________________ 212 “ઉપદેશ-પદ'નાં બુદ્ધિચાતુર્યનાં કથાનકો વિવરણો અને યોગબિંદુ, બ્રહ્મપ્રકરણ જેવા અનાગમિક ગ્રન્થોમાં સામાન્યસ્રોતના તેમ જ મૂળ જૈનસ્રોતનાં અનેક કથાનકો ઉપયોગમાં લેવાયાં છે. આમ જૈનધારાના સિદ્ધાંતમૂલક ધર્મગ્રન્થો આગમો, તે પરના અધ્યયન ગ્રન્થો અને વિવરણ ગ્રન્થોમાં અનેક કથાનકો ધર્મતત્વના સરલીકરણ અને પ્રાકટય માટે ઉપયોગમાં લેવાયાં, જે કાળક્રમે પ્રાકૃત ઉપદેશપદ અને તે પ્રકારના કથાનક-સંપાદનના કોષગ્રન્થોમાં પણ જળવાતાં રહ્યાં ને પછીને તબકકે રાસાદિ સ્વરૂપે સ્વતંત્ર કૃતિરૂપે પણ અપભ્રંશ અને જૂની ગુજરાતીની નિસરણીએ ઊતરતાં વર્તમાનકાળે પણ અસ્તિત્વમાં રહ્યાં. મૂળ પ્રાકૃત અને જૂની ગુજરાતી આ પ્રકારનાં કથાનકોની અનુક્રમે પ્રાથમિક અને તૃતીય ભૂમિકા છે. અપભ્રંશ કે પછી ગૌર્જર અપભ્રંશ મધ્ય ભૂમિકા છે. પ્રાથમિક અને તૃતીય ભૂમિકાનું કથાસાહિત્ય આજ સુધી કેટલેક અંશે જળવાયું છે, પરંતુ અપભ્રંશની મધ્યકડી આપણા અભ્યાસ માટે લુપ્ત છે, કેમકે અપભ્રંશમાં રચાયેલી મોટા ભાગની કૃતિઓ સુરક્ષિત રહી નથી. આમ છતાં પ્રાકૃત ‘ઉપદેશપદ' જેવી પ્રાકૃતભાષાની જે કંઈ કૃતિયો બચી છે, તે “વસુદેવ-હિંડી' જેમ જ બૃહત્કથાકુળનાં કથાનકોની પૂરક સામગ્રી જેવી છે. ‘ઉપદેશપદ' શ્રી હરિભદ્રસૂરિકૃત પ્રાકૃત રચના છે, તેમાં 1039 પ્રાકૃત ગાથાઓ છે. છેલ્લી બે ગાથાઓમાં ગ્રન્થરચનાનો આધાર આપી પ્રયોજના અને રચયિતા તરીકેના પોતાના નામનો ઉલ્લેખ કર્યો છે. આ કૃતિની જૂનામાં જૂની તાડપત્રીય હસ્તપ્રત મળે છે તે ઈ. ૧૧૧૫માં લખાયેલી છે. આ મહાગ્રન્થ પર પ્રથમ ટીકા ઈ. ૯૯૯માં શ્રી વર્ધમાનસૂરિએ અને તે પછી ઈ. ૧૩૯૪માં શ્રી મુનિચન્દ્રસૂરિએ સુખસંબોધની નામક ટીકા લખી છે. એમાં મૂળ પ્રાકૃતની સંસ્કૃતમાં વ્યાખ્યા કરી મોટાભાગની કથાઓ પ્રાકૃત ગાથાઓમાં આપી છે. આ ટીકા મૂળ ગ્રન્થ સાથે 1450 શ્લોક-પ્રમાણ તેમના પિતાનું નામ ચિંતયક અને માતાનું નામ મહેમ્પિયા (જેનું મૂલ્ય મહા છે તે–મોંઘી) હતું. 1. પ્રા. ઉપદેશ પદ મહાગ્રન્થનો ગૂર્જર અનુવાદ, સં. અનુવાદક આચાર્ય હેમસાગરસૂરિ, ઈ.સ. 1972, પૃ. 6