________________ 164 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ અવધ્ય છે. તમારા હાથમાં શસ આપવામાં આવ્યું છે તે પીડિતોના રક્ષણને માટે અને નહીં કે નિદોષને હણવાને માટે!' ચક્રવતી રાજાને પણ ખોટું કરતાં અટકાવી શકે એટલી હિંમત, મા સરસ્વતીનું ધાવણ પીધેલાં એ બાળકોમાં હતી. પરંતુ આજે તો સત્યના પક્ષે હિંમતથી ઊભા રહેવાને બદલે ‘કરતા પોમલા પંડિતો, વેવલા વિદૂષકો કે ભણેલા ભાટોને જોઈને મા સરસ્વતીનું મસ્તક પણ શરમથી ઝૂકી જતું હશે. | મુક્તિદાતા વિઘાના ખોળામાં બેઠેલો માનવ પોતાનો મુકો અભિપ્રાય વ્યક્ત કરવામાં સંકોચ કે ભય અનુભવે તો એને ભણેલો કેમ કહી શકાય? પોતાને કેળવાયેલા માનતા પ્રત્યેક માણસે આત્મનિરીક્ષણ કરવાનો આ કાળ છે. ‘ન્યાયનીતિના માર્ગે ચાલતાં મારો સ્વાર્થ જોખમાશે, ભોગો ક્ષીણ થશે, માન મરતબો ઘટશે” એવા બાલિશ ખ્યાલોથી માણસ સત્યપરામુખ બને છે. સરસ્વતીની કૃપાપ્રસાદ પામેલા માણસે આવા શુદ્ધ વિચારોમાંથી શીધ્રાતિશીઘ મુક્ત થવું જોઈએ. વિઘા જેમ માણસને ભયમુક્ત કરે છે તેમ તેને વિકારમુક્ત પણ બનાવે છે. વિકાર નિર્માણ થવાનો પ્રસંગ આવે છતાં જે વિકૃત બનતો નથી તે જ સાચો વિદ્વાન. વિદ્યા માનવને સંસ્કારે છે, સંસ્કૃત બનાવે છે. આવો સંસ્કૃત માનવ પછી વિકારોથી વિકૃત બનતો નથી. પરીને મા, પરદ્રવ્યને માટી અને પ્રાણીમાત્રને આત્મવત્ જોનારો માણસ જ કેળવાયેલો ગણાય. કોઈને હાથ આપીને ઉપર લેવો એ સંસ્કૃતિ અને કોઈનો પગ ખેંચીને તેને પાડી નાખવો એ વિકૃતિ. સાચો વિદ્વાન કદી પરહનનમાં રાચતો નથી. એકલવ્યનો અંગૂઠો માગી લેવાની વિકૃત મનોદશાથી પીડિત કોણ આજ સુધી એ વાત માટે કલંક્તિ રહ્યા છે. બીજાની લીટી ભૂંસવામાં નહીં, પોતાની લીટી લાંબી કરવામાં જ સાચા વિદ્વાનને રસ હોય છે. વિધ્વંસક વૃત્તિ માણસને એના પોતાના જ વિનાશ તરફ લઈ જાય છે જ્યારે સર્જનાત્મક વૃત્તિ અને રચનાત્મક પ્રવૃત્તિ માણસને ઉન્નતિના શિખરે પહોંચાડી દે છે. ભય અને વિકાસની જોડે જોડે વિદ્યા માનવને રોગમુક્ત પણ બનાવે છે. માણસને ગ્રસિત કરનારો સૌથી મોટો રોગ છે ચિંતા. ચિંતા માટે કહેવાયું છે કે, “ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ, ગુણ, જ્ઞાન, ચિંતા બડી અભાગિની, ચિંતા ચિતા સમાન !"