________________ 151 છાત્રાલયોની નીતિ-વિષયક વિકાસ-કથા તાલુકાનાં મુખ્ય શહેરોમાં છેલ્લા દાયકાઓમાં સ્થપાયેલી મહાશાળાઓ છે એ કરતાંય-ખાસ કરીને ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ માતૃભાષામાં અપાય છે અને મુંબઈ વિશ્વવિદ્યાલયમાં ઉચ્ચ શિક્ષણનું માધ્યમ અંગ્રેજી ભાષા હોવાના કારણે, ગુજરાતમાંથી ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈ આવતા વિદ્યાર્થીઓનો પ્રવાહ ઘટ્યો છે. છાત્રાલયની ક્ષમતા કરતાં ઓછા વિદ્યાથીઓ હોય એવો પ્રશ્ન, યુનિવર્સિટીનું મુખ્ય મથક જે શહેરમાં હોય એ શહેરના છાત્રાલયમાં, હજુ સુધી ઉપસ્થિત થયો હોવાનું જણાતું નથી. કારણ આવાં શહેરોમાં વાણિજ્ય, વિજ્ઞાન અને વિનયન પ્રવાહની મહાશાળાઓ હોવા ઉપરાંત મેડિકલ અને એન્જિનિયરિંગ ફેકલ્ટીની મહાશાળાઓ આ શહેરોમાં હોવાથી વિદ્યાર્થીઓને આવાં ક્ષેત્રોમાં છાત્રાવાસની જરૂર રહે છે. અત્યાર સુધી આપણે છાત્રાલયોની વર્તમાન સ્થિતિ અને અત્યાર સુધીની નીતિવિષયક ચર્ચા કરી. હવે આવા સંજોગોમાં આવાં છાત્રાલયોમાં પરિવર્તન કરવું જોઈએ તે કઈ રીતે તેનો વિચાર આ પ્રમાણે કરી શકાય. (1) જે તાલુકાના મુખ્ય મથકોમાં શાળાના વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો હોય, તેનું, જો એ મથકોમાં મહાશાળાની સુવિધા હોય તો, ઉચ્ચ અભ્યાસ માટેના છાત્રાલય તરીકે રૂપાંતર કરવું. અલબત્ત એમાં પણ પૂરતી સંખ્યા મળી રહે કે કેમ તે એક પ્રશ્ન છે અને રહે. કારણ કે, પોતાનાં સંતાનોને ઉચ્ચ અભ્યાસ કરાવી શકે એવાં કુટુંબો શહેરીકરણના ઝોકમાં ગામડાં ખાલી કરી શહેરમાં સ્થાયી થયાં છે, થતાં જાય છે. (2) આવાં છાત્રાલયોનું કન્યા છાત્રાલયમાં રૂપાંતર કરવું. આપણે માં વિદ્યાર્થી-ભાઈઓને લક્ષમાં રાખી, શાળા-મહાશાળા કક્ષાનાં છાત્રાલયો સ્થપાયાં છે. ભાવનગર જિલ્લાનો દાખલો લઉં તો ભાવનગર ઉપરાંત પાલિતાણા, સોનગઢ, મહુવા, સાવરકુંડલા આદિ શહેરોમાં કુલ આઠેક વિદ્યાથીગૃહો વિદ્યાર્થીઓ માટે આજે પણ અસ્તિત્વમાં છે, જ્યારે બહેનો માટે પાર પાલિતાણામાં શ્રાવિકાશ્રમ અને તળાજામાં વિદ્યાર્થીગૃહનું કન્યા છાત્રાલયમાં દોઢેક દાયકાથી રૂપાંતર કરવામાં આવ્યું છે અને મહુવાના છાત્રાલયનું કન્યા છાત્રાલયમાં નજીકના ભૂતકાળમાં રૂપાંતર થયું છે. જેનોના છાત્રાલયોની આ સ્થિતિ છે. અભ્યાસ કરનાર બહેનોની સંખ્યા અભ્યાસ કરનાર ભાઈઓ જેટલી લઈએ તો વિદ્યાર્થીનીઓ માટે છાત્રાલયની કેટલી જરૂરિયાત છે તે સમજી