________________ તમામ બાબતોમાં અમે બંને સાથે મળીને, ચર્ચા-વિચારણા કરીને, પરસ્પર સંમતિથી ઊભા થયેલા પ્રશ્નોનો નીવેડો લાવ્યા છીએ. ખાસ કરીને, લેખોની પસંદગી બાબત કોઈ વર્તુળને કે માન્યતાને વળગી રહેવાને બદલે વ્યાપક અને અનેકાન દષ્ટિકોણ અપનાવવાનું અમને યોગ્ય લાગ્યું છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની નિષ્ઠા અને પ્રતિષ્ઠાનો આદર કરીને ગુજરાતી સાહિત્ય તથા શિક્ષણ જગતના મૂર્ધન્ય અને નામાંકિત સાક્ષરો, સાહિત્યકારો તથા શિક્ષણશાસ્ત્રીઓ ઉપરાંત પૂ. સાધુ ભગવંતોએ અમારા વિનંતીપત્રોને માન આપીને પોતાના લેખો મોકલ્યા તે પણ વિદ્યાલય માટે ગૌરવની વાત છે. પ્રાપ્ત લેખોમાંથી પસંદ કરીને ધર્મચિંતન, શિક્ષણ-સાહિત્ય જેવા અને પ્રકીર્ણ વિભાગ ઉપરાંત હિન્દી વિભાગનું પણ આયોજન કરીને જીવનલક્ષી અને વૈવિધ્યસભર કૃતિઓને સમાવી છે અને એ રીતે આ ગ્રંથમાં સત્ત્વશીલ સાહિત્યને સ્થાન આપવાનો અમારો પ્રયાસ રહ્યો છે. અલબત, અમારી કેટલીક મર્યાદાઓને લીધે અમુક લેખો અમે સમાવી શક્યા નથી તે બદલ દિલગીર છીએ. વિદ્યાલયની રજત જયંતી તથા સુવર્ણ જયંતી પ્રસંગે પણ આ રીતે સ્મૃતિ ગ્રંથ બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં લેખો ઉપરાંત વિદ્યાલયની કાર્યવાહીનો અહેવાલ અને સારી સંખ્યામાં તસવીરો (Photographs) છાપવામાં આવી હતી પરંતુ હવે તો કેટલાંક વર્ષોથી વિદ્યાલયનો અહેવાલ તેના વાર્ષિક રિપોર્ટમાં આવરી લેવામાં આવે છે તેથી આ “અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ'માં, શરૂઆતમાં જ નિર્ણય લેવાયા મુજબ, ફક્ત લેખો અને પૂ. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીનો જ એકમાત્ર ફોટો છાપવામાં આવ્યો છે. આ ગ્રંથના સંયોજકની જવાબદારી વહન કરવાનું કાર્ય જ્યારથી મને સોંપાયું ત્યારથી આજ સુધી શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ઉપપ્રમુખ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલનો સતત સહયોગ અને માર્ગદર્શન મને મળતા રહ્યા છે. પૂજ્ય જૈનાચાર્યોના લેખો મેળવી આપવા ઉપરાંત લેખો લેવા બાબત કે અન્ય કોઈ પણ બાબતમાં દ્વિધા અનુભવી હોય ત્યારે શ્રી પ્રતાપભાઈનું સચોટ માર્ગદર્શન મળ્યું છે અને તેથી હું તેમનો ઋણી છું. આ ઉપરાંત, ગ્રંથના મુદ્રણકાર્યને પોતાનું જ કાર્ય સમજીને પરિશ્રમ લેનાર દોશી ઍન્ડ કંપનીના ભાગીદાર શ્રી રમેશભાઈ દોશી તથા પ્રફ રીડિંગની કરી અને કંટાળાજનક કામગીરી બજાવનાર શ્રી ભદ્રકભાઈ દવે, (વિશેષાધિકારી,