________________ 166 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 21. શિક્ષણક્ષેત્રે સામાજિક સંસ્થાઓની ભૂમિકા - રમેશ બી. શાહ ગુજરાતમાં શિક્ષણના ક્ષેત્રે સામાજિક સામેલગીરી મુખ્યત્વે શિક્ષણના પ્રસાર પૂરતી સીમિત રહી છે. આઝાદી પહેલાં દેશના અંગ્રેજ શાસકોએ શિક્ષણના ક્ષેત્રે તેમની જવાબદારીને પ્રાથમિક શિક્ષણ પૂરતી મર્યાદિત રાખી હતી. તેથી માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ સ્થાપવાની અને અમુક અંશે નિભાવવાની કામગીરી કેળવણી મંડળોએ ઉપાડી લીધી હતી. ગુજરાતનાં કેટલાંક પ્રસિદ્ધ કેળવણી મંડળોને તેના ઉદાહરણરૂપે નોંધીએ. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, ચરોતર એજ્યુકેશન સોસાયટી, સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, અમદાવાદ એજ્યુકેશન સોસાયટી, વગેરે આ સદીના પૂર્વાર્ધમાં ગુજરાતમાં અસ્તિત્વમાં આવેલાં કેળવણી મંડળો છે, જેમણે ગુજરાતમાં માધ્યમિક તેમ જ ઉચ્ચ શિક્ષણના પ્રસારની પહેલ કરી. આઝાદી પછી એ પરંપરા મોટા પ્રમાણમાં ફાલીલી અને મોટા ગણી શકાય એવાં ગામોમાં કેળવણી ‘ઉત્તેજક મંડળો દ્વારા માધ્યમિક શાળાઓ સ્થપાઈ તથા જિલ્લા અને તાલુકાનાં મથકોમાં કૉલેજો સ્થપાઈ. આમ માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓનું માળખું ઊભું કરવાનું શ્રેય મહદંશે સામાજિક સંસ્થાઓની પહેલવૃત્તિને જાય છે. ગુજરાતમાં સામાજિક સંગઠનોએ બીજી દિશામાં પણ મહત્ત્વની કામગીરી બજાવી છે. સમાજની ઉજળિયાત ગણવામાં આવતી જ્ઞાતિઓએ તેમના બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે જ્ઞાતિમંડળો ર. આ મંડળો તેમની જ્ઞાતિ કે સંપ્રદાયના વિદ્યાર્થીઓને વિવિધ રીતે મદદ કરતાં થયાં. વિદ્યાર્થીઓને મફત પુસ્તકો પૂરાં પાડવાં, તેમને શિષ્યવૃત્તિઓ આપવી, ઉચ્ચ અને ખર્ચાળ