________________ છાત્રાલયોની નીતિ-વિષયક વિકાસ-કથા 153 આજથી 75 વર્ષ પહેલાં સ્થાપના થઈ એ વખતે, પ્રાથમિક શાળાનાં ચારથી સાત ધોરણ સુધીના અભ્યાસક્રમ અને દેશીનામાના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો. પરંતુ જેમ જેમ ગામડાંઓમાં પ્રાથમિક શાળાઓ અપાતી ગઈ અને નાનાં કેન્દ્રોના પ્રાથમિક શાળાના વિદ્યાથીઓ છાત્રાવાસ માટે આવતા બંધ થતા ગયા અને બીજી બાજુ એસ.એસ.સી. કક્ષા સુધીની શાળામાં અભ્યાસ કરવાનો પ્રવાહ વધતો ગયો તેમ તેમ ગામડાના વિદ્યાર્થીઓની પણ એવા અભ્યાસક્રમ માટે છાત્રાવાસની માગ આવતી ગઈ. એટલે પ્રાથમિક શાળાના અભ્યાસ માટેના વિદ્યાથીઓને બદલે માધ્યમિક અને શાળાંત કક્ષાના અભ્યાસક્રમ સુધીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની નીતિ તે વખતના સંચાલકોએ (આજથી 50 વર્ષ પહેલાં) અપનાવી. નાના કેન્દ્રમાં એક જ ઘરેડ, રૂઢિ અને પરંપરામાં જીવતી પ્રજા વચ્ચે આવું પરિવર્તન કરવું એ હિતાવહ હોવા છતાં, ઘણી ધીરજ, કસોટી અને સમજાવટ માગી લે છે. કનેહથી કામ લેવું પડે એવું એ કાર્ય હતું. આજના સંજોગો પ્રમાણે, પરિવર્તનના ડંકા વાગી રહ્યા છે ત્યારે ઉદ્દેશ અને નીતિવિષ્યક પ્રશ્નોમાં અટવાયા વિના છાત્રાલયોના કાર્યવાહકોએ આવી રહેલા સમયને માન આપવું જોઈશે. આવાં પરિવર્તનમાં મૂળભૂત ઉદેશથી વિચિલિત થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. મૂળ ઉદેશ તો એટલો જ હતો અને છે, કે વિદ્યાર્થીઓને - જેમાં વિદ્યાર્થિનીઓનો સમાવેશ થઈ જાય છે - શિક્ષણ માટે સુવિધા આપવી, પછી એ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને સ્નાતક કક્ષાના વિદ્યાથીને, સમયની માગ પ્રમાણે, સુવિધા આપીને આપણે એ હેતુ તો જાળવીએ જ છીએ ને? જમાં મૂળભૂત હેતુથી અલગ હેતુ માટે પરિવર્તન કરતાં હોઈએ, ત્યાં સંપૂર્ણ લોકશાહી ઢબે, હેતુઓમાં ફેરફાર કરવાનો સર્વાનુમતે નિર્ણય કરવો જોઈએ. હજુ એક ડગલું આગળ વિચારવાની જરૂર છે. જ્ઞાતિ કે ધર્મની મર્યાદાથી શરુ થયેલાં આવા છાત્રાલયોમાં સાંપ્રદાયિકતાની પકડ મજબૂત છે. જૈન છાત્રાલયોના સંચાલકોએ ઉદારતા દાખવીને, મૂર્તિપૂજક, સ્થાનકવાસી, દિગમ્બર, તેરાપંથી અને અન્ય ફિરકાના જેન વિઘાર્થીઓને આવાં છાત્રાલયોમાં પ્રવેશ આપવાની પહેલ કરવી જોઈએ અને જ્ઞાતિ કક્ષાનાં હરેક છાત્રાલયોએ જ્ઞાતિના પરિધથી વિશાળ દષ્ટિ રાખી, કમ સે કમ, ચોકકસ મર્યાદા અથવા સંખ્યામાં અન્ય જ્ઞાતિના વિદ્યાર્થીઓને સમાવવાની તત્પરતા દાખવવી જોઈએ.