ઘર સુધી પહોંચાડવાની
Page #212
--------------------------------------------------------------------------
________________ કન્યા કેળવણી 191 સગવડ ઊભી કરવી જોઈએ, દૂર દૂરથી આવતી અને શિક્ષણનો લાભ લેવા ઈચ્છતી સ્ત્રીઓ માટે છાત્રાવાસની સુવિધા પૂરી પાડવી જોઈએ, સહુને સહજસાધ્ય બની રહે, અને જેનો ઉપયોગ કરીને વ્યકિત પોતાની વાત અન્ય સુધી પહોંચાડી શકે એવા માધ્યમ દ્વારા એ શિક્ષણ અપાવું જોઈએ અને એ શિક્ષણને અંતે વ્યક્તિ સ્વાવલંબી બની શકે એવી તાલીમ પણ મળવી જોઈએ. સમગ્ર શિક્ષણ વ્યવસ્થાનું આયોજન આ રીતે જ થવું જોઈએ અને કન્યાકેળવણીનું તો સવિશેષ. તન-મનની શિસ્તનો આગ્રહ રાખતી તાલીમ અને સ્વાવલંબનમાં પરીણમતું સ્વાતંત્ર અને સહુથી અગત્યનું તો વાણી અને વિચારની મોકળાશ આપતું, સામાજિક રૂઢિરિવાજોના ચોકમાંથી મુક્ત - વાતાવરણ સ્વતંત્ર છાત્રાવાસમાંજ સંભવી શકે. વિચારોની અભિવ્યકિત માટે માતૃભાષા સરળ પડે. પરિણામે ભારતના બે આર્ષદ્રષ્ટા - મહાત્મા ગાંધી અને કવિવર રવીન્દ્રનાથ કાકુરે શિક્ષણક્ષેત્રે આદરેલા નવીન ઉન્મેષોને મૂર્તિમંત્ર કરતી ગુજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતન બન્ને સંસ્થાઓએ શિક્ષણનું માધ્યમ માતૃભાષા અને શિક્ષણના સ્થળે જ છાત્રાવાસ આ બે સિદ્ધાન્તો સ્વીકાર્યા અને અમલમાં પણ મૂક્યા. નારી શિક્ષણના પ્રચંડ હિમાયતી પંડિત વિદ્યાસાગરે સર્વ પ્રથમ સ્ત્રીઓ માટેની શાળા બીથન કૉલેજની સ્થાપના કરી ત્યારે એ શાળામાં વિદ્યાર્થિનીઓને લાવવા લઈ જવા માટે ખાસ બંધ ગાડીની વ્યવસ્થા કરી હતી. કલકત્તા શહેરના રાજમાર્ગો ઉપર ઘંટ વગાડતી વગાડતી આ ગાડી પસાર થાય ત્યારે એ જોનારાઓનું કૌતુક તો વધારતી જ હતી, પરંતુ શિક્ષાગાથી વિદ્યાર્થિનીઓને. શાળા અને ઘર વચ્ચે આવવા જવાની સગવડ પણ પૂરી પાડતી હતી અને આડકતરી રીતે બીથુન કૉલેજની જાહેરાત પણ કરતી હતી. સીલાઈકામનો અભ્યાસક્રમમાં સમાવેશ કરીને સાવિત્રીબાઇ ફુલેએ આર્થિક સ્વાવલંબનના સિદ્ધાન્તને જ કાર્યાન્વિત કરવાનો પ્રયત્ન કર્યો હતો, ઉચ્ચશિક્ષણને ક્ષેત્રે માતૃભાષાને માધ્યમ તરીકે સ્વીકારી, અને કટકે કટકે પરીક્ષા આપી અભ્યાસ પૂરો કરવાની સગવડ આપવાની પહેલ કરનાર મહર્ષિ કર્વેએ તે સમયના દલિત અને શોષિત નારી સમાજને ઉચ્ચશિક્ષણ લેવાની સુવિધાઓ પૂરી પાડી હતી. કોણ જાણે કેમ પણ શિક્ષણના વધતા જતા વિસ્તારની સાથે આ આર્ષદ્રષ્ટા સમાજસુધારકોએ ઉપસાવવા ધારેલું શિક્ષણનું સ્વરૂપ બદલાઈ ગયું. પાશ્ચાત્ય શિક્ષણ-પદ્ધતિનું વણસમજું અનુકરણ કરીને અંગ્રેજી પદ્ધતિની ‘પબ્લીક લ'ની કઢંગી નકલ કરતો અને પરભાષાનો માધ્યમ તરીકે ઉપયોગ સ્વીકારતો
Page #213
--------------------------------------------------------------------------
________________ 192 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ એક પ્રવાહ ચાલુ થયો. સરકારી પીઠબળ અને અંગ્રેજી ભાષાના વધતાં પ્રભુત્વોને લીધે આ પ્રવાહ એટલો તો જોરદાર બની ગયો કે સમાજસુધારકોએ પોતાની વિલક્ષણ દષ્ટિથી નિહાળેલા સિદ્ધાન્તો એમાં તણાઈ ગયા. મોંઘીદાટ શાળા અને મહાશાળાઓમાં અપાતું શિક્ષણ માત્ર ઉચ્ચ-શ્રીમંત વર્ગનો ઈજારો બની રહ્યું. અંગ્રેજી બોલતા, અંગ્રેજીમાં વિચારતા, બહુજન સમાજથી અળગા તરી આવતા અને પોતાના જ દેશમાં પરદેશી બની જતા “બાબુઓ આ શિક્ષણવ્યવસ્થાની નીપજ બની રહ્યા. આ અસરમાંથી કન્યા-કેળવણી શી રીતે મુક્ત રહી શકે? પરિણામે કન્યા-કેળવણીના ક્ષેત્રે પણ ગંગા-જમુનાના પ્રવાહ જેવાજ ભિન્ન રંગના પ્રવાહો શરૂ થયા. એક તો મહાત્મા ફૂલે, અને મહર્ષિ કર્વે જેવા આર્ષદ્રષ્ટા સમાજસુધારકોએ શરૂ કરેલો-આર્થિક સ્વાવલંબને ધ્યાનમાં રાખી શરૂ કરેલો શિક્ષણ પ્રવાહ. ગામડાની અને શહેરની જરૂરિયાતમંદ સ્ત્રીઓ, નિરાધાર વિધવાઓ, ત્યક્તાઓ જેનું કોઈ નથી એવી અનાથ અબળાઓ, પેટિયું રળી ખાવા કાં તો વર્નાક્યુલર ફાઈનલની પરીક્ષા પસાર કરી “મહેતીજી' થાય અથવા તો નર્સની તાલીમ લઈ “પારકાના ગુ-મૂતર ઉસરડે’ અને પેટીયું રળે. પરંતુ આવી સ્ત્રી સમાજના જે વર્ગમાંથી આવતી હતી અને જે કારણસર આવતી હતી તેને લીધે દયાને પાત્ર વધુ હતી. સેવકવર્ગની હતી માટે શિક્ષિત હોવા છતાં, વ્યવસાયી હોવા છતાં, એમનું કોઈ સામાજિક સ્થાન કે પ્રતિષ્ઠા ન હતાં. ન છૂટકે લેવો પડતો આ માર્ગ હતો. બીજે પ્રવાહ હતો ઉચ્ચવર્ગની શ્રીમંત ઘરાણાની સ્ત્રીઓનો. પોતાના પતિને ક્લબમાં, હરવા ફરવામાં, સામાજિક સમારંભોમાં સાથ આપી શકે માટે પાશ્ચાત્ય ઢબની શાળા-મહાશાળાઓમાં જઈ અંગ્રેજીમાં વાતચીત કરતાં શીખે, પાશ્ચાત્ય ભાષા શીખે અને પતિનો માન-મર્તબો વધારી, શાળામાં અભિવૃદ્ધિ કરે. તેમાં પતિથી અલગ સ્વતંત્ર વ્યક્તિત્વ કે વિચારશક્તિ કેળવવાનો કોઈ પ્રયત્ન ન હતો કે સ્વાવલંબી જીવન જીવવાની જરૂરિયાત સ્વીકારાઈ ન હતી. આ બંને અંતિમ ધ્રુવોની વચ્ચે સામાન્ય વર્ગની સ્ત્રીઓનો સમુદાય આમાંના એક પણ પ્રવાહમાં ઝંપલાવ્યા વગર તટસ્થ રહીને શિક્ષણથી વંચિત જ રહી ગયો. કારણકે બે માંનો કોઈ એક પ્રવાહ બહુજન સમાજને સ્પર્શી શક્યો નહી. પરિણામે કન્યાકેળવણીનો વિસ્તાર મર્યાદિત રહ્યો. સ્વાતંત્ર્યોત્તર કાળમાં માત્ર આંકડામાંજ હિસાબ માંડીએ તો કન્યાકેળવણીના ક્ષેત્રે આપણે ઘણી હરણફાળ ભરી છે, પરંતુ ગંગા-જમુનાના આ બે
Page #214
--------------------------------------------------------------------------
________________ ક્યા કેળવણી 193 સમાંતર પ્રવાહોને સાંકળી દઈને એક સ્વતંત્ર, સહુને સમાવતું સંગમસ્થળ શિક્ષણક્ષેત્રે હજી વિકસાવી શક્યા નથી. શહેરોની શાળા-મહાશાળામાં પાશ્ચાત્ય ઢબે શિક્ષણ અપાય છે. આ શિક્ષાગ ખર્ચાળ છે એટલું જ નહીં પરંતુ શિક્ષણનો વ્યાપ વધારતી સગવડોનો અભાવ અને અછત દેખીતાં છે. ઘરગથ્થુ કામો જે સહુએ વહેલાં મોડાં તો કરવો જ રહ્યાં સવિશેષ સીઓએ * એની ઉપેક્ષા કરીને શિક્ષણ લેવું હોય તે કન્યાએ શિક્ષણસંસ્થામાં જવું પડે. યાતાયાતના સાધનોની અગવડ અને જગ્યાના અભાવને લીધે શિક્ષણ સંસ્થાઓનું સમયપત્રક એવું ઘડવું પડે કે ઘરગથ્થુ કામો માટે જરૂરી સમય અને ભાગતાનો સમય આ બે વચ્ચે સતત ખેંચતાણ રહે. પરિણામે ભણતી કન્યાના મનમાં પણ ઘરકામ પર એક પૂર્વગ્રહ બંધાઈ જાય અને બહુજન સમાજમાં ભણેલી છોકરી ઘરકામ ન કરે, એને આવડે પણ નહીં આવી કંઈક અંશે તથ્થવાળી માન્યતા ઘર ઘાલી જાય અને ભાગતર, લગ્ન-વિવાહ વચ્ચે આડું આવે માટે છોકરીઓ ભાગતી અટકી જાય. આવીજ બીજી મુશ્કેલી શિક્ષણ સાથે સંકળાએલા ખર્ચની છે. કન્યા કેળવણીને નિ:શુલ્ક કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં સરકારે આ પ્રશ્ન કંઈક અંશે ઉકેલી આપ્યો છે. પરંતુ આ સગવડનો લાભ ઉઠાવી કન્યાઓ કઈ શાળામાં જાય અને કેવી રીતે જાય એ પ્રશ્નો ઉકેલવા પરવા કરી નથી. ગણતરીબંધ શાળાઓ ધરાવતાં મોટા શહેરોમાં પણ પ્રવેશની મુશ્કેલી પડે એવા આપણા દેશમાં તો શાળાઓનું અસ્તિત્વ છે જ્યાં નથી એવાં ગામડાંઓજ વધુ છે. કન્યાઓને નિ:શુલ્ક કેળવણી આપી, કન્યાકેળવણીના દરવાજા ખુલ્લા મૂકી દીધા છે એમ કેટલાક શિક્ષણ પ્રધાન અને રાજ્યકર્તાઓ અને એમની વાહ વાહ પોકારનાર શિક્ષણશાસ્ત્રીઓ આ બધાને કોઈ તો પૂછે કે કઈ શાળાના દરવાજાની વાત કરો છો? શાળા કયાં છે? અને જ્યાં મર્યાદિત સંસ્થામાં પણ મહાશાળાઓ છે, એમાં શીખવામાં વૈવિધ્યભર્યા અભ્યાસક્રમો છે અને એ અભ્યાસક્રમોની તાલીમ માટે સુસજ્જ પ્રયોગશાળાઓ અને કાર્યશાળાઓ છે, અને આ બધાનો લાભ લેવા ઈચ્છતી જિજ્ઞાસુ અને હોંશીલી કન્યાઓ છે ત્યાં પણ આ કન્યાઓ ત્યાં જઈને ભણી શકે એવી શાળા-મહાશાળાઓ સાથે સંકળાયેલી સગવડો કેટલી? મુંબઈ જેવા પચરંગી મહાનગરમાં દૂર દૂરથી આવતી કે બહારગામથી કોઈ ખાસ અભ્યાસક્રમનો લાભ લેવા આવતી વિદ્યાર્થિનીઓ માટે સમાજના છાત્રાવાસ કેટલા અને કેવા? એક સર્વેક્ષણ કરીએ તો ખ્યાલ આવે કે સંખ્યા અને
Page #215
--------------------------------------------------------------------------
________________ 194 અમૃત મહોત્સવ સ્મૃતિ . ગુણવત્તા બન્ને દષ્ટિએ આ મહાનગર પણ આમાં કેટલું પાછું પડે છે. તો પછી બીજાં શહેરોની તો વાત જ શી ? જે છે તે છાત્રાવાસો પણ મોટેભાગે યુનિવસીટી કે સરકાર દ્વારા સિંચાલિત હોય ત્યારે ચીલાચાલુ ઘરેડ પ્રમાણે ચાલતાં હોય. એમાં રહેવા-ખાવાનો ખર્ચ બહુજ ઓછાને પોસાય એમાં જગ્યા મેળવવી મુશ્કેલ, છાત્રાવાસના નિયમો પાળવાને બદલે તોડવા માટેજ વધુ ઘડાતા હોય. પરિણામે શિક્ષા મુશ્કેલીઓ કે જાતીય આવેગ-આક્રમણો વિષે માર્ગદર્શન આપવાની વ્યવસ્થાનો સદંતર અભાવ, અને પરિણામે છાત્રાવાસો અને સવિશેષે કન્યા છાત્રાવાયો એટલે સંચાલકો માટે સમસ્યાનો પટારો, મા-બાપો માટે પોતાની દીકરીને ઉછાંછળી અને ઉદ્ધત બનાવવા માટેનું સુફિયાણું સ્થાન અને સ્વયં છાત્રાઓ માટે સંયમરહિત, નિબંધ જીવનપદ્ધતિ વિકસાવવાની તાલીમશાળા બની રહે ખાનગી છાત્રાલયો કે વિવિધ જ્ઞાતિનાં સંગઠનો દ્વારા સંચાલિત છાત્રાલયો ઘણીવાર પ્રવેશ માટેની ચિત્રવિચિત્ર મર્યાદાઓ સમયાનુસારી ન હોવાને લીધે હાસ્યાસ્પદ લાગતી પણ કડકાઈથી લાદવામાં આવેલી આકરી શિસ્ત અને સગવડભર્યા રહેઠાણ અને રહેણાકને લીધે અને કોઈ કોઈ વાર ખુલ્લ ખુલ્લી રીતે રહેવા ખાવાના ખર્ચમાં અપાતી ધર્માદા સ્વરૂપની રાહતને લીધે અછતમંદ અને અભાવગ્રસ્ત વિદ્યાથીઓના આશ્રયસ્થાન જેવા બની રહે છે, અને વ્યક્તિત્વ-વિકાસના પ્રશ્નો ઊભા કરે છે. આમ કન્યા-કેળવણીના વધતા જતા વ્યાપની સાથે, કન્યા-કેળવાગીના આર્ષદ્રષ્ટાઓએ આ વ્યાપને ટકાવતી તંત્રવ્યવસ્થા બનાવતી વ્યવસાયલક્ષી તાલીમ આપતા અભ્યાસક્રમોન હવે વધુને વધુ અગત્ય આપવામાં આવી રહી છે, ત્યારે આ તાલીમનો વધુમાં વધુ લાભ લઈ શકાય એવી સગવડો પાગ પૂરી પાડવી રહી. જરૂર છે એવા છાત્રાવાસોની ક્યાં કન્યાઓને શિસ્તબદ્ધ અને સંયમિત દિનચર્યા અનુસરવી પડે પણ સ્વમાન સાચવીને, ગૌરવભેર રહીને જ્યાં ગૃહકાર્ય અને અભ્યાસનો સુમેળ સાધી શકાય એવી કાર્યવ્યવસ્થા ગોઠવવામાં આવી હોય, જ્યાં પ્રવેશ માટે ના જ્ઞાતિબંધન નડે, ન આર્થિક અભાવ કે ન સ્થળનો અભાવ પજવે. પ્રત્યેક કન્યાશાળા કે મહાશાળામાં એકાદ મોટો ઓરડો ફાજલ પાડીને એક નાનો સરખો છાત્રાવાસ પૂરો પાડી શકાય. સંસ્થાને અનુકુળ સમયપત્રક
Page #216
--------------------------------------------------------------------------
________________ 195 કન્યા કેળવણી બનાવી, એ સમયપત્રકને અનુરૂપ પૂરક કાર્યપ્રણાલી વિકસાવી કન્યાઓને નિયમિતતા અને ચોક્સાઈના પાઠ શીખવી શકાય, એટલું જ નહીં પરંતુ આ નાનકડા આવાસમાં સફાઈ વ્યવસ્થા તો જરૂર હોય, તેને માટે ખાવા-પીવાની વ્યવસ્થા પણ કન્યાઓ વારાફરતી જાતે જ કરે તો નિભાવ ખર્ચમાં પણ ઘણી રાહત રહે અને ફનીચર, જેવા બિનજરૂરી ખર્ચાઓ ઘટાડી સ્વચ્છ, સગવડભર્યું છતાં પણ સાદું નિવાસસ્થાન પૂરું પાડી શકાય. સવાલ છે દષ્ટિનો અને હિંમતનો કારણકે દષ્ટિ વગર નવીને ઉન્મેષ સૂઝતા નથી અને હિમ્મત વગર આ ઉન્મેષો અમલી અને અસરકારક બનતા નથી. વેડછી-ઉદવાડા અને વાપી બાજુ આશ્રમશાળાઓમાં આવી વ્યવસ્થા વિકસાવવાના પ્રયત્નો થયા છે. પરંતુ આવી વ્યવસ્થાને ગ્રામીણ, જૂનવાણી અને ચોખલ્યિા કહી હસી કાઢતા શહેરીજનો આ સુલભ અને સાદી નિવાસ પદ્ધતિ સ્વીકારશે ત્યારે શહેરી શિક્ષણ-સમસ્યાનો એક પ્રશ્ન-ઘર અને અભ્યાસસ્થળ વચ્ચેના અંતરને લીધે વધી જતી યાતાયાતમાં ખરચાતો સમય, શક્તિ અને શ્રી ઉકેલી શકીશું. જે સંસ્થાના અમૃત મહોત્સવ નિમિત્તે આ લેખ લખાયો છે તે શ્રી મહાવીર જૈન વિદ્યાલય એ વિદ્યાપ્રસારના કાર્યમાં દષ્ટિપૂર્વકના આયોજનથી, ચલાવવામાં આવતો છાત્રાવાસ શું કરી શકે એનું જ્વલંત ઉદાહરણ છે. શું આ નિમિત્તે આ દૂર-દૂરના ખૂણાઓમાં આવા બે ચાર કન્યા છાત્રાલયો સંસ્થા ન વિકસાવી શકે? જૈન સંચાલન હેઠળ ચાલતી કન્યાશાળાઓ મહાશાળાઓની અડોઅડ અથવા શાળાની ઈમારતમાંજ એકાદ મોટો હલ સૂવા-બેસવા માટે વાપરી શકાય અને એકાદ-બે નાના ઓરડાઓ રહેણાક માટેની અન્ય સગવડો માટે વાપરી શકાય. જરૂર પડે દિવસના ભાગમાં નાના ઓરડાઓમાં વર્ગો પણ ચલાવી શકાય. શાળા સાથે સંકળાયેલ ઉપહારગૃહમાં ભોજનની વ્યવસ્થા થઈ શકે. કન્યાઓ જાતેજ સફાઈ કરે, ભોજનની વ્યવસ્થા કરે, અને દિવસ દરમિયાન આરામ કરવો હોય ત્યારે વાચનાલયમાં કે જિમખાનામાં જઈ મન-તનનો વ્યાયામ પાર કરી શકે. સમય બચે એટલે અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે અને સહુથી વિશેષ તો સતત શૈક્ષણિક વાતાવરણમાં રહેતી હોવાને લીધે સ્વનો વિકાસ સાધી શકે.
Page #217
--------------------------------------------------------------------------
________________ 196 અમૃત મહોત્સવ સ્મૃતિ રે 26. ગુરુ વંદના - મૃણાલિની દેસાઈ શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થાનો અમૃત મહોત્સવ ઉજવાતો હોય ત્યારે સ્વાભાવિક રીતે પોતાના ગુરુનું સ્મરણ થયા વિના કેમ રહે? અને સ્મરણ સાથે એમને કૃતજ્ઞ થઈ પ્રણામ કર્યા વિના કેમ રહેવાય? આમ તો હું જે શાળામાં ભણી એ શાળાના શિક્ષકોએ જે સંસ્કાર સિંઆ, રીતભાત શીખવાડી અને ઉત્તમ ગુરુમંત્ર માટેની પૂર્વભૂમિકા રચી તેનું મહત્ત્વ ઘણું છે. એ સહુને તો પ્રથમ પ્રણામ પણ આજે આ પ્રસંગે એ ગુરુઓના પણ ગુરુ, ભારતના જ નહીં પણ જગતના, પૂજ્ય એવા બાપુને મારે વંદન કરવું છે. જોગાનુજોગે, શાળામાં ભણતી હતી ત્યારે જ મારે સેવાગ્રામ આશ્રમમાં પણ જવાનું થયું. મુ. કાકાસાહેબ કાલેલકર અને મુ. શંકરરાવ દેવ જેવાની આંગળી પકડીને ગઈ એટલે (અને આમ પણ બાપુ પાસે નાનાં છોકરાઓ માટે મુક્તકાર હતું એટલે !) સીધી બાપુ પાસે પહોંચી ગઈ હતી. ત્યારે મને જે શિખામણ અને ગુરુમંત્ર મળ્યો એનાથી જીવન આખું રંગાઈ ગયું. એ જમાનામાં વિદ્યાદાનનો રાજમાર્ગ ‘સોટી વાગે ચમ ચમ વિધા આવે ધમ ધમ્ એવો જ હતો. પણ બાપુના રાજમાં સોટી તો ઠીક એક કઠોર શબ્દ સરખો સાંભળવો ના પડ્યો! ઉપદેશ કરવો ગમે પણ સ્વીકારવો ના ગમે એવો હોય - પણ બાપુએ કહેલું મનમાં ઊતરી એવું વસી ગયું અને વસમું જરા પણ ના લાગ્યું! ખરેખર બાપુ જેવા (શિક્ષક મળવા એ જન્માંતરનું પુણ્ય જ! વાત જાણે એમ હતી, આશ્રમમાં પહોંચી એ રાત્રે સૂતી વખતે મારી
Page #218
--------------------------------------------------------------------------
________________ 197 ગુરુ વંદના બે સૂતાં હતાં એ બહેને વાત કરી, “તને ખબર છે ને? અહીં ચાર વાગે બધાંને ઊઠવાનું હોય છે.' મળસ્કે ચાર વાગે ઊઠી જવાની વાત ગમે એવી તો નહોતી જ! અને છતાં ચાર વાગે ઊઠવું છે એ ધાસકાથી આખી રાત નિરાંતે ઊંઘી ના શકી. જરા આંખ મળે ત્યાં ઝબકીને જાગી જવાય, ચાર વાગશે તો?” ચાર વાગ્યા ત્યારે તો ઠણ-દાણ ઘંટ વાગ્યો. બધાં ચપોચપ ઊઠી ગયાં. પથારીઓ ઉપાડી પોતપોતાનાં ફાનસ લઈ ચાલ્યાં પણ ગયાં. હું ઊઠી તો ખરી. પણ મારી પાસે ફાનસ પણ નહોતું. અને ક્યાં જવાનું એ પણ ખબર નહોતી! જરા આમ તેમ કરી હું ફરી પથારીભેગી થઈ. મનમાં વિચાર્યું ‘આ બધાં દોડી ગયાં હશે ત્યાં પ્રાર્થના કરવા. પણ આટલાં બધાં માણસોમાં મને આટલી નાની છોકરીને કોઈ ઓળખતું પણ નથી. અને અંધારામાં કોને ખબર પડવાની હતી! હું જાઉં કેન જાઉં.. કાંઈ ફેર નથી પડવાનો!” અને પછી નિરાંતે ઊંઘી ગઈ. નિરાંતે સાત વાગે ઊઠી. આખા ખંડમાં કોઈ નહોતું. બધાં પોતપોતાને કામે ગયા હશે એવું માની દાતણપાણી નિરાંતે કરી કપડાં લઈ હું નહાવા ગઈ. ત્યાં પણ બધું સૂમસામ હતું. ખૂબ પાણી લઈ નહાવા ધોવાનું પતાવ્યું. ખાદીનાં જાડાં કપડાં. બરાબર નિચોવતાં પાગ ના ફાવ્યાં. એ ભારેખમ બોને ઓરડા સુધી લઈ કેમ જવો? કપડાં નાંખ્યાં ખભાપર અને આરામથી જતી હતી ત્યાં સામેથી ખુદ બાપુજ આવતા દેખાયા! આનંદ પણ થયો અને અકળાઈ પણ ગઈ.. આ વેશે પ્રણામ પણ ના કરી શકાય! બાપુએ મારી સામે જોઈ હસીને પૂછયું કાલે સાંજે આવી કેમ?” “જી” મેં કહ્યું, કાવે છે અહીં?” “જી” હું તો પછી સવારે પ્રાર્થનામાં ના દેખાઈ - કેમ? ઊઠી નહોતી ?' ‘ઊઠવાનો સવાલ જ ક્યાં હતો? રાતભર લગભગ જાગતી જ હતી!” મેં કહ્યું. એમ? તો પછી કેમ ના આવી ?' - બાપુ! ક્યાં જવું એ ખબર નહોતી. અને. અંધારું બહુ હતું. મને બીક લાગી!' કહેતાં કહેવાઈ તો ગયું.. પણ થયું હવે બાપુ બહુ વશે.. આકરી સજા ઠપકારશે. આ મોટા માણસોનું ભલું પૂછવું. આમ કહેશે સાચું બોલવું.. પણ.. સામે જોયું તો બાપુ ખિલખિલાટ હસતા હતા. વઢયા નહીં, કાંઈ નહીં! માથાપરથી માણનો ભાર ઊતર્યો હોય તેમ હું પણ હસી! પછી તો આપણારામ ફાવી જ ગયા! હવે બાપુને જ ખબર હતી
Page #219
--------------------------------------------------------------------------
________________ 198 અમૃત મહોત્સવ સ્મૃતિ માં કે મને અંધારામાં બીક લાગે છે એટલે મારે ચાર વાગે ઉઠવાનું પણ મઢ્યું ને પ્રાર્થનામાં જવાનું પણ મટયું! ચાર પાંચ દિવસ પછી એમજ આરામથી નહાવાનું પતાવી આવતી હતી ત્યાં બાપુ સામેથી આવતા દેખાયા. પાસે જઈ પ્રણામ કર્યા ત્યાં એમણે પૂછયું.” ‘કેમ ચાલે છે?' સરસ! મજા આવે છે!” ‘પણ હજુ પ્રાર્થનામાં નથી આવતી?” આવડા મોટા બાપુને મારે શું કહેવું? ચાર દી'માં નહોતી હું મોટી થઈ કે નહોતું અંધારું ઓછું થયું! પણ બોલાય કેમ? ચૂપ રહી. બાપુએ કહ્યું “જા કપડાં સુકવીને આવ. આપણે જરા ફરીએ.' અરે ! આ તો સોનાનો સૂરજ ઊગ્યો! બાપુ સાથે સવારે નિરાંતે ફરવાનો સમય મેળવવા ભલભલા તડપી રહેતા... એમ સાંભળ્યું હતું. જે પણ હતું. અને એ બાપુ સામે ચાલીને મને કહેતા હતા “આપણે જરા ફરીએ' ! કપડાંના ડૂચા જેમ તેમ દોરી પર ઠાલવી દોડતી જઈ બાપુ સામે ઊભી રહી. બાપુ કહે “ચાલો આજે આશ્રમમાંજ આટા મારીશું' અને બાપુ કાંઈક પૂછતા. અને હું કોણ જાણે શું ને શું બોલ્યા કરતી. એમ આખા આશ્રમમાં અમે ત્રણ ચાર ફેરા ફર્યા. પછી બાપુએ પૂછયું. કેમ? હવે આ આશ્રમના રસ્તા બરાબર જોયા?' ‘જોયા. હવે તો બરાબર જોઈ લીધા!' “એમ?' જી! કહો તો આંખો મીંચી ફરી આવું ‘હા ફરી આવો, હું અહીં ઊભો છે.' અને આંખો મીંચી જરા પણ અંચાઈ કર્યા વિના ગોળ ચકકર લગાવીને બાપુ સામે આવીને ઊભી રહી. મને એમ કે બાપુ પીઠપર ધબ્બો મારી શાબાશી આપશે. પણ બાપુની આંખો નટખટ હતી. મને પૂછયું. “હવે કાલે પ્રાર્થનામાં આવશે ને?' મારી સામે જવાબ જ ક્યાં હતો? આંખો મીંચી ત્યારે અંધારું હતું. અને અંધારામાં પણ હું સડસડાટ ચાલી આવી હતી! વાત આમ નાની પણ જિંદગીમાં કોઈપણ પ્રસંગે મનમાં બીક ના
Page #220
--------------------------------------------------------------------------
________________ ગુરુ વંદના 199 હોય, પાપ ના હોય ત્યારે કોઈ પણ કામ નિ:શંક મને કરી શકાય-આ ગરુમંત્ર એમાંથી મળ્યો. એક દિવસ બાપુની કુટીરમાં બેઠી બેઠી રેટિયો કાંતતી હતી. બાપુ ટપાલ જતા હતા. એક મસમોટો પત્ર આવેલો, પાંચ છ કાગળ હતા. ટાંકાણીથી ટાંકેલા હતા. તે વાંચતાં ના ફાવે એટલે બાપુએ ટાંકણી કાઢી અને હું પાસે જ હતી. મને કહ્યું કે આ મૂકી. મેં ટાંકણી લીધી. રેટિયામાંજ બાજુ પર મૂકી. પછી રેંટિયો બંધ કરી ઊઠી. ત્યાં સુધી તો એ ટાંકણીને ભૂલી પાગ ગઈ.. બે ચાર દિવસ પછી એમજ ત્યાં બેઠી હતી, સામે રેટિયો પણ હતો જ. બાપુ કાંઈક લખતા હતા. લખતાં લખતાં મને કહે “પેલી ટાંકણી આપ તો.” ઓહ! ચાર દી' પહેલાં આપેલી એ ટાંકણી! ક્યાં ગઈ હશે રામ જાણે! ‘કેમ? ટાંકાણી...' ‘ક્યાંક ગઈ... યાદ નથી.’ નીચે જોઈ કહી દીધું. ‘તારે તો દેશમાટે, સમાજમાટે કાંઈક કરવું છે. ખરું?' ‘જી!'.. પણ એની સાથે આ ટાંકાણીને શું?'... ‘સમાજજીવનમાં પારકી વસ્તુ, પારકા પૈસા, પારકાનું હિત, બધું જ સાચવવું પડે! પોતાની જાત કરતાં વધુ સાચવવું પડે! ટાંકાની બીજા કોઈની હતી. તારા પર ભરોસો રાખી તને રાખવા આપી હતી. એક ટાંકણી સંભાળીને સાચવી ના શકાય? કાલે ઊઠી કોઈ દિલની વાત ભરોસો રાખીને કહે તો એ કેમ સચવાશે?' બાપુ વઢતા નહોતા, શાંતિથી સમજાવતા હતા. પાગ એ પાઠનો અક્ષર-અક્ષર મનમાં ઠસી ગયો! એક વાર “અસ્તેય' ચોરી ના કરવી એ વાત બાપુએ સાંજની પ્રાર્થના પછી ભાર દઈ દઈને કહી. ત્યાર પછી બાપુ મળ્યા ત્યારે મેં કહ્યું “બાપુ! મેં કદી ચોરી કરી નથી. અને કરવાની પણ નથી !' ‘તું સારી છોકરી છે!' બાપુએ કહ્યું. હું તો ફૂલીને ફાળકો થઈ! બે દિવસ પછી આશ્રમના છોકરાઓને બાપુ કાંઈક કહેવાના હતા. બધા છોકરાઓ જઈ પહોંચ્યા. હું સહેજ મોડી પડી. દોડતી ગઈ ત્યાં બાપુએ પૂછ્યું. “મોડું થયું?”
Page #221
--------------------------------------------------------------------------
________________ 200 અમૃત મહોત્સવ સ્મૃતિ . જી!' કેટલું મોડું કર્યું?' પાંચ મિનિટ!” ‘અહીં કેટલાં છોકરાં છે?' મેં નજર ફેરવી ગણી લીધાં અને કહ્યું.' ચાલીસ ચાલીસ અને હું એક એકતાલીસ જણની જિંદગીની દરેકની પાંચ મિનિટ તેં ચોરી! આપણે કોઈને એક ક્ષણની પણ આવરદા આપી શકીએ છીએ?” બાપુએ પૂછયું. ‘ના જી!” “તો પછી કોઈની એક ક્ષણ પણ પોતાની લાપરવાહીથી વેડફી નાંખવી એ ગુનો નથી? અક્ષમ ચોરી નથી?' બાપુની જીવનદૃષ્ટિ અને એમની શિસ્ત-એમનું પોતાનું ચારિત્ર એટલું પારદર્શક અને તલસ્પર્શી હતું. તેથી જ એઓ જગતને વંદનીય હતા. એમની પાવન સ્મૃતિને જેટલાં વંદન કરું એટલાં ઓછાં જ લાગે છે!
Page #222
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 201 27. શિક્ષણ અને સાહિત્યનું શિક્ષણ - જયંત પાઠક આપણી શાળા-મહાશાળાઓના અભ્યાસક્રમમાં અન્ય વિષયો સાથે સાહિત્યના શિક્ષણનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ગમાં શિક્ષક જેમ ઇતિહાસ, ગણિત, અર્થશાસ્ત્ર કે વિજ્ઞાન શીખવે છે તેમ કવિતા, વાર્તા કે નાટક પણ શીખવે છે. સામાન્ય રીતે શિક્ષણનું પ્રયોજન જ્ઞાનપ્રાપ્તિ ને જ્ઞાન પ્રસાર ગણાય. વિદ્યાર્થી અભ્યાસ વિષયમાં વધારે સજજતા મેળવે, એનું જ્ઞાન વધે, બે નિષ્ણાત બને, એ ઉદેશ સિદ્ધ કરવાનો હોય છે. શિક્ષણના આ સામાન્ય પ્રયોજન કે ઉદેશનો સાહિત્ય, શિક્ષણના સંદર્ભમાં વિચાર કરીએ ત્યારે કંઈક જુદું કહેવાનું પ્રાપ્ત થાય છે. કવિતા, વાર્તા, નાટક આદિનાં શિક્ષણનું મોજન માહિતી કે જ્ઞાન આપવાનું નહિ તેટલું રસ, આનંદ, આહલાદ આપવાનું હોય છે. સાહિત્યનો વિદ્યાર્થી સાહિત્યના અભ્યાસમાં આ વસ્તુ ભણી બહુ લક્ષ આપતો નથી એમ લાગે છે. વર્ગમાં શિક્ષક કવિતા શીખવતા હોય તો એ કાવ્યના કેન્દ્રમાં રહેલો ભાવ-વિચાર કહે, કાવ્યના છંદનું જ્ઞાન બાપે, અલંકારો ઓળખાવે, અઘરા શબ્દોના અર્થ કહે ને એટલામાં જ કાળનો અભ્યાસ પૂરો થયો ગાગે તો તે બરાબર નથી. કવિતાનું શિક્ષણ તે કવિતા વિશેની માત્ર સ્કૂલ કે બાહ્ય માહિતી નથી, એથી કંઈક વિશેષ છે. એમાં તો અભ્યાસ વિષય બનેલા કાવ્યનો, એટલે કે એમાં રહેલા સાહિત્યપદાર્થનો પરિચય કરાવી એમાંથી રસનિષ્પત્તિ સિદ્ધ કરવાની છે. બીજી રીતે કહીએ તો કવિતા, વાર્તા કે નાટકમાં નિહિત ભાવનું સંવેદન વિદ્યાર્થીનાં ચિત્તમાં પ્રગટાવવાનું હોય છે. કેવળ માહિતી કે જ્ઞાન આ ન કરી શકે.
Page #223
--------------------------------------------------------------------------
________________ શિક્ષણ અને સાહિત્યનું શિક્ષણ એ માટે તો શિક્ષકે વિદ્યાર્થીની સંવેદનશીલતા જાગૃત થાય ને રસાનુભવ સુધી પહોંચે એવા ઉપાયો યોજવાના હોય છે. આ કાર્ય શિક્ષક તો જ કરી શકે જો એનામાં સાહિત્ય પ્રતિ અભિરુચિ હોય, સંવેદનશીલતા હોય ને તેને વિદ્યાર્થીમાં સંક્રાન્ત કરવાની આવડત હોય. આ મુદ્દાને આગળ લંબાવીએ તો સાહિત્યના આસ્વાદ વિશે, ભાવન વિશે વિચારવાનું પ્રાપ્ત થાય. આપણા સાહિત્યમીમાંસકોએ સાહિત્યિક કૃતિને આસ્વાદવાની વિશિષ્ટ શક્તિને ભાવયિત્રી પ્રતિભા કહીને ઓળખાવી છે. આ પ્રતિભા બધાંમાં હોતી નથી એમ કહીને એમણે આસ્વાદના અધિકાર વિશે પણ કહ્યું છે. સાહિત્યકૃતિનો ભાવક વિશેષ ને વિશિષ્ટ શક્તિ ધરાવે છે. શિક્ષણની વાત લક્ષમાં રાખીને કહીએ તો એનો અર્થ એ થયો કે સાહિત્યનું શિક્ષણ આપનાર શિક્ષક ભાવયિત્રી પ્રતિભા ધરાવનારો, સંવેદનશીલ રસિક ભાવક હોય. વર્ગમાં એ કવિતા શીખવે ત્યારે વિષય સાથે તન્મા થઈ જાય. પેલા અન્ય વિષયના જ્ઞાનવિતરક શિક્ષક જેવો એ વિણ પરત્વે તટસ્થ ન હોય, એમાં ઓતપ્રોત હોય. સાહિત્યનાં શિક્ષણ સંબંધમાં, આજના ભૌતિક સિદ્ધિ-સમૃદ્ધિના વધતા જતા મહિમાના અરસામાં એવો પ્રશ્ન પાગ થાય કે સાહિત્ય જેવા, કોઇ ભૌતિક લાભ માટે ઉપયોગી નહીં એવા વિષયને શિક્ષણમાં સ્થાન જ શા માટે હોવું જોઈએ. જીવનના રોજિંદા વ્યવહારમાં એની ઉપયોગિતા કે સાર્થકતા શી? વાત વિચારવા જેવી છે. વિચારીએ. 'શિક્ષણ'નો પર્યાયવાચક એક શબ્દ “કેળવણી' છે. આ કેળવણી' શબ્દ સૂચવે છે તેમ શિક્ષણનો ઉદેશ મનમાં રહેલા ગુણને કેળવવાનો છે. સાંપ્રત કાળમાં માણસનો ઝોક ભૌતિક સિદ્ધિઓ ને સુખસગવડો મેળવવા તરફ વધારે છે. એવી સિદ્ધિ ને સુખસગવડ ન અપાવે તે બધું એને મન નકામું છે. સાહિત્યને ને સાહિત્યના શિક્ષણને પણ આ દષ્ટિએ નકામાં ગાગવાનું એનું વલણ છે. એની આવી સમજ પાછળ સાહિત્યની સૂક્ષ્મ શક્તિ વિશેનું એનું અજ્ઞાન રહેલું સમજાય છે. આમ તો સાહિત્ય આનંદ આપે છે, આહલાદ આપે છે, ને એ જ એનું મુખ્ય ને મૂળ પ્રયોજન છે એમ કહેવાયું છે, પણ સાહિત્ય તેમ એનું શિક્ષણ એટલેથી જ અટકી જતું નથી. આહલાદના અનુભવ પછી પણ સાહિત્યકૃતિના ભાવનની અસર મનમાં રહે છે. એને આપણે સંસ્કાર
Page #224
--------------------------------------------------------------------------
________________ બા મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 203 કહીએ. સાહિત્યકૃતિમાં નિહિત સંવેદન, ભાવ-વિચાર, જીવન અને જગત વિશેનો અવબોધ ચિત્તકોષમાં દીર્ઘકાલ પર્યંત રહે છે ને આપણા ચિત્ત ઉપર પ્રભાવ પાડે છે. સાહિત્ય માત્ર તત્કાલ આનંદ આપીને લય પામી જતું નથી, એનો લય ચિત્તમાં વ્યાપે છે ને આપાગા ચૈતન્યનો અંશ બનીને રહે છે. આ રીતે ને આ અર્થમાં સાહિત્યના પ્રયોજનને સમજવાનું છે. સાહિત્યમીમાંસકોએ કાવ્યનાં પ્રયોજનો ગણાવતાં કાન્તાસંમિત ઉપદેશને પણ એક પ્રયોજન કર્યું છે. સાહિત્ય એની ર દિથી ચિત્તને સંસ્કારે છે, કરે છે ને સૂક્રમ પરિવર્તન પણ આણે છે. શિક્ષણ-વ્યવસ્થામાં સાહિત્યના શિક્ષણના સ્થાનનો મહિમા સામે આ દષ્ટિએ વિચારતાં ભાગ્યે જ કશું કહેવાનું
Page #225
--------------------------------------------------------------------------
________________ 204 અમૃત મહોત્સવ સ્મૃતિ પાંચ 28. શિક્ષણનું માધ્યમ - મફત ઓઝા શિક્ષણનું માધ્યમ ભાષા હોવાથી ભાષાનું શિક્ષણ અનિવાર્ય બને છે. સામાન્ય રીતે શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા, રાષ્ટ્રભાષા કે આંતરરાષ્ટ્રીય ભાષાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ભાષા એ રાષ્ટ્ર પર લાદવામાં આવેલી હોય છે. જે લોકો પોતાને સમાજના ઉચ્ચ સ્તરના વધુ સંસ્કારી સમજે છે તેઓ એમનાં સંતાનોને એ ભાષાના માધ્યમમાં શિક્ષણ આપે છે. ઘરમાં બોલાતી ભાષા અને શિક્ષણની ભાષા જુદી જુદી હોવાથી સંતાનો બેય ભાષામાં અટવાય છે ને પછી તે અવઢવમાં એનું બે રીતે અહિત થાય છે. ઘરની - ઘરગથ્ય ભાષા પર એનું ધ્યાન કેન્દ્રિત ન થવાથી એ એની સજ્જતા કેળવી શકતો નથી. એથી ઊલટું તો એમ બને છે કે ઘરની ભાષાથી એ અતડો થાય છે. જે ઘરમાં એ અઢાર કલાક જેટલો ઓતપ્રોત રહે છે ત્યાં પેલી એની શિક્ષણની ભાષા નથી. એટલે કે જે ડાળીએ એને ચડાવ્યો છે તે એને ઘરના વાતાવરણમાં કોઠે પડે તેમ નથી અને જે ધાવણ સાથે ભાષા પાવામાં આવી છે એનાથી એને ઉતરડી લેવાનો પ્રયત્ન થાય છે. પરિણામે 1. એ નથી એની માતૃભાષાને પામી શકતો કે નથી એની સજ્જતા માટે વાતાવરણમાં ભળી શકતો. 2. એ જે ભાષામાં શિક્ષણ લે છે તે નથી આત્મસાત કરી શકતો કે નથી એ વાતાવરણમાં પ્રવેશી શકતો. માતૃભાષામાં સંતાન શિક્ષણ મેળવે એની મા-બાપને નાનમ લાગે છે.
Page #226
--------------------------------------------------------------------------
________________ શિક્ષણનું માધ્યમ 205 એઓ એમના સંતાનને વિશ્વફલક પર મૂકવા ઇચ્છે છે એવું નથી હોતું. તેઓ સંતાનનો વિચાર કર્યા વિના ઉચ્ચ સ્તરના લોકોનાં સંતાનો ભણતાં હોય ત્યાં પોતાનાં સંતાનોને વાદે ચડી ઢસડી જાય છે. વળી અંગ્રેજી જેવી ભાષા શીખવવામાં મા-બાપ ગૌરવ અનુભવતાં હોય છે. ઘરમાં મમ્મી-પપ્પા કચ્છી, કાઠિયાવાડી કે તળગુજરાતની બોલી બોલતાં હોય છે ને સંતાન શુદ્ધ અંગ્રેજી બોલે એ માટે ટ્યુશન રાખતાં હોય છે. અર્થાત્ પરિવારની એ વ્યથાથી મૂંઝારો અનુભવે છે. આ સ્થિતિ અત્યારે મહાનગરોમાં ઘેરું રૂપ લઈ રહી છે. પરિવારની માતૃભાષા અને શિક્ષણની આંતરરાષ્ટ્રીય ભાષા વચ્ચે મેળ સધાતો ન હોવાથી સંતાન એના શિક્ષણમાં ગૂંચવાડો અનુભવે છે. પરિણામે એના શિક્ષણમાં દિનપ્રતિદિન ક્યાશ વધતી જાય છે. કોઠાસૂઝના શિક્ષણને સ્થાને ગોખણપટ્ટીનું શિક્ષણ સ્થાન લેતાં સંતાનો એમની યાદશક્તિને કેળવે છે. યાદશક્તિથી જ્ઞાન વધે, પણ ઘડતર ના થાય. વળી એ વેઠ લાગે. એની સહજતાનો અનુભવ ન થઈ શકે. શિક્ષણ એ તો લોહીના લયમાં ઓગળી ધબકવું જોઈએ. શિક્ષણ એ ત્વચા છે. એને વસ્ત્રોની જેમ પહેરી ન શકાય. માતૃભાષા સિવાયની ભાષામાં અપાતું શિક્ષણ એ વાઘા છે. આવા વાઘા પહેરાવી સંતાનોને શણગારી શકાય, કેળવી શકાય નહિ. માતૃભાષા અને રાષ્ટ્રભાષાનો પણ આવો જ પ્રશ્ન છે. રાષ્ટ્રભાષા એ આમ તે લાદેલી ભાષા નથી. એના સંસ્કાર વ્યક્તિમાં પડેલા હોય છે. સમગ્ર દેશનો મોટા ભાગનો વર્ગ આ ભાષા બોલે છે. એટલે વ્યવહારમાં અને વહીવટમાં એનો ઉપયોગ થતો હોવાથી એ અજાણી કે પરાઈ ભાષા લાગતી નથી. બાળક જે પરિવેશમાં હોય છે ત્યાં એનું થોડું ઘણું વાતાવરણ હોય છે. સામાન્યત: રાષ્ટ્રભાષા તો પ્રાદેશિક ભાષાઓમાંથી ઘડાતી આવતી હોય છે. એક ભાષાકુળનું એ રચાયેલું રૂપ હોય છે. આથી એ માધ્યમ તરીકે આવે ત્યારે એના આછી-પાતળા સંસ્કારને લીધે એ ભારરૂપ ન લાગે. શિક્ષણ ત્રણ સ્તરીય ભાષામાધ્યમથી અપાતું આવ્યું છે 1. આંતરરાષ્ટ્રીય ભાષા: વિશ્વની પ્રજાઓમાં જે ભાષા વધુ પ્રચારમાં અને વ્યવહારમાં હોય તે ભાષા આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે સ્થાન પામે છે. આજે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય
Page #227
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ છે ભાષા છે. એથી વિશ્વના દેશોમાં ઘણી સંસ્થાઓ આ ભાષાને શિક્ષણના માધ્યમ તરીકે સ્વીકારે છે. અંગ્રેજી ભાષાનું જ્ઞાન અપાય, એની સામે કોઈને વાંધો ન હોય. પણ સમગ્ર શિક્ષણને એ ભરડામાં લે એ ઉચિત નથી લાગતું. વિશ્વમાનવની ઝંખના તો જૂજ માણસોને હોવાની. એ જૂજ વ્યક્તિઓ માટે શિક્ષણનું માધ્યમ લાદવું તે કેટલું ઉચિત? વળી જે ભણે છે તે સંતાનને તો કોઈ ઇચ્છાની વાત જ નહિ! એક તો એની એવી અવસ્થા હોય છે કે એ જાતે કોઈ નિર્ણય ન લઈ શકે ને જ્યારે એની એ પ્રકારની સમજ કેળવાય ત્યારે એનો લાચારી સિવાય બીજો વિકલ્પ હોતો નથી. સંતાનને મા-બાપ એમની મહત્ત્વાકાંક્ષામાં ગળે ઘંટ બંધાવી દે તે બરાબર નથી. બાળક એની પકવ વયે આંતરરાષ્ટ્રીય ભાષામાં સજ્જતા કેળવવા ઇ તો એને કોઈ રોકતું નથી. પણ કુમળા છોડને કઢંગી રીતે ઉછેરવાની મા-બાપની ઝંખના અંતે તો એમની ક-સેવા કરે છે. આંતરરાષ્ટ્રીય ભાષા વહીવટ અને વ્યવહાર માટે જરૂરી હોય તો એટલા પૂરતી સજ્જતા ગમે ત્યારે કેળવી લેવાતી હોય છે. એ માટે માધ્યમનો બોજ લાદી દેવાની જરૂર નથી. 2. રાષ્ટ્રભાષા : એ રાષ્ટ્રની એકતા માટે અનિવાર્ય લાગે તો પણ એ માધ્યમ તરીકે આવશ્યક નથી લાગતી. રાષ્ટ્રભાષાનું શિક્ષણ અનિવાર્ય ખરું. તેથી તે માધ્યમ ન જ હોય. રાષ્ટ્રભાષાના પ્રચાર અને પ્રસાર માટે અનેક જોગવાઈઓ થઈ શકે. એ માધ્યમો દ્વારા એન ભાષક વર્ગ વધે એ માન્ય. આ જ સાચી રીત છે રાષ્ટ્રભાષાના શિક્ષાગની. 3. માતૃભાષા: માતૃભાષામાં જ શિક્ષણ આપી શકાય. શિક્ષણમાં કેળવણીનો મહિમા છે. આ મહિમા શિક્ષણનાં તત્ત્વો અને તોને પૂરેપૂરાં પામી-પ્રમાણીને જ થઈ શકે. શબ્દ કે સિદ્ધાનાની પૂરેપૂરી સમજ મેળવવી હોય તો એ માટે જે ભાષાને પૂરી સમજતા હોઈએ તે દ્વારા જ મેળવી શકાય. ભાષાને પૂરેપૂરી પામ્યાનો કે પામવાના પ્રયત્નનો દાવો એક માત્ર માતૃભાષા પર થઈ શકે. શિક્ષણની વિશિષ્ટતાઓ કે વિશેષતાઓ છે તે માતૃભાષા દ્વારા જ પ્રમાણી શકાય. અન્ય ભાષાઓની ગમે તેટલી સજજતા કેળવી હોય તો પણ ભાષાના નર્મ-મર્મ અને મહત્વને જે રીતે માતૃભાષામાંથી ઉકેલી શકાય અને પામી શકાય એ રીતે, અન્યથા નહિ. જે અર્થ-ગૂઢાર્થ કે બંગાઈને માતૃભાષાથી વ્યંજિત કરી-કરાવી શકાય છે તે બીજી ભાષાઓ દ્વારા હરગીઝ શક્ય નથી.
Page #228
--------------------------------------------------------------------------
________________ 207 તો પછી શિક્ષણનું માધ્યમ કયું હોઈ શકે ? જ્યાં લગી માધ્યમનો પ્રશ્ન છે ત્યાં લગી તો માતૃભાષા એ જ એક વિકલ્પ છે. માતૃભાષાને માધ્યમ તરીકે સ્વીકારતાં– 1. આત્મસાત કરવાની સરળતા રહે છે. ભાષક પાસે એને કૌટુમ્બિક ઉપલબ્ધ હોઈ એ એમાં સરળતાથી પ્રવેશી જે કંઈ મેળવવા ઇચ્છે છે તે મેળવી શકે છે. 2. માતૃભાષાના શિક્ષાગની અને શિક્ષણના માધ્યમની એક આગવી પરંપરા હોય છે. માતૃભાષાનું શિક્ષણ બાળક બોલતાં શીખે છે ત્યારથી એને મળે છે અને શિક્ષાગનું માધ્યમ જ્યારથી શિક્ષણ અસ્તિત્વમાં આવ્યું ભારથી મળે છે. આમ બેવડો લાભ મળતો હોવાથી શિક્ષણાથીને ઘડવામાં સરળતા રહે છે અને કૌશલ પ્રાપ્ત કરી શકાય છે. 3. માતૃભાષા દ્વારા અભિવ્યક્તિની ખીલવાળી જેટલી રીતે કરવી હોય - તેટલી રીતે થઈ શકે. કેટલુંક તો ભાષાપ્રયોગો તરીકે વિકસાવી શકાય છે. માતૃભાષાનાં દલદલ જિહવા લેવાને લીધે વિના સંકોચ, વિના મૂંઝવાગ અભિવ્યક્તિ થઈ શકે છે. અભિવ્યકિતકૌશલ્યની તરાહો માતૃભાષા દ્વારા જ વિકસી-વિસ્તરી શકે છે. 4. માતૃભાષા એ અન્ય ભાષાઓના શિક્ષણની ગંગોત્રી છે. માતૃભાષાની નિપુણતાથી જ અન્ય ભાષાને શીખી શકાય છે. વિશ્વમાં અન્ય ભાષાઓ દ્વારા માતૃભાષાનું શિક્ષણ અપાયું હોય એમ બન્યું નથી. એમ થાય તો એ સૂકા છોડને પાણી પાયા જેવો પ્રયોગ છે. માતૃભાષાનાં ઘટકો દ્વારા તો એ શીખી શકાય. એટલે કે જે માતૃભાષા ન જાગે તે અન્ય ભાષાને કદી ના પામે. 5. માતૃભાષા દ્વારા જ સરકાર, સંસ્કૃતિનો વારસો જાળવી શકીએ. વિદ્યાર્થી-ભાષક પોતાની માતૃભાષાન છોડે છે ત્યારે એ પોતાના વારસો અને વૈભવને ખોઇ દે છે અને એ અન્ય ભાષાને અપનાવે છે ત્યારે પણ એ વૈભવને અને વારસાને અધૂરો કે અધકચરો પામે છે. અર્થાત માતૃભાષાની સમૃદ્ધિ ખોઈ, અન્ય ભાષાની અલ્પતાને મેળવતાં બેય હાથે
Page #229
--------------------------------------------------------------------------
________________ 208 'અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ ખોવાનું થાય છે. આ રીતે જોતાં આટલી વાત તો સ્પષ્ટ થાય છે કે 1. શિક્ષણના વિષયોમાં માતૃભાષા, રાષ્ટ્રભાષા, પ્રશિષ્ટભાષા અને આંતરરાષ્ટ્રીય ભાષા હોય એ સામે કોઈને ક્યારેય વાંધો ન હોય. એમાં કઈ ભાષાને કેટલું, ક્યાં, કેવું મહત્ત્વ આપવું એ શિક્ષણના માળખાનો પ્રશ્ન છે. 2. શિક્ષણના માધ્યમમાં તો સ્પષ્ટ જ છે કે માતૃભાષા જ હોય. માતૃભાષા વિના ભાષક કદી ખીલી શકતો નથી. એ માટે શિક્ષણના માળખે આંખ સામે ગમે તેટલાં પ્રલોભનો દેખાતાં હોય કે તત્કાળ એના લાભ જણાતા હોય તોય શિક્ષણનું માધ્યમ તો માતૃભાષા જ હોય. જ્યારે દિનપ્રતિદિન માતૃભાષામાં શિક્ષણ આપતી સંસ્થાઓ બંધ થઈ અન્ય ભાષાનાં માધ્યમોમાં ફેરવાતી રહી છે ત્યારે સુજ્ઞ મા-બાપે સંતાનોના હિત માટે શું કરવું જોઈએ એ વિચારી અમલ કરવાનો સમય થઈ ગયો છે. હાથમાંથી સંતાન, સંસ્કાર અને સંસ્કૃતિ સરી જાય પછી જાગવાને બદલે આજે જ ઊઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ તુ ક્યોં સોવત હૈ?! * **
Page #230
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 209 29. ‘ઉપદેશ-પ૪નાં બુદ્ધિચાતુર્યનાં કથાનકો - હસુ યાજ્ઞિક ભારતીય કથા-સાહિત્યનો પ્રાચીનતમ આકર-ગ્રન્થ પૈશાચી ભાષામાં લખાયેલ બૃહત્કથા છે, જે આજે લુપ્ત થઈ ગયો મનાય છે. પરંતુ એમાં જે કથાઓ હતી તેને સમગ્ર નહીં તો ઘણો મોટો ભાગ બ્રહત્કથા શ્લોકસંગ્રહ', બૃહત્કથામંજરી” અને ૧૧મી સદીના સોમદેવવિરચિત કથાસરિત્સાગર’માં સમાવેશ પામ્યો છે. બૃહત્કથાકુળના આ ગ્રન્થોમાં ભારતીય કથાસાહિત્યનો સમગ્ર કહી શકીએ એટલો સમર્થ વારસો - આજ સુધી જળવાતો આવ્યો છે. ભારતીય સાહિત્યમાં જ નહીં, પરંતુ વિશ્વસાહિત્યમાં કથાને અર્થકથા, કામકથા, ધર્મકથા, દટાંતકથા, પરીકથા, રહસ્યકથા, ધૂર્તકથા, હાસ્યકથા ઇત્યાદિ જેવા મુખ્યત્વે વિષયાનુસારી જે જે પ્રકારો જોવા મળે છે તે બધા પ્રકારો બૃહત્કથાકુળના કથાગ્રન્થોમાં મળે છે. પરંતુ હેમેન્દ્ર અને સોમદેવ જેવા કથા-સંપાદકોએ પૈશાચી ભાષાની બૃહત્કથા' અંતર્ગત જે કથાઓ સંસ્કૃતમાં આપી, તેમાં સંભવત: બધી જ કથાઓ સમાવિષ્ટ થઈ શકી નથી. એનો પુરાવો એ છે કે સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત ભાષામાં પણ ભારતીય કથાઓનો સંગ્રહ થયો છે, તેમાં કેટલાંય એવી ૪-૫મી સદીમાં અસ્તિત્વમાં હોવાનું સિધ્ધ કરતાં કથાનકો છે, જે પ્રકારે, સ્વરૂપે-સ્વભાવે બૃહત્કથાકુળમાં જ જન્મ્યાં, ઉછર્યા અને પરંપરામાં ટકતાં આવ્યાં છે. પ્રાકૃતસ્ત્રોતના આવા ગ્રન્થોમાં વસુદેવ-હિંડી” અને ઉપદેશપદ'નો સમાવેશ થાય છે. “વસુદેવ-હિંડી'માં તો ‘કથાસરિત્સાગર'ની જ પરિપાટીએ નાયકની યાત્રા અને તેના સાહસ-શૌર્ય નિમિત્તે વિવિધ પ્રકારનાં ટૂંકાં, મધ્યમકદના અને લાંબાં કથાનકો સંકળાયાં છે. આ બધાં બૃહત્કથાકુળના
Page #231
--------------------------------------------------------------------------
________________ 210 ઉપદેશ-પદ'નાં બુદ્ધિચાતુર્યનાં કથાનકો સંસ્કૃત સંપાદનોમાં છે તે જ નથી, મોટાભાગનાં જુદાં છે. આથી સંસ્કૃત “કથાસરિત્સાગર’ અને પ્રાકૃત 'વસુદેવ-હિંડી” બૃહત્કથાકુળના સમર્થ પારસ્પરિક કથાસંબંધ ધરાવતા સ્રોતો છે. આ દષ્ટિએ સંસ્કૃતસ્રોત અને પ્રાકૃતસ્રોતનો જો સરવાળો કરીએ તો એ સંખ્યા લુપ્ત થયેલી પૈશાચી “બૃહત્કથા'માં જેટલી કથાઓ સંભવત: હશે તેની લગોલગ આવી જશે, એમ ધારી શકાય. આમ બૃહત્કથા એ પ્રાચીન ભારતીય કથાસાહિત્યનો મૂળભૂત જાણમાં આવેલો પ્રાચીનતમ સ્રોત છે, તો 'કથાસરિત્સાગર’ અને ‘વસુદેવ-હિંડી' તેનાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની પરંપરામાં જળવાતાં સ્રોત વહોણો છે. આમ બૃહકથા’ કુળનાં કે એટલી જ પ્રાચીનતા ધરાવતાં કથાનકો પ્રાકૃત ભાષાના ‘વસુદેવ-હિંડી'માં છે, તે જ રીતે પ્રાકૃત ભાષાના કેટલાક સંગ્રહોમાં પણ આવાં કથાનકો સચવાયાં છે, તે ભારતીય કથાસાહિત્યના અભ્યાસી માટે પૂરક સામગ્રીરૂપ છે. આજે જે કંઈ પ્રાકૃત ભાષાની પ્રાચીન-મધ્યકાલીન રચનાઓ ઉપલબ્ધ છે, તે મોટે ભાગે જૈન પરંપરાની છે. આનો અર્થ એ નથી કે પ્રાકૃત માત્ર જૈન પંથની જ સ્વીકૃત ભાષા હતી. હકીકત એ છે કે જૈનોની દીર્ધદષ્ટિ અને વ્યાવહારિક સૂઝ-શક્તિને પરિણામે પંથના સૂરિઓએ જે કાંઈ જૂનું સંપાદિત કર્યું, નવા સ્વરૂપે સંમાર્જિત કર્યું કે નવું સર્જે એ ધર્મબુદ્ધિએ બધું જ જાળવ્યું- સુરક્ષિત રાખ્યું, એ માટેનું વ્યવસ્થાતંત્ર ઊભું કર્યું. આનું પરિણામ એ આવ્યું કે પ્રાકૃત ભાષામાં જેનેતર દ્વારા પાગ સંપાદિત થયેલું, સંમાર્જિત થયેલું કે સર્જાયેલું જે કંઈ હતું તે આ પ્રકારના વ્યવસ્થાતંત્રના અભાવે નાશ પામ્યું. સંસ્કૃતમાં જે ધર્મસાહિત્ય હતું વિદિકધારાનું, તે ધર્મપંથ દ્વારા જળવાયું, ન ધર્મેતર જે સંસ્કૃત સાહિત્ય સર્જાતું રહ્યું તેમાંથી તો જેમનામાં કાળના પ્રવાહમાં પાગ ટકી જવાનું, તરી જવાનું સામર્થ હતું ને રાજ્યાશ્રય કે વિદ્યાશ્રય હતા એ જ આજ સુધી જળવાયું. રાજ્યાશ્રય અને વિદ્યાશ્રયના કારણે સંસ્કૃત પ્રશિષ્ટ કૃતિઓ ટકી શકી, પરંતુ પ્રાકૃતનો જે સર્વસામાન્ય પ્રવાહ હતો, અર્થાત જેન અને જેનતર વારા સુપુટ થતો રહેતા જે સર્વસામાન્ય પ્રવાહ હતો તેમાં અ-જૈન રચનાઓ, ખાસ તો કથાની રચનાઓ, હતી એ રૂપમાં સુરક્ષિત ન રહી. આમ છતાં, કાળક્રમે આ રીત લુપ્ત ન વિકૃત થયેલા પ્રવાહમાં પણ જે શુદ્ધ વાર્તાઓ જ હતી, એ તો જેના પગ ટકી રહી છે. જેનધારાના
Page #232
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 211 ધર્મગ્રન્થોમાં જે જે કથાઓ છે તે ઉભવ-પોષાગ-સંવર્ધનની દષ્ટિએ બે પ્રકારની એક મૂળભૂત જેન સ્રોતની અને બે મૂળભૂત સામાન્ય સોતની છે. જૈનધર્મ અને બૌદ્ધધર્મ જ ભારતીય પરંપરાના એવા ધર્મપંથો છે જેમાં ઈવરનો નહીં, 'સ્વ'નો સ્વીકાર છે. માણસ પોતે જ પોતાનો તારક કે મારક છે, પોતાનાં કર્મો જ ભવોભવની દશા, અવદશા અને કાળક્રમે મોક્ષ આપે છે - એવી સ્થાપના સાથે જ સર્વ બાબતોનો કર્તા-હતાં ઈશ્વર છે, એ કલ્પના નિરાધાર બની જાય છે અને ઈશ્વર' અને એના વિવિધ રૂપનો અસ્વીકાર થતાં જ એ સાથે સંકળાયેલાં દેવ-દેવીઓ અને એમના પરિવારની પરિકલ્પના પણ નિરર્થક બની જાય છે. ભારતીય બૃહદ્ર સમાજનું માનસ તો ઈશ્વરની અને દેવીદેવતાઓના પરિવારની કથાઓથી જ ટેવાયેલું રહ્યું છે. આથી આવી વિવિધરંગી રોચક પાત્રસૃષ્ટિ અને ચમત્કારમય ઘટનાઓ જો ધર્મસાહિત્યમાં ન હોય તો કોઈ પણ ધર્મપથને ભારતીય માનસમાં પ્રવેશ જ ન મળે. આથી ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરે ઉપદેશ માટે જેમ લોકભાષાનો ઉપયોગ કર્યો, તેમ ધર્મદર્શનના તત્ત્વોને પ્રકટ કરવા માટે, સિદ્ધાંતોને સરળ બનાવી સમજાવવા માટે, કથાઓનો ઉપયોગ કર્યો. અને એ જ પરિપાટીને અનુગામી ઉપદેશકોએ, સૂરિઓએ સ્વીકારી. એનું પરિણામ એ આવ્યું કે ભારતીય કથાસાહિત્યની સામાન્ય પ્રવાહની પણ જે કથાઓ હતી, એમાંથી, બૌદ્ધ અને જૈનદર્શનને પ્રગટ કરવા માટે ઉપયોગી હોય, રમતત્વની દષ્ટિએ ઉત્તમ હોય, જિજ્ઞાસાને જગાડી તૃપ્ત કરતી હોય, એવી પણ કથાઓ બ્રાહ્મણધર્મેતર, સંસ્કૃતતર આ પ્રવાહમાં ઉપયોગમાં આવી, જળવાતી-સમૃદ્ધ થતી આવી. આથી પાલિ અને પ્રાકૃત ભાષાના ગ્રન્થોમાં જે જે કથાઓ છે. તેમાં તે તે ધર્મપંથોની પોતાની આગવી કથાઓ છે, તે સાથે જ ભારતીય સમગ્ર પ્રવાહમાં પ્રચલિત હતી તેવી કથાઓનો પણ પ્રવાહ જળવાતો આવ્યો છે. આમ, સમગ્ર ભારતીય કથાપ્રવાહનું પૂર્ણરૂપ તે સંસ્કૃત, પ્રાકૃત, પાલિ વગેરે ભાષાઓમાં જળવાયું છે. જેની પરંપરામાં તો આચારાંગ, આવશ્યકસૂત્ર, કલ્ય, જ્ઞાતાધર્મકથા, નિશીથ, પ્રકલ્પસૂત્ર, ભાવનાકલ્પ, વ્યવહાર, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ વગેરે આગમો, દુમપત્રક, માનશતક, નલિની ગુલ્મ, મહાપરિજ્ઞા, વિમુક્તિ વગેરે અધ્યયનો; આવશ્યકચૂણિર્ગ, નિર્યુક્તિ, પંચકલ્પભાળ, પિંડનિર્યુકિત, વિશેષાવશ્યકભાઇ, વ્યવહારભાણ વગેરે આગેમિક
Page #233
--------------------------------------------------------------------------
________________ 212 “ઉપદેશ-પદ'નાં બુદ્ધિચાતુર્યનાં કથાનકો વિવરણો અને યોગબિંદુ, બ્રહ્મપ્રકરણ જેવા અનાગમિક ગ્રન્થોમાં સામાન્યસ્રોતના તેમ જ મૂળ જૈનસ્રોતનાં અનેક કથાનકો ઉપયોગમાં લેવાયાં છે. આમ જૈનધારાના સિદ્ધાંતમૂલક ધર્મગ્રન્થો આગમો, તે પરના અધ્યયન ગ્રન્થો અને વિવરણ ગ્રન્થોમાં અનેક કથાનકો ધર્મતત્વના સરલીકરણ અને પ્રાકટય માટે ઉપયોગમાં લેવાયાં, જે કાળક્રમે પ્રાકૃત ઉપદેશપદ અને તે પ્રકારના કથાનક-સંપાદનના કોષગ્રન્થોમાં પણ જળવાતાં રહ્યાં ને પછીને તબકકે રાસાદિ સ્વરૂપે સ્વતંત્ર કૃતિરૂપે પણ અપભ્રંશ અને જૂની ગુજરાતીની નિસરણીએ ઊતરતાં વર્તમાનકાળે પણ અસ્તિત્વમાં રહ્યાં. મૂળ પ્રાકૃત અને જૂની ગુજરાતી આ પ્રકારનાં કથાનકોની અનુક્રમે પ્રાથમિક અને તૃતીય ભૂમિકા છે. અપભ્રંશ કે પછી ગૌર્જર અપભ્રંશ મધ્ય ભૂમિકા છે. પ્રાથમિક અને તૃતીય ભૂમિકાનું કથાસાહિત્ય આજ સુધી કેટલેક અંશે જળવાયું છે, પરંતુ અપભ્રંશની મધ્યકડી આપણા અભ્યાસ માટે લુપ્ત છે, કેમકે અપભ્રંશમાં રચાયેલી મોટા ભાગની કૃતિઓ સુરક્ષિત રહી નથી. આમ છતાં પ્રાકૃત ‘ઉપદેશપદ' જેવી પ્રાકૃતભાષાની જે કંઈ કૃતિયો બચી છે, તે “વસુદેવ-હિંડી' જેમ જ બૃહત્કથાકુળનાં કથાનકોની પૂરક સામગ્રી જેવી છે. ‘ઉપદેશપદ' શ્રી હરિભદ્રસૂરિકૃત પ્રાકૃત રચના છે, તેમાં 1039 પ્રાકૃત ગાથાઓ છે. છેલ્લી બે ગાથાઓમાં ગ્રન્થરચનાનો આધાર આપી પ્રયોજના અને રચયિતા તરીકેના પોતાના નામનો ઉલ્લેખ કર્યો છે. આ કૃતિની જૂનામાં જૂની તાડપત્રીય હસ્તપ્રત મળે છે તે ઈ. ૧૧૧૫માં લખાયેલી છે. આ મહાગ્રન્થ પર પ્રથમ ટીકા ઈ. ૯૯૯માં શ્રી વર્ધમાનસૂરિએ અને તે પછી ઈ. ૧૩૯૪માં શ્રી મુનિચન્દ્રસૂરિએ સુખસંબોધની નામક ટીકા લખી છે. એમાં મૂળ પ્રાકૃતની સંસ્કૃતમાં વ્યાખ્યા કરી મોટાભાગની કથાઓ પ્રાકૃત ગાથાઓમાં આપી છે. આ ટીકા મૂળ ગ્રન્થ સાથે 1450 શ્લોક-પ્રમાણ તેમના પિતાનું નામ ચિંતયક અને માતાનું નામ મહેમ્પિયા (જેનું મૂલ્ય મહા છે તે–મોંઘી) હતું. 1. પ્રા. ઉપદેશ પદ મહાગ્રન્થનો ગૂર્જર અનુવાદ, સં. અનુવાદક આચાર્ય હેમસાગરસૂરિ, ઈ.સ. 1972, પૃ. 6
Page #234
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 213 ‘ઉપદેશપદ'નો હેતુ મનુષ્યભવની દુર્લભતા દશ દષ્ટાંતો દ્વારા સિદ્ધ કરવાનો છે. આ હેતુ ચરિતાર્થ કરવા માટે અહીં યત્તિકી, વૈનચિકી, કાર્મિકી અને પારિણામિકી એ ચાર પ્રકારની બુદ્ધિ દષ્ટાંત આપીને સમજાવવાનો છે. અહીં એ નિમિત્તે જે કથાઓ મળી છે અને મતિપ્રકારની ચર્ચા કરી છે તેનો આંશિક અભ્યાસ પ્રસ્તુત કરવાનો છે. બુદ્ધિ શું છે અને તેનાં કાર્યો શાં છે? પ્રકાર હોય તો કેવા કેટલા છે? વગેરેની ચર્ચા આધુનિક દષ્ટિએ મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રની છે. જેનેટીક્સ, હેરીડિટી, સાયકોલોજી જેવી વિદ્યાશાખાઓ અને સંબંધી શાસ્ત્રોનો જન્મ વિકાસ ૧૯-૨૦મી સદીથી થયો છે. એ દષ્ટિએ મનોવિજ્ઞાનનો એક શાસ્ત્ર તરીકે જન્મ અને વિકાસ આ સદીમાં થયો અને એ પછી મગજ, સંવેદના, સ્મૃતિ, સ્વપ્ન, જાતીયતા ને અન્ય સાહજિક પ્રેરણાઓ અને તેની ઉત્કટતા-ઉત્તેજના-વિકૃતિઓ વગેરે વિશે ઘણું નવું જાણવા મળ્યું. પરંતુ આ રીતે મનોવિજ્ઞાનનો એક શાસ્ત્ર તરીકે વિકાસ થયો એ પહેલાં પણ માણસને, ઉચ્ચ સંવેદના અને સમજ ધરાવતા સર્જકને, મનની ગતિવિધિ, શક્તિઅશકિતનું જ્ઞાન તો હતું જ. એના અનેક પ્રગટ પુરાવાઓ આપણને સાહિત્યમાંથી મળે છે. આધુનિક મનોવિજ્ઞાન પણ અનેક મનોસંકલ રહસ્યો માટે ગ્રીકની ‘મીથ'નો તેમ જ અન્ય કથાઓનો દષ્ટાંતરૂપે, કવચિત નામાભિધાન માટે (ઓડિપસ કોમ્લેક્સ-ઉદાહરણરૂપે) ઉપયોગ પણ કરે છે. સાહિત્ય અંતે તો, એ આજનું હોય કે ગઈ કાલનું, માણસના આંતર-બાહ્યને સમજીને પ્રન્ટ કરવાનું એક સમર્થ માધ્યમ છે. આથી તો કોઈ પણ દેશના પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યમાં, ખાસ તો પુરાકલ્ય અને કથાઓમાં, માનવમનનાં ઊંડાં, સૂક્ષ્મ અને સંકુલ વલણોનું આલેખન મળે છે. એને આધારે આપણે એમ પણ કહી શકીએ કે આધુનિક મનોવિજ્ઞાનના વિકાસ પછી આપણે માનવમનનાં જે અનેક ગૂઢ રહસ્યો અને વલણો જાણી શક્યાં છીએ, એનું જ્ઞાન આપણા પૂર્વજોને પણ હતું જ. ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ તારવ્યો એ પહેલાં પણ વસ્તુ ઉપરથી નીચે જ પડતી ને તેનું સર્વ સાધારણ જનને પણ જ્ઞાન હતું જ. ન્યૂટને પરિણામ પાછળનાં કાર્ય-કારણને જાણવામાં-શોધવામાં પહેલ કરી. એ રીતે માનવમનની પણ જે કંઈ ગૂઢ શક્તિઓ અને અશકિતઓ છે, તે પાછળના કાર્ય-કારણની શોધ આધુનિક મનોવિજ્ઞાને કરી છે, પરંતુ
Page #235
--------------------------------------------------------------------------
________________ 214. એ બધું કેવળ કલ્પના, સંવેદનાને આધારે કથાકારો, કવિઓ, કલાકારો જાગતા હતા ને એની લાક્ષણિકતા વાર્ણવતા પણ હતા. વૃત્તિ કેટલી સાહજિક, અદમ, ઉત્કટ છે, એનું અસાહજિક શમન કેવાં કેટલા દુષ્પરિણામો લાવે છે એનાં અનેક કથાનકો, સરસ્વતી પર મોહ પામતા બ્રહ્મા, ભીલડીને મેળવવા ઝંખતા ભગવાન સદાશિવ જેવી દેવકથાઓમાં તથા 'મહાભારત' જેવા મહાકાવ્યમાં સ્થળ-સ્થળે વિપુલ પ્રમાણમાં મળે છે. જેના પ્રવાહના કથાનકોની તો એ જ એક વિશેષતા છે. એનું કારણ એ છે કે મોક્ષ કે કેવળજ્ઞાનની પ્રાપ્તિનું પ્રયોજન પણ અંતે તો કોઈ પણ વ્યક્તિના આંતરની, એના ચિત્તની ઊર્ધ્વીકરણની જ પ્રક્રિયા છે. એ રીતે એ વ્યક્તિએ પોતે જ અમુક નિશ્ચિત માનસિક ભૂમિકા - Mons Rca મન:સ્થિતિ-સિધ્ધિ કરવાની હોય છે. અને એ સિદ્ધિ કરવા ઝંખનારને પહેલાં તો પોતાની જ પ્રકૃતિગત અનેક ઇચ્છાઓ, આકાંક્ષાઓ, દૈહિક અને માનસિક જરૂરતો સામે જ યુદ્ધ માંડવું પડે છે, સતત ને આંતરિક! આવું કરનાર અનેક ચડ-ઊતર પાર કરીને છેવટે પોતાના મન પર પોતાનું અસિત અને ઈતિ શાસન સિદ્ધ કરી શકે છે. આ અવસ્થા પ્રાપ્ત થાય અને છેવટે એને જાત સાથેના એક તરફના સતત યુદ્ધ અને બીજી તરફના સતત પરિચયને અંતે પોતાનું જ એક નવું, તદ્દન જુદું જ રૂપ જોવા મળતું હોય છે. આજની પરિભાષામાં કહીએ તો એને ત્યારે જ, સ્વોત્કર્ષ કે આધ્યાત્મિક અનુભૂતિ અને ઉન્નતિ દરમિયાન, અસંપ્રજ્ઞાત ચિત્તનો સહજ અનુભવ થાય છે અને ત્યારે જ એ પોતે પોતાના ખરા રૂપને, પ્રાકૃત સ્વરૂપને પણ જાણે છે. બુધ અને મહાવીરની કરાણા પણ આ કારાગે જ પ્રગટી અને નવાં પરિમાણ સંસિદ્ધા થઈ. આ પ્રક્રિયા જ અંતે આ સાધના-પંથનાં વ્રતો, નિયમો, ધારણાઓ બાંધીને નવા જ પંથના પ્રયાણનું નિમિત્ત બની. આમ પોતાના જ વિકાસની, ઉન્નતિની મથામણે આંતરદર્શન કરાવ્યું તો બીજી તરફ મોહ અને વ્યામોહનાં કારણો અને વારણોની જાણે એને મોહની અને સંસારની ક્ષણિકતા અને નશ્વરતા વિશે ઉપદેશ દેતો કર્યો. આ બન્ને પરિસ્થિતિને અંતે જ કથામાં મનનાં ગૂઢ વલણો અને રહસ્યોનો પ્રવેશ થયો અને કથાએ સાધકને બાધક બનતા વ્યામોહથી મુક્ત કરે એવાં મનોવૈજ્ઞાનિક સારવાર જેવાં વલણો અપનાવ્યાં. ચાતુર્ય તો કથાઓનો પ્રાણ છે. ધૂર્ત, ચોર, કામી ઇત્યાદિ પરિસ્થિતિના
Page #236
--------------------------------------------------------------------------
________________ 215 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ સામાંથી મુક્ત થવા બુદ્ધિને કામે લગાડે એમાંથી ધૂર્તકથા, ચોથા, કામકથા વગેરે જન્મ. મંત્રી રાજાને અને રાજ્યને આપત્તિમાંથી રક્ષવા, કોઈ કૂટ પ્રશ્નનો ઉકેલ લાવી સાચો ન્યાય કરવા, બુદ્ધિ કરે એમાંથી મંત્રી-ચાતુર્યનાં સ્થાનકો જન્મ. આમ, ચાતુર્યનાં કથાનકો અને તેની રોચકતા ને રંજકતા એ જ મુખ્ય ક નોંધપાત્ર નથી, ઉપદેશપદ' માં જે ચાતુર્યકથાઓ છે. તમાં તે પ્રકારના ચાતુર્યમાં કયા પ્રકારની બદિ ભાગ ભજવે છે, તે દર્શાવ્યું છે. તે આ કથાનકોની વિશેષતા છે. બુદ્ધિના પાગ પ્રકાર હોય છે એ આપણે જાણીએ છીએ અને સામાન્ય બુદ્ધિ' (કૌમનસેન્સ) એવો પ્રયોગ કરીએ છીએ એ જ સૂચવે છે કે આપણે સામાન્ય બુદ્ધિ અને અસામાન્ય બુદ્ધિ એવા બે ભેદ પ્રમાગીએ છીએ. એ સાથે જ તરત બુદ્ધિ - પ્રેઝન્સ ઑફ માઇન્ડ - પણ કોઈ જુદી શક્તિ છે. અત્યંત બુદ્ધિશાળી ને કોઈપણ 2 પ્રશ્નનું નિરાકના કરી શકનારે તરત સામાન્ય એવા પ્રશ્નનું નિરાકરણ નથી કરી શકતા કે ચાતુર્યથી બોલીને છટકી જનારો કે વાક્યો બોલીને ભલભલાને બાંધનાર કે આંકનારો વિચારપૂર્વક કરવાના નિર્ણયમાં પાવરધો ન હોય એવું પણ બને છે. ન્યૂટન જેવા મહાવંજ્ઞાનિક નથી સમજી શકતો કે મારા કાણામાંથી માટી બિલાડી જઈ શકશે, સાથે જ એ કાણાંમાંથી નાની તે જઇ શકશે; પણ સુથાર સમજી શકે છે. તેમ છતાં સુથાર પાત એવી ઘણી બાબતો નથી સમજાતો જે કેવળ ન્યૂટન જ સમજી શકે. નાયના, વર્તનના, બુદ્ધિની સાથે સંકળાયેલા છે ભેદ છે, તે ઉપદેશપદ'ના પ્રકારનાં કથાનકોમાં અને અને સચોટ રીતે દર્શાવવામાં આવ્યા છે. 'ઉપદેશપદ'નું સંકલન-આયોજન આગળ દર્શાવ્યું છે તે પ્રમાણે મનુષ્યભવની દુર્લભતા સદષ્ટાંત સમજાવી બુદિના ચાર પ્રકારો સમજાવવાનું છે. આ હેતુ સિદ્ધ કરવાનું માધ્યમ અહીં દષ્ટાંતરૂપ થાનકો છે ને પરિણામે બુદ્ધિના ચાર પ્રકારોને લગતાં ર૯ +18+1+283 કથાનકો સંકળાયાં છે, જે ૧૧મી સદીમાં સંપાદિત થયેલી સોમદેવની કથાસરિત્સાગર'ની રચના પહેલાનાં છે. નિર્યુક્તિ અને ચૂર્ણાનાં કથાનકો સહજે ચોથી છઠ્ઠી સદી સુધી પાછળ લઈ જઈ શકાય. આ રીતે ઓછામાં ઓછું ચોથી-પાંચમી સદીથી શરુ કરીને તે છેક દશમી સદી સુધીના સાતસો-આઠસો વર્ષના ગાળામાં જે કથાનકો છે, તે આ પ્રકારની પ્રાકૃત કથાસંપાદનની કૃતિઓમાં અને અગીયારમી
Page #237
