________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 209 29. ‘ઉપદેશ-પ૪નાં બુદ્ધિચાતુર્યનાં કથાનકો - હસુ યાજ્ઞિક ભારતીય કથા-સાહિત્યનો પ્રાચીનતમ આકર-ગ્રન્થ પૈશાચી ભાષામાં લખાયેલ બૃહત્કથા છે, જે આજે લુપ્ત થઈ ગયો મનાય છે. પરંતુ એમાં જે કથાઓ હતી તેને સમગ્ર નહીં તો ઘણો મોટો ભાગ બ્રહત્કથા શ્લોકસંગ્રહ', બૃહત્કથામંજરી” અને ૧૧મી સદીના સોમદેવવિરચિત કથાસરિત્સાગર’માં સમાવેશ પામ્યો છે. બૃહત્કથાકુળના આ ગ્રન્થોમાં ભારતીય કથાસાહિત્યનો સમગ્ર કહી શકીએ એટલો સમર્થ વારસો - આજ સુધી જળવાતો આવ્યો છે. ભારતીય સાહિત્યમાં જ નહીં, પરંતુ વિશ્વસાહિત્યમાં કથાને અર્થકથા, કામકથા, ધર્મકથા, દટાંતકથા, પરીકથા, રહસ્યકથા, ધૂર્તકથા, હાસ્યકથા ઇત્યાદિ જેવા મુખ્યત્વે વિષયાનુસારી જે જે પ્રકારો જોવા મળે છે તે બધા પ્રકારો બૃહત્કથાકુળના કથાગ્રન્થોમાં મળે છે. પરંતુ હેમેન્દ્ર અને સોમદેવ જેવા કથા-સંપાદકોએ પૈશાચી ભાષાની બૃહત્કથા' અંતર્ગત જે કથાઓ સંસ્કૃતમાં આપી, તેમાં સંભવત: બધી જ કથાઓ સમાવિષ્ટ થઈ શકી નથી. એનો પુરાવો એ છે કે સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત ભાષામાં પણ ભારતીય કથાઓનો સંગ્રહ થયો છે, તેમાં કેટલાંય એવી ૪-૫મી સદીમાં અસ્તિત્વમાં હોવાનું સિધ્ધ કરતાં કથાનકો છે, જે પ્રકારે, સ્વરૂપે-સ્વભાવે બૃહત્કથાકુળમાં જ જન્મ્યાં, ઉછર્યા અને પરંપરામાં ટકતાં આવ્યાં છે. પ્રાકૃતસ્ત્રોતના આવા ગ્રન્થોમાં વસુદેવ-હિંડી” અને ઉપદેશપદ'નો સમાવેશ થાય છે. “વસુદેવ-હિંડી'માં તો ‘કથાસરિત્સાગર'ની જ પરિપાટીએ નાયકની યાત્રા અને તેના સાહસ-શૌર્ય નિમિત્તે વિવિધ પ્રકારનાં ટૂંકાં, મધ્યમકદના અને લાંબાં કથાનકો સંકળાયાં છે. આ બધાં બૃહત્કથાકુળના