________________ તારનારી કેળવણી 163 “નિરક્ષરે વીશ્ય મહાધનત્વ, વિઘાનવદ્યા વિદુલા ન હેયા, રત્નાવતા કુલટા: સમીક્ષા કિમાર્યનાર્ય: કુલટા ભવન્તિ?” અર્થાત “મૂર્ખ માણસ પાસે ધનના મોટા ઢગલા જોઈને ડાહ્યા વિદ્વાન માણસે પ્રશંસા કરવા લાયક વિદ્યાનો ત્યાગ કરવો નહીં. કુલટાઓને રત્નોનાં ઘરેણાં પહેરેલી જોઈને શું આર્ય સ્ત્રીઓ કુલટા બનવાનું પસંદ કરે છે?' સાચા વિદ્વાનને કદી વિત્તની ઊણપ સાલતી નથી. મહર્ષિ વસિષ્ઠના જીવન-પુષ્પમાં અરુંધતી સુવાસ બનીને મહેકતી હતી. પતિના વિકાસને રૂંધે નહીં તે અરૂંધતી. સહધર્મચારિણી તરીકે પત્નીએ પણ પતિનાં જીવનમૂલ્યોને ટકાવવામાં સિંહફાળો આપવાનો હોય છે. એ રીતે વિચારીએ તો સ્ત્રી-શિક્ષણનું મૂલ્ય પણ આપણા ધ્યાનમાં આવે. પતિના જીવનને સ્નેહ, સદ્ભાવ અને સંસ્કારની સૌરભથી સભર બનાવે તે જ સાચી ભાર્યા. આવી સંતોષી અને સંસ્કારી સન્નારીનો પતિ પથભ્રષ્ટ શી રીતે થઈ શકે? સ્ત્રી જો જાગે તો ભ્રષ્ટાચાર દુમ દબાવીને ભાગે! મુક્તિદાત્રી વિદ્યા સૌથી પહેલાં તો માણસને ભયમુક્ત બનાવે છે. અભય” એ તો મા શારદા પાસેથી મળતું શ્રેષ્ઠ વરદાન છે. સરસ્વતીના મંદિરમાં સૌ નિર્ભયપણે વિચરતા હોય. આપણાં પ્રાચીન તપોવનોમાં વાઘ અને બકરી એક ઝરણા પર પાણી પીતાં, એવું વર્ણન વાંચવા મળે છે. વાઘના મનમાંથી પણ હિંસકવૃત્તિ દૂર થઈ જાય એટલો પ્રકૃષિના તપનો પ્રભાવ વાતાવરણમાં પ્રવર્તતો હતો. આવા તપસ્વાધ્યાય-નિરત ઋષિની સરખામણીમાં, પોતાના સ્વાર્થ કે “અહં'ને પોષવા માટે પોતાના અનુયાયીઓને ઉશ્કેરી, વાતાવરણને કલુષિત કરનારા ગુરુઓ કેટલા વામણા અને હાસ્યાસ્પદ લાગે છે? આવા કહેવાતા 'ગુરુ' પર, વાસ્તવમાં ‘લઘુ’ને ઉદેશીને, કવિ શ્રી બકુલ રાવલે લખ્યું છે, એક મજાનો માણસ આજે થઈ બેઠો છે તાડ, મારે ખેતર કોઈ ન આવે, થઈ બેઠો છે વાડ!' સાચા સારસ્વતને તો વિશ્વપરિવારમાં રસ હોય છે, સંકુચિત વાડામાં નહીં. વ્યાપકતામાં જીવન છે, સંકુચિતતામાં મૃત્યુ! મહર્ષિ કાશ્વના આશ્રમમાં ભણેલો એક છાત્ર રાજા દુષ્યતને હરણનો શિકાર કરતાં અટકાવે છે. તે કહે છે, “આ હરણ આશ્રમનું છે તેથી