--------------------------------------------------------------------------
________________ 216 ઉપદેશ-પદ'નાં બુદ્ધિચાતુર્યનાં કથાનકો સદી સુધીનાં કથાનકો સોમદેવવિરચિત-સંપાદિત કથાસરિત્સાગર'માં સચવાયાં છે. રામકથા, કૃષ્ણકથા અને મહાભારતકથાની જેમ સંસ્કૃત ભાષામાં બ્રાહ્માગધારાની પરંપરા ચાલી, પાલિભાષામાં બોળધારાની પરંપરા ચાલી અને પ્રાકૃત ભાષામાં જેનધારાની પરંપરા ચાલી, તેમ ઉદયન-વાસવદત્તા જેવી કથાઓ અને મંત્રીચાતુ તથા અન્ય પ્રકારની કથાઓની પણ સમાન પરંપરા આ ત્રણે ભાષાઓ અને ધારાઓમાં છે. એ દષ્ટિએ પણ ભારતીય કથાસાહિત્યની સર્વસામાન્ય કથાસાહિત્યની પરંપરાનું વાસ્તવિક ચિત્ર મેળવવું હોય તો તે માટે જરૂરી એવો પ્રત્યેક મહત્વની કથાની ત્રણ ધારાઓનો સામ્યમૂલક અભ્યાસ ઉપયોગી બને તેમ છે. જૈનધારાના આગમાદિ સાહિત્ય અને ઉદેશપદ જેવા કથાસંગ્રહો ભારતીય કથાસાહિત્યમાં પ્રચલિત કથાનકોના સમયનિર્ણય માટે પણ ઊંચું અભ્યાસમૂલ્ય ધરાવે છે, કેમકે, જેનધારામાં હસ્તપ્રતની જાળવણીનું વિકસિત ને પ્રમાણમાં વૈજ્ઞાનિક સમજસૂઝભર્યું વ્યવસ્થાતંત્ર ગોઠવાયેલું હોઈ હસ્તપ્રતને આધારે પાગ કઈ કથા કેટલી પ્રાચીન છે તેનો અંદાજ બાંધી શકાય છે. એ રીતે આ પ્રાકૃતિકથાઓ આપણા પ્રાચીન-મધ્યકાલીન ઇતિહાસના અંધારાને પણ ઓગાળવામાં યત્કિંચિત્ ઉપયોગી બની શકે છે અને વિવિધ ખેલ, રમત, રજૂઆતની કલાઓ, વનસ્પતિ, ઔષધો, પ્રદેશનામ, જાતિઓ, યંત્રો, વાદ્યો વગેરેના વિવિધ સંદર્ભના ઉલ્લેખોને આધારે વહી ગયેલા કાળના ભારતીય સમાજનું ચિત્ર આંકવામાં પણ અભ્યાસીને અખૂટ સામગ્રી પૂરી પાડે છે. તે તરફ પણ આપણું લક્ષ પ્રમાણમાં ઘણું ઓછું કે નહીંવત. ગયું છે. ‘ઉપદેશપદ'માં જે ચાર પ્રકારની બુદ્ધિ દર્શાવી છે તેમાં પ્રથમ પ્રકાર ત્યાતિની બુદ્ધિ છે. એ બુદ્ધિના પ્રકારનું વિવરણ અને લક્ષણ દર્શાવતાં જણાવાયું છે; “પહેલાં કદી ન જોયેલ, ન સાંભળેલ, ન વિચારેલ પદાર્થને તે જ ક્ષણે સાચોસાચ જાણનાર અવ્યાહત ફલનો યોગ કરાવી આપનાર બુદ્ધિ, તે ત્યાતિકી બુદ્ધિ કહેવાય.” આ લક્ષણ પર વિવરણ કરતાં જણાવવામાં આવ્યું છે કે જે પદાર્થ અગાઉ કયારેય જોયો ન હોય તેમાં છતાં એવા અદષ્ટ પદાર્થને જોતાં જ એની ઉત્પત્તિને બુદ્ધિની જે શક્તિ 2. એજન પૃ. 63
Page #238
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ પામે ને એને આધારે ન જાણેલ, જયેલ, અનુભવેલનું જ્ઞાન પ્રાપ્ત થાય તે યાતિકી બુદ્ધિ. પદાર્થ કે પરિસ્થિતિ ઉત્પન્ન થવાના મૂળ કારણને જાણી, તેનું નિવારણ કરનારી બુદ્ધિના નિદર્શનરૂપે 17 કથાનકો આપ્યાં છે. અહીં નટપુત્ર ભરતરોહકની બુદ્ધિ-ચાતુર્યની હારમાળા ધરાવતી રોચક કથા મળે છે. નટ ભરતનો પુત્ર રોહક અપરમાતા એનો તિરસ્કાર ન કરે તેના માટે માતાના ચારિત્ર પર પિતાને શંકા થાય, એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરી પોતે જ પિતાના મનની શંકા ચતુરાઈથી નિર્મૂળ કરે છે. ઘરમાં કોઈ પરપુરુષને આવતો-જતો જોયાનું તે પિતાને કહે છે. ભારતના મનમાં પત્નીના શીલ વિશે શંકા જન્મે છે. અપર માતા રોહકને આ પરિસ્થિતિમાંથી મુક્ત કરાવે તો સારા વર્તનની ખાતરી આપે છે. આથી રોહક પિતાને પોતાનો પડછાયો દર્શાવીને કહે છે કે એ પુરુષને ઘરમાં પ્રવેશતો, બહાર જતો જુએ છે. ભરતને ત્યારે થાય છે કે એક મૂર્ખતાભરી બાળકની વાતને ધ્યાનમાં લઈ પત્નીને શંકાની નજરે જોઈ તે ભૂલ કરી. શંકા નિર્મળ થતાં તે પસ્તાય છે. અહીં જોઈ શકાય છે કે પરિસ્થિતિ સર્જવાના મૂળમાં અને તેના નિવારણમાં એ પરિસ્થિતિની ઉત્પત્તિનો વિચાર કરીને જ બુદ્ધિથી બાજી ગોઠવાઈ છે. સ્નેહ દૂર કરવો હોય તો શંકાને લાવવી જોઈએ, એમ પરિસ્થિતિની ઉત્પત્તિનું મૂળભૂત કારણ જાણી રોહક પિતાના મનમાં અપરમાતાના-ચારિત્ર વિશે શંકાનું બીજ રોપે છે ને પછી એ જ મૂળ કારણને, શંકાની ઉત્પત્તિના કારણને દૂર કરીને , તે ત્યાતિકી બુદ્ધિના આધારે ફરી પોતે ઇચ્છે છે એવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. આ પછી આ કથામાં રોહકના બુદ્ધિચાતુર્યનાં કથાનકોની જે હારમાળા છે, તેમાં પણ પરિસ્થિતિની ઉત્પત્તિની સમજ નિશ્ચિત પરિણામ સિદ્ધ કરવામાં સહાયક બને છે. રાજા જિતશત્રુ ગામ બહારની વિશાળ શિલા નીચે તંભ મૂકીને મંડપ તૈયાર કરવાની અશક્ય લાગતી માગણી કરે છે. રોહક નીચેની જમીન ખોદાવી સંભ મૂકાવી, શિલાને બધી બાજુનો આધાર મળી રહેતાં નીચેની ધૂળ કઢાવી વિશાળ શિલામંડપ રચીને અશક્યને શક્ય બનાવે છે. રાજા ગાડરને મોકલી તેના વજનમાં પંદર દિવસ દરમિયાન ન વધારો થાય ન ઘટાડો થાય, એવી શરત મૂકે છે. રોહક ઘેટાને લીલું-કૂણું ઘાસ આપે છે જેથી વજન વધે પરંતુ સાથે જ ઘેટાંની નજર સામે
Page #239
--------------------------------------------------------------------------
________________ ‘ઉપદેશ-પદીનાં બુદ્ધિચાતુર્યનાં કથાનકો વાઘ બાંધે છે. જેથી ચડેલું લોહી ઊતરે! રાજા કૂકડાને બીજા કૂકડા વગર યુદ્ધ કરાવવાનું જણાવે છે, ત્યારે રોક કડા સામે અરીસો મૂકે છે. જે સાધનના માપે તેલ મપાય તે સાધનના માપે જ તેનું તેલ લેવામાં આવે, છતાં આ માપથી લેનાર ગાય નહીં-રાજાની આ શરત પણ રોહક અરીસો ધરીને તેના માપથી તેલ લઈ, તે જ પ્રમાણે તેલ આપ્યાનો ઉકેલ અજમાવે છે. રાજા રેતીનાં દોરડાં મંગાવે છે, તો રોહક કહેવડાવે છે, નમૂનો મોકલો તો તેવાં દોરડાં બનાવી આપીએ! રાજા મરણાસન્ન હાથીને મોકલી કહેવડાવે છે કે હાથીના સાચા સમાચાર મોકલવા પરંતુ મૃત્યુ પામ્યો છે એવા સમાચાર ન મોકલવા. હાથી મૃત્યુ પામે છે ત્યારે રોહક હાથી ઊઠતો, બેસતો, ખાતો, પીતો જોતો નથી એમ કહી શરત પૂરી કરે છે. રાજા ગામના કૂવાને નગરમાં મોકલવાનું જણાવતાં રોહક જણાવે છે કે એને લઈ જવા કૂઈને મોકલે તે કૂવો પાછળ ચાલ્યો આવશે. રાજા ગામની પશ્ચિમે વનખંડ છે તેને પૂર્વ દિશામાં લાવવાનું કહેતા રોહક ગામને પશ્ચિમ દિશામાં વસાવી વનખંડને પૂર્વ દિશામાં લાવવાની શરત પૂરી કરે છે. જા અગ્નિ કે સૂર્યની ગરમી વગર ખીર રાંધવા જણાવે છે ત્યારે રોહક છાગ-કચરાના ઢગલાની વચ્ચે ઘરે મૂકી તેની ઉગતાથી ખીર રાંધીને મોકલે છે. રાજા જિતશત્રુ રોહકને ઉજ્જયિની બોલાવે છે પરંતુ શરત કરે છે કે કેડી પર ન ચાલવું કે રસ્તા બહાર ન ચાલવું, અંધારિયા કે અજવાળિયામાં ન ચાલવું, રાત્રે કે દિવસે ન નીકળવું, છાંયે કે તડકે ન ચાલવું, સૂર્યના શાપ કે આકાશમાં છત્ર ધારણ કરીને ન ચાલવું, વાહનનો ઉપયોગ ન કરવો ને પગપાળા પ્રવાસ ન કરવો, સ્નાન કરીને કે મલિન દેહ ન આવવું, આનો ઉકેલ કાઢીને રોહક અમાવાસ્યા જે કુબગ અને શુક્લપક્ષની સંધિ છે ત્યારે દિવસરાતના સંધિ સમયે-સંધ્યાકાળ-ગાડાના ચીલા વચ્ચેના માર્ગ પર ઘેટા પર બેસીને ચારાગીનું છત્ર બનાવી, હાથપગ ધોઈ રાજદ્વારે પ્રવેશ્યો. આ રીતે આ રોચક કથી આગળ ચાલે છે ને તેમાં રાજા અને સંવાહક તથા રાજા અને મંત્રીને ચાતુર્યનાં કથાનકો સંકળાય છે. રાજા અને સંવાહકનાં કથાનક હકકથા સાથે સાંકળ્યાં છે. પરંતુ તે અન્ય કુળ-મૂળનાં છે અને મંત્રી-ચાતુર્ય કથાનક સાથે બંધબેસે તેવાં નથી. કોઈ મંત્રી, કથામાં
Page #240
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 219 પણ, રાજાના પગ દાબવાનું કામ ન કરે, ભરતરાહક મંત્રી છે. રાજાને ઊંઘ આવે ત્યાં સુધી સંવાહક પગ દાબે પરંતુ, એના બાલકા રવભાવને કારણે મૂંગો રહી ન શકે ને વાતવાતમાં એવો પ્રશ્ન ઉઠાવે કે રાજાને પણ એના પ્રશ્નનો ઉકેલ ન સૂઝે ને રાજાની ઊંઘ ઊડી જાય. સંવાહક આથી સલવાય. એના માટે તો રાજાને ઊંઘ ન આવે ત્યાં સુધી પગ દાથે રાખવાની કંટાળાજનક ફરજ. આથી છૂટકારો મેળવવા સંવાહક પોતે જ પ્રશ્નનું નિરાકરણ શોધે ને એથી રાજાનું ચિત્ત પણ ઉકેલ સ્વીકારી વિચારતું અટકે અને રાજાને ફરી ઊંઘ આવવા લાગે ત્યારે અદકપાંસળિયા ને બોલકા સંવાહકને ફરી કોઈ નવી શંકા જાગે ને એ શંકા તે રાજા સમક્ષ પ્રગટ કરે, રાજાને પાણ થાય માળું આવું કેમ? રાજાને એનો જવાબ ન મળે તે પ્રશ્નનો કીડો ચિત્તમાં સળવળે ને રાજાની ઊંઘ ફરી હરામ થાય ત્યારે સલવાઈ પડેલો સંવાહક પોતે જ કોઈ રાજાને ગળે ઊતરે એવું કારણ શોધી કાઢે ને રાજાનું ચિત્ત ફરી શાંત થાય. આ પરિસ્થિતિ જ, આ જૂથનાં કથાનકોને પરસ્પર સાંકળે છે. વિતાળ પચીશી'માં પ્રશ્નગર્ભ કથાનકો સાંકળવાની જે કથાનકના માળખા, ભૂમિકાને આધારતંતુમાં અનુકૂળતા છે, તે પ્રકારની જ અનુકૂળતા અહીં છે. આ કુળનાં કથાનકો છેક આજ સુધીની લોકકથાઓમાં સંકળાતાં આવ્યાં છે : બાપુને પગ દાબનારો પૂછે - આવડો મોટો આભ ને થાંભલા વગર શીં રહે? ને જવાબ ન મળતાં બાપુ કહે - તું જ કે'. ને એનું નિવારણ થાય ને બાપ ઊંધવાના થાય કે પગ દાબનારો પૂછે - બાપુ, દરિયે આગ લાગે તો માછલાં કી જાય ? જવાબ ન સૂઝે ત્યારે બાપુ કહે - તું જ કે'. ને દાબનારો કહે - ઝાડવે ચડી જાય. બાપુ કહે - ખરું! આજે પણ વિવિધ સ્થળે કહેવાતી લોકકથાનાં મૂળ પ્રાકૃત ઉપદેશ પદના આ રોહાની કથામાં મળે છે તે પુરવાર કરે છે કેટલાં પ્રાચીન છે ! આ દષ્ટિએ પણ આ કથાનકો મહત્ત્વનાં છે. અહીં રાજા અને રોહક વિશેની વાતમાં જે પ્રશ્નોત્તર છે, રાજા પૂછે - શું વિચારતો હતો? ને ત્યારે રોહક કહે - વિચારતો હતો, તે આજ સુધી કહેવાતી બાપુ અને પગ દાબનારની લોકકથામાં પણ મળે છે - બાપુ કહે - કી કરો ? તો દાબનારો કહે - વિસાર કરાં. બાપુ પૂછે : વિચાર કી કરાં? તો દાબનારો કહે - બાપુ આવડો
Page #241
--------------------------------------------------------------------------
________________ 220 ઉપદેશ-પદ'નાં બુદ્ધિચાતુર્યનાં કથાનો મોટો હે ને આભ તે થાંભલા વગર શી રહે? અહીં રોહકની કથામાં બકરીઓની લીંડી ગોળ કેમ છે, પીપળાનું પાન અને તેને છેડામાં લાંબુ કોણ, ખિસકોલીના શરીર પર કાળા ટપકાં વધારે હોય છે કે સફેદ વગેરે પ્રશ્નો છે. છેલ્લો જે રોહકનો જવાબ છે તે ધારદાર છે. રાજા રોહને છડીથી ગોદાવીને પ્રશ્નો પૂછે છે. રાત સારી એવી વહી ગઈ છે ને રોહક ઊંઘમાં છે ત્યારે રાજા છડીથી ગોદાવી પૂછે છે - શું વિચારે છે? રોહક પરખાવે છે - વિચારું છું તમારે બાપ કેટલા છે? રાજ એને પોતાના પિતા વિશે પૂછતાં રોહક કહે છે - રાજાને રાજા, કુબેર, ચંડાલ, ધોબી અને વીંછી એમ પાંચ બાપ છે. ભરતશિલામાં આ રીતે ભરતરોહકના ચાતુર્યનાં કથાનકો સંકળાયાં છે તે પછી શરતનાં કથાનકો છે, એમાં કાકડીવાળા અને ધૂર્તની કથા છે. ધૂર્ત ગામડિયા સાથે શરત કરી કે એ ગાડામાં ભરેલી બધી કાકડી ખાઈ જાય તો એને ગામડિયાએ નગરના દરવાજામાંથી નીકળી ન શકે એવો લાડુ આપવો. ધૂર્તે બધી કાકડીને બટકાં ભરી છોડી દીધી. ખરીદવા આવનારે એક પછી એક કાકડી ઉઠાવી ‘આ ખાધેલી છે” કહી ન ખરીદી. તે કહ્યું જો મેં બધી કાકડી ખાધેલી છે.” હવે મને દરવાજામાંથી ન નીકળે તેવો લાડુ આપ.” એક જુગારીના કહેવાથી ગામડિયાએ કંદોઈ પાસેથી લાડ ખરીદીને દરવાજામાં મૂક્યો ને કહ્યું, “ભાઈ દરવાજામાંથી બહાર નીકળ.” ને પછી ગામડિયાએ ધૂર્તને કહ્યું “લે ભાઈ, જો આ લાડુ દરવાજામાંથી બહાર નીકળી શકતો નથી. શરત પ્રમાણે લઈ લે.” આ પછી વૃક્ષારના કથાનકમાં ટોપીવાળા અને વાંદરાની જે પ્રચલિત કથા છે તેનું પૂર્વરૂપ મળે છે. રાજા શ્રેણિક ખાલી કૂવામાં તળિયે પડેલી વીંટીને કાંઠા પર રહીને હાથથી લેવાની શરત કરે છે. અભયકુમાર તે વીંટી પર છાણ નાખી, ઘાસને સળગતો પૂળો નાખી છાણને છાણામાં ફેરવી, કુવામાં પાણી ભરાવી તે પર તરતા છાણાને હાથે કરી નીચે ચોંટી રહેલી વીંટીને શરત પ્રમાણે હાથ કરે છે, તે કથાનક કૂપારમાં સાંકળ્યું છે. આ નિમિત્તે અભ્યમંત્રીના ચાતુર્યનાં વિવિધ કથાનકો સાંકળ્યાં છે. પટારમાં એક વસ્ત્ર પર બે જાગના માલિકીના દાવાનો ન્યાયાધીશ, તે વસ્ત્રમાં રહેલા વાળને આધારે સાચા માલિકને શોધી ન્યાય કરે છે, તે કથાનક
Page #242
--------------------------------------------------------------------------
________________ અથત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 221 છે. શૌચ કરતાં કાચંડાને ગુમ થયેલો જોતાં એ કાચંડો મળવારે થઈ પેટમાં પેસી ગયો છે એવી શંકાથી પિડાતા વણિકને વૈદ્ય લાક્ષારસથી રંગેલો એક કચડો ઘડામાં નાખી રેચથી ઝાડા કરાવી શંકામુક્ત કરે છે તે કથાનક સહ્યાદ્વારમાં આપ્યું છે. કાકલારમાં આ નગરમાં કાગડા કેટલા-એવી બિરબલસંખ્યાનું પૂર્વજ કથાનક છે. સંખ્યામાં વૃદ્ધિ થાય તો નવા બહારગામના આવ્યા, ઘટાડો થાય તો બહારગામ ચાલ્યા ગયા એવો ચતુરાઈભર્યો ઉકેલ કાકારના કથાનકમાં છે. ઉચ્ચારવારમાં એક સ્ત્રી પર બે પુરુષ દાવો કરતા હોય ને સ્ત્રી પતિને છોડી ધૂર્તને પતિ તરીકે સ્વીકારવા ઉત્સુક હોય તેવી પરિસ્થિતિના નાયનું ચાતુર્ય છે. ત્રણેને રેચ આપી જે બેના મળના રંગાદિમાં સમાનતા છે તે સમાન ખોરાક સાથે ખાધેલો એવાં વાસ્તવિક પતિપત્ની છે, એવો નાય તોળવામાં આવ્યો છે. આ કથાનકની પણ લાંબી પરંપરા છે. ગજદ્વારમાં નાવને આધારે હાથીને તોળવાની યુક્તિનું કથાનક છે. ધયાણદ્વારમાં રાણીને વાછૂટ કરતી સાંભળી ગયેલા મશ્કરાની વાત છે. પોતાની આબરૂ ઢાંકવા રાણીએ મશ્કરાને દેશવટો આપ્યો. એ જોડાનો હાર લઈ રાણીની વિદાય લેવા ગયો. રાણીએ કારણ પૂછતાં બોલ્યો “તમારી કીર્તિની પ્રસિદ્ધિ માટે દેશવિદેશ ફરવા જોડા તો જોઈએને ?' રાણી સમજી ગઈ કે આ દેશવટો પામશે તો બધે જ આબરૂના ધજાગરા બાંધશે. આથી રાણીએ સજા રદ કરાવી. સ્તંભદ્વારમાં તળાવમાં ઊતર્યાવગર પાણી વચ્ચેના થાંભલાને દોરીથી બાંધવાની યુકિતનું કથાનક છે. સુલ્લકારમાં આજની દષ્ટિએ સુચિનો ભંગ લાગે એવું કથાનક છે. આ રીતે માર્ગદ્વારમાં સ્ત્રીચરિત્રનું કથાનક મળે છે. સ્ત્રીદ્વાર પણ એવું જ કથાનક આપે છે. બુદ્ધિનો બીજો પ્રકાર વનચિકી જગાવ્યો છે અને તેનાં લક્ષણ અને વિવરણમાં દર્શાવ્યું છે દુ:ખે પાર પાડી શકાય તેવું ભારી કાર્ય પાર પાડવા સમર્થ, લોકરૂઢિથી ધર્મ, અર્થ અને કામને ઉપાર્જનના ઉપાય બતાવનાર સૂત્ર અને તેની વ્યાખ્યા રૂપ અર્થ એટલે વિચાર અથવા સાર તેને ગ્રહણ કરનારી બુદ્ધિ, આ લોક અને પરલોકના ફળને આપનારી, વિનયથી ઉત્પન્ન થયેલી એવી તે, વંચિકી બુદ્ધિ કહેવાય.' અહીં ‘વિનય'નો અર્થ Power to judge છે. અને તેમાં માત્ર કનેહની વાત નથી પરંતુ સામર્થનો સ્વીકાર છે. 3. એજ ન. પૃ. 64
Page #243
--------------------------------------------------------------------------
________________ ‘ઉપદેશ-પદીનાં બુદ્ધિચાતુર્યનાં કથાનો જે કાર્ય દુ:ખ ભોગવી-ઉઠાવી પાર પાડી શકાય તે કાર્ય આ પ્રકારની બુદિ પાર પાડે છે. આ બુદ્ધિનાં ઉદાહરણરૂપ નિમિત્ત, અર્થશાસ્ત્ર, લેખન, ગણિત, પ, અશ્વ, ગર્દભ, લક્ષણ, ગ્રથિ, ઔષધ, ગણિકા, રથિકા, શીતસાડી, છાપરાથી ગળતું જળ, ગાય-બળદ-ઘોડ-વૃક્ષાદિથી પતન એમ 14 ઉદાહરણો આપીને વનચિકી બુદ્ધિ એટલે શું તે સ્પષ્ટ કર્યું છે. આ દષ્ટાંતોથી સ્પષ્ટ થાય છે કે જે બાબત માગસ સામી વ્યક્તિની પાસેથી મનધાર્યું કાર્ય સિદ્ધ કરી શકે છે તે વ્યક્તિની બુદ્ધિ વિનાયકી પ્રકારની છે. શાસ્ત્રાદિની પરિપકવ અને સાચી સમજ જે ધરાવે છે તે બુદ્ધિ પણ વનયિકી પ્રકારની છે. નિમિત્ત-વારમાં સિધ્ધપુત્રના બે શિણોનું કથાનક છે. વનમાં નીકળેલા આ બે શિખોમાંથી એક શિખ વિનચિકી બુદ્ધિને કારણે પદાર્થના નિરીક્ષણને આધારે અનુમાન કરી શકે છે કે નીચે પડેલાં પદચિહન હાથણીનાં છે, તે કાળી છે, તેના પર આરૂઢ વ્યક્તિમાં એક નર અને એક નારી છે, નારી છે તે પૂરા માસનો ગર્ભ ધારણ કરવાવાળી છે અને તેને પુત્ર થશે. “વસુદેવ-હિંડી'માં ગંધર્વદત્તા-લંભકમાં આવતી ચારુદત્તની આત્મકથામાં આ પ્રકારનું કથાનક મળે છે. બાહ્ય પદાર્થોની પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને બનેલી ઘટનાના તાણાવાણા મેળવવા, આજની આપણી રહસ્યકથાનું મુખ લક્ષાગ છે. પ્રાચીન-મધ્યકાલીન કથાસાહિત્યમાં પણ આ પ્રકારની કથાઓ અસ્તિત્વમાં હતી અને એ પ્રકારને ‘મણિકુલ્યા” તરીકે ઓળખાવવામાં આવ્યો અર્થશાસ્ત્રદ્વારમાં કલ્પક મંત્રીનું દષ્ટાંત આપ્યું છે, તેનો સંબંધ શ્રેણિક, ઉદાયી, નંદ વગેરે રાજાઓ અને તેના મંત્રી કલ્પક, શ્રીયક, શકટાલ વગેરે સાથે છે. રાજા શતાનીક, મૃગાવતી વગેરેની કથા પાગ આ પાત્રો સાથે સંકળાઈ છે. કથાસરિત્સાગર’માં શતાનીક, મૃગાવતી, ઉદયન, વરરુચિ વગેરેની જ કથાઓ છે તેનાં જનીકૃત પ્રાકૃત ભાષાન્તરગત કથાન્તરો અહીં મળે છે, તે આ કથાઓના સામ્યમૂલક અભ્યાસની ઉપયોગી સામગ્રી પૂરી પાડે છે. લેખધારમાં રમતિયાળ રાજકુમારોને ભણાવવા માટે ગુરુ રાજકુમારોની, 4. વસુદેવ હિંદી ભાષાતર ડૉ. ભોગીલાલ સાંડેસરા, બીજી આવૃતિ, પૃ. 215, 217. 5. મધ્યકાલીન ગુજરાતી કથાસાહિત્ય, હસુ યાજ્ઞીક, 1988. પૃ. 22.
Page #244
--------------------------------------------------------------------------
________________ 223 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ સાથે જ માટીનાં રમકડાં બનાવવા બેસી જાય છે અને લિપિના અારોના આકારનાં માટીનાં રમકડાં બનાવી અક્ષરદાન આપે છે. આચાર્યની આ બુદ્ધિને વનચિકી બુદ્ધિ ગણાવી છે. અહીં પણ જોઈ શકીએ છીએ કે સામી વ્યક્તિ પાસે કુનેહથી ધાર્યું કામ કઢાવવું તે વૈનાયિકી બુદ્ધિનું કાર્ય છે. અહીં મોન્ટેસોરી પદ્ધતિનાં મૂળ ભારતમાં દશમી સદીમાં જવા હોય તો જોઈ શકાય. ખૂબ ધનવાન બનેલા આચાર્યનું રાજા કાટલું કાઢવાનો કારસો રચી જમવા બોલાવે છે, ત્યારે રાજકુમારો ધોતિયું સૂકું હોવા છતાં ભીનું છે કહી, ડાબીબાજુ કળશ ઊંધો કરી આવનાર ભયથી ગુરુને ચેતવે છે. એમાં પણ વનચિકી બુદ્ધિ દર્શાવી છે. રાજા આકરી કર પ્રજાના માથે ઝીક છે ત્યારે અધિકારી સોનાના ભાવ બે-ત્રાગ ગાગા વધવાના હોઈ સોનાના રૂપમાં થોડું સોનું લઈ, ભાવવધ્યા પછી તે સોનું વેચીને રાજના કરની રકમ જમા કરે છે. આથી રાજાની આજ્ઞાનો ભંગ થતો નથી એ સાથે જ પ્રજા પરના કરબોજ પાગ હળવો થાય છે. આ કથા ગણિતવાર આપે છે. આમ વિવિધ કથાનકોના જે મુખ્ય ઘટકો છે, પાત્રો છે. તેને આધારે આ પ્રકારનાં કથાનકોનાં વારનાં નિમિત્ત, અર્થ, લેખ વગેરે નામાભિધાન થયાં છે ને એ અનુષગે ચાતુર્યનાં કથાનકો સંપાદિત થયાં છે. - બુદ્ધિનો ત્રીજો પ્રકાર ને કાર્મિકી બુદ્ધિ, એનાં લક્ષણ અને વિવરણમાં દર્શાવ્યું છે કે જે કામ કરવા ધાર્યું હોય એ કામનો બરાબર અભ્યાસ કરીને અંતે કાર્યસિદ્ધિ મળે ન એથી સારું કર્યું એવી પ્રશંસા મળે તે કાર્મિકી બુદ્ધિ કહેવાય. આના ઉદાહરણરૂપ સોની, ખડૂત, સાલવી, પીનાર, મોતી પોવનાર, ધી ઉમરનાર, નરનાર, તુગનાર, સુથાર, કંદોઈ, કુમાર, ચિત્રકાર એમ 12 દષ્ટાંતો આપવામાં આવ્યાં છે. એકન એક કામ વારંવાર કરવાથી, અર્થાત અભ્યાસથી માણસમાં ચોકકસ કામ કરવાની બુદ્ધિશક્તિ પ્રગટે છે, સિદ્ધ થાય છે. આ પ્રકારની કાર્ય કરવાની શક્તિ છે જેમાંથી મળે છે તે ચિત્તશક્તિને અહીં કાર્મિકી બુદ્ધિ તરીકે ઓળખાવી છે. આ પ્રકારનાં દષ્ટાંત, છાણાવટ અને વિવરાગ હોય પરંતુ એટલા પ્રમાણમાં કથાનકો ને હોય એ સમજી શકાય એવું છે. અહીં કયા પ્રકારના કારીગરમાં કેવી કેવી કાર્ય નિષ્પન્ન કરવાની શક્તિ હોય છે તે દર્શાવ્યું છે તે સાથે એક ચોરની રોચક કથા પણ આપી છે. ચોરે ધનિકના ઘરે આ પત્રના પત્રાકારવા
Page #245
--------------------------------------------------------------------------
________________ 224 ઉપદેશ-પદીનાં બુદ્ધિચાતુર્યનાં કથાનકો ખાતર પાડ્યું ને ધન ચોરી ગયો. સવારે એ જ ચોર બનીઠની લોકો એના ખાતર વિશે શું કહે છે, તે જિજ્ઞાસાએ આવ્યો. કોઈકે પ્રસંશા કરી, ‘પ્રાગસંકટની વચ્ચે પણ ચોરે કેવી સરસ આકૃતિમાં ખાતર પાડવું?' આ સાંભળી ચોર ખુશ થયો. પરંતુ એક ખેડૂત બોલ્યો - ‘ચોરનો તે રોજનો ધિંધો છે, એમાં આવું કરે તેની શી નવાઈ?' ચોર ગુસ્સે થયો ને ખેડૂતની પાછળ જઈ ગળચી પકડી ને મારી નાખવાની ધમકી આપી ગુસ્સે થવાનું કારણ જણાવ્યું. ખેડૂત કહે “ઊભો રહે ને મને છૂટો કર. મારી વાતની ખાતરી કરાવું.” ચોરે છૂટો કર્યો. ખેડૂતે નીચે પછેડી પાથરી ને હાથમાં દાણાની મૂઠી ભરી બોલ્યો તું આંગળી મૂકે ત્યાં દાણેદાણો પાડી બતાવું.” ચોર પછેડી પર જુદી જુદી જગ્યાએ આંગળી મૂકી. ખેડૂતે ચોરે મૂકેલીઆંગળીની જગ્યા પર જ ઊભા ઊભા હાથની મૂઠીથી દાણા પાડી દેખાડ્યા. ચોર સમજી ગયો કે રોજિંદા કાર્યના અભ્યાસથી માણસે બીજાને આશ્ચર્ય પમાડે તેવું કાર્ય પણ કરી શકે છે, અને ચોરે ખેડૂતને છોડી દીધો. ચોથી બુદ્ધિ તે પારિણામિકી. આ પ્રકારનું અનુમાન, હેતુ અને દાનથી સાધ્ય પદાર્થને સિદ્ધ કરનારી બુદ્ધિ તરીકે ઓળખાવ્યો છે. અહીં નિશ્ચિત હેતુથી કોઈ એક નિશ્ચિત પરિણામ સિદ્ધ કરવાનું હોય છે ને તે માટે બુદ્ધિની જે શકિત પ્રયોજાય છે તેને પરિણામિકી કહી છે. એ વયની પરિપક્વતાથી આવે છે, એ અભુદય કરે છે, મોક્ષનું કારણ પણ બને છે. જેમ જેમ વય વધે, અનુભવ વધે તેમ તેમ આ શક્તિમાં પણ વૃદ્ધિ " થાય છે. આ બુદ્ધિના પ્રકારને સ્પષ્ટ કરવા માટે અમ્યુકુમાર, કાષ્ઠશ્રેષ્ઠી, ક્ષુલ્લકકુમાર, પુષ્પવતીદેવી, ઉદિતોદય રાજા, નંદિષેણ સાધુ, ધનદત્ત, શ્રાવક, અમાત્ય, શમક, અમાત્યપુત્ર, ચાણક્ય, સ્થૂલભદ્ર, નાસિકયનો વેપારી, સુંદરી-નંદ, વજસ્વામી, દેવદત્તા, ચરાણઘાલ, બનાવટી આમળું, મણિ, સર્પ, ખડ્રગ અને સ્તૂપેન્દ્ર એમ 22 દષ્ટાંત આપ્યાં છે. નિશ્ચિત પરિણામ સિદ્ધ કરવું એનો એક અર્થ છે ગમે તેવી ભીષણ અને અશક્ય લાગે તેવી પ્રતિજ્ઞા લીધી હોય કે વચન આપ્યું હોય તો તે દઢતા, વીરતા અને ધીરતા સાથે સિદ્ધ કરવું. આ વાત અભયકુમારની કથા દ્વારા સરસ રીતે સમજાવી છે. કથાનકની દષ્ટિએ અને ચાતુર્યકથા તરીકે તો આ કથા આકર્ષક છે જ, ઉપરાંત ચંડપ્રદ્યોત, ઉદયન અને વાસવદત્તાની
Page #246
--------------------------------------------------------------------------
________________ 225 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ ભારતીય કથાસાહિત્યની જે અભુતરસિક કથા છે તેના મૂળ સંસ્કૃતમાં મળતી કથાના કથાનકની સાથે પ્રાકૃતમાં મળતું કથાનક સરખાવવા જેવું છે. ઉદયન અને વાસવદત્તાની કથાનું જે મૂળ માળખું છે તે તો અહીં જળવાયું જ છે, ઉપરાંત ઉદયન વાસવદત્તાનું હરણ કરી જાય છે ત્યારે હાથીને રોકી રાખવાની યુક્તિરૂપે ઉદયન હાથણીના મૂત્રથી ભરેલા ઘડાઓ જૂદી દિશામાં ફેંકી હાથીને ખોટે રસ્તે દોરી પાછળ આવતો રોકવાની જે યુક્તિ કરે છે તે કથારસની દૃષ્ટિએ રોચક અને વાસ્તવિક છે. આવાં ઘટકોથી પ્રાકૃતિની કથા ખાસ અભ્યાસ માગી લે છે. અહીં કેન્દ્રમાં તો છે અભયકુમાર અને એની કેદ, ચાર વચન અને ચંડપ્રદ્યોતને એના જ નગરમાં એનાં જ નામના ઉલ્લેખ સાથે મારતા મારતા લઈ જવાની અભયકુમારની પ્રતિજ્ઞા. આ અશક્ય લાગતી પ્રતિજ્ઞા પણ ચાતુર્યથી અભયકુમાર પૂર્ણ કરે છે ને અંતે શ્રેણિક પાસે કેદ કરાવેલા પ્રદ્યોતને જીવતો જવા દઈને પારિાગામિકી બુદ્ધિનું જે ખાસ લક્ષણ, ઉમદા અને પારમાર્થિક હેતુ માટે સિદ્ધ થતું પરિણામ, પણ અહીં જળવાય છે. ચાણક્યદ્વારની કથામાં નંદ, ચંદ્રગુપ્ત અને ચાણક્યની જે કથા છે તે પણ સંસ્કૃત પ્રવાહની કથા સાથે સરખાવી અભ્યાસ કરવા યોગ્ય છે. અહીં પુષ્યચુલ અને પુષ્યચુલા ભાઈ-બહેન છે અને તેમનાં લગ્ન થાય છે તે કથાનક પણ ઋગ્યેદ યમ-યમી-સંવાદ સાથે વિચારવા જેવું છે. આમ અહીં પ્રાકૃત સ્રોતમાં, ખાસ તો ‘ઉપદેશપદ’માં જે ચાતુર્યનાં કથાનકો મળે છે, તે બુદ્ધિના કાર્ય અને પ્રકારને સમજવાના એક પ્રયાસ તરીકે જતાં એ સ્પષ્ટ થાય છે કે મનોવિજ્ઞાન શાસ્ત્ર તરીકે તો આધુનિક કાળે અસ્તિત્વમાં આવ્યું, પરંતુ એ શાસ્ત્રથી સંબંધિત એવી કેટલીક જાણકારી પ્રાચીનકાળે પણ અસ્તિત્વમાં હતી અને એવી કેટલીયે કથાઓ છે જે છે પ્રાચીન-મધ્યકાળની, પરંતુ જેમાં માનવમનની સંકુલતા સંદર્ભમાં જે કહેવાયું છે તે, એ કાળે પણ જોઈ શકાયું છે કે, આજે આપણને આશ્ચર્યચકિત કરે એવું છે કુટ્ટનીમત” અહીં સહેજે સ્મરી શકાય. એનું આકલન પણ 6. કથાની વિગત માટે જુઓ ઉપદેશપદનો ગુજરાતી અનુવાદ. પૃ. 125 થી 134 અથવા ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળની બાલસાહિત્ય 15 શ્રેણીમાં ‘અભયકુમાર'. લે. ડૉ. હસુ યાજ્ઞિક.
Page #247
--------------------------------------------------------------------------
________________ ઉપદેશ-પદ'નાં બુદ્ધિચાતુર્યનાં કથાનકો મનોવૈજ્ઞાનિક ભૂમિકા પર થયું છે. વારાંગના પાસે જનાર પુરુષ પોતાનાં વડીલો, પત્ની, પુત્ર-પુત્રીઓ અને આખા સમાજની સામે થઈને જાય છે. આવું કરે છે તે કેવળ એક નાવીન્યજન્ય આકર્ષણને કારણે ને કોઈ એક-બે . પ્રસંગે આવાં આવાં બળો કે વિનોની સામે થઈને પણ સ્ત્રીએ, વારાંગનાએ, કોઈ પુરુષને કાયમ માટે પોતાનો બનાવી રાખવો હોય તો એણે એ પુરુષને ખાતરી કરાવવી જોઈએ, પ્રતીતિ કરાવવી જોઈએ કે એને વારાંગના જેટલી ઉત્કટતાથી ચાલે છે, એટલું જગતમાં બીજુ કોઈ ચાહતું નથી! આ શિખામણ આપે છેકુટ્ટની, નવી વારાંગનાને-જે કોઈ એક પ્રેમીને, સતત પ્રેમીને ઝંખે છે તેને! ને એ માટે યુવાન વારાંગનાએ શું શું કરવું પડે એનું વ્યવસ્થિત મનોવૈજ્ઞાનિક ભૂમિકાનું જ્ઞાન આપે છે કુટ્ટની ને એ જ તો છે 'ટ્ટની મતમ!' આમ પ્રાચીન કથાસાહિત્યમાં વાત હોય રાગની કે પછી વૈરાગ્યની, એનો પાયો ચાણાયો હોય છે, મનોવૈજ્ઞાનિક ધારણાઓ પર, પરંતુ એ દષ્ટિએ આપણે આપણા સાહિત્યને જોયું-તપાસ્યું જ નથી, એથી અહીં એ દિશાનો એક અલ્પ પ્રયાસ પ્રસ્તુત કર્યો છે. *
Page #248
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 227 30. ત્રિષષ્ટિશલાકાપરષયરત : એક અભ્યાસ - ચીમનલાલ એમ. શાહ, “કલાધર' હેમચંદ્રાચાર્ય ગુજરાતના જ્ઞાન અને વિદ્યાના ક્ષેત્રના તેજસ્વી શૃંગ હતા. એ સમયે માત્ર ગુજરાતમાં જ નહિ સમગ્ર ભારતવર્ષમાં તેમના જેવા સંકલ્પસિદ્ધ, કર્મઠ અને પ્રતિભાશાળી વિદ્યાપુરુષની જોડ ' મળવી મુશ્કેલ હતી. કવિતા, વ્યાકરણ, ન્યાય, છંદ, અલંકાર, ઇતિહાસ, સાહિત્ય, પુરાણ, કોશ, યોગ, અધ્યાત્મ, ત્યાગ, તપ, જપ, ધ્યાન, સંયમ, સદાચાર, રાજકલ્યાણ, લોકકલ્યાણ જનક એવા શ્રી હેમચંદ્રાચાર્યે પોતાના ચોરાશી વર્ષના સુદીર્ધ જીવન દરમિયાન વિપુલ સાહિત્યનું સર્જન કર્યું હતું. તેઓની કૃતિઓ મુખ્યત્વે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓમાં છે. આજે તેમની એક સુપ્રસિદ્ધ કૃતિ ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત'નો પરિચય કરાવવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે તેનો આનંદ છે. ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત’ 360 થી વધુ શ્લોકોમાં સંસ્કૃત ભાષામાં લખાયેલ મહાકાવ્ય ગ્રંથ છે. આ મહાસાગર સમાન વિશાલ ગ્રંથની રચના શ્રી હેમચંદ્રાચાર્યે તેમની ઉત્તરાવસ્થામાં કરી હતી. મહાભારત અને પુરાણોની બરોબરી કરી શકે તેવા આ મહાન ગ્રંથમાં શ્રી. હેમચંદ્રાચાર્યની અમૃત સમી વાણીનું ગૌરવ અને મધુરતા વાક્ય વાકો અનુભવી શકાય છે. ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત' એટલે 63 શલાકા પુરુષોના ચરિત્ર. જૈનધર્મની માન્યતા પ્રમાણે જે મહાપુરુષોના મોલ વિષે કોઈ સંદેહ નથી એવી પ્રભાવક વિભૂતિઓને શલાકાપુરુષ તરીકે ઓળખવામાં આવે છે. આ મહાગ્રંથમાં ભગવાન ઋષભદેવથી મહાવીર સ્વામી
Page #249
--------------------------------------------------------------------------
________________ 228 ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત : એક અભ્યાસ ચક્રવર્તીઓ; રામ, કૃષણ વગેરે નવ વાસુદેવ, લક્ષ્મણ, બળભદ્ર વગેરે નવ બળદેવ; રાવણ, જરાસંઘ વગેરે નવ પ્રતિવાસુદેવ, એમ મળીને કુલ 63 શલાકા પુરુષોનાં ચરિત્ર આલેખવામાં આવ્યાં છે. આ મહાકાવ્યની રચના દસ પર્વોમાં કરવામાં આવી છે. પહેલા પર્વમાં પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ અને તેઓના પુત્ર ચક્રવર્તી ભરતનું ચરિત્ર આલેખાયેલું છે. બીજા પર્વમાં શ્રી અજિતનાથ તથા ચક્રવર્તી સગર એ બંને મહાપુરુષોનાં ચરિત્ર છે. ત્રીજા પર્વમાં શ્રી સંભવનાથ, અભિનંદન, સુમતિનાથ, પદ્મપ્રભુ, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભુ, સુવિધિનાથ અને શીતલનાથ એમ આઠ તીર્થકરોનાં ચરિત્ર છે. ચોથા પર્વમાં શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ અને ધર્મનાથ * આ પાંચ તીર્થકરોના ચરિત્ર તેમજ પાંચ વાસુદેવોના, પાંચ પ્રતિવાસુદેવોના, પાંચ બળદેવોના અને બે ચક્રવતી મઘવા અને સનતકુમારના મળીને કુલ બાવીસ મહાપુરુષોના ચરિત્રનો સમાવેશ થાય છે. પાંચમા પર્વમાં સોળમાં તીર્થકર શ્રી શાંતિનાથનું ચરિત્ર આલેખવામાં આવ્યું છે. તેઓ એક જ ભવમાં તીર્થકર અને ચક્રવર્તી હતા તેથી તેમનાં બે ચરિત્રો આપવામાં આવ્યાં છે. છઠ્ઠા પર્વમાં કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ અને મુનિસુવ્રતસ્વામી એમ ચાર તીર્થકરોના ચરિત્રની સાથે ચાર ચક્રવર્તી, બે વાસુદેવ, બે પ્રતિવાસુદેવ અને બે બળદેવ મળી કુલ ચૌદ મહાપુરુષોનાં ચરિત્રો આલેખવામાં આવ્યાં છે. તેમાં પણ ચાર ચક્રવર્તીમાં કુંથુનાથ અને અરનાથ તે જ ભવમાં ચક્રવર્તી થયો હોય તેમના ચક્રવતી તરીકેના ચરિત્રોનું આલેખન થયું છે. સાતમા પર્વમાં એકવીસમાં તીર્થકર શ્રી નેમિનાથજી, દશમા-અગિયારમાં ચક્રવર્તી હરિષણ અને યે અને આઠમા બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ રામ, લક્ષ્મણ તથા રાવણનાં ચરિત્રો મળી કુલ 6 મહાપુરુષોના ચરિત્રનું આલેખન છે. આ પર્વનો મોટો ભાગ રામચંદ્રાદિના ચરિત્રમાં રોકાયેલો હોઈ તેને “જૈન રામાયણ” અથવા “પદ્મચરિત” પણ કહેવામાં આવે છે. આઠમા પર્વમાં બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ તથા નવમાં વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવ કૃષગ, બળભદ્ર તથા જરાસંધના મળી કુલ 4 મહાપુરુષોનાં ચરિત્રો છે. પાંડવો શ્રી નેમિનાથના સમકાલીન હોવાથી તેમનાં ચરિત્રોનો સમાવેશ પણ આ પર્વમાં કરવામાં આવ્યો છે. આ પર્વને “જૈન હરિવંશ પુરાણ” તરીકે પણ ઓળખવામાં આવે છે.
Page #250
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 229 નવમા પર્વમાં તેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથનું તેમજ બારમા ચક્રવર્તી શ્રી બ્રહ્મદરનું ચરિત્ર આપવામાં આવ્યું છે. દશમા પર્વમાં ભગવાન મહાવીરનું જીવનચરિત્ર છે. બધા પર્વો કરતાં આ પર્વ વિસ્તારમાં સૌથી મોટું છે. આ પર્વમાં કુલ તેર સર્ગ અને ગ્રંથકારની પ્રશસ્તિ છે. આ પર્વમાં શ્રેણિક, કોણિક, સુલસા, અભયકુમાર, ચેટકરાજા, હલ્લવિહલ્લ, મેધકુમાર, નંદિણ, ચલ્લણા, દુર્ગધા, આકુમાર, ઋષભદત્ત, દેવાનંદા, જેમાલિ, શતાનીક, ચંડપ્રદ્યોત, મૃગાવતી, યાસાસા, આનંદાદિ દશ શ્રાવકો, ગોશાલક, હાલીક, પ્રસન્નચંદ્ર, દુર્દરાંકદેવ, ગૌતમસ્વામી, પુંડરીક-કંડરીક, અબડ, દશાર્ણભદ્ર, ધન્ના-શાલિભદ્ર, રૌહિણેય, કપિલકેવળી, કુમારનંદીસોની, ઉદાપિ, કુલવાલુક, કુમારપાળ રાજા વગેરેનાં ચરિત્રો અને પ્રબંધો ઘણી અસરકારક રીતે વર્ણવવામાં આવ્યા છે. તેમાં પણ શ્રેણિક, કોણિક, અભયકુમાર, આદ્રકુમાર, રાંકદેવ, છેલ્લા રાજર્ષિ ઉદાયન અને ગોશાળા વગેરેના વૃત્તાંતો તો ઘણા જ વિસ્તારવાળા છે. આ પર્વમાં પાંચમા અને છઠ્ઠા આરાનું તથા ઉત્સપિણિકાળનું ભાવી વૃત્તાંત પણ વિસ્તારથી વર્ણવ્યું છે. આ અને બીજી અનેક રસપ્રદ હકીકતોથી પરિપૂર્ણ આ પર્વ છે. આ મહાગ્રંથની રચના કુમારપાળ મહારાજની વિનંતી સ્વીકારીને હેમચંદ્રાચાર્ય કરી છે. તે વાત ગ્રંથની અંતિમ પ્રશસ્તિમાં જણાવવામાં આવી છે. આ પ્રશસ્તિમાં કુમારપાળ રાજાને હેમચંદ્રાચાર્યને ઉદ્દેશીને નીચે પ્રમાણે કહેતા ટાંકવામાં આવ્યા છે. “હે સ્વામી! નિષ્કારણ ઉપકાર કરવાની બુદ્ધિવાળા જે તમો તેમની આશાને પ્રાપ્ત કરીને નરકગતિ સંબંધી આયુષ્યના નિમિત્તરૂપ મૃગયા, ધૂત, મદિરા વગેરે દર્ગણોને મેં મારી પૃથ્વીમાંથી નિષિદ્ધ કર્યા છે; તથા પુત્રરહિત મૃત્યુ પામેલાનું ધન લેવાનું પણ મેં છોડી દીધેલું છે; અને બધી પૃથ્વી અરિહંતના ચૈત્ય વડે સુશોભિત કરી દીધી છે. તો હવે હું સાંપ્રતકાળમાં સંપતિ રાજા જેવો થયો છેપૂર્વે મારા પૂર્વજ સિદ્ધરાજની ભક્તિયુક્ત યાચનાથી આપે વૃત્તિથી મુક્ત એવું સાંગ વ્યાકરણ રચેલું છે, તેમજ મારા માટે નિર્મળ યોગશાસ્ત્ર રચેલું છે અને લોકોને માટે વયાશ્રયકાવ્ય, છ દોડનું શાસન, કાવ્યાનુશાસન અને નામસંગ્રહ પ્રમુખ બીજાં શાસ્ત્રો પાગ રચેલાં છે. તે સ્વામી! જો કે તમે સ્વયમેવ લોકોના ઉપર ઉપકાર કરવાને અર્થે સજજ થયા છો, તથાપિ મારી પ્રાર્થના છે કે મારા જેવા મનુષ્યોને પ્રતિબોધ થવાને માટે આપ ત્રિષષ્ટિશલાકાપુરુષોના ચરિતને પ્રકાશ કરો.” (પર્વ-૧૦ શ્લોક 16 થી 19).
Page #251
--------------------------------------------------------------------------
________________ 230 ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત : એક અભ્યાસ આ પ્રકારની કુમારપાળ રાજાની પ્રાર્થનાથી હેમચંદ્રાચાર્યે ધર્મોપદેશ જેનું પ્રધાનફળ છે એવા આ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત નામના મહાન ગ્રંથની સે. ૧૨૨૦ની સાલમાં રચના કરી. ઉપરની પ્રશસ્તિમાંથી કરેલા અવતરણમાંથી ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતની રચના વિશે કેટલીક મહત્વની બાબતો સિદ્ધ થાય છે. હેમચંદ્રાચાર્યે આ ગ્રંથ કુમારપાળ રાજાની વિજ્ઞપ્તિથી લખ્યો એટલેકે કુમારપાળ રાજાએ જૈનધર્મનો સ્વીકાર કર્યો ત્યાર પછી આ ગ્રંથની રચના થઈ છે. એ બતાવે છે કે હેમચંદ્રાચાર્યના છેવટનાં વર્ષોમાં આ ગ્રંથની રચના થઈ હોવી જોઈએ. આ મહાન ગ્રંથમાં એ સમયના સામાજિક, ધાર્મિક અને વિચારગત પ્રણાલિકાનાં પ્રતિબિંબો જોવા મળે છે. એક રીતે તો ગુજરાતનો તે કાળનો સમાજ અને તેનું માનસ તેમાં નિગૂઢ રીતે પ્રતિબિંબિત થયેલું જોવા મળે છે. આ દષ્ટિએ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતનું મહત્ત્વ હેમચંદ્રાચાર્યની કૃતિઓમાં વિશિષ્ટ પ્રકારનું છે એ અહીં નોંધવું મને જરૂરી લાગે છે. આ ગ્રંથમાં છ ઋતુઓનાં હૃદયંગમ વર્ણનો, નાયક નાયિકાઓના રૂપલાવણ્યનાં વર્ણનો, દેશોના તથા નગરોનાં વર્ણનો, યુદ્ધોનાં વર્ણનો, તીર્થકરોના વૈરાગ્ય રસથી પરિપૂર્ણ ઉપદેશો, યોગીઓનાં શરીરનાં વર્ણનો, જ્ઞાનનાં વર્ણનો, ચમત્કારિક શક્તિઓનાં વર્ણનો, પ્રિયજનોના સંયોગ વિયોગનાં વર્ણનો વગેરે વાચતાં જાણે તે કાળની, તે સમયની વિપુલ માહિતી આપણને સાંપડી રહે છે. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત ગ્રંથના આરંભમાં ધન સાર્થવાહન પ્રવાસનું વર્ણન આવે છે. કવિ તેમાં લખે છે : “ધન સાર્થવાહનાં શ્વેત છત્રોથી શરદઋતુનાં વાદળોવાળું આકાશ શોભવા લાગ્યું.' (1-1-66) અંદર બેઠેલા યુવાન લોકોને કડા કરવા યોગ્ય ગાડાંઓ જાણે ચાલતાં હોય એમ શોભતાં હતાં.” (1-1-69). પાડાઓ પર પાણીની મશકો મકેલી હતી અને તેથી મોટી કાયાવાળા અને મોટા સ્કંધવાળા મહિષો જાણે પૃથ્વી પર ઉતરી આવેલા મેધ હોય તેવા લાગતા હતા અને મનુષ્યોની તૃષા છીપાવતા હતા.'' (1-1-70) - સાર્થવાહના અતિશય માલ સામાનના ભારથી આક્રાંત થયેલી પૃથ્વી જાણે ગાડાંના અવાજ દ્વારા ચિત્કાર કરતી હતી.” (1-1-71) મરુદેવા માતા ગર્ભવતી બન્યાં છે. ભગવાન ઋષભદેવનો જન્મ થનાર છે. તે સમયનું વર્ણન કવિ રોચક શૈલીમાં કરે છે :
Page #252
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 231 “સૂધી જેમ મેઘમાળા શોભે, મુક્તાફળથી જેમ દીપ શોભે, સિંહથી જેમ પર્વતગુફા શોભે તેમ મહાદેવી મરુદેવા ગર્ભથી શોભવા લાગ્યાં.” (1-1-251) ગર્ભાવસ્થાનું વાન આગળ ચલાવતાં કવિ કહે છે : “શરદઋતુથી જેમ મેઘમાળા પાંડવણી થાય તેમ ગર્ભના પ્રભાવથી તે પાંડવણ બન્યાં.” (1-1-252) કવિ આગળ વધતાં કહે છે : "પ્રાત:કાળે વિદ્વાનની બુદ્ધિ જેમ વૃદ્ધિ પામે, ગ્રીષ્મઋતુમાં સમુદ્રની વેલ જેમાં વૃદ્ધિ પામે તેમ ગર્ભના પ્રભાવથી મદેવની લાવણ્યલમી વૃદ્ધિ પામવા લાગી.” (1-2-257) આમ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં કવિત્વ ભરપૂર છે. વિષયનો વ્યાપ અને કાવ્યત્વની સમૃદ્ધિ આ કૃતિને મહાકાવ્ય ધરાવે છે અને તેના રચયિતાને મહાકવિ સિદ્ધ કરે છે. ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિતના દશમા પર્વના બે વિભાગો અંતિહાસિક દષ્ટિએ અત્યંત ઉપયોગી છે. એક તો કુમારપાળ રાજાનું ભવિષ્યકથનરૂપ આલેખેલું ચરિત્ર અને હેમચંદ્રાચાર્ય આ ગ્રંથની રચેલી અંત્યપ્રશસ્તિ. આ પર્વમાં પાટણનું, કુમારપાળનું, તેના રાજ્યવિસ્તારનું, કુમારપાળે પાટણમાં દિન પ્રતિમાની સ્ફટિકમય પ્રાસાદમાં સ્થાપના કરી તેનું તથા બીજી અનેક બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. રાજ્ય વિસ્તારનું વર્ણન કરતાં તે વિભાગમાં જણાવવામાં આવ્યું છે કે - “તે રાજા ઉત્તર દિશામાં તુરુષ સુધી, પૂર્વમાં ગંગા નદી સુધી, દક્ષિણમાં વિંગિરિ સુધી અને પશ્ચિમમાં સમુદ્ર સુધી પૃથ્વીને સાધશે.” (18) દશમા પર્વમાં શ્રી હેમચંદ્રાચાર્ય સાથેના મેળાપ માટે નીચે મુજબ જણાવવામાં આવ્યું છે. “એક વખતે વજશાખા અને ચાંદુકુળમાં થયેલા આચાર્ય હેમચંદ્ર તે રાજાના જોવામાં આવશે. આચાર્ય જિનચૈત્યમાં ધર્મદેશના દેતા હતા ત્યાં તેમને વંદના કરવા માટે પોતાના શ્રાવક મંત્રીઓ સાથે તે રાજા આવશે. તત્વને નહિ જાગવા છતાં પણ શુદ્ધભાવથી આચાર્યને વંદશે. પછી તેમના મુખથી શુદ્ધ ધર્મદેશના પ્રીતિપૂર્વક સાંભળીને તે રાજા સમક્તિપૂર્વક અણુવ્રત સ્વીકારશે. અને પછી સારી રીતે બોધ પ્રાપ્ત કરીને રાજા શ્રાવકના આચારનો પારગામી થશે.' (19) આ ગ્રંથમાં હેમચંદ્રાચાર્યે એવી ખૂબી દર્શાવી છે કે જેથી સર્વ સિદ્ધાંતનું
Page #253
--------------------------------------------------------------------------
________________ 232 ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત : એક અભ્યાસ રહસ્ય સમજાઈ જાય. જુદી જુદી પ્રભુની દેશનાઓમાં નાયોનું સ્વરૂપ, ક્ષેત્રસમાસ, જીવવિચાર, કર્મસ્વરૂપ, આત્માનું અસ્તિત્વ, બાર ભાવના, સંસાર પર વૈરાગ્ય, જીવનની અસ્થિરતા અને ટૂંકમાં બોધ તથા જ્ઞાનના સર્વ વિષયો સરળતાથી અને ચિત્તાકર્ષક ભાષામાં હેમચંદ્રાચાર્યે સમાવ્યા છે. છંદ, અલંકાર વગેરે સહિત કાવ્યશાસ્ત્રની અને શબ્દશાત્રની દષ્ટિએ પણ આ મહાકાવ્ય અભ્યાસ કરવા યોગ્ય છે. એમાંથી જૈનધર્મ, જૈન તત્ત્વજ્ઞાન અને જૈન પરંપરાનો ગહન પરિચય મળી રહે એમ છે. એમાં કવિના સમકાલીન ગુજરાતના જીવનનું પણ ઠીક ઠીક પ્રતિબિંબ જોવા મળે છે. કવિના મુખેથી કાળ પંક્તિઓ છંદોબદ્ધ વાણીમાં કેટલી સરળ અને પ્રવાહી રીતે વહેતી હશે તેની પ્રતીતિ આ મહાકાવ્ય કરાવે છે. આ ગ્રંથમાં સ્થળે સ્થળે પથરાયેલા કલ્યાણક મહોત્સવનાં આલંકારિક વર્ણનો, સમવસરણની રચનાઓનાં ચિત્તાલાદક વાર્ણનો, સેનાનીઓની યુદ્ધમેદાનો પર થતી ભૂહરચનાઓનાં અદભૂત વર્ગનો, સેનાઓના પ્રવાસોનાં યથાર્થ અને ઉત્તેજક વાર્ણનો વગેરે વાચતા હેમચંદ્રાચાર્યના અગાધ અને અપાર જ્ઞાનનાં દર્શન થાય છે. - આ ગ્રંથ કથાનુયોગનો ગ્રંથ છે. તેમ છતાં તેમાં ચરણ-કરગાનુયોગની અને દ્રવ્યાનુયોગની અનેક વાતો ગ્રંથાકારે ખૂબીથી વણી લીધી છે. વાચનારની જરાપણ રસક્ષતિ ન થાય તેની પૂરી કાળજી આ ગ્રંથના કર્તાએ રાખી છે. શાંતરસથી શૃંગારરસ સુધીના નવરસથી ભરપૂર આ ગ્રંથ સંસ્કૃત કથાગ્રંથોમાં સર્વશ્રેષ્ઠ ગ્રંથ ગણી શકાય. આ ગ્રંથની જેટલી પ્રસંશા થાય તેટલી ઓછી છે. આ મહાન રચનામાં પ્રસાદ છે, કલ્પના છે, શબ્દનું માધુર્ય છે સાથે સરળતા અને ગૌરવ પાણ છે. જૈન સાહિત્યના પ્રકાંડ વિદ્વાન સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા આ ગ્રંથ વિષે લખે છે કે - “આ ગ્રંથ આખોય સાવૅત વાંચવામાં આવે તો સંસ્કૃત ભાષાના આખા કોષનો અભ્યાસ થઈ જાય તેવી તેની ગોઠવાગ છે.' આ ઉપરથી હેમચંદ્રાચાર્યની આ કૃતિની મહત્તા સમજી શકાય છે. છત્રીસ હજાર શ્લોકની અગાધ કાવ્યશક્તિ અને વ્યુત્પત્તિથી ભરેલો આ ગ્રંથ સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં પોતાનું અજોડ અને આગવું સ્થાન ધરાવે છે. હેમચંદ્રાચાર્યનું કલિકાલસર્વજ્ઞનું બિરુદ આ એક જ ગ્રંથ સિદ્ધ કરી શકવાને સમર્થ છે. હેમચંદ્રાચાર્યના કાવ્યસર્જનની મૂલવાણી વિનાને સંસ્કૃત સાહિત્યનો કોઈ પણ ઇતિહાસ અધૂરો રહે છે. કેવળ ઐતિહાસિક દષ્ટિએ જ નહિ, કેવળ
Page #254
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 233 પ્રાદેશિકતાના ધોરણે નહીં, કેવળ સાંપ્રદાયિક મૂલ્યોને આધારે નહીં પણ તેમના સર્જનમાં રહેલા સાહિત્યિક તત્ત્વને આધારે સંસ્કૃત સાહિત્ય જગતમાં હેમચંદ્રાચાર્યનું સ્થાન નિશ્ચિત પ્રથમ સ્થાને છે અને તેઓ તેમની અમર કૃતિઓની યશોજ્જવલ કીર્તિથી ભાવચંદ્ર દિવાકરી આ સૃષ્ટિ પર પ્રકાશિત રહેનાર છે. પાદટીપ સંદર્ભ: (1) ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત સંપાદક : મુનિ પુણ્યવિજયજી મહારાજ પ્રકાશક : શ્રી આત્માનંદ જૈન સભા - ભાવનગર. (2) હેમ સમીક્ષા લેખક : મધુસૂદન ચીમનલાલ મોદી પ્રકાશક ; શ્રી આત્માનંદ જન્મ શતાબ્દી સ્મારક ટ્રસ્ટ-મુંબઈ. (3) હેમચંદ્રાચાર્ય લેખક : જયભિખ્ખ પ્રકાશક : શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા - પાટણ (4) હેમચંદ્રાચાર્ય લેખક : ધૂમકેતુ પ્રકાશક : શ્રી આત્માનંદ જન્મ શતાબ્દી સ્મારક ટ્રસ્ટ-મુંબઈ (5) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય લેખક : રમણલાલ સી. શાહ પ્રકાશક : પરિચય ટ્રસ્ટ - મુંબઈ (6) હૈમ સ્મૃતિ સંપાદક પ્રકાશક : કુમારપાળ દેસાઈ : કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી મહોત્સવ સમિતિ, અમદાવાદ. * * *
Page #255
--------------------------------------------------------------------------
________________ 234 અમૃત મહોત્સવ સ્મૃતિ | 31. સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય - પ્રભાશંકર તરિયા સમગ્ર ભારતવર્ષમાં સંસ્કૃતિની દષ્ટિએ અને સાહિત્યની દૃષ્ટિએ અનેક વિશિષ્ટતાઓથી સભર એવા સૌરાષ્ટ્ર પ્રદેશનું એક આગવું સ્થાન અને માન છે. પ્રાચીનકાળથી જ સૌરાષ્ટ્ર પ્રદેશ ધર્મ, અધ્યાત્મ અને સાહિત્યના ક્ષેત્ર તરીકે પુરાણગ્રંથોમાં વર્ણવાયો છે. સોરઠ, હાલાર, ઝાલાવાડ, પાંચાળ, ગોહિલવાડ, ઘેડ, ગીર, નાઘેર, ઓખા, બાબરિયાવાડ, બરડ, ભાલ, વાળાડ... એમ જુદા જુદા નામથી પ્રદેશભેદે સ્પષ્ટ રીતે ભિન્ન ભિન્ન લોકસમુદાયો, બોલી, ભાષા, રીતરિવાજો, વિધિ-વિધાનો, પહેરવેશ, અલંકારો, રહેણી-કરણી, લોકમાન્યતાઓ વગેરેમાં પોતપોતાનાં પોતીકાં-આગવાં લક્ષણો સાચવતા આવા છે... ને છતાં એ દરેકમાં સૌરાષ્ટ્રની પ્રાદેશિકતા તો અખંડ અવિચ્છિન્નપણે જળવાતી આવી છે. ભારતના અન્ય પ્રદેશોના સાહિત્યની માફક સૌરાષ્ટ્રના લોકસાહિત્યનો પાગ આગવો મિજાજ છે. વિષયવૈવિધ્યની દષ્ટિએ, ઢાળ, ઢંગ, તાલની દષ્ટિએ અને સંખ્યાની દ્રષ્ટિએ અન્ય કોઈ પ્રદેશનું સાહિત્ય એની તોલે ન આવી શકે એટલી વિપુલતા સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં જોવા મળે છે. ઘણા લાંબા સમયકાળથી રચાતું ગવાતું આવેલું આ સાહિત્ય સમસ્ત જનસમુદાયનું સાહિત્ય છે. એમાં કોઈ એક કવિ કે કર્તાની છાપ જોવા નહીં મળે પણ સૌરાષ્ટ્ર પ્રદેશના લોકસમાજનાં ધાર્મિક, સામાજિક, ઐતિહાસિક, નૈતિક, આધ્યાત્મિક લક્ષાગો, લોકમાન્યતાઓ અને સમસ્ત જીવન વ્યવહારનું પ્રતિબિંબ એમાં પડેલું. છે. પ્રકૃતિપરાયણ લોકજીવનમાં કંઠોપકંઠ ઊતરી આવેલું આ લોકસાહિત્ય એટલે તો આપણા આંતર મર્મ સુધી પહોંચે છે. સૌરાષ્ટ્ર પ્રદેશના લોકસાહિત્યને સમજવા માટે સગવડતા ખાતર આપણે
Page #256
--------------------------------------------------------------------------
________________ સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય 235 છ વર્ગોમાં વહેંચી શકીએ : (1) લોકગીતો (2) ગીતકથાઓ (3) લોકવાર્તાઓ-લોકથાઓ (4) લોકનાટ્ય (ભવાઈ) (5) કહેવતો (6) પ્રકીર્ણ લોકસાહિત્ય કે જેમાં ઉખાણાં, લોકોકિતઓ, જોડકણાં, રમતગીતો ઇત્યાદિનો સમાવેશ કરી શકીએ. કંઠોપકંઠ લોકહૈયામાં સચવાતું આવેલું સૌરાષ્ટ્ર પ્રદેશનું લોકસાહિત્ય સમૂહનું સર્જન છે. આખા લોકસમુદાય દ્વારા એની રચના થતી આવે છે. એમાં લાઘવ, સરળતા, ગેયતા, સ્વાભાવિકતા, પ્રકૃતિ સાથેનું તાદાત્મ વગેરે તત્ત્વોની સાથે વાસ્તવિક જીવાતા જીવન સાથેનો સુમેળ સધાયો હોય છે. માનવ-સંવેદનોની સાથે પ્રકૃતિનાં તમામ તત્ત્વો અગ્નિ, આકાશ, તેજ, વાયુ, ધરતી, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, પશુ-પક્ષીઓ, ડુંગરા, નદી, મંદિર, મહેલાતો, વાવ, કૂવા, તળાવ ને પાણિયારા, ઝાડી ને જંગલ, દરિયો ને નાવડી, ઘોડાં ને ઘમસાણ... એમાં વર્ણવાતાં આવે છે. સંસાર-જીવનનાં સુખદુ:ખ આ લોકસમુદાયે પોતાના સાહિત્યમાં ગાયાં છે. પોતાની અંગત ઊર્મિ સાર્વજનીન રીતે પ્રવાહિત થઈ જનસમસ્તની ઊર્મિ તરીકે વિશિષ્ટ સંવેદનો જન્માવે છે. એક સંસ્કાર-સમૃદ્ધ વારસા તરીકે સૌરાષ્ટ્રના લોકસાહિત્યનું અવલોકન કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે સાવ સીધા સાદા સરળ શબ્દોમાં વ્યક્ત થયેલા સમસ્ત લોકસમુદાયના મનોભાવોમાં માનવજીવન અને તળપદા સમાજનું પ્રતિબિંબ ઝીલાતું આવ્યું છે. પ્રકારની દષ્ટિએ લોકગીત હોય કે લોકવાર્તા, ગીતકથા હોય કે ભવાઈવેશ, કહેવત હોય કે પરંપરિત લોકભજનો. પણ એમાં નરી વાસ્તવિકતા નિરૂપિત થતી આવી છે. સંઘજીવનને પરિપાક વહેલી સવારના પરોઢિયાથી માંડીને ગળતી માઝમ રાત સુધીનું કે હાલરડાંથી માંડીને મરશિયા સુધીનું તમામ પ્રકારોમાં સર્જાયેલું સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય કાઠી, કણબી, બ્રાહ્મણ, કોળી, વાણિયા, લોહાણા, સુથાર, લુહાર, કુંભાર, માળી, મોચી, વાળંદ, ગરાસિયા, રજપૂત, રબારી, ભરવાડ, સથવારા, આહીર, માલધારી, ચારણ, બારોટ, તુરી, મીર, લંધા, હરિજન, ભંગી, મેમોગ, ખોજ, સીદી, વોરા, મેર, ખાંટ, દરજી, ખત્રી, ભાણશાળી, વાઘરી, સોની, કંસારા, સલાટ, ભાવસાર, છીપા, વાંઝા, ખલાસી, ખારવા, મઢાર, ઘાંચી, મિયાણા, ઠાકરડા, માછી, અતીત, રામાનંદી, વેરાગી, વણઝારા, ઓડ, રાવળયા, બજાણિયા, સરાહિયા, વાદી, જોગી, ભાંડ, સુમરા, ખવાસ, પીંજારા, સિપાઈ, જત, મુમના... એમ જુદી જુદી કોમ, જાતના લોક-સમુદાયો
Page #257
--------------------------------------------------------------------------
________________ 236 અમૃત મહોત્સવ સ્મૃતિ ઇ દ્વારા સર્જતું આવ્યું છે. લોકજીવનમાં કૌટુંબિક, વ્યાવહારિક, સામાજિક અને ધાર્મિક ઉત્સવો કે તહેવારોનું મહત્ત્વ લોકસાહિત્યનાં વિભિન્ન અંગો દ્વારા જ પરંપરિત રીતે સચવાતું આવ્યું છે. એમાં સમસ્ત માનવજાતનાં દુ:ખદ, હર્ષ-ઉલ્લાસ, ગમા-અણગમા, પ્રસન્ન દામ્પત્ય, વિરહ ને મિલન, કજોડાંના કલહ ને શોકનાં સાલ, વડછડ ને મીઠો કલહ, વેરણ ચાકરી, અબોલા, રૂસણાં-મનામણાં, સાસુ-નણંદના ત્રાસ, કવળાં સાસરિયાં, મેણાંના માર, તપ, ત્યાગ, શૌર્ય, બલિદાન, ટેક, માતૃત્વની ઝંખના, વરત-વરતુલા ને ભકિત એમ અપાર ભાવસંક્રમણોનું વૈવિધ્ય ઘુંટાતું આવે છે. લોકસાહિત્યની ભાવસંપત્તિ વિશે એ નોંધવું જરૂરી છે કે સરાસરી માનવી-પૃથજનના તંદુરસ્ત મનમાં જે કુદરતી ભાવો હોય તે જ સાહિત્યનું કલાસ્વરૂપ ધારણ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો પૃથજનોના ચિત્તમાં ઉછળતા ભાવનો લઘુતમ સાધારણ અવયવ લોકસાહિત્યમાં પ્રતિબિંબિત થાય છે. એ લઘુતમ સાધારણ અવયવને લીધે જ લોકસાહિત્ય લોકભોગ્ય કે સર્વયોગ્ય બની શકે છે. આધુનિક શિષ્ટ સાહિત્યમાં માનવહૃદયની અનેક વિકૃત ભાવનાઓનું આલેખન થાય છે. પરંતુ આ વિકૃતિઓ મહદઅંશે વૈયક્તિક હોય છે. એ વિકૃતિઓ માણસે માગસે ભિન્ન હોવાને લીધે એમની વચ્ચે કોઈ લધુતમ સાધારણ અવયવ હોતો નથી અને તેથી જ આ પ્રકારનું આધુનિક સાહિત્ય લોકભોગ ન બનતાં દુર્બોધ બને છે. જ્યારે લોકસાહિત્ય માનવમનના ભાવોને લીધે સમસ્ત લોકસમાજના ચિત્તમાં એક સમાન ભાવવિશ્વા ખડું કરે છે. કહેવતો, વરત (ઉખાણાં), આખ્યાનો, ગીત, ધોળ, લગ્નગીતો, કથા, વાર્તા, હાલરડાં, બાળગીતો, જોડકણાં, વ્રતગીતો, રાસ, ગરબા, રાસડા, ગરબી, દહા, ભજનો, કીર્તન, છકડિયા, મરશિયા, છાજિયા, રાજિયા, ગીતકથાઓ, કથાગીતો, ભવાઈગીતો, બારમાસી, ઋતુગીતો, વાર, તિથિ, મહિના એમ પ્રકારભેદે સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય જીવનનાં તમામ ક્ષેત્રોમાં સરખું વિહરતું રહ્યું છે. આમાં શૃંગાર, વીર, કરુણ, હાસ્ય, અદભુત, શાંત, વાત્સલ્ય અને ભક્તિરસની ધારાઓ એકમેકમાં ભળી જઈને જીવનરસ નીપજાવે છે. જીવતરનાં વિષ ને અમૃત ઘોળી ઘોળીને સંસારસાગરનું મંથન કરતી લોકસમાજ જ્યારે પોતાના વિભિન્ન મનોભાવોને વાચા આપે છે ત્યારે સર્જાય છે લોકસાહિત્ય. એક સામૂહિક ચેતનાની ભાવાભિવ્યક્તિ શબ્દ, સૂર, લય, ભાવ, તાલ, નૃત્ય ને વાદન એમ જુદાં જુદાં અંગોને સાંકળીને રસમય કલાસ્વરૂપ ધારણ કરે છે ત્યારે એની માલિકી સમસ્ત જનસમુદાયની બની જાય છે. એમાં
Page #258
--------------------------------------------------------------------------
________________ 237 સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય દરેક માનવીને પોતાના જ જીવનધબકારા સંભળાતા લાગે છે. સૌરાષ્ટ્રના લોકસાહિત્યને વર્ગીકૃત કરવા કોઈ એકજ માપદંડ પર્યાપ્ત નથી લાગતો. વિવિધ ભેદની દષ્ટિએ એનું વર્ગીકરણ-વિભાગીકરણ કરી શકીએ. જાતિભેદ, અવસ્થાભેદ, યોનિભેદ, વસ્તુ કે વિષયવસ્તુભેદ, સ્વરૂપભેદ, ઉપયોગિતાભેદ, રસભેદ, પ્રકાર કે પ્રકૃતિભેદ એમ જુદા જુદા પ્રકારે એના પેટાપ્રકારો પાડીને લોકસાહિત્યને વર્ગીકૃત કરી શકાય. એ જ પ્રમાણે દશ્ય, શ્રાવ્ય, ગદ્ય, પદ્ય તથા ગદ્ય-પદ્યમય એ રીતે પણ પેટાવિભાગોમાં વિભાજિત કરી શકાય. લોકગીતો સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં ભાવવૈવિધ્યની દષ્ટિએ, પ્રકારોની દષ્ટિએ, સંખ્યાની દષ્ટિએ અને લોકપ્રિયતાની દષ્ટિએ સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે લોકગીતો. માનવસ્વભાવની નાનીમોટી તમામ ખાસિયતો લોકગીતોમાં પ્રતિબિંબિત થઈ છે. સૌરાષ્ટ્ર પ્રદેશની પ્રાકૃતિક, સામાજિક, ધાર્મિક અને ઐતિહાસિક વિશિષ્ટતા આ લોકગીતોમાં ઊતરી છે. એક લાંબા સુવિશાળ ક્ષેત્રને આવરી લેતી સંસ્કાર-પરંપરાએ લોકગીતોમાં કલાદેહ ધારણ કર્યો છે. એનું અનેક દષ્ટિએ વગીકરણ-વિભાગીકરણ થઈ શકે એવી ક્ષમતા આ સાહિત્યપ્રકાર ધરાવે છે. સમગ્ર લોકજીવન જેને આશરે ટકી રહ્યું છે એવું તત્ત્વ છે લોકધર્મ. સૌરાષ્ટ્રનો લોકસમાજ કયારેય ધર્મથી વેગળ નથી પડ્યો. જન્મથી માંડીને મૃત્યુ સુધીના જીવનમાં આવતા તમામ પ્રસંગોએ ધર્મનાં તત્ત્વો અને ધાર્મિક ગવાતાં ગીતો, ધાર્મિક વિષયવસ્તુ ધરાવતાં કથાગીતો અથવા રાસડા અને પ્રાસંગિક સંસ્કારગીતોનો સમાવેશ થાય છે. ગણપતિ સ્થાપનાનાં ગીતો, રાંદલનાં ગીતો, ગોરમાનાં ગીતો, તુલસી વિવાહનાં ગીતો, નવરાત્રીના ગરબા, લોકદેવીની ઉપાસના સમયે ગવાતાં ગીતો, રામાયણ-મહાભારત, શ્રીમદ્ ભાગવતના પ્રસંગો, શ્રીકૃષ્ણ ચરિત, દાણલીલા, રાસલીલા, શિવચરિત્ર વગેરે પૌરાણિક પાત્રો-પ્રસંગો વર્ણવતા રાસડાઓ-કથાગીતો અને ખોળો ભરતી વેળા ગર્ભવતીને રાખડી બાંધતા, બાળકના જન્મ પછીના છઠીકર્મ સમયે, નામકરણ વિધિ સમયે, યજ્ઞોપવીત સમયે, સગાઈ-ચૂંદડી ઓઢાડતી વખતે અને લગ્નપ્રસંગના સમયે ગવાતાં લગ્નગીતો, કે અન્ય શુભકાર્યો વખતે ગવાતાં ગીતો ઉપરાંત મૃત્યુ સમયે ગવાતા છાજિયા, રાજિયા કે મરશિયામાં પણ ધર્મનો અનુબંધ જોવા મળે છે.
