________________ અમૃત મહોત્સવ સ્મૃતિ રથ 20. તારનારી કેળવણી - હરિભાઈ કોઠાસ એક પ્રાધ્યાપકે નૌકાવિહાર કરતી વખતે નૌકા ચલાવનાર ખલાસીને પૂછયું ‘તને ગણિત આવડે છે?” તેણે ના કહેતાં જ પ્રાધ્યાપકે કહ્યું, ‘તારી પા જિંદગી પાણીમાં ગઈ.' તેને સાહિત્યમાં રસ નથી એ જાણતાં પ્રાધ્યાપકે તેની અડધી જિંદગી પાણીમાં ગઈ એમ કહ્યું. ઈતિહાસ, ભૂગોળ કે વિજ્ઞાન વિશે પણ તેને કશી જાણકારી નથી એ જાણીને પ્રાધ્યાપકે તેને કહ્યું, તો તો તારી પોણી જિંદગી પાણીમાં ગઈ!” એટલામાં જ સાગરમાં તોફાન શરૂ થયું. નૌકા ડગમગવા લાગી. પ્રાધ્યાપક ખૂબ જ ગભરાઈ ગયા. નાવિકે હસતાં હસતાં તેમને પૂછયું, “સાહેબ, તમને તરતાં આવડે છે?' પ્રાધ્યાપકે ના કહેતાં જ નાવિક બોલી ઊઠ્યો, “સાહેબ, તમારી તો આખી જિંદગી જ પાણીમાં ગઈ સમજો !" જે કેળવણી માણસને જીવનસાગરમાં તરતાં ન શીખવે તે કેળવણી શા કામની? નિરર્થક જ્ઞાનનો સંગ્રહ કરીને રાજી થનારા પોથી પંડિતોને આચાર્ય શંકર ‘મૂઢમતિ' કહીને નવાજે છે. સંત કબીર પણ પોથી પંડિત્યને તુચ્છ ગણે છે. પોથિ પઢિ પઢિ જગ મૂઆ, પંડિત હુઆ ન કોઈ, ઢાઈ અચ્છર પ્રેમ કા પઢે સો પંડિત હોઈ!” | ‘સા વિદ્યા યા વિમુક્તયે”. મુક્તિની આબોહવામાં માનવને વિચરતો કરી મૂકે તે જ સાચી વિદ્યા. સાચો વિદ્વાન કદી કોઈનો ગુલામ હોતો નથી. ઉપરાધીન સપને હુ સુખ નાહી”. સ્વાતંત્ર એ કોઈપણ પ્રકારના વિકાસની પૂર્વશરત છે. વાસનાનો ગુલામ થાય તેણે વાસનાતૃપ્તિ માટે વિશ્વની ગુલામી