________________ 297 જીવનમાં સૂર્યનું મહત્ત્વ થઈ રહી છે. જે એમ ન થાય તો સૃષ્ટિની સ્થિતિ જ ન રહે. જળ પૃથ્વી ગ્રહનક્ષત્રો વગેરેને મળતી ઉષ્મા કે પ્રકાશ સૂર્યની જ દેણ છે. આ દેણ વગર ધરતી રસવતી રહી શકે નહિ, વિવિધ વનસ્પતિ કે ધાન્યાદિની સર્જક બની શકે નહિ, વારંવાર ચૂસાવા છતાં નવનવી રસાળતા ધરાવી શકે નહિ. જેમ બળતણને લીધે યંત્ર અને ચેતનાને લીધે જીવસૃષ્ટિ ગતિશીલ રહી શકે છે, તેમ પૃથ્વી અને ગ્રહનક્ષત્રાદિ સૂર્યના સંપર્કથી, સૂર્યદત્ત ઉષ્માથી જ, ગતિશીલ બની શકે છે. પૃથ્વીના પેટમાં સંઘરાયેલી ઊર્જાનું સર્જન પણ સૂર્યને લીધે જ છે. ઊર્જા-પછી તે ખનિજ કોલસો, તેલ કે ગેસરૂપે હોય, કે કાષ્ઠમાં સંઘરાયેલી હોય, શરીરધારી ચેતન-સુષ્ટિની, સ્થિતિ માટે અનિવાર્ય છે. કરોડો માઈલોના અંતરે રહેલો સૂર્ય જે પ્રકાશપુંજ વેરે છે, જે ઉષ્માપ્રવાહ ફેંકે છે, તેનો કરોડમો ભાગ પણ અત્યંત નજીકનો માનવસર્જિત અગ્નિ કરી શકતો નથી. આ મહાપ્રકાશ તેમજ મહાઉષ્માનું ઉદ્ગમસ્થાન સૂર્ય છે. બારીકાઈથી વિચારીએ તો જણાશે કે માનવ કૃત્રિમ રીતે જે કાંઈ પ્રકાશ વસ્તુનું નિર્માણ કરે છે અથવા ઉષ્માપક વસ્તુ સર્જે છે, તે પણ પારંપારિક રીતે સૂર્યની જ પેદાશ છે. માટે જ વેદ કહે છે: “સૂર્ય શાત્મા નInતસ્થ” સૂર્ય સ્થાવર જંગમ સર્વ પ્રાણી પદાર્થોનો આત્મા અર્થાતું પ્રાણદાતા છે. ઋવેદના સૂર્યસૂકતમાં “બદ્રા ગઠ્ઠા રિત: સૂર્યસ્થ ચિત્રા” વગેરે વચનોથી સૂર્યના ચિત્ર-વિચિત્ર બહુરંગી સાત ઘોડાઓનું વર્ણન છે. વાસ્તવમાં સૂનાં સપ્તરંગી કિરણોને સૂર્યના સાત ઘોડા સમજવા. સૃષ્ટિમાં અનુભવાતા સાતેય રંગો સૂર્યનાં કિરણોનું જ પ્રદાન છે. મેઘધનુષ ચિત્રવિચિત્ર કિરણસમૂહનું દાત્ત છે. ઉપરઉપરથી સૂર્યનાં કિરણો ભલે પીળાં કે ભાસ્વરશુક્લ લાગે, પણ એમાં સાતેસાત રંગોની મિલાવટ હોય છે. શાસ્ત્રોમાં વર્ણવતા સૂર્યના સાત ઘોડા આ સાત રંગોનું જ પ્રતીક છે. લૌકિક રથમાં જોડાયેલા ઘોડા જેવા સૂર્યના ઘોડા નથી, પરંતુ રથની આગળ જેમ ઘોડા ચાલે છે તેમ સૂર્યની આગળ તેનાં કિરણો ચાલે છે. ઘોડા જેમ રથનું સામર્થ તેમજ ગતિકારણ છે, તેમ કિરણો જ સૂર્યનું સામર્થ તેમજ ગતિકારણ છે. સૂર્ય અને એનાં કિરણો વાસ્તવમાં એક જ છે, જૂદાં નથી. દીવાની જ્યોત અંગૂઠા જેવડી લાગે પણ એનો પ્રકાશ પચાસસાઠ હાથ સુધી ફેલાય છે. આ પ્રકાશ પણ વિસૂત્વર અર્થાત્ વ્યાપવાને લીધે આછીપાતળી બનેલી જ્યોત જ છે. તે જ રીતે સૂર્યનો ગોળો અને એ ગોળામાંથી કરોડો