________________ સંયોજકનું નિવેદન શ્રી મહાવીર જૈન વિદ્યાલયના અમૃત મહોત્સવના મંગળ પ્રસંગ નિમિત્તે જ્યારે “અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ”નું પ્રકાશન થઈ રહ્યું છે ત્યારે તેના સંયોજક તરીકે હું મારું નમ્ર નિવેદન રજૂ કરતી વખતે આનંદ અનુભવું છું. વિદ્યાલયની સ્થાપનાના પ્રેરણામૂર્તિ યુગપુરુષ, કાંતદ્રષ્ટા આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના આશીર્વાદથી જે વિદ્યાધામનો પ્રારંભ થયો હતો તેની વિકાસયાત્રામાં સમાજની અનેક તેજસ્વી અને યશસ્વી પ્રતિભાઓ, શ્રેષ્ઠીઓ, દાનવીરો, કેળવાણીપ્રેમીઓ અને સેવાભાવી કાર્યકરોનું અમૂલ્ય યોગદાન રહ્યું છે, એ તમામ વિભૂતિઓને સર્વપ્રથમ નતમસ્તકે વંદન કરું છું. આજે મને એક સન્નિષ્ઠ અને સેવાભાવી કાર્યકર તથા સાહિત્ય, શિક્ષણ અને સંસ્કાર-જગતની આદરપાત્ર તથા પ્રીતિપાત્ર વ્યક્તિ એવા મારા પરમ મિત્ર સ્વ. અમર જરીવાલાનું સ્મરણ થાય છે. વસ્તુત: આ ગ્રંથના સંયોજક તરીકેનો કર્તવ્યભાર તેમને સોંપવામાં આવ્યો હતો પરંતુ કાળની અકળ લીલાએ તેમને આપણી વચ્ચેથી અધવચ્ચે જ ઉપાડી લીધા અને સંયોજકની જવાબદારી વહન કરવાનો કાર્યભાર, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પ્રમુખ શ્રી દીપચંદભાઈ ગાડી અને અન્ય હોદ્દેદારો તથા કાર્યવાહક સમિતિના સભ્યોએ, મને સોંપ્યો. શ્રી અમર જરીવાલા જેટલે આ ક્ષેત્રનો મારો વ્યાપક અનુભવ નથી છતાં આ વિદ્યાલયના જ એક ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાના કારણે એક ફરજરૂપે મેં આ જવાબદારી સ્વીકારી લીધી. મને ખબર નથી કે એમાં હું કેટલો સફળ થયો છું પણ મારી યથાશક્તિમતિ મારું યોગદાન આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આ ગ્રંથની પ્રધાન જવાબદારી વહન કરનાર આપણા સહુના જાણીતા અને સન્માનીય કેળવણીકાર તથા સાહિત્યકાર પ્રા. બકુલભાઈ રાવલનો સહયોગ પણ મને સતત મળ્યા કર્યો છે. લેખોની પસંદગીથી માંડીને ગ્રંથ પ્રકાશનની