________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 213 ‘ઉપદેશપદ'નો હેતુ મનુષ્યભવની દુર્લભતા દશ દષ્ટાંતો દ્વારા સિદ્ધ કરવાનો છે. આ હેતુ ચરિતાર્થ કરવા માટે અહીં યત્તિકી, વૈનચિકી, કાર્મિકી અને પારિણામિકી એ ચાર પ્રકારની બુદ્ધિ દષ્ટાંત આપીને સમજાવવાનો છે. અહીં એ નિમિત્તે જે કથાઓ મળી છે અને મતિપ્રકારની ચર્ચા કરી છે તેનો આંશિક અભ્યાસ પ્રસ્તુત કરવાનો છે. બુદ્ધિ શું છે અને તેનાં કાર્યો શાં છે? પ્રકાર હોય તો કેવા કેટલા છે? વગેરેની ચર્ચા આધુનિક દષ્ટિએ મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રની છે. જેનેટીક્સ, હેરીડિટી, સાયકોલોજી જેવી વિદ્યાશાખાઓ અને સંબંધી શાસ્ત્રોનો જન્મ વિકાસ ૧૯-૨૦મી સદીથી થયો છે. એ દષ્ટિએ મનોવિજ્ઞાનનો એક શાસ્ત્ર તરીકે જન્મ અને વિકાસ આ સદીમાં થયો અને એ પછી મગજ, સંવેદના, સ્મૃતિ, સ્વપ્ન, જાતીયતા ને અન્ય સાહજિક પ્રેરણાઓ અને તેની ઉત્કટતા-ઉત્તેજના-વિકૃતિઓ વગેરે વિશે ઘણું નવું જાણવા મળ્યું. પરંતુ આ રીતે મનોવિજ્ઞાનનો એક શાસ્ત્ર તરીકે વિકાસ થયો એ પહેલાં પણ માણસને, ઉચ્ચ સંવેદના અને સમજ ધરાવતા સર્જકને, મનની ગતિવિધિ, શક્તિઅશકિતનું જ્ઞાન તો હતું જ. એના અનેક પ્રગટ પુરાવાઓ આપણને સાહિત્યમાંથી મળે છે. આધુનિક મનોવિજ્ઞાન પણ અનેક મનોસંકલ રહસ્યો માટે ગ્રીકની ‘મીથ'નો તેમ જ અન્ય કથાઓનો દષ્ટાંતરૂપે, કવચિત નામાભિધાન માટે (ઓડિપસ કોમ્લેક્સ-ઉદાહરણરૂપે) ઉપયોગ પણ કરે છે. સાહિત્ય અંતે તો, એ આજનું હોય કે ગઈ કાલનું, માણસના આંતર-બાહ્યને સમજીને પ્રન્ટ કરવાનું એક સમર્થ માધ્યમ છે. આથી તો કોઈ પણ દેશના પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યમાં, ખાસ તો પુરાકલ્ય અને કથાઓમાં, માનવમનનાં ઊંડાં, સૂક્ષ્મ અને સંકુલ વલણોનું આલેખન મળે છે. એને આધારે આપણે એમ પણ કહી શકીએ કે આધુનિક મનોવિજ્ઞાનના વિકાસ પછી આપણે માનવમનનાં જે અનેક ગૂઢ રહસ્યો અને વલણો જાણી શક્યાં છીએ, એનું જ્ઞાન આપણા પૂર્વજોને પણ હતું જ. ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ તારવ્યો એ પહેલાં પણ વસ્તુ ઉપરથી નીચે જ પડતી ને તેનું સર્વ સાધારણ જનને પણ જ્ઞાન હતું જ. ન્યૂટને પરિણામ પાછળનાં કાર્ય-કારણને જાણવામાં-શોધવામાં પહેલ કરી. એ રીતે માનવમનની પણ જે કંઈ ગૂઢ શક્તિઓ અને અશકિતઓ છે, તે પાછળના કાર્ય-કારણની શોધ આધુનિક મનોવિજ્ઞાને કરી છે, પરંતુ