________________ તારનારી કેળવણી 165 બિંદુરહિત ચિતા મડદાને બાળે છે જ્યારે બિંદુસહિતની ચિંતા તો જીવતા મનુષ્યને બાળે છે. ચિંતાગ્નિમાં બળતો માણસ રાતદિવસ પરેશાન રહે છે. તેની ઊંઘ હરામ થઈ જાય છે, ભૂખ મરી જાય છે, પરિણામે તે પોતાનું સ્વાસ્થ ગુમાવી બેસે છે. આવો અસ્વસ્થ માણસ આસપાસના સમાજને સ્વસ્થ કેમ રહેવા દે? વિદ્યામાં સમસ્યાઓને સુલઝાવવાની ક્ષમતા છે. જ્ઞાનપ્રકાશમાં જેની સમસ્યાઓ ઊકલી જાય છે તેવો માણસ નિશ્ચિત અને પરિણામે હળવો ફૂલ જેવો બની જાય છે. એ પોતે બોજાઓથી મુક્ત હોય છે અને એની હાજરીમાં અન્ય સૌ પણ હળવાશ અનુભવે છે. જેની હાજરીમાં સૌ મોકળાશ અનુભવે એ જ મહાપુરુષ. જરા હસતાં રમતાં જીવે, જગત બદલાઈ જશે, સિરે ભાર લઈ ફરશો તો જીવન કરમાઈ જશે!' બોજયુક્ત માણસ ડૂબી જાય છે! બોજામુક્ત હોય તે તરી જાય છે.તરનારો જ બીજાને તારી શકે. સાચી કેળવણી પામેલો માનવ તરણતારણની ક્રિયામાં કુશળ હોય છે અને આવા કૌશલ્યને જ ગીતાકાર યોગ'ની સંજ્ઞા આપે સવિઘાથી વિભૂષિત માનવ આ જગતમાં “જીવનમુક્ત રહીને વિચરે છે અને મુક્તિ તો એની સામે સદા હાથ જોડીને ઊભી રહે છે. પોતે તરીને અન્ય માટે તીર્થરૂપ બનેલા તીર્થકરો આપણને આવી તારનારી કેળવણી પ્રાપ્ત કરવા સક્ષમ બનાવે એ જ એમના ચરણોમાં પ્રાર્થના!