Page #259
--------------------------------------------------------------------------
________________ 238 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ સંસારજીવનની વિવિધ અવસ્થાઓ વર્ણવતાં, સામાજિક વિષય-વસ્તુ ધરાવતાં લોકગીતો પણ સૌરાષ્ટ્રના લોકહિત્યમાં અગત્યનો હિસ્સો ધરાવે છે. દામ્પત્યજીવનની મધુરતા વાર્ણવતાં ઊર્મિગીતો, રાધાકૃષણ કે રામસીતાને નામે પતિ-પત્નીના હાલભર્યા સ્નેહજીવનનું ચિત્રણ કરતાં સ્નેહગીતો, રૂસણાં, અબોલા, વેરાગચાકરી, ક્રૂરતા, તકરાર, કજોડાં કે દારૂ-જુગારની બદીઓએ જન્માવેલી સાંસારિક મુશ્કેલીઓનું આલેખન ધરાવતાં કરુણ ગીતો, કોડભરી, વહુવારુ અને કવળાં સાસરિયાંની કહાણી, સાસુના સીતમ, સંયુક્ત કુટુંબની કુરૂઢિઓ, મેગાનો માર, દિયર-ભોજાઈ કે નણંદ-ભોજાઈના વેગનું આલેખન કરતાં ગીતો, શોકનું સાલ, બંધુપ્રેમ, ભગિનીપ્રેમ-માતૃપ્રેમ કે પિતૃપ્રેમને રજૂ કરતાં પ્રસંગગીતો સમાજને ખાતર બલિદાન આપનારાઓની અમર કહાણી રજૂ કરતાં બાર બાર વરસે નવાણ ગળાવ્યાં... જેવાં કાગ્ય અને વીરત્વ " સભર કથાગીતો, પતિપ્રેમથી વંચિત રહેલી ખારવાગોની મનોવેદના વાર્ણવતાં વિરહગીતો અને પરકીય પ્રેમસંબંધો વ્યક્ત કરતાં ગીતોની સાથોસાથ જસમાં ઓડણ, સધરા જેસંગ, રાજા ગોપીચંદ, રાજા ભરથરી, નરસિંહ-મીરાંબાઈ જેવા સંતોના ચરિત્રો આલેખતાં ધોળ-આખ્યાનો, કેટલીક વાર બહારવટિયાઓના શોર્યનાં વર્ણન કરતા રાસડાઓ, છપ્પનિયો કાળ, ભોગાવાની રેલ કે કોઈ વિનાશકારી આપત્તિ માનવી પર પડી હોય તે સમયનાં વર્ણનો ધરાવતાં પ્રાસંગિક ગીતો અને ધોળ, મંગળા આરતી, થાળ, આંગી, હમચી, શણગાર, ધૂન, કીર્તન, પદ, મહિના, વાર, તિથિ, પહોર, કકડા, કડિયા, ડીંગ વગેરે નામ ધરાવતાં વિશિષ્ટ પ્રકારનાં લોકગીતોએ સૌરાષ્ટ્રના લોકસાહિત્યને વિશિષ્ટ પરિમાણ બક્યું છે. - લોકસમાજના દરેકે દરેક ઘરના નોખાનિરાળા પ્રસંગોને કે બાળકથી માંડી ડોસાડગરા અને સાધુસંતથી માંડી બહારવટિયા સુધીનાં પાત્રોનાં ગીત, વાર્તા, કહેવત કે નૃત્ય-નાટયમાં ઉપસ્થિત કરીને વર્ણવી બતાવ્યા છે. સૌરાષ્ટ્રમાં લોકસાહિત્યની ભાવસૃષ્ટિ તેથી અતિ વિશાળ ફલક ધરાવે છે. દાતણ, નાવણ, ભોજન, મુખવાસ અને પોઢાણ સુધીની દરેક પ્રક્રિયાઓનું એમાં નિરુપણ થતું આવ્યું છે - ને એમાં મહત્વનો ભાગ ભજવ્યો છે લોકસંગીત. પરંપરિત દેશી રાગ-ઢાળ-તાલમાં ઊર્મિની મુક્ત અભિવ્યક્તિ થઈ શકે એવા નર્તન સાથે આ લોકગીતો સાહજિક રીતે જ લોકકંઠે સચવાતાં આવ્યાં છે. લોકવાર્તાઓ સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં લોકગીતો પછી અત્યંત લોકપ્રિય પ્રકાર તરીકે
Page #260
--------------------------------------------------------------------------
________________ શૌરાષ્ટ્રનું લોકસાહિત્ય 239 લોકવાર્તાઓ મૂકી શકાય. લોકવાર્તાનો ઉદ્દભવ અત્યંત પ્રાચીન સમયમાં થયો છે એવું માનવામાં આવે છે. એમાં નામકરણ અથવા સંબોધનની દષ્ટિએ બાળા, પ્રેમકથા, વ્રતકથા, હાસ્યકથા-ટુચકા, કહેવત કે દષ્ટાંતકથા, શૌર્યકથા, ચમકારલક્ષી અદભુતકથા, દંતકથા, શિકારકથા, સાહસકથા, સંતકથા જેવા * કારો મળી આવે છે. વસ્તુની દષ્ટિએ ધાર્મિક, પૌરાણિક, ઐતિહાસિક મધ ઐતિહાસિક, કલ્પિત કે કાલ્પનિક, ચમત્કારી, નૈતિક, રાજનૈતિક અને મનોરંજન માટે, ધર્મ સંપ્રદાયબોધ માટે અને બુદ્ધિના વિકાસ માટે રચાયેલી વાર્તાઓ વિષયની દષ્ટિએ શૌર્યપ્રધાન, હાસ્યપ્રધાન, નીતિપ્રધાન, કુતૂહલ પ્રેરક, નિવેદપ્રધાન, ભકિતપ્રધાન વાર્તાઓ, દેવીદેવતા સંબંધી, રાજા-રાણી સંબંધી, હિતમ-પ્રિયતમા સંબંધી, પશુપક્ષી સંબંધી, રાક્ષસ, ભૂત-પ્રેત-ચુડેલ સંબંધી, જ-મંત્ર-તંત્ર સંબંધી, સાધુ-ફકીર-સંત સંબંધી, શિકાર કે વીરતાભર્યા પ્રસંગો બધી વાર્તાઓ, હિન્દુધર્મ, ખ્રિસ્તી ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ કે મલીમ ધર્મ સબંધી વાર્તાઓ, કદની દષ્ટિએ લાંબી, ટૂંકી, સરલ, જટિલ કે ટૂચકા પ્રકારની વાર્તાઓ, રસની દષિએ શૃંગાર, વીર, અદભુત, શાંત, હાસ્ય, ગિ કે ભક્તિ રસની વાર્તાઓ, કાળની દષ્ટિએ પ્રાચીન કે મધ્યકાલીન સમયની વાર્તાઓ, પ્રકૃતિની દષ્ટિએ સર્વદળીય અને સ્થાનીય વાર્તાઓ, એમાં ધટનાપ્રધાન, પાત્ર કે ચરિત્રપ્રધાન, ભાવનાપ્રધાન, પશુ-પક્ષીપ્રધાન, પ્રભાવ-પ્રધાન કે વિધિ-વિધાનપ્રધાન વાર્તાઓ ગણાવી શકાય. કથનશૈલીની દષ્ટિએ સૌરાષ્ટ્રની લોકવાર્તાઓનું વિભાગીકરાણ કરીએ ત્યારે (1) પરંપરાગત સામાજિક કથનરીતિ-જેમાં દાદીમાની વાર્તાઓ, વ્રતકથાઓ, બાળકથાઓ, પરીકથાઓ વગેરે ગદ્યમાં રજૂ થતી વાર્તાઓ આવી શકે. (2) વ્યવસાયી વાર્તાકારો (જે લોકસાહિત્યના વાહકો હોય) ની કથનશૈલી મુજબની ઘમય લોકવાર્તાઓ જેમાં ચારાગશૈલીની, બારોટ શૈલીની (જેમાં સિતાર જેવાં તંતુવાઘ સાથે રજૂ થતી બારોટ, રાવળ, ઢાઢી, મીર, લંધા જેવી પાચક જતિઓ દ્વારા વાર્તાની રજૂઆત થતી હોય. (3) રાવણહથ્થો જેવા તંતુવાઘ સાથે રજૂ થતી હરિજન, બારોટ, તુરી વગેરે વાચક જાતિઓની હરિજનશૈલીની વાર્તાઓ. (4) માંડ, વહીવંચા, ભરધરી, નાયક, બહુરૂપી વગેરે જાતિઓની વિશિષ્ટ કથનશૈલી ધરાવતી વાર્તાઓ. (5) ભવાઈ રજૂ પહેલાં બેસણાં સમયે તરગાળા ભવાયા જાતિના કલાકારો દ્વારા રજૂ બી ભવાઈ લીની વાર્તાઓ અને (6) માગભટ્ટ કે કથાકાર બ્રાહ્માગ હર રજૂ થતી આખ્યાનશૈલીની વાર્તાઓમાં સૌરાષ્ટ્રની લોકવાર્તાઓને વહેંચી શકાય. પ્રેમ, શૌર્ય, ભક્તિ, શક્તિ, સાંદર્ય, આદર-આતિથ્ય અને ખાનદાની
Page #261
--------------------------------------------------------------------------
________________ 240 અમૃત મહોત્સવ સ્મૃતિ જેવાં તત્ત્વો ધરાવતી દુહાબદ્ધ લોકવાર્તાઓ સૌરાષ્ટ્ર પ્રદેશની આગવી મૂઈ છે. એક વાત અહીં નોંધવી જોઈએ કે સૌરાષ્ટ્રની કંઠોપકંઠ ઊતરી આવેલ લોકવાર્તા-સૃષ્ટિમાં પરીકથાઓ મળતી નથી. તળપદા લોકજીવન સાથે નીતિ ધર્મ, સંસ્કાર અને સેવા કે સમર્પણની ભાવનાઓ જોડાયેલી છે. એનાથી વિપરીત ભાવસૃષ્ટિની લોકવાર્તાઓ પણ અહીં પ્રચલિત નથી થઈ. ગુજરાતમાં પ્રસિદ્ધ મેનાગુર્જરીની કથા સૌરાષ્ટ્રમાં ખૂબ જ પાછળના સમયમાં લોકવાર્તાના સંપાદકો દ્વારા આવી તે પહેલાં લોકસમુદાયમાં પ્રચલિત નહોતી. લોકનાટય (ભવાઈ) માનવજાત જ્યારથી સમજણી થઈ, સમૂહમાં વસવા લાગી ત્યારથી સંગીત, ચિત્ર, નૃત્ય, નાટ્ય, શિલ્પ, સ્થાપત્ય વગેરે કલાઓનો જન્મ થયો છે. ભારતના જુદા-જુદા પ્રદેશોમાં એ કલાઓ પ્રાદેશિક લક્ષણો અને સ્વરૂપ પ્રકારો મુજબ વિકસતી આવી છે. લોક-સંસ્કૃતિમાં ગીત અને વાર્તાની સાથોસાથ લોકનાટ્યનું સ્વરૂપ પણ એ રીતે જ રામલીલા, જાત્રા, નૌટંકી, તમાશા, રામલીલા કે ભવાઈ નામે જુદાં જુદાં સ્વરૂપે પ્રાપ્ત થાય છે. ગુજરાતનું પ્રાદેશિક લોકનાટય એટલે ભવાઈ. ભવાઈની રજૂઆત એક ચોક્કસ જાતિ દ્વારા (ભવાયા, તરગાળા, વ્યાસ, નાયક જાતિના કલાકારો દ્વારા) કરવામાં આવે છે. મૂળ ભવાઈ એ શક્તિની ઉપાસનાનું સ્વરૂપ હોવાની સંભાવના છે. ભવાઈના વેશો જે સ્થળે ભજવવાના હોય એ મેદાનને બચાચર ચોક' કહેવામાં આવે છે. અસાઈત ઠાકોર રચિત ભવાઈના વેશોમાંથી ગણપતિ, જૂઠણ, અડવો, ઝંડાઝલગ, છેલબટાઉ, મિયાંબીબી, જસમા ઓડણ, સધરો જેસંગ, દેપાળ-પદમાગી, કાનગોપી, લાલવાદી-લવાદી, કજોડાનો વેશ, વગેરે વેશોમાં જૂના અંશો સચવાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રની ગ્રામજનતાનું સ્થાનિક મનોરંજન આવા ભવાઈના કાર્યક્રમો છે. એમાં ધાર્મિક, સામાજિક અને ઐતિહાસિક વસ્તુ ધરાવતા લોકનાટ્યના વેશ ભજવવામાં આવે છે. ભવાઈનું સંગીત વિશિષ્ટ પ્રકારનું હોય છે. ભૂંગળ, પખવાજ, ઝાંઝ ને ડબા વગેરે સાજ દ્વારા લોકઢાળ અને જુદા જુદા રાગોની દેશીઓનું ગાન નૃત્ય સાથે કરવામાં આવે છે. સંવાદ, અભિનય, નૃત્ય અને સંગીત એ ચારે અંગોનો સમન્વય ભવાઈમાં થતો હોય છે. તદૃન મર્યાદિત વેશભૂષા, પ્રકાશયોજના કે પ્રસાધનોનો ઉપયોગ કરીને ખૂબ જ અસરકારક રીતે ગ્રામજનોને મનોરંજન પૂરું પાડનાર આ લોકનાટ્ય પ્રકાર સમાજ-સુધારણાનું પણ કાર્ય કરે છે.
Page #262
--------------------------------------------------------------------------
________________ 241 વસ (ઉખાણાં) કહેવતો અને લોકોક્તિઓ સૌરાષ્ટ્રના લોકસાહિત્યનાં અન્ય પ્રકીર્ણ પદ્યસ્વરૂપોમાં વરત, પદ્યમય કહેવતો, લોકોક્તિઓ, જોડકણાં અને ભડલીવાક્યો વરતારા વગેરેને ગણાવી શકાય. તત્કાલીન લોકજીવનની આછી રેખાઓ એમાં સ્પષ્ટ રીતે ઊઠેલી . જોવા મળે છે. એમાં લોકજીવનનાં ગૌરવ, ખુમારી, વાત્સલ્ય, પ્રેમ, વિરહ, બલિદાન, દર્દ, આંસુ, સહજીવનની સુવાસ, પશુ-પક્ષીઓ સાથેનો-પ્રકૃતિ સાથેનો સંબંધ, જુદી જુદી કોમોની લાક્ષણિકતાઓ વગેરે તત્ત્વો સરળ, સીધાં, સ્પષ્ટ ને યાદ રહી જાય એટલા ઓછા શબ્દોમાં લોકકંઠે રમતાં રહ્યાં છે. સૂત્રાત્મકતા, સંક્ષિપ્તતા, તીક્ષગતા અને લોકપ્રિયતા આ ચારે લક્ષણો પ્રકીર્ણ લોકસાહિત્યસ્વરૂપોમાં જળવાતાં આવે છે. એક એક કહેવત પાછળ લોકજીવનનો મર્મ જેમાં છપાયો હોય છે એવી કથા છપાયેલી હોય છે. લોકવાણીની તાકાત પૂરી ત્રેવડથી આ કહેવતો અને વરત-ઉખાણામાં શબ્દબદ્ધ થયેલી જોવા મળે છે. માનવીના જીવન-અનુભવોનો નીચોડ એમાં સંગ્રહાયેલો હોય છે. ઘણું કરીને એક કે બે જ પંક્તિમાં શક્ય એટલા લાઇવથી લયાત્મક શબ્દોમાં રોજબરોજના જીવનમાં અનુભવાતા કડવા મીઠા તમામ અનુભવોનું ભાથું એમાં સચવાયું હોવાને કારણે લોકજીવનના અભ્યાસીઓ માટે લોકસાહિત્યના અન્ય અંગોની માફક આ પ્રકીર્ણ લોકસાહિત્ય પ્રકારો પણ એટલા જ મહત્ત્વપૂર્ણ બની રહે છે. આમ સૌરાષ્ટ્ર પ્રદેશનું લોકસાહિત્ય તેમની તમામ પ્રાદેશિક વિશેષતાઓથી સભર રસભર્યું સાહિત્ય છે. સૌરાષ્ટ્રમાં વસતા તમામ જાતિ-કોમના માનવીઓ મા લોકસમુદાયમાં સમાવિષ્ટ છે. ગુજરાતના અન્ય પ્રાંતોની માફક લોકસંસ્કૃતિ અને શિષ્ટસંસ્કૃતિ એવા પ્રભેદો સૌરાષ્ટ્રના ગામડાંઓમાં નહિ જોવા મળે. બ્રાહ્માગથી માંડીને ભંગી સુધીનાં તમામ જાતિ-ધર્મ-સંપ્રદાયનાં સ્ત્રી-પુરુષો દ્વારા સિંધગાન-સમૂહગાન રૂપે અવતરેલું આ સાહિત્ય ટૂંકાં છતાં ઊર્મિસભર લોકગીતો, પદો-લોકોક્તિઓ, દુહાઓમાં વિશેષ ખીલ્યું છે. તેમાં અપાયેલાં વર્ણનો દરેક જણ સમજી શકે એવાં સરળ છે. એક વ્યક્તિનું ઊર્મિસંવેદન સાર્વજનિક સમસંવેદન બનીને રહે છે અને રસમાધુરી મેળવીને અવનવા ઘાટ પ્રાપ્ત કતું જાય છે જે છેવટે બની રહે છે લોકોનું સાહિત્ય, લોકસાહિત્ય.
Page #263
--------------------------------------------------------------------------
________________ 242 અમૃત મહોત્સવ સ્મૃતિ એ કેટલાક આવશ્યક સંદર્ભગ્રંથો કાઠિયાવાડ સર્વસંગ્રહ પીટરસન ભાષાંતર - નર્મદાશંકર કાઠિયાવાડી સાહિત્ય 1-2 કહાનજી ધર્મસિંહ લોકસાહિત્યનું સમાલોચન ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય : ધરતીનું ધાવણ ઝવેરચંદ મેઘાણી આપણી લોકસંસ્કૃતિ જયમલ પરમાર લોકસાહિત્ય અને સંસ્કૃતિ જયમલ પરમાર લોકસાહિત્ય વિમર્શ જયમલ પરમાર લોકવાર્તા પુષ્કર ચંદરવાકર લોકસાહિત્ય (લોકગીતો) સં. ડૉ. પ્રભાશંકર તેરૈયા, નરોત્તમ પલાણ. ગુજરાતનાં લોકગીતો ખોડીદાસ પરમાર ગુજરાતી લોકસાહિત્યમાળા માણકા 1 થી 44 ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ દ્વારા પ્રકાશિત લોકગુર્જરી અંક 1 થી 11 સૌરાષ્ટ્ર સર્વસંગ્રહ સં. હરસુખભાઈ સંઘવી સૌરાષ્ટ્રની અસ્મિતા સં. નંદલાલ દેવલુક ગુજરાતની અસ્મિતા સં. નંદલાલ દેવલુક ગુજરાત દર્શન (સાહિત્ય 2) જ્ઞાનગંગોત્રી શ્રેણી 11 (વલ્લભવિદ્યાનગર) ગુજરાત : એક પરિચય કોંગ્રેસ અધિવેશન સ્મૃતિગ્રંથ સં. 1861 (ભાવનગર) ગુજરાતી કહેવત સંગ્રહ અને પ્રાચીન દોહા તથા સાખીઓ આશારામ દલીચંદ શાહ ભવાઈના વેશોની વાર્તાઓ ભરતરામ મહેતા ભવાઈ સંગ્રહ મહીપતરામ નીલકંઠ ઊર્મિનવરચના'ના તમામ વિશેષાંકો 'પથિક'ના ખાસ સૌરાષ્ટ્ર અંકો–
Page #264
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 243 3. વાયક કુશલલાભ વિરચિત માઘવાનલ કામવૃંદલા ચોપાઈમાં મળતી સમસ્યાઓ - ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રસરાજ શૃંગારને આલેખતી જે અનેક કથાઓ છે તેમાં માધવાનલ અને કામકંદલાની કથાનું મહત્વનું સ્થાન છે. ચૌદમા શતકમાં કવિ આનંદધરે ‘માધવાનલ કથા' સંસ્કૃતમાં રચી હતી. તે પછી વિક્રમની સોળમી સદીમાં થઈ ગયેલ ભરૂચ પાસેના આમોદ ગામના વતની કવિ ગણપતિએ સં. ૧૫૮૪માં ‘માધવાનલ કામકંદલા પ્રબંધ'ની રચના કરી હતી. બે હજાર પાંચસો એકાવન દૂહામાં રચાયેલો આ પ્રબંધ બ્રાહ્મણ માધવાનલ અને વેશ્યાપુત્રી કામકંડલાના પ્રણયની રજૂઆત ઘણે અંશે સંસ્કૃત મહાકાવ્યની ઢબે કરે છે. એ પછી સંવત 1616 (કે ૧૬૧૭)માં કવિ કુશલલાભે ‘માધવાનલ કામકુંદલા ચોપાઈ'ની રચના કરી. તે બાદ કવિ દામોદર 'માધવાનલ કથા’ રચી. લોકકવિ શામળ ભટે 'સિંહાસન બત્રીશી'માં છવ્વીસમી પૂતળીના મુખે માધવાનલની વાર્તા કહેવડાવી છે. કથા-પ્રબંધ-ચરિત-રાસ જેવાં સાહિત્ય સ્વરૂપોમાં તેમજ નાટક રૂપે પણ આ કથા મળે છે તે એની લોકપ્રિયતાનો નિર્દેશ કરે છે. - લોકસાહિત્યના કેટલાક જાણીતા પ્રકારોનો ઉપયોગ વાર્તામાં વૈવિધ્ય લાવવા તેમ જ ચમત્કૃતિયુક્ત મનોરંજન પૂરું પાડવા માટે આપણા જે મધ્યકાલીન કવિઓએ કર્યો છે તેમાં કવિ ગણપતિ અને વાચક કુશલલાભ જેવાઓનો સમાવેશ છે. વાર્તાઓમાં વણાયેલ સમસ્યાઓ - ઉખાણાં-કોયડા-પ્રહેલિકા-મનોરંજન
Page #265
--------------------------------------------------------------------------
________________ 244 માધવાનલ કામકુંદલા ચોપાઈમાં તો પૂરું પાડે જ છે પણ તે ઉપરાંત બુદ્ધિને પણ કરે છે. માણસ વ્યવહારજ્ઞાન, એની ઝીણવટભરી સૂઝ-સમજ, એની બુદ્ધિની તીવ્રતા અને ગહરાઈ, એની હાજર જવાબી - એ બધાનાં પારખાં સમસ્યાઓમાં થાય છે. વર-વધૂની પસંદગીને ટાણે તેમ જ તાજાં પરણેલ પ્રણયીઓની પ્રથમ મિલન શર્વરીની મહેફિલ રૂપે સમસ્યાઓ માધવાનલની કથા' જેવી રચનાઓમાં મળે છે. આનંદધરે એકાદ ડઝન સમસ્યાઓ આપી છે, ગણપતિએ નવા ડઝન, કુશલલાભે ચારેક ડઝન. એમાં પાંચ-સાત સમસ્યાઓ એવી છે કે જે એકથી વધુ રચનામાં મળે. આ લેખ માટે વાચક કુશલલાભ રચિત 'માધવાનલ કામકુંદલા ચોપાઈમાં મળતી સમસ્યાઓ પસંદ કરી છે. કૃતિની વાચના માટે શ્રી આનન્દ કાવ્ય મહોદધિ - મૌક્તિક સાતમું (પૃ. 63 થી 98) તેમજ ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝમાં પ્રા. મંજુલાલ 2. મજમુદાર સંપાદિત ‘માધવાનલ * કામકંડલા પ્રબંધ'માં પરિશિષ્ટ રૂપે મળતી રચનાઓ-આનંદધર વિરચિત સંસ્કૃત ‘માધવાનલાખ્યાન' તથા વાચક કુશલલાભરચિત ‘માધવાનલ કામકુંદલા ચઉપરનો ઉપયોગ કર્યો છે. આ.કા.મ. ના સંપાદક મુનિશ્રી સંપતવિજયજીએ સમસ્યાઓની સમજૂતી પણ આપી છે. પણ ઘણે સ્થળે એમની સમજૂતી સાથે સહમત ન હોતાં આ લેખ રજૂ કર્યો છે. પ્રશ્ન કોણે પૂછયો અને ઉત્તર કોણે આપ્યો તેના ઉલ્લેખ સહિત આ સમસ્યાઓની અહીં રજૂઆત કરું છું. (ગાથા) માધવનો પ્રશ્ન 1. कठुक्खरेण विहियं, मंदिरमज्झम्मि अद्धरयणीए / સુથારે બાંધેલ ઘરમાં મધ્યરાત્રિએ બાલા સાપ ચીતરે છે. કહો સુંદરી! શા કારણે ? કામકુંદલાનો ઉત્તર सा बाला प्रेमागली, खिण खिण रयणी विहाई / તિળિ હર-હાર પડાવી૩, વરૂ તારૂ // 1. કાણકાર સુથાર. જે જમાનામાં સામાન્ય માણસોના આવાસ વાંસની ટટ્ટી અને ચીકણી માટીને મારાથી તૈયાર કરવામાં આવે તે જમાનામાં પૈસે ટકે સુખી માણસોના આવાસ તૈયાર કરવામાં મજબૂત લાકડાં વપરાતાં અને લાકડાં પર કોતરકામ * નશકાય પાણ થતું આમ બાલા' તે સંપન્ન કુટુંબની સ્ત્રી બાગાય.
Page #266
--------------------------------------------------------------------------
________________ 245 તે બાલા પ્રેમાતુર છે - રમણોત્સુક છે. પ્રત્યેક ક્ષણે રાત વીતતી જાય છે. તે બાળાએ શંકરના હારરૂપ સર્પ ચીતર્યો જેથી દીવો હોલવાઈ જાય. સર્પ વાયુભક્ષી છે. દીવાને પૂરતી હવા ન મળતાં તે હોલવાઈ જાય. (આનંદધર બીજી બે સમજૂતી પણ આપે છે. पिऊ पवासा चालिऊ, बाला विरहि जलाई / विसहर तिणि भीतिं लिख्यो, तिण दीवउ ओल्हाइ // પ્રીતમ પ્રવાસે ચાલ્યો; બાલા વિરહથી પ્રજળે છે. ભીંત ઉપર તેણે વિષધર-સર્પ ચીતર્યો તેણે દીવો હોલવાય. सा बाला कामाकुला, पिउ पवासा आवियो गेहम् / बाला विरहजलाई, वासह विसहरो लिहियं // તે બાળા કામથી વ્યાકુળ છે. પ્રીતમ પ્રવાસેથી ઘેર આવ્યો છે. વિરહથી સંતપ્ત બાળાએ વાસગૃહમાં - શયનકક્ષમાં વિષધર ચીતર્યો.) કામકુંદલાનો પ્રશ્ન प्रिय! पर दीपइ नीपजइ, दंतामांहि समाइ / जिणि दीठइ प्रीउ रंजीइ सो तुं मेले माइ // 2 // વહાલા! દીવા ઉપર જે પેદા થાય છે અને (અણિયાળી આંખોમાં) છે પાંપણમાં જે સમાય છે, તથા જેને જોવાથી પ્રિય વ્યકિતને આનંદ થાય છે તે તું મને મેળવી આપ. માધવનો ઉત્તર કાજળ, મેશ. (સંપતવિજયજી દેતા’નો અર્થ ‘દાંત' કરે છે અને વધારાના ઉકેલરૂપે દાંતે ઘસવાની મસી' આપે છે. આ મસી તંબાકુ બાળીને બનાવવામાં આવે છે.) કામદલાનો પ્રશ્ન डुंगर-कडणइ घर करइ, सरली मूंकि धाइ / सो नर नयणे नीपजइ, तसु मुझ साद सुहाइ // 3 // ડુંગરની કરાડમાં જે ઘર કરે છે, (પાંખો છતાં) જે સીધી દોટ મૂકે છે તે નર નયનમાંથી આંસુમાંથી પેદા થાય છે. તેનો સાદ (અવાજ) મને સુખ આપે છે.
Page #267
--------------------------------------------------------------------------
________________ 246 માધવાનલ કામકુંદલા ચોપાઈમાં માધવનો ઉત્તર મોર (મોરનો વાસ ડુંગરો વચ્ચેની બખોલમાં હોય છે. પંખાળો છતાં તે ખાસ ઊડી શકતો નથી, સીધી દોટ મૂકી શકે છે. એક કાલ્પનિક માન્યતા પ્રમાણે જ્યારે વર્ષાઋતુમાં મોર કળા કરી નાચે છે ત્યારે એની આંખમાંથી આંસુ ઝરે છે. પાસે ફરતી ઢેલ તે આંસુ જમીન પર પડે તે પહેલાં અદ્ધર ઝીલે તો તેને પેટે નર મોર જન્મે છે. પણ નીચે પડેલું બિંદુ લે તો તે માદા ઢેલને જન્મ આપે છે. વાસ્તવમાં તો અન્ય પક્ષીઓની માફક જ મોર ને ઢેલનો જન્મ થાય છે). કામકુંદલાનો પ્રશ્ન चिहुं नारीइ* नर नीपजइ, चिहुं पुरुषइ नर होइ / सो नर जेहनइ पद्धरु, गंजि न सकइ कोइ // 4 // ચાર નારીથી નર પેદા થાય છે, ચાર પુરુષે નર બને છે. તે નર જેને પાધરો હોય તેને કોઈ પીડી કે હરાવી શકતું નથી. માધવનો ઉત્તર દીહ-દિવસ (ચાર નાલીથી એક પ્રહર બને છે. ચાર પ્રહરનો એક દિવસ. એ દિવસ જેનો પાધરો તેને કોઈ પરાજિત ન કરી શકે.) કામકુંદલાનો પ્રશ્ન गलइ जनोइ पूठि थण, मस्तक ऊपरि दंत / ए हीयाली करि ग्रही, श्रवण सुहावइ कंत // 5 // ગળે જનોઈ છે, પૂઠે-પાછળ સ્તન છે, મસ્તક ઉપર દાંત છે, હૃદયને જે આહલાદક છે તેને હાથમાં લઈને તે વહાલા! કાનને સુખ આપો. માધવનો ઉત્તર વીણા (વગાડ) " (જનોઈ તે વીણાના તાર, પાછળનાં બે તુમડાં તે સ્તન. માથા ઉપર દાંત તે સ્વરસંધાનની પટ્ટીઓ. વીણાવાદન શ્રવણેન્દ્રિયને સંતર્પે છે.) અહીં નારી તે શું તે સ્પષ્ટ નથી. ‘નાલી’ પણ ખુલાસારૂપ બને તેમ નથી.
Page #268
--------------------------------------------------------------------------
________________ 247 મહોત્સવ સ્મૃતિ ગ્રંથ કામકુંદલાનો પ્રશ્ન पर्वत-शिखरि एक रथ जाइ, खांडेत्री बइसइ भुई ठाई। अति ऊछक चालइ करि बाउ, एक पग नवि आघउ थाइ॥६॥ पर्वताग्रे रथे जाते भूमौ तिष्ठति सारथि : चलति वायुवेगेन, पादमेकं न गच्छति // (આનંદધરમાં રથો યાતિ પાઠ છે.) પર્વતની ટોચ ઉપર રથ જાય છે. સારથિ રથચાલક જમીન પર બેઠો જતો નથી. માધવનો ઉત્તર કુંભારનો ચાકડો-ગુલાલ ચક. તેની ટોચે પૈડું ગોઠવાય. કુંભાર-પડું ફેરવનારો-જમીન પર જ બેસે. માટીનાં વાસણ ઘડવાને માટે તે કુંભાર પૈડાને પોતાની લાકડીથી ઝડપી ગતિ આપે ને પૈડું ઝડપથી ફરતું રહે, પણ તેનું સ્થાન તેનું તે જ રહે) કામકુંદલાનો પ્રશ્ન 2. તારે નિર્વિર: ના II:* જર્નાવતિ-વિવર્જિતા: | सुभटास्सत्वहीनाश्च, तस्याहं कुल-बालिका // 7 // જેને બારણે નિર્વિશ (વિશેષતા વગરના એક સરખા) અથવા નિર્વિષ (વિષ વગરના, હાનિ પહોંચાડી ન શકે એવા) ચિત્કાર વગરના હાથીઓ છે અને યોદ્ધાઓ સાવ પાણી વગરના (રણભૂમિને માટે નાલાયક) છે તેના કુળની હું બાલિકા છે. માધવનો ઉત્તર સલાટના કુટુંબની સ્ત્રી (સલાટને બારણે પથ્થરમાંથી કંડારેલા હાથીઓ અને સૈનિકો ઘડાતા હોય. તે શ્રેણીબદ્ધ ન હોય.) 'ના. સી. માં 3,8,9 ની સમસ્યા નથી. યુનિટી સંપવિ એ આપલા ઉલ : (3) ઘરના બારામાં કરેલા પથ્થરના હાથી અથવા ભીંતમાં ચીતરેલા હાથીઓ અને યોદ્ધાઓ ચિતારાની શી () દેવદારનું કૃત્રિમ ઝાડ (9) બાળકને પહેરવાનું ઝભલું. વળી નં. ૮માં ‘દેવનાગ’ના અર્થ ભવનપતિ દેવ, નાગકુમાર દેવ, એવા કરીએ તો તેના મંદિરના પૂજારીના કુટુંબની સ્ત્રી અવા થાય.
Page #269
--------------------------------------------------------------------------
________________ 248 માધવાનલ કામકુંદલા ચોપાઈમાં કામકુંદલાનો પ્રશ્ન 2. अस्मद् गृहे देवनागश्चलनशक्ति-विवर्जितः / __वृक्षछाया न दिशति, तस्याहं कुलबालिका // 8 // અમારા ઘરમાં હલન ચલનની શક્તિ વગરનું તેમજ જેની છાયા દેખાતી નથી એવું વૃક્ષ (લાકડાં?) અને નાગ (ખીલા) છે. તે કુળની હું બાલિકા છે. માધવનો ઉત્તર સુથારણ (?) કામકુંદલાનો પ્રશ્ન 2. સમદ્ ગૃહે પુત્રીયં નાd, શિરો તણ્ય ન વિદ્યતો जीवन्तं मानवं गलति, तस्याहं कुलबालिका॥९॥ અમારે ઘેર પુત્ર-પુત્રીને કારણે પેદા થયેલું જે છે તેને માથું નથી. તે જીવતા માણસને ગળે છે. તે કળની હું બાલિકા છે. માધવનો ઉત્તર દરજણ (નાનાં બાળકો માટે સીવાતાં ઝભલાને માથું ન હોય. વળી તે શરીરને ઢાંકી દે, ગળી જાય.) કામકુંદલાને પ્રશ્ન (દૂહો) कुण आधार जीवित तणउ? काम-घरणि कुणि थाइ?। श्रावण धुरि कुण फुल्लइ ? स्त्री परणी किहां जाइ ? // 10 // આનંદધરે આપેલ પાઠ - किं जीवियस्स सारं ? का भज्जा होइ मयणराअस्स? / किं पुष्फाण पहाणं? परिणीया किं कुणइ बाला? // જીવનનો આધાર કોણ? કામદેવની ભાર્યા કોણ? શ્રાવણ માસના આરંભે કોણ ખીલે છે? (પુષ્પોમાં પ્રધાન કોણ?) પરણીને સ્ત્રી કયાં જાય? માધવનો ઉત્તર 1. શ્વાસ-સાસ 2. રતિ-રઈ 3. જાતિ-જાઈ. 4. સાસરાઈ જાઈ - સાસરે જાય.
Page #270
--------------------------------------------------------------------------
________________ 249 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ અમદલાનો પ્રશ્ન (ગાથા). सुगरवन्न वि-माणी किं जोडन्ति विवेगिणो? / नेउरं सोहए कत्थ? किं करेइ पिपासिउं? // 11 // કીર્તિ સુખરાબ હોવા છતાં જેઓ અભિમાન-રહિત છે તેવા વિવેકી પુણો શું જોડે છે? નૂપુર ક્યાં શોભે? તરસ્યાને શું કરીએ ? માધવનો ઉત્તર 1 પાણિ-હાથ 2. પાઈ-પાથ-પગ 3. (તરસ્યાને) પાણી પાય. (સંપતવિજ્યજી પ્રથમ ચરાગમાં મુશ્મિ નિમMI પાઠ આપી ‘મોટાઈમાં ડૂબતા અથવા મોટાઈ પામતા” અર્થ કરે છે. પિપાસ૩ ને સ્થાને એમનો 116 विवासिउ.) કામકુંદલાને પ્રશ્ન पढमक्खर विण सवि कहि मीठउ, मज्झक्खर विण मनि ऊं बी अनीठउ। अंतक्खर विण वायस जाणूं, न मोकलिउ ते सही रीसाणुं // 12 // (ત્રણ અક્ષરનો શબ્દ છે તેમાં) પ્રથમ અક્ષર વગર સહુ કહે છે “મીઠું !" વચલા અક્ષર વગર મને અનિટ ગાયું છે તે. અંત્યક્ષર વગર ‘કાગડો' અર્થ થાય. તે ન મોકલ્યો તો રિસામણું નક્કી. માધવનો ઉત્તર કાગલ (ગલ-ગળું, કાલ-કાળ, મૃત્યુ. કાગ-કાગડો) કમjલા પ્રશ્ન पढमक्खर विण जग उद्धारइ, मज्झक्खर विण जग संहारइ। अंतक्खर विण सघलइ मीठउ, इसिउ असंभम नयणे दीठउ॥१३॥ પહેલા અક્ષર વગર જગતનો ઉદ્ધાર કરે છે તે. વચલા અક્ષર વગર જગતનો સંહાર કરે છે તે. છેલ્લા અક્ષર વગર જે સઘળે મીઠું-વહાલું ગણાય છે તે. એ આશ્ચર્યકારક પદાર્થ મેં આંખમાં જોયો. માધવનો ઉત્તર કાજલ (જલ-પાણી. કાલ-કાળ, મૃત્યુ, કાજ-કામ. (કામ કર્યું તો કામાગ ક એવી કહેવત છે.)
Page #271
--------------------------------------------------------------------------
________________ 250 માધવાનલ કામકુંદલા ચોપાઈ કામકુંદલાનો પ્રશ્ન पढमक्खर विण हीइं वास, मज्झक्खर विण नारि उह्लास। अंतक्खर विण लीजइ नाम, बालकनि छइ त्रिणइ काम // 14 // પહેલા અક્ષર વગર હૈયે વસે છે તે. વચલા અક્ષર વગર નારીસ ઉલ્લસિત કરે છે તે. છેલ્લા અક્ષર વગર જેનું નામ લઈએરટીએ તે બાળકને તે ત્રણનું કામ છે - ઇચ્છા છે. માધવનો ઉત્તર રામતિ-રમત (મતિ-બુદ્ધિ જેનો અંતરમાં વાસ છે. રાતિ-રાત. રામ-દશરથના પુત્ર) પ્રશ્નોત્તર (ગાથા) पाइ पाणि, गाइ गीयं, वर कुरंग मारीऊण आणेइ। तिनि महिलाण भणियं : 'नत्थि सरो' उत्तरं देइ॥१५॥ ત્રણ સ્ત્રીઓ એક માણસને કહે છે : (1) પાણી પા; (2) ગીત ગા; (3) ઉત્તમ હરણને મારીને લઈ આવ. ત્રણેને એક જ જવાબ મળે છે : 'નથી સર’: (1) નથી સર. સરોવર નથી તો પાણી કેમ પાઉં? (2) નથી સર. સર=સ્વર, અવાજ નથી તો ગીત કેમ ગાઉં? (3) નથી સર. સર=શર, બાણ. બાણ નથી તો હરણને શાથી હણું? કામકુંદલાનો પ્રશ્ન | (દૂહો). બહુ દિવસઈ પ્રીઉ આવીઉં, મોતી આયાં તેણિ; થણિ કર-કમલે ઝલ્લિયાં, હસિ કરિ નાખ્યાં, કે? ૧દા ઘણા દિવસો બાદ પ્રીતમ ઘેર આવ્યો. તેણે મોતી આગેલાં (તે પ્રિયાને આપ્યાં). કમળ જેવી હથેલીમાં તેણે તે ઝીલ્યાં. પછી હસીને તે નાખી દીધાં. શા કારણે?
Page #272
--------------------------------------------------------------------------
________________ મા મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 251 (દૂહો) માધવનો ઉત્તર : કરતલ ઉજ્જલ વિમલ, નયણે કજ્જલ-રેહ; થણ કરિ ભૂલી ગુંજલિ, હરિ કરિ નાખ્યાં તેણ. આવ્યો હતો. સફેદ મોતી તે સ્ત્રીને રાતાં અને કાળાં ટપકાવાળાં દેખાતાં, તેણે તેમને ભૂલમાં ચણોઠી માનીને, હસી, નાખી દીધાં. કાશદલાનો પ્રશ્ન સુંદરિ ચોરાઈ સંગ્રહી, સવિ લીધા સિણગાર; તે સુંદરીને ચોરે પકડી અને તેનાં બધાં ઘરેણાં ઉતારી લીધાં, પાગ નાનું ફૂલ લીધું નહીં. હે વહાલા ! તું કહે, શા વિચારથી ચોરે તેમ કર્યું? માધવનો ઉત્તર અહર-રંગ રત્તી , મુખિ કજ્જલ મસિવત્ન; જાણીં ગુંજાહલ અછઈ, તાગઈન ટૂકઈ મન્ન. તે સુંદરીના હોઠનો રંગ રાતો હતો. કાળા રંગનો કાજળ તેણે ઉપર માંખોમાં આંજ્યો હતો. નાકલ-ચૂનીમાં તે બન્ને રંગો પ્રતિબિંબિત થતાં તે ચણોઠી છે એમ ચોરે માન્યું અને તે લેવાનું તેને મન ન થયું. કામદલાનો પ્રશ્ન સુંદર મંદિરિ આપણઈ, રયાગી નાદ સુલી; વીણ આલાપી દેખિ સસી, કિણિ ગુગ મૂકી વીણ 18 એક સુંદરી પોતાના આવાસમાં રાતે સંગીતના સ્વરમાં તલ્લીન થઈ વીણા વગાડી રહી હતી. પણ આકાશમાં ચંદ્રને જોઈને તાણે વીણા બાજુએ શ્રી દીધી. શા આશયથી? (જુઓ સમસ્યા 22.) શાધવનો ઉત્તર વિરહ-વિયાપી રયણિ-ભરિ, પ્રીતમ વિણ તન ખીણ; સહિર-રથિ મૃગ મહિલ, નિણિ હસિ મૂકી વી.
Page #273
--------------------------------------------------------------------------
________________ 252 માધવાનલ કામકુંદલા ચોપાઈમાં પ્રીતમ વગર જેનું શરીર સુકાઈ ગયું છે અને વિરહ જેને વ્યાપી ગયો છે એવી તે સ્ત્રી રાતભર સંગીતની મદદે સમય પસાર કરતી હતી. પણ તેણે જ્યારે જોયું કે વીણાના સ્વરોથી આકાશમાં ચન્દ્રના રથને જોડેલ હરણ મોહ પામી જતાં રથ થંભી ગયો છે અને તે કારણે રાત લંબાશે). ત્યારે તેણે હસીને વીણા મૂકી દીધી જેથી ચન્દ્રનો રથ ફરી ચાલવા માંડે અને રાત પૂરી થાય. માધવનો પ્રશ્ન પરદેયાં પ્રીઉ આવીયઉ, હયવર ચડીયઉ જેણ; સુંદરિ તાતે તાજાગે, કુઈ કારણ કણ? ૧લા પ્રીતમ પરદેશથી આવ્યો, જે ઘોડા ઉપર બેસીને તે આવ્યો હતો તેને સ્ત્રીએ ચમચમતી ચાબુકથી ફટકારવા માંડ્યો. તે શા કારણે ? કામકુંદલાનો ઉત્તર અજી દીહ થાકઈ ઘણઉ, અસ વાહાગ કઈ ભાગ; ટાર હાગંતાં તાજાગે, કરિ કંપઈ કેકાણ. દિવસ હજી ઘણો બાકી છે અને ઘોડો સૂર્યનું વાહન છે. (ઊભો રહેલો ઘોડો પાછો ઝડપથી દોડવા માંડે તો દિવસ જલદી પૂરો થાય અને રાત પડે એટલે પતિસુખ મળે એવી ગણતરીથી) હાથમાંની ચમચમતી ચાબુક વડે સ્ત્રીએ ઘોડાને ફટકાર્યો અને ઘોડો ધૂળ્યો. “ભીંતિ લિખ3'' દેઉર ભારઈ, “ભાભી! ભારથ દેખિ” “નિરતિ કરિ દેવર ! નિરખિ, રામાયણ સવિસેખિ."ારવા દિયર કહે છે : “ભાભી! ભીંત ઉપર ચીતરેલ ભારથ જે.” ભાભી કહે છે : “દિયરજી! નિરાંત રાખીને પ્રીતિપૂર્વક ખૂબ ધ્યાનથી રામાયણ જો.” ભારથ તે મહાભારતની સંગ્રામકથા. એમાં પાંડવોના પિત્રાઈ ભાઈ કૌરવોએ ભાભી દ્રૌપદીની લાજ લૂંટી હતી. રામાયણ તે રામ-સીતાની કથા. તેમાં સીતાના દિયરો લક્ષ્મણ ભરત અને શત્રુન ત્રણેએ પોતાની ભાભી સીતાને મા સમાન ગણી તેનો સવિશેષ આદર-ખાસ તો લક્ષ્મણે કર્યો હતો. વળી ભારથ એટલે સંગ્રામ, યુદ્ધ, જે વેરઝેરનું ફળ છે; અહંતા-મમતાની "" વાડી મૂલા.
Page #274
--------------------------------------------------------------------------
________________ 253 પેદાશ છે. પરિણામે કલેશ. રામાયણ એટલે આત્મવિચાર, અહંતા-મમતાનો માગ કરી સર્વત્ર રામને જ પ્રત્યક્ષ કરતાં જીવન ધન્ય બને છે. (ચોપાઈ) શાધવનો પ્રશ્ન પીઉ પઉઢ મહલ મઝારિ, પુષ્ફ-કરંડ પઠાવઈ નારિ; પ્રીતમ મહેલમાં પલંગ પર સૂતો છે. સ્ત્રી તેને ક્લોનો કરંડિયો મોકલે છે. તે કરંડિયા ઉપર તે સ્ત્રીએ મહાદેવ શંકર, સર્પરાજ વાસુકિ અને ચંપક ચીતરેલાં, તે શા કારણે તે કહો. કામલાનો ઉત્તર માણે બાણ-ભયિં સંકર લિખઈ, પરિમલ જાઈ પવન અહિ ભખઈ; લિખિયઉ ચંપક ભમર-ભણ, એ ત્રિશિગ પ્રીઉ લખિયા તેણિ. ફૂલો કામદેવનાં બાણ છે. રખેને કામદેવ તે આંચકી લે એમ વિચારી તે કામદેવના શત્રુ શંકરને ચીતરે છે. વળી ફૂલોની સુવાસ પવન લઈ ન જાય તેટલા માટે તે વાયુનું ભક્ષણ કરનાર મોટા સર્પને ચીતરે છે. મધ ચૂસવાની ઇચ્છાથી ભમરાઓના આક્રમણનો ભય જાણી તે સ્ત્રી જેનાથી ભમરા દૂર જ રહે છે તે ચંપક ચીતરે છે. (એ ત્રણને ચીતરવાનાં આ કારણો.). સુંદરી રયણી વિરહ-વ્યાકુલી, વણ વજાવઈ મુંકઈ વલી; લિબઈ ભુયંગમ સિંહ-કેસરી, તે કિણિ કારણિ? કહિ સુંદરી રેરા પતિના વિરહ વ્યાકુળ સ્ત્રી રાતે વીણા વગાડે છે અને વગાડતાં વગાડતાં તેને બાજુએ મૂકી દઈને સર્પ અને કેસરીસિંહને ચીતરે છે તે શા કારણે? હે સુંદરી, તે તું કહે (જુઓ ઉપરની સમસ્યા 18) કામલાનો ઉત્તર વાઈ વીણ ગમણ નિશિ કાજિ, નાદ-રંગિ થંભિઉ નિસિ-રાજિ; પીય વહેતઉ પન્નગ વાઈ, સસિ-વાહાગ મૃગ નાસી જાઈ. (ઊંધને અભાવે) રાત પસાર કરવાને માટે સ્ત્રી વીણા વગાડે છે.
Page #275
--------------------------------------------------------------------------
________________ 254 માધવાનલ કામકુંદલા ચોપાઈમાં વીણાના સ્વરોમાં તલ્લીન (બનેલા રથવાહન હરણને લીધે) નિશાપતિ ચંદ્ર થંભી ગયો છે. કર્ણપ્રિય સ્વરોને પવન વહી ન જાય એટલા માટે સ્ત્રી વાયુનો ભક્ષ કરનાર સર્પને ચીતરે છે. ચંદ્રનું વાહન મૃગ નાસે (અને રાત જલદી પૂરી થાય) તે માટે સ્ત્રી સિંહ ચીતરે છે. (સિંહ હરણનો શિકાર કરે છે.) માધવનો પ્રશ્ન (ગાથા) संझावंदण-समये बाला दठ्ठण अंबरं रत्तं। हसिअ पुणो विसण्णा, पुण हसिय कवण कज्जेण // 23 // સંધ્યાવંદનને સમયે બાલાએ અંબરને રાતું જોયું. તે હસી, પણ વળી ખેદ પામી. ફરી વાર તે હસી તે શા કારણે? કામકુંદલાનો ઉત્તર અંબર (આકાશ) રાતું જોઈને થતાં તે હસી. પણ આકાશ વધુ રાતું બનતાં, દિવસ તો લંબાયો એ ખ્યાલે તે ખેદ પામી. પણ આકાશની રતાશ ઓસરવા માંડી ત્યારે રાત હવે ટૂંકડી જ છે એ વિચારે અને પોતે નકામો ખેદ કર્યો એમ માની તે ફરીથી હસી. | (સંપતવિજયજી સ્ત્રીએ પહેરેલ રાતા વસ્ત્રની સાથે આકાશના પલટાતા રંગોની તુલના કરી તેના હાસ્ય, ખેદ અને ફરી વાર હાસ્યને સમજાવવા મથ્યા છે.) માધવનો પ્રશ્ન (દુહો). પસુ જિમ પુલિંદઉ જલ પીએ પંથી કહિ કારણ કવણિરા પશુની માફક ભીલ રસ્તે પાણી પીએ છે શા કારણે?ોરા કામકુંદલાને ઉત્તર કર બેઉ કરંબીય કક્કલહ, મુદ્રહ અસર-નિવારણિ. તેના બેઉ હાથ કાજળથી ખરડાયેલા હતા. તેની અસર નિવારવા માટે તેણે એવી મૂર્ખાઈ કરી.
Page #276
--------------------------------------------------------------------------
________________ થથત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 255 (સંપત વિજ્યજી ઉપરની પ્રફનાત્મક બે પંક્તિઓ અને આ બે પંક્તિઓ સાથે લઈ તેને જ પ્રશ્નરૂપ ગણતા હોવાથી કામકુંદલાનો ઉત્તર એમો નોંધી શકા નથી.) માધવનો પ્રશ્ન હું તુજ પૂછું હે સખી, ઈન નર કિસી અવસ્થ? પાણી પીવઈ મગ , જનહ જન જોઈ હથ રપા - હે સખી! હું તને પૂછે છે કે આ માણસની દશા એવી તે કેવી છે કે તે મૃગ (પશુ) ની માફક પાણી પીએ છે અને નોકરની માફક હાથ જોડે છે? મલાનો ઉત્તર રાતો થો પરનારીનું, ચલાગ કહ્યોથો સ0િ; હું રૂની, ઉણિ લૂહિઉ, કન્જલ લગ્નઉ હત્યિ. તે માણસ પરવારીને પ્રેમ કરતો હતો. સાથે ચાલવાનું કહ્યું ત્યારે રતાં એને હાથે કાજળ લાગ્યો. માધવનો પ્રશ્ન बाला चंकमंती पए पए, कीस कुणइ मुखभंगम् / / 26 / / - બાલા હરતાંફરતાં ડગલે ને પગલે મોં કટાણું કરે છે તેનું શું કારણ? મjદલાનો ઉત્તર नूनं रमण-पएसे मेहलया छिज्जइ नहपंति // નક્કી તે બાળાના કીડાસ્થાનમાં નક્ષત છે ત્યાં ઉઝરડા ઉપર કંદો રસાય છે. તેથી થતી પીડાને કારણે.) માધવનો પ્રશ્ન ___बाला पिएण भणिया, तुज्झ मुहं पुण्ण चंदसारिच्छं। ता कीस मुद्धडिमुही जलेन पक्खालये वयणम् // 27 // શલાને પતિએ કહ્યું કે તારું મુખ પૂર્ણચંદ્ર સરખું છે. તો પછી તે સુંદર મુખવાળી તું શા માટે પાણીથી મોં ધુએ છે?
Page #277
--------------------------------------------------------------------------
________________ 256 માધવાનલ કામકુંદલા ચોપાઈમાં મોટે કાજળ લાગ્યો છે તેથી. પતિએ પોતાના મુખની પૂર્ણચંદ્ર જોડે તુલના કરી. પૂર્ણચંદ્રમાં તો કાળો ડાઘ છે તે હિસાબે તેને લાગ્યું કે પોતાના મોઢા પર પણ કાજળનો ડાઘ હશે. એથી તે પાણીથી મોં ધોવા ગઈ. પ્રશ્નોત્તર (ગાથા) किं तुंअइ कडि नहु तुडइ, जहण-भारेण नाभिमंडलयं // 30 // તારી કેડ અને નાભિપ્રદેશ નિતંબના ભારથી તૂટી નથી જતાં તેનું શું કારણ? भंजणभयेण विहिणा रोमावलि थंभयं दिन्नं॥ તે ભાંગી જવાના ભયથી વિધિએ રોમાવલિ રૂપ થાંભલો ટેકા રૂપે આપ્યો છે. પ્રશ્નોત્તર (ગાથા) ઓ મા! મોટા આશ્ચર્યની વાત છે કે વિધુરા (છૂટી) મોતીની માળા રડે છે-આંસુ સારે છે. વિદા કુંચિય વક્તા, વંધ- વિહા વાત્મારા છૂટી એવી તે માળાને સંકેલી લઈને બાંધી દીધી ત્યારે બંધનના ભયથી તે બાલા ડરે છે. સખીઓ પરણી ગઈ અને પોતે હજી પરણી નથી તેથી લગ્નેચ્છ બાલા આંસુ સારે છે. પણ એનું સગપણ થતાં પોતે હવે બંધાઈ જવાની (જવાબદારીઓથી) એવો ભય લાગતાં તે ડરે છે. (અન્યોક્તિ ગણી સમજૂતી આપી છે.) (સંપનવિજયજી-“બાળાના અશ્રુબિંદુ બાળાના કંદમાં મૌક્તિક માળાની માફક શોભવા લાગ્યા અને જ્યારે છુટા પડેલાઓને ગોળ બાંધીને વાળ્યા ત્યારે બાળા પોતે બંધાઈ જશે તેવા ભયથી બીહવા લાગી જવા લાગી.”),
Page #278
--------------------------------------------------------------------------
________________ થત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 257 33. કોકે કરવું પડશે : કાવ્યાસ્વાદ - હીરાબહેન રા. પાઠક કોક જણે તો કરવું પડશે ભાઈ! એક જણે તો કરવું પડશે ભાઈ! કશું ના કરવાની કેવી તામસ આ હરીફાઈ ? - કોક. ના ચાલે મન સર્વ ધર્યું એ આ અવગુણ અપકાર પરે મે દિલથી કોક જણે તો અંતે કરવી રહી ભલાઈ તું કરશે તો યે નથી કરતો કંઈ ઉપકાર, નવાઈ. કોક. ચહુ દિશ આ અંધાર છવાયા, ઘૂમે મગાણ ઢોર હરાયાં, કોકે નહિ તો તારે પડશે દાખવવી જ સરાઈ, ઊભા રહેવું પડશે કો મારગ દીપક હાઈ - કોક. આ આવું ને આવું દુર્ભગ રહેવા ના સર્જાયું છે જગ, કોક જણે તો અમૃતદેશે દોરવું પડશે સ્વાઈ, કોક જાગે તો નિમિત્ત કેરી રળવી ભાગ્યેકમાઈ - કોક. શા લખવાર વિચારો એમાં કેવળ છે જિતવાનું જેમાં? તું હોતાં દીનહીન રહે જગ, તું જશે નિંદાઈ તું હોતાં શું બીજો રળશે નિમિત્ત ભાગ્યવડાઈ? - કોક.
Page #279
--------------------------------------------------------------------------
________________ 258 કોકે કરવું પડશે. કોકે કલશરૂપે પ્રાસાદે, કોકે મિટ્ટીરૂપે બુનિયાદે, વિશ્વસૌખનું ભવન ભલા રચી જાવું પડશે અહીં, - કોક. તારે પાયે ગૃહકૂલ ફૂટશે સૌ સૌનું પછીથી કરી છૂટશે આજ કસોટી પરે ચઢી છે તારી પ્રેમ સગાઈ. - કોક. - ઉશનસ્ “પ્રસૂન” (પ્રથમ આવૃત્તિ, 1955) : કાવ્યાંક-૭૦ : પૃષ્ઠ-૮૪ અંતર નાદ આ ગીત આસ્વાદતાં, રવીન્દ્રનાથનાં બે સુખ્યાત ગુજરાતી અનુવાદગીતો સાંભરી આવે. કારણ કે આ ગીતની પૂર્વભૂમિકામાં પડેલાં છે. યુગબળની પ્રેરણાથી તે રચાયાં છે. રવીન્દ્રનાથના ગીતોનો અનુવાદ મહાદેવ દેસાઈએ સહજસુંદર સ્વરૂપે કરેલો છે. એ ગીતોની પ્રથમ પંક્તિઓ આ રહી: બંગાળી છટાસહિત. 1. ‘તારી જો હાક સુણી કોઈ ના આવે તો, એકલો જાને રે.' 2. ‘તારાં સ્વજન તને જાય મૂકી તો, તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના.” બન્ને ટાગોરી ગીતો પરસ્પર પોતાની રીતે ભાવભંગિ અને રજૂઆતદષ્ટિએ જોડકાં ભાંડુ સમાં સહિયારાં ભાસે છે. વિશ્વના પરમ શ્રેય અર્થે શહાદતનો માર્ગ અને તેનું કોઈ આદર્શવાદીને સમર્પિત થવાનું આવાહન એવો ઉલ્ય ગીતોનો કુલ ભાવાર્થ નીપજી આવે. તેની તત્કાળ પ્રેરણા ભારતના સ્વાતંત્ર આંદોલન અંગેના ઉલ્બોધનની છે. મહાદેવભાઈના આ ગુજરાતી અનુવાદો એવા તો ગુજરાતી વાણીમાં આત્મસાત થયેલા છે કે તે ગીતો ગુજરાતી કવિતાનાં પોતીકાં થઈ પડ્યાં છે. તેમાં એ યુગની મહાન ભાવનાનો પ્રભાવક સાદ સંભળાય છે. તેથી તે ત્યારે અને આજે યે સંસ્કારસંવેદનશાળી જનોનાં માનીતા બનેલા છે. કવિ ઉશનસ્ છે અનુગાંધીયુગના ફરજંદ. સહજ છે કે તે યુગભાવનાથી
Page #280
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 259 તરબતર હોય છે. આ ગીત ‘કોકે કરવું પડશે” જે “પ્રસૂન' સંગ્રહમાંનું છે, તે તેમનો આરંભિક કાવ્યસંગ્રહ છે. તેમાં જરા ઉપરછલ્લી નજર નાખી જશો તો તેમાં તમને ગાંધીયુગની કવિતાનાં પગલાં જણાયાં વિના રહેશે નહિ. જો કે તે પરંપરામાંથી મુક્તિ અને સ્વસંવેદનગતિ તેમણે ક્રમશ: સાધેલી પછીના સંગ્રહોમાં પ્રતીત થતી જણાશે. ઉશનસે આ ટાગોરી ગીતોની પ્રેરણા પીધેલી છે અને યુગસંસ્કાર તો ઝીલેલા છે જ. એટલે તેમનું ગીત પેલાં ગીતોનું અનુરણન કરતું જણાય છે. વસ્તુત: તે ગીત ભાવના અને રજૂઆત દષ્ટિએ ટાગોરી ગીતોનું અન્ય ઉગારે સવિસ્તર ભાષ્ય (Paraphrase) ન હોય તેવી છાપ પાડે છે. આંગળી મૂકી મૂકીને તે સાદશ્ય ચીંધી શકાય. તેમનાં ભાવરૂપકોમાં એક પ્રકારનું ઓજસ ભર્યું સામ્ય જણાશે. કારણ કે એક જ છે. અંધકાર, પ્રકાશ, દીવો, વંટોળનાં તોફાન દ્વારા એ પરમ પ્રયોજને એકલાં ચાલી નીકળવાનો આદેશ પણ ખરો. અને આમ છતાં બન્ને કવિઓની કૃતિમાં સૂક્ષ્મ ભેદ છે અને તે છે ભાવની ભંગિનો. જે ઉભય કવિના આંતરિક વ્યક્તિત્વ અનુસારી છે. ટાગોરની ભંગિ એટલે કે છટાપ્રેરક ઉદબોધનની છે જોશભરી છે. ઉશનસૂની મૂદ સમજાવટની છે. તેમાં ઘરાળુપણાની અંગત નરમાશ છે. ઉશનસૂની છાપ ટાગોરમાં અર્થાનુસારી સચોટ સંક્ષેપ છે : ઉશનસુમાં વિસ્તારનો રસળાટ છે. એથી ટાગોરમાં જે નથી લાગતી, એવી બોલકી રજૂઆત ઉશનની લાગે છે. ટાગોર પોતાનાં ગીતોમાં અને ઉશનસ્ પોતાની કૃતિમાં કોને સંબોધે છે? ત્રીજા પુરુષને એટલે કે લાગુ પડે તે સર્વને અને તેમાં જ સમાયેલા સ્વને પણ ખરું. ઉભયરીતિ છે કારણ સ્વને અને સર્વને અંતરાત્મા છે. એ અંતરાત્માને જગાડવાનો અહીં ઉપક્રમ છે. ગાંધીજીને અભિપ્રેત છે. તે અંતરાત્માનો ઊંડો અવાજ (The small shril voice within) છે. માનવ્યનો એ મહામૂલો અવાજ તેનામાં પડેલા પ્રમાદને, તેની જડતાને - નકારાત્મક મંદતાને અને સ્વાર્થને ઢંઢોળવા માટેનો છે. તેની આપખુ વૃત્તિને સચેત કરી તે સાવધ કરે છે; અને પારમાર્થિક શ્રેય ભણી તેને વાળે છે. એથી વિશ્વનો પરમ અર્થ સિદ્ધ થાય છે, અને જે પ્રવૃત્ત છે તેની ચેતના જાગ્રત બને છે. આમ સ્વાર્થબર્બર ઠેષ-દષ્ટતાને દૂર કરવાની કોઈ ગાંધી, ઈશુ કે મહાવીરની કરુણાબુદ્ધિ કામે લાગે છે. વ્યકિતની ભીતરે
Page #281
--------------------------------------------------------------------------
________________ કોકે કરવું પડશે કે બહાર અનિષ્ટો પહેલાં જ છે. તેને નિવારવા કોઈકે તો તત્પર થવું જ રહ્યું ને? એટલે કવિ પ્રબોધે છે: ના ચાલે મન સર્વ ધર્મે એ, આ અવગુણ અપકાર પરે યે, | દિલથી કોક જણે તો અંતે કરવી રહી ભલાઈ અને તેથી તું કરશે તો યે નથી કરતો કંઈ ઉપકાર, નવાઈ કારણ તે જ સાર માણસાઈનું બિરુદ છે. જુઓ! અહીં ગીતની સહજ સાદગી વરતાશે. તેની ઘરાળ ભાવભંગિ વાતચીતિયા રૂઢિપ્રયોગો ધરાવે છે. તેથી ગીતમાં આદિથી અંત લગી એક પ્રકારની ભાવ8જુતા હૃદયંગમ નીવડે છે. તેમાંના લહેકા અને સૂરોના ઉદ્ગારો આપણા કાન પારખી લે છે. વાતચીતનું ગદ્ય હોઈને તે જીવંત જણાય છે. ઘણીવેળા તેની પંક્તિના અન્વયની દષ્ટિએ ગદ્યાળ - ગઘસદશ રીતિ લાગે અને છતાં તે ભૂખી સૂકી નથી; તેને ઉગારી લે છે આ જીવંત ભાવભંગિ. વળી તે સાથે આખા ગીતની સળંગ અને સરળ મુખ્ય પ્રાસરચનાવડે બાંધેલી કૃતિની કિનારી તેની કાવ્યાત્મકતાની પતીજ પાડે છે. આ કસબ અહીં ઉશનસ્ કવિનો પોતીકો છે, ટાગોરનો નથી. " અને તેનો એક લાભ છે. જાણે તે છટા છે, કોઈ વત્સલ વડીલની વહાલભરી એક પછી એક દલીલની બોધકતા, જે વાત્સલ્ય મનુષ્યને મિષ્ટ લાગે, ઈષ્ટ પ્રતિ પરવરવા પ્રેરે, અનિટનો ચિતાર આપીને ચેતવે; પ્રાપ્ત ધર્મપ્રતિ આંગળી પણ ચધ. ચહુ દિશ આ અંધાર છવાયાં, ઘૂમે મરુદ્ગણ ઢોર હરાયાં, કોકે નહિ તો તારે પડશે દાખવવી જ સરાઈ, ઊભા રહેવું પડશે કોકે મારગ દીપક હાઈ; જોઈ શકાશે, કેટકેટલા સાહજિક ઉદ્ગારોના રૂઢિપ્રયોગો સરતા આવે છે! તે સાથે સાવંત એક જ સરખા સ્વરભંજનવાળાં પદોની પ્રધાન પ્રાસરચના પણ આપોઆપ હુરતી આવે છે. તો ટૂકમાંહેની એક અન્ય પ્રાસરચનાનું વૈવિધ્ય પણ આગવું સૌંદર્ય ધરાવે છે. આ ટ્રકમાં નિરૂપિત જીવનની પ્રતિકૂળતાનું તાંડવચિત્ર બળવાન છે. તે કવિનું કાવ્યબળ બનીને આવે છે. તે અંગે યોજેલું રૂપક હરાયાં ઢોર” ઘણું સગતિક (Dynamic) ને કાવ્યસમર્થ છે. અલબત્ત ટાગોરના ભાવનું અનુરણન પણ તેની નીચેની પંક્તિઓમાં અછતું રહેતું નથી.
