SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 211 ધર્મગ્રન્થોમાં જે જે કથાઓ છે તે ઉભવ-પોષાગ-સંવર્ધનની દષ્ટિએ બે પ્રકારની એક મૂળભૂત જેન સ્રોતની અને બે મૂળભૂત સામાન્ય સોતની છે. જૈનધર્મ અને બૌદ્ધધર્મ જ ભારતીય પરંપરાના એવા ધર્મપંથો છે જેમાં ઈવરનો નહીં, 'સ્વ'નો સ્વીકાર છે. માણસ પોતે જ પોતાનો તારક કે મારક છે, પોતાનાં કર્મો જ ભવોભવની દશા, અવદશા અને કાળક્રમે મોક્ષ આપે છે - એવી સ્થાપના સાથે જ સર્વ બાબતોનો કર્તા-હતાં ઈશ્વર છે, એ કલ્પના નિરાધાર બની જાય છે અને ઈશ્વર' અને એના વિવિધ રૂપનો અસ્વીકાર થતાં જ એ સાથે સંકળાયેલાં દેવ-દેવીઓ અને એમના પરિવારની પરિકલ્પના પણ નિરર્થક બની જાય છે. ભારતીય બૃહદ્ર સમાજનું માનસ તો ઈશ્વરની અને દેવીદેવતાઓના પરિવારની કથાઓથી જ ટેવાયેલું રહ્યું છે. આથી આવી વિવિધરંગી રોચક પાત્રસૃષ્ટિ અને ચમત્કારમય ઘટનાઓ જો ધર્મસાહિત્યમાં ન હોય તો કોઈ પણ ધર્મપથને ભારતીય માનસમાં પ્રવેશ જ ન મળે. આથી ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરે ઉપદેશ માટે જેમ લોકભાષાનો ઉપયોગ કર્યો, તેમ ધર્મદર્શનના તત્ત્વોને પ્રકટ કરવા માટે, સિદ્ધાંતોને સરળ બનાવી સમજાવવા માટે, કથાઓનો ઉપયોગ કર્યો. અને એ જ પરિપાટીને અનુગામી ઉપદેશકોએ, સૂરિઓએ સ્વીકારી. એનું પરિણામ એ આવ્યું કે ભારતીય કથાસાહિત્યની સામાન્ય પ્રવાહની પણ જે કથાઓ હતી, એમાંથી, બૌદ્ધ અને જૈનદર્શનને પ્રગટ કરવા માટે ઉપયોગી હોય, રમતત્વની દષ્ટિએ ઉત્તમ હોય, જિજ્ઞાસાને જગાડી તૃપ્ત કરતી હોય, એવી પણ કથાઓ બ્રાહ્મણધર્મેતર, સંસ્કૃતતર આ પ્રવાહમાં ઉપયોગમાં આવી, જળવાતી-સમૃદ્ધ થતી આવી. આથી પાલિ અને પ્રાકૃત ભાષાના ગ્રન્થોમાં જે જે કથાઓ છે. તેમાં તે તે ધર્મપંથોની પોતાની આગવી કથાઓ છે, તે સાથે જ ભારતીય સમગ્ર પ્રવાહમાં પ્રચલિત હતી તેવી કથાઓનો પણ પ્રવાહ જળવાતો આવ્યો છે. આમ, સમગ્ર ભારતીય કથાપ્રવાહનું પૂર્ણરૂપ તે સંસ્કૃત, પ્રાકૃત, પાલિ વગેરે ભાષાઓમાં જળવાયું છે. જેની પરંપરામાં તો આચારાંગ, આવશ્યકસૂત્ર, કલ્ય, જ્ઞાતાધર્મકથા, નિશીથ, પ્રકલ્પસૂત્ર, ભાવનાકલ્પ, વ્યવહાર, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ વગેરે આગમો, દુમપત્રક, માનશતક, નલિની ગુલ્મ, મહાપરિજ્ઞા, વિમુક્તિ વગેરે અધ્યયનો; આવશ્યકચૂણિર્ગ, નિર્યુક્તિ, પંચકલ્પભાળ, પિંડનિર્યુકિત, વિશેષાવશ્યકભાઇ, વ્યવહારભાણ વગેરે આગેમિક
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy