________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 27 તે સાક્ષી પૂરે છે. આત્માને ઓળખ્યા વિનાના કાયકલેશની નિ:સારતા બતાવવા માટે એ જ્વલંત દષ્ટાંત છે. દરેક પ્રવૃત્તિ વખતે વિવેક જાળવવાનો અને અહિંસા પ્રત્યે વિશેષ આદર કેળવવાનો મૂક બોધપાઠ છે. માટે જ મહાવીર કહ્યું. પ્રત્યેક ધર્મકાર્ય યોગ છે. તેની સાધના માટે વિશિષ્ટ પ્રક્રિયામાંથી પસાર થવાની જરાય જરૂર નથી. 4. સર્વ જીવોની સમાનતા-કર્મસિદ્ધાંતની વૈજ્ઞાનિકતા એકેંદ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જે કોઈ જીવ આ જગત ઉપર લેવામાં આવે છે, તે સર્વે સમાન છે, તેમનું આત્મસ્વરૂપ એક છે, વિવિધતા દેખાય છે તે તો કર્માધીન છે. જે જીવ આજે એકૅક્રિય કે બે ઈંદ્રિયવાળો છે તે પહેલાં પંચેંદ્રિયવાળો હતો અને હવે પછી પણ થઈ શકશે, તથા જે આજે પંચૅક્રિયવાળો છે તે પહેલાં એકેંદ્રિયવાળો હતો અને હવે પછી પણ થઈ શકશે. માટે આજના પંચેન્દ્રિય જીવે એકેંદ્રિયને પણ પોતાના સમાન સમજવા જોઈએ તો પંચેંદ્રિયની તો વાત જ શી કે જે વર્તમાનમાં વિકાસની દષ્ટિએ સમાન ઇન્દ્રિયવાળો છે? મહાવીરના આ કર્મસિદ્ધાંતે ચાર વર્ષોમાં વિદ્યમાન જન્મગત ઊંચનીચભાવનાનો પ્રબળ વિરોધ કર્યો. તેમણે એ જાહેર કર્યું કે ચંડાળકર્મ કરનારો બ્રાહ્મણ ચંડાળ જ કહેવાય, બ્રાહ્મણ નહિ. સાત્ત્વિકવૃત્તિવાળો, ધર્મકર્મ કરનારો શૂદ્ર બ્રાહ્મણ કહેવાય, શૂદ્ર નહિ. જો બ્રાહ્મણને અને ચંડાળને ઇન્દ્રિયો સરખી છે, ભૂખ, તરસની સંવેદના સરખી છે, ક્રોધાદિકષાયોને વશ થવાની પામરતા કે નહિ વશ થવાની વીરતા સરખી છે, તો તે લોકો ધર્મકર્મથી, સંન્યસ્ત જીવનથી કે સમાજ તરફને વ્યવહારથી શા માટે વંચિત રહેવા જોઈએ? ગોરા અને કાળા વચ્ચેના ઊંચનીચભાવની આજે આપણે જે રીતે નિંદા અને વિરોધ કરીએ છીએ તે રીતે પ્રભુ મહાવીરે ચારે વર્ષો અને બીજી જાતિઓ વચ્ચેના ઊંચનીચભાવ સામે પોકાર ઉઠાવ્યો હતો. માણસને યોગ્યતાનુસાર સારો કે નરસો, બ્રાહ્મણ કે ચંડાળ, ભક્ત કે ભોગી કહી શકાય પણ જન્મથી તેમ કહેવો એ તો આત્માને નહિ ઓળખનાર અજ્ઞાની અને અભિમાની આત્મા જ કહી શકે, આત્મજ્ઞાનનો ઈચ્છક કદી નહિ.