Page #282
--------------------------------------------------------------------------
________________ * 261 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ “માર્ગે તિમિર ઘોર ઘેરાશે, તેથી તું શું અટકી જાશે? વારંવારે ચેતવે દીવ, ખેર એ દીવ ચેત? ના, તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના” અને એથીયે વિશેષ ટાગોરના બીજા ગીતની એ જ ભાવની સમર્થ અભિવ્યક્તિ: ‘એ ઘનઘોરી તુફાની રાતે બાર વાસે તને જોઈ, ત્યારે આભની વીજે ઓ રે! સળગી જૈ સૌનો દીવો એકલો થાને રે.' આવું સામ્ય તરી આવશે. ટાગોરનાં એ બન્ને ગીતોમાં અનિષ્ટનું ઘેરું અંધારબળ અને મનુષ્યની સારમાણસાઈનું જ્યોતિર્ધર સ્વરૂપ, એ બન્ને ભાવોની લકીરો ઉશનના ગીતમાં ભળીમળી જાય છે. મનુષ્યની ઈષ્ટ ગતિ પૂંઠે બળ રહ્યું છે તેના જવલંત આશાવાદી માનસનું. કવિતોચિત વાણીવૈભવે કવિ અત્રે આશાળ ઉજ્જવલ ચિત્ર દોરી આપે છે. “આ આવું ને આવું દુર્ભગ રહેવા ના સર્જાયું છે જગ. કોક જણે તો અમૃતદેશે દોરવું પડશે હાઈ, કોક જણે તો નિમિત્તકેરી રળવી ભાગ્યકમાઈ.” આવો કોઈ ‘અમૃતદેશ” છે, એ અનેરી આસ્થાવાણ શું મનુષ્ય માટે ઓછી છે? આ આસ્તિકતા બે પ્રકારે પ્રવર્તે છે : (1) ઈશ્વરશ્રદ્ધા (2) માનવચેતના વિશેની શ્રદ્ધા, એ અટળ આશા, એ શ્રદ્ધા કેવીક છે? માતાની નિજી બાળ અંગેની હોય, તેવા તોલની છે. જગતના શુભ વિષે આ ચિરંતન આશા મંગલમય છે એટલે તો એ આત્મસિદ્ધિના અમૃત દેશે માનવને તે જ તેની વિધિદત્ત ભાગ્યની કમાણી છે. પણ માનવજીવનની એ કરુણતા કે તેની કને પૂર્વોક્વલ ચેતના નથી : તેની આશંકા, અવઢવ, ચિત્તસંઘર્ષો, અનાસ્થા, અને અનેક ગડમથલો આ ચેતનાને અંતરાયરૂપ છે. કવિ એ શ્રદ્ધાને સ્થિર કરવા ઉત્સાહનો પોરસ ચડાવે છે. તેને સતત સન્ક્રિયાના પંથે ચડાવે છે. આમ કહે છે કે તે હોય અને જગત જો છે તેવું જ દીનહીન રંક રહી જાય, તો થઈ જ રહ્યું ને? તેનું તને લાંછન લાગશે. એ મંગલના અનન્ય સાધક બનવાનું ભાગ્ય તેણે કમાવાનું રહ્યું છે. અને તેથી જ ‘શા લખવાર વિચારો એમાં.' - હવે કવિ વિશ્વના કલ્યાણમય સુખનું ઉમદા ચિત્ર આલેખે છે, કહો કે ઊંચું ધરે છે :
Page #283
--------------------------------------------------------------------------
________________ 262 કોકે કરવું પડશે કોકે કલશરૂપે પ્રાસાદે, કોકે મિટ્ટીરૂપે બુનિયાદે, - વિશ્વસૌખ્યનું ભવન ભલા રચી જાવું પડશે અહીં આ વિશ્વમાં મનુષ્યનું આવવું ક્યારે લેખે લાગે? વિશ્વના સુખનો આ વિરાટ મહાલય રચી જાણે ત્યારે. એ રચનામાં કોઈકે ઉચ્ચોચ્ચ કાર્ય ત્યારે બજાવે, તો વળી કોક ચણાતા પાયાના ચણતર મહીં પથ્થર થવું' એવું અન્ય કવિએ કહ્યા મુજબ પાયાનું કામ બજાવી અણજાણપણે પાયામાં પૂરાઈ જવાનું પણ બની રહે. પણ તેથી શું? એ મહાલય તો કોઈકે - નાનીમોટી વ્યક્તિએ રચવો જ રહ્યો. એવું માણસાઈનું અનિવાર્ય કર્તવ્ય માનવે કરવું જ રહ્યું. આ ટ્રક બધી રીતે સુંદર છે. તેમાં ભાવની ઊજળી પરાકાષ્ઠા છે. અને તે ઉશનસે લયપૂર્વક સિદ્ધ કરેલ છે. તેમાં સમાપનની ટ્રક હોવાની પાત્રતા પણ છે. કારણ કવિના સમગ્ર ભાવનું એ ચરમબિન્દુ છે. તેથી સહજ રીતે કવિને ટ્રકની ચોથી પંક્તિ ત્રેવડવી જરૂરી જણાઈ નથી, અને કલાદષ્ટિએ તે ઠીક જ થયું છે. પણ તે પછી પણ એક છેલ્લી ટૂક આવે છે. તે બિનજરૂરી માટે આગંતુક જણાય છે. આમ તો કવિની મુખ્ય ભાવસંગતિનો તેમાં પૂરક અર્થ છે અને છતાં તે નિરર્થક હોઈ અનાવશ્યક છે. કેટલીક વાર આ કવિનું સાચું કવિત્વ કોઈક કલાત્મક નિયંત્રણને અભાવે અતિશયતાથી વણસે છે. તેનું આ ઉદાહરણ છે. તે ન હોત તો ચાલત. પ્રસ્તુત કૃતિનો પુનરાવર્તન પામતો શબ્દ છે 'કોક'. તે સૂચક છે. આવડા વિશાળ વિશ્વમાં જાણે તે કોકને અર્થે કવિની ટહેલ બની જાય છે. એનો ઘરાળુ અર્થસંકેત આખા ગીતને આવરી લે છે. ગીતમાં ભાવભંગિની સરલતા અને રજૂઆતની નિર્ચાજ ઋજુતા તે તેનું આકર્ષણ છે. આ કૃતિ જે યુગબોધ અર્થે છે તે ગતકાલીન છે. તેની રજૂઆત બોધાત્મક હોઈ, આજના સંદર્ભમાં તે બહુ રુચિર ન પણ લાગે. છતાં વિદ્યાર્થીથી વડીલ સુધીના આ વિશાળ ભાવકસમાજમાં તેનું અવશ્ય સ્થાન છે અને કાવ્ય તરીકે તેને તેની ખૂબી પણ છે. (થોડુંક પ્રાસંગિક : મહાવીર જૈન વિદ્યાલય જેવી સમાજના શ્રેયની સંસ્થાનો આ સુદીર્ઘ સમયનો અવસર, પ્રસ્તુત ગીતની ભાવનાથી સંભવિત બનેલો છે. તેના ગત અને વર્તમાન વિદ્યાથી સભ્યોના અંતરમાં આ ભાવના જીવંત રહો.) ( ***
Page #284
--------------------------------------------------------------------------
________________ tખત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 263 34. વીરતા અને નિર્માલ્યતા - પં. શીલચન્દ્રવિજય ગણિ થોડા દિવસ પહેલાં એક યુવાન આવી ચડયો. આવા યુવાનો ઘણે ભાગે અજનબી જેવા હોય છે, અને આ રીતે ઓચિંતા આવી ચડતા હોય છે. આ યુવાને આવતાંવેંત જ વાત ઉપાડી : “સાધુઓએ હવે, થોડા વખત માટે પણ, અહિંસાનો ઉપદેશ બંધ કરી દેવો જોઈએ. તમારી અહિંસાની વાતોને લીધે જ પ્રજા અને જેનો નિર્માલ્ય બની ગયા છે.” મુસલમાનોએ સૈકાઓથી આક્રમણો કર્યા, હિંદુઓની કલેઆમ ચલાવી, તેમને વટલાવ્યા અને આજે પણ કોમી રમખાણોમાં હિંદુઓનાં મોત-આ બધું અહિંસાના ઉપદેશને જ આભારી છે, એવો એ યુવાન મિત્રનો આક્રોશ હતો. આવો આક્રોશ સામાન્યત: અઢાર થી પચીસની વય ધરાવતા મોટા ભાગના યુવાનોમાં હોય તેવું જણાયું છે. અને એથીયે આગળ વધીને કેટલાક વિચારક, લેખકોનો પણ એક વર્ગ છે, જે અહિંસાની વિચારધારાને કારણે આ દેશની પ્રજા નિ:સત્વ અને નમાલી બની ગઈ હોવાનું ભારપૂર્વક માને છે, અને તીખા તર્કો તથા ગળે તરત ઊતરી જાય તેવાં ઉદાહરણો સાથે તે પોતાની માન્યતાનું ભારપૂર્વક પ્રતિપાદન પણ કરે છે. આવાં પ્રતિપાદન વખતે આ લેખકોનું સીધું નિશાન ભગવાન મહાવીરની અને જૈન ધર્મમાં નિરૂપેલી અહિંસા જ હોય છે, તે તો દીવા જેવું છે. . થોડા વખત પહેલાં રામજન્મભૂમિનું આંદોલન ચાલ્યું હતું. ત્યારે યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં એક કાર્યક્રમ રામજન્મભૂમિ માટે બલિદાન આપવાની ભાવના યુવાનોમાં પેદા થાય તે માટે જાહેર સભા અને તેમાં યુવાનો દ્વારા
Page #285
--------------------------------------------------------------------------
________________ 264 વીરતા અને નિર્માતા પ્રતિજ્ઞાગ્રહણ વગેરેનો પણ હતો. ભારતીય જનતા પક્ષના સ્થાનિક કાર્યાલયના એક હોદ્દેદાર, આવી એક સભામાં વિવિધ સાધુસંતોની સાથે જૈન સાધુને પણ ઉપસ્થિત રાખવાની ગણતરીથી કહેવા આવેલા. તેમણે કહ્યું કે આ સભામાં 51 યુવકો આજીવન માંસાહારનો ત્યાગની પ્રતિજ્ઞા લેવાના છે. માટે તમે અવશ્ય આવો. આ મુદ્દાના અનુસંધાનમાં મહાવીર સ્વામીની અહિંસાની વાત સહજ નીકળી. વાતાવરણમાં તે કાર્યકર ભાઈ બોલી ગયા, “આ અહિંસાએ તો દેશમાં દાટ વાળ્યો છે.' ધીમેથી બોલાયેલા આ શબ્દો પણ કાને પડી જ ગયા. એટલે મને થયું કે જે આયોજકોને જ આયોજન અને તેના આધારભૂત સિદ્ધાંતમાં વિશ્વાસ ન હોય તો એનો અર્થ એટલો જ કે આ પ્રતિજ્ઞાનો તમાશો માત્ર જૈન સાધુને સભામાં ખેંચી જવા માટેનું બહાનું જ છે, સિવાય પ્રતિજ્ઞા લેનારા કે આયોજકો-કોઈનો વિશ્વાસ કરવામાં લાભ નથી. તરત જ સભામાં જવાની ના કહી દીધી. પરંતુ આ પ્રસંગ પણ એટલું તો સૂચવે જ છે કે અહિંસા અને જૈનધર્મ પ્રત્યે આક્રોશ વ્યાપક છે, અને તેને પદ્ધતિપૂર્વક બહેકાવવામાં આવી રહ્યો છે. ઘણા ચિંતન તથા બારીક નિરીક્ષણના અંતે, આ મુદ્દા પરત્વે, એવા તારણ પર આવવું પડે છે કે અહિંસા અને જૈનધર્મ વિશેની અણસમજ, પરંપરાગત પૂર્વગ્રહસભર ધારણાઓ અને અજ્ઞાનમૂલક આવેશના કારણે જ અહિંસાને લીધે પ્રજા નિર્માલ્ય બની, દેશમાં દાટ વાળ્યો” જેવા એકાંગી અને ભ્રાંત અભિપ્રાયો બંધાયા છે. જેમને પોતાની આગવી વિચારસરણ જેવું ન હોય, અને ગતાનુગતિક-કોઈકે કીધું અને અમને ભાવી જવાથી સ્વીકારી લીધું-જેવું જેમનું માનસ હોય તેવો વર્ગ આવી વાતોમાં ઝટ આવી જાય છે. તો કેટલાક એવા પણ વિચારકો છે કે જેમને અહિંસામાં નહિ, હિંસામાં જ વધુ વિશ્વાસ હોય. તેવા વિચારકો-લેખકો અહિંસા પ્રત્યે સૂર દાખવે તો તે તેમની વિચારધારાને અનુરૂપ જ ગણાય. ફક્ત તેમની વાત, અભિપ્રાય તે વસ્તુસ્થિતિ નથી, પણ વસ્તુસ્થિતિને જોવાનો તેમનો પોતાનો એંગલ-દષ્ટિકોણ છે, એટલું યાદ અપાવવું જરૂરી લાગે છે. આ દેશમાં ભૂતકાળમાં, એવા પાણ ધર્મપંથો કે સંપ્રદાયો હતા કે જે પંથના પ્રણેતા તથા લોકો એમ માનતા કે આ સંસારમાં જે રોગિષ્ઠ, માંદલા, નબળાં પ્રાણીઓ અને મનુષ્યો છે, તેમને મારી નાખવાથી મહાન પુષ્ય હાંસલ થાય છે. એમને બચાવવામાં મોટું પાપ લાગે. આજે જેનોમાં
Page #286
--------------------------------------------------------------------------
________________ 265 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ પણ અમુક વર્ગના લોકો એવી માન્યતા ધરાવે છે કે કોઈ જીવને કોઈ બીજે જીવ મારતો હોય તો તેને બચાવવામાં બચાવનારને પાપ લાગે. એટલે હિંસાતરફી કે અહિંસા વિરોધી વિચારસરણની નવાઈ તો નથી જ. નવાઈ એક જ વાતની છે કે અહિંસાના સાચા સ્વરૂપને, તેની અસીમ શક્તિને તેની વ્યવહારુ ઉપયોગિતાને તથા તેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિને સમજવાનો પ્રયત્ન કર્યા વિના જ અહિંસાને વગોવવાનો આ દેશમે પ્રયત્ન થી મળે છે, એટલું જ નહિ, પણ અહિંસાને પરમ ધર્મ તરીકે અપનાવનારા ધર્મ, ધર્મશાસ્ત્રો તથા ધર્માચાર્યો પાસેથી, તેઓ હિંસાનો ઉપદેશ શીખો તેવી અપેક્ષા પણ સેવવામાં આવે છે. વસ્તુત: આજે તો, આ દેશની પ્રજા ખરેખર નિર્માલ્ય બની ગયાનું લાગતું હોય તો તેનાં સમાજશાસ્ત્રીય કે માનસશાસ્ત્રીય કારણો, વિચારકોએ ઇતિહાસમાંથી ખોળી કાઢવાં જોઈએ. એ દષ્ટિએ તપાસવામાં આવશે તો સહેજે જ જણાઈ આવશે કે આ પ્રજાની પડતી કે નિર્માલ્યતા માટે અહિંસા અથવા એવો કોઈ નૈતિક-ધાર્મિક આદર્શ જવાબદાર નથી, પરન્તુ અહીંના મનુષ્યોમાં તેમ જ ધર્મસંપ્રદાયોમાં પરસ્પર માટે પ્રવર્તતાં ઈર્ષા, દ્વેષ, કુસંપ અને એકમેકને બરબાદ કે ખતમ કરવાની મનોવૃત્તિ જેવાં ગુનાહિત વલણો જ તે માટે જવાબદાર છે. આ દેશના ધર્મોના ધર્મગુરુઓએ પોતાનું વર્ચસ્વ વધારવા માટે, ધર્મનાં મૂળભૂત તત્વો-અહિંસા, સત્ય વગેરેનું બલિદાન આપવામાં પાછું વાળીને નથી જોયું. એમણે ધર્મના ઓઠા હેઠળ પોતાની વિજયયાત્રાઓ પ્રવર્તાવી છે અને જે પોતાના ધર્મને ન સ્વીકારે તેનું નિકંદન કાઢી નાખવામાં તેમણે ધર્મનો દિગ્વિજય માન્યો છે. આવા ધર્માચાર્યોના મુદ્રાલેખો કાંઈક આ પ્રકારના હતા: 1. “પ્રતશતરો વેદ્દા: 98ત: સશ ધ” અર્થાત, આગળ ચાર હાથમાં કુરાન !' 3. “એક હાથમાં ધર્મયુદ્ધની બંદૂક અને બીજા હાથમાં બાઈબલ!' 4. “કમરે કિરપાણ અને માથે ગ્રંથ સાહેબ!' અને હવે વિચારીએ કે આ સ્થિતિમાં, ધર્મના બહાને પ્રસરતી આવી હિંસાને વખોડી કાઢે કે ન સ્વીકારે તેવા અહિંસાપ્રધાન ધર્મ કે ધર્મોપદેશને નિર્માલ્યતાનું કારણ ગણાવવામાં કેટલું ડહાપણ છે? સભાગે, ઉપર વર્ણવલા મુદ્રાલેખોની હારમાળામાં હજી સુધી, “એક હાથમાં આગમ અને બીજા હાથમાં આગ” - આવો મુદ્રાલેખ લઈને જૈન ધર્મે કયારેય હોડ નથી
Page #287
--------------------------------------------------------------------------
________________ 266 વીરતા અને નિર્માલ્યતા બકી, તે કેટલું મોટું આશ્વાસન છે! જ્યાં આગમ હોય ત્યાં અહિંસા જ સર્વોપરી આયુધ હોઈ શકે. જ્યાં અહિંસા નથી, ત્યાં વળી ધર્મ કેવો! અને જો ધર્મ જ ન રહે, તો ધર્મયુદ્ધ કયા આદર્શ માટે? કયા હેતુની સાધના માટે? આ દેશના મનુષ્યો, રાજાઓ અને પ્રજાઓ, જો પારસ્પરિક અદેખાઈની આગમાં શેકાઈને એકબીજાનું કાટલું કાઢવામાં રાઓ ન હોત, તો આ ભૂમિ પર કદાપિ મુસ્લિમ કે પરદેશી આક્રમણો તથા શાસન ન આવ્યાં હોત તો ધર્મવિનાશ કે ધર્માતરના ભયાનક પ્રસંગો આ પ્રજાએ વેઠવા પડ્યા ન હોત. પરસ્પર કાપાકાપી અને પરાયાને મદદ-આપણા દેશના ઇતિહાસનું આ કલંકિત પાનું છે. જો અહીંના લોકોએ અન્યોન્યનું અહિત કરવાની પ્રવૃત્તિને બાજુએ રાખીને વિદેશી કે વિધમી લોકો સામે એય કેળવ્યું હોત, અને આ દેશના ‘આર્ય ધમોંએ પોતાના ધર્મના દિગ્વિજયના ઓઠા હેઠળ સ્વીકારેલી એકબીજાના ધર્મને હાનિ પહોંચાડવાની અનાર્ય રીતભાત ન આચરી હોત, તો આ દેશ અને આ પ્રજાની સિક્લ અવશ્યમેવ આજે નિરાળી હોત. પણ અફ્સોસ, હિંદનો ઈતિહાસ એ સંકુચિત માનસનો ઇતિહાસ છે. હિંદનો ઇતિહાસ એ હિંસાને અપાયેલા અજુગતા મહત્ત્વના કારણે પોતે વહોરેલી પાયમાલીનો ઇતિહાસ છે. બાકી, જૈન ધર્મશાસ્ત્રો કે ધર્મોપદેશકોએ કાયરોની અહિંસાની પ્રતિષ્ઠા કરી છે કે કાયર બનાવી મૂકે તે હદે અહિંસાને પ્રાધાન્ય આપ્યું છે, એવું જો કોઈ સમજતું હોય કે પ્રચારતું હોય તો તેમાં કાં તેની અણઘડતા છે કે કાં તેની બદદાનત છે. એકાદ બે ઉદાહરણો લઈને આ મુદ્દાને વધુ સમજીએ. જીવદયાના સમર્થ જ્યોતિધર કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યના ઉપદેશથી રંગાયેલો ગુર્જરપતિ રાજા કુમારપાળ યુદ્ધના મેદાનમાં પણ જીવદયા પાળવાની ચીવટ સેવતો, અને બને ત્યાં સુધી શત્રુનો પણ વધ ન કરતાં તે જીવતો રહે તે રીતે જીતવાનું પસંદ કરતો. આમ છતાં તે યુદ્ધો લડ્યો છે, જીત્યો છે, અને યુદ્ધોમાં તેના હાથે સંહાર પણ થયા જ છે, અને તેની વીરતાનાં કાવ્યો તથા તેનાં ચરિત્રો જૈનાચાર્યોએ જ લખ્યાં છે, યાદ રહે કે કુમારપાળે ખેલેલાં યુદ્ધો તે કાંઈ જૈન ધર્મના દિગ્વિજયનાં યુદ્ધો નહોતાં. તે તો તેની રાજદ્વારી પ્રક્રિયા-પ્રતિક્રિયાનાં પરિણામરૂપ યુદ્ધો જ હતાં. ગુજરાતના મહામંત્રી વસ્તુપાળ અને તેજપાળ બને શુદ્ધ વીસ પોરવાડ
Page #288
--------------------------------------------------------------------------
________________ 267 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ વાણિયા. તેમણે પોતે સેનાપતિનું પદ ધરીને બાવન યુદ્ધો ગુજરાતની આબાદી કાજે ખેલ્યાં. અને છતાં તેમની અંતરંગ આસ્થા શુદ્ધપણે અહિંસાધર્મ પ્રતિ જ સમર્પિત. યુદ્ધો તો એમનું દેશ પ્રત્યેનું એક અવસરોચિત કર્તવ્ય માત્ર હતું. આ બે મંત્રીશ્વરોની વીરતાનાં પણ જૈનાચાર્યોએ કાવ્યો અને ચરિત્રો લખ્યાં છે. તો શું આ ઉપરથી એમ સમજવું કે જૈનાચાર્યો હિંસાને બિરદાવતા હતા? બિલકુલ નહિ. આ ઉપરથી તો એટલું જ સમજવાનું છે કે જૈનાચાર્યો સ્વયં શુદ્ધ અહિંસાપ્રધાન હોવા છતાં અને કોઈપણ પ્રકારની હિંસાને દોષ તરીકે જ સ્વીકારતા હોવા છતાં, વ્યવહારદષ્ટિએ કાયર બનાવી મૂકે તેવી અહિંસાના જડ કે વેદિયા પક્ષપાતી નહોતા. આ મુદ્દાનું તત્ત્વજ્ઞાન સમજવું સરળ નથી જ. એટલે જ કેટલાક લોકો અજ્ઞાનથી કે પૂર્વગ્રહથી પ્રેરાઈને અહિંસાના આદર્શને વિકૃત રીતે ચીતરીને મુગ્ધ જનમાનસમાં તે સામે ધૃણા જન્માવવાનો પ્રકમ સફળતાપૂર્વક રચી બેઠા છે. એક મુદ્દો ધ્યાનપૂર્વક તપાસવાની જરૂર છે કે આ દેશમાં જે યુદ્ધ કે જે હિંસા પાછળ હીન સ્વાર્થ કે સૂરતાની વૃત્તિઓ કામ કરતી, તે યુદ્ધ/હિંસા કરનારને અંતે હારવું જ પડયું છે કે માર જ ખાવો પડ્યો છે, અને તેનાં યશોગાન તો નથી જ ગવાયાં. તેથી ઊલટું યુદ્ધ અને હિંસા દૂષિત ચીજો હોવા છતાં, જ્યારે તેની પૃષ્ઠભૂમિમાં, આતતાયીઓને શિક્ષા, સજ્જનોની તથા પ્રજાના જાનમાલની રક્ષા, સ્ત્રી અને પશુઓ ઉપર થતા અત્યાચારોનો સામનો જેવાં કારણો પડયાં હોય છે, ત્યારે તે યુદ્ધ હિંસા કરનારની વીરતા, ખાનદાની, પરોપકારિતા જેવાં તત્ત્વોની ગાથાઓ અવશ્ય રચાઈ છે. અને તેની પાછળનો સ્પષ્ટ હેતુ તેની હિંસાને કે યુદ્ધખોરીને ઉત્તેજન આપવાનો નહિ, પરંતુ ઉપર ગણાવ્યા તેવા ગુણોને સન્માનવાનો તથા વિકસાવવાનો જ છે. જૈન ધર્મના આચાર્યોએ પણ આ પ્રકારની વીરતાને હમેશાં બિરદાવી જ છે. અલબત્ત, વીરતાની એમની વ્યાખ્યામાં, પ્રજાના ચરણોમાં પોતાના અન્નભંડારો સમપ દેનાર જગડૂશા અને ખેમો હડાળિયાની દાનવીરતા પણ આવે, રાષ્ટ્રને વિધર્મીઓથી ઉગારવા કાજે પોતાનું સર્વસ્વ હોમી દેનાર ભામાશાહ અને દયાળશાહ જેવા નરવીરો પણ આવે, અને સુલતાન અલ્તમશની માતાને મધદરિયે પોતાના માણસો દ્વારા જ લુંટાવી, તેની સુરક્ષાની જવાબદારીનો દેખાવ કરી, તેની આગતાસ્વાગતાપૂર્વક લૂંટના માલની શોધ કરાવી, પાછો મેળવી, તેને સુપરત કરનાર, તેનો માનેલો
Page #289
--------------------------------------------------------------------------
________________ 268 વીરતા અને નિર્માલ્યતા દીકરો બની જઈને તેના દ્વારા છેવટે સુલતાનની મહેરબાની હાંસલ કરી ગુજરાતની રક્ષાનું પોતાનું ધ્યેય કુનેહથી સિદ્ધ કરનાર મંત્રી વસ્તુપાલ પણ આવે. એક કોમે કે વ્યક્તિએ મશીનગન કે હેન્ડગ્રેનેડ વડે બીજા કોમના માણસોને ખતમ કરી દીધા, તેની સામે તે કોમની વ્યક્તિઓ સામી કોમના માણસોને તે જ રીતે મારી નાખે-આવી હિંસાને કદીય વીરતામાં ખપાવી ન શકાય. આ તો નરી બર્બરતા ગણાય. આવી નૃશંસ કૂરતાને ન બિરદાવવાથી કે સાથ ન આપવા માત્રથી જ જેનો જે કાયર બની જતા હોય તો તેની સામે ફરિયાદ કરવાને કોઈ કારણ નથી. અજ્ઞાની ગમે તેમ કહે તેનો હરખશોક શો? સર્વોદય ચિંતનધારાના પ્રખર ભાષ્યકાર શ્રી દાદા ધર્માધિકારીએ બહુ જ માર્મિક રીતે આ મુદ્દા વિશે કહ્યું છે કે હું તો વિજ્ઞાનનો પાડ માનું છું કે એણે હિંસક વિરતાને માટે અવકાશ જ નથી રહેવા દીધો. આજે તો એક છોકરડી પણ કબાલ્ટ બોમ્બ ફેંકીને લાખોને મારી નાખી શકે છે. આ વિજ્ઞાનના જમાનામાં મારવામાં વીરતા રહી જ શકે એમ નથી. રહી શકે એમ છે માત્ર કૂરતા! મશીનથી અને સ્વય–સંચાલિત શસ્ત્રોથી મારવામાં શી બહાદુરી બળી છે? આજે તો તેનસિંગ ઍવરેસ્ટ પર ચડી જાય એમાં જ વીરતાને અવકાશ રહ્યો છે. સમુદ્રના અંતરાળમાં ઉતરનારા-આગ ઓલવનારા વગેરે સાહસિકો જે વીરતા દાખવે છે તેથી વધારે વીરતાને માટે આજે હવે અવકાશ નથી રહ્યો. વિજ્ઞાનને કારણે, ભગવાનની કૃપાથી-અહિંસક વિરતા સિવાયની બીજા કોઈ પ્રકારની વીરતાની તક જ નથી રહી. વૈજ્ઞાનિક વીરતા અહિંસક વીરતા હશે.” અહિંસાના ઉપદેશથી કે પાલનથી પ્રજા નિર્માલ્ય બને છે એ વાત, ઇતિહાસનો અભ્યાસ કરતાં તદ્દન વાહિયાત કરે છે. નિર્માલ્યતા એ અહિંસાની નીપજ નથી. અહિંસા તો પરોપકારનું પરિણામ છે અને જ્યાં પરોપકાર હોય ત્યાં નિર્માલ્યતા અસંભવિત છે. નિર્માલ્યતા ખરેખર તો સ્વાર્થપરસ્તી અને પરપીડનવૃત્તિની પેદાશ છે. આ બે તત્ત્વો માનવ મનનાં એવાં તત્ત્વો છે જે મનુષ્યને નિર્ભય બનવા દેતાં નથી અને જે નિર્ભય ન હોય તે નિર્માલ્ય ન હોય તે કેમ બને જ! પરાક્રમનો સીધો અનુબંધ અભયવૃત્તિ સાથે છે. સ્વાર્થ કે પરપીડન સાથે અભયનો કોઈ મેળ નથી. અભથનો મેળ માત્ર અહિંસા કે નિર્વેરતા સાથે જ હોઈ શકે અને એવો અભય માનવ નિર્માલ્ય કેમ હોય? નિમલ્લિતા શી ચીજ છે, તેનો આછો ખ્યાલ
Page #290
--------------------------------------------------------------------------
________________ 269 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ " શ્રી દાદા ધર્માધિકારીએ જ વર્ણવેલા એક નાનકડો પ્રસંગ પરથી મળી રહે તેમ છે. કૉલેજનો વિદ્યાર્થી : અમારી બહેન રસ્તે જતી હોય, ને કોઈ ગુંડો - એની છેડતી કરે, તો શું અમે અહિંસક રહીએ? ચૂપચાપ જોયા કરીએ? ‘ચૂપચાપ જોયા શા માટે કરો? પણ પહેલાં તો એ કહો કે આવા પ્રસંગ કેટલા પડ્યા?” હજી તો પડ્યો નથી, પણ પડે કે ખરો.' “ઠીક, ધારો કે પ્રસંગ પડયો, તો તમે શું ઈચ્છો છો?' એવે વખતે અમે કેવી રીતે ચૂપ રહી શકીએ?' હા, તો ચૂપ ન રહેશો. જો એવું કાંઈ થતું નજરે ચડે તો એનું માથું વાઢી લો, હું ગાંધી પાસેથી તમને અહિંસાનું સર્ટિફિકેટ લાવી આપીશ. પણ એક શરત છે.' શી?' ‘જે છોકરીઓ સાથે તમે સ્કૂલમાં બેસો-ઊઠો છો, રમો-કૂદો છો, વાંચો-લખો છો, એમની તરફ જોવાની તમારી પોતાની દષ્ટિ કેવી છે? અને એ દષ્ટિમાં જે કાંઈ ફરક હોય તો માથું વાઢવાના કાર્યક્રમનો આરંભ તમારી જાતથી જ કરી દો!” “બસ, આટલી સરખી શરત સાંભળીને એ તો બેસી જ ગયો!' આ પ્રસંગ ઉપર ટિપ્પણી કરવાની કોઈ આવશ્યકતા ખરી? વાતનો સાર એટલો જ કે નિર્માલ્યતાનું ઉપાસન આપણું પોતાનું મન, વર્તન અને જીવનદષ્ટિ છે, અહિંસાનો ઉપદેશ કે પાલન નહિ. અહિંસાના મર્મને કે છે તેની તાકાતને પ્રીછયા વિના જ, ફક્ત ગાડરિયા પ્રવાહમાં તણાઈને કે ચબરાકિયાવેડાનો ભોગ બનીને, અહિંસાથી આ દેશની પ્રજા નમાલી બની ગઈ છે, તેવું અંધશ્ચરું અને વળી અજુગતું વિધાન કરી દેવામાં ડંફાશ હશે પણ બહાદુરીનો અંશ નહિ, અને વિવેક તો નહિ જ. આ આખા લેખનો નિષ્કર્ષ એટલો જ કે જો આપણું મને સંકુચિત સ્વાર્થ, અન્યની ઈર્ષ્યા, પરપીડનવૃત્તિ જેવાં મલિન તત્ત્વોને મનાવટો આપે અને પરમાર્થવૃત્તિ, ઉદારતા, સહિષ્ણુતા, વિવેક, કુનેહ જેવાં બળોને અપનાવે, તો એક બાજુ અહિંસાનું સત્ત્વ હાથવગું થાય, અને બીજી બાજુ નિર્માલ્યતા કાયમી ધોરણે ખતમ થાય, અને તો કોમવાદ કે ત્રાસવાદના પ્રસંગોએ થતી હિંસાખોરી વખતે આપણું વ્યક્તિગત તથા સમાજગત કર્તવ્ય શું તે સમજવું અઘરું નહિ રહે.
Page #291
--------------------------------------------------------------------------
________________ 270 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 35. પંડિત સુખલાલજી - રઘુવીર ચૌધરી પંડિત સુખલાલજી આ પ્રદેશમાં થઈ ગયા ન હોત તો દર્શકને સત્યકામનું પાત્ર ભાગ્યે જ મળ્યું હોત. એક અપંગ માણસ એની કરુણાના બળે દુનિયાને દોરી શકે આ માનવીય શક્યતા શ્રી દર્શકને આ દાખલામાં દેખાઈ એમાં ઔચિત્ય છે, પ્રતીતિ છે. પંડિતજીના પ્રત્યક્ષ કે પરોક્ષ પરિચયમાં આવનાર સહુ કોઈ જોઈ શકતું કે અહીં કશુંક અનન્ય છે, મહતુ છે. પંડિતજી પરિચય ટ્રસ્ટના પ્રમુખ. “ગ્રંથ' અમદાવાદમાં છપાવવાનું હતું. મેં ૧૯૬૫માં વિદ્યાપીઠ છોડેલી. શ્રી યશવંત દોશીએ મને ‘ગ્રંથ'ના પ્રકાશનના કામે જોતરેલો. યાદ આવે છે કે પહેલી વાર હું એમની સાથે પંડિતજી. પાસે ગયેલો. વીસ લાખના અમદાવાદની વસ્તી દોઢ માણસની છે એમ કહેતા નિરંજન ભગતે એક આખા માણસની જગા પંડિતજી માટે ફાળવેલી એ અંગે હું સહમત હતો. એમને મળવાનું થયું તે પહેલાં ‘અધ્યાત્મ-વિચારણા અને ભારતીય તત્ત્વવિજ્ઞાન” એ બે પુસ્તકો વાંચેલાં. બુદ્ધનો ક્ષણ વિશેનો ખ્યાલ એમણે વાતચીત દરમિયાન સમજાવેલો. મળવાનું થાય ત્યારે કંઈ ને કિંઈ મળી આવવાનું પ્રોત્સાહન પણ ખરું. ‘જ્ઞાનગંગોત્રી'માં હિન્દી સાહિત્ય વિશેનો મારો દીર્ધ લેખ એમાણે અંતેવાસી પાસેથી સાંભળેલો. ક્યારેક સામયિક કે છાપાના લેખ પણ એમના કાને પડ્યા હોય. એ ક્યારે ‘સરિતકુંજ'માં છે ને ક્યારે અનેકાન્તવિહારમાં એની મને ખબર રહે ને પસાર થતાં જ મળવા જવાનો અભિલાષ થાય પણ ત્યારે હું બીડી-પાઈપ વગેરે પીતો. પંડિતજી સાવ પાસે બેસાડે ને બરડે હાથ ફેરવી આશીર્વાદ આપે. બીક રહે કે બીડીના વ્યસનની એમને બાતમી મળી જશે. એમણે એકેય વાર
Page #292
--------------------------------------------------------------------------
________________ પંડિત સુખલાલજી 271 એનો નિર્દેશ નહોતો કર્યો પણ એમને ખબર તો હોય જ. આંખો નહોતી એના બદલામાં બીજી બધી ઈન્દ્રિયો અત્યંત સતેજ હતી. શ્રીમતી મૃદુલા પ્ર. મહેતાએ એમના પુણ્યશ્લોક પંડિતજી' નામના સ્મરણમાં એક અવિસ્મરણીય પ્રસંગ નોંધ્યો છે. તે દિવસ ઉકળાટ પછી પવન નીકળ્યો હતો. ચાંદની પણ એવી જ સુંદર હતી. મૃદુલાબહેને એનો ઉલ્લેખ નહોતો કર્યો છતાં પંડિતજી બોલેલા: ‘પવન જ સરસ છે તેમ નથી, ચાંદની પણ સરસ છે, ખરું ને!' મૂદુલાબહેન ડઘાઈ જાય છે. પંડિતજી કહે છે : “જો એમાં કંઈ અલૌકિક શક્તિની જરૂર નથી. આજની હવામાં જે અનેરી શીતળતા છે તે પૂર્ણિમાની સોળે કળાએ ખીલેલી ચાંદની સિવાય સંભવે નહીં. એ અનન્ય શીતળતાનો અનુભવ આંખ હોય તેને થાય એના કરતાં વધારે તીવ્રપણે આંખ વગરનાને થાય એમ હું ધારું છું. મેં ઘણીવાર આજે પૂનમ છે તેમ આ અનુભવે જાણ્યું છે. તેમાંયે વૈશાખી પૂનમ પરખાયા વગર રહે જ નહીં! બુદ્ધ કંઈ અમસ્તા તે દિવસે જન્મ્યા હશે!' એ પછીની ગંભીર-હળવી વાતચીત દરમિયાન પંડિતજી મૃદુલાબહેનને ચાંદનીનું વર્ણન કરવા કહે છે. એ આખો ભાગ લેખિકાના શબ્દોમાં જ મૂકવા જેવો છે.. મેં વૃક્ષ, વેલીઓ, પુષ્પો અને સરિતાના જળમાં પડતા ચંદ્રના પ્રકાશ, પ્રતિબિંબવલયોનું થોડું વર્ણન કર્યું. પછી પંડિતજીએ પોતે નાનપણમાં માણેલી ચાંદનીનું વર્ણન કર્યું તે શબ્દો મારી પાસે રહ્યા નથી પણ તે પછી તેમણે જે વર્ણન કર્યું તેની એક ઘેરી છાપ મારા અંતરમાં છે. કેટલી યોગ્ય રીતે વ્યક્ત થશે તેની મને ખબર નથી. કહે : પ્રકાશ કરતાં અંધકાર, ગાઢ અંધકારનો અનુભવ મેં કોઈએ ન કર્યો હોય તેવો તીવ્રપણે કર્યો છે. સોળ વર્ષની વયે જ્યારે આંખો ખોઈ ત્યારે આંખોનું તેજ ગયું તેટલું જ નહીં. સમસ્ત જીવન જીવવાની બધી આશા-આકાંક્ષાઓ ફરતો ગાઢ અંધકાર વીંટળાઈ વળ્યો હતો. પ્રગાઢ અંધકાર, જ્યાં પ્રકાશની આછી રેખા ન હતી, આશાની ઝાંય સરખી નહોતી ' અને અંધકારના ડુંગરનો, ચોસલે ચોસલાનો એવો ભાર હતો કે ડોક ઊંચી ન થઈ શકે. ઊંડા અંધારા કૂવામાં મને કોઈએ ધકેલી દઈ ત્યારે જીવનના એકેએક વાર બંધ કરી દીધાં હતાં. આ અહંકારનો ખડક સમો ભાર ભેદીને
Page #293
--------------------------------------------------------------------------
________________ 272 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ લાગતી હતી. પ્રત્યક્ષ અંધકાર કરતાં પણ નિરાશાનો અંધકાર અતિ દુર્ભેદ્ય હોય છે. મારા મનની ત્યારે એ સ્થિતિ હતી. કોઈ આધાર નહીં. કોઈ ઓથાર નહીં. હૈયું હળવું કરવા કોઈ પગથી નહીં. મિત્રો હોય પણ જેને નિ:સહાયતાનો અનુભવ નથી તે સહાનુભૂતિ છતાં આપણી સ્થિતિ પૂર્ણપણે સમજી જ ન શકે. એટલે તમે એકલા, અટૂલા નિ:સહાયપણે અંધકારના એ કળણમાં ખૂંપી જાઓ તેવી દશા થાય. આજે તો ઘણી શોધો, સુવિધાઓ થઈ છે. પણ તે સમય, તે સમાજ અને તે પરિસ્થિતિ!! મૃદુલા, જીવનનો તે અંધકાર શબ્દમાં મુકાય તેવો નથી.' તેમના સદા પ્રસન્ન ચહેરા પર વિષાદ છવાઈ ગયો હતો. શબ્દ શબ્દ અસહ્ય વેદના નીતરી રહી હતી. તેઓ બોલતા ગયા અને મારી આંખોમાંથી આંસુ નીતરતાં રહ્યાં. જરા પણ અવાજ ન થાય, શ્વાસ પણ જોરથી ન લેવાય તેની મેં ખૂબ તકેદારી રાખેલી પણ પ્રજ્ઞાચક્ષુ પામી ગયા. એકાએક થોભીને કહે, “અરે તું રડે છે? આ તો ચાંદનીની મજા બગડી ગઈ! હું તો વર્ણનમાં તલ્લીન થઈ ગયો. પણ સાંભળી-રડવા જેવું તેમાં હવે શું છે? ઘોર અંધકારનો અનુભવ કર્યો તો એવા જ દેદીપ્યમાન પ્રકાશનો પણ અનુભવ કર્યો છે. ગાઢ અંધકારના અસહ્ય ભાર અને ઘોર નિરાશામાં એક પ્રકાશકિરણ ઝળક્યું-પુરુષાર્થનું એ પગલું દેખાયું-આંચકો મારીને માથું ઊંચું કર્યું અને નિરાશાનો ખડક ગબડી પડયો. ધીમે ધીમે પગ માંડતાં, ટેકો મેળવવાની મથામણ કરતાં કરતાં એક સાંકળ હાથ આવી અને તે ઠેકીને એ ઊંડા કળણમાંથી બહાર આવ્યો તો જે ભવ્ય દેદીપ્યમાન અને ઉજજવળ પ્રકાશ મને મળ્યો તેવો બહુ વિરલ આત્માઓને મળ્યો હશે. જીવનને આ કિનારે તો પ્રકાશ અને આનંદરસ છે પછી પ્રારંભમાં અંધકાર હતો તેનું કંઈ દુ:ખ થોડું જ હોય! ચાલ, હવે ખુશ ને? એક સરસ ભજન ગા, પછી આપણે જઈએ.” કહી તેમણે વાત સમેટી લીધી. બીજે દિવસે સવારમાં ફરતાં ફરતાં કહે : “ઈશ્વર એક હાથે લઈ લે તો બે હાથે આપે એવો મારો જીવનનો અનુભવ છે. ઈશ્વરના ઔદાર્યને કદી સીમા નથી તે વાત તું જીવનમાં કદી ભૂલતી નહીં. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ આધારનો કોઈક ખૂટો તેણે આપણે માટે રાખ્યો જ હશે તેવી શ્રદ્ધા ગુમાવવી નહિ. પુરુષાર્થ કરવાનું આપણે ભાગે હોય છે. પુરુષાર્થ ન કરીએ તો ઈશ્વરી ખૂટો હાથ નહીં આવે.” માનવીય પુરુષાર્થનું અપૂર્વ દષ્ટાંત હેલન કેલરે પૂરું પાડેલું. અપંગતાને
Page #294
--------------------------------------------------------------------------
________________ પંડિત સુખલાલજી 273 નામશેષ કરી દઈ સમગ્ર માનવજાતિ માટે પ્રેરક નીવડે એવો અનન્ય વિકાસ સાબો પંડિત સુખલાલજીએ. સોળ વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયાં હોત પણ મોકૂફ રહ્યાં ને બીજા વર્ષે ઉનાળામાં માતા નીકળ્યાં ને આંખો ગઈ. વહેમો અને અંધશ્રદ્ધાઓને ઓળખી મુક્ત થતા ગયા. કાશીની યશોવિજ્ય જૈન પાઠશાળામાં અભ્યાસ માટે ગયા. ન્યાય, કાવ્ય, વ્યાકરણના વિશેષજ્ઞો પાસે સ્વાધ્યાયની તક મળી. સંસ્કૃત-પ્રાકૃતમાં ભાષા કરતા થયા. અલંકાર શીખવા લાગ્યા. ત્યારે જેટલું શીખતા એ બધું કંઠસ્થ કરીને પરંતુ વેદપાઠી બ્રાહ્મણની રીતે માત્ર શબ્દપાઠ આગળ એ અટકતા નહીં. ચિંતન કરતા. શીખેલ પાઠમાંથી પ્રશ્નો ઉદભવતા. - અધ્યાપક તિવારી સમાધાન કરતા. ચિંતનનું પ્રમાણ વધ્યું. ઊંડા ઊતરતા ગયા. પંડિતજીએ શિક્ષણના ભાગરૂપે પ્રવાસો કર્યા. સમેતશિખર, પાલીતાણા, આબુ, મિથિલા વગેરે સ્થળોની યાત્રાથી પોતે રમ્ય પ્રદેશો અને સરળ સ્વભાવી જનપદોને જાતે સ્પર્યાનો આનંદ પામેલા. બનારસમાં અધ્યાપન કર્યું. અમદાવાદ આશ્રમમાં રહ્યા તે દરમિયાન કામ માગ્યું ને ગાંધીજીએ એમની સાથે દળવા બેસાડ્યા. અનુયાયીઓએ ઊભાં કરેલાં આવરણ ભેદીને એ ગાંધીજીને જોતા રહ્યા છે. એ માટે એક દાખલો પૂરતો છે. પંડિતજી જૈન સાધુઓને ભણાવતા. એક બહેન ત્યાં ભણવા આવ્યાં. મહારાજજીઓએ વિરોધ કર્યો. પંડિતજી બહેનને ઘેર ભણાવવા જવા લાગ્યા. એનો પણ વિરોધ થયો ત્યારે એમાણે કહી દીધું : “જો કોઈ ઢેઢ, ભંગી કે બહેન ભાગવા આવશે અને વધારે વખતની જરૂર હશે તો હું સાધુઓને ભાગાવવાનું છોડી દઈને પણ તેમને ભણાવીશ”. ગાંધીજીને એમણે કરુણા અને પ્રજ્ઞાની મૂર્તિ કહ્યા હતા એમાં તે પણ સૂચવાઈ જાય છે કે પોતે ગાંધીજી પાસેથી શું શીખવા ઈચ્છતા હતા. જૈનધર્મનું તત્ત્વ ઈન્દ્રિયોને અને મનોવૃત્તિઓને જીતવામાં છે અને બ્રાહ્મણધર્મનું તત્ત્વ વિશ્વની વિશાળતા આત્મામાં ઉતારવામાં છે એવું પામી ચૂકેલા પંડિતજીની ઉંમર ત્યારે પાંત્રીસેક વર્ષની હશે. ૧૯૧૫ની વાત છે. બનારસનું ચોમાસું ને એમને ભારે તાવ આવ્યો. માથું ફાટી જાય. પંડિતજી લગભગ તરફડે એવી દશા. શ્રાવકો આવે, ખબર પૂછતા બેસે ત્યાં મુનિ " પુણ્યવિજયજીના ગુરુ કાન્તિવિજયજી પધાર્યા. એ વૃદ્ધ મુનિ પંડિતજીનું માથું દબાવવા લાગ્યા. શ્રાવકો દોડી આવ્યા. હાહાકાર થઈ ગયો. જૈન સાધુઓ
Page #295
--------------------------------------------------------------------------
________________ 274 અમૃત મહોત્સવ સ્મૃતિ પ્રાંત નિયમ મુજબ ગૃહસ્થની સેવા ન કરી શકે. પરંતુ કાંતિવિજયજી પાસે કારણ હતું. અમે સાધુઓ એમની પાસે જાણીએ છીએ. અમે તો એમની પાસે એકડા વિનાનાં મીડાં જેવા છીએ. તેમની સેવા કરવી એ અમારો ધર્મ પંડિતજી ત્યાગી હતા પણ પોતાના શિષ્યો પ્રત્યેનું એમનું વાત્સલ્ય ધાર્મિક આચારની નકારાત્મક મર્યાદાઓ ઉલ્લંઘતું. એ માટે પણ એ ચોક્કસ સમજથી પ્રેરાતા. જ્ઞાનયોગ, કર્મયોગ કે ભક્તિયોગ કોઈ યોગસાધનાની શરતરૂપે એ અપરિણીત જીવનને ગણાવતા નહીં. એમને મન સાચી શરત હતી સંયમ. મોટા ભાગના માણસો માટે લગ્નજીવન સ્વસ્થ ઉત્કર્ષનું સાધન છે. કૃત્રિમ રીતે કડક નિયમોથી ઊભો કરેલો સાધુ-સમાજ વિકૃતિઓ વધારે. એમણે મૃદુલાબહેનને કહેલું કે સ્ત્રીઓના સહવાસ વગરના બધા લોકો અર્ધદગ્ધ બુદ્ધ નીકળ્યા છે અને પુરુષના યોગ્ય સહવાસ વગરની બધી સ્ત્રીઓ વેવલી નીકળી છે. બહેનોને ભણાવવાનો પંડિતજીનો અનુભવ સારો હતો. કહેતા: આટલું સરળ અમારે લખવું હોય તો ઘણો વિચાર કરવો પડે. બહેનો કપડામાં ભલે ઠસ્સો કરે, તેમના લખાણમાં કૃત્રિમતા આવતી નથી. પંડિતજીની પ્રસન્નતાનો અનુભવ તો મને પણ છે. વાતને પ્રાસાદિક બનાવવા એમણે રમૂજી થવાની જરૂર ન હતી. એમના મુખે કહેવાયેલું સત્ય પોતાના જ બળે સીધું સામી વ્યકિતને સ્પર્શ કરતું. એમનું એક વાક્ય મને યાદ રહી ગયું છે. “અકર્મણ્યતા અને અસ્પૃશ્યતા એ આ દેશના મહારોગ છે.” આજે આટલા વરસ પછી પણ, સ્વતંત્ર ભારતના સમાજ વિશે વાત કરવાની આવશે તો મને પંડિતજીનું એ વાક્ય યાદ આવ્યા વિના રહેશે નહીં. આપણા ઉચ્ચ શિક્ષણની એક અપંગતા તરફ પંડિતજીએ ધ્યાન ખેંચેલું. 'જેમ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન શીખનાર એની મૂળ ગ્રીક, જર્મન, ફેંચ આદિ ભાષાઓને જાગ્યા સિવાય જ તેના અંગ્રેજી અનુવાદો કે સારો દ્વારા શીખે છે તેમ ભારતીય તત્ત્વજ્ઞાન વિશે બન્યું છે.' એમણે કહેલું કે ભારતીય અભ્યાસીઓએ મૂળ ગ્રંથોને પામી શકાય એટલું સંસ્કૃત શીખવું જોઈએ. સામાન્ય અભ્યાસી અનુવાદથી ચલાવી શકે પણ નિષ્ણાત થવા ઈચ્છનારે તો મૂલપર્વતગામી સર્જાતા વધારવી જોઈએ. એમ થતાં અભિવ્યક્તિના કે ભાષા-પરિભાષાના પ્રશ્નો નહીં નડે ને સૂત્રાત્મક લાઘવ અને પારદર્શી નિરૂપણ શક્ય બનશે. પંડિતજીને આદર્શ માનવાની યોગ્યતા કેળવાશે.
Page #296
--------------------------------------------------------------------------
________________ પંડિત સુખલાલજી 275 " શબ્દવેધી બાણ ચલાવનાર નિશાનબાજો પૃથ્વીરાજ ચૌહાણ સુધી હતા. પંડિતજીને અવાજ પરથી દિશાનો ખ્યાલ આવી જતો એટલું જ નહીં, અવાજ પરથી વક્તાના વ્યકિતત્વનો અંદાજ પણ આવી જતો. શબ્દ અને અર્થ એ વાણીનાં સંગૃક્ત ઘટકો ગણાયાં છે. અર્થની મદદ પછી તો સહુ સમજે. પંડિતજી શબ્દ દ્વારા પણ એના ઉદ્ગાતાને પામી જતા. એમની આ શક્તિ પણ આશ્ચર્યચક્તિ કરે એવી હતી. પણ એમને પૂછ્યું હોત તો કહેત: એકાગ્ર સજગતા, બીજું શું? પંડિતજીએ પ્રવાસવર્ણન પણ કર્યું છે. શ્રી દલસુખ માલવણિયાએ નોંધ્યું છે કે તેઓ હરતાફરતા હોય ત્યારે આસપાસની ઝીણી ઝીણી વિગતો સહચર પાસેથી જાણી લેવાનો પ્રયત્ન કરે. તેથી તેમના વર્ણનમાં તાદશ જોયાનો ભાવ સહજ રીતે આવી જાય. વાચકને ખ્યાલ પણ ન આવે કે આ વર્ણનો એક અંધ વ્યક્તિએ કરેલાં છે. દલસુખભાઈએ લખેલા 'પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીમાં આજના સંદર્ભમાં કેટલાંક સમાધાનો પ્રતીતિકર રીતે મૂકી આપ્યાં છે. ધર્મનું નામ સૂગ ઉપજાવનારું થઈ પડ્યું છે અને તત્ત્વજ્ઞાન ને નકામી કલ્પનાઓમાં ખપવા લાગ્યું છે. એના કારણમાં પંડિતજીને લાગ્યું છે કે ધર્મનું કલેવર જડતાપોષક થઈ ગયું છે. એવો ધર્મ છોડવો જ રહ્યો પણ સંસ્કૃતિ વિના માનવતા કે રાષ્ટ્રીયતા નથી સરજાતી કે નથી ટકતી. પંડિતજી માનતા કે જવાબદારીનું ભાન એ જીવનના સમગ્ર વિકાસની ચાવી છે. જીવનશક્તિનો યથાર્થ અનુભવ કરાવતી જવાબદારી સતત વેગવાળી નદીના પ્રવાહની જેમ રોકી શકાતી નથી. ચેતના એ એક એવી સ્થિર ને પ્રકાશમાન શક્તિ છે કે જે દૈહિક, માનસિક ને એન્દ્રિય આદિ સર્વકાર્યોનું થોડું ઘણું ધ્યાન રાખે જ છે. આપણે ક્યારેય ચેતનાશૂન્ય થઈ શકતા નથી. જીવનશક્તિના ત્રણ અંશ છે - ચેતના, સંકલ્પ અને વીર્ય. આ જીવનશક્તિનો અનુભવ થાય તો જીવનદષ્ટિ બદલાય અને જીવનના વિકાસને માર્ગ મળી જાય. તો આ જીવન શું છે? ‘જીવન સમુદ્ર જેવું અગાધ છે અને આકાશ જેવું અનંત છે. સમુદ્રને સપાટી છે, જીવનને પણ સપાટી છે. સપાટી ઉપર નાનાંમોટાં રંગબેરંગી હારબંધ અને હાર વિનાનાં આડાંઅવળાં અનેક મોજાંઓ ઊઠે છે, આગળ વધે છે, પાછાં વળે છે, અંદરોઅંદર અથડાય છે. એ અથડામણોમાંથી
Page #297
--------------------------------------------------------------------------
________________ 276 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ વળી નવાં તોફાની મોજાં ઊઠે છે અને છેવટે તે કિનારે પહોંચ્યા પહેલાં વચ્ચે અથવા તો કિનારે પહોંચીને પણ વિલીન થઈ જાય છે. સપાટી ઉપરનું આ તરંગનૃત્ય એક પળ પણ થંભ્યા વિના રાત અને દિવસ સતત ચાલ્યા કરે છે. જ્યાં દેખો ત્યાં સૂક્ષ્મ-સ્થૂલ કીટપતંગોની, વિવિધ પશુપક્ષીઓની અને માનવજાતિની સર્જન- સંહારલીલા જોવા મળે છે. ‘સપાટી ઉપરના ખેલ કરતાં ઊંડાણનો ખેલ જેમ સમુદ્રમાં કાંઈક જુદા જ પ્રકારનો હોય છે, જેમ જેમ તળ તરફ ઊંડા જઈએ તેમ તેમ પાણી એકવિધ જ હોવા છતાં એના વહનપ્રતિવહનના પરિવર્તનોમાં ફેર પડતો જ જાય છે, તેમ સપાટી ઉપરના જીવનને સ્પર્શતા જીવનસૃષ્ટિમાંના દેહગત વૈવિધ્ય કરતાં એ જીવનનાં ઊંડાણમાં રહેલ મનોગત અને વાસનાગત વહેણનું વૈવિધ્ય બહુ જ જુદા પ્રકારનું અને જટિલ હોય છે. એમ તો સમુદ્ર અગાધ-તલસ્પર્શ વિનાનો કહેવાય છે. પણ માનવબુદ્ધિની છેલ્લી શોધોએ એનું તળિયું માપ્યું છે, તેમ છતાં આજ સુધીની કોઈ માનવશોધે જીવનના તળનો લેશ પણ સ્પર્શ કર્યો નથી. તેથી જીવન ખરા અર્થમાં જ અગાધ છે. આકાશપ્રદેશમાં ગમે ત્યાં જઈને ઊભા રહી, ગમે તેટલે દૂર જાઓ, છતાં ત્યાંનું ક્ષિતિજ નવું વિસ્તર્યું જ જવાનું. જીવનની બાબતમાં પણ એમ જ છે. કોઈ પણ કક્ષાએ જઈને જીવનનો વિચાર કરી એને વિષે કલ્પનાઓ સર્જે પણ એ વિચારો અને કલ્પનાઓ સાવ અધૂરાં લાગવાનાં. જીવનના પૂર્ણ અને યથાવત્ સ્વરૂપને તે વિચારો કે કલ્પનાઓ પકડી શકવાનાં જ નહિ. એ એની પૂરી પકડથી પહેલાંના જેટલું જ વેગળું અને અલિપ્ત રહેવાનું. તેથી જ ખરા અર્થમાં જીવન અનંત છે, અમાપ છે, અગ્રાહ્ય છે, અશેય છે. આમ છતાં માનવ એ જીવનતત્ત્વની શોધમાં લાગેલો છે અને એ શોધના જે પડાવો છે તે જ તે ધર્મના વિવિધ માર્ગો છે. આને લીધે ભારતીય આધ્યાત્મિક ચિંતનની દીર્ધ યાત્રામાં અનેક માર્ગોનાં જુદાં જુદાં પ્રસ્થાન તેમ જ નાનાવિધ વિષયોનાં જુદાં જુદાં નિરૂપણો જોવા મળે છે. એક રીતે એમ કહી શકાય કે જેટલું ભારતીય કે વિશ્વવાય ઉપલબ્ધ છે તે બધું એકંદરે આ શોધનો જ પ્રત્યક્ષ પુરાવો છે'. પંડિતજી આટલા સર્વગ્રાહી અને વૈશ્વિક થઈ શક્યા એના પાયામાં બે વસ્તુ લાગે છે : (1) અનેકાન્તવાદના જૈન-સિદ્ધાંતની પાકી સમજ અને (2) યુગાવતાર ગાંધીજીના જીવનરહસ્યનો આંતરઅનુભવ. એમની સહિષ્ણુતા અને સાદગીમાં આ બંને વસ્તુ મૂર્ત થયેલી જોવા મળતી. આમ, જ્ઞાનના
Page #298
--------------------------------------------------------------------------
________________ પંડિત સુખલાલજી 277 સાધક માટે સંતનું જીવન સહજ બન્યું. ગુરુ નાનકે કહેલું કે સત્ય શ્રેષ્ઠ છે પરંતુ સત્યનું આચરણ શ્રેષ્ઠતર છે. આ આચરણ કરતાં કરતાં એમણે ક્યારેક એવી વાત કહેવાની પણ આવતી કે જે જૈન વિદ્વાનોને પણ કઠતી. પંડિતજી સંપ્રદાયની શિસ્તમાં સમાય એવા નાના રહ્યા જ ન હતા. એ બ્રહ્મ” અને “સમ'ના ઉપાસક એક સાથે હતા. એમણે ૧૯૫૯માં સાહિત્ય પરિષદના તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકે આ વિશે જ વ્યાખ્યાન આપ્યું હતું. એ માનતા કે બુદ્ધિનો મૂળગત સ્વભાવ સત્યને સ્પર્શવાનો છે. હું એક સચેતન તત્ત્વ છું અને બીજા પ્રાણીવર્ગમાં પણ એવી જ ચેતના છે. “સમની દષ્ટિ આ સ્વીકારે છે. બાહ્ય પ્રકૃતિ એ બુદ્ધિનું બીજું પ્રભવસ્થાન છે. એમાંથી કવિત્વમય ચિંતન લાધે છે. પ્રકૃતિના દશ્યમાન રૂપો પાછળ પરમગૂઢ તત્વ હોય પણ એ રૂપોને સંબોધીને થતી પ્રાર્થનાઓ બ્રહ્મરૂપે ઓળખાઈ. એમાંથી ફલિત થયું કે અખિલ વિશ્વના મૂળમાં એક સત’ કે ‘બ્રહ્મ' તત્ત્વ છે. તે જ દેહધારી જીવનવ્યક્તિમાં પણ છે. પંડિતજી મોટામાં મોટા વિચારને, ગૂઢતમ તત્વને વિશદતાથી સૂત્રાત્મક રીતે રજૂ કરી શકતા. અંગ્રેજી તો એ પાછળથી શીખ્યા. તેમની તાલીમ મૂળ સંસ્કૃત ગ્રંથોની. પણ સ્વાધ્યાય કેવો સતત અને ચિંતનગર્ભ વાંચેલું કંઠસ્થ થાય ને કંઠસ્થ થયેલું ચિન્તન દ્વારા વિશદ થાય, એમના પોતાના વિચારરૂપે પ્રકાશિત થાય. સો વરસ પૂરાં થવામાં વાર ન હતી ત્યાં એમણે વિદાય લીધી. પણ એકેએક ક્ષેત્રના વડીલો સ્મશાનમાં હાજર હતા અને એમના સહુનાં. મોં પર અનાથ બની ગયાનો એક આછો છૂપો ભાવ હતો. અઠવાડિયા પછી ભાષાભવનમાં એમને વિશે બોલતાં બોલતાં દર્શનનાં વિદષી પ્રો. એસ્તર સોલોમન રડી પડ્યાં ને બેસી ગયાં. પંડિતજી જતાં જાણે કે સામેથી એક શિખર અદશ્ય થઈ ગયું અને એના અંતસ્તલમાંથી વહેતું ઝરણું જુદી જુદી આંખોમાં ઠરી વળી પાછું વહી ગયું.
Page #299
--------------------------------------------------------------------------
________________ 278 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 36, ચાબુક અને લગામ - જયેન્દ્ર ત્રિવેદી યૌવન એટલે શક્તિ અને સ્કૂર્તિ! મેઘાણીભાઈએ બે પંક્તિઓમાં જ એનો સાર આપી દીધો છે. “ઘરમાં ઘોડા થનગને અને આતમ વીંઝે પાંખ, આણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ!” પણ ભારતનું યૌવન જ્ઞાન-વિજ્ઞાનના ઉપાસનાના ક્ષેત્રે કે રમતગમતના ક્ષેત્રે નામ કાઢી શકતું નથી તો અણદીઠેલી ભોમની તો વાત જ શું કરવી? લાઠીના ઘા કે છાતી પર ગોળીના ઘા ઝીલતું હતું તેને ક્યાં લૂણો લાગી ગયો છે? આપણા યુવકો પરદેશમાં જઈ વિવિધ ક્ષેત્રે કાઠું કાઢે છે પણ સ્વદેશમાં આળસુ અને એદી બનીને જ અકાળે વૃદ્ધ થઈ જાય છે એનું કારણ શું? જે લોકો શાળા-કૉલેજો અને છાત્રાલયો ચલાવે છે તેમણે આ બાબતમાં સહચિંતન કરવું જરૂરી છે. આપણી કેળવણીને આપણા વેપાર-ઉદ્યોગ, આપણી રાજનીતિ, આપણી ગરીબ પ્રજાના રોટી-કપડાં-મકાનના પ્રશ્નો સાથે સ્નાનસૂતકનો ય સંબંધ છે? કૃષિ અને વેપાર-ઉદ્યોગ વિકસે તો જ પ્રજા રોટી-કપડાં-મકાનની આશા રાખી શકે. સ્વતંત્રતા પછી દેશના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને કેળવણીનું માળખું ગોઠવાયું જ નહીં. ચિંતન ઘણું થયું પણ એનો અમલ કરનાર દીર્ધદષ્ટિવાળા નેતાઓના અભાવે એ અભરાઈએ ધૂળ ખાતું રહ્યું. યૌવનને નવી નવી ક્ષિતિજો દેખાડનાર નેતૃત્વ રાષ્ટ્રને સાંપડયું જ નહીં. બ્રિટન પાસેથી કેળવણીનું માળખું આપણે લીધું. બ્રિટન એમાં જરૂરિયાત પ્રમાણે પરિર્વતન
Page #300
--------------------------------------------------------------------------
________________ સબુક અને લગામ 279 કરતું રહ્યું પણ આપણે તો સ્થિરતાના જ પૂજારી. પરિવર્તનનો નિયમ આપણને સમજાયો જ નહીં. બ્રિટનની યુનિવર્સિટીઓ લોકાભિમુખ બનતી ગઈ અને આપણી યુનિવર્સિટીઓ લોકોથી દૂર ચંદનમહેલ જેવી બનતી ગઈ. ઈંગ્લેન્ડની મિડલસેક્સ યુનિવર્સિટીએ હમણાં ગાર્ડનિંગ” અંગે ડીગ્રી કૉર્સ શરુ કર્યો. કેસલ યુનિવર્સિટીએ ઘાસના બીડની સાચવણીનો પ્રશ્ન ઉકેલી આપ્યો. નદી સરોવરના પાણીમાં કારખાનાંઓ દ્વારા ભળી જતા તેજાબનું નિયમન કરવાનો પ્રોજેક્ટ શેફીલ્ડ યુનિવર્સિટીએ પૂરો કર્યો. રેડીંગ યુનિવર્સિટીએ રાષ્ટ્રના ધોરી માર્ગોની બન્ને બાજુએ કુલઝાડ ઉગાડવાનો પ્રોજેક્ટ હાથ ધરેલો. ફેકટરીઓએ ઠાલવેલા કચરાને પરિણામે સ્કોટલેન્ડની કેરન નદીમાંની સાલ્મન માછલીઓ મરવા માંડી. તરતજ સ્ટર્લિંગ યુનિવર્સિટીએ નદીને સાફ કરી સાલ્મન માછલીઓને જીવનદાન આપ્યું. આઈલ ઓવ મેનને કાંઠે દરિયાઈ ખોરાક ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ લીવરપુલ યુનિવર્સિટીએ પાર પાડ્યો. બર્મિંગહામ યુનિવર્સિટીએ શહેરના મકાનોની હાલતનો અભ્યાસ કરી કેવી જાતના રિપેરિંગની જરૂર છે તેનાં સૂચનો કાઉન્સિલને આપ્યાં. માન્ચેસ્ટર યુનિવર્સિટીએ વરસાદમાં બરફકણોના પ્રમાણની આગાહી માટેનું યંત્ર વિકસાવી આપ્યું. આ યાદી વિસ્તૃત છે. આ તો માત્ર બ્રિટનની વાત થઈ. દરેક વિકસિત દેશની યુનિવર્સિટીઓ આ કામ કરે છે ત્યારે આપણા દેશની યુનિવર્સિટીઓ શું કરે છે? વિદ્યાર્થીઓના થનગનાટ અને જિજ્ઞાસા વૃત્તિને ચાબુક મારીને ગતિશીલ બનાવનારા પ્રાધ્યાપકો છે કોઈ યુનિવર્સિટીમાં? આમ કરાય ને તેમ ન કરાય ના વિધિનિષેધોની લગામ પકડીને બેઠેલા પ્રાધ્યાપકોનાં વ્યાખ્યાનો સાંભળવા યુવક-યુવતીઓને | ટેકનિકલ જ્ઞાનના વિકાસ વગર કૃષિ અને ઉદ્યોગો વિકસી ન શકે. ગુજરાતનું સ્થાન ઉદ્યોગના ક્ષેત્રે બીજા નંબરે છે પણ ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનું સ્થાન પ્રથમ સ્થાન ધરાવતા ચંડીગઢ કરતાં સુડતાલીસ આંક પાછળ છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જ નહીં, આસામ જેવું પછાત ગણાતું રાજ્ય પણ આ બાબતમાં ગુજરાત કરતાં ઘણું આગળ છે. ભારતના માન્ચેસ્ટર ગણાતાં અમદાવાદનો મિલ-ઉદ્યોગ કેમ ભાંગી પડ્યો? શેઠિયાઓ સમયની સાથે ન રહ્યા. ગઈ સદીઓની સંચાલન-પદ્ધતિ આ સદીમાં કામ ન લાગે તે તેમને સમજાયું જ નહીં. મૅનેજમેન્ટ પણ એક તાલીમ છે. એનું શિક્ષણ બહુ જરૂરી છે એ એમને ગળે ઊતર્યું ત્યારે નુકસાન થઈ ચૂક્યું હતું. તેઓ તો મિલની જમીન અને જૂની મશીનરી
Page #301
--------------------------------------------------------------------------
________________ 280. અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ વેચીને રોકડા કરી લેવામાં પડયા હતા. પરિણામે મિલો બંધ પડી. કારીગરો બેકાર બન્યા. બીજા દેશમાં યુનિવર્સિટીઓ આ ઘટનાનો અભ્યાસ કરીને રસ્તો દેખાડે. આપણા દેશમાં આ પ્રશ્ન યુનિવર્સિટીને સોંપાય તેવો વિચાર કોઈને આવે જ નહીં કારણ ખુદ યુનિવર્સિટીઓને ખબર નથી કે આવા પ્રશ્નો તો તેમણે ઉકેલવા જોઈએ. શિક્ષણનું માળખું સમયની માગ પ્રમાણે બદલાયું જ નહીં. આઝાદી પછી કેળવણીની દિશા બદલાણી હોત તો આપણું યૌવનધન પરદેશ ઢસડાઈ ન જાત. બ્રિટન-અમેરિકા સાથેના સંબંધો આપણે ઓછા કર્યા અને રશિયા તરફ આપણે ઢળ્યા. સમાજવાદનો પવન નેતાઓના મનમાં એવો ભરાયો કે બીજું કશું તેમને સૂઝયું જ નહીં. સમાજવાદનો વિચાર ખોટો નથી પણ તો તે પ્રમાણે કેળવણીનું માળખું બદલાવવું જોઈએ, એ ન થયું અને દેશ ઠાલાં સૂત્રોના સમાજવાદમાં સપડાઈ ગયો. રાજકારણીઓ અને નોકરશાહીએ મળીને દેશને સૂત્રોના ઘેનમાં સુવાડીને ખિસ્સા ભરવાનું શરુ કર્યું. રશિયા એની ભૂલોને કારણે તૂટયું અને આપણે પણ નહીં ચેતીએ તો તૂટી જઈશું. રાષ્ટ્રના ટુકડાઓ થઈ જશે. દેશનું યૌવન અરાજકતાના માર્ગે પગલાં માંડી જ ચૂક્યું છે. લગામ ખેંચીને એને પાછું વાળવાનો કોઈ પ્રયત્ન થતો નથી. - બ્રિટનના વેપારમાં ગુજરાતીઓનો ફાળો વધતો ચાલ્યો છે. બ્રિટને બસ્સો વર્ષમાં ભારતમાંથી જેટલું ધન લૂંટયું એનાથી અનેકગણું બ્રિટનના ભારતવાસીઓ પાછું મેળવી શકે તેમ છે પણ એમની વેપારી કુનેહને યુનિવર્સિટીઓએ વિકસાવી નથી. એ તો એમની પોતાની આવડત છે. આઝાદી પછી પહેલીવાર આપણે પ્રજાસત્તાક દિવસે બ્રિટનના વડાપ્રધાનને અતિથિ બનાવ્યા. હવે આપણી યુનિવર્સિટીઓએ બ્રિટનની યુનિવર્સિટીઓના વિદ્યાધરોને નિમંત્રાગવા જોઈએ અને પોતાનો કાયાકલ્પ કરવા માટેના સૂચનો માગવાં જોઈએ. પણ આપણી યુનિવર્સિટીઓ સાવ નજીવા પ્રશ્નોમાં કીમતી સમય વેડફી રહી છે. આપણી યુનિવર્સિટીઓની સેનેટ અને સિન્ડીકેટની કાર્યવાહીનો કોઈ વિગતે અભ્યાસ બહાર પાડે તો પ્રજાને ખબર પડે કે કેવા સામાન્ય માણસોના હાથમાં લોકશાહીના નામે આપણી વિદ્યાપીઠો જઈ પડી છે? આ વિદ્યાપીઠો આપણા યૌવનને પ્રોત્સાહિત કરી શકે તેમ છે જ નહીં. બુદ્ધ અને મહાવીરને માન આપતા આપણા નેતાઓએ આઝાદી પછી તરત જ અપરિગ્રહની ભાવનાના નાશની પ્રવૃત્તિ આદરી. વેપાર-ઉદ્યોગ પર
Page #302
--------------------------------------------------------------------------
________________ 281 ચાબુક અને લગામ [બિનજરૂરી અંકુશો મૂકી ભ્રષ્ટાચારનું જે વાતાવરણ ઊભું કર્યું તેનાં પરિણામો આજની પ્રજા ભોગવે છે. એ વખતે અનીતિનું જે વાવેતર થયું તેનો ચાક હવે વિપુલ માત્રામાં લણાય છે. અનાજના ડૂડાંની સાથે માનવીય મૂલ્યો પણ છડેચોક લણાય છે. મહાવીરના પ્રાતઃસ્મરણીય નામ સાથે જોડાયેલ છાત્રાલયોમાંથી બહાર પડતા છાત્રોએ તેજસ્વી કારકિદી વિકસાવી છે પણ તેમાંના કેટલાને અપરિગ્રહની ભાવના કે સમ્યફ વિચારધારાનું મહત્ત્વ સમજાયું છે? દેશને નીતિનાશના માર્ગે દોરનારાં તત્ત્વોનું બળ એટલું બધું છે કે આપણા યૌવન-ધન પર નીતિની લગામ મૂકવાનું શક્ય રહ્યું જ નથી. યૌવનને અનીતિના રસ્તે ધન કમાવા માટે મળતા પ્રોત્સાહનના ચાબુકો એવા તો જોરથી વીંઝાય છે કે છાત્રાલયોના ગૃહપતિઓનું કશું ચાલતું નથી. અધૂરામાં પૂરું પિતા કે વાલી પણ ક્યાં લગામ શોભે અને ક્યાં ચાબુક શોભે એ પોતાનાં સંતાનોને સમજાવી શકવા અસમજ થયા છે કારણ પોતે પણ ધનને સાધનને બદલે સાધ્ય માનવા લાગ્યા છે. ‘મહાજન” શબ્દ આજે અર્થ ખોઈ બેઠો છે. આપણા ગુજરાતી જવાનો પરદેશમાં અમુક બાબતમાં લગામમાં રહે છે. અમેરિકાનાં નગરોની ટેલીફોન-સૂચિઓમાં ‘શાહ' અને 'પટેલ'ની યાદી ખૂબ લાંબી છે. સાધારણ કક્ષાના આ યુવાનો પરદેશના વાતાવરણમાં અસાધારણ શક્તિ ધરાવતા શી રીતે થઈ જાય છે? એમને પરિશ્રમ કરવાથી પરિણામ મેળવવામાં કોઈ અવરોધક બનતું નથી. કૉલેજમાં ખોટું કે ઓછું ભણાવનાર અધ્યાપક નથી. નોકરી કે ધંધામાં શક્તિ હોય તો કદર કરનાર વાતાવરણ છે. ખોટી સલામતી નથી. ઢીલા પડો કે કચાશ રાખવો તો હડસેલાઈ જવાની આશંકા સતત મહેનત કરવા પ્રેરે છે. તાકાત હોય તો ઉશ્યન માટે આકાશ પણ ઓછું પડે તેમ છે. તાકાત ન હોય તો પાંખ વીંઝવાનો કોઈ અર્થ પણ નથી. ભારતમાં આવા વાતાવરણના આગમનને બહુવાર નથી, નવી આર્થિક નીતિના પગલે પગલે નવું વાતાવરણ આવવાનું જ છે. શરૂઆતમાં ભૂલો થશે, ગોટાળા થશે, કૌભાંડો થશે, પણ પછી બધું ગોઠવાઈ જશે. જબરી માનવશક્તિ આપણી પાસે છે. એંશી કરોડ પેટ છે તો એકસો સાંઈઠ કરોડ હાથ પણ છે. ભારતનું બુદ્ધિધન દુનિયામાં ત્રીજા નંબરનું ગણાય છે. ગુજરાતીઓ ‘સાહસે વસતિ શ્રી :" ના સૂત્રને બરાબર સમજે છે. ધનવાન થવામાં કશું જ ખોટું નથી પરંતુ સાથે કરૂણાવાન પણ થવું ઘટે.
Page #303
--------------------------------------------------------------------------
________________ 282 અમૃત મહોત્સવ સ્મૃતિ છે એટલે એકવીસમી સદીના એંધાણને સમજી જઈએ તો એ પ્રમાણે બધાં માળખાં ગોઠવવા માંડીએ. કયાં ચાબુકની જરૂર છે અને કયાં લગામની એ સમજી લઈએ. ઘર અને વિદ્યાલય વચ્ચે ઘરોબો કેળવીએ. છાત્રાલયો એ ચારિત્ર ઘડતરનો પાયો છે. સૌ એ સમજે છે પણ નવી ઢબે છાત્રાલયોનું સંચાલન કરવા કોઈ તૈયાર નથી. ચાબુક અને લગામની વાત છાત્રાલયમાં જ બરાબર સમજાવી શકાય. છાત્રાલયની સફળતાનો આધાર રસોડાની સફળતા ઉપર છે. માંસાહાર પર સમજણપૂર્વકની લગામ મૂકવામાં મુશ્કેલી ન પડવી જોઈએ. આધુનિક આહારશાસ્ત્રનાં પુસ્તકો છાત્રાલયમાં વસાવી પૌષ્ટિકતા અને સ્વાદિષ્ટતાનો સમન્વય કરી શકાય. સારી ચૂંટેલી ફિલ્મો છાત્રાલયમાં જ બતાવાય તો થિયેટરમાં જવાની છાત્રોની વૃત્તિ ઓછી થાય. સારાં ગીતોની કૅસેટો છાત્રાલયમાં જ સંભળાવાય તો સામાન્ય ફિલ્મી ગીતોના પ્રભાવથી છાત્રોને શક્ય તેટલા બચાવી શકાય. વિદ્વાનોના ઉપદેશાત્મક, બોધાત્મક, પ્રવચનો ઓછાં કરી, બૌદ્ધિકો સાથે છાત્રોના સંવાદો ગોઠવી શકાય. જગતમાં ભારત અને ભારતમાં ગુજરાતીઓનો તુલનાત્મક ખ્યાલ આપી શકાય. આમ ડગલે ને પગલે ચાબુક અને લગામ અંગેનો વિવેક જાળવીને આપણા યૌવનધનને યોગ્ય દિશામાં લાવી શકાય. છાત્રાલયના અમૃત મહોત્સવ પ્રસંગે આવો અમૃતમય સંકલ્પ લેવાય એ જ યોગ્ય ગણાશે. તો જ છાત્રો નવકારમંત્ર પ્રમાણે જીવતાં શીખશે. તો જ ભગવાન મહાવીરનાં સૂત્રો જીવંત બનશે. તો જ સામાયિક કરતી વખતે એકાગ્રતા કેળવાશે અને તો જ સમ્યફદર્શન પ્રાપ્ત થશે અને તો જ યૌવનને આંખ માંડવાની સાચી દિશા પ્રાપ્ત થશે. ***
Page #304
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 283 37. શ્રી મોહનલાલ હ. દેશાઈનું પત્રકારત્વ - કાન્તિભાઈ બી. શાહ જૈન-જૈનેતર સામયિકોની જૂની ફાઈલો ઉથલાવતાં શ્રી મોહનલાલ દ. દેશાઈનાં લખાણો વત્તા-ઓછા પ્રમાણમાં જે-જે સામયિકોમાં મળી આવ્યાં છે તેનાં નામો આ પ્રમાણે છે. “શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ’,* જૈિન યુગ', 'જૈન', 'જૈન ધર્મ પ્રકાશ', 'જૈન પ્રકાશ”, “આત્માનંદ પ્રકાશ', “જન સત્ય પ્રકાશ', 'જૈન રિન્યૂ', ભારતીય વિદ્યા', 'શારદા', 'બુદ્ધિપ્રકાશ', 'બુદ્ધિપ્રભા', “સનાતન જૈન', 'જૈન સાહિત્ય સંશોધક' અને બીજાં કેટલાંક : આ બધાં પત્રો-સામયિકોમાં મોહનલાલ સતત લખતા જ રહ્યા, છેક 1910 આસપાસથી. એ રીતે તો એમનો પત્રકારિત્વ સાથે નાતો બંધાયેલો રહ્યો, પણ એમના જીવનમાં જેમ જેમ સમાજ સંદર્ભે જાહેર સેવાની અને સાહિત્યસર્જનની વિશેષ કામગીરી રહી છે તેમ પત્રકાર તરીકેની સેવા એ પણ એમની જિંદગીનું નોંધપાત્ર પ્રદાન છે. ' 'જૈન ગૂર્જર કવિઓ અને જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” જેવા આકરગ્રંથો દ્વારા મોહનભાઈની એક સંશોધક-સંગ્રાહક-સૂચિકાર તરીકેની વિશિષ્ટ પ્રતિભા ઊપસે છે તેમ જ હેરલ્ડ' અને જન યુગના માનદ્ મંત્રી તરીકે લગભગ બારેક વર્ષ સુધી એમાણે જે સેવા બજાવી તે દ્વારા પત્રકાર તરીકે પણ એમની એક વિશિષ્ટ પ્રતિભા ઊપસે છે. શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સના આશ્રયે હેરલ્ડ'નો આરંભ ૧૯૮૫ના જાન્યુઆરીથી ગુલાબચંદ ઢટ્ટાના તંત્રીપદ નીચે થયેલો. ૧૯૧૨ના એપ્રિલથી મોહનભાઈ હેરલ્ડ'ના માનદ તંત્રી બન્યા. જોકે હેરલ્ડ'ના તંત્રી બન્યા આ લેખમાં હવે પછી બધે આ સામયિકનો ઉલ્લેખ હેરલ્ડ' નામથી કર્યો છે.
