________________ ૧૫ર અમૃત મહોત્સવ સ્મૃતિ રથ શકાય તેવી બાબત છે. એમાંય ભાવનગર શહેર સિવાય જિલ્લાના ઉપરોક્ત નાનાં શહેરોમાં ઉચ્ચ અભ્યાસ માટે એક પણ કન્યા છાત્રાલય નથી. મહુવા, સાવરકુંડલા અને પડોશના અમરેલી શહેરમાં વિનયન, વિજ્ઞાન અને વાણિજ શાખાના અભ્યાસક્રમની મહાશાળાઓ દાયકાઓથી અસ્તિત્વમાં આવેલી છે. એટલે ઉચ્ચ અભ્યાસ માટે આવા છાત્રાલયોનું કન્યા છાત્રાલયમાં રૂપાંતર થાય તો તે ઇષ્ટ ગણાય. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ગોવાળીયાટેક અને અંધેરીમાં આવેલા વિદ્યાર્થીગૃહો પૈકી એક વિઘાર્થીગૃહનું કન્યા છાત્રાલયમાં રૂપાંતર કરવા માટે તા. ૨૭-૮-૧૯૮૩ના રોજ વિચારણા કરવા સંસ્થાની સામાન્ય સમિતિની અસાધારણ સભા મળી હતી, પરંતુ એ અંગે અન્ય કારણોસર નિર્ણય લઈ શકાયો ન હતો. (3) વિશ્વવિદ્યાલયનું મુખ્ય મથક હોય એવાં શહેરોમાં જે કે મેડિકલ અને એન્જિનિયરિંગ અને અન્ય ફેકલ્ટીની સુવિધા હોય તો છાત્રાલયમાં અપૂરતી સંખ્યાનો પ્રશ્ન નથી. પરંતુ એમાંય અપૂરતી સંખ્યાનો પ્રશ્ન હોય તો અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની અને ટૂંકા ગાળાના વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની નીતિ અપનાવી શકાય. (4) આજની જરૂરિયાતનું સર્વેક્ષણ કરી, એ અભ્યાસના અહેવાલ પ્રમાણે છાત્રાલયનું રૂપાંતર કરી શકાય, અને આજથી પાંચ-સાત દાયકા પહેલાં છાત્રાલયોની સ્થાપના કરનાર આપાણા પૂર્વજોની માફક, આજની સ્થિતિમાં, દૂરંદેશી દાખવી, પરિવર્તનનો રાહ અપનાવી શકાય. જેમ કે આજથી ત્રણેક દાયકા પહેલાં શ્રી સંયુક્ત જૈન વિદ્યાથી ગૃહ, સાયનમ સ્નાતક કક્ષા સુધીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો. હાલ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ ઉપરાંત અનુસ્નાતક કક્ષાના, ખાસ કરીને સી.એ. નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય છે અને 150 વિદ્યાર્થીઓને સમાવવાની ક્ષમતાનો પૂરો ઉપયોગ થાય છે. એ પ્રમાણે એ જ સંસ્થાની પ્રિન્સેસ સ્ટ્રીટ શાખાનું વર્કીગ બોયઝ હોમમાં રૂપાંતર કરવામાં આવ્યું છે. હવે પ્રશ્ન એ છે કે છાત્રાલયોનું આ રીતે રૂપાંતર કરવું એ નીતિની દષ્ટિએ વાજબી છે કે કેમ? જે સંજોગોમાં અને જે હેતુ માટે છાત્રાલયની સ્થાપના કરી હોય, એમાંથી વિચલિત થઈને આવું પરિવર્તન કરવું કે કેમ? એવો પ્રશ્ન છાત્રાલયોના કાર્યવાહકોના મનમાં ઉપસ્થિત થાય તે સ્વાભાવિક છે. મને ખ્યાલ છે તે પ્રમાણે મહુવામાં શ્રી મહુવા યશોવૃદ્ધિ જૈન બાળાશ્રમની