________________ 300 ગુજરાતી છાપાં માટે કર્તવ્ય સમાન પુણ્ય કાર્ય કર્યું? પુસ્તક - પુસ્તિકારૂપે બહાર પડયાં. આ સમયમાં ગુજરાતી વર્તમાનપત્રોનું નામ રાષ્ટ્રીય જાગૃતિ અને સામાજિક સુધારા તેમજ સાહિત્ય અને કલાના પ્રચારક - પ્રેરક તરીકે બહુ ઊજળું છે. યુરોપ-અમેરિકા, જ્યાં વર્તમાનપત્રનો જન્મ થયો ત્યાં કર્તવ્યમાં સમાજસેવા કે સમાજ-સુધારા કે રાજકીય જાગૃતિ કે રાષ્ટ્રીય ઘડતરનો સમાવેશ થતો નથી. તેઓ રમત-ગમત, પુસ્તકોનાં અવલોકન, કલાચર્ચા વગેરે વિભાગો આપે છે, પરંતુ તેનો લગભગ બધો ઝોક સમાચાર પર હોય છે. | ગુજરાતમાં વર્તમાનપત્રના કર્તવ્યમાં 1950 સુધીમાં અડધો ભાગ સમાચાર રોકતા હતા અને અડધો ભાગ સામાજિક જાગૃતિના અનેક પ્રવાહ રોકતા હતા. પરંતુ 1950 પછી વર્તમાનપત્રો વેપારીઓના હાથમાં પડ્યાં, લિમિટેડ કંપનીઓ રચાઈને ઉદ્યોગ બન્યાં. માલિકી અને સંચાલનમાંથી લોકસેવાની ધગશવાળા માણસો નીકળી ગયા અને નફો તથા ફેલાવો જોનારા આવ્યા. તે કારણે વર્તમાનપત્રના કર્તવ્ય વિષેના ખ્યાલ પણ બદલાયો. પરંતુ માલિકો-સંચાલકોના કરતાં સમયનો અવાજ મોટો છે. સમય પોકારી પોકારીને કહે છે કે ગુજરાતી વર્તમાનપત્રો સમાચારપત્રો તરીકે બેશક કામ કરે પરંતુ તેમનું કર્તવ્ય આજે પણ લોકજાગૃતિ અને સમાજસેવાનું છે. એને લગભગ ત્યજી દીધાથી ગુજરાતની પ્રજા દિશાદોર વગરની બની છે. સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે તે ટોચ પર બેઠેલાને પણ સમજાતું નથી. આપણે ત્યાં ધર્મમાં ગુરુ તેમ સમાજસુધારામાં આગેવાનોની જરૂર હજી ઊભી છે. સુધારા અને લોકશિક્ષણનાં કામ ઝુંબેશ વડે ચાલે છે. વર્તમાનપત્રો જંગમ વિદ્યાપીઠનું કામ કરે તો જ એમનું જીવ્યું સાર્થક બને. યુવાનો ઉચ્ચતર માધ્યમિક કે કૉલેજનું શિક્ષણ પૂરું કરી નોકરી માટે શહેરોની બહાર જાય છે. તે સાથે તેમને માટે જ્ઞાન અને માહિતીની વાટ કપાઈ જાય છે. સામૂહિક પ્રસાર - માધ્યમો ગુજરાતને જેની અનિવાર્ય જરૂર છે તેવું કશું આપતા નથી. સિનેમા અને ટી.વી. બે પ્રબળ માધ્યમો જે નથી જોઈતું તે જ આપે છે. સેટેલાઈટ આવ્યો અને વિદેશી ટી.વી. પ્રોગ્રામનો મારો ચાલ્યો. તેનાથી હલકું મનોરંજન પૂરની જેમ રેલાયું અને પ્રૌઢ સમાજના પ્રશ્નો ઉકેલીએ તે પહેલાં ઊગતી પેઢીનાં નિર્દોષ જીવનમાં એવી ઝેરી ગટર-ગંગા ફેલાઈ છે કે તેમાંથી વળી વધારે કપરી સમસ્યાઓનો જન્મ થયો છે. કમનસીબે કાગળ અને પુસ્તક-પ્રકાશન એકદમ મોંઘાં બન્યાં. આમ પણ ગુજરાતમાં પંચાવન ટકા લોકો અજાણ છે છતાં ધાર્મિક સંસ્થાઓ અને અખંડાનંદ જેવાં પ્રકાશનગૃહો ઘણું પથ્ય વિચાર ભાથું લોકોને પૂરું