________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 301 પાડતા હતા. એ પણ મોંઘવારીમાં રૂંધાઈ ગયું છે. ગામડાનો શિક્ષક જ્ઞાન અને પ્રગતિના દીવા જેવો હતો. એ પગાર - ભથ્થાં તથા બદલીઓની પળોજણમાંથી ઊંચો આવતો નથી. સામાન્ય જનસમૂહને જાગ્રત કરવાની વાત દૂર રહી પણ જે યુવકો કૉલેજ પૂરી કરીને શહેરોની બહાર જાય છે તેમને પણ જાગ્રત અને અદ્યતન વિચારોથી પરિચિત રાખવાનું કોઈ જ સાધન નથી. બીજી તરફ જૂની સમસ્યાઓ દૂર થતી નથી એટલું જ નહિ, તેમાં નવી સમસ્યાઓ ઉમેરાય છે. ગુજરાતમાં ટી.વી., ફીજ, સ્કૂટર, વી.સી.આર, ગામડાંમાં પણ આવી ગયાં છે છતાં રોજ સરેરાશ પાંચ સ્ત્રીઓનાં અપમૃત્યુ થાય છે, જેમાં મુખ્ય કારણ દહેજ અને નવી પેઢી જૂની પેઢી વચ્ચેનો કુટુમ્બકલેશ હોય છે. બાળલગ્નો પણ થાય છે. જવાબદારીની સાવચેતીને અને જાગૃતિને અભાવે સંતતિ-નિયમનના ઉપાયોનો એટલો દુરુપયોગ થાય છે કે અમદાવાદ જેવાં શહેરોમાં કાચી, ફસાયેલી યુવતીઓના ગર્ભપાતના સરેરાશ પચ્ચાસેક કેસ રોજ બને છે. લોકોને પ્રાથમિક આરોગ્યની પણ ઊંડાણનાં ગામડાંમાં ખબર નથી. વહેમ અને અંધશ્રદ્ધા ગામડાંમાંથી જવાનું બાજુએ રહ્યું પણ શહેરોમાં પ્રસર્યા છે. આ ઓછું હોય તેમ દારુબંધીમાં વ્યાપક ભંગાણથી ફીજમાં દારુની બાટલી અસામાન્ય રહી નથી અને તેમાં હવે ડ્રગની બલા આવી | ગુજરાતનો સરેરાશ માણસ ભલે ભોળ અને સદાચારનો ચાહક છે, પરંતુ એના સદ્ગણને પ્રેરણા પાઈને મજબૂત કોણ કરે? શિક્ષણ આજીવિકાનું સાધન બન્યા પછી ગાંધીવાદી ઢબની જનજાગૃતિમાંથી એ બહાર નીકળી ગયું છે અને પુસ્તકો શહેરી મધ્યમવર્ગનેય પોસાય તેવાં રહ્યાં નથી. રેડિયો, ટી.વી. મનોરંજનની લહાણી કરે છે ત્યારે લોકશિક્ષણ દ્વારા લોકસેવાની જવાબદારી એકલાં વર્તમાનપત્રોને માથે આવી છે. સમાચાર આપવાની સાથે લોકસેવા કરી શકે, જેમ ગાંધીયુગમાં લછાબ, સૌરાષ્ટ્ર, જન્મભૂમિ, પ્રજાબંધુ, ગુજરાત સમાચાર, સંદેશ, ગુજરાત-મિત્ર વગેરે કરતાં હતાં. આ છાપાં આઝાદી પહેલાં યુવક - મંડળો, અખાડા વ્યાયામ પ્રવૃત્તિ, સ્ત્રી-સંસ્થાઓ વગેરેને ખૂબ પ્રોત્સાહન આપતાં હતાં. આજે છાપાં સમજે છે કે આવાં કામ એમના કર્તવ્યમાં જ નથી. રાજકારણની ખટપટો તથા ગુનાખોરીના સમાચારથી છાપાં ભરાઈ જાય છે, અને અહીંના સમાચારથી ઓછું પડતું હશે તેથી વિદેશના સમાચાર ઉઠાવી લાવીને આપે છે. ગુજરાતી છાપાંમાં ફિચર્સની બોલબાલા છે, પરંતુ એમાં પણ મનોરંજનનું