Page #305
--------------------------------------------------------------------------
________________ શ્રી મોહનલાલ દ. દેશાઈનું પત્રકારિત્વ પહેલાં જ એમનાં લખાણો હેરલ્ડ'માં પ્રકાશિત થતાં જ રહેતાં હતાં. જેમકે "Shrimad Yashovijayaji' જેવી અંગ્રેજી લેખશ્રેણી ૧૯૧૧ના નવેમ્બરથી હપ્તાવાર શરૂ થઈ હતી. હેરલ્ડ'નું તંત્રીપદ સંભાળતાં વેંત જ મોહનલાલે કેટલાક નવા ફેરફારો અમલી બનાવ્યા. આ ફેરફારોમાં અંગ્રેજી લેખો, પ્રાસંગિક પ્રશ્નો વિશે ફુટ ઉદ્ગાર' મથાળાવાળી તંત્રી નોંધો, પ્રાચીન કાવ્યકૃતિઓનું પ્રકાશન વગેરેનો સમાવેશ થાય છે. “અમારું કર્તવ્ય સમાજની, સાહિત્યની, ધર્મની અને તત્ત્વજ્ઞાનની પ્રગતિ, વિકાસ કેમ થાય અને જૈનેતર સામાન્ય તેમજ વિદ્ધવર્ગ પણ જેનોમાં રહેલી ઉચ્ચ કિંમત પીછાનતો રહે...” અહીં મોહનભાઈનું ચિત્ત પોતાના કર્તવ્યને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં વિચારે છે. સમાજ-સાહિત્ય-ધર્મ-તત્ત્વજ્ઞાનના વિકાસની એમણે જે વાત કરી એમાં અગ્રતાક્રમે ‘સમાજ'ને મૂક્યો છે તે નોંધનીય છે. જેનોમાં રહેલી ઉચ્ચ ભાવના જૈનેતર પીછાણે તે ખાસ લક્ષમાં રાખ્યું છે. હેરલ્ડ’ અને ‘જીનયુગની ફાઈલો જોતાં ડગલે ને પગલે એની પ્રતીતિ મળે છે કે મોહનભાઈનું હૃદય, પોતાનો તાર પત્રકાર તરીકે એક વ્યાપક સમાજ સાથે જોડવા મથે છે. દષ્ટિકોણને-અભિપ્રાયને તેઓ ઉદારતાથી અને ખુલ્લા મનથી હંમેશાં તપાસે છે. હિરલ્ડ'નું તંત્રીપદ સંભાળ્યાના પહેલા જ વર્ષે મોહનભાઈ પત્રકાર તરીકે જે ખાસ સાહસ કરે છે તે એના પર્યુષણ અંકનું પ્રકાશન. આ અંક માટે તેમણે જૈન-જૈનેતર વિદ્વાનો પાસેથી ખાસ આમંત્રણ પાઠવી લેખો મંગાવ્યા, પરિણામે પર્યુષણ અંક દળદાર અને વિદ્વત્તાપૂર્ણ વાચન પૂરું પાડનાર બન્યો. બીજે વર્ષે પણ (હિરલ્ડ’નું ૯મું વર્ષ) મોહનભાઈએ પર્યુષણ અંક માટે લેખકોને જાહેર નિમંત્રણ આપતાં પ્રસ્તુત અંક માટે અને તે પછી પણ સામાન્યત: કેવાં લખાણોની જરૂર છે તેમાં માર્ગદર્શક બને તેવી ર૦૭ વિધ્યોની એક સૂચિત લેખસૂચિ તૈયાર કરીને જુલાઈ ૧૯૧૩ના અંકમાં છપાવી. મોહનભાઈએ આ લેખસૂચિમાં સમાવેલા નીચેના કેટલાક સૂચિત વિષયો જુઓ– 0 શ્રીમદ્ શંકરાચાર્ય અને જેનો 0 'સરસ્વતીચંદ્ર'માં જૈન સંબંધે ઉલ્લેખો 0 સ્વ. મણિલાલ નભુભાઈની જૈન સાહિત્ય પ્રત્યે સેવા
Page #306
--------------------------------------------------------------------------
________________ 285 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 0 શ્રીમદ્ સરકાર ગાયકવાડે જૈન સાહિત્ય માટે કરેલો પ્રયાસ 0 જેનોની વિવાહપદ્ધતિ 0 જેનોએ સ્ત્રીઓમાં જ્ઞાનપ્રસાર માટે શું કરવું જોઈએ 0 સ્ત્રીઓ માટે કસરતો ૨૦૭માંથી અહીં રજૂ કરેલા સાત જ વિષયો પરથી મોહનભાઈ કેવા વ્યાપમાં વિચારે છે તે જોઈ શકાશે. ‘હેરલ્ડ'ના દશમા વર્ષે પર્યુષણ પર્વ નિમિત્તે મોહનભાઈએ ખાસ “મહાવીર અંક કાઢવાની યોજના બનાવી. ત્યારે પણ એમણે મહાવીર-જીવનકવન સંબંધી 35 વિષયો સૂચવ્યા અને પર્યુષણ અને દિવાળી એમ બે પર્વો નિમિત્તે મહાવીર વિશે બે ખાસ અંકોનું પ્રકાશન કર્યું. આવા ખાસ અંકો પ્રગટ કરવામાં જ મોહનભાઈ તંત્રી તરીકે પોતાની ઈતિકર્તવ્યતા માનતા નથી. એક યોગ્ય વાચકો સુધી પહોંચીને યોગ્ય રીતે વંચાય એની પણ તેઓ ચિંતા કરે છે. તેઓ લખે છે : “અનેક વિદ્વાનોએ લીધેલા શ્રમની ખરી સફળતા તો ત્યારે જ થઈ શકે કે જ્યારે દરેક સ્થળે બિરાજતા અમારા મુનિવર્યો આ ખાસ અંકના લેખો પોતાના ગામના શ્રાવકોને વાંચી સંભળાવે અને એમાંના અતિ અગત્યના મુદ્દાઓ ઉપર વિવેચન કરી ભાવિક ભક્તોનું તે તરફ ખાસ લક્ષ ખેચે. ઉદારચિત્ત વિચારોનું વાતાવરણ કારણ કે વિચારમાંથી આચાર-ક્રિયા-કાર્ય સહજ ઉદ્દભવે છે.” | મોહનભાઈએ તંત્રી તરીકે બીજી એક ખાસ પ્રણાલી એ પાડેલી કે હિરલના પ્રત્યેક નવા વર્ષના પ્રથમ અંકમાં, પૂરા થતા વર્ષના અંકોમાં આવેલા લેખો વિશે એક સિંહાવલોકન - સરવૈયું રજૂ કરી જતા અને ' હેરલ્ડ'ના તંત્રી તરીકે આપવા પડતા સમયની ભારે ખેંચ પડતી હોવાથી અને અન્ય મોટી જવાબદારીઓ અદા કરવાની હોઈને ઈ.સ. ૧૯૧૫ના ડિસેમ્બરનો છેલ્લો અંક પ્રકાશિત કરી મોહનભાઈ છૂટા થવાનું વિચારે છે અને તે માટેનું એક છેલ્લું નિવેદન પણ તૈયાર કરે છે. પરંતુ ચાર માસમાં જ કૉન્ફરન્સ ભરાવાની હોઈ કૉન્ફરન્સના કાર્યવાહકો દ્વારા મોહનલાલ એમનું છેલ્લું નિવેદન પ્રગટ કરવાનું મુલતવી રાખે એવી વિનંતી થતાં વધુ ચાર માસ માટે મોહનલાલ હેરલ્ડ'ના તંત્રી તરીકે રહેવા સંમત થાય છે. પણ પછી તો છેક ૧૯૧૯ના જાન્યુ. - ફેબ્રુ.ના સંયુક્ત અંકના પ્રકાશન સુધી
Page #307
--------------------------------------------------------------------------
________________ 286 શ્રી મોહનલાલ દ. દેશાઈનું પત્રકારિત્વ મોહનભાઈ એના તંત્રીપદે ચાલુ રહ્યા. છેલ્લા અંકમાં ‘પૂર્વ મંત્રીનું છેલ્લું નિવેદન -Farewel - જય જિનેન્દ્ર એવા શીર્ષકવાળું લખાણ લખી તેમણે વિદાય લીધી. નિવેદનમાં તેમણે જણાવ્યું કે “તંત્રી તરીકે મેં એક પ્રીતિશ્રમ, (Labour of Love) નું જ કામ સ્વીકાર્યું હતું.' વાત પણ સાચી હતી. કેમકે હેરલ્ડ' મોહનભાઈએ માનદ્ મંત્રી તરીકે સંભાળ્યું હતું અને એ ચલાવવામાં પત્રવ્યવહાર તેમજ પ્રફવાચન જેવું બધું જ કામ જાતે કરતા. ‘હેરલ્ડ' માટે થઈને મોહનભાઈએ કૉન્ફરન્સને માથે એક કલાક કે પ્રકરીડરનો ખર્ચ પણ પડવા દીધો નથી. આથી વિશેષ એમના પ્રીતિશ્રમનો કયો પુરાવો હોઈ શકે? મોહનભાઈ હેરલ્ડ'ના તંત્રીપદ માટે કેટલા અનિવાર્ય હતા એ તો એના પરથી જ સાબિત થાય છે કે મોહનભાઈ તંત્રીપદેથી છૂટા થતાં ‘હેરલ્ડ’ બંધ જ પડ્યું. આમ 1912 એપ્રિલથી 1919 ફેબ્રુઆરી સુધી-એટલેકે સાતેક વર્ષ મોહનભાઈએ હેરલ્ડ'ના તંત્રી તરીકેની ફરજ નિભાવી. લગભગ સાડા છ વર્ષ કૉન્ફરન્સના મુખપત્રના પ્રકાશન વિનાનાં ગયાં. છેવટે કૉન્ફરન્સને મુખપત્રની અનિવાર્યતા જણાઈ. તે વખતે પ્રશ્ન થયો કે મુખપત્રનું અગાઉનું નામ ચાલુ રાખવું કે બદલવું? પત્રની નીતિ શું રાખવી? આ માટે એક પેટા સમિતિ નિમાઈ. એણે મુખપત્રની નીતિની રૂપરેખા તૈયાર કરી, અને નામની બાબતમાં એમ સૂચવ્યું કે અગાઉનું લાંબુ અંગ્રેજી નામ છોડી દેવું ને નવું ટૂંક સુંદર નામ તંત્રીએ પસંદ કરી મૂકવું. સ્ટેન્ડિંગ કમિટીએ પુન: મોહનલાલ દ. દેશાઈની તંત્રી તરીકે પસંદગી કરી. મોહનભાઈએ કમિટીની વિનંતીને આજ્ઞા માનીને સ્વીકારી અને .. ૧૯૮૧ના ભાદરવા માસનો અંક જૈિન યુગ'ના પ્રથમ વર્ષના પ્રથમ અંક તરીકે પ્રગટ થયો. (ઈ.સ. 1925) જેનયુગ'ના પ્રથમ અંકના તંત્રી નિવેદનમાં મોહનભાઈ પત્રકારમાં હોવા જોઈતા ત્રણ સદ્ગણોનો ઉલ્લેખ કરે છે. તેઓ લખે છે. : ".... મારામાં સદાય શુદ્ધનિષ્ઠા, સત્યજ્ઞાન અને પવિત્ર અંત:કરણ રહ્યા કરે એવું શાસનનાયક પ્રત્યે પ્રાર્થ છું. કારણકે એ ત્રણ સદ્ગણો વગરના પત્રકારો તે સમાજના ભયંકર દુશ્મનો, અવળે રસ્તે ચાલનારા અને સમાજરથને તોડી પાડનારા થાય છે.” મોહનભાઈને મતે વર્તમાનપત્ર માત્ર સમાચાર આપનારું કે કોઈ ઘટના નોંધનારું પત્ર નથી, પણ પ્રત્યેક બનાવ ઉપર, તેમાંથી ઉપસ્થિત થતા
Page #308
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 287 પ્રશ્નો ક્રમશ: લઈ તેના ઉપર વિચાર કરી તેનું નિરાકરણ લાવનાર પ્રબળ સાધન છે. ' પત્રમાં કેવા લેખો કે ચર્ચાપત્રોને સ્થાન આપવું જોઈએ તે વિશે મોહનલાલ લખે છે કે અવિવેક કે અમર્યાદા ન દેખાય, દલીલને બદલે કાદવન ફેંકાય, સમભાવ અને ઉદારભાવની ઊણપ ન વરતાય એવા લેખો-ચર્ચાપત્રોને સ્થાન મળવું જોઈએ. જેન યુગ'ની જવાબદારી સ્વીકારતી વેળા ઉપર કથિત આદર્શો અને ભાવનાઓ નજર સમક્ષ રાખવાની ઉમેદ તેઓ પ્રગટ કરે છે. પણ કલેશ-વિરોધથી દૂર રહેવું એનો અર્થ એ નહીં કે વિચારભેદ પ્રગટ જ ન થવા દેવો. મોહનભાઈ લખે છે કે “ગચ્છ-મમત્વ, સંપ્રદાયનું ઝનૂન, ન્હાનીસૂની નમાલી ભિન્નતાઓને તિલાંજલિ આપવી; છતાં વિચારભેદને આવકાર આપવો -વિચારજડતાને તથા પરંપરાગત આચારશૂન્યતાને ભેદવી.” સંકલ્પો-મહેરછાઓ મોહનભાઈની પત્રકાર તરીકેની વિશાળતા-ઉદારતા-ઉદાત્તતાને છતી કરે છે. ખાસ અંકો કાઢવાનો સિલસિલો મોહનભાઈએ 'જૈન યુગ'નું તંત્રીપદ સંભાળ્યા પછી પણ ચાલુ રાખ્યો અને ચૈત્ર ૧૯૮રનો અંક તથા ભાદરવો-આસો ૧૯૮રનો અંક મહાવીર જયંતીપર્વ અને દિવાળી પર્વ નિમિત્તે મહાવીર ખાસ અંકો તરીકે પ્રગટ કર્યા. તે પછી તરતનો કારતક-માગશર ૧૯૮૩નો અંક જૈન ઇતિહાસસાહિત્ય અંક તરીકે અને પોષ ૧૯૮૩નો અંક સામાજિક અંક તરીકે પ્રગટ કર્યા. ચૈત્ર ૧૯૮૪નો અંક શ્રી મહાવીર ખાસ અંક તરીકે પ્રગટ કર્યો. આમ ‘હરલ’ અને ‘જેન યુગ” બન્નેના ખાસ અંકો પ્રગટ કરવાની મોહનભાઈની રસરુચિ, લગની અને ખેત-ઉદ્યમ નજરે ચડ્યા વિના રહેતાં નથી. એક લેખક બંધુએ તો મોહનભાઈને મીઠો ટોણો મારતાં લખ્યું કે હવે તમારે પણ મહાવીરનો પનારો કયાં સુધી પકડી રાખવો છે? જરા આગળ વધી (પીછેહઠ કરી) પાર્શ્વનાથ, નેમનાથ તરફ તો કંઈક રહેમદષ્ટિ કરો. ગાંધીજીના રેંટિયાની જેમ તમે પણ મહાવીરના અંકની વફાદારી કયાં સુધી પકડી રાખશો?' નિયુગ” જ્યારે ત્રીજા વર્ષમાં પ્રવેશ્ય ત્યારે, સાચા પત્રકારને શું ગ્રાહ્ય-અગ્રાહ્ય બનવું જોઈએ તે વિશે વાત કરતાં મોહનભાઈ લખે છે : “ખોટાં બણગાં ફૂંકવાથી ખરો અર્થ સરતો નથી. અલ્પસાર અતિવિસ્તારવાળા લેખો કે ભાષણોથી નકામો કાલક્ષેપ થાય છે. ઘોંધાટ અને અતિપ્રશંસાની
Page #309
--------------------------------------------------------------------------
________________ 288 શ્રી મોહનલાલ દ. દેશાઈનું પત્રકારિત તાળીઓમાં (કાર્ય) શકિત * વેડફાઈ જાય છે. મૂગી સેવા, પક્ષાપક્ષી વગર ઉદાત્ત ઉદારતા અને પરમ સહિષ્ણુતા રાખી, કર્યો જવામાં જ પ્રજાને આગળ વધારી શકાય છે અને પ્રજાને તૈયાર કરવાનું વીજળીબળ પેદા કરી શકાય છે. બીજાને ખોટા ઉતારી પાડી પોતાની લડાઈનાં વાજં વગાડવામાં સાધુતા નથી. વેશમાં, વાર્તાલાપમાં કે કૃતિમાં સાદાઈ, સીધાઈ, ચીવટાઈ અને ચોકસાઈમાં સાધુતા છે - ગુણચારિત્રનું ઘડતર છે. આ વાતો અમે પત્રકારો સમજી લઈશું, કાર્યમાં ઉતારીશું ત્યારે પ્રજાને સત્ય સંદેશો મળશે, પ્રજા આગળ ધપશે અને અરસપરસ બિરાદરીને આલિંગન દઈને હદયેહૃદય ભેટાડી સ્વાધીનતતાની દેવીની આરાધના માટે એક સાથે ઝૂઝીશું.” ('જૈન યુગ, પુ. 3 અંક 1-2, ભાદ્રપદ-અશ્વિન 1993, 5-2. પરની તંત્રીની નોંધ.) પત્રકારોનું કર્તવ્ય સમાજના દુ:ખદર્દોને વાચા આપવાનું અને જુલ્મ-ભ્રષ્ટાચારને ખુલ્લા પાડવાનું છે તે સમજાવતાં મોહનભાઈ લખે છે. “સમાજમાં અનેક જાતનાં દુ:ખો છે, જુલમી પ્રથાઓ છે, અંધશ્રદ્ધા અને અજ્ઞાનનાં જાળાં છે, ધનનો દુર્વ્યય છે, દરિદ્રતાના ઢગલેઢગલા છે. અનેક autocrats છે, સડેલી સંસ્થાઓ છે, ધર્માદા ખાતાઓના ગેરવહીવટ છે, શિક્ષણ સંસ્થાઓમાં અવ્યવસ્થા છે. આ બધું સાફ સ્વચ્છ ન થાય ત્યાં સુધી સમાજનો ઉદ્ધાર થાય તેમ નથી. પચાસ વર્ષ સુધી અત્યારે જેમ છે તેમ ને તેમ ચાલ્યું તો સમાજની શી સ્થિતિ થવા પામશે એનો વિચાર લોકના કહેવાતા નેતાઓએ-વિચારકોએ કદી પણ કર્યો છે? તેવો વિચાર પુસ્તપણે દીર્ધદષ્ટિથી કર્યા વગર છૂટકો જ નથી અને એ વિચારને અંગે યોજનાઓ કરી કાર્ય આરંભી સતત પુરુષાર્થથી તે ચલાવ્યા વગર બીજે ઉપાય નથી. ચોખેચોખું પણ સંયમવાળી ભાષામાં વિનયપૂર્વક સંભળાવી દેવું ઘટે છે અને સડાને જાહેર પાડી તેને દૂર કરવાની જરૂર છે. આ બધું સમજી સમાજના સર્વ અંગોને પુનરુદ્ધાર-સમાજની પુનર્ઘટના કરવામાં સૌ સુજ્ઞો પોતપોતાનો ફાળો આપે - અમારા વિનીત કાર્યમાં સહકાર આપે.” જેનયુગ'નું તંત્રીપદ મોહનભાઈએ બરાબર પાંચ વર્ષ સંભાળ્યું. સંવત ૧૯૮૧ના ભાદરવાથી શરૂ કરી સંવત ૧૯૮૬ના શ્રાવણના અંત સુધી. (ઈ.સ. 1925 થી 1930.) 7 વર્ષ હેરલ્ડ'ની અને 5 વર્ષ જેનયુગ'ની - * મૂળ સામાસિક શબ્દમાં અક્ષરો અસ્પષ્ટ વંચાવાથી કૌસમાંનો 'કાથી શબ્દ અનુમાને મેં મૂકયો છે. ‘શકિત' શબ્દ સ્પષ્ટ છે.
Page #310
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 289 એમ કુલ 12 વર્ષની તંત્રી તરીકેની મોહનભાઈએ સંભાળેલી જવાબદારી એ જૈન પત્રકારિત્વ ક્ષેત્રની એક વિરલ સેવા છે. તંત્રી નોંધો : હેરલ્ડ' અને 'જૈન યુગમાં મોહનભાઈએ જે તંત્રીનોંધો લખી છે એની સંખ્યા લગભગ 325 જેટલી થવા જાય છે. વિષયવાર ફાળવણી કરીએ તો આ નોંધો સાહિત્યિક, ઐતિહાસિક, વિચારાત્મક, ચરિત્રાત્મક વિષયોની છે; ક્યારેક એમાં સંપાદનો પણ છે, સંસ્થા પરિચય અને સંમેલન અહેવાલો પણ છે; પોતે સંભાળી રહેલ સામયિક તેમજ અન્ય સામયિકોને લગતી છે અને કેટલીક પ્રકીર્ણ નોંધો પણ છે. સાહિત્યને લગતી તંત્રીનોંધોમાં નોંધપાત્ર પુસ્તકોના પરિચયો (‘સ્વીકાર અને સમાલોચના” વિભાગમાં મળેલાં પુસ્તકોની જે સમાલોચના થતી તે ઉપરાંત), જૈન ભંડારોની માહિતી, કેટલાક વિદેશી સ્કોલરોની જૈન સાહિત્યસેવાનો પરિચય, સાહિત્ય પરિષદો અને એમાં રજૂ થયેલા જૈન નિબંધો, મુંબઈ યુનિવર્સિટીની લાયબ્રેરીમાં જૈન પુસ્તકો-જેવી નોંધોનો સમાવેશ થાય છે. ઐતિહાસિક નોંધોમાં આગમોનો ઇતિહાસ, ગિરનારનાં જૈન દેરાસરોના શિલાલેખો, શત્રુંજય તીર્થનો લાંબે સુધી ચાલેલો સંઘર્ષ, એ અંગે અદાલતમાં ચાલતો કેસ, ચુકાદો, ચુકાદા પછીની પરિસ્થિતિ, કેશરિયાજી તીર્થપ્રકરણ વગેરેની નોંધો છે. મુનશીની 'પાટણની પ્રભુતા'માં જૈન સાધુના નિરૂપણો વિશે જાગેલો વાવંટોળ અને જૈન સમાજના પ્રતિભાવો વગેરે વિશે આ તંત્રીનોંધોમાં મળતી માહિતી આજે તો મહત્ત્વની દસ્તાવેજી સામગ્રી પૂરી પાડે છે. સામાન્ય રીતે મોહનભાઈ રાજકારણની વાતોને આ સામયિકોથી અળગી રાખતા, છતાં કેટલાક રાષ્ટ્રીય પ્રવાહોથી અલિપ્ત તેઓ રહી શક્યા નથી. દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પાછા ફરેલા ગાંધીજી વિશેની નોંધ અહીં છે. 'જય બારડોલી' નામની ૧૯૨૮ના નિયુગની તંત્રીનોંધમાં પ્રજાની ન્યોછાવરી અને સત્યના વિજયને એમણે બિરદાવ્યાં છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થયેલી અતિવૃષ્ટિથી સર્જાયેલી તારાજી વિશે ૧૯૨૭ના જેન યુગમાં જલપ્રલયનાં સંકટો’ એ મથાળા સાથે નોંધપાત્ર ચિતાર આપે છે. હાલની ચળવળ અને સ્વદેશી માલને પ્રચાર’ જેવી તંત્રીનોંધ પણ મોહનભાઈ લખે છે. વિચારાત્મક તંત્રીનોંધોમાં, ધર્મઝનૂન, વિચારોની અસહિષ્ણુતા, જૈન ધર્મ સંબંધી જેનેતરોમાં પ્રવર્તતું અજ્ઞાન, જેન શિક્ષણ સુધારણા, જેન શિલ્પ, અહિંસા, જૈનો અને વ્યાયામ, જૈન ઇતિહાસની આવશ્યકતા, પ્રાકૃત ભાષાની ઉપયોગિતા,
Page #311
--------------------------------------------------------------------------
________________ 290. શ્રી મોહનલાલ દ. દેશાઈનું પત્રકારિત ન્યાય-ર્તકના અભ્યાસનું પ્રયોજન વગેરે વિષયોનો સમાવેશ થાય છે. એ દર્શાવ છે કે મોહનભાઈનું ચિંતનનું ક્ષેત્ર બહોળું છે. ચરિત્રાત્મક તંત્રીનોંધોમાં ઘણુંખરું કોઈ વ્યક્તિવિશેષના નિધન પ્રસંગની શોકાંજલિઓ છે, અથવા તો કોઈની ઊંચા હોદ્દા પર નિયુક્તિ, બઢતી, ચૂંટણીમાં વિજય કે પરીક્ષાની ઉત્તીર્ણતા જેવા પ્રસંગોએ અપાયેલાં અભિનંદનો છે. એ નિમિત્તે મોહનભાઈ સંક્ષિપ્ત વ્યક્તિ પરિચય પણ આપે છે. આવી શોકાંજલિઓમાં રણજિતરામ મહેતા, લાલા લજપતરાય, શેઠ દેવકરણ મૂળજી, નરોત્તમદાસ ભાણજી આદિનો સમાવેશ થાય છે; તો અભિનંદનોમાં મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સભ્યપદે ચૂંટાવા બદલ મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, જર્મની પ્રયાણ પ્રસંગે જિનવિજયની વિલાયતની સિવિલ સર્વિસમાં ઉત્તીર્ણ થવા બદલ લાહોરના લાલા રાયચંદ અને ઈંગ્લેન્ડમાં બેરિસ્ટરની છેલ્લી પરીક્ષામાં પસાર થતા મકનજી મહેતા વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પંડિત દેવચંદ્રજી, પૂજ્ય વિજયવલ્લભસૂરિજી, રસિકલાલ પરીખ વગેરે વિશે પણ જુદે જુદે સંદર્ભે ચરિત્રાત્મક નોંધો છે. સંસ્થા પરિચયોમાં છાત્રાલયો, અશક્તાશ્રમ, યુનિવર્સિટી, કૉન્ફરન્સો, જ્ઞાનમંદિરો, પરિષદો, સહકારી સંસ્થાઓ તેમજ અનેક ધાર્મિક સંસ્થાઓ અને એમની પ્રવૃત્તિઓ વિશેની પ્રાસંગિક નોંધો મળે છે. આ ઉપરાંત હેરલ્ડ' અને જેનયુગમાં તંત્રી તરીકે મોહનભાઈએ કરેલાં પ્રાસંગિક નિવેદનો, ખાસ અંકો માટે કરેલાં સૂચનો, વિષયસૂચિઓ, નિયંત્રણો, છણાવટો વગેરે એમની સામયિક વિષયક નોંધો છે. પ્રકીર્ણ તંત્રીનોંધોમાં નૂતન વર્ષે વ્યક્ત કરેલી મંગલ કામનાઓ, શુભેચ્છાઓ, પોતાને નૂતન વર્ષે પ્રાપ્ત થયેલી શુભ કામનાઓના નમૂના, મોહનભાઈએ કરેલા જ્ઞાનપ્રવાસો ને તીર્થપ્રવાસો વગેરેનો સમાવેશ થાય છે. સ્વીકાર અને સમાલોચના : પાડી તે પોતાના સામયિકને મળેલાં પુસતકોની નાની-મોટી સમાલોચનાની. ‘સ્વીકાર અને સમાલોચના' એ શીર્ષક નીચે મળેલાં પુસ્તકોની ટૂંકી સમીક્ષા, પ્રકાશિત થતી. નાનીમોટી મળીને કુલ 222 પુસ્તકોની, 28 સામયિકોની અને ૫સંસ્થાઓના અહેવાલોની - એમ કુલ 300 પ્રકાશનોની આ વિભાગમાં સમાલોચના કરાઈ છે. આ ઉપરાંત જેની સમાલોચના નથી કરાઈ અને માત્ર સ્વીકારનોંધ
Page #312
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 291 લેવાઈ છે એવાં પ્રકાશનોની સંખ્યા 167 થવા જાય છે, જેમાં 91 પુસ્તકો, 66 વિવિધ સામયિકો અને 10 સંસ્થાના હેવાલોનો સમાવેશ થાય છે. સંપાદનો : મોહનભાઈએ બહેરલ્ડ’ અને જૈનયુગ” દ્વારા અનેક જૂની હસ્તપ્રતોને પ્રગટ કરીને પ્રકાશમાં આણવાની ઘણી મોટી સંપાદન-સેવા બજાવી છે. તંત્રી તરીકે એમણે સ્વીકારેલી નીતિનો આ એક ભાગ હતો. અસંખ્ય જૂની સામગ્રીનું સંપાદન, સંશોધન, સંકલન અને સંગ્રહનું કામ કરીને મોહનભાઈએ પ્રાચીન કૃતિઓથી વાચકવર્ગને સુપરિચિત કરવાનું મહત્વકૃત્ય કર્યું છે. આવી સંપાદિત કૃતિઓમાં સ્તવનો, સઝાયો, હરિયાળીઓ, ઉખાણાં, સુભાષિતો, ચૈત્ય-પરિપાટી, રાસ, પ્રાચીન ગદ્ય નમૂનાઓ, પાદુકાલેખ, લઘુપટ્ટાવલિ, મહાવીર સ્તોત્ર નામે અપભ્રંશ ભાષાનું એક અતિ પ્રાચીન કાવ્ય, બારમાસ, પ્રાચીન પત્રો, પ્રાચીન ઘેરાવલી, પૂર્ણિમા ગચ્છની અપભ્રંશ અને ગુજરાતી ભાષામાં | ગુવલી, તપગચ્છની પટ્ટાવલિ, જેન ધાતુ-પ્રતિમાલેખો, વિજ્ઞપ્તિ પત્ર, અમદાવાદનો બાદશાહી સમયનો ઘરેણાખતનો દસ્તાવેજ વગેરેનો સમાવેશ થાય છે. સિદ્ધસેન દિવાકરના ન્યાયાવતાર'ને મોહનભાઈએ શબ્દાર્થ-વિવેચન સહિત સંપાદિત કર્યો છે. વિનયવિજયજીકૃત ‘નયકર્ણિકા' અંગ્રેજી અનુવાદ સાથે સંપાદિત કરી છે. આનંદઘન, સમયસુંદર, યશોવિજયજી આદિ કવિઓનાં કેટલાંક અપ્રગટ પદો-સ્તવનો અહીં પ્રથમવાર પ્રગટ થયાં છે. મોહનભાઈનાં લખાણો : ‘હેરલ્ડ’ અને જૈનયુગ'માં મોહનભાઈના પ્રગટ થયેલા સાહિત્ય વિષયક લેખોમાં પંડિત દેવચંદ્રજી, આનંદધન, યશોવિજયજી, સમયસુંદર, ઋષભદાસ, બુદ્ધિસાગર, મેઘવિજય જેવા નોંધપાત્ર કવિઓ વિશેના લેખો નોંધપાત્ર બન્યા છે. ઐતિહાસિક લેખોમાં મોહનભાઈએ ઘણી ઐતિહાસિક માહિતી અંગ્રેજી-હિન્દી લેખોના અનુવાદો દ્વારા ઉપલબ્ધ કરાવી આપી છે. જેમકે તપગચ્છની પઢાવલિ એ મૂળ ડૉ. જહાઁનેસ કલાટના લખાણનો અનુવાદ છે. દક્ષિણમાં ને ધર્મ એ મિ. શર્માના અંગ્રેજી નિબંધમાંથી મોહનભાઈએ ગુજરાતીમાં ઉતારેલો સંક્ષેપ છે. “વિક્રમ પાંચમી સદીની સ્થિતિ : મંદસોરનગર' એ મહાવીરપ્રસાદ દ્વિવેદીના હિંદી લેખનો અનુવાદ છે. એ જ રીતે વીરચરિત્ર અંગેની કેટલીક વીગતો કેટલાક જૂના ગ્રંથોમાંથી તારવીને ગુજરાતીમાં રજૂ કરાઈ છે.
Page #313
--------------------------------------------------------------------------
________________ 292 શ્રી મોહનલાલ દ. દેશાઈનું પત્રકારિત્વ - સંપાદકની જવાબદારી નિભાવતાં મોહનભાઈએ કવિકર્મ પણ કર્યું છે. ખાસ કરીને જૈનયુગ'ના ઊઘડતે પાને તેઓ સ્વરચિત કાવ્ય રજૂ કરતા. ભગવાન મહાવીર ઉપરનાં કાવ્યો પ્રમાણમાં વિશેષ જોવા મળે છે. મહાવીરથી માંડી મહાત્મા મોહનદાસ ગાંધી ઉપર એમણે કાવ્યો રચ્યાં છે. 'વીરભક્તિ' એ મોહનભાઈનું કવિ તરીકેનું તખલ્લુસ છે. આ સિવાય કેટલાંક વ્યક્તિવિશેષનાં, કૉન્ફરન્સમાં મંગલાચરણ રૂપે ગાવા માટે લખાયેલાં તેમજ પ્રાકૃત ભાષાનાં જૈન સૂત્રોનો પદ્યાનુવાદ કરેલાં કાવ્યો એમણે આપ્યાં છે. ચરિત્રાત્મક લેખોમાં ‘મહાવીરનો સમય અને ધર્મપ્રવર્તક તરીકે મહાવીર એ એમનો એક લાંબો લેખ છે. “ભાંડાગારિક નેમિચંદ્ર', 'જૈનાચાર્ય યશોવિજયજી અને તેમની જીવનકલા’, ‘મુનિ મહારાજ શ્રી મોહનલાલજી', 'શ્રેષ્ઠીવર્ય શાંતિદાસજી', ‘સ્થૂલભદ્ર' વગેરે નોંધપાત્ર છે. પત્રકારનો એક ધર્મ સત્યનિષ્ઠ વિચારોનું પ્રસારણ કરવાનો છે, વાતાવરણ સર્જવાનો છે. મોહનભાઈએ એ જવાબદારી પૂરતી નિષ્ઠાથી અને વફાદારીથી નિભાવી છે. વિચારક તરીકે એમનું મન કેવા કેવા પ્રદેશોમાં ફરી વળે છે! સમાજ, રાષ્ટ્ર, ધર્મ, તત્ત્વજ્ઞાન, શિક્ષણ - એ સર્વ ક્ષેત્રે એમની વિચારણા ચાલ્યા કરી છે. સમ્યગદર્શન, નિક્ષેપસ્વરૂપ, દ્રવ્યનું સ્વરૂપ, કાલસ્વરૂપ, ત્રણ તત્ત્વ વગેરે એમનાં તત્ત્વદર્શનનાં લખાણો છે. એમાંયે દીક્ષામીમાંસા 'જૈનયુગ'માં ત્રણ હપ્ત પ્રસિદ્ધ થયેલો લાંબો લેખ છે. 'જૈન દષ્ટિએ મહાત્મા ગાંધી” એ લેખમાં મહાત્મા ગાંધીને જૈન દૃષ્ટિકોણથી મૂલવવાનો પ્રયાસ છે. ઐક્ય ક્યારે કરીશું?', 'જૈન ગરીબ બાળકો', 'જૈનોમાંથી લાચારી અને ગરીબાઈ દૂર કરવાની જરૂર' જેવા લેખોમાં એમની નજર સમાજ પર મંડાયેલી છે. પાઠશાળાઓ અને વાચનમાળા વિશે મોહનભાઈ પાસે એક ચોક્કસ નકશો છે. દક્ષિણ મહારાષ્ટ્ર જૈન શ્વેતામ્બર પ્રાંતિક પરિષદના પ્રમુખસ્થાનેથી મોહનભાઈએ આપેલું વક્તવ્ય જૈનોની સામાજિક મનોદશા” વિશેનું છે. સાક્ષરશ્રી મનસુખભાઈ, રામલાલ મોદી, કનૈયાલાલ મુનશી સાથેનો પત્રવ્યવહાર, બળવંતરાય ક. ઠાકોરનો મોહનભાઈ પરનો પત્ર, રણજિતરામ મહેતાના મોહનભાઈ પરના પત્રો, ભૂતકાળની કેટલીક ઘટનાઓ બાબતો પરત્વે પ્રકાશ નાખતા હોઈ દસ્તાવેજી મૂલ્યવાળા બન્યા છે. આ ઉપરાંત જુદી જુદી જૈન કૉન્ફરન્સો, ગુજરાતી સાહિત્ય પરિષદ,
Page #314
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 293 પૌત્ય પરિષદ વગેરેનાં અધિવેશનોના અહેવાલ, ટિપ્પણી વગેરે રજૂ કરી એમણે સમકાલીન પ્રવાહો સાથે રહેવાની પત્રકારની ફરજ નિભાવી છે. આ રીતે, પોતાના તંત્રીપદ હેઠળ હેરલ્ડ' અને 'જૈનયુગ'માં મોહનભાઈ એટલું બધું લખતા રહ્યા છે કે ક્યારેક તો એવી છાપ પડે કે આખો ને આખો અંક જ તંત્રીએ લખી નાખ્યો છે. આગળ જોયું તેમ આ પણ એમનો પ્રીતિ-શ્રમ જ ને! આમ, પત્રકાર તરીકે, વિશેષ કરીને જૈન પત્રકારત્વને ક્ષેત્રે મોહનભાઈનું એક આગવું યોગદાન છે. એમણે વકીલાતનો વ્યવસાય કરતાં કરતાં, કેવળ સાહિત્ય અને વિદ્યાપ્રીતિએ ખૂબ શ્રમ લીધો છે. એમની પાસે સંશોધકની દષ્ટિ છે, મળ્યું તે સંઘરી લેવાની ચાનક છે, જે ભેગું કર્યું તેની રજૂઆત માટેનો એક વ્યવસ્થા-નકશો છે. તેઓ અસંખ્ય હસ્તપ્રત-ભંડારો ફેંદી વળ્યા છે. હસ્તપ્રતો, પ્રતિમાલેખો, દસ્તાવેજો, વિજ્ઞપ્તિપત્રો ને પટ્ટાવલિઓ તેમણે પ્રાપ્ત કર્યા છે, અનેક પુસ્તકો આંખ તળેથી પસાર કર્યા છે, ખૂબ ઊંડું વિચાર્યું છે ને એમાંથી જે-જે યોગ્ય જણાયું તે સમાજ સમક્ષ ધર્યું છે. ભલે એમણે જે કંઈ કામ કર્યું તે જૈન ધર્મ અને જૈન સાહિત્ય સંદર્ભે કર્યું હોય, પણ એમાં ક્યાંયે ધર્મઝનૂનનો અંશ માત્ર નથી. ઊલટાનું એમના ઉગારો અને લખાણોમાં ઠેરઠેર હૃદયની ઉદારતા અને રાષ્ટ્રીયતાના રંગ ભળ્યાં છે. એમણે પત્રો ચલાવતાં ઊહાપોહ પણ સર્યો છે ને વિરોધ પગ વહોય છે, પણ એ બધાની પાછળ સત્યનિષ્ઠાનું બળ છે. નિખાલસતા, પારદર્શિતા, ભદ્રતા અને સૌજન્યશીલતા જે વ્યક્તિવલક્ષણોથી શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈનું પત્રકારિત્વ પરિપ્લાવિત થયું છે.
Page #315
--------------------------------------------------------------------------
________________ 294 અમૃત મહોત્સવ સ્મૃતિ છે 38. જીવનમાં સૂર્યનું મહત્ત્વ - આચાર્ય ભાઈશંકર પુરોહિત બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ, દુર્ગા વગેરે દેવદેવીઓ કેવળ શ્રદ્ધાનો વિષય છે. આપણી ઈન્દ્રિયો એમનો સાક્ષાત્કાર કરી શકતી નથી. શાસો અને અનુભવી સંતોનાં વચનો પર વિશ્વાસ મૂકી આપણે આ પંચાયતના દેવતાઓની ભક્તિ કરીએ છીએ અને પૂજીએ છીએ. પરંતુ ભગવાન સૂર્યનારાયણ તો પ્રત્યક્ષ દેવ છે. સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે તે અહર્નિશ સંચરણ કરતા રહે છે. “સૂર્ય માત્મા ન તિતસ્થષશા” સૂર્ય આ સમસ્ત સ્થાવર-જંગમ જગતનો આત્મા છે. અર્થાત્ જેમ આત્મા વિના શરીર નિચેટ અને જડ થઈ જાય છે, ટૂંક સમયમાં દુર્ગધભર્યું બની સડી જાય છે અને નાશ પામે છે, તેમ સૂર્ય વિના આ સમસ્ત ચરાચર વિશ્વ નાશ પામે છે. “પુનું સવને ધાતુથી સૂર્ય શબ્દ બને છે. એનો અર્થ છે ઉત્પન્ન કરનાર, સર્જનશીલ સૂર્યથી જ સમગ્ર સંસાર પેદા થાય છે, સૂર્યથી જ પોષાય છે અને સૂર્યથી જ જીર્ણશીર્ણ થઈ વિનાશ પામે છે. સૂર્યને ઋષિમુનિઓ પરમેશ્વરનું પ્રગટ રૂપ કહે છે. કોઈ વળી સૂર્યને પરમાત્માનું નેત્ર કહે છે. સૂર્યરૂપી નેત્રથી પરમાત્મા આ સમગ્ર વિશ્વને નિહાળે છે અને એને પ્રાણવાન રાખે છે. માટે જ શુકલયજુર્વેદનો ઋષિ બેધડકપણે સૂર્યને જ પરમ પુરુષ કહે છે ને એને યથાર્થપણે જાણવાથી જ મૃત્યુનું અતિક્રમણ કરી શકાય છે, એમ વદે છે. સૂર્યની કૃપા વિના મૃત્યુથી મુક્ત થવું શક્ય નથી; પ્રકાશપુંજ સૂર્ય જ જીવને અંધકાર અથવા અજ્ઞાનથી છોડાવે છે. આ વેદાન્ત પુરુષ महान्तं आदित्यवर्णं तमसः परस्तात्। तमेव विदित्वा ऽतिमृत्युमेति नान्यः पन्था विद्यते ऽयनाय॥ शु.य. अ. 31 मंत्र 8. असतो मा सद्गमय।
Page #316
--------------------------------------------------------------------------
________________ જીવનમાં સૂર્યનું મહત્ત્વ 295 तमसो मा ज्योतिर्गमय। मृत्योर्माऽमृतं गमय॥ शतपथब्रा० 14-4-130 અસત્યમાંથી સત્ય, મૃત્યુમાંથી અમૃતત્વ અને અંધકારમાંથી જ્યોતિ તરફ જવા માટે જ્યોતિ સ્વરૂપ સૂર્ય જ એકમાત્ર શરણ છે. સૂર્યનારાયાણ સૃષ્ટિને પોતાના કૃિપાપ્રસાદથી પુષ્ટ કરતા રહે છે. પ્રાણીઓના ઉલ્લાસપૂર્ણ જીવનવ્યવહારને નિહાળી આ પરમ પિતા કેટલા આનંદમય બની જાય છે! વળી સૂર્યમાં જ પરમાત્માનું મંગલદર્શન કરનાર ઋષિ હર્ષોન્મત્ત બની પ્રાર્થે છે. ॐ चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्व वरुणस्याग्नेः / आ प्रा द्यावापृथिवी अन्तरीक्षं सूर्य आत्मा जगतस्तस्थुषश्च।। શુ. . 7.2 જે સુર્યદેવ તેજોમય કિરણોનો ભંડાર છે, વરુણ અગ્નિ મિત્ર તથા સર્વ પ્રાણીઓનું જે નેત્ર છે, જે સ્થાવર-જંગમ-સૌના અન્તર્યામી છે, આત્મા છે, એવા ભગવાન સૂર્ય આકાશ પૃથ્વી અને અંતરિક્ષ-લોકને પ્રકાશથી ભરી દેતા આશ્ચર્યમય સ્વરૂપે ઊગી રહ્યા છે.” શુલ્યજુર્વેદના દ્રષ્ટા ઋષિ વળી આનંદવિભોર થઈને સૂર્યનો મહિમા વર્ણવતાં એને પરમ પ્રાપ્ય પરમાત્મા કહે છે : ॐ उद्वयं तमसस्परि स्वः पश्यन्त उत्तरम्। देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् / / ર૦-ર સવિતા દેવ! અમે અંધકારથી ઉપર ઊઠી સ્વર્ગલોકને અને દેવોના દેવ આપને સારી રીતે નિહાળીએ અને સર્વોત્તમ જ્યોતિર્મય પરમાત્માને પ્રાપ્ત થઈએ', બૃહત્યારાશર સ્મૃતિ સૂર્યને 6 સર્વથા ઉપાસીને જીવનને તેજસ્વી અને સમૃદ્ધ બનાવે છે, કારણ કે સૂર્ય તેજોમય છે તેમજ સર્વસમૃદ્ધિનો સર્જક છે. તેજથી મનોમળ બળી જતાં, અંત:કરણ શુદ્ધ થતાં, સાધકને આત્મદર્શનની અભિલાષા જાગે છે. તે માટે અડચણરૂપ બનતાં જન્મજન્માંતરનાં ઈશાવાસ્યોપનિષમાં સ્પષ્ટ કરાઈ છે. "हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम्। तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये''। ईश. 15 હે સર્વપોષક સવિતા, આંજી નાખતી ભૌતિક સંપદાથી સત્યસ્વરૂપ પરમાત્મા ઢંકાઈ ગયા છે તો એ ઢાંકણ અર્થાત્ ભૌતિક કામનાઓના આવરાગને
Page #317
--------------------------------------------------------------------------
________________ 296 અમૃત મહોત્સવ સ્મૃતિ વાં તમે દૂર કરો, જેથી હું સત્યદર્શનનો અધિકારી બનું.” વળી મુમુક્ષુ-જન સૂર્યાન્તર્ગત પરમાત્મા અને પોતાની એકતાનું પ્રતિપાદન કરતાં વર્ણવે છે. “પૂષ ! યમ! સૂર્ય! પ્રજ્ઞાપત્ય! ચૂદ, રમીનું સમૂહ, तेजो यत्ते कल्याणतमं तत्ते पश्यामि योऽसावसौ पुरुषः सोऽहमस्मि / હે જગતના પોષક, એકાકી ગમનશીલ, સર્વનિયન્તા, પ્રજાપતિસુત સવિતા, તમારા પ્રખર કિરણો દૂર કરો જેથી હું તમારી અંદર રહેલા કલ્યાણતમ રૂપને પરમાત્માને દેખું આ કલ્યાણતમ પરમાત્મા જે તમારા મંડળમાં રહી તમને તેજોમય બનાવે છે, તે અને હું જુદાં નથી. અર્થાત તે યે પુરુષ છે ને હું પણ શરીરરૂપી પુરમાં વસનાર પુરુષ જ છું.’ સૂર્ય શબ્દની વ્યુત્પત્તિનો વિચાર કરતાં તે જેમ સર્વજનક છે એમ સુવતિ ળિ તો પ્રવર્તત કૃતિ સૂર્ય:' અર્થાતું સમગ્ર વિશ્વને કર્મમાં પ્રેરિત કરે છે માટે તે સૂર્ય કહેવાય છે, એટલે કે કર્મપ્રવર્તક પણ છે. તેજસ્તત્વનાં ત્રણ રૂપ છે: (1) આધ્યાત્મિક અર્થાત્ શરીરાન્તર્ગત ચક્ષુ (2) આધિભૌતિક અર્થાત પંચમહાભૂતાન્તર્ગત અગ્નિ અને (3) આધિદૈવિક અર્થાત્ દેવસ્વરૂપી “આદિત્ય’ જેને આપણે સૂર્ય કહીએ છીએ. આ આધિદૈવિકરૂપ જ બ્રહ્મા, વિષગુ અને શિવનું સ્વરૂપ છે. શાસ્ત્રો સૂર્યને પરમાત્માની આંખ કહે છે. સંસ્કૃતમાં આંખને “નેત્ર' કહે છે, જેનો અર્થ નાયક, અગ્રણી, તેમજ દોરનાર એમ થાય છે. આંખ વસ્તુને દર્શાવે પછી પગ તે તરફ ચાલવા માંડે છે અને હાથ પકડે છે. મન પણ આંખે બતાવેલી વસ્તુને લેવી કે તજવી એમ વિચારે છે. આમ વ્યક્તિપિંડમાં થતી ક્રિયાઓનું પ્રેરક નેત્ર જ આધ્યાત્મિક સૂર્ય છે. આ જ કાર્ય સમષ્ટિપિંડ એટલે કે જાગતિક પ્રાણીઓના સંદર્ભમાં સૂર્ય કરે છે. સૂર્યને પરમાત્માનું નેત્ર કહ્યું છે કારણકે પરમાત્મા પાણ પાંચભૌતિક વિશ્વનું દર્શન તેમજ તેને પ્રેરણા સૂર્ય દ્વારા જ કરે છે. કાલિદાસ કહે છે, “સૂર્ય અને તેના તેજથી પ્રકાશતો ચંદ્ર, આ બે દીવડા લોકોની પ્રવૃત્તિ તેમજ નિવૃત્તિના નિયામક છે. “તો નિયત ફુવારાપુ'' (શાકુન્તલ) એ તો સર્વવિદિત છે કે સૃષ્ટિનું સર્જન સૂર્ય વિના સંભવી શકતું નથી. સર્જિત સૃષ્ટિની હયાતી કે પ્રવૃત્તિ પણ સૂર્ય વિના કલ્પી શકાતી નથી. જેલમાંથી વરાળ અને વરાળમાંથી ફરી જલ, આ બધું પરિવર્તન, રૂપાન્તરોની આ ઘટમાળ, સૂર્યને લીધે જ
Page #318
--------------------------------------------------------------------------
________________ 297 જીવનમાં સૂર્યનું મહત્ત્વ થઈ રહી છે. જે એમ ન થાય તો સૃષ્ટિની સ્થિતિ જ ન રહે. જળ પૃથ્વી ગ્રહનક્ષત્રો વગેરેને મળતી ઉષ્મા કે પ્રકાશ સૂર્યની જ દેણ છે. આ દેણ વગર ધરતી રસવતી રહી શકે નહિ, વિવિધ વનસ્પતિ કે ધાન્યાદિની સર્જક બની શકે નહિ, વારંવાર ચૂસાવા છતાં નવનવી રસાળતા ધરાવી શકે નહિ. જેમ બળતણને લીધે યંત્ર અને ચેતનાને લીધે જીવસૃષ્ટિ ગતિશીલ રહી શકે છે, તેમ પૃથ્વી અને ગ્રહનક્ષત્રાદિ સૂર્યના સંપર્કથી, સૂર્યદત્ત ઉષ્માથી જ, ગતિશીલ બની શકે છે. પૃથ્વીના પેટમાં સંઘરાયેલી ઊર્જાનું સર્જન પણ સૂર્યને લીધે જ છે. ઊર્જા-પછી તે ખનિજ કોલસો, તેલ કે ગેસરૂપે હોય, કે કાષ્ઠમાં સંઘરાયેલી હોય, શરીરધારી ચેતન-સુષ્ટિની, સ્થિતિ માટે અનિવાર્ય છે. કરોડો માઈલોના અંતરે રહેલો સૂર્ય જે પ્રકાશપુંજ વેરે છે, જે ઉષ્માપ્રવાહ ફેંકે છે, તેનો કરોડમો ભાગ પણ અત્યંત નજીકનો માનવસર્જિત અગ્નિ કરી શકતો નથી. આ મહાપ્રકાશ તેમજ મહાઉષ્માનું ઉદ્ગમસ્થાન સૂર્ય છે. બારીકાઈથી વિચારીએ તો જણાશે કે માનવ કૃત્રિમ રીતે જે કાંઈ પ્રકાશ વસ્તુનું નિર્માણ કરે છે અથવા ઉષ્માપક વસ્તુ સર્જે છે, તે પણ પારંપારિક રીતે સૂર્યની જ પેદાશ છે. માટે જ વેદ કહે છે: “સૂર્ય શાત્મા નInતસ્થ” સૂર્ય સ્થાવર જંગમ સર્વ પ્રાણી પદાર્થોનો આત્મા અર્થાતું પ્રાણદાતા છે. ઋવેદના સૂર્યસૂકતમાં “બદ્રા ગઠ્ઠા રિત: સૂર્યસ્થ ચિત્રા” વગેરે વચનોથી સૂર્યના ચિત્ર-વિચિત્ર બહુરંગી સાત ઘોડાઓનું વર્ણન છે. વાસ્તવમાં સૂનાં સપ્તરંગી કિરણોને સૂર્યના સાત ઘોડા સમજવા. સૃષ્ટિમાં અનુભવાતા સાતેય રંગો સૂર્યનાં કિરણોનું જ પ્રદાન છે. મેઘધનુષ ચિત્રવિચિત્ર કિરણસમૂહનું દાત્ત છે. ઉપરઉપરથી સૂર્યનાં કિરણો ભલે પીળાં કે ભાસ્વરશુક્લ લાગે, પણ એમાં સાતેસાત રંગોની મિલાવટ હોય છે. શાસ્ત્રોમાં વર્ણવતા સૂર્યના સાત ઘોડા આ સાત રંગોનું જ પ્રતીક છે. લૌકિક રથમાં જોડાયેલા ઘોડા જેવા સૂર્યના ઘોડા નથી, પરંતુ રથની આગળ જેમ ઘોડા ચાલે છે તેમ સૂર્યની આગળ તેનાં કિરણો ચાલે છે. ઘોડા જેમ રથનું સામર્થ તેમજ ગતિકારણ છે, તેમ કિરણો જ સૂર્યનું સામર્થ તેમજ ગતિકારણ છે. સૂર્ય અને એનાં કિરણો વાસ્તવમાં એક જ છે, જૂદાં નથી. દીવાની જ્યોત અંગૂઠા જેવડી લાગે પણ એનો પ્રકાશ પચાસસાઠ હાથ સુધી ફેલાય છે. આ પ્રકાશ પણ વિસૂત્વર અર્થાત્ વ્યાપવાને લીધે આછીપાતળી બનેલી જ્યોત જ છે. તે જ રીતે સૂર્યનો ગોળો અને એ ગોળામાંથી કરોડો
Page #319
--------------------------------------------------------------------------
________________ 298 અમૃત મહોત્સવ સ્મૃતિ રાવ યોજન વિસ્તરતાં પ્રકાશકિરણો, હકીકતમાં સૂર્ય જ છે. આમ સૂર્ય દેવાધિદેવ પરમાત્માનું પ્રગટ રૂપ છે, ચરાચર વિશ્વના પ્રવર્તનનું અજોડ સાધન છે. અનેક રોગોના નિવારણનું ઉત્તમ સાધન છે. ચક્ષરોગને દૂર કરવા માટે સૂર્ય ઉપાસના સૂચવતું “ચાક્ષુષોપનિષદ્' છે. બાણકવિના. સાળા મયૂર કવિને કુષ્ઠરોગ થયેલો. ભગવાન ભાસ્કરની પ્રાર્થનાના સો શ્લોકોની રચના કરી, અત્યંત ભાવપૂર્ણ હૃદયે સૂર્ય સામે જોઈ એ શ્લોકોનું ગાન કરી, મયૂર કવિ કુકમુક્ત થયાની પ્રસિદ્ધિ છે. યોગસૂત્રના રચયિતા મહર્ષિ પતંજલિ કહે છે કે; “ભુવનજ્ઞાનં સૂર્વે સંથમા” (સૂ. 26, સાધનપાદ) અર્થાત સૂર્ય વિષે ધારણા, ધ્યાન અને સમાધિની સિદ્ધિ કરનાર ચૌદ ભુવનોની ઘટનાઓનો જ્ઞાતા બને છે. મુંડકોપનિષદ્ અવ્યય પુરુષ અર્થાતુ પરમાત્માને પામનાર જ્ઞાનીઓ સૂર્યદ્વારા પરમધામ પામે છે એમ કહે છે: तपः श्रद्धे ये ह्युपवसन्त्यरण्ये शान्ता विद्वांसो भैक्ष्यचर्यां चरन्तः / सूर्यद्वारेण ते विरजाः प्रयान्ति यत्रामृत: स पुरुषो हव्ययात्मा। (1-2-11) આનો અર્થ છે: “તપ:પૂત પુણ્યાત્મા ધીર પુરુષો સૂર્યમાર્ગે જ શ્રીભગવધામ એવં ભગવદભાવની પ્રાપ્તિરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે.' આચાર્ય નિંબાર્ક આ બાબતને સ્પષ્ટ કરતાં કહે છે: “विद्वान् मूर्धन्यया नाऽया निष्क्रम्य सूर्यरश्मीननुसारेणोर्ध्वलोकं गच्छति સૈરેવામિરિવારઅર્થાતુ પવિત્રાત્મા વિદ્વાન આ પાંચભૌતિક કલેવર છોડીને સૂર્યનાં કિરણોમાં પ્રવેશ કરે છે અને તે કિરણોના માર્ગે જ દિવ્યતમ ઊર્ધ્વલોકમાં જાય છે. આથી ભગવાન ભાસ્વાનની અચિન્ય એવં અપરિમિત મહત્તા સ્પષ્ટ થાય છે. મોક્ષમાર્ગીઓની તે નિસરણી છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે તેને સંક્રાન્તિ કહે છે. મકર રાશિમાં સૂર્ય પ્રવેશે ત્યારથી છ માસ ઉત્તરાયણ અને બાકીના છ માસ દક્ષિણાયન ગણાય છે. જે માસમાં સૂર્યસંક્રાંતિ ન થાય તેને મલમાસ અથવા પુરુષોત્તમ માસ કહે છે. આ જ અધિક માસ છે. મલમાસ , શુભકાર્યમાં વિર્ય ગણાય છે. ** *
Page #320
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 299 પુણ્ય કાર્ય કર્યું? - વાસુદેવ મહેતા બીજી બાબતોની જેમ વર્તમાનપત્રો તથા અન્ય સામયિકોના કર્તવ્યમાં પણ ગુજરાત પશ્ચિમ ભારતના બીજા પ્રદેશો કરતાં જુદું પડે છે. વર્તમાનપત્રો, અઠવાડિકો, માસિકો વગેરે બધા પ્રકારનાં સામયિકો માટે આજકાલ ‘પ્રિન્ટ મિડિયા' શબ્દ પ્રચલિત છે. “પ્રિન્ટ મિડિયામાંથી અહીં માત્ર વર્તમાનપત્રો વિષે ચર્ચા કરી છે. અઠવાડિક સમાચારપત્રો પણ તેમાં આવી જાય છે. | સમાચારપત્રોની શરૂઆત વાચકોને દેશ-દુનિયાના સમાચાર ઘેરબેઠાં પૂરા પાડવાના હેતુથી થઈ, તેમ ગુજરાતમાં પણ પહેલું વ્યવસ્થિત દૈનિક ‘મુંબઈ સમાચાર” વેપારી વર્ગ અને જાહેર બાબતોમાં રસ લેનારાને અત્રતત્રના સમાચાર આપવા માટે નીકળ્યું હતું. આજે ગુજરાત રાજ્યમાં પીસ્તાલીસ દૈનિક અને અઢીસોથી વધુ અઠવાડિક પ્રગટ થાય છે. | ગુજરાતી વર્તમાનપત્ર ૧૯મી સદીમાં વધ્યાં અને તેમણે સમાચારની સાથેસાથે સમાજ-સુધારાના પ્રશ્નોમાં પણ જોરશોરથી ઝંપલાવ્યું. વીસમી સદીમાં ગુજરાતી પત્રો સમાજ-સુધારા સાથે સાથે આઝાદીની લડતનાં વાજિંત્ર બન્યાં. આ સદીના પૂર્વાર્ધ સુધીમાં તેમણે સમાજસુધારણા તથા રાષ્ટ્રીય જાગૃતિ માટે ઘણું કામ કર્યું છે. ગુજરાત રાજકારણ, સામાજિક પ્રગતિ, કલા, સાહિત્ય વગેરેમાં જેનાથી આજે ઊજળું છે તેની માવજતનો યશ 1950 પહેલાંના વર્તમાનપત્રોને ફાળે જાય છે. 'પ્રજાબંધુ' અને સયાજી વિજય” સાપ્તાહિકોએ સાહિત્યસેવામાં ધારાવાહી નવલકથાઓ પ્રગટ કરી અને ભેટ પુસ્તકો તરીકે પણ નવલકથાઓ આપી. ‘ફૂલછાબ' એ પોતાની ઉત્તમ સામગ્રી પુસ્તિકાઓરૂપે આપી જ્યારે 'જન્મભૂમિ'માંથી ઝવેરચંદ મેઘાણીનાં લખાણો
Page #321
--------------------------------------------------------------------------
________________ 300 ગુજરાતી છાપાં માટે કર્તવ્ય સમાન પુણ્ય કાર્ય કર્યું? પુસ્તક - પુસ્તિકારૂપે બહાર પડયાં. આ સમયમાં ગુજરાતી વર્તમાનપત્રોનું નામ રાષ્ટ્રીય જાગૃતિ અને સામાજિક સુધારા તેમજ સાહિત્ય અને કલાના પ્રચારક - પ્રેરક તરીકે બહુ ઊજળું છે. યુરોપ-અમેરિકા, જ્યાં વર્તમાનપત્રનો જન્મ થયો ત્યાં કર્તવ્યમાં સમાજસેવા કે સમાજ-સુધારા કે રાજકીય જાગૃતિ કે રાષ્ટ્રીય ઘડતરનો સમાવેશ થતો નથી. તેઓ રમત-ગમત, પુસ્તકોનાં અવલોકન, કલાચર્ચા વગેરે વિભાગો આપે છે, પરંતુ તેનો લગભગ બધો ઝોક સમાચાર પર હોય છે. | ગુજરાતમાં વર્તમાનપત્રના કર્તવ્યમાં 1950 સુધીમાં અડધો ભાગ સમાચાર રોકતા હતા અને અડધો ભાગ સામાજિક જાગૃતિના અનેક પ્રવાહ રોકતા હતા. પરંતુ 1950 પછી વર્તમાનપત્રો વેપારીઓના હાથમાં પડ્યાં, લિમિટેડ કંપનીઓ રચાઈને ઉદ્યોગ બન્યાં. માલિકી અને સંચાલનમાંથી લોકસેવાની ધગશવાળા માણસો નીકળી ગયા અને નફો તથા ફેલાવો જોનારા આવ્યા. તે કારણે વર્તમાનપત્રના કર્તવ્ય વિષેના ખ્યાલ પણ બદલાયો. પરંતુ માલિકો-સંચાલકોના કરતાં સમયનો અવાજ મોટો છે. સમય પોકારી પોકારીને કહે છે કે ગુજરાતી વર્તમાનપત્રો સમાચારપત્રો તરીકે બેશક કામ કરે પરંતુ તેમનું કર્તવ્ય આજે પણ લોકજાગૃતિ અને સમાજસેવાનું છે. એને લગભગ ત્યજી દીધાથી ગુજરાતની પ્રજા દિશાદોર વગરની બની છે. સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે તે ટોચ પર બેઠેલાને પણ સમજાતું નથી. આપણે ત્યાં ધર્મમાં ગુરુ તેમ સમાજસુધારામાં આગેવાનોની જરૂર હજી ઊભી છે. સુધારા અને લોકશિક્ષણનાં કામ ઝુંબેશ વડે ચાલે છે. વર્તમાનપત્રો જંગમ વિદ્યાપીઠનું કામ કરે તો જ એમનું જીવ્યું સાર્થક બને. યુવાનો ઉચ્ચતર માધ્યમિક કે કૉલેજનું શિક્ષણ પૂરું કરી નોકરી માટે શહેરોની બહાર જાય છે. તે સાથે તેમને માટે જ્ઞાન અને માહિતીની વાટ કપાઈ જાય છે. સામૂહિક પ્રસાર - માધ્યમો ગુજરાતને જેની અનિવાર્ય જરૂર છે તેવું કશું આપતા નથી. સિનેમા અને ટી.વી. બે પ્રબળ માધ્યમો જે નથી જોઈતું તે જ આપે છે. સેટેલાઈટ આવ્યો અને વિદેશી ટી.વી. પ્રોગ્રામનો મારો ચાલ્યો. તેનાથી હલકું મનોરંજન પૂરની જેમ રેલાયું અને પ્રૌઢ સમાજના પ્રશ્નો ઉકેલીએ તે પહેલાં ઊગતી પેઢીનાં નિર્દોષ જીવનમાં એવી ઝેરી ગટર-ગંગા ફેલાઈ છે કે તેમાંથી વળી વધારે કપરી સમસ્યાઓનો જન્મ થયો છે. કમનસીબે કાગળ અને પુસ્તક-પ્રકાશન એકદમ મોંઘાં બન્યાં. આમ પણ ગુજરાતમાં પંચાવન ટકા લોકો અજાણ છે છતાં ધાર્મિક સંસ્થાઓ અને અખંડાનંદ જેવાં પ્રકાશનગૃહો ઘણું પથ્ય વિચાર ભાથું લોકોને પૂરું
Page #322
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 301 પાડતા હતા. એ પણ મોંઘવારીમાં રૂંધાઈ ગયું છે. ગામડાનો શિક્ષક જ્ઞાન અને પ્રગતિના દીવા જેવો હતો. એ પગાર - ભથ્થાં તથા બદલીઓની પળોજણમાંથી ઊંચો આવતો નથી. સામાન્ય જનસમૂહને જાગ્રત કરવાની વાત દૂર રહી પણ જે યુવકો કૉલેજ પૂરી કરીને શહેરોની બહાર જાય છે તેમને પણ જાગ્રત અને અદ્યતન વિચારોથી પરિચિત રાખવાનું કોઈ જ સાધન નથી. બીજી તરફ જૂની સમસ્યાઓ દૂર થતી નથી એટલું જ નહિ, તેમાં નવી સમસ્યાઓ ઉમેરાય છે. ગુજરાતમાં ટી.વી., ફીજ, સ્કૂટર, વી.સી.આર, ગામડાંમાં પણ આવી ગયાં છે છતાં રોજ સરેરાશ પાંચ સ્ત્રીઓનાં અપમૃત્યુ થાય છે, જેમાં મુખ્ય કારણ દહેજ અને નવી પેઢી જૂની પેઢી વચ્ચેનો કુટુમ્બકલેશ હોય છે. બાળલગ્નો પણ થાય છે. જવાબદારીની સાવચેતીને અને જાગૃતિને અભાવે સંતતિ-નિયમનના ઉપાયોનો એટલો દુરુપયોગ થાય છે કે અમદાવાદ જેવાં શહેરોમાં કાચી, ફસાયેલી યુવતીઓના ગર્ભપાતના સરેરાશ પચ્ચાસેક કેસ રોજ બને છે. લોકોને પ્રાથમિક આરોગ્યની પણ ઊંડાણનાં ગામડાંમાં ખબર નથી. વહેમ અને અંધશ્રદ્ધા ગામડાંમાંથી જવાનું બાજુએ રહ્યું પણ શહેરોમાં પ્રસર્યા છે. આ ઓછું હોય તેમ દારુબંધીમાં વ્યાપક ભંગાણથી ફીજમાં દારુની બાટલી અસામાન્ય રહી નથી અને તેમાં હવે ડ્રગની બલા આવી | ગુજરાતનો સરેરાશ માણસ ભલે ભોળ અને સદાચારનો ચાહક છે, પરંતુ એના સદ્ગણને પ્રેરણા પાઈને મજબૂત કોણ કરે? શિક્ષણ આજીવિકાનું સાધન બન્યા પછી ગાંધીવાદી ઢબની જનજાગૃતિમાંથી એ બહાર નીકળી ગયું છે અને પુસ્તકો શહેરી મધ્યમવર્ગનેય પોસાય તેવાં રહ્યાં નથી. રેડિયો, ટી.વી. મનોરંજનની લહાણી કરે છે ત્યારે લોકશિક્ષણ દ્વારા લોકસેવાની જવાબદારી એકલાં વર્તમાનપત્રોને માથે આવી છે. સમાચાર આપવાની સાથે લોકસેવા કરી શકે, જેમ ગાંધીયુગમાં લછાબ, સૌરાષ્ટ્ર, જન્મભૂમિ, પ્રજાબંધુ, ગુજરાત સમાચાર, સંદેશ, ગુજરાત-મિત્ર વગેરે કરતાં હતાં. આ છાપાં આઝાદી પહેલાં યુવક - મંડળો, અખાડા વ્યાયામ પ્રવૃત્તિ, સ્ત્રી-સંસ્થાઓ વગેરેને ખૂબ પ્રોત્સાહન આપતાં હતાં. આજે છાપાં સમજે છે કે આવાં કામ એમના કર્તવ્યમાં જ નથી. રાજકારણની ખટપટો તથા ગુનાખોરીના સમાચારથી છાપાં ભરાઈ જાય છે, અને અહીંના સમાચારથી ઓછું પડતું હશે તેથી વિદેશના સમાચાર ઉઠાવી લાવીને આપે છે. ગુજરાતી છાપાંમાં ફિચર્સની બોલબાલા છે, પરંતુ એમાં પણ મનોરંજનનું
Page #323
--------------------------------------------------------------------------
________________ 302 ગુજરાતી છાપાં માટે કર્તવ્ય સમાન પુરુય કાર્ય કર્યું? આકર્ષણ રાખવું પડે છે. સમાજને પ્રેરણા, માર્ગદર્શન, હૂંફ વગેરે માટે ઝુંબેશની ધગશ જોઈએ, જે ગુજરાતી છાપાંમાં હોતી નથી. દુ:ખની વાત એ છે કે એ કામ બીજા કોઈ સાધનથી થાય તેમ નથી. છાપાંની ઉદાસીનતા તરફ નિઃસાસા નાખીને થોડાક સજ્જનો માત્ર પંદર કે વીસ સદ્ આચાર-વિચારના ટેકામાં ખોટ વેઠીને પણ અઠવાડિકો અને માસિકો પ્રગટ કરે છે. મુંબઈમાંથી પ્રબુદ્ધ-જીવન”, “સમર્પણ', વલ્લભ વિદ્યાનગરમાંથી ‘વિચાર વલોણું', વડોદરામાંથી 'ભૂમિપુત્ર” અને “આપણું આરોગ્ય', અમદાવાદમાંથી “લોકસ્વરાજ્ય', “અખંડ આનંદ', ‘વિશ્વ વાત્સલ્ય', વૈશ્વિક માનવતાવાદ', 'જનકલ્યાણ” વગેરે નામ આગળ પડતાં છે. આ બધાં સામયિકો કાં તો ખોટમાં અથવા પરાણે બે છેડા સરખા કરીને જીવે છે. તેઓ સામૂહિક માધ્યમોનું કાઠું કાઢી શકે તેમ છે પણ જાહેર ખબર વગર એવી શક્તિ ન બતાવી શકે. ઘોર અંધકારમાં આ દીવા થોડાક સજ્જનો મુખ્યત્વે નિજાનંદ અને કર્તવ્ય બજાવ્યાનો સંતોષ ખાતર સળગતા રાખે છે. દૈનિકો તેમના આ મુખ્ય કર્તવ્ય સામે જોતાં પણ નથી. બહુબહુ તો અગ્રલેખ લખે જે બહુ ઓછા વંચાય છે. ગુજરાતમાં જાત ઘસીને લોકોપયોગી પ્રવૃત્તિ કરનારા જ્યાં ત્યાં પડયા છે. તેમને છાપાં જેવા કોઈ સમૂહ-માધ્યમના સહારાની બહુ જરૂર છે. પણ છાપાં સિનેમા-સમાચાર અને બીજી ગપસપમાંથી થોડીક પણ જગ્યા કાઢી આપતાં નથી. આવા માણસો અને સંસ્થાઓ તેમની પ્રવૃત્તિ માટે બે શબ્દ છપાય તે ખાતર છાપાંના કાર્યાલયોમાં પગ ઘસતા હોય છે. તંત્રીને સબુદ્ધિ કયારેક સૂઝે. ત્યારે પંદર-વીસ લીટી છાપે, પરંતુ માત્ર એટલામાં પેલી પ્રવૃત્તિઓને ઑક્સીજન પામ્યા જેટલો ઉત્સાહ વધે. | મારો અનુભવ એવો છે કે રચનાત્મક અને લોકકલ્યાણનું કામ કરતી સંસ્થાઓને છાપાં રોજના આઠ પાનામાં 64 કૉલમમાંથી માત્ર બે કૉલમ આપે તો પણ ગુજરાતમાં સારી પ્રવૃત્તિઓને ઘણો વેગ મળે. મેં તક મળી ત્યારે તેમના વિષે થોડુંક પણ લખ્યું ત્યારે ત્યારે તેમને પુષ્કળ લાભ થયો છે. પરંતુ એ પ્રયત્ન જે જે કરવાનું છે તેની વિસાતમાં નથી. ગુજરાત હજીય ગુણવંતી ગુજરાત છે. સાત્ત્વિક પ્રવૃત્તિ માટે તેની ધરતીમાં પુષ્કળ રસકસ છે, અને જ્યારે છાપાંની મદદ માટે એ આજીજીભરી નજરે જોઈ રહેલ છે ત્યારે છાપાંએ તેમને દાદ દઈને પોતાનું પ્રાથમિક નૈતિક કર્તવ્ય બજાવવું જોઈએ.
Page #324
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 303 40. વ્યર્થ! - રમેશ મ. ભટ્ટ શબ્દ માત્ર મને ઘાણા પ્રિય છે. અવાજ કે ધ્વનિને પણ શબ્દ તરીકે ઓળખાવાય છે ત્યારે મને શબ્દની શક્તિનું શ્રવણ થાય છે અને ક્યારેક નિ:શબ્દ : નીરવ - મીન - માં રહેલા શબ્દથી વિસ્મય પણ થાય છે. શબ્દથી આવા વિવિધ ભાવ અનુભવ્યા કરું છું. - જ્યારે હું કોશમાંના શબ્દોને જોઉં છું ત્યારે એ બધા જ શબ્દો પોતાને મળેલું ઓળખપત્ર (અર્થ) ચોંટાડીને હારબદ્ધ ઊભેલા સ્વયંસેવકો જેવા ભાસે છે. ઘણા શબ્દોની એક કરતાં ય વધુ અર્થોવાળી ઓળખાણ હોય છે ત્યારે એનાં જૂજવાં રૂપ ભુલભુલામણીનો આનંદ આપે છે. આમ છતાં કોશમાંના શબ્દો મને બહુ ગમતા નથી. પણ એ જ્યારે કોશની બહાર નીકળે છે ત્યારે મને એ વધારે ગમે છે. કોઈ પણ સૈનિક એના ગણવેશમાં પરેડ કરતો હોય એ જોવું ગમે ખરું, પણ એ જ યુવાન પાટલૂનના ખિસ્સામાં હાથ નાખીને ખુલ્લા મેદાનમાં લટાર મારતો હોય તેને જોવો એ વધુ આફ્લાદકર નથી લાગતું? એવું જ આ કોશમાંના શબ્દોનું પણ છે. ' એ શબ્દો બહાર નીકળીને સ્વતંત્ર વિહાર કરી શકતા નથી, પરંતુ પોતાને અપાયેલ અર્થ ત્યજીને અક્રમિક વ્યવસ્થામાં ગોઠવાય છે ત્યારે એ ધાગા મોહક લાગે છે. જો કે સાહિત્યરચનાઓમાં જ શબ્દનો ગતિવિધિ નૂતન બનીને સૌન્દર્ય નિર્માણ કરે છે એટલું જ નથી. વ્યવહારમાં પણ ધાગા એ શબ્દો એના વાપરનારના આંતરભાવ સાથે ભિન્ન ભિન્ન અસર જન્માવે છે. 'પધારો' શબ્દ મને બહુ ગમે છે. એ માનપૂર્વક સત્કાર માટે વપરાય છે. ક્યારેક તો એ આગગમાને છપાવી ભંગ કરવા પણ
Page #325
--------------------------------------------------------------------------
________________ 304 વ્યર્થ! પ્રયોજાય છે. તો કોઈક અત્યંત વ્યવહારુ વ્યક્તિ કો'કની વિદાય આપવાની વ્યંજના દર્શાવવા પણ ‘પધારો’ ઉપયોગમાં લઈ લે છે. આ રીતે શબ્દના ઘણા જ અર્થો છે અને એને વિવિધ રીતના ઉપયોગથી ઘણું બધું સાધી શકાય છે. પણ મને શબ્દો વધુ ગમે છે એનું કારણ એમાંનું એક પણ નથી. હું જ્યારે ઘણા જ શબ્દોના અનર્થ કરીને વ્યર્થતાનો અનુભવ કરું છું ત્યારે મને એ વધારે ગમે છે. કેટલાક શબ્દોના અર્થમાં કેટલી બધી શક્તિ રહેલી છે ! એ મારી અશક્તિને પણ શક્તિના રૂપમાં દર્શાવી શકે છે. મારે માટે શબ્દોના અનર્થ જ વિશિષ્ટ અર્થ છે એટલે કે “વ્યર્થ છે. વ્યર્થનો અર્થ ‘નકામું ભલે ગણાય. પણ એવા અર્થનો મેં જાણી જોઈને' - એટલે કે જાણ્યા પછી જોઈને -ત્યાગ કર્યો છે. જાણી જોઈને’ શબ્દ પણ મને આવા જ અર્થમાં ગમે છે. સાધારણ રીતે આપણે પહેલાં કશું પણ જોઈએ છીએ, મતલબ કે આપણને કશું પણ દેખાય છે, ત્યારપછી એને જાણી શકીએ છીએ. પણ જ્યારે જોયા વિના જ જાણી લેવાની સિદ્ધિ આ શબ્દ ‘જાણીજોઈને'માં હોવાથી મને એ વધારે ગમે છે. વ્યર્થ' શબ્દના આવા કોશ-અર્થના ત્યાગને લીધે જ એનો ‘વિશિષ્ટ અર્થના અર્થમાં સ્વીકારવાથી અનર્થ થાય છે તો પણ મને ગમે છે. વળી, “અનર્થ' શબ્દને પણ ખોટા અર્થમાં ન સમજતાં, છુપાયેલા અર્થ' તરીકે પૂરેપૂરું સમજાઈ જાય છે. શબ્દના અનર્થની આવી વ્યર્થ શક્તિનો અનુભવ મેં નરસિંહ મહેતાથી નિરંજન ભગત સુધીના કવિઓની રચનાઓ દ્વારા કર્યો છે. હું ભણતો ત્યારે તથા ભણાવવાનો વેષ ભજવતો ત્યારે કવિને એમની કવિતામાં કયો અર્થ અભિપ્રેત છે એવો પ્રશ્ન ઊભો થવા દેતો જ નહિ. પ્રશ્ન તથા હું બન્ને સૂતા જ રહીએ ને પડ્યા જ રહીએ એવા અનર્થનો જ આશ્રય હું લેતો. સાધુપુરુષે મોડે સુધી સૂવું નહિ; એવું કહેનાર નરસિંહના ભજન મને ક્યારેય વહેલા ન ઊઠવા માટે વસવસો થવા દીધો નથી, કેમ કે હું ક્યારેય સાધુપુરુષ નથી અને થવાનો પણ નથી એની મેં ખાતરી કરી છે અને કાળજી રાખી છે. હું અહીં ક્યાં કોઈનું યે કામ કરવા આવ્યો છું? હું તો બસ ફરવા આવ્યો છું; એવી નિરંજન ભગતની રચનાની પંક્તિએ મને ખ્યાલ કરી દીધો. બીજા માટે ઘસાઈને ઊજળા થાઓ.” એવું રવિશંકર મહારાજનું સુવાક્ય જ્યારે જ્યારે વાંચ્યું છે ત્યારે એમ જ
Page #326
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 305 થયું છે કે આપણે માણસ છીએ કે વાસણ? વાસણ ઘસાય તો ઊજળાં થાય. આપણે ઘસાઈએ તો છોલાઈએ - લાલ થઈએ અને સૂજીએ. આથી "સત્યમેવ જયતે' જેવું આ સુવાક્ય માત્ર બીજાઓને સંદેશો પાઠવવા માટે સારું છે. પણ કોઈનું ય કામ કરવાની નહિ, પણ ફરવાની વૃત્તિ કેળવવી એ મારી વધુ પ્રિય વૃત્તિ - પ્રવૃત્તિ. ફરવું' એ શબ્દ પણ મને પ્રિય છે કેમ કે એનો માત્ર એક જ અર્થ નથી. ફરવું' એટલે લટાર મારવી. એક રાત્રે લટાર મારવા નીકળેલો તારે એક મિત્ર એમના રૂમની લાઈટ બંધ કરવાની ભૂલી ગયા હશે એટલે મેં બૂમ પાડીને પૂછયું 'પંડિત ઊંઘી ગયા છો કે?' આવી બે ત્રણ બૂમ પછી એ ઊઠયા - અને પૂછ્યું “શું છે?' . મેં કહ્યું કશું નહિ. અમસ્તું જ પૂછયું. લાઈટ ચાલુ હતીને એટલે. કેમ, ઊંઘી ગયા હતા?' આમ ફરીથી આ પ્રશ્ન પૂછતાં છેડ્યા એટલે પંડિત છંછેડાયા. એટલે ત્યાંથી હું પાછો ફરી ગયો! બહેરા માણસને ‘તમને સંભળાતું નથી?' એમ પૂછવું અને ઊંઘતા માણસને ‘ઊંધો છો કે?' એ પૂછવું એમ એ બંને પ્રશ્નો નિરર્થક છે. છતાં એ નિરર્થકતા - વ્યર્થતા કેટલી બધી ઉપકારક છે? કોઈને પણ ન સમજાય એવું લખવું એ “આધુનિકતા'નું ગૌરવ પામે છે. સાંભળવાથી વધુ ગૂંચવાડો થાય અને તેને ગૂઢવાણી' ગણી લેવાથી આપણે તત્ત્વજ્ઞ” બની જઈએ છીએ. આટલું લખ્યા પછી મને થોડોક તો સંતોષ છે કે જીવનમાં મેં આટલી બધી વ્યર્થ પ્રવૃત્તિઓ કરી એની વ્યર્થતા આટલાથી પણ સિદ્ધ કરી શકાશે!
