________________ 78 અમૃત મહોત્સવ સ્મૃતિ વાં પર કામ કરશે વગેરેમાં કોઈને ધાર્મિક વિધિ પ્રણાલિકાનો નવી રીતે પુરસ્કાર થતો લાગે એ સંભવિત છે. પરંતુ એ વસ્તુ કદાચ આ આખી વસ્તુનો અંતર્ગત ભાગ છે. જે પ્રયોગનાં પરિણામો માનવજાતિને સામાન્યત: અનુભવમાં આવેલાં નથી એવા દાખલામાં બીજી કોઈ દલીલને અવકાશ નથી. તેમ છતાં શ્રી અરવિંદનાં આ વચનો સ્મરણીય છે કે, ભૂતકાળમાં જ્યારે જ્યારે આધ્યાત્મિકતાની કોઈ મોટી ભરતી ચડી આવેલી છે ત્યારે ત્યારે તેના પરિણામરૂપે સામાન્ય રીતે કોઈ એક ખાસ પ્રકારનો નવો ધર્મ ઉદય પામેલો છે. આવો નવો ધર્મ પછી પોતે એક નવી વિશ્વવ્યાપક વસ્તુ છે એમ જાહેર કરીને આખી માનવજાતિ ઉપર પોતાને સ્થાપિત કરવા પ્રયત્ન આદરે છે. પરંતુ આધ્યાત્મિક ભરતીઓનું આ પ્રમાણે આવતું પરિણામ હંમેશાં એક અકાળેનું તેમ જ ખોટું પરિણામ જ હોય છે અને એવા પરિણામે કોઈ ગહન અને ગંભીર વસ્તુને સિદ્ધ કરવાને બદલે ઊલટી એની સિદ્ધિને અટકાવેલી હોય છે. કોઈ અમુક ધાર્મિક માન્યતા તથા સ્વરૂપ આખા જગતમાં વ્યાપક બનવા માટે, આખા જગત ઉપર પોતાને લાદવા માટે મહત્ત્વાકાંક્ષા ધરાવે કે તે વસ્તુ જ માનવપ્રકૃતિમાં રહેલા વિવિધતાના તત્ત્વથી વિરુદ્ધ જનારી છે, તથા કંઈ નહિ તો આત્માના એક લક્ષણથી તો ઊલટી જ છે. આત્માનો સ્વભાવ તો એક વિશાળ-આંતરમુક્તિનો અને વિશાળ એકતાનો બનેલો છે. અને જગતના પ્રત્યેક માનવને આપણે તેની પોતાની પ્રકૃતિના માર્ગે થઈને આ વિસ્તૃત આંતરમુક્તિ તથા વિશાળ એકતામાં વિકસવા દેવાનો છે.' આખો સમાજ, આધ્યાત્મિક?' ઘડીભર ન મનાતી એ વાતને લેખકે દીવા જેવી સ્પષ્ટ કરી છે. આધ્યાત્મિક સમાજની કલ્પના શ્રી અરવિંદના ઉપર્યુક્ત જીવનદર્શનના સ્વાભાવિક પરિણામરૂપે છે. કેવું છે આધ્યાત્મિક સમાજનું તેમનું ચિત્ર? આધ્યાત્મિક બનેલો સમાજ પોતાની સમાજવિદ્યામાં વ્યક્તિને, સંતથી માંડીને ગુનેગાર સુધીની સર્વ વ્યક્તિઓને સમાજજીવનના વિવિધ પ્રશ્નો રૂપે નહિ નિહાળે, અને એમ ગણીને તે બધાને કોઈ ખૂબીપૂર્વક રચેલાં તંત્રમાંથી પસાર કરી દઈ આખા સમાજ માટે ગોઠવેલા કોઈ એક બીબામાં ઢાળીને હરેકને એકસરખા સપાટ કરી નાખવાનો પ્રયત્ન નહિ કરે, યા તો પછી એ તંત્રમાં તેમને પીસીને નિષ્માણ કરી દેવા નહિ માગે. આધ્યાત્મિક સમાજની સમાજવિદ્યા વ્યકિતને આત્મારૂપે જોશે. એ જોશે કે આ અનેકવિધ કક્ષાઓના આત્માઓમાંથી કેટલાક આ વિદ્યાની જાળમાં સપડાઈ ગયેલા છે અને તેથી દુ:ખી દુ:ખી થઈ રહેલા છે. તો વળી કેટલાક