________________ 302 ગુજરાતી છાપાં માટે કર્તવ્ય સમાન પુરુય કાર્ય કર્યું? આકર્ષણ રાખવું પડે છે. સમાજને પ્રેરણા, માર્ગદર્શન, હૂંફ વગેરે માટે ઝુંબેશની ધગશ જોઈએ, જે ગુજરાતી છાપાંમાં હોતી નથી. દુ:ખની વાત એ છે કે એ કામ બીજા કોઈ સાધનથી થાય તેમ નથી. છાપાંની ઉદાસીનતા તરફ નિઃસાસા નાખીને થોડાક સજ્જનો માત્ર પંદર કે વીસ સદ્ આચાર-વિચારના ટેકામાં ખોટ વેઠીને પણ અઠવાડિકો અને માસિકો પ્રગટ કરે છે. મુંબઈમાંથી પ્રબુદ્ધ-જીવન”, “સમર્પણ', વલ્લભ વિદ્યાનગરમાંથી ‘વિચાર વલોણું', વડોદરામાંથી 'ભૂમિપુત્ર” અને “આપણું આરોગ્ય', અમદાવાદમાંથી “લોકસ્વરાજ્ય', “અખંડ આનંદ', ‘વિશ્વ વાત્સલ્ય', વૈશ્વિક માનવતાવાદ', 'જનકલ્યાણ” વગેરે નામ આગળ પડતાં છે. આ બધાં સામયિકો કાં તો ખોટમાં અથવા પરાણે બે છેડા સરખા કરીને જીવે છે. તેઓ સામૂહિક માધ્યમોનું કાઠું કાઢી શકે તેમ છે પણ જાહેર ખબર વગર એવી શક્તિ ન બતાવી શકે. ઘોર અંધકારમાં આ દીવા થોડાક સજ્જનો મુખ્યત્વે નિજાનંદ અને કર્તવ્ય બજાવ્યાનો સંતોષ ખાતર સળગતા રાખે છે. દૈનિકો તેમના આ મુખ્ય કર્તવ્ય સામે જોતાં પણ નથી. બહુબહુ તો અગ્રલેખ લખે જે બહુ ઓછા વંચાય છે. ગુજરાતમાં જાત ઘસીને લોકોપયોગી પ્રવૃત્તિ કરનારા જ્યાં ત્યાં પડયા છે. તેમને છાપાં જેવા કોઈ સમૂહ-માધ્યમના સહારાની બહુ જરૂર છે. પણ છાપાં સિનેમા-સમાચાર અને બીજી ગપસપમાંથી થોડીક પણ જગ્યા કાઢી આપતાં નથી. આવા માણસો અને સંસ્થાઓ તેમની પ્રવૃત્તિ માટે બે શબ્દ છપાય તે ખાતર છાપાંના કાર્યાલયોમાં પગ ઘસતા હોય છે. તંત્રીને સબુદ્ધિ કયારેક સૂઝે. ત્યારે પંદર-વીસ લીટી છાપે, પરંતુ માત્ર એટલામાં પેલી પ્રવૃત્તિઓને ઑક્સીજન પામ્યા જેટલો ઉત્સાહ વધે. | મારો અનુભવ એવો છે કે રચનાત્મક અને લોકકલ્યાણનું કામ કરતી સંસ્થાઓને છાપાં રોજના આઠ પાનામાં 64 કૉલમમાંથી માત્ર બે કૉલમ આપે તો પણ ગુજરાતમાં સારી પ્રવૃત્તિઓને ઘણો વેગ મળે. મેં તક મળી ત્યારે તેમના વિષે થોડુંક પણ લખ્યું ત્યારે ત્યારે તેમને પુષ્કળ લાભ થયો છે. પરંતુ એ પ્રયત્ન જે જે કરવાનું છે તેની વિસાતમાં નથી. ગુજરાત હજીય ગુણવંતી ગુજરાત છે. સાત્ત્વિક પ્રવૃત્તિ માટે તેની ધરતીમાં પુષ્કળ રસકસ છે, અને જ્યારે છાપાંની મદદ માટે એ આજીજીભરી નજરે જોઈ રહેલ છે ત્યારે છાપાંએ તેમને દાદ દઈને પોતાનું પ્રાથમિક નૈતિક કર્તવ્ય બજાવવું જોઈએ.