Page #327
--------------------------------------------------------------------------
________________ 306 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 41. શ્યામ અંગ્રેજોનો દેશ - ધીરુબહેન પટેલ આટલા વખત લગી એક મનોરમ ભ્રમણાને આધારે જીવતી આવી છે કે આ ભારતવર્ષ મારો દેશ છે - હું ભારતીય છું, મારી આસપાસનાં સૌ કોઈ ભારતીય છે. પણ હવે આંખ ઉઘાડ્યા વિના ચાલે એમ નથી. ક્યાં છે મારા દેશના સીમાડા, એ ધનવનાચ્છાદિત ધરા જે સમાન ભાવે પશુપક્ષીઓની તેમ જ માનવોની ચેષ્ટા ઉદારતાથી સહી લેતી હતી અને પોતાના અપરંપાર રૂપરાશિથી, અખંડ અનંત સમૃદ્ધિથી સારાયે જગતની પ્રજાઓનાં મન મોહી લેતી હતી? અનેક પ્રજાઓ આક્રમણ કરવા આવી અને ભારતના વિશાળ વત્સલ અંકમાં સમાઈ ગઈ, ભારતીય બની ગઈ. પાટણના પટોળાંની જેમ જુદા જુદા દેશના, જુદી જુદી કોમના, જુદા જુદા ધર્મના લોકોનું રંગબેરંગી રેશમ કોઈ આંતરિક સંકેત અનુસાર અરસપરસ ઓતપ્રોત થઈ એક આગવું અને મનોહર રૂપ ધારી રહ્યું. દૂર દૂરના પૂર્વજો ભુલાઈ ગયા, પણ સાંસ્કૃતિક વારસો ન ભુલાયો. નવાં નવાં ઝરણાં પોતાનાં વિશિષ્ટ લક્ષણો સમેત ભારતીયતાના મહાનદમાં સમાઈ ગયાં. ઈતિહાસનાં પડ ઉખેડ્યા વિના પણ આંખ-કાન ખુલ્લાં રાખીને ભારતનો પ્રવાસ કરતાં આટલી વાત સમજાયા વિના રહે નહીં, મન સાનંદાશ્ચર્યમુગ્ધ બની જાય. પરંતુ છેલ્લી જે પ્રજા આવી તે તો અહીંયાં રહી નહીં, અહીંની બની નહીં, ભારતીયતાના પ્રવાહને પુર કરવાને બદલે તેને ડહોળી નાખ્યો, અલગ અલગ ખાબોચિયામાં રેલાવીને સૂકવી નાખ્યો. ઠીક, ભૂતકાળ સાથે લડવાનો પ્રયત્ન કરવો વૃથા, એનો અફસોસ કરવો તે પણ વૃથા. આટલું સમજવા છતાં મનની ગ્લાનિ જતી નથી.
Page #328
--------------------------------------------------------------------------
________________ સામ અંગ્રેજોનો દેશ 307 દુ:ખ થાય છે તે આ વરવા વર્તમાનનું, ચિંતા થાય છે તે ચતુર્દિશ અંધકારથી ઘેરાયેલા ભારતવર્ષના ભાવિની. ના, આ મિશ્રા વાણીવિલાસ નથી. તમે જ બતાવો, ક્યાં છે ભારતીયતા? એક જમાનો હતો જ્યારે વંદેમાતરમ ગાતાં ગાતાં આંખો સજળ બની જતી, શસ્યશ્યામલા ધરિત્રી જડ મટીને ચૈતન્યયુક્ત થઈ જતી.. એ સાચે જ અમારી મા હતી, એના પ્રત્યે જેટલો આદર તેનાથી કેટલાય વધારે સ્નેહ! એ સ્નેહને લીધે જ લોકો સુખના જીવને દુ:ખમાં નાખવા તત્પર થઈ જતા, લાઠી, ગોળી અને કારાવાસથી ડરતા નહીં, કુટુંબથી અલગ થવું પડે તો કબૂલ, પણ રાષ્ટ્રપ્રેમની જ્યોત બુઝાવા દેતા નહીં. આજે ક્યાં છે એ ભાવસામ્રાજ્ય? એવું કહી શકાય કે હવે અંગ્રેજો ચાલ્યા ગયા છે, ગુલામીની જંજીરો તૂટી ગઈ છે, હવે એવા બધા પોચટ લાગણીવેડાનું અહીંયાં કંઈ સ્થાન નથી. સાંભળવામાં તો વાત સારી લાગે. આધુનિક, તર્કશુદ્ધ અને બુદ્ધિગમ્ય લાગે, પણ એ સાચી તો નથી જ નથી. પોતાના રાષ્ટ્ર માટે આદર અને પ્રેમ વિના કોઈ પ્રજા જીવી ન શકે, પોતાનું સ્વત્વ ટકાવી ન શકે, જીવનની પરિપૂર્ણતા પામી ન શકે. સૂર્યની સામે આંખો મીંચીને ગમે એટલા બખાળા કાઢીએ તેથી એ અસૂર્ય નથી થઈ જતો. સત્ય પણ હંમેશાં સત્ય જ રહે છે, ચાહે એને સ્વીકારો કે ન સ્વીકારો અને આ સત્ય બેલાશક કડવું જ છે, મનને જરા યે ગમે એવું નથી. તો શું કરીશું? અપ્રિય સત્યને ધક્કો મારીને પાછું ભોંયમાં ભંડારી દઈશું કે એને નિહાળી, સ્વીકારી, એની પાછળનાં પરિબળો શોધવાનો પ્રયત્ન કરીશું? સ્કૂલ દષ્ટિથી જડી આવે એવાં કારણો એક પછી એક આઘાં મૂક્તા જઈએ તો છેવટે દેખાશે કે આપણી ભારતીયતાને અંગ્રેજી ભાષાનો લૂણો લાગ્યો છે. અકાળે આવી પડતા કરાના વરસાદની જેમ જોરદાર દલીલો મારે માથે પટકવાથી શું વળશે? તમારી એ બધી વાતો મને મંજૂર છે. અંગ્રેજી ભાષા વિશ્વસાહિત્યનું દ્વાર છે. આંતર્દેશીય પ્રવાસ માટે એનું જ્ઞાન જરૂરી છે. અત્યારના વિધવિધ શાસ્ત્ર અને વિજ્ઞાનની ગતિવિધિ જાણવા માટે અંગ્રેજી જાણવું જ પડશે. વળી અંગ્રેજી ભાષાનું પોતાનું શબ્દભંડોળ ને લચીલાપણું અજોડ છે. વારુ આ બધું સ્વીકારી લીધા પછી પણ વિનમ્રભાવે મારે એની એ વાત કહેવાની છે કે ‘મહાજન મારું માબાપ, પણ મારી ખીલી નહીં ખસે. અંગ્રેજોના અમલનો અસ્ત થયા પછી તેમની ભાષાને ગૌરવપૂર્ણ
Page #329
--------------------------------------------------------------------------
________________ 308 અમૃત મહોત્સવ સ્મૃતિ રથ ઉદય આ સદીઓથી દુ:ખ સહેતા આવેલા દેશમાં જે રીતે થયો છે તેનાથી જ આપણી રાષ્ટ્રીયતાની જ્યોત ઝંખવાવા માંડી છે અને જે આપણે હજીયે - નહીં જાગીએ તો એ બુઝાઈ જશે એ નિર્વિવાદ છે. અને એ શક્યતા જ મને અસ્વસ્થ કરી મૂકે છે. બાકી અંગ્રેજી ભાષાના અધ્યયન-અધ્યાપનમાં મેં પણ વીસ વરસ ગાળ્યાં છે, એ ભાષાને ચાહી છે, યત્કિંચિત્ લેખન દ્વારા એના વિશાળ મહાસાગરમાં બેચાર બિંદુ ઉમેરવાનો પ્રયત્ન પણ કર્યો છે, એમ છતાં મારે કહેવું પડે છે ... આપણને સાંસ્કૃતિક દેવાળાની દિશામાં ધકેલતી આ અંગ્રેજી ભાષાની મોહગ્રન્યિમાંથી આપણે છૂટવું પડશે. અંગ્રેજીની તરફેણમાં નોંધેલી બધી શિષ્ટ દલીલો ઉપરાંત એક દૂર વાસ્તવિકતા એ પણ છે કે અંગ્રેજીની જાણકારી આપણા અર્થોપાર્જનનું સાધન બની છે. અંગ્રેજી ન જાણનાર વ્યકિતની સામે ફટોફ્ટ વસાઈ જતાં બારણાંની સંખ્યા અપાર છે. તેને માટે ભાગ્યે જ કોઈ મહત્ત્વાકાંક્ષા શેષ રહે છે. અને આ વાત આપણે અભણ તથા દરિદ્ર વર્ગના ધ્યાન બહાર નથી. તેથી જ એક વખત એક રોજિંદી મજૂરી કરી પેટ ભરનાર બાઈને હું સમજાવતી હતી કે તેણે પોતાના પુત્રને કોન્વેન્ટમાં દાખલ ન કરવો જોઈએ ત્યારે એણે તીવ્ર કટાક્ષપૂર્ણ સ્મિત કરીને કહ્યું હતું. કેમ? તમારાં છોકરાં જ સાહેબલોક થાય, એમ?” વાત એની સો ટકા સાચી હતી. લજ્જિત થઈને નીચું જોઈ જવા સિવાય બીજું હું શું કરી શકું? આપણાં બાળકોને સંસ્કાર-સમૃદ્ધ કરવા નહીં પણ અર્થોપાર્જનની એમની ક્ષમતા વધારવા જ આપણે અંગ્રેજી બાલમંદિરોમાં ધકેલી દઈએ છીએ ને? બાકી લંડનબ્રિજ પડે કે ન પડે એમણે શા માટે પોતાના જગતથી તદન બહારની વાતો અને વસ્તુઓ સાથે સંબંધ ધરાવતાં જોડકામાં ગોખવાથી વિદ્યાયજ્ઞની શરૂઆત કરવી પડે? હાલમાં જ એક આઠ વર્ષના, અત્યાર લગી અસ્પૃશ્ય ગણાતી કોમના બાળકે પરીક્ષાના ડરથી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી એ તમે વાંચ્યું હશે! માબાપ તો શું આખા પરિવારમાં, સગાસંબંધીમાં, મિત્રવર્તુળમાં કોઈ જ અંગ્રેજી જાણતું ન હોય તેવા એક અસહાય બાળકે અંગ્રેજી માધ્યમની શાળામાં જે મનોયાતના વેઠી હશે તેની કલ્પના કરી શકો છો? છતાં એની માએ પણ મારો દીકરો ‘સાહેબલોક' બને એવી ઇચ્છાથી જ એને અંગ્રેજી શાળામાં મૂકો હશે ને? એનો વાંક કેમ કઢાય? વાંક તો આપણો છે કે આપણે આવા ખોટાં મૂલ્યો ઊભાં કયાં. બાળક ઝાડુવાળાનું હોય કે લક્ષાધિપતિનું બાળક એ બાળક છે. એની
Page #330
--------------------------------------------------------------------------
________________ શ્યામ અંગેઓનો દેશ 309 પોતાની માતૃભાષામાં વિચારવાનો, બોલવાનો, ગાવાનો લખવાનો, મજાક મશ્કરી કરવાનો એને હકક છે. એ હક આપણાથી કેમ છીનવી લેવાય? ઘરમાં માબાપ સાથે પણ માતૃભાષામાં નહીં બોલવાનું, એવો દૂર આદેશ જે શાળામાંથી મળતો હોય ત્યાં એને મોકલવાનું પગલું શબ્દાતીત મૂર્ખતાથી ભરેલું છે એ આપણે ક્યારે સમજીશું? મનોવિકાસ અને ભાષાનું જ્ઞાન અનિવાર્ય રીતે સંકળાયેલાં છે. આપણે જે ભાષાસંકર પ્રજા ઉત્પન્ન કરી રહ્યાં છીએ તેને જીવનની શરૂઆત કેટલી ખોટી રીતે, કેવી દરિદ્રતામાં કરવી પડે છે તે તો જરા વિચારો! નાનું બાળક પોતાની આસપાસનું જગત જુએ છે અને સમજવાની કોશિશ કરે છે ત્યારે પહેલાં તો ઈન્દ્રિયગ્રાહ્ય જ્ઞાન તે મેળવે છે પરંતુ એ જ્ઞાન ચિરસ્થાયી કરવા તેમ જ એનું આદાનપ્રદાન કરવા અને ભાષાની જરૂર પડે છે. હાલ તો કે.જી. કરતાં પહેલી 'પ્લેપેન કે પછી પ્લેગ્રુપ”ની કેદ શરૂ થઈ જાય છે. તેમાં બંદી બનેલાં ભારતીય બાળકો કેવી કૃત્રિમતાથી જીવનનું પ્રભાત ઉઘડતું જુએ છે! ઘરમાં અને શાળામાં તદ્દન અલગ વાતાવરણ, અલગ ભાષા, અલગ વ્યવહાર એનો તેમના કુમળાં મગજ પર કેવો પ્રભાવ પડે? તેઓનું માનસ કેટલું અસ્વસ્થ અને અસ્તવ્યસ્ત થઈ જાય? આ રીતે જે શિક્ષાગની શરૂઆત થઈ હોય તે શિક્ષણ સંપૂર્ણ માનવ બનવામાં કેટલું સહાયભૂત થાય? વળી જે ઘરમાં અંગ્રેજી વાતાવરણ હોય અને બોલીથી માંડીને રહેવાની ઢબછબ બધું એકસરખી રીતે પશ્ચિમનું જ હોય તે ઘરનાં બાળકોને શાળા અને ઘરના સાંસ્કૃતિક પ્રવાહો અલગ અલગ ન લાગે અને તેઓનું શિક્ષણ ઠીક ઠીક ઝડપે આગળ વધે એ માનવું પડે. પણ ભારતીય મહાસાગરમાં આવા અંગ્રેજી ટાપુઓ કેટલા ? એ વધારવાથી આપણને સમગ્રપણે જોતાં કેટલો લાભ? આવાં કુટુંબોનાં બાળકોનું મુખ્ય ધ્યેય હોય છે અમેરિકા જઈ ત્યાં જ સ્થાયી થવાનું. એ સ્વપ્ન કેવું છે એ વિચારવાનું અત્રે અપ્રસ્તુત ગણીએ તો પણ એ વાત તો નક્કી કે શસ્યશ્યામલાના શબ્દોચ્ચાર સાથે તેમનાં રંવાડાં ઊભાં થતાં નથી. માતા, પિતા, કુટુંબ, સમાજ, દેશ વગેરે શબ્દોના અર્થ તેઓ જાણે છે, પણ એમના અર્થ આપણા અર્થ કરતાં જુદા છે. એમના કવિઓ જુદા છે, એમના મંત્રદ્રષ્ટા જુદા છે, તેથી જીવન પ્રત્યેનો અભિગમ પણ જુદો જ છે અદ્યતન અંગ્રેજી શાળામાં ભણેલા એક વૈષ્ણવ બાળકને જન્માષ્ટમી
Page #331
--------------------------------------------------------------------------
________________ 310 વિશે પૂછવામાં આવ્યું ત્યારે મૌન રહેલા સહપાઠીઓ તરફ મોટાઈથી નજર ડે ઑફ ઘંટ બ્લ બૉય! અને ગયે જ મહિને એક જૈન પરિવારની સુંદર સુશીલ અને ફાંકડું અંગ્રેજી બોલતી બાલિકાને એના ધર્મ વિશે પૂછયું ત્યારે થોડો વખત મૂંઝાઈને એણે કહ્યું, ‘ઈટ ઈઝ સમથિંગ અબાઉટ વેજીટેબલ્સ એન્ડ નૉટ ટુ કિલ એનીબડી - રાઈટ?' એને શી રીતે કહેવું “રાઈટ’? મારો મૂંઝાએલો ચહેરો જોઈ એણે સ્નેહથી ઉમેર્યું, ‘આય ઓલસો નો ધેટ અરિહંતાણં' ધ ગૂડ!' કહી વાત પતાવી, પણ વાત એટલેથી પતતી તો નથી. છતે માબાપે બાળક અનાથ બને, ગર્ભશ્રીમંત પરિવારના છોકરાને એના વારસામાંથી કાણી કોડી ન મળે, ત્યારે આપણું દિલ દ્રવી ઊઠે છે. તો ધર્મના, સંસ્કૃતિના, સાહિત્યના અમર વારસાથી આપણાં બાળકોને આપણે વંચિત રાખીએ છીએ એથી આપણને કંઈ નથી થતું? જે બાબતનું જ્ઞાન જ નથી તેનું ગૌરવ તેઓ કયાંથી અનુભવવાનાં હતાં? ભારતીય હોવામાં ગર્વની, આનંદની લાગણી તેમને ક્યાંથી થવાની? અને અંગ્રેજો શું આ શ્યામ અંગ્રેજોને દિલથી અપનાવવાના હતા? ‘દુવિધામાં દોનોં ગયે, માયા મિલી ન રામ, એવો ઘાટ નથી થવાનો? ન અંગ્રેજ, ન ભારતીય, એવી અદ્ધરતાલ અવસ્થામાં લટકતો ત્રિશંકુ જેવી હાલત આપણાં બાળકોની આપણે શા માટે કરવી જોઈએ ? ભારતવર્ષને શ્યામ અંગ્રેજોનો દેશ બનાવવાનું આપણું ધ્યેય છે?” અબોલ છે. તિલકની પેઠે છાતી ઠોકીને કહી નથી શકવાનું કે માતૃભાષા મારો જન્મસિદ્ધ હકક છે. તેથી શું આપણે એની લાચારીનો ગેરલાભ ઉઠાવવો? અંગ્રેજી શાળામાં ધકેલી દેવું? પણ માતૃભાષાના માધ્યમમાં બાળકોને ભણાવતાં પહેલાં આપણે વિકટ પડશે. શિક્ષણ અને જીવનના ધ્યેય વિશે સ્પષ્ટ અને પ્રમાણિક થવું પડશે. છે તૈયારી? ન હોય તો, સર્વનાશની રાહ જોયા કરીએ. બીજો વિકલ્પ જ નથી. ***
Page #332
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 316 42. ગૌરાંગ પ્રજાનું ઉદ્દભવસ્થાન - કેશવરામ કા. શાસ્ત્રી સાયણભાષ્યની સાથે ઋગ્યેદસંહિતાનું સ્વ-જર્મન વિદ્વાન ડૉ. મૅસમૂલરે સંપાદન કર્યું ત્યારે એના ત્રીજા ગ્રંથની પ્રસ્તાવના (બીજી આવૃત્તિ વખતે પ્રથમ ગ્રંથની પ્રસ્તાવનામાં) સન ૧૮૫૬માં (પૃ.૪૨) “આર્યન નૅશન” ('આર્યપ્રજા')નો ઉલ્લેખ કરેલો. એ પૂર્વે કોઈપણ પાશ્ચાત્ય વિદ્વાને પ્રજા કે વંશ (race)ના વાચક તરીકે ‘આર્ય' સંજ્ઞાનો ઉલ્લેખ કરેલો જાગવામાં આવ્યો નથી. આ પૂર્વે અડધી સદીની એક વાત નોંધવા જેવી છે. જેવી કે "Adelung, the father of comparative philology who died in 1806, placed cradle of mankind in the valley of Cashmere, which he identified with paradise. To Adelung we owe the opinion which was prevalent so widely, that since the human raccoriginated in the east, the most western nations the Iberians and Celts, must have been the first to Icavc thc parcnt." (The origin of the Arians by Issacc Tayler, London, 1889. p.9.). “તુલનાત્મક ભાષાશાસ્ત્રના જનક એડેલુગે (મૃત્યુ 1806) માનવજાતિનું પારણું કાશ્મીરની ઘાટીમાં બતાવ્યું હતું, જે કાશ્મીરને એણે સ્વર્ગ કહેલું માનવકુળનો જન્મ પૂર્વના દેશમાં થયો છે એવા વ્યાપક બનેલા મતના વિષયમાં એડેલુંગનું આપણી ઉપર ઋણ છે. આ કારણે તદ્દન પશ્ચિમના સાઈબેરિયનો અને કેલ્ટોએ માતૃભૂમિનો સૌથી પહેલો ત્યાગ કરેલો.” એક સમર્થ ભાષાશાસ્ત્રી જેકૉબ ગ્રિમે પાગ સ્પષ્ટ અભિપ્રાય આપેલો કે પ્રજાઓનું ઉત્થાન પૂર્વમાં થયેલું અને ત્યાંથી પશ્ચિમ તરફ પ્રજાઓનો ફેલાવો થયો. મૅક્સમૂલરે આ વાતનું સમર્થન ૧૮૫૯માં કરેલું કે “આર્ય
Page #333
--------------------------------------------------------------------------
________________ 312 ગૌરાંગ પ્રજનું ઉદ્ભવસ્થાન પ્રજાઓનો મુખ્ય પ્રવાહ વાયવ્ય ખૂણા તરફ વહ્યા કર્યો હતો અને કહેલું કે “પામીરથી લઈ (કાશ્મીરની ઉપરની ઉત્તરની સીમા ઉપરનો પ્રદેશ કે જે ભૌગોલિક દૃષ્ટિએ કાશ્મીરનો ભાગ છે.) ઉત્તરનો મધ્ય એશિયાનો પ્રદેશ.” (હિસ્ટરી ઓફ એન્સિયન્ટ સંસ્કૃત લિટરેચર. પૃ. 211) વર્ષો પછી ૧૯૨૨માં પ્રસિદ્ધ થયેલા, બંગાલની હાઈકોર્ટના અંગ્રેજ ન્યાયમૂર્તિ એફ. ઈ. પાર્જિટરના “એન્સિયન્ટ ઈન્ડિયન હિસ્ટોરિકલ ટ્રેડિશન’ નામના ગ્રંથમાં ખૂબજ મહત્ત્વ ધરાવતો અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો છે. શ્રી પાર્જિટર જણાવે છે કે: "Indian tradition knows nothing of any Aila or Aryan invasion of India from Afghanistan, nor of any gradual advance from thence castwards. On the other hand it distinctly asserts that there was an Aila out-llow of the Druhyus through the north-west into the countries beyond, where they founded various kingdoms and so introduced their own Indian religion among the nations." (1st Edition, 1922, London, reprinted in India, 1962 p. 298). “ભારતીય પરંપરા અફઘાનિસ્તાનથી થઈ ભારતીય ઉપખંડ ઉપર કોઈ પાગ ઍલ અથવા આર્યોના આક્રમણના વિષયમાં કાંઈ પણ જાણતી નથી, ન તો ત્યાંથી પૂર્વની બાજુ કોઈ પણ ક્રમિક આગેકૂચને. બીજી એ વાત છે કે એ પરંપરા સ્પષ્ટરૂપપણે નિશ્ચયપૂર્વક સ્થાપિત કરી રહી છે કે દૃશુઓને ઐલપ્રવાહ વાયવ્ય ખૂણા દ્વારા આગળના (ઉત્તર-પશ્ચિમના) પ્રદેશોમાં વધતો રહ્યો હતો કે જ્યાં એઓએ અનેક રાજ્યોની સ્થાપના કરી હતી અને એવા એ પ્રદેશોમાં એ પ્રજાઓમાં ભારતીય ધર્મને દાખલ કર્યો હતો.' 241 yesi "it is said that five generations afterwards they (ie. Druhyus) began to multiply and in time founded many principalities in the mlechha countries in the northern region beyond India. They would have formed the dominant kshatriya class there and have also carried their religion there." (Ibid P. 264) . કહેવામાં આવે છે કે પાંચ પેઢીઓ પછી શુઓ વધવા લાગ્યા અને સમય વીતતાં આગળ ભારતીય ઉપખંડની ઉપરની બાજુના સ્વેચ્છ પ્રદેશોમાં એમણે અનેક નાનાં નાનાં રાજ્યોની સ્થાપના કરી. એમણે ત્યાં પ્રભાવક ક્ષત્રિય વર્ગને આકાર આપ્યો હશે અને ત્યાં પોતાના ધર્મ (સંપ્રદાય)ને
Page #334
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 313 પણ સાથે લઈ ગયા હશે.” બ્રહ્માંડપુરાણ અને વાયુપુરાણ તેમજ મત્સ્યપુરાણનું આ વાતને સમર્થન મળે છે: “pવેતસ: પુત્રતં રનની સર્વ વ તો. म्लेच्छ राष्ट्राधिपा: सर्वे ह्युदीची दिशमश्रिताः / / (વિષગુપરાણમાં વિસ્તારથી, જ્યારે ભાગવત પુરાણમાં સંક્ષેપમાં) (પાર્જિટર : ઉપર્યુક્ત ગ્રંથ, પૃ. 108). “પ્રચેતાના સો પુત્રો એ બધા જ રાજવીઓ હતા. એ બધા મ્લેચ્છ રાષ્ટ્રના રાજાઓ હતા કે જેઓ ઉત્તર દિશાના પ્રદેશોમાં જઈને સ્થિર થયા હતા.' . કહેવાનો આશય સ્પષ્ટ છે કે ચંદ્રવંશીય (white race) ગૌરાંગ પ્રજા યયાતિ રાજાને પુરાણોમાં કુરુ-પુરુ-અનુ-તુર્વસુ હૃધુ એવા પાંચ પુત્રો કહ્યા છે, પરંતુ ઋગવેદમાં તો એ પાંચને સ્વતંત્ર વંશો કે સમૂહ કહ્યા છે. આ પાંચ વંશધરોમાંથી દૂઘુવંશના કેટલાક લોકો ભારતીય ઉપખંડમાંથી ઉત્તર પશ્ચિમના દેશોમાં ગયા અને ત્યાં રાજ્યાધિકાર સ્થાન સ્થાન પર જમાવ્યો તથા ભારતીય વિદિક ધર્મ-પ્રણાલીનો પ્રસાર-પ્રચાર કર્યો. એડેલુંગ અને જંકબ ગ્રિમે જે કહ્યું છે તેનું સ્વતંત્રરૂપમાં પાર્જિટર સમર્થન કરે છે. આ ચંદ્રવંશીય (વાસ્તવમાં ગૌરાંગ પ્રજાના) ઈલાના પુત્ર એલ પુરવાને કારણે પાર્જિટરે “એલ' સંજ્ઞા પ્રયોજી છે અને ‘અથવા આર્ય એવી વૈકલ્પિક સંજ્ઞા આખે રાખી છે. પુરાણોમાં ‘ચંદ્રવંશ' સંજ્ઞા હકીકતે ગૌરાંગ પ્રજા (white race) ને માટે વપરાઈ છે, જે પારિભાષિક રીતે ‘કોકેસોઈડ' (હિમાલયની પશ્ચિમ એશિયામાં કાસ્પિયન સમુદ્ર સુધી પથરાયેલી) પ્રજા છે. આ પ્રજાની ખરેખર સંજ્ઞા કઈ હોવી જોઈએ એ બતાવ્યા પહેલાં શ્રી પાર્જિટરે જણાવ્યું છે, "The north-west frontier never had any ancient sacred memories, and was never regarded with reverence. All ancient Indian belief and veneration were directed to the mid-Himalayan region, the only original sacred outside land; and it was neither that rishis and kings turned their steps in devotion never the north-west. The list of reverse in Rigbeda 10-75 is in regular order from the last to the north west-not the order of entrance from the north-west but the reverse.. Tradition or myth thus directly indicates that the Ailas
Page #335
--------------------------------------------------------------------------
________________ 314 ગૌરાંગ પ્રજાનું ઉદ્ભવસ્થાન (or Aryans) entered India from the mid Himalaya region, and its altitude towards the N. W. frontier lands no support to any invasion from that quarter. These are very noteworthy facts. Myth suggests the country ltavarta in the north as the region from which they came." (pp 298.300) “વાયવ્ય સરહદની કોઈ પ્રાચીન પવિત્ર સ્મૃતિઓ કયારેય પણ મળતી નથી અને એ સરહદ તરફ કોઈ આદરભાવ કદી માનવામાં આવ્યો નથી. બધી જ ભારતીય પ્રાચીન માન્યતા અને આદરની ભાવના મધ્ય-હિમાલયા પ્રદેશ પ્રત્યે રહી છે, બહારની મૂળ પવિત્ર ભૂમિ આ જ માત્ર છે. એવું કદી જ નહિ કે ઋષિઓ અને રાજવીઓએ ભક્તિભાવથી વાયવ્ય ખૂણાની તરફ પદસંચાર કર્યો હોય. ઋવેદ (૧૦-૩૫)માં આપવામાં આવેલો નદીઓનો નકકી કમ પૂર્વથી વાયવ્ય ખૂણા તરફનો છે. વાયવ્ય ખૂણાથી પ્રવેશ ક્રમ નહિ, પરંતુ તદ્દન ઊલટો.. પરંપરા કે પૌરાણિક ગાથા સ્પષ્ટરૂપે બતાવે છે કે ઐલ (યાને આર્ય) લોક ભારતીય ઉપખંડમાં મધ્ય હિમાલય પ્રદેશમાંથી દાખલ થયા અને એને વાયવ્ય ખૂણાની સીમા તરફ જોવાની રસમ એ પ્રદેશમાંથી કોઈ આક્રમણ આવ્યાની વાત બતાવતી નથી. આ બધી નોંધપાત્ર હકીકત છે. પૌરાણિક ગાથા જે પ્રદેશથી એ લોકો આવ્યા તે પ્રદેશ ઉત્તરનો ઈલાવત’ હોવાનું સૂચિત કરે છે.” શ્રી પાર્જિટરે આ (ર૯૮-૩00) પૃષ્ઠોમાં અકાઢ્ય વિધાનોથી સ્થાપિત કર્યું છે કે ઐલો (યાને આ)મૂળ નિવાસસ્થાન હિમાલયનો મધ્ય પ્રદેશ હતું. નકશો જોવાથી તદ્દન સ્પષ્ટ છે કે આ પ્રદેશ કાશ્મીરનો છે. હિમાલયની ઉત્તર-પૂર્વ સીમાપર (ત્રિવિષ્ટપ (તિબેટ) છે. સંસ્કૃત ભાષામાં સ્વર્ગ” નો એક પર્યાય (ત્રિવિષ્ટપ” છે. પૌરાણિક માન્યતા પ્રમાણે ત્યાં દેવોનો વાસ અને એનો રાજવી છે. વાસ્તવમાં તે એ ગોરાંગ પ્રજાનો વાચક છે. એ ભૂખંડની આ પ્રજાનો પૌરાણિક ચંદ્રવંશીય રાજાવલીને પહેલો રાજા ઈલા (વસ્તુસ્થિતિએ પૃથ્વી')નો પુત્ર તે ઐલ પુરુરવા એના વંશજેને શ્રી પાર્જિટર “ઐલ' કહે છે અને or aryan અથવા “આર્ય' એમ કહે છે. શ્વેદમાં તો “આર્ય’ શબ્દ સંસ્કારી” (cultured) અર્થમાં છે. પેલું પ્રસિદ્ધ મંત્રવાર જીવન્તો વિશ્વમાર્થ (ઋ. ૯-૬૩-૫)-સમગ્ર વિશ્વને “આર્ય કરનારા-માં આ જ માત્ર અર્થ છે. ઋગ્વદમાં આર્ય શબ્દ કેટલીયેવાર ‘દાસ’ અને ‘દસ્ય શબ્દો સાથે વપરાયેલ છે ત્યાં એ જાતિ કે વંશનો વાચક નહિ, પણ
Page #336
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 315 વિશેષણરૂપે છે. “અનાર્ય’ શબ્દ તેર વાર વપરાયો છે. ત્યાં એ ‘અસંસ્કારી અર્થમાં છે. એટલે ભારતીય સમગ્ર પરંપરામાં ‘શિષ્ટ' સમાનનીય' (માનપાત્ર) અર્થ “આર્ય' શબ્દ આપતો રહ્યો. સંસ્કૃત નાટકોમાં ‘સસરા માટે આર્ય શબ્દ રૂઢ છે. શિષ્ટ નાયિકા પોતાના પતિને “આર્યપુત્ર' એ દષ્ટિએ જ કહે છે. આવા સંસ્કારી લોકો આવીને વિકસ્યા તે પ્રદેશ આર્યાવર્ત! મનુસ્મૃતિ (2.22) તો પૂર્વ સમુદ્રથી લઈ પશ્ચિમ સમુદ્ર સુધીનો હિમાલય અને વિંધ્ય ગિરિમાળા વચ્ચેનો ભાગ તેને ડાહ્યા લોકો “આર્યાવર્ત સમજે છે એવું જણાવે છે. ત્યાં એ સંસ્કારી લોકોનો પ્રદેશ, જ્યારે વાસ્તવમાં એ ઉપરનો પ્રાચીનતમ ઈલાવર્ત’ ગાંરાંગ પ્રજાનો પ્રદેશ. આ વ્યાખ્યામાં વિંધ્ય ગિરિમાળા નીચેનો દક્ષિણ ભૂખંડ જુદો પડે છે તે દ્રવિડ દેશ. પાર્જિટરથી અમેરિકાની આદિમ જાતિઓ વિશેના અજ્ઞાનને કારણે એક ભૂલ થઈ ગઈ છે. આ ભૂલ એ કે એ “સૂર્યવંશ'ને દ્રવિડ કહે છે. સમજવા જેવી વાત એ છે કે ઈ. પૂ. ૧૮મી સદીથી લઈ ૬૦મી સદી સુધીના ‘હિમયુગ'ના ચાર સૂકા ગાળાઓમાં પૂર્વ એશિયામાંથી ગયેલી પ્રજા “મૉન્ગૉલોઈડ” છે, એનો મુખ્ય દેવ સૂર્ય છે અને એના ગુરુઓને સૂર્યના અવતાર કહેવામાં આવે છે. મૉન્ગોલૉઈડ એ 'પીતાંગ પ્રજા', જ્યારે ભારતીય ઉપખંડના વિંધ્યની દક્ષિણના સુકાયેલા સમુદ્ર પછીના તથા હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરના લીપોમાં વસતા - વિષુવવૃત્તની ઉપર નીચેના ભૂમિવિસ્તારના લોકો સ્રોલોઈડ થામાંગ છે, જે ભારતીય પરિભાષાના દાનવ' છે. આમાંથી રહસ્ય એ નીકળે છે કે વાસ્તવમાં સૂર્યવંશ' પીંતાગ પ્રજા છે. પાર્જિટરે ‘સૂર્યવંશીયો” માટે માન્ય’ શબ્દ પ્રયોજયો છે. જે વિવસ્વાન (સૂર્ય)ના પૌરાણિક પુત્ર ‘મન’ના વશંજો તરીકે જોવા મળે છે. આપણે માનવ” શબ્દ સમગ્ર સૃષ્ટિના લોકોને માટે પ્રયોજિયે છીએ ('મનુજ' ‘મન’ શબ્દો પણ) તે વાસ્તવમાં આરંભે સૂર્યવંશીઓ માટે હતો, જે “ચંદ્રવંશ” “સૂર્યવંશ” અને “દનુવંશ' જ માત્ર નહિ, અલગ પડી જતી આફ્રિકાની પોઈડ' અને કન્ગાઈડ' પ્રજાનો પણ વાચક બની ગયો. પોરાણિક ગાથા પ્રમાણે અગમ્ય ઋષિએ સમુદ્રપાન કર્યું અને દક્ષિણનો ભારતીય ઉપખંડ ઉત્તરીય ઉપખંડ સાથે વ્યવહારમાં જોડાઈ ગયો આને કારણે ઉત્તરની પ્રજા દક્ષિણમાં જતી થઈ અને દક્ષિણની પ્રજા ઉત્તર પૂર્વ-પશ્ચિમ ભારતીય ઉપખંડમાં ફેલાતી રહી. 'સૂર્યવંશીય’ પીતાંગ ‘માનવ” પ્રજા અને ‘દનુવંશીય' શ્યામાંગ ‘દાનવ' પ્રજાનું સમગ્ર ભારતીય ઉપખંડમાં વેદકાલ પૂર્વે
Page #337
--------------------------------------------------------------------------
________________ 316 ગૌરાંગ પ્રજાનું ઉદ્ભવસ્થાન જ સંમિશ્રણ થયું. મધ્ય-હિમાલય પ્રદેશ (કાશ્મીર અને ત્રિવિષ્ટપ)માંથી નીચે આવેલી દેવ' ગૌરાંગ પ્રજા સાથે “સૂર્યવંશીય” પીતાંગ “માનવ” પ્રજાનું તો એ પૂર્વે જ સંમિશ્રણ થઈ ચૂક્યું હતું અને ઋગ્વદમાં દિવ' અને ઈન્દ્ર' શબ્દ માનવેતર સ્વર્ગવાસી તરીકે ચીતરાયા. આ મિશ્રિતોમાં દાનવ' (કહેવાતી આદિવાસી) પ્રજા પણ ભળી ગઈ. આપણે જોઈએ છીએ કે આન્ધ વગેરે દક્ષિાગના પ્રદેશના ઉચ્ચ વેદિક બ્રાહ્મણોમાં શ્યામરંગ વિપુલતાથી વ્યાપક છે. ભારતીય ઉપખંડની જૂની પ્રજામાં સંમિશ્રાગ મોટા પ્રમાણમાં છે, તો મોડેથી ‘શુઓના ગૌરાંગ અવશેષો ભારતીય ઉપખંડમાં આવ્યા. તેઓમાં અસલ રંગ મોટે ભાગે સચવાયેલો મળે છે. વર્ષો પૂર્વ પથિક' માસિકના મે-જૂન 1972 ના અંકોમાં “આર્યપ્રજા મૂલસ્થાન અને પ્રસાર' એ શીર્ષક હેઠળ લેખ છપાયેલો અને એને સંસ્કારી પછી કે. કા. શાસ્ત્રી અમૃતમહોત્સવ અભિનંદન ગ્રંથ' ૧૯૮૨માં ફરી છાપવામાં આવ્યો ત્યાં સુધી મધ્ય હિમાલય પ્રદેશમાંથી ભારતીય ઉપખંડમાં પથરાયેલી અને પશ્ચિમે પ્રસરેલી ગૌરાંગ પ્રજાને મારા તરફથી “આર્ય' કહેવામાં આવેલી. પરંતુ ૧૯૮રના જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બરની ૧૭મી તારીખ સુધી મારું યુનાઈટેડ સ્ટેટમાં રહેવાનું થયું અને અમેરિકાના આદિમ વસાહતીઓનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે આંખ ખૂલી અને સૂર્યવંશીઓનું સ્વાભાવિક સ્વરૂપ આંખ સામે ખડું થયું. એ સાથે “આર્ય' શબ્દના વાસ્તવિક અર્થ પર વિચાર કરવાનું સૂઝયું. આ પછી સ્પષ્ટ જોવા મળ્યું કે આર્ય કોઈ વંશવાચક શબ્દ નથી. ડૉ. મેકસમૂલર ૧૯૫૬માં જેને ‘આર્ય' કહેતા હતા એ આર્ય સંજ્ઞા તો ભાષાકળની વાચક છે એવો અભિપ્રાય 1888 આસપાસ વ્યક્ત કર્યો એ ધ્યાનમાં આવ્યું. ગૌરાંગ પ્રજાનું સ્થાન તો 'મધ્ય હિમાલયનો પ્રદેશ સ્પષ્ટ રીતે સિદ્ધ થયું, એ રીતે રથમાંગ પ્રજાનું પાણ મૂળ સ્થાન હિંદીમહાસાગર અને પ્રશાંત મહાસાગરના વિષુવવૃત્તની બંને બાજુના બિગ પ્રદેશ હોવાનું સ્પષ્ટ થયું. રહ્યું માત્ર પીતાંગ' પ્રજાનું મૂળ સ્થાન. હકીકતમાં હિમાલયનો પશ્ચિમાધી છેક કસસ પર્વત સુધીનો ‘ગૌરાંગ'નો તે પૂર્વાર્ધ પીતાંગો'નો. આજે સમગ્ર પૂર્વ એશિયામાં આ પીતાંગ પ્રજા પથરાયેલી પડી છે. આમ ગૌરાંગોના મૂળ સ્થાન સાથે પીતાંગો અને શ્યામાંગોનાં પણ મૂલ સ્થાન આપણી સમક્ષ ખડાં થાય છે.
Page #338
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 317 43. મનને ઉલેચો... મન ચંચળ છે અને ચિંતનશીલ પણ છે. તે સદાય, જાગૃત યા અજાગૃત અવસ્થામાં સતત વિચારતું જ રહે છે. માણસ ઈચ્છે કે ન ઈચ્છ, જેમ તેનું હૃદય સતત ધબકે છે તેમ મન પણ વિચાર્યા કરતું રહે છે. માણસને દુખનો અને પીડાનો અને બેચેનીનો - અસુખનો - જે અનુભવ થયા કરે છે તે જેટલો શારીરિક કે સાંયોગિક છે તેથી વધુ માનસિક છે. ન હોય ત્યાં મન દુ:ખ ઊભું કરે છે. અને મનને જો વાળ્યું હોય, કેળવ્યું હોય તો જ્યાં દુ:ખ છે ત્યાં દુ:ખને અનુભવ નથી કરતું. | મન એક સ્તર પર વિચરતું નથી. એક સાથે તે એકથી વધુ સ્તર પર વિહરે છે. કોઈ વ્યક્તિ સાથે તમે વાત કરતા હો ત્યારે એ વાત પ્રકટ રીતે એક વિષય સંબંધે થતી હોય પણ તમે આંતરિક રીતે તમારા કોઈ પ્રશ્નના, કોઈ સમસ્યાના ચિંતનમાં કે ચિંતામાં ડૂબેલા હો અને તેનો જ વિચાર કરી રહ્યા હો. એટલું જ નહિ પણ પ્રકટપણે રજૂ થતા શબ્દો કે ભાવ કે વિચારથી તદ્દન વિરુદ્ધ પ્રકારના ભાવ કે વિચાર મનમાં ચાલતા હોય અને તે તમે છુપાવીને બહારનો વ્યવહાર સાચવતા હો. આ બધી મનની કરામત છે, કારીગરી કે જાદુગરી છે. તેને સ્ટીમ ઑફ કોન્સીયશનેશ” કહે છે. બે સ્તરે મન વિચરે છે. સાહિત્યમાં, વિશેષ કરીને સર્જનાત્મક સાહિત્યમાં, વાર્તા-કવિતા-નાટકમાં આ રીતના પ્રયોગો થયેલા જણાય છે. પ્રગટ સંવાદો કે પ્રતિભાવો સાથે કસમાં મનની વાત લખી હોય છે. એટલે કે મન બે સ્તરે વર્તતું હોય છે.
Page #339
--------------------------------------------------------------------------
________________ 318 મનને ઉલેચો... મનની એ ખામી અને ખૂબી છે કે તે જેમ સતત ચિંતનશીલ અને ચંચળ છે તેમ તે કદી ખાલી નથી રહેતું. હમેશાં જે જાહેર કૂડા-કચરાના ડબ્બાની જેમ ભરાયેલું રહે છે. ક્ષણે ક્ષણે, જે કંઈ દૈનિક જીવનમાં, વ્યવહાર જીવનમાં કે આંતરિક રીતે બને તેના વિષે મન પ્રતિભાવો આપતું રહે છે. અને ઘાણી ન ગમે તેવી, અનિચ્છનીય અને હાનીકારક વાતો પણ મન સંઘરતું રહે છે. કોઈ સાથે થયેલી કડવી વાત, નાનો-મોટો કલહ, જન્મેલી કડવાશ, થયેલો વેરભાવ, વળેલો પૂર્વગ્રહ, મનમાં જન્મેલી દોષ વૃત્તિઓ, પાપભર્યા વિચારો, ગુનાહિત ભાવો આ સઘળું મનમાં જમા થયા જ કરે છે, ઓવરફલો થાય એટલી હદ સુધી મનના આ સ્વભાવને કારણે, મનની આ ટેવને લીધે આપણે જિંદગીનો જે આનંદ લઈ શકો જોઈએ તે લઈ શકતા નથી. મનનો કૂડો-કચરો સાથે લઈને જ આપણે ફરતા હોઈએ છીએ. તમે ફર્સ્ટકલાસમાં કે વિમાનના લક્ઝરી વર્ગમાં પ્રવાસ કરો ત્યારે સાથે ચીજવસ્તુઓ પણ એ સ્તરની, એ વર્ગની હોય છે. તેથી જ તમે શોભનીય લાગો છો બહારથી. પણ તમે સુંદર દેખાતી બેગમાં ગંદકી ભરીને બેઠા હો તો? તમને પણ તેની દુર્ગધ હેરાન કરે અને સહપ્રવાસીઓનો પ્રવાસ બગાડે. તમારું મન કોઈને કોઈ કારણસર વિકૃત કે કડવાશભર્યું, દોષપૂર્ણ લઈને તમે સ્વર્ગમાં પણ જઈ શકો તો તેનો આનંદ ન તમને મળે, ન તમારી આસપાસના લોકોને તમે લેવા દઈ શકો. એક સંસ્થામાં એક ગૃહસ્થ ઘણી વખત સભામાં એમના સ્વભાવની કડવાશનો પરિચય દેતા, કોઈનું અપમાન કરવું, મોટેથી બોલવું, આનંદજનક વાતાવરણને જાણે યુદ્ધભૂમિ બનાવી મૂકવી. એક સિનિયર સભ્ય પાસે મેં આ વાત કરી ત્યારે તેમણે કહ્યું: - જ્યારે જ્યારે એ ઘરમાં પત્ની સાથે ઝઘડીને આવે છે ત્યારે તેમનું વર્તન આવું હોય છે. એ સ્વભાવે એવા નથી. તેઓ ટીકાપાત્ર નહિ પણ દયાપાત્ર છે, કારણકે તેમની પત્ની ઝઘડાળુ છે!' આવી વ્યક્તિ દયાપાત્ર જરૂર ગણાય પણ તેને એટલા પૂરતી દોષપાત્ર ગણવી જોઈએ કે એ ઘરની ‘ગંદકી” સભામાં લાવ્યા. ઘરથી નીકળતાં પહેલાં એમણે જેમ કપડાં બદલ્યાં હશે, ચહેરો ઠીકઠાક કર્યો હશે, તેમ ઘરબહાર નીકળતાં પહેલાં મનને પણ બદલવું જોઈએ, ઠીક-ઠાક કરવું જોઈએ. તો બહાર એમની છાપ પણ ખરાબ ન પડે અને બીજાઓને એમની એ “ગરમી' દઝાડે નહિ.
Page #340
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 319 આપણા મોઢામાં કોઈ કડવી ચીજ રાખીને પછી દુનિયાની ઉત્તમ મિઠાઈ ખાવા માટે મોઢામાં મૂકીએ તો તેનો સ્વાદ મીઠો નહિ પણ કડવો જ આવશે. મધુર સ્વાદ લેવા માટે પહેલાં મોઢામાં મૂકેલો કડવો પદાર્થ બહાર ફેંકી દેવો જોઈએ. તેવી રીતે જગતની મધુરતા, સૌંદર્ય અને સરસતા અનુભવવા મનના પૂર્વગ્રહો, કડવાશ અને કટુતા બહાર ફેંકી દેવાં જોઈએ. આ તો દૈનિક જીવન-વ્યવહાર અને સામાજિક વ્યવહાર અને પ્રતિભાવોની વાત થઈ. જ્ઞાન બાબતમાં પાંગ મનને આમ શુદ્ધ કરવું પડે છે. ગુર પાસે જાવ ત્યારે, તે પહેલાં મનમાં પડેલા વિવિધ સંસ્કારોને એક બાજુ કરીને, કોરી પાટીની જેમ તેમના ચરણમાં બેસો તો તેમની વાણી, ઉપદેશો, યોગ્ય રીતે ગ્રહણ કરી શકો. તમારા મનમાં રહેલા પૂર્વના ઉપદેશો, જ્ઞાન, પૂર્વગ્રહ, અહંભાવ એ બધું ઉલેચીને સાવ નવાનક્કોર મન સાથે જ્ઞાનપ્રાપ્તિનો આરંભ કરવો જોઈએ એમ શાસ્ત્ર કહે છે. એનો અર્થ એ નથી કે અનુભવેલું ગ્રહણ કરેલું બધું જ્ઞાન ભૂલી જવું. પણ જે ક્ષણે જે વાતાવરણમાં જે કાર્ય માટે ગયા છો ત્યાં તાજા થઈને નવીન બાળક જેવા થઈને જાવ. આ વિષય ઉપર ‘વીરાયતન” રાજગૃહીના મુનિશ્રી ઉપાધ્યાય અમર મુનિએ (જેઓ થોડા સમય પહેલાં જ કાળધર્મ પામ્યા છે,) તેમના ચિંતન-લેખોના પુસ્તક-, “ચિંતનકે ઝરોખેસે'માં એક સુંદર ચર્ચા કરી છે. લેખનું શીર્ષક છે. * મનકો યથાપ્રસંગ ખાલી કરતે રહીએ ! મુનિશ્રી લખે છે | કહે મંદિરો તથા ઉપાશ્રયમાં પ્રવેશતી વેળા ‘નિસીહિ' ‘નિસીહિ' એમ કહેવું જોઈએ, એવી એક વિધિ છે જેન ધર્મના આચારગ્રંથોની. રૂઢિચુસ્ત ધાર્મિક સજ્જનો દ્વારા આજ પણ કદાચ એ વિધિ ચાલુ રાખવામાં આવી છે. આમ બોલવા પાછળ શો ઉદેશ છે? કયો આંતરિક મર્મ છે તેની પાછળ? એ વિષેનું જ્ઞાન કદાચ પૂરેપર લોકોમાં નથી. શાસ્ત્રમાં વિધિ કહી છે એટલે તેનું પાલન કર્યું, પરંતુ શા માટે તેમ બોલવાનું કહ્યું છે તે વિષે જ્ઞાન કે જાણકારી ઘણુંખરું નથી હોતી. દેવમંદિરો, ઉપાશ્રયો તથા ગુરચરાગોમાં ઉપસ્થિત થતી વખતે ‘નિસીહિ' કહેવાનો અર્થ એ છે કે હું મનમાં આમતેમ ઊડતા બાહ્ય વિકલ્પો, ધન્ધોનો નિષેધ કે નિરાકરણ કરીને, તેમાંથી મુક્ત થઈને અહીં ધર્મારાધના કરવા માટે ઉપસ્થિત થયો છું. મારા મનમાં કોઈ કૂડા-કચરાની ગંદકી નથી. એ પૂરી રીતે ખાલી છે, ભગવાન અને ગુરુની ઉપાસના માટે, એમના જ્ઞાનમય પ્રકાશને ઝીલવા
Page #341
--------------------------------------------------------------------------
________________ 320 મનને ઉલેચો... માટે.” આગળ તેઓ કહે છે: “નવું મકાન બાંધવું હોય ત્યારે આપણે જૂની જગ્યા સાફ કરીએ છીએ, જેમાં કેસરવાળું કઢેલું દૂધ નાખવું હોય તે પાત્રને પહેલાં સ્વચ્છ કરીએ છીએ; સ્લેટ-પાટી ઉપર પહેલાં કંઈ ચીતરામણ કરેલું હોય તે નવું લખતાં પહેલાં સાફ કરી નાખીએ છીએ તેવી રીતે જ્યારે ઈશ્વરપાસે કે ગુરુ પાસે જઈએ ત્યારે મનની પાટી, મનનું પાત્ર સ્વચ્છ કરીને જવું જરૂરી છે.' | મુનિશ્રીએ બીજી એક બે વ્યાવહારિક વાતો પણ સરસ કરી છે: એમણે સમજાવ્યું છે કે તમે કોઈ સગાં-સંબંધીને ત્યાં મહેમાન થઈને જાઓ ત્યારે તમારા ઘરની સગવડતાઓ કે શ્રીમંત હો તો વૈભવની સંભાવનાઓ મનમાં રાખીને ન જતા. એ ચિત્ર તમારા મનમાં હોય અને શક્ય છે કે તમારા સગાં કે સ્નેહીના ઘરમાં એ પ્રકારની સગવડતાઓ - સુવિધાઓ ન હોય તો તમારું મન નારાજ થઈ જશે. જે અન્ય આનંદ મિત્રના મિલનનો, નવા વાતાવરણનો કે એમની વિશેષતાઓનો લેવાનો છે તેને કર્યા કરો તો અન્યથા મળનારો આનંદ ગુમાવશો. એટલે જ્યારે કોઈને ત્યાં મહેમાન થઈને જાવ ત્યારે તમારું મન ખાલી કરીને, અપેક્ષા રહિત, તાજાં ફૂલ જેવું પ્રફુલ્લ રાખીને જજો! આનાથી વિપરીત પણ બની શકે. તમે સામાન્ય માણસ હો અને કોઈ શ્રીમંત મિત્ર કે સગાને ત્યાં મહેમાન બનીને ગયા હો, પાછા ઘેર આવો ત્યારે એ સુખ-સગવડતાઓ અને વિલાસ-વૈભવનો સ્વાદ અને અનુભવ ત્યાં જ મૂકીને આવજો. તમારા ઘરની સગવડતાઓ કે તમારા ઘરના સભ્યોના વર્તન સાથે તેની સરખામણી કર્યા કરીને તમારા નિત્યના જીવનની પ્રસન્નતાને રોળી-ટોળી નાખશો નહિ. મનને કોઈએ આપેલા સત્કારથી જેમ ભરી રાખવું યોગ્ય નથી તેમ કોઈએ કરેલા તિરસ્કારથી ભરેલું રાખવું નહિ. જૂનું જલ બંધિયાર થાય તો દુર્ગધ મારે. નવું પાણી, નવો પ્રવાહ, નવી હવા, નવા અનુભવો, જીવનને સદાય તાજું, પ્રફુલ્લિત, પ્રસન્ન રાખે છે. એટલે જ શાસ્ત્ર અને અનુભવી કહે છે: મનને ઉલેચો! ** *
Page #342
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 321 4. અષ્ટકમલલ - ભગવતીકુમાર શર્મા અકમલદલ પદ્મપ્રકાશિત યશવિદ્યા ધન લાભ જ * ગૌરી...!” હા, કમલબહેનનું સાચું નામ આ અને આવતું હતું, પણ પોતાની જીભનો લોચો વાળ્યા વિના કોઈ તેમને આ નામે બોલાવવાની હિંમત કરી શકે તેમ ન હતું. કમલબહેનના એક મામા સંસ્કૃતના પંડિત હતા. ભેજું બુટ્ટાદાર, એટલે તેમણે પોતાની નમાયી ભાણેજનું નામ પણ આવું અટપટું પાડી દીધું; | ‘અકમલદલ પદ્મપ્રકાશિત....' ઇત્યાદિ! પરંતુ પૂરા ચોવીસ અક્ષરના આ નામમાંથી બઆ તો માત્ર ત્રણ: ક-મ-લ અને એટલું જ પર્યાપ્ત હતું. મૂળ નામ છેક વિસરાઈ ગયાનો મામા સિવાય કોઈને રંજ નહોતો! મરણિયા પ્રયત્નો કર્યા તેમણે કમલ પાસે તેનું ખરું નામ ગોખાવવાના. સફળ પણ થયા. કમલની બુદ્ધિ કુશાગ્ર હતી. નામ સંસ્કૃત શ્લોકના ચરણની જેમ બોલતાં આવડી ગયું, પણ વાત ત્યાં પૂરી થઈ. નિશાળમાં નામ તો નાનકડું જ નોંધાયું : કમલ પરંતુ આજથી સાઠ સિત્તેર - પંચોતેર વર્ષ પહેલાંના સમયમાં નીચલા મધ્યમ વર્ગની છોકરીઓના ભાગ્યમાં ઝાઝું ભાગવાનું લખાયેલું નહોતું, તેમાં કમલ તો મા વિનાની. તેને જન્મ આપીને રેવાબાઈ મરણ પામેલી. બાપ ગંજેરી-ભંગેરી. મોટાં ત્રણ-ચાર ભાઈ-બહેનો. ગરીબી પારાવાર. સાતેક વર્ષની ઉમરથી જ કમલ રાંધણિયામાં ગોંધાઈ ગઈ. પણ કોઠાસૂઝ છરીની ધાર જેવી તીણી, એટલે કમલ જે કાંઈ કરે તેમાં જુદી તરી આવે. દરેક કામમાં કશોક પોતીકો સ્પર્શ ઉમેરે જ.
Page #343
--------------------------------------------------------------------------
________________ અટકમલદલ આંગણું લીપવાનું હોય, ફૂલની માળા ગૂંથવાની હોય, દેવ-દેવલાં પૂજવાનાં હોય, દિવાળીમાં સાથિયા પૂરવાના હોય, નવરાત્રિમાં ગરબે ઘૂમવાનું હોય - કમલ બધામાં અને બધાંથી અલગ તરી આવતી. તેથી પેલા પંડિત મામા વારંવાર કહેતા : “નામ પ્રમાણે ગુણ છે છોકરીમાં. એ તો મારી ‘પંકજા” છે. ભાગ્ય સાથ આપે તો તે “અષ્ટકમલદલ’ શું, સહસ્ર કમલદલ સિદ્ધ થાય !" મામાના શબ્દોમાં ભાવિનો સંકેત હશે? ના અને હા. પંદરેક વર્ષની ઉમરે કમલનું લગ્ન તો થયું. વર કરુણાશંકર થોડુંક ભાગેલો ખરો, પણ જબરો ધૂની, અલગારી, રહે શહેરમાં અને ફરે જ્યાં પગ લઈ જાય ત્યાં. તેમાંથી શાસ્ત્રીય સંગીતનો રસ લાગ્યો. એ રસે જીવનરસનું સ્થાન લીધું. બે'ક ગુરુ કર્યા. એક ગુરુ તો સમર્થ. પણ કરુણાશંકર સવાયા શિષ્ય થવા કટિબદ્ધ, એટલે વખત આવ્યે ગુરુને ય રોકડું પરખાવી દે. આથી કરુણાશંકર ઠેકઠેકાણેથી કાં હડધૂત થાય, કાં ઉવેખાય. પ્રકૃતિમાં અળવીતરાપણું ભરચક. વ્યવહારુ બુદ્ધિને નામે મીંડું. દાધારંગાપણું. ઘડીકમાં અતિ વિનમ્ર, ઘડીમાં અહંકારી, પળમાં આનંદી, પળમાં દુર્વાસા. કશી આગાહી ન કરી શકાય કરુણાશંકરના ઘડીપળ પછીના વર્તન વિશે. કોઠાસૂઝથી કમલ પતિની રગેરગને પારખતી ગઈ. તેણે એક તારણ કાઢ્યું. આ અલગારી માણસ ગમે તેવો હશે, પણ દુષ્ટ નથી અને આ દુનિયામાં બે જ ચીજને ચાહે છે. સંગીતને અને મને! આટલી પ્રતીતિ કમલ માટે પૂરતી હતી. તેણે પતિની બીજી બધી નબળાઈઓને ચલાવી લેવાનું નક્કી કર્યું. કરુણાશંકર ગાંજો પીતા, ક્યારેક કમલને મારઝૂડ કરતા, પછી બાળક જેવા બની જતા અને સંગીતમાં ખોવાઈ કહો કે ડૂબી જતા. એ તેમની સમાધિક્ષણ બની રહેતી.કમલને કરુણાશંકરની એ ક્ષણો સહુથી વધારે વહાલી લાગતી. પરંતુ એવી ક્ષણો પર કાંઈ આયખું ખેંચી શકાતું નથી. વાસ્તવિક જીવતરના પડકારો કપરા હતા. વસ્તાર વધતો જતો હતો. સવારિયાં બાળકો પાંચ-છ દાયકાઓ પહેલાંની આપણી ઘાણીખરી સ્ત્રીઓની નિયતિ હતી. કમલ તેમાં અપવાદરૂપ શી રીતે હોઈ શકે ? અને કરુણાશંકરમાં એક મોટી ઊણપ હતી: કમાવાની અને કમાયેલું જાળવવાની ત્રેવડનો સંપૂર્ણ અભાવ. ઘરમાં માથાં અને પેટ વધતાં જતાં હતાં. કમલનો કચવાટ કયારેક વધી જતો, પણ તેના હોઠ જવલ્લે જ ઉઘડતા. * ઝૂઝતા રહેવું એ તેનું ભીતરી બળ હતું.
Page #344
--------------------------------------------------------------------------
________________ 323 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ દુનિયાદારીની આ વિષમતામાં પેલી બાળપણ, કિશોરાવસ્થાની કમલ છેક તો ખોવાઈ ગઈ ન હતી. હજી એ દિવાળી ટાણે, બીજું બધું ભૂલીને, ઘરમાં સાથિયો પૂરવા બેસતી. રંગ-કરોઠી માટેનાં નાણાં આખું વર્ષ પાઈ પાઈ કરીને બચાવ્યાં જ હોય. અને સાથિયો પણ કેવડો! અડધો ઓરડો ભરાઈ જાય તેવો! જેનારાં છક થઈ જતાં! સાથિયો પાછો પૂરો મૌલિક. કમલે જે મનોમન તેની રચના કરેલી હોય. રેખાઓ આંકતી જાય, રંગ પૂરતી જાય. કરુણાશંકર જેવો અલગારી યે મોમાં આંગળાં નાખી જતો: ‘એ કમલી, મારા સૂર તારી આંગળીઓમાં રંગરેખા બનીને ઊતર્યા છે કે શું?’ કમલ સ્મિત કરતી. પણ માત્ર રંગોળી જ શા સારુ? કમલ ફાટેલું - સાંધેલું લૂગડું પહેરે કે પાપડ બનાવી આપે, અરે, સાદી સીધી ખીચડીમાં વઘાર કરે તો કે તેમાં કરુણાશંકર સંગીતની પરિભાષામાં કહેતા તેમ, ઊપજનું અંગ ઉમેરે! અને એટલે જ નજીકની એક ઈસ્પિતાલમાં સુવાવડી બાઈઓને ભાણાં પહોંચાડવાની કામગીરી શરૂ કરી ત્યારે કોઈને નવાઈ લાગી નહોતી. કરુણાશંકરને તે ગમ્યું નહોતું. પણ પૈસા કમાવાની અણઆવડત તેમને નિરુપાય કરી મૂકતી હતી. કદીક તેમનો મોહલ્લો તેમને પૂછતો ય ખરો. અલ્યા કરુણા, મા તારી બૈરી કમલીની કમાણી પર તાગડધિન્ના કરવાની તને ટેવ તો નથી પડતી જતી ને?. બે-ચાર દિવસ કરુણાશંકર ઉદાસ રહેતા. સરખું કમાવાના વિચારો કરતા, પણ પછી ફરીથી એકાદ સૂર લાગી જતો અને.. દુર્લભરાય એ સમયગાળામાં કરુણાશંકરને ઘરે આવતો-જતો થયેલો ને! મૂળ તો સંગીત શીખવા આવતો, પણ પછી ઘરના માણસ જેવો થઈ પડેલો. કમલને, અને ખાસ તો તેની અવદશાને જોઈને ખાસ્સા શ્રીમંત દુર્લભરાથના મનમાં સાપોલિયાં રમતાં હોય તો તે જાણે, પણ કમલે તો હંમેશા તેનાથી આઠ કમળ જેટલું અંતર રાખ્યું જ હતું. ગામને મોઢે તાળાં વાસી શકાય તેમ ન હતું. અડોશપડોશની વાતો ચણભણ કરતી કમલ સુધી પણ પહોંચતી. તેણે કદી તેની ચિંતા ન કરી. તેને પોતાની સાફદિલી પર પૂરો ભરોસો હતો. ગણગણાટ તો કરુણાશંકર સુધી યે પહોંઓ. પહેલાં હસીને, પછી ગુસ્સે થઈને તેમણે કમલને પૂછ્યું: એક વાર હાથ ઉપાડયો. કમલે મૂંગા મૂંગા રસોડામાં જઈ ચડુ લઈ આવી કરુણાશંકરના હાથમાં મણો અને પોતે સામી છાતી ધરીને ઊભી રહી. કરુણાશંકર ચાકુ ફેંકી દીધો - ભીની આંખે.
Page #345
--------------------------------------------------------------------------
________________ 324 / અમલદલ બાળકો થયાં, થોડાંક મર્યાં, ઊછર્યા. શિષ્યવૃત્તિઓ, લાયબ્રેરીનાં પુસ્તકો અને રસ્તાની બત્તીના થાંભલાનો પ્રકાશ મેળવીને ભણ્યા-કમલ તેઓને સતત બધું પૂરું પાડતી રહી. ટ્રસ્ટોમાં ફરવું પડતું, ટ્રસ્ટીઓને વિનવવા પડતા. બધું કમલ કરતી. પાંચમાંથી ચાર છોકરાં હોશિયાર પાક્યાં. બે દીકરીઓને જેમ તેમ સારે નબળે ઘરે ઠામ પાડી. મોટા કેશવને સરકારી નોકરીમાં દાખલ કર્યો. અરજીપત્રક પણ કમલબહેન લઈ આવ્યાં હતાં. નાનાને સુધરાઈમાં જેતર્યો. વચલો વધુ ભણવા માગતો હતો એટલે તેને કૉલેજમાં મોકલવાની ગોઠવણ કરી. કમલની આ પ્રલંબ, થકવી નાખનારી જીવનસાધનાના અવિરત, લગભગ નિષિય સાક્ષી બનીને કરુણાશંકરના સ્વભાવમાં ધીમે ધીમે બદલાવ આવતો જતો હતો. અલગારીપણું ઘટ્યું. જવાબદારીનું ભાન જાગવા લાગ્યું. ગુસ્સો કરવાની ટેવ ઓસરી ગઈ. પોતે હવે કશો ઝાઝો પરષાર્થ કરી શકે તેમ નહોતા. અને તેની પીડા તેમને રહી રહીને ય ડંખતી હતી, પણ કમલબહેનનાં જીવનભરનાં બાથોડિયાંને પ્રીછવાની ગતાગમ પડવા માંડી હતી. કરુણાશંકર આટલી વાતને ય પોતાનાં પુણ્યનો ઉદય સમજતા હતા. કેશવે પોતાનો પહેલો પગાર કમલબહેનના હાથમાં મૂક્યો. માની આંખોમાં આંસુ ઉમટ્યાં. છાતીમાં સબકા જેવું આવ્યું. થોડા દિવસો પછી કેશવનું વેવિશાળ કરવાનું હતું. ભાનુ સાથે. ‘વહુ ઘરમાં આવશે” ની કલ્પના કમલબહેનને ભીતરમાં રણઝણાવી મૂકતી હતી. વેવિશાળ પણ થઈ ગયું. કેશવ સવારે સાસરે જઈને જમી આવ્યો. સાંજે ભાન જમવા આવવાની હતી. કમલબહેનના હરખનો પાર ન હતો. ચૂલા પર તેમણે કંસારનું આંધણ મૂક્યું હતું. એટલા પંથકમાં તેમના જેવો કંસાર બીજી કોઈ સ્ત્રી બનાવી શકતી ન હતી એવી લોકવાયકા હતી, અને આજે તો દીકરાની વહુ પહેલવહેલીવાર જમવા આવવાની હતી. કોણ જાણે કયાંથી કમલબહેને બદામ, પિસ્તા અને એલચી કાઢયાં. હવા મધમધી ઊઠી. પછી મોગરાની સુગંધ એમાં ભળી ગઈ. અંબોડે વેણી બાંધીને ઝાંઝર ઝમકાવતી ભાનુ ઘરમાં આવી અને કમલબહેનને જીવ્યું-કારવ્યું-ઝૂક્યું સાર્થક લાગ્યું. ભાનુ પાટલે બેઠી. કમલબહેને થાળી પીરસી. વહુને કંસારનો પહેલો કોળિયો જાતે જમાડવા હાથ ઊંચકાયો. છાતીમાં ફરીથી સબાકો આવ્યો. સુગંધની સર્વોત્તમ પળે-ક્ષણે અષ્ટકમલદલ બિડાઈ ગયું.
Page #346
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 325 45. આપવાનો અનોખો આનંદ! - મોહમ્મદ માંકડ માત્ર મનુષ્ય જ નહિ. પરંતુ જીવમાત્રને લેવું ગમે છે અને સંઘરવું પણ ગમે છે. વનસ્પતિ પણ પોતાના માટેનો ખોરાક મૂળમાં, પ્રકાંડમાં, પાનમાં સંઘરે છે. પરંતુ લેવું ગમે છે એમ આપવું પણ જીવને ગમે છે. લેવા પાછળ જીવવાની તૃષ્ણા હોય છે તો આપવા પાછળ આનંદ હોય છે. આપવાનો આનંદ એવો તો અનોખો હોય છે કે, એનો સ્વાદ માણનાર જીવને આપવાની ઇચ્છા વધુ ને વધુ થયા કરે છે. માણસો લાખો કમાય છે, કરોડો કમાય છે, પછી તેમને દાન કરવાની ઈચ્છા થાય છે. દરેક સ્વસ્થ વ્યક્તિને લેવાની ઇચ્છાની જેમ જ આપવાની કરે છે. મહાવીર અને બુદ્ધ રાજાઓને ત્યાં જન્મ્યા હતા. એમણે સંપત્તિનો, સત્તાનો ત્યાગ કર્યો અને અકિંચન બની ગયા. સંઘરવાની ઇચ્છાનો પણ ત્યાગ કરી દીધો. સંગ્રહ કરવાની વૃત્તિનો પણ ત્યાગ કરી દીધો. બોધ માખો, જ્ઞાન આપ્યું, લેવાની કશીજ ઇચ્છા વિના માત્ર આપવાનું જ કામ કર્યું. આપવાની ઉચ્ચતમ કક્ષા પ્રાપ્ત કરી. સામાન્ય માણસ એટલી ઊંચાઈને આંબી શક્તો નથી પરંતુ આપવાનો આનંદ તો અવારનવાર તે માણી જ શકે છે. પોતાના પ્રિય શિષ્યને વિદ્યા આપી રહેલા શિક્ષકના ચહેરા પર કેવો વિશિષ્ટ આનંદ જોવા મળે છે! બીમાર શિક્ષક પોતાની બીમારી પણ એ
Page #347
--------------------------------------------------------------------------
________________ 326 આપવાનો અનોખો આનંદ! વખતે ભૂલી જાય છે, થાક ભૂલી જાય છે, મુશ્કેલીઓ ભૂલી જાય છે. નિર્મળ પાણીનું ઝરણું વહેતું હોય એમ એ, બસ વહ્યા જ કરે છે. આપવાનો આનંદ એવો અદ્ભુત હોય છે! પૈસા કમાવા માટે ધંધામાં ખૂંપી ગયેલ વેપારી, એકસાથે ચાર-પાંચ ફોન પર વાતચીત કરતો ઉદ્યોગપતિ, મન પર ચિંતાનો ભાર રાખી દોડાદોડી કરતો એક્ઝીક્યુટિવ, વેપાર ધંધાની ચિંતામાં રાતના ઉજાગરા કરતો ધનપતિ એ બધાના ચહેરા પર કયાં કશો આનંદ હોય છે? પરંતુ એ જ વેપારી કે ઉદ્યોગપતિ કોઈ દાન આપે છે, એ જ એક્ઝીક્યુટિવ કે ધનપતિ જ્યારે કોઈને કશુંક આપે છે ત્યારે તેનો ચહેરો કેવો પ્રફુલ્લ બની જાય છે! ખરેખર, આપવાનો આનંદ મનુષ્યને જાણે જુદોજ મનુષ્ય બનાવી દે છે! આપતો પિતા, તેના માટે, પોતાની હેસિયતથી પણ વધારે ખર્ચ કરીને, કપડાં કે રમકડાં ખરીદતો પિતા કેવો ખુશખુશ દેખાય છે! માતાની તોલે તો આપવામાં કોણ આવી શકે છે? ગર્ભસ્થ બાળકને તે પોતાનું લોહી પામે છે, અને સાથે જ પોતાનો પ્રેમ પણ આપે છે. બાળકને ધવડાવતી માતા, કોઈ પણ દેશની, કોઈ પણ જાતિની, ધાવણ સાથે બાળકને પોતાનું સર્વસ્વ આપી દેવા તત્પર હોય છે. આપવાની બાબતમાં માતાની તોલે બીજું કોઈ આવી શકતું નથી. બાળકને ધવડાવી રહેલી માતાના ચહેરા જેવો મીઠડો ચહેરો બીજો કોઈ હોતો નથી. આપવાના આનંદ વિષે એક મિત્ર સાથે અનાયાસે થયેલી વાતચીતનો ઉલ્લેખ અહીં કર્યા વિના રહી શકતો નથી. એ મિત્રને મેં અમસ્તુ પૂછયું, “તમને ખરેખરા આનંદનો અનુભવ થયો છે? અથવા તે અચાનક, ક્યારેક એવા આનંદનો અનુભવ થયો છે, જેની પ્રતીતિ એ જ ક્ષણે તમને થઈ હોય?” “તમે ક્યા પ્રકારના આનંદની વાત કરો છો, તે હું સ્પષ્ટ સમજી શકતો નથી.” તેમણે કહ્યું, “પણ મને એક પ્રસંગે અચાનક એટલો બધો આનંદ, અથવા તો સંતોષ કે સંતોષમિશ્રિત આનંદની કે એવી કોઈક લાગણી થઈ હતી, જેને હું ક્યારેય ભૂલી શક્યો નથી. સામાન્ય કુટુંબમાં મારો
Page #348
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 327 જન્મ. અભ્યાસ પણ મેટ્રિક સુધીનો. જીવન ગુજારો કરવા માટે અનેક નોકરીઓ મેં કરી છે. માંડ માંડ પૂરું થાય. દર મહિને કોઈકના ઉછીનાપાછીના કરવા પડે. જૂનું દેણું ભરવા માટે નવું દેણું કરવું પડે. બહુ તંગી વચ્ચે જિંદગી પસાર કરવી પડે. નોકરી છોડીને ધંધો કર્યો, તો એમાં પણ મુશ્કેલીઓ પડી. પરંતુ આખરે ધંધામાં સફળતા મળી. પૈસા ધીમે ધીમે ભેગા થવા માંડયા. પૈસો પૈસાને ખેંચી લાવવા લાગ્યો. સ્થિતિ સુધરી. મકાન કર્યું. વાહન વસાવ્યું, સગવડ વધારી. એ વખતે મારા એક જૂના મિત્ર મારી પાસે આવ્યા. એમની સ્થિતિ પહેલાં બહુ જ સારી હતી. ભૂતકાળમાં બે ચાર વખત મેં એમની પાસેથી પૈસા ઉછીના લીધા હતા. પરંતુ હવે એમની સ્થિતિ બગડી હતી. મારી પાસે આવીને એમણે પૈસા માંગ્યા અને માંગતી વખતે શરત મૂકી કે લીધેલા પૈસા કદાચ તેઓ ક્યારેય પાછા ન પણ આપી શકે! એમને પૈસા આપ્યા - ક્યારેય પાછા નહીં લેવાની શરતે, અથવા તો એમને આપવા હોય ત્યારે, અને આપવા હોય એટલે આપે એમ કહીને. એમને એ પૈસા આપતી વખતે મને આનંદની એક એવી ઝણઝણાટી થઈ કે જેને હું આજ સુધી ભૂલી શક્યો નથી. રૂપિયા કમાતી વખતે માણસ એક સૂક્ષ્મ પ્રકારનો અહમ અનુભવે છે. પણ આપતી વખતે એને આનંદનો અનુભવ થાય છે તે ખરેખર અવર્ણનીય હોય છે.' એમની એ વાત સાંભળીને માણસના મનના અગોચર ખૂણાઓ ઉપર જાણે અજવાળું પથરાઈ ગયું. સંગ્રહ કરવાની ઇચ્છા માણસ માત્ર માટે સ્વાભાવિક છે, પરંતુ એ સંગ્રહમાંથી ખર્ચવાની ઇચ્છા - આપવાની ઇચ્છા પણ એટલી જ સ્વાભાવિક છે. પાણી ક્યાં ક્યાંથી આવીને એક જગ્યાએ એકઠું થાય છે, પણ જો એમ એકઠું જ થતું રહે તો ગંધાઈ જાય. એકઠું થયેલું પાણી જ વહે, અથવા તો ઉલેચાય, તો જ તે નિર્મળ રહી શકે. માણસ માટે પાણી સંગ્રહ કરવાની અને આપવાની ક્રિયા એવી જ છે. ગમે એટલા પૈસા, સત્તા કે સગવડોનો સંગ્રહ માણસને આનંદ આપી શકતાં નથી. આનંદ એ નિર્મળ વસ્તુ છે અને માણસ જેટલો નિર્મળ બને એટલો તે વધારે આનંદ અનુભવી શકે છે. લાખો કમાયા, મઝા આવી. કરોડો કમાયા, અકકડ થયા. સત્તા પ્રાપ્ત
Page #349
--------------------------------------------------------------------------
________________ 328 આપવાનો અનોખો આનંદ! કરી, વટ પડી ગયો. પણ આનંદ તે એમાંથી કોઈકને કશુંક આપ્યું ત્યારે જ મળ્યો. અને, સામાન્ય માણસ લાખમાંથી હજાર કે કરોડમાંથી લાખ આપે ત્યારે પણ જો એને આનંદ થાય, તો જે લોકો તેના કરતાં પણ વધુ આપે એમને કેટલો આનંદ થતો હશે? કરોડમાંથી લાખ આપનાર માત્ર એક ટકાનો ત્યાગ કરે છે. અને તો પણ તે આનંદ અનુભવે છે, તો બુદ્ધ કે મહાવીર જેવા સો ટકા ત્યાગીઓ કેવો આનંદ અનુભવતા હશે? ઇબ્રાહીમ અદમે રાજગાદી છોડીને ફકીરી અપનાવી હતી તેનું રહસ્ય આ વાતમાં સમાયેલું છે. કોઈ વસ્તુ છોડી દેવાનો કે આપી દેવાનો આનંદ અનેરો હોય છે. ખલીલ ઝિબ્રાને લખ્યું છે કે, માણસ પોતાના ધનમાંથી કશુંક આપે આપે છે, ત્યારે જ તે ખરા અર્થમાં આપે છે. અને આ રીતે આપવાનું કામ તો સામાન્યમાં સામાન્ય વ્યક્તિ, ગરીબમાં ગરીબ માણસ પણ કરી શકે છે. કોઈને તેની મુસીબતમાં મદદ કરવી, કોઈની તકલીફની વાત સહાનુભૂતિથી સાંભળવી, કોઈની થોડી પ્રશંસા કરવી, કોઈ મિત્રને એકાદ પત્ર લખવો, એવાં કામ તો બધાં જ કરી શકે છે. અને એમાં કશુંજ ગુમાવવાનું હોતું નથી. પોતાના સંપર્કમાં આવતી વ્યક્તિઓમાં રહેલી સારપ કે શક્તિઓને થોડાં સારાં કે મીઠાં વેણ બોલવા સિવાય વધારે કશુંજ કરવાનું હોતું નથી. ડેલ કાર્નેગીએ લખ્યું છે કે હાસ્યની કોઈ કિંમત બેસતી નથી અને છતાં તે ઘણુંજ પેદા કરી શકે છે. આપનારને ગરીબ બનાવ્યા સિવાય લેનારને તે શ્રીમંત બનાવી શકે છે. અને, હાસ્ય એક એવી વસ્તુ છે જેની બીજાને બક્ષિસ આપવા સિવાય બીજો કોઈ ઉપયોગ નથી. હાસ્યને પોતાની પાસે સંઘરી રાખવું નિરર્થક હોય છે, છતાં હસવામાં પણ આપણે કેટલી કંજુસાઈ કરીએ છીએ? કેટલીક વાર આપણા ઘોડા મીઠા શબ્દો, આપણા સ્મિતની થોડી
Page #350
--------------------------------------------------------------------------
________________ 329 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ રેખાઓ, પ્રોત્સાહન માટે કોઈના ખભા ઉપર કે પીઠ ઉપરનો આપણો એકાદ સ્પર્શ, સામી વ્યક્તિના જીવનમાં બહુ મોટો પલટો લાવી શકે છે. એવાં કાર્યોના આનંદથી આપણે વંચિત શા માટે રહેવું જોઈએ? આપણી પાસે જે કંઈ હોય - ધન, સત્તા, વિદ્યા, ડહાપણ અને આપણા હૃદયની ભલી લાગણીઓ - એમાંથી બની શકે એટલું આપીને આપવાના આનંદની અનુભૂતિ આપણે કરવી જ જોઈએ. કારણ કે, સંઘરાઈ રહેલું પાણી જેમ ગંધાઈ જાય છે એ જ રીતે સંઘરાઈ રહેલાં ધન, સત્તા અને વિદ્યા પણ નિરર્થક બની જાય છે. કૂવામાંથી જ્યારે પાણી ઉલેચી કાઢવામાં આવે છે ત્યારે જ તેમાં નવી સરવાણીઓ આવે છે. પાણીને નિર્મળ રાખવાનો એ જ એક માત્ર માર્ગ છે. જીવનને નિર્મળ બનાવવાનો પણ એ જ માર્ગ છે. આપો, આપતાં રહો, નિર્મળ રહો અને આનંદમાં રહો.
