________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 289 એમ કુલ 12 વર્ષની તંત્રી તરીકેની મોહનભાઈએ સંભાળેલી જવાબદારી એ જૈન પત્રકારિત્વ ક્ષેત્રની એક વિરલ સેવા છે. તંત્રી નોંધો : હેરલ્ડ' અને 'જૈન યુગમાં મોહનભાઈએ જે તંત્રીનોંધો લખી છે એની સંખ્યા લગભગ 325 જેટલી થવા જાય છે. વિષયવાર ફાળવણી કરીએ તો આ નોંધો સાહિત્યિક, ઐતિહાસિક, વિચારાત્મક, ચરિત્રાત્મક વિષયોની છે; ક્યારેક એમાં સંપાદનો પણ છે, સંસ્થા પરિચય અને સંમેલન અહેવાલો પણ છે; પોતે સંભાળી રહેલ સામયિક તેમજ અન્ય સામયિકોને લગતી છે અને કેટલીક પ્રકીર્ણ નોંધો પણ છે. સાહિત્યને લગતી તંત્રીનોંધોમાં નોંધપાત્ર પુસ્તકોના પરિચયો (‘સ્વીકાર અને સમાલોચના” વિભાગમાં મળેલાં પુસ્તકોની જે સમાલોચના થતી તે ઉપરાંત), જૈન ભંડારોની માહિતી, કેટલાક વિદેશી સ્કોલરોની જૈન સાહિત્યસેવાનો પરિચય, સાહિત્ય પરિષદો અને એમાં રજૂ થયેલા જૈન નિબંધો, મુંબઈ યુનિવર્સિટીની લાયબ્રેરીમાં જૈન પુસ્તકો-જેવી નોંધોનો સમાવેશ થાય છે. ઐતિહાસિક નોંધોમાં આગમોનો ઇતિહાસ, ગિરનારનાં જૈન દેરાસરોના શિલાલેખો, શત્રુંજય તીર્થનો લાંબે સુધી ચાલેલો સંઘર્ષ, એ અંગે અદાલતમાં ચાલતો કેસ, ચુકાદો, ચુકાદા પછીની પરિસ્થિતિ, કેશરિયાજી તીર્થપ્રકરણ વગેરેની નોંધો છે. મુનશીની 'પાટણની પ્રભુતા'માં જૈન સાધુના નિરૂપણો વિશે જાગેલો વાવંટોળ અને જૈન સમાજના પ્રતિભાવો વગેરે વિશે આ તંત્રીનોંધોમાં મળતી માહિતી આજે તો મહત્ત્વની દસ્તાવેજી સામગ્રી પૂરી પાડે છે. સામાન્ય રીતે મોહનભાઈ રાજકારણની વાતોને આ સામયિકોથી અળગી રાખતા, છતાં કેટલાક રાષ્ટ્રીય પ્રવાહોથી અલિપ્ત તેઓ રહી શક્યા નથી. દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પાછા ફરેલા ગાંધીજી વિશેની નોંધ અહીં છે. 'જય બારડોલી' નામની ૧૯૨૮ના નિયુગની તંત્રીનોંધમાં પ્રજાની ન્યોછાવરી અને સત્યના વિજયને એમણે બિરદાવ્યાં છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થયેલી અતિવૃષ્ટિથી સર્જાયેલી તારાજી વિશે ૧૯૨૭ના જેન યુગમાં જલપ્રલયનાં સંકટો’ એ મથાળા સાથે નોંધપાત્ર ચિતાર આપે છે. હાલની ચળવળ અને સ્વદેશી માલને પ્રચાર’ જેવી તંત્રીનોંધ પણ મોહનભાઈ લખે છે. વિચારાત્મક તંત્રીનોંધોમાં, ધર્મઝનૂન, વિચારોની અસહિષ્ણુતા, જૈન ધર્મ સંબંધી જેનેતરોમાં પ્રવર્તતું અજ્ઞાન, જેન શિક્ષણ સુધારણા, જેન શિલ્પ, અહિંસા, જૈનો અને વ્યાયામ, જૈન ઇતિહાસની આવશ્યકતા, પ્રાકૃત ભાષાની ઉપયોગિતા,