________________ 210 ઉપદેશ-પદ'નાં બુદ્ધિચાતુર્યનાં કથાનકો સંસ્કૃત સંપાદનોમાં છે તે જ નથી, મોટાભાગનાં જુદાં છે. આથી સંસ્કૃત “કથાસરિત્સાગર’ અને પ્રાકૃત 'વસુદેવ-હિંડી” બૃહત્કથાકુળના સમર્થ પારસ્પરિક કથાસંબંધ ધરાવતા સ્રોતો છે. આ દષ્ટિએ સંસ્કૃતસ્રોત અને પ્રાકૃતસ્રોતનો જો સરવાળો કરીએ તો એ સંખ્યા લુપ્ત થયેલી પૈશાચી “બૃહત્કથા'માં જેટલી કથાઓ સંભવત: હશે તેની લગોલગ આવી જશે, એમ ધારી શકાય. આમ બૃહત્કથા એ પ્રાચીન ભારતીય કથાસાહિત્યનો મૂળભૂત જાણમાં આવેલો પ્રાચીનતમ સ્રોત છે, તો 'કથાસરિત્સાગર’ અને ‘વસુદેવ-હિંડી' તેનાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની પરંપરામાં જળવાતાં સ્રોત વહોણો છે. આમ બૃહકથા’ કુળનાં કે એટલી જ પ્રાચીનતા ધરાવતાં કથાનકો પ્રાકૃત ભાષાના ‘વસુદેવ-હિંડી'માં છે, તે જ રીતે પ્રાકૃત ભાષાના કેટલાક સંગ્રહોમાં પણ આવાં કથાનકો સચવાયાં છે, તે ભારતીય કથાસાહિત્યના અભ્યાસી માટે પૂરક સામગ્રીરૂપ છે. આજે જે કંઈ પ્રાકૃત ભાષાની પ્રાચીન-મધ્યકાલીન રચનાઓ ઉપલબ્ધ છે, તે મોટે ભાગે જૈન પરંપરાની છે. આનો અર્થ એ નથી કે પ્રાકૃત માત્ર જૈન પંથની જ સ્વીકૃત ભાષા હતી. હકીકત એ છે કે જૈનોની દીર્ધદષ્ટિ અને વ્યાવહારિક સૂઝ-શક્તિને પરિણામે પંથના સૂરિઓએ જે કાંઈ જૂનું સંપાદિત કર્યું, નવા સ્વરૂપે સંમાર્જિત કર્યું કે નવું સર્જે એ ધર્મબુદ્ધિએ બધું જ જાળવ્યું- સુરક્ષિત રાખ્યું, એ માટેનું વ્યવસ્થાતંત્ર ઊભું કર્યું. આનું પરિણામ એ આવ્યું કે પ્રાકૃત ભાષામાં જેનેતર દ્વારા પાગ સંપાદિત થયેલું, સંમાર્જિત થયેલું કે સર્જાયેલું જે કંઈ હતું તે આ પ્રકારના વ્યવસ્થાતંત્રના અભાવે નાશ પામ્યું. સંસ્કૃતમાં જે ધર્મસાહિત્ય હતું વિદિકધારાનું, તે ધર્મપંથ દ્વારા જળવાયું, ન ધર્મેતર જે સંસ્કૃત સાહિત્ય સર્જાતું રહ્યું તેમાંથી તો જેમનામાં કાળના પ્રવાહમાં પાગ ટકી જવાનું, તરી જવાનું સામર્થ હતું ને રાજ્યાશ્રય કે વિદ્યાશ્રય હતા એ જ આજ સુધી જળવાયું. રાજ્યાશ્રય અને વિદ્યાશ્રયના કારણે સંસ્કૃત પ્રશિષ્ટ કૃતિઓ ટકી શકી, પરંતુ પ્રાકૃતનો જે સર્વસામાન્ય પ્રવાહ હતો, અર્થાત જેન અને જેનતર વારા સુપુટ થતો રહેતા જે સર્વસામાન્ય પ્રવાહ હતો તેમાં અ-જૈન રચનાઓ, ખાસ તો કથાની રચનાઓ, હતી એ રૂપમાં સુરક્ષિત ન રહી. આમ છતાં, કાળક્રમે આ રીત લુપ્ત ન વિકૃત થયેલા પ્રવાહમાં પણ જે શુદ્ધ વાર્તાઓ જ હતી, એ તો જેના પગ ટકી રહી છે. જેનધારાના