________________ 162 અમૃત મહોત્સવ સ્મૃતિ ગયા જીવનમાં સુંદર બનવાની તમન્ના જગાડવી જોઈએ. આજે માણસ ઘણું બધું બને છે પણ તે પોતાના જીવનની સુંદરતા ખોઈ બેસે છે. સો સો માળના મકાનો બાંધનાર નિપુણ ઈજનેર, પોતાની આસપાસના લોકો જોડે ભાવસંબંધો બાંધી શક્તો નથી. પોતાના અસીલની વાતને સમજી લઈને પોતાની વાકપટુતાથી ન્યાયાધીશને એ વાત સમજાવી શકતો કુશળ વકીલ પોતાની પત્નીની વાતો સમજવામાં કે પોતાની વાત એને સમજાવવામાં નિષ્ફળ નીવડે છે. (કદાચ ફી લીધા પછી જ કોઈની વાતને સમજવી, એવી એને ટેવ પડી ગઈ હોય છે!) અનેક લોકોના તનના રોગ મટાડનાર નિષ્ણાત ડૉક્ટર પોતે જ સંકુચિતતા, સંયમ, વહેમ વગેરે માનસિક રોગોથી પીડાતો હોય છે અને તેને લીધે પોતાની આસપાસનું વાતાવરણ કલુષિત કરી મૂકે છે. “નેચરોપથી', હાઈડોપથી', ‘હોમિયોપથી” કે “એલોપથીમાં જ રાચતા ડૉક્ટરોને કેટલીકવાર કોઈને માટેજ ‘સિમ્પથી' રહેતી નથી (All *pathies' are useless without sympathy) માણસ નવી નવી ઉપાધિઓ મેળવતો જાય છે અને ધીરે ધીરે માનવ મટતો જાય છે. માનવ, માનવ રહીને જ બધું બને એમાં જ તેના જીવનની સાર્થકતા છે. કવિ “મેઘબિંદુનો ભંગ માગવા જેવો છે, મારી પત્ની આઈ-સ્પેશ્યાલિસ્ટ છે, તેનું મને ગૌરવ છે. પરંતુ મારી આંખમાં આંસુ આવે છે, ત્યારે એ લૂછતી નથી પણ “પ્રિસ્ક્રિપ્શન' લખી આપે છે!' ભાવશૂન્યતાની વ્યથાને વર્ણવતાં ચંપકલાલ વ્યાસ લખે છે, પિતાની ઝૂંપડી મધ્યે પાંચ પુત્રો વસી શકે, પુત્રના પાંચ મહેલોમાં પિતા એક સમાય કે?' જ્ઞાનવર્ધનની જોડે જોડે ભાવસંવર્ધન પણ થવું જોઈએ. ભાવ એ જ માનવજીવનનો વૈભવ છે. ભાવમાં જ ભગવાન વસે છે. સરસ્વતીનો ઉપાસક ભોગોનો ગુલામ ન હોવો જોઈએ. બીજાની સંપત્તિ નિહાળીને તેના મનમાં અસ્વસ્થતા નિર્માણ ન થવી જોઈએ. તેણે નિષ્ઠાપૂર્વક પોતાની જ્ઞાનસાધના ચાલુ રાખવી જોઈએ. કાંચનમૂલ્યવાદી સમાજમાં સાચા વિદ્યોપાસકને પ્રેરણા આપે એવું એક સરસ સંસ્કૃત સુભાષિત છે.