________________ ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં જૈન ધર્મને ફાળો 2. વિરોધી પ્રત્યે પણ સમભાવ કે કરગાભાવ અહિંસાના પરિપૂર્ણ પાલનના આગ્રહમાંથી જ “શ4 પ્રતિ શાઠ્ય પુત' જેવી રાજસી વૃત્તિને સ્થાને શઠં પ્રત્યપિ સત્યં કુર્યાત વા શિવં કુર્યાત નો સાત્વિક આદર્શ આગળ આવ્યો. વિરોધી પ્રત્યે પણ સમભાવ! કલ્યાણની કે કરુણાની બુદ્ધિ! પાર્થ અને મહાવીરનાં દષ્ટાંતો તેની સાબિતી માટે જ્વલંત દષ્ટાંત છે. કામઠ તાપસે આપેલ પરીષહો પાર્શ્વનાથે વેર લેવાની ભાવના વિના જ સમભાવપૂર્વક સહ્યા. “કોઈપણ દેવી, માનુષી કે પાશવી પરીષહો વા દરખો આવી પડે, તો તે સર્વેનો બદલો લેવાની ઇચ્છા વિના, કે તેમને દૂર કરવા બીજાની મદદ લીધા વિના સમભાવપૂર્વક સહન કરીશ” એવી ભીષણ પ્રતિજ્ઞાનું અક્ષરશ: પાલન કરનાર વર્ધમાન જ અહિંસાનો સંપૂર્ણ આદર્શ રજૂ કરી શકે કારણ કે અહિંસક આત્માની વૃત્તિમાં સમભાવ અને પ્રેમ-નિષ્કામ પ્રેમ-પ્રધાન સ્થાન ભોગવે છે. એ એમ માને છે કે આત્મશાંતિ અને વિશ્વશાંતિ માટે અહિંસાનો અમલ જો ઉત્તમ ઉપાય હોય, તો પોતા પ્રત્યે અન્યના અહિંસક વર્તનની અપેક્ષા અસ્થાને છે. આત્મગુણના વિકાસ માટે આંધળું અનુકરણ કેમ કરાય? ભૂલેલાની ભૂલ સુધારવા આપણે ભૂલ કેમ કરાય? તેની નજર સમક્ષ ફક્ત એટલું જ હોય કે હિંસા આત્માનું અને પરનું અહિત કરનારું તત્ત્વ છે. 3. સંયમ તથા તપનો આદર્શ સંયમ અને તપ રાગદ્વેષ ઉપરના વિજય માટે છે, આત્માની ઓળખ માટે છે, વિવેકજ્ઞાન પ્રગટાવવા માટે છે એ હકીકત પાર્થે અને મહાવીરે પોતાના આચરણ દ્વારા પ્રત્યક્ષ કરાવી. તેમણે બાળપ સામે પોકાર ઉઠાવ્યો. હઠયોગની પ્રક્રિયાને અલ્પસારવાળી કહી, અને તપનું તેમજ યોગનું કે ધ્યાનનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે સમજાવ્યું. તપના અર્થને અને હેતુને વધારે વિકસાવ્યા અને ઉદાત્ત બનાવ્યા. તેમણે એ સ્પષ્ટ સમજાવ્યું કે આત્મજ્ઞાનની ઓળખ વિનાનું તપ માત્ર દેહદમન છે. તે ઐહિક સુખપ્રાપ્તિ કે વિશિષ્ટ સિદ્ધિની પ્રાપ્તિ માટે છે એમ સમજવું એ મહાભ્રમ છે. માત્ર આત્મસાક્ષાત્કાર જ તેનો હેતુ હોઈ શકે. પાર્શ્વનાથને પરીષહો આપનાર કામઠ તાપસનું વર્ણન કદાચ રૂપકાત્મક હોય, તો પણ બાળતા સામેના પાર્શ્વના વિરોધની