________________ શિક્ષણક્ષેત્રે સામાજિક સંસ્થાઓની ભૂમિકા 167 શિક્ષણ માટે વ્યાજના નીચા દરે કે વ્યાજમુક્ત લોન આપવી, મોટાં શહેરોમાં ‘પોતાના” વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો બાંધવાં, વગેરે પગલાં દ્વારા આ જ્ઞાતિ મંડળોએ શિક્ષણના પ્રસારને પ્રોત્સાહન આપ્યું. અહીં એક પાયાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે : કઈ સમજથી પ્રેરાઈને સામાજિક સંગઠનોએ શિક્ષણના પ્રસારણનું કામ કર્યું છે? સામાજિક પહેલવૃત્તિ દ્વારા શિક્ષણના પ્રસારણ પાછળનાં ચાલક બળો કયાં છે? દેશના અને વ્યક્તિના વિકાસ માટે શિક્ષણ એક અત્યંત મહત્ત્વનું પરિબળ છે એમ સિંદ્ધાંતિક રીતે સ્વીકારવામાં આવે છે ખરું, પરંતુ વ્યવહારમાં તેનું અર્થઘટન ઘણું સંકુચિત રીતે કરવામાં આવ્યું છે. પોતાના વિસ્તારના, પોતાની જ્ઞાતિના કે પોતાના સંપ્રદાયના વિદ્યાર્થીઓને ભણવાની સગવડ મળી રહે અને તેનો પુરુષાર્થનું પ્રમુખ ચાલક બળ રહ્યું છે. શિક્ષણ વ્યકિતઓની વિભિન્ન શક્તિઓના વિકાસનું સાધન છે, અને વ્યક્તિઓની એ શક્તિઓની ખીલવાણી દ્વારા તે રાષ્ટ્રના વિકાસનું સાધન બને છે, એ મુદ્દો પ્રજાકીય પુરુષાર્થમાં ક્યાંય જોવા મળતો નથી. આ મુદ્દાને વધુ વિગતે ચર્ચાએ. શિક્ષાગની ઐહિકતા ઇંગ્લેન્ડ અને યુરોપના અન્ય દેશોને અનુસરીને ભારતમાં જે આધુનિક શિક્ષણપ્રથા અપનાવવામાં આવી છે તે ઐહિક (Secular) સ્વરૂપની છે. તેની ઐહિકતાને સમજવા માટે પશ્ચિમની યુનિવર્સિટી પરંપરાને સમજવી જોઈએ, કેમકે એ પરંપરામાં જ્ઞાનનું જે સર્જન થાય છે. તેનું જ વિતરણ શિક્ષણના નીચલા સ્તરે કરવામાં આવે છે. પશ્ચિમમાં યુનિવર્સિટીની એક પાયાની અને સહુથી અગત્યની કામગીરી જ્ઞાનના સર્જન અને શોધનની છે. તમામ પ્રકારની ભૌતિક અને માનવીય ઘટનાઓને સમજવાના પ્રયાસોમાંથી જ્ઞાનનું સર્જન થાય છે અને તેના શોધનની (જેને સંશોધન કહેવામાં આવે છે) પ્રક્રિયામાંથી એ જ્ઞાનનો વિસ્તાર થતો રહે છે. તેને અનુષંગે થતા અધ્યાપનકાર્ય દ્વારા એ જ્ઞાનનું સમાજમાં વિતરણ થતું રહે છે. પશ્ચિમના દેશોમાં આ પરંપરાના મૂળને સમજવાથી તેની આ કામગીરીનું મહત્ત્વ સમજાશે. દુન્યવી કે ઐહિક ઘટનાઓના જે ખુલાસા ધર્મગ્રંથોમાં આપવામાં આવ્યા હતા તેની સામેના અસંતોષથી પ્રેરાઈને આધુનિક