________________ 161 તારી કેળવણી કરવી પડે છે. ગુલામોથી કદી કોઈ રાષ્ટ્ર મહાન બનતું નથી. થયો આઝાદ તું તનથી છતાં મનમાં ગુલામી છે, ડે અંતર, બધી મોઢા ઉપર ખોટી ગુલામી છે! મળી છે દેશને મુક્તિ બહુ લાંબી ગુલામીથી, છતાં ક્યાં મુકત શ્વાસો ખેંચતું જીવન ખુમારીથી?” સ્વતંત્રતા સાહસને ઝંખે છે, જ્યારે પરતંત્રતામાં સલામતી ભાસે છે. પિંજરે પૂરાયેલ પંખીને યથાસમય આહાર પ્રાપ્ત થાય છે પણ ગગનવિહાર ગુમાવવો પડે છે. “શબાબ લખે છે, “પિંજરે પૂરેલા પંખીને નજરમાં આશ છે, પાંખમાં એની નહીં તો આંખમાં આકાશ છે; . પારધિ છોડી મૂકે છે, તે છતાં ઊડતું નથી, મુક્તિમાં પણ ક્યાં હવે પહેલાં સમી મીઠાશ છે?' સલામતીની સુખ સગવડો માગ્યા પછી માણસને પારતંત્ર પણ સદી જાય છે. સાધનોની લાલચમાં માણસ સાધનાને છોડી દે છે અને ધીરે ધીરે મુકિતની મજા માણવાની ક્ષમતા પણ તે ખોઈ બેસે છે. ભોગના રંગ અને સ્વાર્થની ગંધ પાછળ પાગલ બનેલો માનવ ભાવના રંગ કે સેવાની સુગંધનું મૂલ્ય પારખી શકતો નથી. જીવન-મૂલ્યોથી માનવને વિમુખ કરે એ કેળવણી શા કામની? આજે શિક્ષણનો વિસ્તાર વધ્યો છે પણ ઊંડાણ ઘટયું છે, એવી એક સામાન્ય ફરિયાદ સર્વત્ર સાંભળવા મળે છે. એક ચિંતકે એ ફરિયાદને સુંદર શબ્દોમાં અભિવ્યક્ત કરી છે, ‘આજે આપણને પક્ષીની જેમ આકાશમાં ઊતાં શીખવવામાં આવે છે, માછલીની જેમ પાણીમાં તરતાં શીખવવામાં આવે છે પરંતુ દુઃખની વાત છે કે માણસની માફક આ પૃથ્વી પર કેમ રહેવું તે આપણને કોઈ જ શીખવતું નથી.' જેનાથી માણસ માણસ ન બને એ શિક્ષણને સાચું શિક્ષણ કહી શકાય નહીં. સર્વાગીણ વિકાસ એ જ શિક્ષણનું એક માત્ર બેય હોઈ શકે, એમાં બાળકના શારીરિક, માનસિક, બૌદ્ધિક તેમજ આધ્યાત્મિક વિકાસનો સમાવેશ થવો જોઈએ. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, જેના વડે ચારિત્રનું ઘાર થાય, મનની શાંતિ વધે, બુદ્ધિનો વિકાસ થાય અને વ્યકિત પોતાના પગ પર ઊભી રહી શકે તેનું નામ કેળવણી.” સંત તુકારામે કહ્યું છે, “સુંદર મી હોણાર.” શિક્ષણે પણ સૌનાં