________________ 208 'અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ ખોવાનું થાય છે. આ રીતે જોતાં આટલી વાત તો સ્પષ્ટ થાય છે કે 1. શિક્ષણના વિષયોમાં માતૃભાષા, રાષ્ટ્રભાષા, પ્રશિષ્ટભાષા અને આંતરરાષ્ટ્રીય ભાષા હોય એ સામે કોઈને ક્યારેય વાંધો ન હોય. એમાં કઈ ભાષાને કેટલું, ક્યાં, કેવું મહત્ત્વ આપવું એ શિક્ષણના માળખાનો પ્રશ્ન છે. 2. શિક્ષણના માધ્યમમાં તો સ્પષ્ટ જ છે કે માતૃભાષા જ હોય. માતૃભાષા વિના ભાષક કદી ખીલી શકતો નથી. એ માટે શિક્ષણના માળખે આંખ સામે ગમે તેટલાં પ્રલોભનો દેખાતાં હોય કે તત્કાળ એના લાભ જણાતા હોય તોય શિક્ષણનું માધ્યમ તો માતૃભાષા જ હોય. જ્યારે દિનપ્રતિદિન માતૃભાષામાં શિક્ષણ આપતી સંસ્થાઓ બંધ થઈ અન્ય ભાષાનાં માધ્યમોમાં ફેરવાતી રહી છે ત્યારે સુજ્ઞ મા-બાપે સંતાનોના હિત માટે શું કરવું જોઈએ એ વિચારી અમલ કરવાનો સમય થઈ ગયો છે. હાથમાંથી સંતાન, સંસ્કાર અને સંસ્કૃતિ સરી જાય પછી જાગવાને બદલે આજે જ ઊઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ તુ ક્યોં સોવત હૈ?! * **