Page #351
--------------------------------------------------------------------------
________________ 330 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ - -- - 46, કોળિયો મીઠો બને ત્યારે - ગુણવંત શાહ આચાર્ય શબ્દ કાને પડે એટલે આપણા દેશના સમર્થ આચાર્યોનાં નામો મનમાં રમતાં થાય છે. આચાર્ય વિષગુગુપ્ત ચાણક્ય, શંકરાચાર્ય, ભાસ્કરાચાર્ય રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, શ્રીકંઠ, શ્રીપતિ, વલ્લભાચાર્ય, વિજ્ઞાનભિન્ન અને બલદેવની પરંપરા આચાર્ય વિનોબાજી સુધી ચાલતી આવતી જણાય છે. આચાર્ય એટલે શિક્ષક. ગુજરાતના આચાર્યો એકઠા મળ્યા છે ત્યારે એક પ્રશ્ન મનને પીડા પહોંચાડતો રહે છે. આચાર્યોનું તેજ ક્યાંય પ્રગટતું નથી. એનું કારણ શું? ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય જીવગોસ્વામીના શ્રીભક્તિરસામૃતસિંધુમાં તેજના બે પ્રકાર ગણાવ્યા છે : ધામ અને પ્રભાવ. માણસને જે દીપ્તિરાશિ પ્રાપ્ત થાય તેને ધામ કહે છે. બધાને પરાજિત કરનારી સ્થિતિને પ્રભાવ (પ્રભાવ: હે પ્રભુ! તું તેજસ્વરૂપ છે, મને તેજ આપજે, તું જ સ્વરૂપ છે, મને ઓજસ આપજે, તું પુણ્યપ્રકોપ મન્યુ) છે, મને મન્યુ આપજે. આચાર્ય જ્યારે તેજ, ઓજસ અને અન્ય ગુમાવી બેસે ત્યારે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ કરતાં ગુજરાતના મુખ્ય પ્રધાન મોટા માણસ ગણાય છે. પછી ચાણક્ય ચંદ્રગુપ્ત પાસે ગ્રાંટની માગણી કરતો થાય એવું બને છે. આચાર્યકુળ રાજ્યસત્તાની કૃપા પર નથી ટકતું. રાજ્યસત્તા પર સમર્થ આચાર્યોની આણ હોવી જોઈએ. આપણા દેશમાં આચાર્યની સમાંતર સરકાર ચાલવી જોઈએ. એને બદલે ગુંડાઓની સમાંતર સરકાર ચાલી રહી છે. આપણે ક્યાં થાપ ખાધી?
Page #352
--------------------------------------------------------------------------
________________ કોળિયો મીઠો બને ત્યારે 331 ભૂલની શરૂઆત આચાર્ય દ્રોણથી થઈ. વસિષ્ઠના ચરણોમાં દશરથ માથું નમાવે તેનું રહસ્ય એ કે વસિષ્ઠ દશરથ પાસે કશુંય ન માગે, દ્રોણ દ્રુપદ પાસે અપેક્ષા રાખે અને વળી એકલવ્યને અંગૂઠો પાગ માગી લે. વસિષ્ઠના બ્રહ્મવર્ચસ આગળ દશરથનો રાજવૈભવ ઝાંખો પડી જાય એવી સ્થિતિ સર્જાય ત્યારે બ્રહ્મતેજના કહ્યામાં રાજતેજ રહે એમ બને. ધનનંદ જ્યારે ચાણક્યને અપમાનિત કરીને કાઢી મૂકે છે ત્યારે ચાણક્ય કહે છે: ધનનંદ, શિક્ષક કભી સાધારણ નહીં હોતા. જે ગુજરાતની કૉલેજોના, માધ્યમિક શાળાઓના અને પ્રાથમિક શાળાઓના આચાર્યો, અધ્યાપકો અને શિક્ષકો ભેગા મળીને ભ્રષ્ટાચારની વિરુદ્ધ અવાજ ઉઠાવે તો વિદ્યાથીઓ તેમની સાથે જરૂર ભળે. આવું બને તો ગુંડાઓની સમાંતર સરકારની જગ્યાએ શિક્ષકોની સમાંતર સરકાર તૈયાર થાય. આવી સરકાર એ કોઈ તંત્રનું નામ નથી. એ તો એક શક્તિશાળી અવાજનું નામ છે. ક્યારેક પ્રશ્ન થાય કે શિક્ષકો વર્ષે કેટલાં પુસ્તકો ખરીદીને વાંચે છે? એ પોતાની આવકની એક ટકા જેટલી રકમ પણ પુસ્તકો ખરીદવા પાછળ ખર્ચી ન શકે ? એની અંગત લાઈબ્રેરીમાં દસ-વીસ સારાં પુસ્તકો ન હોય તો એને શિક્ષક તરીકે આદર આપવાનું ફરજિયાત ખરું? એક પણ વિદ્યાથી પર જેનો આછો-પાતળો પણ પ્રભાવ ન હોય અને એક પણ વિદ્યાર્થીને જેના જીવનનો રંગ લાગ્યો ન હોય તે અધ્યાપકને પણ નિષ્ઠાવાન, બહુશ્રુત અને વિદ્યાથીપ્રિય અધ્યાપક જેટલો જ પગાર મળે છે. દયારામ સાવ સાચું કહે છે: તુજ સંગે કોઈ વૈષણવ થાયે તો તું વૈષણવ સાચો. જે આચાર્ય ખૂબ વાંચે છે એની પુસ્તકપ્રીતિનો ચેપ અન્ય શિક્ષકોને લાગે છે. આચાર્ય સંગીતપ્રેમી હોય એની સંગીતપ્રીતિનો ચેપ નિશાળને લાગે છે. અમદાવાદની એક શાળામાં આચાર્યશ્રી વિદ્યાર્થીઓને જગતનું શ્રેષ્ઠ સંગીત પીરસતા. વર્ગ વર્ગે ગોઠવાયેલાં લાઉડ સ્પીકરો પરથી રોજ રિસેસમાં કર્ણમધુર સંગીત વહેતું રહે એવો રિવાજ આચાર્યશ્રીએ પાડેલો. ક્યારેક તો એવું બનતું કે વિદ્યાથીઓ આચાર્યશ્રીની ઑફિક્સમાં જઈને કહેતા: સાહેબ, આજે બિથોવનની સિમ્ફની સાંભળવી છે. સુરુચિની કેળવણી સુચિ ધરાવનાર શિક્ષકો જ આપી શકે. કેટલાક શિક્ષકોને તો પુસ્તકો પ્રત્યે સખત નફરત છે. પ્રત્યેક આચાર્ય નિવૃત્ત થાય ત્યારે વિદાય-સમારંભ શા માટે ગોઠવાવો જોઈએ? કેટલાક આચાર્યો તો ઝટ વિદાય કરવા યોગ્ય હોય છે. એમને
Page #353
--------------------------------------------------------------------------
________________ 332 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ માટે સમારંભ ગોઠવીને પ્રશંસાના જુઠા ઉદ્ધારો કરવા એ ખરેખર આદરણીય આચાર્યને અન્યાય કરવા બરાબર છે. જ્યારે કોઈ શિક્ષક કે આચાર્યને સરકાર તરફથી એવૉર્ડ મળે છે ત્યારે તેની પ્રત્યેના આપણા આદરમાં એક મિલિગ્રામ જેટલો વધારો પણ થતો નથી. એ આખી પ્રક્રિયા ‘ડીઈઓ' (DEO) સાથેના સંબંધથી ખરડાયેલી હોય છે. ભાગ્યે જ કોઈ નિષ્ઠાવંત આચાર્યને એવૉર્ડ મળતા હોય છે. આચાર્ય એવૉર્ડ મેળવવા અરજી કરવી પડે છે. એવા શિક્ષકો આજે આપણી વચ્ચે છે જેઓ સંસ્કૃત કે ગણિતશાસ્ત્ર કે અંગ્રેજી કે ગુજરાતી કે વિજ્ઞાનમાં વિદ્વત્તા ધરાવતા હોય. આવા શિક્ષકો પોતાની પાસે જે કંઈ શ્રેષ્ઠ છે તે વિદ્યાર્થીઓને આપી શકે એવું વાતાવરણ આપણે જાળવી શક્યા નથી. આવા સારસ્વતોને ભાગ્યે જ કોઈ એવૉર્ડ મળતો હોય છે. શિક્ષણનું સરકારીકરણ થતું જ ગયું છે. હજી આજે પણ એક શિક્ષક વર્ગમાં પ્રવેશે પછી એની અને વિદ્યાથીઓની વચ્ચે કોઈ અંતરાય હોતો નથી. આપણે શિક્ષકો પાસે હવે કોઈ ત્યાગ કે ભોગની અપેક્ષા ન રાખીએ. ચાણક્ય કે શંકરાચાર્યના જમાનાની વાત જુદી હતી. શિક્ષક-ખંડોમાં મોટા અક્ષરોએ સૂચના મૂકવી જોઈએ કે અગિયાર વાગ્યા પહેલાં આવવાનું અને પાંચ વાગ્યા પછી થોભવાનું જરૂરી નથી. પાંચ અને પાંચ મિનિટે કોઈ શિક્ષકને ક્યાંક ખાનગી રોકાણ હોઈ શકે છે, પરંતુ અગિયારથી પાંચની વચ્ચે કોઈ જ દિલચોરી ક્ષમ્ય ન ગણાવી જોઈએ. પૂરા દિલથી આ ગાળામાં કામ કરવું એ જ આપણો સાદો સીધો કર્મયોગ ગણાય. આમ ન કરનારો શિક્ષક ગુનેગાર છે. શિક્ષકે ત્યાગી બનવાની બિલકુલ જરૂર નથી પરંતુ તે સાથે એ ગુનેગાર બને તે પાગ ન પાલવે. પગારનાં ધોરણો સુર્યા, પરંતુ શિક્ષકનાં ધોરણો સુધર્યા નથી. નિવૃત્તિ પછી પણ શિક્ષકને લગભગ વીસ-ત્રીસ વર્ષો સુધી પેન્શન મળે છે. કૉલેજમાં કામ કરનારા અધ્યાપકનો એક તાસ લગભગ એક હજાર રૂપિયાનો પડે છે. એ તાસ એળે જાય તે કેમ પાલવે? ક્યારેક અધ્યાપકો કહે છે કે વિદ્યાર્થીઓ ભણવા તૈયાર નથી. પોતાના વિષયને નીરસ બનાવી દેવામાં અને એ વિષય પ્રત્યે અણગમો જાગે એવું કરવામાં કેટલાક અધ્યાપકો નિષ્ણાત હોય છે. પોતાના વિષયને રસપૂર્ણ બનાવવો એ તો વિષયમાં પ્રાણ પૂરવા બરાબર છે. આપણા દેશમાં અવલ કારકુન સામા માણસનું કામ કરી આપે તો તે પણ ઉપકાર ગણાય છે. પોતાને જે કામ માટે પૂરતો પગાર
Page #354
--------------------------------------------------------------------------
________________ કોળિયો મીઠો બને ત્યારે 333 મળે તે કામ કરી આપવામાં ઉપકાર ક્યાં આવ્યો? શિક્ષક હૃદય નિચોવીને વિદ્યાર્થીઓને ભણાવે તે એનો નિર્મળ આનંદ છે. જે શિક્ષક પોતાના તાસને આનંદને બદલે વૈતરાની કક્ષાએ લઈ જાય છે તે સમાજનો દુશ્મન આજે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ગમે તેવા નાલાયક કર્મચારીને પણ છૂટો કરી શકાતો નથી. નોકરીનાં બે વર્ષ પૂરાં થાય એટલે પ્રોબેશન પિરિયડ પૂરો થાય છે અને માણસ કન્ફર્મ થાય છે. પછી તો ક્યારેક એની લાપરવાહી, એની દાદાગીરી, એની બિનકાર્યક્ષમતા અને એની આંતરિક ગરીબી કન્ફર્મ થતી હોય છે. આપણી સંસ્થાઓ આવી આંધળી સલામતીને કારણે તૂટી રહી છે. નિશાળો પાંજરાપોળ નથી. એક નબળો શિક્ષક હજારેક વિદ્યાર્થીઓના જીવન પર અવળી અસર પાડે છે. શિક્ષકોનો પ્રભાવ ઘટે તેની બધી જવાબદારી સમાજની ન હોઈ શકે. આપણે પ્રમાદ સેવીએ તોય સમાજ આપણને માન આપે એવી અપેક્ષા જ અસ્થાને છે. હજી સુધી કોઈ આદરણીય શિક્ષકને માન ન મળ્યું હોય એવું જાણ્યું નથી. નિશાળો રળિયામણી બને તે માટે શિક્ષક અને આચાર્યે રળિયામણા બનવું રહ્યું. આવું ભીતરનું રળિયામણું પ્રાપ્ત થાય તે માટે સુવાચન અને સુચિ કેળવવાની મથામણ કરવા જેવી છે. માત્ર પાંચ કે છ દિવસ માટે એક પ્રયોગ કરવા જેવો છે. આ પાંચ-છ દિવસ દરમિયાન એકાગ્ર નિષ્ઠાથી કામ કર્યા પછી નવી જ અનુભૂતિ થશે. વિદ્યાથીઓ જુદી જ દૃષ્ટિએ જેતા થશે. વર્ગની આબોહવા બદલાઈ જશે અને જીવનમાં પ્રસન્નતા વધશે. આવું બને પછી અનુભૂતિનો સ્વાદ પામવાનું મન થશે. પગાર વસૂલ થાય એ રીતે કામ કર્યા પછી મોંમાં મુકાયેલા કોળિયાની મીઠાશ અનોખી હોય છે. આવી મીઠાશ પામવી એ આપણો અધિકાર છે.
Page #355
--------------------------------------------------------------------------
________________ 334 અમૃત મહોત્સવ સ્મૃતિ રથ 47. શ્રી મહાવીર જૈન વિદ્યાલય : એક ઝલક - સી. એન. સંઘવી શ્રી મહાવીર જૈન વિદ્યાલય એટલે માતા સરસ્વતીનું એક અનોખું મહોત્સવ પ્રસંગે એ યાત્રાપથ પર પડેલાં અનેક વિરલ પગલાંઓને, તે પગલાં પાડનારી વિરલ વ્યક્તિઓની સ્મૃતિઓને અને ભવ્ય અતીતને યાદ કરવાનો અને બિરદાવવાનો અવસર પ્રાપ્ત થયાની તૃપ્તિ અનુભવાય છે. વિદ્યાલયના પાયામાં રહેલાં જૈન સમાજના અણમોલ રત્નોની પુનિત સ્મૃતિને વંદના કરવાનું સદ્ભાગ્ય આજે સાંપડ્યું છે. અમારી સર્વપ્રથમ વંદના છે મા સરસ્વતીને. વિદ્યાની એ દેવીને નતમસ્તકે કહીએ છીએ, હે મા શારદા! અમે તારી પૂજા અધૂરી ન રહે તે માટે યથાશક્તિમતિ પુરુષાર્થ કર્યો છે. હે સરસ્વતી! તું અમારા હૃદયમાં નિવાસ કરજે. તારી સતત પૂજા કરતા રહીએ એવી શક્તિ અર્પજે કેમકે તારી અર્ચનામાં જ જીવનની ઉન્નતિ છે. તારી વીણાનું વાદન સતત અમારા મનહૃદયમાં પવિત્ર વિચારોને જન્મ આપ્યા કરે એવી પ્રાર્થના કરીએ છીએ. સંસ્થાના અમૃત મહોત્સવ પ્રસંગે અમારું મસ્તક પુણ્યશ્લોક, યુગપુરુષ, કાંતદ્રષ્ટા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના ચરણ-કમળમાં પણ નમી પડે છે. પુણ્ય પ્રકાશને પાથરનારી આ વિશ્વજ્યોતિએ ભગવાન શ્રી મહાવીરની પરમ કલ્યાણ દષ્ટિને આત્મસાત કરીને જ્ઞાનની ગંગાને ભારતની આ ધરતી પર રેલાવવાની અમને, જૈન સમાજને પ્રેરણા આપી હતી. આચાર્યશ્રીની અમૃતવાણીએ જૈન શ્રેષ્ઠીઓનાં હૈયામાં એક શિવસંકલ્પને જન્મ આપ્યો હતો
Page #356
--------------------------------------------------------------------------
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય : એક ઝલક 335 જેના ફળસ્વરૂપે આજથી પંચોતેર વર્ષ પૂર્વે એટલે કે વિક્રમ સંવત ૧૯૭૦ના ફાગણ સુદ પાંચમને સોમવાર, તા. 2 માર્ચ ૧૯૧૪ના મંગળ દિને ભારતની બહુરત્ના વસુંધરાને ખોળે જ્ઞાનના પ્રકાશપુંજનું અવતરણ થયું હતું, અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના ઉજાસ તરફ ગતિ થઈ હતી, જેન જયતિ શાસનમની આભા પથરાઈ ગઈ હતી અને જેન સમાજના હર્ષોલ્લાસની વચ્ચે તે દિને જન્મ લે છે : શ્રી મહાવીર જૈન વિદ્યાલય. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પાયારોપણમાં આ પ્રસંગે એક અદભુત અને અપૂર્વ ઘટના ઘટી હતી. મા શારદાના મંદિરના પાયામાં પોતાની અર્ચના અર્પવા લક્ષ્મીજી જાણે સ્વયં પધાર્યા હતાં. શેઠશ્રી ગોવિંદજી માધવજી કરમચંદ તરફથી ખાસ આ વિદ્યાલયના મકાનમાં પાયામાં પૂરવા માટે છવ્વીસ તોલા સોનાની ઢાલ-લગડી ભેટ મળી હતી. તેની રજ બનાવીને શ્રી દેવકરણ શેઠના વરદ હસ્તે પાયામાં પધરાવવામાં આવી હતી. આ ભવ્ય ભેટના પ્રસંગની ભાવનાનો પ્રતિસાદ એટલો મોટો પડ્યો કે ત્યાં હાજર રહેલા જનસમૂહમાંથી પણ એમાં સાથ પૂરવા માટે રૂપાનાણું ભેટ ધરવામાં આવ્યું. બે બહેનો, સરસ્વતી અને લક્ષ્મી, જ્ઞાનનો રાસ રમવાને શ્રી મહાવીર જૈન વિદ્યાલયના આ પ્રારંભ પ્રસંગે જાણે અવનિ પર ઊતરી આવી હોય તેવો આ પ્રસંગ સાચે જ ઈતિહાસમાં વિરલ છે, અમૂલ્ય છે. જ્યાં લક્ષ્મીજીએ પણ પોતાનો વાસ સ્વીકાર્યો હોય ત્યાં પછી એમની અસીમ કૃપા વરસતી જ રહેને! સહેજે વિચાર તો આવે જ કે આવું ઉમદા કાર્ય સંભવિત કરનાર જરૂર કોઈ મહાનુભાવો જ હશે! સ્વાભાવિક રીતે પ્રશ્ન પણ થાય કે એ કોણ હતા? એ અગિયાર વિભૂતિઓ હતી : શ્રી રતનચંદ તલકચંદ માસ્તર, શ્રી ગુલાબચંદજી ઢઢઢા, શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, શ્રી હેમચંદ અમરચંદ, શ્રી મકનજી જુઠાભાઈ મહેતા બેરિસ્ટર-એટ-લૉ, શ્રી જમનાદાસ મોરારજી, શ્રી ચુનીલાલ વીરચંદ, શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ અને શ્રી મૂળચંદ હીરજીભાઈ. આ નવ આગેવાનોએ બીજા બેને નિમંત્ર્યા હતા. તે હતા શેઠશ્રી દેવકરણ મૂળજી તથા ખજાનચી તરીકે શેઠશ્રી નગીનભાઈ મંછુભાઈ. સમિતિના મંત્રીપદે હતા શ્રી મૂળચંદ હરજી.
Page #357
--------------------------------------------------------------------------
________________ 336 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ કોઈ નદીનો ઇતિહાસ ફંફોળવાની જરૂરત હોતી નથી પણ સંસ્થાનો ઇતિહાસ અને તેના વિકાસને સમજવો એ અતિ મહત્વનું છે. તારીખિયાં ફાટી જાય છે, કેલેન્ડરનાં પાનાં બદલાતાં જાય છે, સમય પોતે કાળના ગર્ભમાં ખોવાયેલો રહેવા છતાં સમયની રેતી પર તે પોતાની છાપ, નિશાની મૂકતો જ જાય છે અને એટલે જ સર્જાય છે એક સિલસિલો, એક કમ, એક કમાનુજમ અને આકાર લે છે એક ઇતિહાસ. આચાર્યશ્રીની પ્રેરણાથી જ્ઞાનની કેડી કંડારવાની વાત જૈન મહાનુભાવોને હૈયે સોંસરવી ઉતરવી, સંસ્થાની સ્થાપના થવી, અગિયાર કર્મનિષ્ઠોનું કાર્યરત થવું, વરસે 102 કલમો ધરાવતું બંધારણ ઘડાઈ જવું, શેઠશ્રી દેવકરણ મૂળજી તરફથી મલાડની જગ્યા આપવાનું સૂચન થવું પણ એ તળ મુંબઈથી દૂર હોવાના કારણે ભાયખાલામાં ૧૯૧૫ની ૧૮મી જૂને લવલેનમાં પંદર વિદ્યાર્થીઓથી પ્રાચીન ધર્મવિધિ પ્રમાણે સંસ્થાનો પ્રારંભ થવો અને તેના એક મહિના પછી શ્રી વસનજી ત્રિકમજીના પ્રમુખપદે 18 જુલાઈ ૧૯૧૫ના દિવસે સંસ્થાને ખુલ્લી મૂકાયેલી જાહેર કરવી : આ બધું ભગવાન મહાવીરની સંસ્થાની શરૂઆત તે બહુ જ સારી થઈ. આચાર્યશ્રીની ઇચ્છા હતી નથી લાગતી. આ માટે ગોવાલિયા ટેંક પર સ્થળ પણ લેવાઈ ચૂક્યું ને વિદ્યાલયના આઠમા વર્ષમાં એટલે કે 13 ડિસેમ્બર ૧૯૩૨ના દિને શ્રી દેવકરણ મૂળજીના શુભહસ્તે ખાતમુહૂર્ત પણ થયું. એ મુહૂર્તમાં સોનારૂપાની રજકણો પથરાઈ. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના હાલના મુખ્ય ભવનનું ઉદઘાટન તારીખ 31 ઑક્ટોબર ૧૯૨૫ના રોજ ભાવનગર રાજ્યના દીવાન સર પ્રભાશંકર દલપતરામ પટ્ટાણીના પ્રમુખપદે થયું. પ્રથમ જે ઝરણાંનો કલરવ હતો તે હવે ધીરગંભીર સરિતાનો ઘૂઘવાટ થયો હતો. આરોહ અને અવરોહથી સંગીત સર્જાય છે અને મંથનમાંથી જ અમૃત બહાર આવે છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વિકાસગાથામાં નાણાંકીય મુશ્કેલીઓને પાર કરી શકાય તે માટે શેઠશ્રી દેવકરણ મૂળજીના અંતરની કરુણાએ સીમાચિહ્ન સજર્યું. એમણે પોતાના વસિયતનામામાં લખ્યા
Page #358
--------------------------------------------------------------------------
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય : એક ઝલક 337 પ્રમાણે સંસ્થાને એમનું પ્રિન્સેસ સ્ટ્રીટ પરનું શ્રી દેવકરણ મેન્શન ભેટ ધર્યું. એ વસિયતનામાની વિગત પ્રમાણે ૧૯૩૭થી ૧૯૪૧ની ર૯મી ઑગસ્ટે રૂપિયા પાંચ લાખ બોત્તેર હજાર નવસો છેનું જેવી રકમ મેળવીને દેવકરણ મેન્શનનો કાયદેસરનો કબજો મેળવ્યો. 1955-58 દરમિયાન તેના પર ત્રીજો માળ ચણવાનો ખર્ચ થયો પણ આખરે સંસ્થાના ખર્ચના અંદાજપત્રને પૂરું કરવામાં દર વર્ષે લગભગ એક લાખ રૂપિયાની ચોખ્ખી આવક દેવકરણ મેન્થને કરી આપી. આચાર્યશ્રીના આશીર્વાદ, મહાવીર જૈન વિદ્યાલય સમિતિનો પુરુષાર્થ અને સમયની માગ આ બધું શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વહેતી ગંગા બની. અને આચાર્યશ્રીએ કાઢી આપેલ મુહૂર્ત મુજબ તા. 9 જૂન 1946 ના રોજ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની અમદાવાદ શાખાનો પણ જન્મ - થયો. એ શાખામાં તે વખતે જ વિદ્યાર્થીઓ જોડાયા હતા. એક વર્ષ બાદ અમદાવાદમાં શ્રી ભોળાભાઈની અર્ધપ્રતિમાની અનાવરણ વિધિ સરદારશ્રી વલ્લભભાઈ પટેલને હસ્તે થઈ. આ પ્રસંગે સરદારશ્રીએ કહ્યું હતું : કેળવણીને કોઈ મર્યાદા નથી. જગત આખું જ મહાવિદ્યાલય છે. માણસને જિંદગીની આખર સુધી નવું નવું શીખવાનું મળે છે. એટલે કેળવણીનો કોઈ અંત નથી. સમયને અનુકૂળ જ્ઞાન મેળવવું એ ધર્મ છે. આ સંસ્થામાં જૈન ધર્મને શિક્ષણની વ્યવસ્થા છે. એ સારી વાત છે. આજની કેળવણીમાં ધર્મને સ્થાન નથી એમ કહીએ તો ચાલે. આ વિદ્યાલયમાં જૈનધર્મનાં મૂળ તત્ત્વો ભણવાની વ્યવસ્થા છે તે વિશેષ અગત્યની વાત છે. સાચી વિદ્યા મળે તો સખાવત કરનારને પણ સંતોષ થાય.” શ્રી મહાવીર જૈન વિદ્યાલયની શાખાઓ ત્યારપછી વિભિન્ન સ્થળોએ ખૂલતી જ રહી. આ રહ્યો તેનો ક્રમ : સંસ્થાની શાખાઓ નામ શ્રી વાડીલાલ સારાભાઈ વિદ્યાર્થીગૃહ તારીખ : 9-4-1926 શ્રી ભોળાભાઈ જેસિંગભાઈ વિદ્યાથીંગૃહ તારીખ : 9-6-1946 મુંબઈ : અમદાવાદ :
Page #359
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ તારીખ : 21-6-1947 વડોદરા : શ્રી લહેરચંદ ઉત્તમચંદ વિદ્યાર્થીગૃહ તારીખ : 11-6-1954 વલ્લભ વિદ્યાનગર : શ્રી લહેરચંદ ઉત્તમચંદ વિદ્યાર્થીગૃહ તારીખ : 25-1-1964 ભાવનગર : શ્રી મણિલાલ દુર્લભજી વિદ્યાથીગૃહ તારીખ : 16-5-1970 અંધેરી : આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી જન્મશતાબ્દી વિદ્યાથીંગૃહ તારીખ : 15-6-1972 એ કમની સાથે જ આજે સને 1992-93 સુધીમાં એની વધેલી ક્ષમતા પણ આપણું ધ્યાન ખેંચે છે. તળ મુંબઈમાં 115 વિદ્યાર્થીઓની ક્ષમતા છે. અમદાવાદમાં 128, પૂનામાં 80, વડોદરામાં 120, વલ્લભવિદ્યાનગરમાં 129, ભાવનગરમાં 90 અને અંધેરી-મુંબઈમાં 110 આમ કુલ લગભગ પોણા આસો વિદ્યાથીઓ આ સંસ્થાઓનો લાભ લઈ રહ્યા છે. આ સંસ્થાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ સવિશેષ ત્રણ મૂળભૂત નિયમોનું પાલન કરવાનું હોય છે. એ ત્રણ મૂળભૂત નિયમો એટલે(૧) જિનપૂજા-આ માટે દરેક શાખામાં શ્રી જિનાલયની વ્યવસ્થા છે. (2) રાત્રી ભોજન ત્યાગ-સૂર્યાસ્ત પહેલાં જમી લેવું. (3) ધર્મનું વ્યવસ્થિત શિક્ષણ અને તેની વાર્ષિક પરીક્ષા સમાજના વિવિધ સ્તરને લક્ષમાં રાખીને સંસ્થાના સંચાલકોએ ચારવર્ગ પાડ્યા: લોન વિદ્યાર્થીઓ, હાફ પેઈંગ, પેઈંગ વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટના વિદ્યાર્થી. જૈન સાહિત્યનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થી પણ દાખલ થઈ શકે છે. આ ઉપરાંત એક અન્ય યોજના મુજબ હોંશિયાર અને જેમને આર્થિક સહાયની જરૂર હોય તેવા જૈન વિદ્યાર્થીઓને લોન આપવાનું પણ શ્રી મહાવીર જૈન વિદ્યાલયે સ્વીકાર્યું છે. આનંદની વાત તો એ છે કે આ લોન લેનાર વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને જ્યારે નોકરી કે પોતાના ધંધામાં પરોવાય છે ત્યારે સંસ્થામાંથી લીધેલી લોન અચૂક ભરપાઈ
Page #360
--------------------------------------------------------------------------
________________ 339 શ્રી મહાવીર જૈન વિદ્યાલય : એક ઝલક કરીને સંસ્થા પ્રત્યેનું પોતાનું ઋણ આનંદથી અદા કરે છે. અત્યાર સુધીમાં આશરે નવ હજાર વિદ્યાર્થીઓ આ સંસ્થામાં અભ્યાસ કરી ગયા છે. આ નવ હજાર વિદ્યાર્થીઓમાંથી લગભગ 46% વિદ્યાથીઓએ લોનનો લાભ લીધો છે. માત્ર ભારતમાં જ નહિ પરદેશમાં પણ અભ્યાસ માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી સહાય આપવામાં આવે છે. ( શૈક્ષણિક પ્રવૃત્તિ ઉપરાંત જૈન સાહિત્ય સંશોધન, સંકલન અને પ્રકાશન ક્ષેત્રે પણ શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું આગવું પ્રદાન છે. એમાં પણ આગમ પ્રકાશનની પ્રવૃત્તિ શિરમોર જેવી છે. પૂજ્યયાદ મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજે સમગ્ર જૈન સાહિત્યનું, તેમાંયે વિશેષ કરીને જૈન આગમો તેમ જ સમગ્ર આગમિક સાહિત્યનું, જીવનભર વ્યાપક તેમજ મર્મસ્પર્શી અધ્યયન-સંશોધન કરેલું. આગમોના તેઓ પારગામી અને અધિકૃત જ્ઞાતા તરીકે અને આગમ પ્રભાકર તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના આગમ પ્રકાશનની સર્વે જવાબદારી - તેઓશ્રીએ વહન કરી હતી. ઈ. સ. ૧૯૭૧ની ૧૪મી જૂનના રોજ પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજ કાળધર્મ પામ્યા પછી આ અધ્યયન સંશોધનની વિદ્યાપ્રવૃત્તિ અને આગમ પ્રકાશનની જવાબદારીને બહુશ્રુત પૂ. મુનિશ્રી જંબુવિજયજી મહારાજે વહન કરી છે અને તેઓશ્રી એને ઉત્તરોત્તર અવિરતપણે પ્રગતિના પંથે મૂકી રહ્યા છે. અત્યાર સુધીમાં 14 ગ્રંથોમાં 17 આગમ સૂત્રોનું પ્રકાશન સંપન્ન થયું છે, જેણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે. પુસ્તકોને આપણા સાચા મિત્રો કહ્યા છે. એટલે જ આ વિદ્યાલય પોતાના વિવિધ શાખાઓનાં પુસ્તકાલયોને માતબર બનાવ્યાં છે. મુંબઈનાં પુસ્તકાલયમાં તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, રાજકારણ, અર્થશાસ, ધાર્મિક, વિજ્ઞાન આદિનાં પુસ્તકોનો વિપુલ ભંડાર છે. પુસ્તકો ઉપરાંત 316 જેટલી ટ્રાન્સપરન્સીઓ અને 1056 પ્રાચીન હસ્તપ્રતો છે. આ પુસ્તકાલયને પણ આજે સમૃદ્ધ અને વિસ્તૃત કરવાની યોજના ચાલુ જ છે. આજના વિજ્ઞાનયુગને અનુલક્ષીને સંસ્થાના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી નિરંજન નાથાલાલ વખારિયાએ એસ્ટ્રોકોસ્મોલોજીને લગતાં ર૪૯ પુસ્તકો ભેટ રૂપે આપ્યાં છે. પુસ્તકાલયમાં એનો અલગ વિભાગ ઊભો કર્યો છે. અમને કહેતાં આનંદ થાય છે કે પુસ્તકાલયનો લાભ સંસ્થાના વિદ્યાથીઓ
Page #361
--------------------------------------------------------------------------
________________ 340. . અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ ઉપરાંત જૈન સાધુ-સાધ્વીઓ, જ્ઞાનપિપાસુઓ તથા સંશોધકો પણ લે છે. સરિતા જેમ બે કાંઠે વહે છે તેમ સંસ્થાસરિતાને પણ બે કાંઠા હોય છે. એક કાંઠો આર્થિક તો બીજે વ્યવસ્થાનો. સંસ્થાના કાર્યકરોની સતિ ભાવના અને તેમના કાર્યની સતત પ્રવૃત્તિશીલતા, અગાધ શ્રમ અને પ્રયત્નો, આ બધું જ મંદિરના ચણતરમાંના પથ્થરો છે જેમાંથી મંદિર રચાય છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયનાં એવાં સદ્ભાગ્ય છે કે તેને એક એકથી ચઢિયાતા, સાચા અર્થમાં શ્રી મહાવીર પૂક્કો એવા ખરેખર જૈન કાર્યકર્તાઓ મળતા રહ્યા છે. સંસ્થાનું મંત્રીપદ આ માટેનું અતિ કસોટીરૂપ આસન હોય છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મહામંત્રી તરીકે સેવા આપનાર સજ્જન હતા શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા જેમણે સતત ચોંત્રીસ વર્ષ સુધી આ કાર્ય દીપાવ્યું હતું. શ્રી મોતીચંદભાઈ સમાજમાં ઘણું પ્રતિષ્ઠિત સ્થાન ધરાવતા હતા. તેમને સાહિત્ય, સમાજ, ધર્મ, શિક્ષણ વગેરે અનેક બાબતોમાં રસ હતો. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના તેઓ પ્રાણસમાન હતા. માત્ર માનદ્મંત્રી તરીકે જ નહિ પણ તેમણે અનેક જુદા જુદા હોદ્દા ઉપર રહીને કે હોદ્દાઓ વગર પણ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને પ્રવૃત્તિથી ધમધમતું રાખ્યું હતું. તેમની સેવાઓને ધ્યાનમાં લઈને તા. ૭-૯-૧૯૪૮ના રોજ “શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા સન્માન સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિ દ્વારા તેમનું સન્માન ૨૮મી માર્ચ ૧૯૪૯ના રોજ ભવ્ય સમારંભ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમને અર્પણ થનાર થેલીમાં રૂપિયા ઈકોતેર હજાર જેવી માતબર રકમ ભેગી થઈ હતી. શ્રી મોતીચંદભાઈએ ભાવવિભોર થઈને એમાં પોતાના તરફથી બીજા રૂપિયા પાંચ હજાર ઉમેરીને આ રકમ જૈન સાહિત્યના પ્રકાશન માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને ભેટ આપી દીધી હતી. સંસ્થા માટે ગર્વની વાત એ હતી કે આવા મહાન સમાજ-સેવકને હૈયે એમણે ઘડેલી, પોથેલી, રગેરગમાં ઓતપ્રોત થયેલી સંસ્થા પ્રત્યે લાગણીનાં મૂળ એટલાં ઊંડાં હતાં કે રાજીનામું આપતા પત્રમાં પણ એમનાથી લખાઈ ગયું : હું મેનેજિંગ કમિટિની ચર્ચામાં ભાગ લઈશ. માત્ર રાજીનામું અત્યારની મારી નાદુરસ્ત તબિયતને અંગે અને સામાન્ય સગવડ માટે આપું છું. વિદ્યાલય
Page #362
--------------------------------------------------------------------------
________________ તરફ મારી લાગણી પૂરતી છે.' શ્રી મોતીચંદભાઈ માત્ર નામથી જ નહિ, કર્મનિક જીવનસાગરનાં પણ નોતી જ હતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય તેમને હંમેશ એની માળામાં પરોવીને પ્રસન્નતા અનુભવે છે. સંસ્થાનાં પુસ્તકાલયની વાત કરીએ ત્યારે એક નામ યાદ આવ્યા વગર રહેતું નથી. એ નામ છે એવી વ્યક્તિનું જેમણે પચાસ કરતાં પણ વધુ વર્ષે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની અવિરત સેવા કરી છે. તેઓ પ્રારંભમાં સંસ્થાના સુપ્રિન્ટેન્ડેન્ટ હતા. પછી રજિસ્ટ્રાર પદે આવ્યા અને પછી ડાયરેકટર તરીકે રહ્યા. કુશળ વહીવલ્કત અને શિસ્તની દઢ આગ્રહી એવી એ વ્યક્તિ હતી શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરા. એમની અદભુત અને સક્ટ્રિક સેવાઓને લક્ષમાં રાખીને સંસ્થાના સમૃદ્ધ પુસ્તકાલયને તેમનું નામ આપવામાં આવ્યું છે. આ માટે સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શુભેચ્છકો તરફથી રૂપિયા અઢી લાખનો ફાળો એકત્રિત થયેલ હતો. શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું રત્ન છે શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ, સને ૧૯૫૩થી 1972 સુધીનાં વર્ષો દરમિયાન તેઓ વિદ્યાલયના મંત્રીપદે રહીને સફળ યાત્રાના સુકાની બન્યા હતા. તેમના હોદ્દા દરમિયાન વિદ્યાલવ્યની શાખાઓના વહીવટી આયોજનમાં તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો હતો. તેમના અને સરસ્વતીના ઉપાસક એવા શ્રી ચંદભાઈએ સારી એવી કામગીરી બજાવી હતી. આ બધાંય વર્ષો એમણે આપેલી સેવાનાં સત્કાર્યો સમાં હતાં. વિદ્યાલયના ઇતિહાસના પાને શ્રી ચંદુભાઈ યાદગાર રહેશે. કોઈપણ જાહેર સંસ્થા માટે હિસાબી કામકાજ મહત્ત્વની વાત હોય છે. સદ્ભાગે વિદ્યાલયને હિસાબી કામકાજમાં અત્યંત ચીવટ રાખનાર ચંદુભાઈ સારાભાઈ મોદી જેવી વ્યક્તિ મળી હતી. તેમણે વિદ્યાલયનો રોજમેળ અને તેની રોકડ રકમ ચકાસવાની પદ્ધતિ દાખલ કરી હતી જે પ્રથા આજે પણ અમલમાં રહી છે. આ ઉપરાંત તેઓ સંસ્થાનો પત્રવ્યવહાર, વિદ્યાર્થીઓના પ્રવેશ તથા શિષ્યવૃત્તિ વગેરેનાં અરજીપત્રકો પણ અત્યંત બારીકાઈથી તપાસી યોગ્ય માર્ગદર્શન આપતા. તેઓ સ્પષ્ટવક્તા હતા અને સંસ્થાના હિત માટે
Page #363
--------------------------------------------------------------------------
________________ 342 સહુની સાથે સમજાવટથી કામ કરવાની તેમની આવડત હતી. આમ જોઈએ તો, ઘડિયાળના નાનામાં નાના કળપુરાની જેમ સંસ્થાની સ્થાપના અને એને વિકાસમાં નાની ગણાતી વ્યક્તિથી લઈને મોટામાં મોટી ગણાતી વ્યક્તિનો ઉપયોગ અને હિસ્સો હોય છે. આ સ્થિતિમાં કોને યાદ કરીએ અને કોને યાદ ન કરીએ? છતાં ઉપકારીઓનું સ્મરણ તો કરવું જ જોઈએ. આ પ્રસંગે શ્રી હીરાલાલ મંછાચંદ શાહ, શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા, શ્રી પ્રસન્નમુખ સૂરચંદ બદામી, શ્રી પ્રવીણચંદ્ર હેમચંદ કાપડિયા, શ્રી બાલચંદભાઈ જી. દોશી, શ્રી કપુરચંદભાઈ નેમચંદ મહેતા પરિવાર, શ્રી રતિલાલ સી. કોઠારી, શ્રી જગજીવન પી. શાહ, શ્રી માણેકલાલ ઝવેરચંદ વસા જેવી વિશિષ્ટ વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કર્યા વિના રહી શકાતું નથી. અનેક વ્યક્તિઓ જેનો અત્રે નામોલ્લેખ નથી તે સર્વેને પણ અમારા કોટિ કોટિ વંદન. સમયાનુસાર અસ્તિત્વમાં આવતી વિદ્યાલયની સમિતિઓની જે રચનાઓ થઈ તેમાં અનેક ધર્મપ્રેમી, શિક્ષણપ્રેમી વ્યક્તિઓ પોતાનું યોગદાન આપતી રહી છે. જ્ઞાનની જ્યોતને જનસામાન્ય સુધી પહોંચાડવી અને તેના દ્વારા સામા માણસના જીવનમાં ધર્મ અને શિક્ષણનાં બીજ રોપી સાચા ભારતીય સંસ્કારોને ગુંજતા કરવા તેની સાચી લગન પોતાને હૈયે ધરીને આ મહાનુભાવો આવ્યા છે. વર્તમાન સમિતિ પણ એ જ કંડારેલી કેડી પર પગલાં પાડીને રહી છે. કેટલાક પ્રસંગો એવા હોય છે કે એની સાથે કોઈ મહામૂલી ઘટના બને જ. ૧૯૫૮માં સંસ્થાનો હીરક મહોત્સવ ઉજવાયો તે પહેલાં સંસ્થામાં એક વ્યક્તિ એવી પ્રવેશી કે આગળ જતાં તો એ સંસ્થાના પાયાના પથ્થર સમાન લેખાવા લાગી. આવી ભેખધારી વ્યક્તિ કોણ છે? એ વ્યક્તિની શિક્ષણ વિશેની માન્યતા છે કે શિક્ષણ જીવનનો પાયો છે અને સંસ્કૃતિ તેનું મંદિર છે. વિદ્યા સમાજનો મોભો છે અને વિદ્યાનું તેજ જીવનનું એક બળવત્તર તેજ છે જે માણસનો નકશો બદલી નાખવાની તાકાત ધરાવે છે. આવી વિચારશક્તિ ધરાવતી એ પરોપકારી વ્યક્તિ છે શ્રી જે.
Page #364
--------------------------------------------------------------------------
________________ 343 શ્રી મહાવીર જૈન વિદ્યાલય : એક ઝલક આર. શાહ. ગુજરાતભરમાં એમણે વિદ્યાલય માટે જમીન ખરીદી, સાચા અર્થમાં વિદ્યાલયને વાચા આપી. એમણે વિદ્યાલયના નામની એવી તો ઝાલર વગાડી કે વિદ્યાલયનું નામ ગુજરાતભરમાં ગાજતું થઈ ગયું. શ્રી જે. આર. શાહનાં ૧૯૫૮થી ૧૯૯૦નાં વર્ષો પાયાનાં પથ્થર બનીને રહ્યાં. એમના ક્રાંતિકારી વિચારોથી સંસ્થાને લાભ થયો. જીવનનો દીર્ઘ કાળ એમણે વિદ્યાલયની સેવા અને પ્રગતિમાં ધરી દીધો. વિદ્યાલયના ઇતિહાસમાં શ્રી જે. આર. શાહનાં આ વર્ષો યાદગાર નજરાણું બનીને રહ્યાં છે. વિદ્યાલયની હાલની સમિતિ ઉપર એક એવી પ્રતિભાશાળી અને વિશિષ્ટ વ્યક્તિની વરણી કરવામાં આવી કે જેમનું જીવન શિક્ષણપ્રેમ અને માનવતાથી સભર છે, જેમણે સારાયે વિશ્વમાં નામ ગાજતું કર્યું છે. એવી પ્રતિભા છે શ્રી દીપચંદભાઈ સવરાજ ગાડ. શ્રી દીપચંદભાઈ ગાડનો સંકલ્પ તો જુઓ કે તેમના વિચારના દરેક સાથે ગામે ગામ શાળાઓ સ્થાપવી એ પણ એમનો દઢ સંકલ્પ છે. એમની દીર્ધદષ્ટિ એવી છે કે કોઈપણ જાતના ભેદભાવ વગર નાનામાં નાના ગામડામાં પણ - પછી એ આસામ હોય, બિહાર હોય કે ગુજરાત હોય * શાળાઓ ઊભી કરવી અને શિક્ષણથી વંચિત ન રહે તે માટે દરેક ગામડાને જાગ્રત કરીને શિક્ષણયુગની સ્થાપના કરવી. આમ જુઓ તે તેઓ ભારત સરકારનું કામ કરી રહ્યા છે. આવી વ્યક્તિ મહાવીર જૈન વિદ્યાલયના પ્રમુખસ્થાને હોય એ સંસ્થાનું ગૌરવ છે અને સંસ્થા એમના પ્રમુખપદે વધુ પ્રગતિ સાધીને એક વટવૃક્ષ બની જશે એમાં શંકા નથી. વિશેષ આનંદની વાત એ છે કે શ્રી દીપચંદભાઈ પોતે આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. વિદ્યાલયની વિકાસયાત્રામાં ભાવિના અનેક સંકેતો સર્જવા માટે સદાય કટિબદ્ધ એવી આજની વિદ્યાલયની સમિતિના અધ્યક્ષપદે રહેલા શ્રી દીપચંદભાઈ ગાર્ડ દઢપણે માને છે કે સમાજના કલ્યાણ અર્થે થયેલ આ વિદ્યાલયનો જન્મ તેને પંચોતેર વર્ષનો દીર્ધકાળ પૂરો કરે છે ત્યારે જ્ઞાનની અમૃતધારા રેલાવવાનો તેનો અવિરત પુરુષાર્થ વિદ્યાલયની ગૌરવગાથા બની રહેશે. શ્રી દીપચંદભાઈ ગાડની જેમ જ સંસ્થાને સબળ નેતૃત્વ અને સહકાર
Page #365
--------------------------------------------------------------------------
________________ 344 - આપનાર વિદ્યાલયના ઉપપ્રમુખ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલની સેવાઓનો ઉલ્લેખ કરવો પણ અનિવાર્ય થઈ પડે છે. તેમના ટ્રસ્ટ તરફથી અગાઉ અપાએલ દાન દ્વારા શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વલ્લભવિદ્યાનગરની તથા વડોદરાની શાખાઓ સુંદર રીતે કાર્યરત રહી છે. શ્રી પ્રતાપભાઈ ભોગીલાલના દાદા શેઠશ્રી લહેરચંદ ઉત્તમચંદનું નામ ત્યાંનાં વિદ્યાર્થીગૃહોને અપાયું છે જે તેમની કાયમી સ્મૃતિનું પ્રતીક છે. કેટલીક વ્યક્તિઓનો સ્પર્શ પારસમણિ જેવો હોય છે. જે કોઈ ક્ષેત્ર સાથે તેમનો સંબંધ બંધાય તે ઝળહળતી સફળતા મેળવે છે. સદ્ગત અમરભાઈ જરીવાલા (સ્વર્ગવાસ, 24 નવેમ્બર, 1992) એક આવું વ્યક્તિત્વ હતું. સાહિત્ય, શિક્ષણ, રાજકારણ, રંગભૂમિ, સમાજજીવન, વ્યવસાય વગેરે ક્ષેત્રોમાં સ્વ. અમરભાઈનું યશસ્વી અને નોંધપાત્ર પ્રદાન રહ્યું હતું. મુંબઈના સાંસ્કૃતિક ટ્રસ્ટી તરીકે તેમણે આપેલ સેવાઓ અવિસ્મરણીય રહેશે. સ્થાપિત હિતો સામે તેમણે સતત ક્રાંતિની મશાલ પ્રગટાવી હતી. એક સન્નિષ્ઠ અને પ્રામાણિક કાર્યકર ઉપરાંત કુશળ આયોજક તથા સુધારાવાદી દષ્ટિબિંદુ ધરાવનાર અમરભાઈએ જૈન અને જૈનેતર સમાજના હૃદયમાં પ્રીતિપાત્ર તથા આદરપાત્ર વ્યક્તિ તરીકે સ્થાન મેળવ્યું હતું. આ વિદ્યાલયની હાલની સમિતિઓમાં બિરાજમાન સભ્યો જૈન સમાજની અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને ઉદ્યોગ, ધંધા વગેરે ક્ષેત્રોમાં તથા સામાજિક પ્રવૃત્તિઓમાં પણ મોભાના સ્થાને બિરાજે છે. સહકાર સાંપડ્યો છે જેમાં શેઠશ્રી શ્રેણીકભાઈ કસ્તુરભાઈ, શેઠશ્રી ઉત્તમભાઈ નાથાલાલ મહેતા જેવાનાં નામો ઉલ્લેખપાત્ર છે. એક મહાન આધ્યાત્મિક સંત અને જૈનાચાર્ય દ્વારા પ્રેરિત આ ક્રાંતિકારી ઘટનાને આજે 75 વર્ષના વહાણાં વાઈ ગયાં છે. પોણી સદીના આ કાળખંડ દરમિયાન લગભગ 90 જેટલા યુવાનોએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના માધ્યમથી જીવનવિકાસમાં પ્રગતિ કરી છે. અસંખ્ય વિદ્યાર્થીઓએ મેડિકલ, એન્જિનીયરિંગ, ટેકનોલોજી, ઉદ્યોગ, વ્યાપારક્ષેત્રે તો વળી ચાર્ટર્ડ એકાઉન્ટન્સી અને વકીલાત જેવા વ્યાવસાયિક અને વ્યાપાર ક્ષેત્રોમાં પણ
Page #366
--------------------------------------------------------------------------
________________ 345 શ્રી મહાવીર જૈન વિદ્યાલય : એક ઝલક દેશ-વિદેશમાં પ્રતિષ્ઠા અને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સુખી તથા સફળ જીવન જીવવાની સાથે સાથે તેઓ સમાજસેવા અને દેશસેવાના ક્ષેત્રે પણ અગ્રિમ ભૂમિકા નિભાવી રહ્યા છે. સંસ્થામાં રહેવાથી તેમનામાં જે ધર્મના સંસ્કારો દઢ થયા હતા તેના ફળરૂપે તો કેટલાક વિદ્યાથીઓએ દીક્ષા ગ્રહણ કરી બની રહે છે. કહેવાયું છે કે ધર્મ વગર દર્શન કે તત્વજ્ઞાન ટકી શકતું નથી, અનુયાયી વિના ધર્મ ટકી શકતો નથી અને કેળવણી વિના અનુયાયી ટકી શકતા જયવંતું બની શકતું નથી. તે માટે તો જરૂરત છે જાગૃત જૈન સમાજના નિર્માણની. કેળવણી જ સમાજમાં જાગૃતિ લાવી શકે છે અને શિક્ષિત યુવા પેઢી જ સુદઢ સમાજવ્યવસ્થા ઊભી કરી શકે છે. “જૈન સમાજની યુવા પેઢીની કેળવણીના સવાલને માત્ર આપત્તિધર્મ તરીકે સ્વીકારવાનો નથી પણ સમયધર્મ તરીકે સ્વીકારવાનો છે” એવું ઐતિહાસિક વિધાન કરનાર શ્રી મહાવીર જૈન વિદ્યાલયના આદ્યપ્રેરક, યુગદર્શી, ક્રાંતિદ્રષ્ટા અને જૈન શાસનના પ્રભાવક જ્યોતિર્ધર પ. પૂ. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબનો આ ઉપદેશસાર આજે પણ એટલું જ ઐચિત્ય ધરાવે છે. આપણે આજે આનંદ અને ગૌરવની ભાવના સાથે નિ:શંક કહી શકીએ છીએ કે મા શારદા અને મા લક્ષ્મીનું સુભગ મિલન કરતી અનુપમ, તેના અમૃત મહોત્સવના પાવન પ્રસંગે તેની પ્રેરણામૂર્તિ બનેલા આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીને, તેના વિકાસમાં નિમિત્ત બનેલા અનેક દાનવીરો, સમાજસેવકો, કાર્યકરો અને મહાનુભાવોને વંદના કરીએ. અહીં વિદ્યાલયની વિકાસકથાની એક ઝલક આપવાનો જ મારો નમ્ર પ્રયાસ છે. આ સંસ્થા આપણા જીવનમાર્ગમાં પ્રેરક બની રહે તે દષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને, ભૂતકાળમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં, સંસ્થાના વર્તમાન તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સભ્યો અને શુભેચ્છકોના સંમેલનમાં આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ ઉચ્ચારેલી ગૌરવભરી, પ્રેરણાદાયક અને શુભેચ્છાભરી વાણી (“આદર્શ જીવન”, પૃષ્ટ ૮૦૩)થી આ ઝલકને પૂર્ણ કરું છું.
Page #367
--------------------------------------------------------------------------
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ રથ “આ વિદ્યાલય તો જૈન સમાજનું ગૌરવ છે, પ્રગતિની પ્રારાશીશી છે, શ્રમની સિદ્ધિ છે અને આદર્શની ઈમારત છે. શાસનદેવને પ્રાર્થના. છે કે આ વિદ્યાલય સદા-સર્વદા પ્રગતિશીલ રહે, વિકાસશીલ રહે અને ધર્મ, સમાજ તથા દેશની સેવામાં સહાયક થાય.” *** (શ્રી મહાવીર જૈન વિદ્યાલયના અમૃત મહોત્સવના ઉદ્ઘાટન સમારોહ (5, ઑક્ટોબર, 1993) પ્રસંગે રજૂ થયેલ શ્રાવ્ય કાર્યક્રમ “કૃતિકા” તથા અન્ય ઉપલબ્ધ સામગ્રી-માહિતીના આધારે તૈયાર કરેલો લેખ.)
Page #368
--------------------------------------------------------------------------
________________ हिन्दी विभाग (पृष्ठ 347 - 384)
Page #369
--------------------------------------------------------------------------
_
Page #370
--------------------------------------------------------------------------
________________ अमृत महोत्सव स्मृति ग्रंथ 347 48. गुरु वल्लभ का शैक्षणिक दृष्टिकोण - आचार्य श्री विजय इन्द्रदिन्न सूरीश्वरजी ... जैन धर्म और दर्शन में ज्ञान को अत्यधिक महत्त्व दिया गया है। सर्वप्रथम ज्ञान है और उसके बाद अहिंसा है। क्योंकि बिना ज्ञान के अहिंसा को भी कैसे समझ सकेंगे। और जिसे समझ नहीं पाएंगे उसका आचरण भी कैसे हो सकेगा। इसलिए सर्वप्रथम ज्ञान के द्वारा अहिंसा को समझना पड़ेगा। समझकर ही अहिंसा का पालन हो सकता है। ऐसी स्थिति में ज्ञान का महत्त्व निर्विवाद रूप से हो जाता है। ज्ञान आत्मा का लक्षण है। जीव ज्ञान के प्रकाश से परिपूर्ण है। जब जीव पर लगे हुए कर्म दूर हो जाते हैं तब आत्मा केवल-ज्ञान मात्र-ज्ञान के आलोक से जगमगा उठता है। आत्मा के पूर्ण अज्ञान का नष्ट हो जाना उसके पूर्ण ज्ञान का प्रकट होना है। ज्ञान की परिपूर्णता में आत्मा की परिपूर्णता है और ज्ञान की अपूर्णता में आत्मा की अपूर्णता है। .. जीव चेतनामय है। यह चेतना और कुछ नहीं ज्ञान ही है। यह ज्ञान जीव से कभी अलग नहीं होता। जब जीव निगोद में रहता है तब भी उसके ज्ञान की एक सूक्ष्म किरण तो प्रकाशित ही रहती है। चाहे आत्मा पर कितने ही कर्म लग जाए, चाहे वह कितने ही अज्ञान के अंधकार से भर जाए तब भी वह चेतना-रहित नहीं होता। अवसर आने पर जीव की वह चेतना विराट बनती है। व्यक्ति की समस्त साधना का लक्ष्य आत्मा की उस सूक्ष्म ज्ञान चेतना को विराट बनाना ही है। ' ' . ज्ञान अनंत और असीम है। व्यक्ति के जीवन की सीमा है पर ज्ञान की कोई सीमा नहीं है। ज्ञान और शिक्षा व्यक्ति को विवेक-चक्षु -
Page #371
--------------------------------------------------------------------------
________________ 348 गुरु वल्लभ का शैक्षणिक दृष्टिकोण प्रदान करते हैं और जीने की कला सिखाते हैं। विद्या जीवन का शृंगार है। यही विद्या मनुष्य को मुक्ति तक ले जाती है; परंतु वह सद्विद्या होनी चाहिए। सा विद्या' या विमुक्तये। वही विद्या सच्ची है जो मनुष्य की मुक्ति का कारण बने। जो विद्या बंधन का कारण बने वह सच्ची विद्या नहीं कहला सकती। हमारे ज्ञानियों ने कहा है - ज्ञानं श्रेष्ठ-गुणो जीवे मोक्षमार्ग-प्रवर्तक :- अर्थात ज्ञान जीव का श्रेष्ठगुण है और वह मोक्षमार्ग का प्रवर्तक है। परंतु मोक्षमार्ग का प्रवर्तक वही ज्ञान हो सकता है जो सुज्ञान हो, आत्मिक ज्ञान हो। ___ मनुष्य के जीवन में धार्मिक ज्ञान की भी आवश्यकता है और व्यावहारिक ज्ञान की भी। धार्मिक ज्ञान उसकी आत्मा को समृद्ध करेगा, भीतर की शून्यता और रिक्तता को भरेगा और व्यावहारिक ज्ञान उसके जीवन-निर्वाह को चलाएगा। यद्यपि व्यावहारिक ज्ञान से आत्मा को कोई लाभ नहीं है, फिर भी वह जीवन के लिए आवश्यक है। बिना इसके जीवन-निर्वाह असंभव है। धार्मिक या आत्मिक ज्ञान मनुष्य के जीवन को संयमित बनाता है, अच्छे, शुभ संस्कारों से जीवन को ओतप्रोत करता है। उसे विवेकशील और विनयशील बनाता है। धार्मिक या आत्मिक ज्ञान रहित केवल व्यावहारिक या भौतिकज्ञान मनुष्य को कभी भी सुखी नहीं बना सकता . केवल भौतिक समृद्धि मनुष्य के जीवन को पतित कर सकती है। वर्तमान परिप्रेक्ष्य में यही हो रहा है। मनुष्य बाहर से समृद्ध हुआ है; पर भीतर से वह शून्यता से भरा हुआ है। भीतर से वह अपने आपको रिक्त अनुभव करता है। उसे पता नहीं है कि यह रिक्तता क्यों है और कैसे दूर की जा सकती है। उसकी भीतरी रिक्तता का एकमात्र कारण है उसका स्वयं के विषय में अज्ञान। उसकी आत्मा के विषय में उसका अज्ञान ही कारण है। वर्तमान में मनुष्य की भौतिक उन्नति उसके विनाश का कारण बन रही है। जो ज्ञान मनुष्य के विनाश का कारण बने उस ज्ञान से मनुष्य को क्या लाभ हो सकता है ? विनाशक व्यावहारिक ज्ञान को रोकने का एकमात्र उपाय है आध्यात्मिक ज्ञान का विकास। इस आध्यात्मिक ज्ञान को बचपन से ही देना प्रारंभ कर देना चाहिए। आध्यात्मिक संस्कारों से संस्कारित बालक ही भविष्य में भौतिक जगत में प्रविष्ट होकर स्वयं को बचा पाएगा। वह अपार भौतिक समृद्धि के प्रवाह में प्रवाहित होकर दुःखी नहीं बनेगा। वह पुण्यानुबंधी पुण्य
Page #372
--------------------------------------------------------------------------
________________ अमृत महोत्सव स्मृति ग्रंथ . 349 का उपार्जन करेगा। पंजाब केसरी, कलिकाल कल्पतरु, अज्ञान तिमिर तरणी, युगदृष्टा, युगवीर आचार्य श्रीमद् विजय वल्लभ सूरीश्वरजी महाराज का शैक्षणिक दृष्टिकोण यही था। इसी मूल विभावना को लेकर उन्होंने स्थान स्थान पर शिक्षण संस्थाएँ स्थापित की। उन्हें हम जैन समाज के प्रखर शिक्षाशास्त्री कह सकते हैं। शिक्षा मनोविज्ञान से वे भलीभांति परिचित थे। केवल जैन समाज में ही नहीं; पर सम्पूर्ण देश में ऐसे शिक्षाशास्त्री नहीं मिलेंगे जो आध्यात्मिक और व्यावहारिक दोनों ज्ञानों के पक्षधर हों और बालकों को दोनों ज्ञान दिलाने के लिए विद्यालय स्थापित करवाए हो। दूसरे आचार्यों की तरह उन्होंने व्यावहारिक शिक्षा को कभी अस्वीकार्य नहीं किया। उन्होंने कहा कि आध्यात्मिक शिक्षा से रहित जो व्यावहारिक शिक्षा है वह अस्वीकार्य है परंतु जो धार्मिक शिक्षा और संस्कारों के साथ व्यावहारिक शिक्षा दी जाती है वह अस्वीकार्य उतना व्यावहारिक ज्ञान तो अनिवार्य है। भिखमंगा क्या धर्म करेगा? वह पेट का चिंतन करेगा या आत्मा का? गुरु वल्लभ ने अपने इसी शैक्षणिक दृष्टिकोण को दृष्टिगत रखते हुए आज से पचहत्तर वर्ष पहले श्री महावीर जैन विद्यालय स्थापित करने की प्रेरणा दी थी। उनकी शिक्षानीति क्या थी? इसे समझने के लिए श्री महावीर जैन विद्यालय का अध्ययन करना चाहिए। पचहत्तर वर्ष पहले जिस शैक्षणिक दृष्टिकोण का सूत्रपात गुरु वल्लभ ने किया था उसके .सुफल आज हम चख रहे हैं। नौ हजार व्यक्तियोंने अपने जीवन को संस्कारी, धार्मिक, नीतिमय, सेवापरायण और परोपकारी बनाया है। यह कोई सामान्य सिद्धि नहीं है। आज इसकी शाखाओं में संस्कारी व्यक्तियों का निर्माण किया जा रहा है। विद्यालयों के प्रमुख व्यक्ति यदि आध्यात्मिक संस्कारों की ओर ध्यान देकर कार्य करेंगे तो निश्चित ही वे आनेवाले भविष्य का सुखद निर्माण कर सकेंगे।
Page #373
--------------------------------------------------------------------------
________________ 350 अमृत महोत्सव स्मृति ग्रंथ 45. प्रभु-भक्ति है कल्पतरु ___ - पन्यास श्री नित्यानन्दविजयजी आवश्यकताएँ आदि पूर्ण हो जाती थीं। परन्तु प्रभु भक्ति रूपी कल्पतरु सभी युगों में प्राणिमात्र की समस्त मनोकामनाएं परिपूर्ण करती रही है। इसे ज्ञानियों ने चिन्तामणि रत्न, कामधेनु आदि की उपमाएं दी हैं। प्रभु-भक्ति भक्ति आत्मबल जागृत करती है, जिससे भक्ति-भावित भक्त भय-मुक्त हो जाता है। प्रभु-भक्ति तृष्णातुर को सन्तोष का अमृत पिलाती है, कामातुर को ब्रह्मरस पिलाकर अक्षय सुखोन्मुख करती है, भोगी को योग अर्थात प्रभु-मिलन का मार्ग बताती है, हिंसक को अहिंसा का प्रेम-पीयूष पिलाती है। प्रभु-भक्त वह परमआनंद के अमृत सरोवर में आनन्दपूर्वक स्नान करता है। श्रीमन् मानतुंगसूरि 'भक्तामर स्तोत्र' के अन्तिम श्लोक में भक्ति की महिमा में कहते हैं : 'हे जिनेश्वर प्रभु! इस लोक में तेरे गुणों से संयुक्त और मनोहर वर्ण रूप (सुन्दर अलंकार रूप) बहुरंगे फूलोंवाली तुम्हारी स्तोत्र रूपी माला को जो मनुष्य सर्वदा कंठ में धारण करता है अर्थात् जो तुम्हें स्मरण करता है, उस महा सम्माननीय मनुष्य को लक्ष्मी (राज्य, सुख-सम्पदा, स्वर्ग और मोक्ष-लक्ष्मी) विवश होकर प्राप्त होती है।' 1.
Page #374
--------------------------------------------------------------------------
________________ प्रभु-भक्ति है कल्पतरु 351 मुण्डकोपनिषद् की श्रुति कहती है - ‘कृपालू परमात्मा के दर्शन कर लेने पर जीव की अविद्या रूपी हृदय-ग्रन्थि टूट जाती है, उसके सभी संशय नष्ट हो जाते हैं और कर्म क्षीण हो जाते हैं।' 2. प्रभु-भक्ति के प्रति अरुचि आधुनिक युग की भौतिकवादी भोगवादी दृष्टि के कारण उत्पन्न हुई है। इससे विश्व शान्ति की नींव हिल गयी है क्योंकि विश्व शान्ति का आधार है प्रेम। जब प्रेम का स्रोत सूख जाता है, तब घृणा, द्वेष, हिंसा एवं स्वार्थ की कालिमा मन-मुकुर को मैला कर देती है। इससे परमार्थ की भावना समाप्त हो जाती है। मनुष्य को दैहिक सुख ही सुहावना लगता है। देह-सुख की लालसा दसरों को पीड़ा पहुँचाने में भी नहीं लज्जाती। जगत् ऐसी स्वार्थी प्रवृत्तिवाले मनुष्यों के उत्पीड़न से पीड़ित है। ___ इसके विपरीत प्रभु-भक्ति प्रेम का सहज प्रस्फुटन करती है। प्रभु करुणा और प्रेम के अवतार हैं, वे समस्त जीवों के प्रति करुणा और प्रेम की वृष्टि करते हैं। ऐसे प्रेम और करुणा के अवतार सच्चिदानन्द परमात्मा की भक्ति जीवमात्र के प्रति प्रेम-भाव जागृत करती है और क्षणिक दैहिक सुख के प्रति अरुचि उत्पन्न करती है। वस्तुत: प्रभु-भक्ति मन में प्रेमादि भाव जगाकर परमार्थ के असंख्य फूल खिलाती है। भक्त का निर्मल मन जीव-मात्र की सुख-शान्ति के लिए सदा प्रयत्नशील रहता है। प्रभु-भक्त पीडितों की. सहायता के लिए सदा तत्पर रहता है, वह दुःखी प्राणियों की प्रेम भाव से सेवा करता है। वह अकाल, दुर्भिक्ष, जल-प्रलय एवं रोगग्रसित प्राणियों 1. स्तोत्रम्रजं तव जिनेन्द्रगुणैर्निबद्धां, भक्त्या मया रुचिरवर्णविचित्रपुष्पाम्। तं मानतुङ्गमवशा समुपैति लक्ष्मीः / / - श्री भक्तामरस्तोत्र : श्लोक 48 2. भिद्यते हृदयग्रन्थि नश्यति सर्वसंशयाः। क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे॥ -मुण्डकोपनिषद् : 1218
Page #375
--------------------------------------------------------------------------
________________ 352 अमृत महोत्सव स्मृति ग्रंथ की रक्षार्थ समर्पित रहता है। वह दरिद्रों, दीनों, दुखियों में दीनानाथ कृपालू परमात्मा के दर्शन करता है। प्रभु दीनदयालू और जग-वत्सल है। प्रभु-भक्ति के प्रभाव से होनेवाली अनेक चमत्कारी घटनाओं को यद्यपि आधुनिक वैज्ञानिक युग के प्रबुद्ध मनुष्य कपोल-कल्पना मानते हैं, परन्तु इसमें कोई सन्देह नहीं है कि इससे तनाव से मुक्ति मिल जाती है। तनाव-ग्रसित मानव तनाव-मुक्त होने के लिए छटपटा रहा है। आधुनिक युग के भौतिकवादी परिवेशमें पले लोग घुटन, उत्पीड़न, मानसिक विकृति और तनाव के वातावरण में जी रहे हैं। उन्हें शान्ति नहीं। आधुनिक वैज्ञानिक विलास के साधनों ने मानव की विकृतियाँ बढ़ा दी हैं, इस तनाव-मुक्ति का एक ही सहारा है - प्रभु-भक्ति। प्रभु-भक्ति प्रेम, त्याग, परोपकार, सज्जनता आदि सद्गुणों का विकास करनेवाली महाशक्ति है। आधुनिक युग का अनिष्ट है-प्रदूषण। प्रदूषण के अनेक प्रकार हैं-जैसे नैतिक प्रदूषण (चरित्र-भ्रष्टता), पर्यावरण प्रदूषण, ध्वनि प्रदूषण, वायु-प्रदूषण, जल-प्रदूषण अत्यधिक बढ़ गयी है, विलासिता के प्रति विशेष रुचि हो गयी है और देह सुख के साधन जुटाने के लिए संग्रहवृत्ति विस्तृत हो गयी है। मानव शिव से शव मात्र बन गया है क्योंकि देह तो नश्वर है। तृष्णातुर मानव की भयंकर स्वार्थ-लिप्सा ने जगत्-सुख-शान्ति की हरियाली को उजाड़ दिया है। उसकी विस्तारवादी अनैतिक दृष्टि ने वनों को नष्ट किया है, पशु-पक्षियों को समाप्त किया है और असहाय मनुष्यों को दुःखी किया है। आतंक और हिंसा का ताण्डव नृत्य इस नैतिक प्रदूषण का फल है। हम तभी सुखी हो सकते हैं, जब हमारा आकाश नीला दीख सके (धुएँ से आच्छादित नहीं), जंगल हरे-भरे हों, पशु-पक्षी छलांग लगाते, चौकड़ी भरते, कल्लोल करते दिखाई दें। ___ यह तभी संभव है जब मनुष्य प्रभु-भक्ति में अनुरक्त हो। प्रभु-भक्ति से ही नैतिकता का आविर्भाव संभव है। इसीसे प्रेम-भावना और निर्मलता आती है। इससे चरित्रोत्थान होता है। चरित्र से ही स्व-पर कल्याण होता है।
Page #376
--------------------------------------------------------------------------
________________ प्रभु-भक्ति है कल्पतरु 353 भक्ति के नौ रूप प्रचलित हैं - 'श्रवण, कीर्तन, स्मरण, चरण-सेवन, अर्चन, वन्दन, दास्य, सख्य और आत्मनिवेदन।' 3. यह नवधा भक्ति जैनों एवं वैष्णवों में समान रूप से मान्य है। प्रभु को अनेक नामों से स्मरण किया जाता है, परन्तु उनका सच्चिदानन्द वीतराग स्वरूप अखण्ड है, अक्षय है, अनुपम है। 'श्री भक्तामरस्तोत्र' में प्रभु को ब्रह्मा, विष्णु, शंकर, बुद्ध आदि कहा है: त्वं शङ्करोऽसि भुवनत्रयशंकरत्वात्। व्यक्त्वं त्वमेव भगवन् ! पुरुषोत्तमोऽसि // 25 // और कलिकाल कल्पतरु श्री वल्लभसूरिजी श्री पार्श्वनाथ जिनस्तवन' देव प्रभु ईश्वर खुदा हरि हर ब्रह्मा राम। तीर्थंकर अरिहन्तजी, उनको करूँ प्रणाम / / जो समस्त दोषों से रहित, राग-द्वेष-मुक्त करुणासागर वीतराग प्रभु हैं उनकी उपासना निर्मल भक्ति-भाव से करनी चाहिये। प्रभु की निर्मल भक्ति समस्त सुखों की दात्री है, जगत् कल्याण की विधात है। अस्तु। जगत्-कल्याण के लिए, मानवीय मंगल के लिए, प्राणिमात्र के सुख-सौख्य के लिए, तनाव-मुक्ति के लिए प्रभु-भक्ति की उपादेयता असंदिग्ध है। इससे मानव में नैतिक संसार प्रस्फुटित होते हैं, इससे मानवीय चरित्र का निर्माण होता है। सुचरित्र से मानव में परमार्थ-भाव जागृत होता है जिससे वह सत्कर्म में संलीन हो जाता है। इससे प्रेमधन परमात्मा का सच्चिदानन्द स्वरूप मानस-मन्दिर में प्रेम रूप में प्रस्थापित होता है। विश्व-मैत्री की लता सुख-शान्ति के कुसुमों से प्रस्फुटित होकर जगत् को आनन्दमय कर देती है। प्रभु-भक्ति का यह अचूक परिणाम है। महोपाध्याय श्रीमद् 3. श्रवणं कीर्तन विष्णोः स्मरणं पादसेवनम् / 1 अर्चनं वन्दनं दास्यं सख्यात्मनिवेदनम् // (1) / श्रीमद् भागवत - 75 / 23.
Page #377
--------------------------------------------------------------------------
________________ 354 अमृत महोत्सव स्मृति ग्रंथ यशोविजयजी महाराज ने भक्ति की महिमा में बताया है : 'आगमशास्त्र रूप महासागर में डूबने पर मुझे यह सार मिला है कि श्री वीतराग प्रभु की भक्ति परमानन्द सम्पदाओं की बीज है।' 4 अत: हम प्रभु-भक्ति का आश्रय लेकर परमानन्द सम्पदा को प्राप्त करें। इसी में मानव जीवन की सफलता है, सार्थकता है। इति शुभम्। 4. सारमेतन्मया भक्तिर्भागवती लब्धं बीजं. श्रुताब्धेरवगाहनात्। परमानन्दसम्पदाम् / /
Page #378
--------------------------------------------------------------------------
________________ अमृत महोत्सव स्मृति ग्रंथ 355 50. आखिर... ईश्वरको किस स्वरूप में कैसा मानें? - पंन्यास अरुणविजय गणि महाराज ईश्वर को माने या न मानें? मान्यता यह श्रद्धा का विषय है। जबकि जानना यह ज्ञान का विषय है। श्रद्धा का आधार भी सही-सच्चे ज्ञान पर है। यदि ज्ञान ही सच्चा सम्यग् नहीं होगा तो श्रद्धा भी सच्ची-सम्यम् नहीं हो सकती, वह भी मिथ्या या अंधश्रद्धा हो जाएगी। अत: सच्ची-सही श्रद्धा के लिए सच्चे-सम्यग् ज्ञान का होना नितान्त आवश्यक है। वाचकवर्य उमास्वातिजी महाराजने "तत्त्वार्थाधिगम सूत्र" में - "तत्त्वार्थश्रद्धानं सम्यग् दर्शनम्" सूत्र में तत्त्व और अर्थ-उभय का यथार्थ ज्ञान सम्यग् दर्शन कहा है। श्रद्धा और ज्ञान के लिए तत्त्वभूत पदार्थों का होना आवश्यक है। . जिन्होंने तत्त्वभूत पदार्थ ही नहीं माने हैं वे ज्ञान-श्रद्धा को भी नहीं मान सकते। चार्वाक (नास्तिक) मतवादी एसे कई नास्तिक लोक जो तत्त्वभूत पदार्थ मानते ही नहीं है, उन्हें श्रद्धा होने का प्रश्न ही खडा नहीं होता है। ऐसे तत्त्वभूत पदार्थ आत्मा-परमात्मा (ईश्वर)), लोक-परलोक, अलोक, स्वर्ग-नरक, पूर्वजन्म, पुन:जन्म, पुण्य-पाप, कर्म-धर्म, मोक्ष आदि हैं। ये सभी दृष्टिगोचर - दृश्य नहीं परन्तु ज्ञानगम्य-अदृश्य है। ये सभी लोकोत्तर पदार्थ है; लौकिक नहीं। लौकिक पदार्थ संसार की वस्तुएं आदि सेंकडों है जो दृश्य-दृष्टिगोचर है। उनकी श्रद्धा आदि का प्रश्न ही नहीं खड़ा होता है। अतः आस्तिक होने के लिए आत्मा-परमात्मा (ईश्वर) मोक्षादि लोकोत्तर कक्षा के ज्ञानगम्य-अदृश्य तत्त्वभूत पदार्थों को जानना मानना अनिवार्य है और
Page #379
--------------------------------------------------------------------------
________________ 356 आखिर... ईश्वरको किस स्वरूप में कैसा माने? उनका ही यथार्थ ज्ञान सम्यग् श्रद्धा के लिए नितान्त आवश्यक है। इन लोकोत्तर तत्त्वभूत पदार्थों में परमात्मा-ईश्वर भी एक तत्त्व है। ईश्वर श्रद्धा का केन्द्रीभूत विषय है। आत्मा में मोक्षादि तक के अनेक तत्त्वभूत पदार्थों के केन्द्र में और सबका-आधारभूत तत्व ईश्वर है। अन्य सभी पदार्थ परिधि पर है और ईश्वर उनके मध्य केन्द्र में है। जिस तरह के आधार पर अन्य सभी पदार्थों का आधार है। अत: ईश्वर विषयक ज्ञान एवं श्रद्धा सही यथार्थं होगी तो ही अन्य सभी पदार्थों के बारे में भी ज्ञान और श्रद्धा सही होगी। अत: केन्द्रीभूत-आधारभूत ईश्वर का स्वरूप यथार्थ-वास्तविक अर्थ में समझना अत्यन्त आवश्यक है। जगत के सभी धर्मों में ईश्वर की मान्यता है। पहले ही उल्लेख किया है कि मान्यता (श्रद्धा) का आधार ज्ञान पर है। यदि ज्ञान यथार्थ-सम्यग् रहेगा तो ही उस पर आधारित मान्यता (श्रद्धा) सम्यग्-सही होगी। अत: ईश्वर की मान्यता (श्रद्धा) मात्र होना ही पर्याप्त नहीं है, परन्तु उसके विषय में यथार्थ ज्ञान का होना धुंए के लिए अग्नि के होने के जितना अनिवार्य है। ईश्वर को सभी धर्म मानते हैं। क्योंकि धर्म ईश्वरजन्य है। ईश्वर ने ही धर्म बनाया - बताया (दिखाया) है। यहां ईश्वर और धर्म के बीच भी जन्य-जनकभाव संबंध है। जैसे पिता नहीं होते तो पुत्र नहीं होता। पुत्र का अस्तित्त्व पिता के अभाव में संभव नहीं है। उसी तरह ईश्वर ही नहीं होते तो धर्म कैसे होता? धर्म ईश्वरोक्त है, ईश्वर जन्य है, ईश्वर प्रेरित है, ईश्वर की आज्ञा स्वरूप है, ईश्वर कथित है, ईश्वरोपदिष्ट है, ईश्वर दत्त है। इस तरह अनेक प्रकार से कह सकते हैं। ईश्वर दृष्ट-दर्शित, निर्मित, स्थापित, पुनः स्थापित आदि कहने में थोडा-थोडा शब्दार्थ भावार्थ बदलता है परन्तु मूलार्थ तो ईश्वर केन्द्रित ही है। इसीलिए कोई धर्म हो और उसमें ईश्वर की मान्यता न हो ऐसा
Page #380
--------------------------------------------------------------------------
________________ अमृत महोत्सव स्मृति ग्रंथ 357 है। अत: सभी धर्म ईश्वर की मान्यतावाले आस्तिक धर्म है। इस दृष्टि से ईश्वर को मानने का आधार धर्म पर है, और धर्म को मानने का आधार भी ईश्वर पर है। दोनों ही अन्योन्य - परस्पर - आधारित -संबंधित है। अत: ईश्वर विषयक ज्ञान एवं श्रद्धा सही-सच्ची यथार्थ होगी तो धर्म विषयक ज्ञान-श्रद्धा भी यथार्थ सच्ची होगी। अन्यथा असंभव है। कहनेवालों ने जैन धर्म-दर्शन को अनीश्वरवादी कहकर नास्तिक भी कहा है। जैन ईश्वर को नहीं मानते हैं, ईश्वर निर्मित सृष्टि नहीं मानते हैं। अत: जैन नास्तिक हैं लेकिन यह कहां तक उचित हैं? ईश्वर और धर्म के जन्यजनकभाव संबंध, प्रवर्तक-निदर्शक आदि संबंध के आधारवाले नियमानुसार यदि जैन धर्म-दर्शन भी एक स्वतंत्र-धर्म-दर्शन है तो निश्चित ही जैन धर्म - दर्शन-मत प्रवर्तक - संस्थापक - उपदेशक - दर्शक - ईश्वर भी होने ही चाहिए। होंगे ही। तभी तो यह जैन धर्म - दर्शन अस्तित्व में आया है। इसका प्रचलन है। पिता-पुत्र की तरह। अन्यथा उपदेष्टा - द्रष्टा ईश्वर के अभाव में धर्म का अस्तित्व संभव ही नहीं होता। जैसे पिता के अभाव में पुत्र का अस्तित्व। जैन धर्म - दर्शन प्रागऐतिहासिक काल से, स्वतंत्र अस्तित्व रखे हुए हैं और अखंड परंपरा से चलता हुआ आज भी यथावत्-पूर्ववत् है फिर जैन मत में ईश्वर है ही नहीं, मानते ही नहीं है इत्यादि बातों का उद्भव ही कैसे संभव है? बिना प्रवर्तक - संस्थापक के अस्तित्व कैसा? अत: पुत्र के सद्भाव से जैसे पिता का अस्तित्व अनिवार्य रूप से माना जाता है ठीक उसी तरह जैन धर्म-दर्शन के सद्भाव से उसके प्रवर्तक - संस्थापक ईश्वर का अस्तित्व अनिवार्य रूप से सिद्ध होता ही है। अत: जैन धर्म-दर्शन या मत को अनीश्वरवादी कहकर नास्तिक कहना मूर्खता होगी। किसी भी परिस्थिति में कहना उचित नहीं है, संभव नहीं है। अत: जैन धर्म-दर्शन आस्तिक ही है। ईश्वरवादी, ईश्वरमान्यतावाला आस्तिक है। सम्यग्-यथार्थ है। इसका प्रत्यक्ष प्रमाण है कि प्रागऐतिहासिक काल से सर्वत्र पृथ्वीतल पर हजारों - लाखों
Page #381
--------------------------------------------------------------------------
________________ 358 आखिर... ईश्वरको किस स्वरूप में कैसा मानें? प्रचलित है, और इसकी भी अखण्ड परंपरा चल रही है। अब रहा प्रश्न ईश्वर के स्वरूप को मानने का। सर्वप्रथम ईश्वर के अस्तित्व को माना-स्वीकारा है। अब वह ईश्वर कैसा है? किस स्वरुप का है? क्या उसका रूप-स्वरूप आकार-प्रकार है ? कैसा है? इत्यादि विषयक विचारणा अनिवार्य है। क्योंकि सिर्फ मानना मात्र तो अज्ञानताजन्य अंधश्रध्धा, अश्रध्धा हो जाएगी। अतः सम्यग्-सही सच्चे ज्ञानपूर्वक ही मानना है। जानने के बाद ही मानना है। तो ही वह मान्यता -सच्ची सम्यग् श्रद्धा होगी। जैन दर्शन सम्यग् दर्शन है। इसीलिए जैन दर्शन में ईश्वर को नहीं मानना ऐसी बात ही नहीं है। परन्तु ईश्वर को कैसा? किस स्वरूप में मानना? इसके उत्तर में जैन दर्शन कहता है कि...सा ईश्वर है। जिस स्वरूप में है, ठीक वैसा ही यथार्थ - वास्तविक स्वरूप में मानना ही सम्यग् दर्शन कहलाएगा। इसलिए ईश्वर को किस स्वरूप में कैसा मानना यह बात बहुत ही महत्त्व की है। बहुत ही भारपूर्वक इसे जैन दर्शन में समझाई है। ऐसा अनिवार्य नहीं है कि ईश्वर को सृष्टिकर्ता ही मानना। या सृष्टि-संसार का जो स्रष्टा-कर्ता-हर्ता-संहर्ता-पालनहार-विसर्जनहार,फलदाता, सुख-दुःख दाता, लीलाकर्ता इत्यादि ही मानना कोई जरूरी नहीं है। ऐसा कदाग्रह आवश्यक नहीं है। क्योंकि अनेक दृष्टियों से काफी गहराई में विचारणा करने पर ईश्वर में ये सभी विशेषताएं जबकि पाई नहीं जाती हैं, सिद्ध ही नहीं होती है वैसा मान लेना यह अयथार्थ - अवास्तविक ज्ञान है। और उससे जन्य छोडना ही लाभदायी हैं। ___ न तो कोई ईश्वर शब्द के साथ सृष्टिकर्ता संहर्ता आदि अर्थ अविनाभाव संबंध से जुड़े हुए है और न ही सृष्टिकर्ता - संहर्ता आदि अर्थ में ईश्वर शब्द जुडा हुआ है। न ही कोई शब्द की व्युत्पत्ति वैसी होती है, और न ही व्युत्पत्ति शास्त्र जन्य ऐसा अर्थ निर्धारित है। इसी तरह व्याकरणशास्त्र
Page #382
--------------------------------------------------------------------------
________________ अमृत महोत्सव स्मृति ग्रंथ 359 के आधार पर भी ईश्वर शब्द की रचना सृष्टिकर्ता - संहर्तादि अर्थ में नहीं है। अत: जबरदस्ती किसी भी प्रकारसे ईश्वर शब्द को सृष्टि कर्ता-संहर्तादि अर्थों में मानना अनिवार्य नहीं है। __आस्तिक शब्द सिर्फ अस्तित्व का ही सूचन करता है जबकि 'सम्यग्' शब्द यथार्थता - वास्तविकता का सूचन करता है। अतः सम्यग् शब्द बहुत ज्यादा आगे का ऊंचा और अर्थगंभीर शब्द है। आस्तिक-नास्तिक शब्द तत्त्वभूत पदार्थों के अस्तित्व और नास्तित्व को सूचित करते है। पदार्थ की सत्ता (अस्तित्व) को माननेवाला आस्तिक और उन्हीं की सत्ता होते हुए भी न मानने वाले को नास्तिक कहा जाता है। उदाहरणार्थ आत्मा-मोक्षादि तत्वभूत पदार्थो का अस्तित्व (सत्ता) है उसे माननेवाला धर्मदर्शन - मत या व्यक्तिविशेष भी आस्तिक कहलाता है। उन्हीं आत्मा-मोक्षादि पदार्थों का अस्तित्व (सत्ता) होते हुए भी न माननेवाला धर्म-दर्शन मत या व्यक्तिविशेष नास्तिक कहा जाता है। इस सादी व्याख्या के आधार पर भी जैन दर्शन-व धर्म ईश्वर - आत्मा - मोक्षादि पदार्थों की सत्ता - अस्तित्व को बरोबर मानता है। अत: आस्तिक है। न केवल मानने मात्र से आर्थिक है अपितु अर्थात - वास्तविक स्वरूप में मानने के कारण सम्यग् दर्शन, सम्यग् धर्म है। चार्वाक मत आत्मा-ईश्वर-मोक्षादि किसी भी तत्त्वभूतपदार्थो की सत्ता-अस्तित्व मानता ही नहीं है अत: चार्वाक दर्शन सर्वथा नास्तिक दर्शन है। यह विश्वप्रसिद्ध बात है। यदि चार्वाक दर्शन के जैसा ही जैन दर्शन को भी नास्तिक दर्शन कहा जाय तो क्या जैन दर्शन भी चार्वाक की तरह आत्मा-मोक्षादि नहीं मानता है? नहीं, ऐसा नहीं है। आत्मा-ईश्वर मोक्षादि विषयों के बारे में जैन दर्शन के अनेक ग्रन्थ के ग्रन्थ भरे पड़े हैं यही प्रत्यक्ष प्रमाण है। दार्शनिक इतिहास में भी ऐसा उल्लेख नही मिलता है। आखिर चार्वाक जैसा नास्तिक कहना किसी भी दृष्टि से संभव नहीं हो सकता है। चार्वाक और जैन दर्शन की विचारधारा क्या मिलती है? क्या किसीने तुलनात्मक दृष्टि से मिलाकर देखा भी है? अंशमात्र भी विचारधारा मिलनी संभव नहीं
Page #383
--------------------------------------------------------------------------
________________ 360 आखिर... ईश्वरको किस स्वरूप में कैसा मानें ? है। अत: जैन दर्शन को चार्वाकवत् नास्तिक कहना नितान्त मूर्खता है। ईश्वर की सत्ता न स्वीकारनेवाले नास्तिक कहे जाते हैं। सत्ता स्वीकारनेवाले ईश्वरवादी आस्तिक कहे जाते हैं। अनीश्वर शब्द का अर्थ क्या होता है? ईश्वर की सत्ता-अस्तित्त्व को ही न मानना या फिर ईश्वर कर्तृत्व पक्ष को न मानना ? अनीश्वर शब्द से किस अर्थ की ध्वनि निकलती है? ईश्वर सर्वथा है ही नहीं ऐसा सर्वथा अभाव जैन दर्शन नहीं मानता है। सत्ता-अस्तित्व का सर्वथा अभाव नहीं माना है। परन्तु ईश्वर में जो सृष्टिकर्तृत्व का आरोपण किया गया है उसका अभाव जैन दर्शन मानता है। कोई ऐसी आवश्यकता नहीं कि ईवर को मानने के साथ-साथ सृष्टिकारक पक्ष मानना ही चाहिए। नहीं। जैन दर्शन ने सृष्टि की सारी व्यवस्था अलग प्रकार की ही दर्शायी है। अत: ईश्वर में सृष्टिकर्तृत्व पक्ष को मानने की कोई आवश्यकता नहीं है। सृष्टिकर्तृत्व आदि विशेषण ईश्वर के साथ जोड़ने की कोई आवश्यकता नहीं है। इतने मात्र से जैन दर्शन को अनीश्वरवादी और नास्तिक कहना बहुत बडी भ्रान्ति होगी। नास्तिक शब्द की ऐसी कोई व्याख्या-या व्युत्पत्ति भी नहीं है। पाणिनि की व्याख्यानुसार “अस्ति-नास्ति मति दृष्टिर्यस्य स:" अस्तिभूत अर्थात् अस्तित्व (सत्ता) रखनेवाले पदार्थो में अस्ति (है ऐसी) मति या दृष्टि रखनेवाला अर्थात् माननेवाला आस्तिक कहलाता है। और ठीक इसके विपरीत अस्तिभूत पदार्थों का अस्तित्त्व-सत्ता होते हुए भी उनमें अस्ति की मति-दृष्टि न रखनेवाला - अर्थात् नास्ति (नहीं है) ऐसी मति-दृष्टि रखनेवाला (न माननेवाला) नास्तिक कहलाता है। पाणिनि की इस व्याख्यानुसार आहेत मत किसी भी रूप से नास्तिक सिद्ध हो ही नहीं सकता। क्योंकि आत्मा-परमात्मा ईश्वर मोक्षादि सभी अस्तिभूत-सत्तावाले तत्वभूत पदार्थों को जैन दर्शन मानता है। स्वीकारता है। न केवल मानता-स्वीकारता हैं अपितु यथार्थ - वास्तविक स्वरूप में वे पदार्थ या तत्त्व ठीक जैसे है वैसे ही यथार्थ स्वरूप में मानता है, स्वीकारता है और वैसा ही कथन प्रतिपादन करता है। अतः आस्तिक ही नहीं परमआस्तिक-सम्यग् दर्शन है। यथार्थवादी दर्शन है।
Page #384
--------------------------------------------------------------------------
________________ अमृत महोत्सव स्मृति ग्रंथ 361 अनीश्ववर शब्द का सीधा अर्थ है न+ईश्वर=इति अनीश्वर। अर्थात् ईश्वर है ही नहीं। इस अर्थ में निषेधार्थक 'न' लगाकर व्याकरणानुसार अनीश्वर शब्द की रचना की गई है। अत: अनीश्वर शब्द का सीधा अर्थ है ईश्व का अभाव' ईश्वर नहीं है। ईश्वर की सत्ता - अस्तित्व को ही न मानना, न स्वीकारना अर्थात निषेध करना अनीश्वरवादी का कथन है। ईश्वर की सत्ता का सर्वथा अभाव-निषेध करते है। अनीश्वर शब्द से जब ईश्वर की सत्ता का सर्वथा अभाव-निषेध ही सिद्ध हो जाता है तब नास्तिकवादी कैसे करेगा? संभव ही नहीं है। जैसे विश्वमें आकाशपुष्प, शशशंग, वन्ध्यापुत्र है ही नहीं तो फिर वह कैसा है या कैसा नहीं का विचार करने की संभावना ही नहीं रहती। जब कि जैन दर्शन ईश्वर कैसा है' कैसा नहीं की काफी गहरी छानबीन करता है। वह भी क्यों करता है? क्योंकि ईश्वर का यथार्थ-वास्तविक शुद्धतम स्वरूप पाना है इसलिए। अत: जैन दर्शन पहले अनीश्वरवादी बनकर ईश्वर का अभाव-निषेध स्वीकार ले और बाद में वह कैसा है कैसा नहीं की विचारणा करे। यह कैसे संभव हो सकता है ? तो जैन दर्शन ईश्वर को वन्ध्यापुत्र रवपुष्प शशशृंग के जैसा मानता है क्या? और फिर वह कैसा है? कैसा नही? सृष्टिकर्ता नहीं, संहर्ता नहीं, फलदाता नहीं, इत्यादि प्रकार की विचारणा करता है क्या? यह कितनी मूर्खतापूर्ण बात होगी? अत: अनीश्वर शब्द से ईश्वर की सृष्टिकर्तुत्व, फलदातृत्व, आदि पक्षों का निषेध है। इसलिए अनीश्वरवादी जैन कहकर - अनीश्वर शब्द से जैन ईश्वर के सृष्टिकर्तृत्व पक्ष को नहीं मानते हैं इसलिए नास्तिक है ऐसा कहना भी अज्ञानतादर्शक विचार है। अनीश्वर शब्द से ईश्वर कैसा है? कैसा नहीं? यह ध्वनित नहीं होता है। इसलिए ईश्वर के अस्तित्व को माननेवाले स्वीकारनेवाले जैन दर्शन को नास्तिक है ऐसा कहना भारी मूर्खता होगी। जैन दर्शन ईश्वर को मानते हुए भी उसमें सृष्टि-कर्तुत्व, सर्जनहार,
Page #385
--------------------------------------------------------------------------
________________ 362 आखिर... ईश्वरको किस स्वरूप में कैसा माने? संहार-प्रलय-विसर्जनकर्तृत्व, फलदातृत्व, पालनहार, सृष्टिसंचालकत्व, सुख-दुःखदातृत्व, जन्ममरणकारणीभूतत्वादि विकृत विचारणाओं को ईश्वर में नहीं मानता है। ऐसा क्यों मानना? उल्टे ईश्वर में सृष्टिकर्तृत्वादि विचारणाओं को मानने से ईश्वर का शुद्धतम स्वरूप भी कलुषित, विकृत हो जाता है। विकृतियाँ आ जाती हैं। आर्हत दर्शन यहां साफ स्पष्ट करता है कि... सृष्टि निर्माण आदि के कारणभूत घटक द्रव्य जीव और परमाणु है जिनका संयोग - वियोग - संधात - विधात होता ही रहता है। बस इसीका नाम सृष्टि है। संसार है। यही सर्जन-विसर्जन की साफ प्रक्रिया है। फिर मूलभूत कारणस्वरूप जीव-परमाणु को छोडकर निरर्थक ईश्वर को कारण क्यों मानना ? इसी तरह सुख-दुःख में, फलदातृत्वरूप में कारणभूत कर्म है। और वह भी जीव द्वारा की हुई पुण्य-पाप रूप प्रवृत्ति से बना हुआ पिण्ड जो कर्म है वह जीवात्मा के साथ है वही उदय-अस्त में सुख-सुःख का फल स्वयं प्रदान करती है फिर निरर्थक ईश्वर को बीच में लाकर उसकी शुद्धतम साफ प्रतिमा को धब्बा क्यों लगाना चाहिए। ऐसा करने से ईश्वर का शुद्धतम रूप कलुषित विकृत होता है। अत: जैन दर्शन ने जीन-परमाणु - कर्मादि वास्तव में होने के कारण, उनका अस्तित्व होने के कारण और उनकी कर्तृत्व शक्ति होने के कारण ईश्वर में सृष्टिकर्तृत्वादि प्रक्रिया न मानकर ईश्वर का स्वरूप शुद्ध-साफ अविकृत रखा है। इसलिए ईश्वर को परम शुद्ध अर्थ में परमात्मा माना है। फिर सृष्टिकर्तृत्व सर्जनहारत्व संहार-प्रलय-विसर्जनकार, सुख-दुःख, फलदातृत्वादि विचारणा ईश्वर में मानने की कोई आवश्यकता ही नहीं रहती है। इसलिए इस प्रकार की मान्यताओं का निषेध किया है। इसलिए ईश्वर के साथ ऐसे विशेषण नहीं लगाते हैं। जैन दार्शनिक तर्क ग्रन्थों में, न्यायविचारणावाले ग्रन्थों में ईश्वर नहीं है की चर्चा नहीं है परन्तु वहां तो सेंकडों श्लोकों में ईश्वर सृष्टिकर्तादि स्वरूप में नहीं है। अत: जैन मत में ईश्वर की सत्ता का निषेध नहीं है परन्तु सृष्टिकर्तृत्वादि मान्यताओं का निषेध जरुर है। क्योंकि वे निरर्थक है। अतः सृष्टिकर्तृत्वादि मान्यता . न मानने मात्र से ईश्वर को ही नहीं मानते हैं ऐसा आक्षेप या
Page #386
--------------------------------------------------------------------------
________________ 363 अमृत महोत्सव स्मृति ग्रंथ आरोप भी अज्ञानता प्रदर्शक लगता है। ___सृष्टिकर्तृत्व, संहारक - पालनहार, फलदाता, सृष्टि संचालक आदि पक्षों की मान्यता माननेवालों ने ईश्वर के स्वरूप को जो अतिशय विकृत कर दिया है, ईश्वर के यथार्थस्वरूप पर जो कालिमा लगा दी है उस विकृति और कालिमा को हटाने की पूरी कोशीष जैन दर्शन ने की है। और फल स्वरूप ईश्वर के शुद्धतम यथार्थ - वास्तविक स्वरूप को जगत के सामने रखने की जैन दर्शन ने दार्शनिक क्षेत्र में महान सेवा की है। यह श्रेय एक मात्र जैन दर्शन को ही जाता है। समस्त जगत के असंख्य जीवों को मिथ्याज्ञान, अज्ञान, मिथ्यात्व के भंवर में से बाहर निकालकर यथार्थ सम्यग् ज्ञान सम्यकत्व तक पहुंचाकर ईश्वर का वास्तविक स्वरूप समझाने का अथाग पुरुषार्थ करके जैन दर्शन ने दार्शनिक क्षेत्र में जो अजोड सेवा की है वह यावचन्द्रदिवाकरौ काल तक अमर - अमिट रहेगी। सिद्धसेन दिवाकरमूरि, वादिदेवसूरि, हेमचन्द्राचार्य, भट्ट अकलंक, विद्याचन्द्र, प्रभाचन्द्र, मल्लिषेणसूरि, महामहोपाध्याय यशोविजय वाचकवर्य आदि जैन दर्शन के धुरन्धर दार्शीनक महापुरुषों ने अपनी तर्कपूर्ण दार्शनिक कृतियों में ईश्वर विषयक मीमांसा अत्यन्त तर्क युक्तिपूर्वक अनेक प्रमाणों से की है। बुद्धिगम्य बौद्धिक विचारणा काफी गहराई में जाते हुए की है। ऐसा करके बौद्धिक जगत में बहुत बड़ा अनुदान किया है। फलस्वरूप यथार्थ ज्ञान प्रदान किया है। जो अकाट्य है। तर्क-युक्ति प्रमाणों से भरपूर है। बुद्धिजीवी वर्ग को सन्मति तर्क, प्रमेयकमल मार्तण्ड, न्यायकुमुदचन्द्रोदय, शास्त्रवार्तासमुच्चय, प्रमाणनयतत्त्वालोक, स्याद्वादमंजरी, स्याद्वादकल्पलताटीका, आदि अनेक मूर्धन्य जैन दार्शनिक ग्रन्थों का अवलोकन करके उनमें से नवनीत प्राप्त करके बुद्धि प्राप्ति की सार्थकता सिद्ध करनी चाहिए। ___ संसार में अनेक दर्शन-मत एवं धर्म प्रचलित है उनमें से अधिकांश मत ईश्वर कर्तृत्ववादी दर्शन है जो सृष्टिकर्ता, संहर्ता, प्रलयकर्ता, पालनहार, कर्मफलदाता, सुख-दु:ख दाता, सृष्टि संचालक, सृष्टि व्यवस्थापक आदि में ही ईश्वर को मानते है। सिर्फ जैन, बौद्ध एवं मीमांसा दर्शन ईश्वर में
Page #387
--------------------------------------------------------------------------
________________ 364 आखिर... ईश्वरको किस स्वरूप में कैसा मानें ? इस्लाम एवं हिन्दू धर्म आदि धर्मो में ईश्वर को सृष्टिकर्ता आदि प्रकारका मानते हैं। बस ईश्वर को वैसा सृष्टिकर्तादि मानकर शेष अनेक बातों को जोड दी और वैसा स्वरूप बनाकर मानने लगे हैं। बस उसे सुख और दुःख दोनों देनेवाला, लेनेवाला, दाता-हर्ता, भी माना। उसे ही माता-पिता अर्थ में जगत को उत्पन्न करनेवाला मानकर दूसरी तरफ संपूर्ण विरोधी मान्यता भी वही ईश्वर। उसे ही संसार की सर्व क्रियाओं का कर्ता-जनक माना है और दूसरी तरफ उसी ईश्वर को सुख-दुःख दाता, तथा शुभाशुभ कर्मफलदाता भी माना है। वही माता, वही राक्षसी, वही माता और वही वन्ध्या जैसी परस्पर विरोधाभासी विचारणाओंका झमेला बना दिया है। ऐसी अनेक विचारधाराओं को ईश्वर के साथ जोडकर ईश्वर का स्वरूप विकृत, अशुद्ध कर दिया है। ईश्वर की छबि धूमिल कर दी है। उसे भी साफसुथरी नहीं रख पाए। जबकि वास्तव में ईश्वर वैसा है ही नहीं तो फिर जबरदस्ती ईश्वर को वैसा क्यों मान लेना चाहिए। जो जैसा है, जिस प्रकार का है, जिस स्वरूप में है, उसे ठीक वैसा ही, उसी रूप में, उसी प्रकारका जानना ही यथार्थ - सम्यग् वास्तविक ज्ञान है। ठीक वैसा ही मानना सम्यग् दर्शन (श्रद्धा) है। और जैसा है वैसा ही कथन करना - प्रतिपादन करना, वैसी ही यथार्थ प्ररुपणा करना यथार्थोपदेश है। वैसा यथार्थोपदेश करनेवाला ही लोकोत्तर आप्त महापुरुष कहलाता है। ___अत: ईश्वर भी ठीक जैसा है, जिस स्वरूपमय है, जिस प्रकारका . है, ठीक वैसा ही जानना - यथार्थ सम्यग् ज्ञान है, ठीक वैसा ही मानना - सम्यग् (श्रद्धा) दर्शन है। अत: ईश्वर के स्वरूप को तोड़-मरोडकर विकत करके क्यों मानना ? निरर्थक मिथ्यात्व लगता है जिससे मिथ्यात्वी बनते है और कहलाते हैं। दूध जैसा है वैसा सीधा पीना ही प्राकृतिक है, गुणकारी है। परन्तु निंबु का रस डालकर उसे विकृत करना अच्छा नहीं है। वह विकृति है। दोषकारक है। वैसे ही मनुष्य ने अपनी स्वार्थवृत्तियों को, प्राप्ति
Page #388
--------------------------------------------------------------------------
________________ 365 अमृत महोत्सव स्मृति ग्रंथ की इच्छा, सुखप्राप्ति की इच्छा और दुःख - निवृत्ति की इच्छा, सुख-दुःख का कारणम्रोत आदि सब कुछ ईश्वर के साथ ही जोड दिया है, इन सब का कारण ईश्वर को ही मान लिया है। बस ईश्वर ही सब बात का मूलभूत कारण है ऐसा मान लिया है। इतना ही नहीं सृष्टि के पृथ्वी, आकाश, पर्वतमाला, समुद्र आदि विशाल-विराट स्वरूप के पदार्थों के पीछे जहां बुद्धि नहीं चली, जो बुद्धि के बाहर की वस्तु लगी, वे सब ईश्वर के साथ जोड दी और उन्हें ईश्वर की बनाई हुई मान ली। बनानेवाला - कर्ता ईश्वर ही हो सकता है। क्योंकि मानवी की शक्ति के बाहर की बात है, और ईश्वर के लिए शक्ति का कोई प्रश्न ही नहीं है। ईश्वर के विषय में जितनी शक्ति माननी हो उतनी अब मानलो। उसे सर्व शक्तिमान, अनन्त शक्तिमान कहा है। ऐसे बडे भारी शब्द मिल गए है। तब फिर क्या चिन्ता ? बस। संसार के कोई भी कार्य हो जो शक्तिसाध्य हो, शक्तिजन्य हो, वे सब ईश्वरकृत ही मान लेना। मानवी शक्ति के बाहर की अकल्प्य कोई भी बात लगे सब ईश्वर के साथ जोडते ही जाओ। और ईश्वर का स्वरूप और विशद बनाते जाना। यह कहां तक उचित है ? ___यह बात तो हुई संसार के कार्यभूत पदार्थ की....। इसी तरह संसार की प्रतिदिन की घटती हुई घटना प्रसंगो और निमित्तों को भी मानव ने ईश्वरजन्य, ईश्वरकृत बना दी है। उदाहरणार्थ जन्म - मरण - जीवन -रोग - सुख - दुःख, संपत्ति - लक्ष्मी का गमनागमन, लडाई झगडे आदि सेंकडों निमित्तों को, सेंकडो घटनाओ को ईश्वर के साथ जोडकर उसे ईश्वर जन्य, ईश्वरकृत या ईश्वरकारक बना दी गई है। बस... जन्म...मरण.... सुख... दुःखादि सब का एक मात्र कारण ईश्वर ही है। ईश्वर के बिना संभव ही नहीं है। यदि यह पूछा जाय कि... यह सब ईश्वर क्यों करता है? ऐसा करने का कारण क्या है? तो उसके उत्तर में एक ही शब्द देते हैं - लीला - क्रीडा' यह तो सब ईश्वर की लीला है, क्रीडा है। अब इसके आगे का प्रश्न यह उठता है कि... ईश्वर ऐसी लीला-क्रीडा क्यों करता है?
Page #389
--------------------------------------------------------------------------
________________ 366 आखिर... ईश्वरको किस स्वरूप में कैसा मानें? इसका क्या कारण है? इसके उत्तर में भी ईश्वरकर्तृत्ववादियों के पास सिर्फ एक ही शब्द है - बस 'इच्छा' (ईश्वरेच्छा बलीयसी) ईश्वर की इच्छा ही बलवान है। ईश्वर की इच्छा मात्र से ही यह सब होता है। इच्छा के कारण ईश्वर लीला-क्रीडा करता है। और ईश्वर की इच्छा जन्य लीला-क्रीडा की घटना ही यह संसार है। इस प्रकार समस्त संसार को मूलभूत कारणस्वरूप ईश्वर की इच्छा के साथ ही जोड दिया है। परन्तु किसी ने यह विचार नहीं किया कि... ईश्वर जैसी सर्व शक्तिमान कौन महान है? ईश्वर या इच्छा? कौन बड़ा है? ईश्वर या इच्छा? कौन स्वतन्त्र है और कौन परतन्त्र (पराधीन-गुलाम) है? ईश्वर या इच्छा? क्या ईश्वर इच्छा के आधीन है? या इच्छा ईश्वर के आधीन है? यदि ईश्वर इच्छा के आधीन है तो ईश्वर ही गुलाम पराधीन है, परतन्त्र है। और इच्छा बडी है। क्योंकि छोटा ही बडे के आधीन, गुलाम होता है। इच्छा स्वतन्त्र है, और ईश्वर पराधीन-परतन्त्र-गुलाम हो गया। पराधीन - गुलाम छोटे नोकर जैसा होता है। और स्वतन्त्र मालिक - स्वामी (जैसा) होता - है। वही बड़ा होता है। यहां किसको क्या और कैसा मानें? ईश्वर के आधीन इच्छा माने या इच्छा के आधीन ईश्वर को मानें ? इन दोनों पक्षों में से आज दिन तक सर्वत्र प्रचलित और प्रसिद्ध पक्ष “ईश्वर की इच्छा” में तो ईश्वर ही इच्छा के आधीन है। इसमें ईश्वर को इच्छातत्त्वके आधीन बताया है। इससे यह साफ स्पष्ट होता है कि... इतना बडा सर्व शक्तिमान समर्थ ईश्वर और वह भी सामान्य तुच्छ इच्छा के आधीन क्यों हो गया? इच्छा के आधीन होने में ईश्वर की महानता घट गई। शक्ति घट गई। स्वतंत्रता समाप्त हो गई। और इच्छा की गुलामी - परतन्त्रता-पराधीनता ईश्वर को भुगतनी पडी। आज पूरे संसार में कहीं भी कोई प्रिय या अप्रिय घटना घटती है, तब उसके पीछे लोग जब कारण पूछते हैं तो ईश्वर की इच्छा (मरजी) एसा ही थी (या होगी) ऐसा कहकर बात का अन्त लाते है। बच्चे को जन्म देकर मां मर जाय
Page #390
--------------------------------------------------------------------------
________________ अमृत महोत्सव स्मृति ग्रंथ 367 तो भी, या जन्म के बाद बच्चा मर जाय तो भी अन्त में यही बात आती है कि - 'ईश्वर की इच्छा ऐसी ही थी', ईश्वर की इच्छा के सामने कोई भी क्या कर सकता है? किसकी चलती है?' यत्र-तत्र-सर्वत्र ईश्वरेच्छा की ही बात सामने आती है। हां... एक बात यहां जरुर स्पष्ट होती है कि... क्या सचमुच ईश्वर की इच्छा ही कारणभूत है या फिर लोगों की अज्ञानतावश या अंधश्रद्धावश ऐसी बात मुँह से नीकल पडती है कि 'ईश्वर की इच्छा'। क्या इसलिए ईश्वर को इच्छा का गुलाम मानना? अज्ञानी, अंधश्रद्धालू मानव का स्वभाव या ऐसी आदत पड़ चुकी है कि... जहां भी बुद्धि न चले, या जो भी बुद्धि के परे की बात हो, असंभव सी लगती हो उन सबको अज्ञानतावश, परन्तु सचमुच ईश्वर की इच्छा से ही होता है या ईश्वर की इच्छा होती भी है या नहीं? वह उसके बारे में कुछ भी नहीं जानता है, फिर भी गतानुगतिकता लोकप्रवाह से वह भी उस सुनीसुनाई बात को दोहराता यहां 'इच्छा' का ऐसा प्रबल स्वरूप देखकर मन में जिज्ञासा होती है कि - आखिर यह 'इच्छा' . क्या है? और कैसी है? क्या इतने महान सर्व शक्तिमान ईश्वर भी इच्छा पर नियंत्रण नहीं पा सकते? इच्छा को अपने वश में नहीं कर सके? आखिर क्यों? जबकि इच्छा को जीतने के लिए धर्मशास्त्रों में मानव को उपदेश दिया गया है। इच्छा के पराधीन - गुलाम मत बनो। इच्छा को जीतना - उस पर विजय पाना ही चाहिए। इच्छा ही इन्सान को दुःखी करती है। इच्छाओं का अन्त ही नहीं है। ये अनन्त है। इसलिए इच्छाओं का नियंत्रण करना ही चाहिए। “इच्छा नियंत्रण” या “इच्छा निरोध" के लिए योगशास्त्र, योग दर्शन में योग-ध्यान साधना आदि करने का उपदेश दिया है। अनेक योगियों, साधकों, ऋषि-महर्षि महापुरुषो ने साधना करके इच्छा पर नियंत्रण पाने के लिए अथाग पुरुषार्थ
Page #391
--------------------------------------------------------------------------
________________ 368 आखिर... ईश्वरको किस स्वरूप में कैसा मानें ? करके इच्छा पर नियंत्रण पाया। विजेता बने। वास्तव में आत्मिक सुख का विराट साम्राज्य पाया ऐसी स्थिति आई कि... उन ऋषि-महर्षियों को पूछा गया कि... अब आपकी कोई इच्छा शेष रही है? क्या आपकी कोई इच्छा पूरी करनी है तो बताइए। उसके उत्तर में उन्होंने स्पष्ट कहा कि - "नहीं, न हमारी कोई इच्छा है और न ही कोई इच्छा अधूरी है जिसे पूरी करनी है... इच्छा हो, या इच्छा अधूरी हो और हम योगी - ऋषि - महर्षि बनें यह कैसे संभव हो सकता है? इच्छा और योगी - ऋषि - महर्षिपना ये परस्पर विरोधी शब्द है। एक दूसरे के विरोधी है। अत: इच्छा की गुलामी के साथ योगी - ऋषि - महर्षि नहीं बना जा सकता इसलिए सही - सच्चा योगी ऋषि - महर्षि वही है जो इच्छाओं से ऊपर उठ जाता है। इच्छा के परे पहुँच जाता है। निरीह - “इच्छा रहित" हो जाता है। अब योगी - ऋषि-महर्षि ऊपर और इच्छा नीचे रह जाती है। जैसे मैल-कचरा या मिट्टी पानी के नीचे जम जाता है और शुद्ध पानी ऊपर रह जाता है। वैसे ही निर्मल जल की तरह, योगी ऋषि-महर्षि इच्छारूपी मैल - कचरे को नीचे छोड कर स्वयं ऊपर उठ जाते है। पुनः उसके आधीन - गुलाम नहीं बनते और जो गुलाम बनते हैं वे योगी नहीं कहलाते, नहीं बन सकते। योगी की शुद्ध अवस्था होती ईश्वर तो योगियों के भी योगी परमयोगी है, महायोगी है, योगीनाथ है। क्या ऐसा ईश्वर इच्छाओं से ऊपर नहीं उठा है? क्या ईश्वर ने इच्छाओं पर नियंत्रण नहीं पाया ? क्या उन्हें इच्छा सताती ही रहती है ? इसलिए ऊठी हुइ इच्छा को पूरी करने के लिए ईश्वर सृष्टि की रचना कर देता है। ईश्वर की कितनी इच्छाएं होती है? क्या जितने कार्य करने रहते हैं उतनी इच्छाएं होती हैं ? या इच्छा एक ही होती है और कार्य अनेक होते हैं? तो क्या ऐसा समझना चाहिए कि... एक ही इच्छा से अनेक कार्य हो जाते हैं। अनेक कार्य परस्पर विरुद्ध भी होते हैं। जैसे माँ को जिन्दा रखना और पुत्र की मृत्यु करना। या फिर पुत्र को जिन्दा रखना
Page #392
--------------------------------------------------------------------------
________________ अमृत महोत्सव स्मृति ग्रंथ 369 तो क्या वे सब एक ही इच्छा से जन्य हो सकते हैं? लेकिन संसार के अनन्त जीवों में ऐसी इच्छा कभी भी पाई नहीं गई। एक माता जिस इच्छा से संतान को प्यार कर सकती है, स्तनपान करा सकती है उसी इच्छा से पति के साथ प्रेम नहीं कर सकती। दोनों इच्छाएं संपूर्णरूप से भिन्न - भिन्न ही होती है। एक इच्छा से दोनों के प्रति दोनों प्रकार के कार्य संभव ही नहीं है। अत: ईश्वर में भी कैसे समझना? ___ यदि कार्य के अनुरूप इच्छा मानें तो संसार में कृमि-कीट से लेकर आकाश तक के अनन्त कार्यों के अनुरूप कितनी इच्छाएं माननी चाहिए। फिर उतनी सब अनन्त इच्छाओं की उत्पत्ति एक साथ माननी या अलग अलग? कैसे इच्छाएं उत्पन्न हुई ? जब जब जिस जिस कार्य की न्यूनता - आवश्यकता महसूस हुई तब तब उस उस की इच्छा उत्पन्न हुई या नहीं? या फिर पहले से ही सब इच्छाएं पड़ी हुई थी और फिर जब जब जो कार्य बनाने - करने का अवसर सामने आया उस समय उस के अनुरूप कार्य या कार्य के अनुरूप इच्छा, क्या मानें ? तथा कार्य से पहले इच्छा माने या कार्य के सहभू मानें? - ___इस स्थिति में एक प्रश्न और उठता है कि - क्या ईश्वर अपनी इच्छानुसार सृष्टि की रचना करते हैं? या सृष्टि के जीवों की इच्छाओं को पूरी करने के लिए प्रवृत्त होते हैं? या सृष्टि के जीवों की इच्छानुरूप आई ही कहां से कि जिनकी इच्छा के अनुरूप ईश्वर प्रवृत्ति करें। जब जीव ही नहीं थे तो फिर उनकी इच्छा का सवाल ही कहाँ ऊठता है। और यदि प्रथम पक्ष मानें तो सृष्टि की विरोधाभासिता परस्पर सुख-दुःख, हर्ष-शोक, अमीर-गरीब आदि अनेक प्रकार की विषमताओं, विचित्रताओं, विविधताओं, विभिन्नताओं से भरे इस संसार के निर्माणार्थ ईश्वर की इच्छाएं कैसी और कितनी, किस प्रकार की थी? इसलिए क्या सही मानना ? जगत .
Page #393
--------------------------------------------------------------------------
________________ 370 आखिर... ईश्वरको किस स्वरूप में कैसा माने? को देखकर इच्छा जगती है या इच्छा पहले से ही जगी हुई है और फिर बाद में जगत को वैसा बनाते हैं ? यहाँ एक शंका ऐसी भी ऊठती है कि... इच्छा और कार्योत्पत्ति के बीच में अवकाश कालान्तर मानना या नहीं? यदि कालान्तर - अवकाश मानें तो पहले इच्छा बाद में कार्य। या पहले कार्य और सहभू इच्छा। या कार्य और इच्छा सहभू ही है। यदि कार्योत्पत्ति के पहले इच्छा मानकर बीच में कालक्षेप, कालान्तर मानें तो उस समय इच्छा कार्य में परिणत हुए बिना क्यों रही। मतलब यह भी होगा कि इच्छा के होते हुए कार्य नहीं भी उत्पन्न होता है। इच्छा के रहते हुए कार्य के प्रति कोई उत्पत्ति निश्चित नहीं है। अनिवार्यता नहीं है। दोनों में अविनाभाव संबंध भी संभव नहीं है। तो फिर ऐसी तो सेंकडो इच्छाएं अभी भी ईश्वर में सन्निहित होगी जो परिपूर्ण नहीं हुई है। जिसके अनुरूप कार्य नहीं हुई है। इससे ऐसा भी सिद्ध होगा कि... अभी सेंकडों कार्य होने के अवशिष्ट होने के कारण सृष्टि अधूरी है। पूर्ण ईश्वर की कृति - सृष्टि अपूर्ण क्यों ? तो फिर अपूर्ण सृष्टिरूप कार्य को समझकर ईश्वर को भी पूर्ण मानना या अपूर्ण मानना ? सृष्टि को भी पूर्ण माननी या अपूर्ण - अधूरी माननी? यदि अपूर्ण मानें तो क्या-क्या बनना और अवशिष्ट है? क्या क्या बन चुका है? कितने प्रतिशत सृष्टि बन चुकी है? और कितनी बननी अवशिष्ट है ? वर्तमान जगत-संपूर्ण संसार - आकाश से धरती तक देखकर क्या कमी है? और किन किन पदार्थों की कमी है ? और कौन कौन से पदार्थ होने चाहिए? जिनके कारण सृष्टि की पूर्णता मानी जा सके? क्या समझना ? इससे न तो ईश्वर की सिद्धि होगी और न ही सृष्टि की सिद्धि होगी। देखते हैं तब देखते ही इच्छा प्रबल बन जाती है। फिर उसको लेने के लिए लालायित हो जाते हैं। फिर उस इच्छा को रोक नहीं पाते हैं, यदि इच्छा पूरी होने के बीच कोई अवरोध आ गया तो बच्चे - रोने चिल्लाने
Page #394
--------------------------------------------------------------------------
________________ अमृत महोत्सव स्मृति ग्रंथ 371 लग जाते हैं। क्रोध आता है। आखिर किसी भी परिस्थिति में बालक की इच्छा पूरी करनी ही पडती है। यदि चांद को तोडकर ला देने जैसी असंभव इच्छा हो तो उसे भी बालक को मनाने के लिए कृत्रिम तरीकों से कोई रीत अपनाकर मनाना पडता है। इस तरह वस्तु देखकर इच्छा का जगना एक प्रकार है। और दूसरा प्रकार है - पहले मन में इच्छा का जगना और बाद में वैसा करना। ___ क्या ईश्वर की इच्छा सामान्य मानव जैसी ही है? या भिन्न प्रकार की है? यदि मानव जैसी ही इच्छा हो तो ईश्वर की इच्छा से सष्टि का निर्माण हो सकता है तो फिर मानव की इच्छा से सृष्टि का निर्माण क्यों नहीं होता है? लेकिन * मानव की इच्छा से तो सृष्टि का निर्माण नहीं होता है यह जग प्रसिद्ध प्रत्यक्षसिद्ध है। अत: मानव जाति ने सृष्टि निर्माण की सारी बात ईश्वर पर डाल दी, और ईश्वर पर डालते समय उसकी इच्छा को केन्द्र बनाकर सबकुछ इच्छा पर डाल दिया है। भले चाहे वह इच्छा मानव के लिए बुद्धिगम्य हो या अगम्य। - दूसरे पक्ष में ईश्वर मानव से श्रेष्ठ कक्षा का विशिष्ट प्रकार का है। इसलिए संभव है कि ईश्वर की इच्छा मानवी इच्छा से अलग ही प्रकार की विशिष्ट - विलक्षण प्रकार की होगी। तो फिर वह इच्छा किस प्रकार की है। वस्तु देखकर जगनेवाले या वस्तू के पहले ही रहने वाली। या फिर ईश्वर के मन में ही इच्छा पहले से उत्पन्न हो जाती है और बाद में ईश्वर वैसी प्रवृत्ति करते हैं ? इच्छाएं अकसर अनेक प्रकार की क्रियाओं के साथ जुडी हुई हैं। करने की इच्छा, पाने की इच्छा, देखने की इच्छा, सुनने की, भोगने की इच्छा, बनने की, बनाने की इच्छा, इत्यादि अनन्त प्रकार की इच्छाएं होती हैं। इनमें से संसारी सामान्य मानवी को पाने की, भोगने की बनने की, देखने, सुनने आदि की प्रमुख इच्छाएं होती हैं। शेष-गौण कम रहती हैं। ईश्वर में किस प्रकार की इच्छा प्रधान रहती है। लगता है कि ईश्वर में करने की, बनाने की इच्छा ही प्रमुख रूप से रहती होगी। क्योंकि
Page #395
--------------------------------------------------------------------------
________________ 372 आखिर... ईश्वरको किस स्वरूप में कैसा मानें? ईश्वर को देखने, सुनने, भोगने, बनने आदि का तो प्रश्न ही नहीं रहता है। करने-बनाने आदि की इच्छा हो तो ही ईश्वर पृथ्वी, पर्वत, नदी, नाले, तलाब, समुद्र, आकाश आदि अनेक पदार्थ बना सकता है, कर सकता है। करता-बनाता है, बनाता ही रहता है। कार्य करने की इच्छा कार्यपूर्ति के बाद पूरी हो जाने पर चली जाती है, विलीन हो जाती है। तो क्या एक बार सृष्टि की रचना करने के बाद ईश्वर की इच्छा रहती है या चली जाती है, विलीन हो जाती है? सृष्टि की रचना तो हो चुकी है। अतः अब तो ईश्वर इच्छा रहित-निरीह हो जाएगा। जब सर्वथा निरीह हो चुका हो तब किसी प्रकार की इच्छा के जगने का कोई प्रश्न ही नहीं उठेगा। तब फिर इच्छा के अभावमें ईश्वर का स्वरूप कैसा होगा? और इच्छा के अभाव में अपनी सृष्टि का पालन कैसे करेगा? सब को सुख-दुःख कैसे देगा? कर्मफल कैसे देगा? सृष्टि की व्यवस्था तथा संचालन कैसे करेगा? यदि नहीं कर पाएगा तो अव्यवस्था हो जाएगी। तथा अन्त में जाकर प्रलय-संहार या सृष्टि का विसर्जन कैसे करेगा ? क्योंकि प्रलयादि सब इच्छा के अभाव में संभव नहीं है। अत: एक बार इच्छा रहित हो जाने के बाद भी ईश्वर को फिर इच्छा जगानी ही पडेगी। इस तरह ईश्वर अनन्त काल तक भी इच्छा के बंधन में इस तरह झूलता रहेगा जैसे मानों समुद्र का पानी लहरों के बीच झूलता रहता है। समुद्र का पानी कभी भी शान्ति का अनुभव कर ही नहीं सकता है। स्थिरता क्या है? और कैसी होती है? यह अनुभव कभी भी सामुद्री जल कर ही नहीं सकता है। ठीक वैसी ही स्थिति ईश्वर की होगी। इच्छा के आधीन, इच्छा के कारण ईश्वर न तो कभी शान्त हो सकता है और न ही कभी स्थिरता आ सकती है। सतत सदाकाल ईश्वर इच्छा के बीच झूलता ही रहेगा। इससे ऐसा लगता है कि क्या ईश्वर की इच्छा नित्य है या अनित्य ? ईश्वर अल्पकालीन है या समकालीन है या अतिकालीन - दीर्घकालीन? ईश्वर के अभाव में इच्छा का अस्तित्त्व तो संभव ही नहीं है। क्योंकि
Page #396
--------------------------------------------------------------------------
________________ अमृत महोत्सव स्मृति ग्रंथ ___373 कर्ता के अभाव में क्रिया रह ही नहीं सकती है। क्रिया के अभाव में सर्वथा निष्क्रिय कर्ता रह सकता है। परन्तु कर्ता के अभाव में क्रिया सर्वथा नहीं रह सकती है। इच्छा क्रिया स्वरूप है और ईश्वर कर्ता स्वरूप है। इच्छा ईश्वर की समकालीन माननी पडेगी। क्योंकि इच्छा रहित ईश्वर था नहीं और हो भी नहीं सकता। अत: इच्छा अल्पकालीन भी नहीं हो सकती। वह ईश्वर के समानान्तर-समकालीन ही माननी पडेगी। यदि इच्छा नित्य है तो वह सदा ही ईश्वर के साथ रहेगी। और यदि सर्वथा अनित्य मानें तो वह कभी न कभी नष्ट हो जाएगी। और ईश्वर इच्छा रहित हो जाएगे। इस तरह इच्छा के बंधन से मुक्त हो जाएगे तो फिर इच्छा के बिना सृष्टि की रचना कब और कैसे करेंगे? और यदि इच्छा सदा काल नित्य ही रहेगी तो ईश्वर सदा सृष्टि रचना करते ही रहेंगे। और इस तरह करते ही रहेंगे तो सृष्टि अधूरी अपूर्ण ही कहलाएगी। ईश्वर भी इच्छा के बंधन से कभी भी मुक्त नहीं हो पाएगा। इस तरह उभयत: पाशारज्जु जैसी स्थिति होगी। दोषों की परंपरा छूट नहीं सकती और ईश्वर का स्वरूप शुद्ध निष्कलंक दोषरहित सिद्ध हो नहीं सकता। ___इच्छा सदा सतत प्रवृत्तिशील रखती है। अत: इच्छा की उपस्थिति में ईश्वर सदा-सतत प्रवृत्तिशील रहेगा। वह शान्त स्थिर रह ही नहीं सकता। अत: सतत सृष्टि करता ही रहेगा। दूसरी तरफ यदि इच्छा को अनित्य मानें तो इच्छा की समाप्ति के बाद, इच्छा के अभाव में ईश्वर सृष्टि की रचना करेंगे कैसे? फिर सृष्टि रचना अधूरी रह जाएगी। और सृष्टिकर्ता को सृष्टि की रचना के आधार पर मानने के कारण उसे भी अपूर्ण मानना पडेगा ऐसी परिस्थिति आएगी। फिर दोषमुक्त शुद्ध स्वरूप स्थिर नहीं हो सकता। -- जैसे भोगेच्छावाला संसारी मनुष्य भोग भोगने के बाद इच्छापूर्ति के बाद तृप्त हो जाता है। क्या ठीक वैसे ही ईश्वर भी इच्छापूर्ति होने से तृप्त हो जाता है? क्या ईश्वर अपनी ही बनाई हुई सृष्टि को देखकर तृप्ति का अनुभव करता है? क्या उस तृप्ति से ईश्वर को संतोष होगा?
Page #397
--------------------------------------------------------------------------
________________ 374 आखिर... ईश्वरको किस स्वरूप में कैसा मानें ? अपने द्वारा ही विषम, विचित्र, विविध प्रकार की विभिन्न प्रकार की बनाई हुई सृष्टि को देखकर ईश्वर को तृप्ति या संतोष कैसे हो सकता है? यह संभव भी कैसे हो? यदि तृप्ति-संतुष्टि नहीं है तो ईश्वर क्या और कैसा अनुभव करता है? इस तरह इच्छाजन्य सृष्टि कैसे संभव हो सकती इच्छा में क्या कर्तृशक्ति है? क्या किसी की भी इच्छा से कार्य होता है? इच्छा मात्र से कार्य का होना कैसे संभव है। कोई भी कार्य करने के लिए या कुछ भी बनाने के लिए सहयोगी घटक द्रव्यों की आवश्यकता रहती है और साथ ही उचित प्रयत्न, पुरुषार्थ की आवश्यकता रहती है तभी कार्य संभव है। उदाहरणार्थ एक भवन बनाने के लिए रेता-चूना-इंट, पथ्थर, पानी, मिट्टी, लोहा, लकडा आदि अनेक घटक द्रव्यों की अनिवार्यता रहती है और बनानेवाले कला के जानकार कुशल-कारीगरों की अनिवार्यता भी अवश्यंभावी है। इसी तरह पृथ्वी, पर्वत, समुद्र आदि रूपसृष्टि की रचना करते समय मान लें कि ईश्वर कुशल शिल्पी है। परन्तु घटक द्रव्य कुछ भी न हो और इच्छा मात्र से पृथ्वी, पर्वत आदि कैसे बन सकते हैं? क्या सृष्टि को जादूई सृष्टि, या इन्द्रजाल तुल्य मानना? क्या जादूई, इन्द्रजालीय सृष्टि सदाकाल रह सकती है या अल्पकालिक - क्षणिक रहती है? या फिर स्वप्नतुल्य स्वाप्निक सृष्टि मानें जो सिर्फ मिथ्या भासमान हो। और वास्तविकता में कुछ भी नहीं है। तो फिर ईश्वर और इच्छा दोनों निरर्थक सिद्ध हो जाएंगे क्योंकि ईश्वर को फिर करना क्या रहेगा। जहाँ करना कुछ नहीं रहेगा तो इच्छा किस बात की ? सब निरर्थक सिद्ध हो गया। तो सृष्टिकर्तृत्व विशेषण भी ईश्वर के लिए निरर्थक सिद्ध होगा। इससे ईश्वर को सृष्टिकर्ता कहने का कोई प्रश्न ही नहीं उठेगा। आखिर इच्छा क्या है ? इच्छा राग-द्वेष रूप है। इससे ईश्वर राग-द्वेष रहित वीतरागी भी सिद्ध नहीं हो सकेगा। वीतरागता तो परमात्मा का मुख्य गुण है, लक्षण है। इस तरह इच्छा आदि के कारण लीला, क्रीडा आदि स्वरूप में
Page #398
--------------------------------------------------------------------------
________________ 375 अमृत महोत्सव स्मृति ग्रंथ सृष्टि की रचना, प्रलय, संहार, पालन, कर्मफलदातृत्व, सुख-दुःखदातृत्व आदि अनेक बातों को मानकर, उसे भी ईश्वर में मानकर, या इन सब विचारों को परिपिण्डित स्वरूप की कल्पना करके इसमें ईश्वर का आरोप करना भी उचित न्याय संगत सिद्ध नहीं होता है। अत: इच्छादि स्वरूप सृष्टिकर्तृत्वादि ईश्वर का स्वरूप तर्क, युक्तिसंगत, न्याय सुसंगत सिद्ध नहीं होता है। अत: ईश्वर को शुद्ध परमात्मा कर्म रहित, वीतराग, सर्वज्ञ, मोक्षमार्गदर्शक, अरिहंत मानना ही निर्दोष, कलुषितता रहित सिद्ध होता है। यहाँ तो इच्छादि का दृष्टिकोण लेकर दिशासूचन मात्र किया है। पाठक स्वयं बुद्धि की कसोटी पर कसके आगे बढे और अपनी दृष्टि सम्यग् बनाए। इति शम्।
Page #399
--------------------------------------------------------------------------
________________ 376 अमृत महोत्सव स्मृति ग्रंथ 51. एक लाख परमारों का उध्दार: बीसवीं सदी का एक ऐतिहासिक कार्य - मुनि नवीनचन्द्र विजयजी इस कालचक्र के प्रारंभ में जब प्रथम तीर्थंकर भगवान श्रीऋषभदेव अवतरण हुआ तब उनके पिता नाभिरायने संसार की व्यवस्थाका भार ऋषभदेव के कंधों पर डाला। उन्होंने इस व्यवस्था के क्रम में सर्वप्रथम तीन-तीन वर्षों की स्थापना की क्षत्रिय, वैश्य और शूद्र। उनके पुत्र भरत चक्रवर्ती ने व्रतधारी श्रावकों के चौथे वर्ण की स्थापना की जो कालान्तर में ब्राह्मण वर्ण के रूप में ख्यात हुआ। इस वर्ण-व्यवस्था को आज हम जिस विकृतावस्था में देख रहे हैं वैसी उस समय नहीं थी। क्षत्रिय वंश की श्रेष्ठता जैन धर्म की मान्यता के अनुसार सबसे श्रेष्ठ वर्ण क्षत्रिय है। चौबीस तीर्थंकर, बारह चक्रवर्ती, नौ वासुदेव और नौ प्रतिवासुदेव क्षत्रिय होते हैं। जैन धर्म को क्षत्रियों का धर्म कहा जाता है। क्षत्रियों के द्वारा ही इस धर्म का प्रसार और संवर्धन हुआ है। भगवान महावीर स्वामी जब देवानंदा ब्राह्मणी की कुक्षि में अवतरित हुए तो इन्द्र ने सोचा कि ऐसा न हुआ है न होगा। तीर्थंकर का जीव केवल क्षत्रिय कुल में ही उत्पन्न होता है। यह सोचकर इन्द्र ने भगवान महावीर के पौद्गालिक शरीर को ब्राह्मणी /
Page #400
--------------------------------------------------------------------------
________________ 377 एक लाख परमारों का उद्धार : की कुक्षि से लेकर त्रिशला क्षत्रियाणी की कुक्षि में स्थापित किया। इस परमार क्षत्रिय वंश की प्राचीनता भगवान मुनि सुव्रत स्वामी के बाद इक्ष्वाकु वंश क्षत्रियों की अनेक शाखा-प्रशाखाओं में विभाजित हो गया। भगवान नेमिनाथ यदुवंश में उत्पन्न हुए। भगवान महावीर स्वामी ज्ञातृवंश में उत्पन्न हुए। भगवान महावीर स्वामी गया। जिनमें परमार, सोलंकी, सिसोदिया, राठौड आदि प्रमुख हैं। हिन्दी साहित्यकार और इतिहासज्ञ जयशंकर प्रसाद मानते हैं कि परमार, परिहार, चालुक्य या सोलंकी और चौहान वंश की उत्पत्ति आबू में अग्निकुल से हुई थी। आबू और उसके आसपास परमार क्षत्रियों का राज्य था। सुप्रसिद्ध ऐतिहासिक नगरी चन्द्रावती उनकी प्रमुख राजधानी थी। उसके बाद किन्हीं अपरिहार्य कारणोंशों से परमार और सोलंकी आदि वंशों को आबू और चन्द्रावती नगरी छोड़कर गुजरात और मध्यप्रदेश में आना पड़ा। सोलंकी वंश गुजरात में पाटण के आसपास बस गया और परमार वंश मध्यप्रदेश के उज्जयिनी के आसपास बस गया। __ परमार. क्षत्रियों की वीरता क्षत्रियों की अनुपम वीरता के कारण क्षत्रियत्व वीरत्व का पर्यायवाची बन गया और जो वीर होता है वही स्वामी बनता है। कहा भी जाता है 'वीरभोग्या वसुंधरा', इस वसुंधरा का उपभोग केवल वीर ही कर सकता है। भारत वर्ष में सभी लोगों के कार्य विभाजित थे। क्षत्रियोंका कार्य देश की रक्षा और उसकी समृद्धि बढ़ाना था और यही उनका कर्तव्य भी। परमार क्षत्रियों ने भी अपने इस कर्तव्य का भलीभाँति निर्वहण किया। आबू से उज्जयिनी में बसने के बाद परमारों ने अपने भुजबल से सम्पूर्ण मध्यप्रदेश को अधीन बना लिया। उस समय मध्यप्रदेश की सीमाएं बडौदे से लेकर चम्बल घाटी तक थीं। परमारों ने अपनी राजधानी उज्जयिनी को बनाया। परमार राजा अद्वितीय वीर, न्यायप्रिय, साहित्य एवं कला के रसिक थे।
Page #401
--------------------------------------------------------------------------
________________ 378 अमृत महोत्सव स्मृति ग्रंथ परमार सम्राटों में विक्रमादित्य न्याय के लिए, मुंज वीरता के लिए और महाराजा भोज विद्या के लिए प्रसिद्ध थे। महाराजा भोज ने 'सरस्वती कंठाभरण' नाम का ग्रंथ भी लिखा था। इसी से प्रेरणा लेकर हेमचन्द्राचार्य ने 'सिद्ध हेम व्याकरण' की रचना की थी। सोलंकी वंश में सिद्धराज जयसिंह और मुंज और भोज हुए। परमार क्षत्रिय और जैन धर्म / महाराजा भोज के दरबार में महाकवि कालिदास की तरह एक प्रतिभाशाली कवि धनपाल का भी उच्च स्थान था। महाकवि धनपाल जैन थे और उन्होंने 'तिलक मंजरी' नाम का गद्य काव्य लिखा है, जिसमें विनिता नगरी और भगवान आदिनाथ की महिमा वर्णित है। यह संस्कृत साहित्य की एक महान और अद्वितीय कृति है। . धनपाल कवि की चमत्कारिक काव्यप्रतिभा एवं निर्भीकता से ग़जा भोज अत्यन्त प्रभावित थे। अन्य गजाओं की भांति वह भी शिकार प्रेमी थे। एक बार कवि धनपाल ने राजा भोज के बाण से घायल हिरणी की व्यथा का मार्मिक वर्णन सुनाया। जिसे सुनकर राजाका हृदय करुणाई हो उठा और मूक प्राणियों के लिए उनके मन में करुणा फूट पड़ी। तब से राजा भोज ने सदा के लिए शिकार खेलना छोड़ दिया। महाराजा भोज के उत्तराधिकारी लघुभोज हुए। उन्होंने 'जीवविचार' के . रचयिता श्रीशांतिसरि को 'वादिवेताल' की पदवी से विभूषित किया था। कलिकाल सर्वज्ञ हेमचन्द्राचार्य ने जैसे सोलंकी कुमारपाल को परमाहंत बनाये थे वैसे ही वादिवेताल श्रीशांतिसूरि ने परमार लघुभोज को जैन धर्म के अनन्य प्रशंसक बनाये थे। परमार क्षत्रिय वंश की व्यापकता एक दोहा प्रचलित था : प्रथम साख परमार, सेस सीसौदा सिंगाला। रणथंभा राठौड, वंस चंवाल बचाला॥
Page #402
--------------------------------------------------------------------------
________________ एक लाख परमारों का उद्धार : 379 कवि ने दोहे की प्रथम पंक्ति में परमार क्षत्रियों की साख, प्रभुत्व, अधिकार और व्यापकता का स्वीकार किया है। एक समय था जब सम्पूर्ण भारत में परमार क्षत्रिय वंश की बोलबाला थी। परमार लघुभोज की मृत्यु और वादिवेताल श्रीशांतिसूरि के स्वर्गवास के बाद परमारों का जैन धर्म से परिचय सिमट गया। परमार क्षत्रियों में परस्पर जो एकता थी वह भी टूट गई। इसलिए वंश विभक्त हो गया और बिना माली की जो दशा चमन की होती है वही दशा परमार क्षत्रियों की हुई। सम्पर्क उज्जयिनी से टूट गया और वे अपने में ही सिकुड़ते चले गए। यद्यपि जैन धर्म का सम्पर्क उनसे टूट गया था फिर भी उसके जो मौलिक संस्कार थे वे उनमें जीवित रहें। उन्होंने अपने छोटे-छोटे राज्य बनाएं। देवगढ़ उनकी मुख्य राजधानी थी। शेष परमार क्षत्रिय दो सौ कि.मी. के अन्तर में सात सौ गांवों में विभक्त हो कर बसे हुए थे। स्वतंत्रता के बाद वे गांव दो जिलों में विभाजित हो गए और उनके छोटे-छोटे राज्यों का भारत में विलीनीकरण हो गया। राज्य चले जाने के बाद उन्होंने अपना सौम्यता, मानवता एवं निष्कपटता से सभर है। वे निर्भीक और परिश्रमी हैं। स्वाभिमान की भावना भी उनमें उत्कट है। वे न किसी के आगे हाथ पसारते हैं न अपना अपमान किसी तरह सह सकते हैं। परमार क्षत्रियों का धर्मप्रेम ___ परमार क्षत्रिय स्वभावतः शूरवीर, निडर, परिश्रमी, सरलात्मा और धार्मिक प्रवृत्ति के लोग हैं। मध्यप्रदेश और गुजरात की सीमान्त में रहने के कारण दोनों संस्कृतियों का समन्वय उनमें मिलता है। महाराजा विक्रमादित्य, मुंज और भोज की वीरता का रक्त उनकी नसों में बहता है और कलिकाल-सर्वज्ञ हेमचन्द्राचार्य एवं महाराजा कुमारपाल द्वारा प्रवर्तित अहिंसा का घोष भी उनके कर्णों में गूंजता है। बोडेली जिला बडौदा के आसपास परमार क्षत्रियों के गांव हैं। बाडेली उनका व्यापारिक केन्द्र है। यहां इ. सन. 1915 के लगभग सुश्रावक सोमचन्द्र
Page #403
--------------------------------------------------------------------------
________________ 380 अमृत महोत्सव स्मृति ग्रंथ भाई केशवलाल की दुकान थी। वे जैन धर्म का विधिवत पालन करते थे। परमार क्षत्रिय भाई अपनी जीवनावश्यक चीजें खरीदने के लिए सोमचन्द्र भाई की दुकान पर आते-जाते रहते थे। वे उनकी सरलता, निष्कपटता एवं धार्मिक जिज्ञासा से प्रभावित हुए। उन्होंने सोचा यदि इन लोगों को जैन धर्म की महिमा बतायी जाए तो अवश्य शुभ परिणाम आ सकते है। एक दिन उन्होंने सालपुरा गांव के सीताभाई नाम के व्यक्ति से जो उनके अन्तरंग मित्र भी थे जैन धर्म के मौलिक सिद्धान्तों की चर्चा की। वे जैन धर्म से बहुत प्रभावित हुए और स्वयं जिन शासन को समर्पित हो गए। सीताभाई ने जैन धर्म की महानता अपने अन्य परमार क्षत्रिय भाईयों को बताई और वे जैन होत गए। इस प्रकार हम देख सकते हैं कि परमार क्षत्रिय कितने धर्म प्रेमी और जिज्ञासु थे। उनमें अहिंसा, सत्य, दया, प्रेम और मैत्री के बीज पहले से ही पड़े हुए थे। केबल उन्हें संवर्धित करने की आवश्यकता थी। इस आवश्यकता को सोमचन्द्रभाई ने समझा और पूरी की। परमार क्षत्रियवंश के आद्य जैन दीक्षित और उनसे प्रभावित होकर सालपुरा, डुमां, झांपा और सानतलानड़ा आदि गांवों के कुछ परिवारों ने जैन धर्म को स्वीकार किया और इस तरह. परमार क्षत्रिय जैनों की संख्या दो सौ अस्सी हो गई। इन दो सौ अस्सी भाइयों में सालपुरा के रणछोड़भाई गोपालदास नाम: के सद्गृहस्थ भी थे। उनकी पत्नी का नाम बालूबहन था। उनके घर ई. सन् 1923 में एक पुत्र रत्न का जन्म हुआ। जिनका नाम उन्होंने मोहनकुमार रखा। कुमार मोहन ने प्रारम्भिक अक्षरज्ञान गांव की छोटी सी स्कूल में प्राप्त किया। ग्यारह वर्ष की अवस्था में वे सालपुरा से बाईस कि.मी. दूर डभोई में पंन्यास श्रीरंगबिजयजी महाराज के पास चले गए। वहाँ उन्होंने जैन धर्म का प्राथमिक ज्ञान प्राप्त किया। ई.सन् 1936 में पंन्यास श्रीरंग बिजयजी की प्रेरणा से बोडेली में
Page #404
--------------------------------------------------------------------------
________________ एक लाख परमारों का उद्धार : 381 गई। कुमार मोहन डभोई से बोडेली आ गए। यहां वे धार्मिक और व्यावहारिक दोनों प्रकार की शिक्षा ग्रहण करने लगे। जब कुमार मोहन दस वर्ष के थे उस समय उनके माता-पिता की मृत्यु हो गई थी। अपनी उम्र के सत्रह वर्ष तक वे बोडेली छात्रालय में पढ़ते रहे। कुमार मोहन के हृदय में बचपन से ही वैराग्य के बीज पड़ गए थे। वे बीज अब अंकुरित होकर पुष्पित और पल्लवित हो गए थे। उन्होंने अपने चाचा सीताभाई से कहा - "मैं सांसारिक मोहजाल में फँसना नहीं चाहता। में दीक्षा लेकर आत्मकल्याण करना चाहता हूँ।" यद्यपि उनके चाचा नहीं चाहते थे कि मोहन दीक्षा ले; पर कुमार मोहन के दृढ निर्णय के आगे वे झुक गए। न चाहते हुए भी उन्होंने कुमार मोहन को भारी मन से आंखों में आंसू लिए दीक्षा के लिए विदा किया। सत्रह वर्षीय कुमार मोहन दीक्षाग्रहण के लिए नरसंडा (गुजरात) में बिराजित मुनि श्री विनय विजयजी महाराज के चरणों में उपस्थित हुए। मुनि श्री विनय विजयजी से कुमार मोहन का परिचय बोड़ेली में ही हो गया था जब मुनि श्री विनय विजयजी जीवनलालजी के नाम से बोडेली में जैन धर्म के प्रचार का कार्य कर रहे थे। मुनि श्री विनय विजयजी कुमार मोहन को अच्छी तरह जानते थे। उनकी विनय, नम्रता, सरलता, वैराग्य और अध्यवसाय से पूर्णतया अवगत थे। अतः उन्होंने कुमार मोहन की योग्यता और पात्रता देखकर ई. सन् 1941 में नरसंडा गांव में दीक्षा दे दी। उनका नया नाम रखा गया मुनि श्री इन्द्र विजयजी महाराज। वे परमार क्षत्रिय वंश के आद्य जैन दीक्षित मुनि इन्द्र विजय का संकल्प मुनि श्री इन्द्र विजयजी का गहन अध्ययन उनके गुरु मुनि श्री विनय विजयजी के पावन, प्रेरक सान्निध्य और मार्गदर्शन में प्रारंभ हुआ। गुजरात से विहार करते हुए वे राजस्थान में पधारे। यहां बीजोवा
Page #405
--------------------------------------------------------------------------
________________ 382 अमृत महोत्सव स्मृति ग्रंथ में उनके दादा गुरु महेन्द्र पंचांग के रचयिता आचार्य श्री विकास चन्द्रसूरिजी महाराज के करकमलों से सन् 1945 में उनकी बड़ी दीक्षा सम्पन्न हुई। ___ अपनी दीक्षा के सात वर्ष के बाद वे सन् 1948 में सादड़ी (राजस्थान) में बिराजित पंजाब केसरी, युगवीर आचार्य श्रीमद् विजय वल्लभ सूरीश्वरजी महाराज की छत्रछाया में आ गए। यहीं से उनका वास्तविक विकास प्रारंभ हुआ। यहाँ उन्होंने संस्कृत, प्राकृत और हिन्दी भाषा का ज्ञान प्राप्त किया। उन भाषाओं के साहित्य का अध्ययन किया। अपने गुरु के पास न रहकर अब वे आचार्य श्रीमद् विजय वल्लभ सूरीश्वरजी महाराज की सेवा में ही रहने लगे। उनका पावन सान्निध्य, स्नेह और वात्सल्य उन्हें नयी प्रेरणा देता था। उनके आचारों, विचारों, आदर्शों और कार्यों का मुनि श्री इन्द्र विजयजी के ऊपर गहरा प्रभाव पड़ा। अपनी सूझबूझ गुरुकृपा एवं योग्यता के बल पर वे शीघ्र ही विद्वान मुनिराज बन गए। सन् 1954 की आश्विन कृष्ण दशमी की रात्रि को पंजाब केसरी, युगवीर आचार्य श्रीमद् विजय वल्लभ सूरीश्वरजी महाराज का बम्बई में स्वर्गवास हो गया। समग्र जैन समाज शोक में डूब गया। उनके स्वर्गवास से जैन धर्म और समाज की अपूरणीय क्षति हुई जिसकी पूर्ति आज तक न हुई है, न होगी। वह दैदिप्यमान नक्षत्र जिसके दिव्य प्रकाश में मानव जाति अपना रास्ता खोजती थी, अंधकार में डूब गया। मुनि श्री इन्द्र विजयजी महाराज ने योगोद्वहन किए। उनके पास एक मुमुक्षु ने दीक्षा अंगीकार की जिनका नाम मुनि ओंकार विजयजी रखा गया। वे शान्तमूर्ति आचार्य श्री समुद्र सूरीश्वरजी महाराज के साथ विहार कर बम्बई से सूरत पधारे। यहाँ उन्हें आचार्य श्री ने सन् 1954 चैत्र कृष्णा तृतीया के दिन गणिपद से अलंकृत किया। अब गणि श्री इन्द्र विजयजी महाराज स्वतंत्र रूप से कार्य करने में सक्षम हो गए थे। सर्वप्रथम उन्होंने अपने जन्मक्षेत्र में और परमार क्षत्रिय वंश में जैन धर्म के प्रचार का महान कार्य करने का संकल्प किया। इसके लिए उन्हें मुनि श्री जिनभद्र विजयजी पहले से ही प्रेरित कर चुके थे। धर्म प्रचार का यह महान कार्य उन्हीं की राह देख रहा था। उन्होंने आचार्य श्री समुद्र सूरीश्वरजी महाराज के चरणों में मस्तक रखा, आशीर्वाद .
Page #406
--------------------------------------------------------------------------
________________ 383 एक लाख परमारों का उद्धार : लिये और बड़ौदा जिले के बोड़ेली शहर में पहुंचे। परमार क्षत्रियों का उद्धार इस क्षेत्र में जैन धर्म के प्रचार का कार्य छोटे रूप में धीरे धीरे , चल रहा था। इस प्रचार कार्य को व्यवस्थित करने के लिए पंन्यास श्रीरंग विजयजी की प्रेरणा से सन् 1936 में बोड़ेली में श्रीपरमार क्षत्रिय जैन धर्म प्रचारक सभा की स्थापना हुई थी। जैन धर्म के इस प्रचार कार्य को अब बड़े स्तर पर और व्यापक रूप में करने की आवश्यकता थी। इस के लिए एक ऐसे कर्मठ साधु की आवश्यकता थी जो उनकी भाषा से रीति-रिवाजों से, मान्यताओं से और वहां की परिस्थितियों से भलीभांति परिचित हो। यह कितना सुनहरी संयोग था कि इधर उसी क्षेत्र के परमार क्षत्रिय वंश के प्रथम जैन साधु बने। गणि श्री इन्द्रविजयजी इसी प्रचार कार्य को आगे बढ़ाने के लिए बोडेली पधार थे। वह सन् 1956 वां साल था। गणि श्री इन्द्र विजयजी इस प्रचार कार्य में तन-मन से जुट गए और फिर उन्होंने कभी पीछे मुड़कर नहीं देखा। केवल एक नहीं दो नहीं, तीन नहीं, पांच नहीं, दस नहीं, किन्तु बारह वर्षों तक इस क्षेत्र में घर-घर, गली गली, गांव-गांव प्रचार करते हुए घूमते रहे। उनके मन में बस एक ही विश्वास था कि मैं कैसे अधिक से अधिक लोगों को जिन का अनुयायी जैन बनाऊं और उन्हें समकित की प्राप्ति कराउँ। अपनी बुलन्द आवाज, ज्ञान गाम्भीर्य एवं समजाने की सरल-सरस शैली के कारण इस क्षेत्र में उनके प्रवचनों की धूम मची रही। इसाई मिशनरी, रामानंदी ओर स्वामीनारायण सम्प्रदाय के धर्मगुरु यहां पहले से ही अपने धर्म और मत के प्रचार कार्य में लगे हुए थे। जैसे ही गणि इन्द्र विजयजी इस क्षेत्र में आए वे उनके सामने टिक नहीं पाए। गणि श्री इन्द्र विजयजी महाराज के बारह वर्षों के भगीरथ पुरुषार्थ के फलस्वरूप इस क्षेत्र में एक लाख परमार क्षत्रिय भाई-बहन (जिनमें पहले भी सम्मिलित है) नये जैन बने। 115 मुमुक्षुओं ने दीक्षा अंगीकार की। 60 गांवों में जिन मंदिर बने और उतने ही गांवों में जैन धार्मिक पाठशालाएं
Page #407
--------------------------------------------------------------------------
________________ 384 ___अमृत महोत्सव स्मृति ग्रंथ खोली गई। अब गणि श्री इन्द्र विजयजी परमार क्षत्रियोद्वारक कहलाने लगे। शान्तमूर्ति आचार्य श्री विजय समुद्र सूरीश्वरजी महाराज ने उन्हें सन् 1970 में बसन्त पंचमी के दिन बरली, बम्बई में ‘आचार्य पद' से विभूषित किये। गणि श्री इन्द्र विजयजी महाराज अब आचार्य श्री विजय इन्द्रदिन्न सूरीश्वरजी बन गए। सन् 1977 में गुरु समुद्र ने उन्हें अपना पट्टधर घोषित किया। वर्तमान में संघ, समाज संचालन की महत् जिम्मेवारी को भलीभाँति निभाते हुए वे अपने कार्यक्षेत्र को जैन धर्म में स्थिरता प्रदान करनेको निरंतर प्रयत्नशील हैं। पावागढ़ तीर्थ का उद्धार और वहां जैन कन्या छात्रालय की स्थापना की प्रेरणा इसी कार्य का प्रमुख चरण है। परमार क्षत्रियोद्धारक, चारित्र चूड़ामणि, जैन दिवाकर आचार्य श्रीमद् विजय इन्द्रदिन सूरीश्वरजी महाराज की सबसे बड़ी देन और सबसे अधिक महान गौरवमय कार्य एक लाख परमार क्षत्रियों को जैन धर्म का अनुयायी बनाना है। जैन धर्म के पांच सौ वर्षों के इतिहास में ऐसा कार्य किसी आचार्य द्वारा नहीं हुआ है। एक लाख परमारों का उद्धार बीसवीं सदी का एक ऐतिहासिक कार्य है।
Page #408
--------------------------------------------------------------------------
_