________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 317 43. મનને ઉલેચો... મન ચંચળ છે અને ચિંતનશીલ પણ છે. તે સદાય, જાગૃત યા અજાગૃત અવસ્થામાં સતત વિચારતું જ રહે છે. માણસ ઈચ્છે કે ન ઈચ્છ, જેમ તેનું હૃદય સતત ધબકે છે તેમ મન પણ વિચાર્યા કરતું રહે છે. માણસને દુખનો અને પીડાનો અને બેચેનીનો - અસુખનો - જે અનુભવ થયા કરે છે તે જેટલો શારીરિક કે સાંયોગિક છે તેથી વધુ માનસિક છે. ન હોય ત્યાં મન દુ:ખ ઊભું કરે છે. અને મનને જો વાળ્યું હોય, કેળવ્યું હોય તો જ્યાં દુ:ખ છે ત્યાં દુ:ખને અનુભવ નથી કરતું. | મન એક સ્તર પર વિચરતું નથી. એક સાથે તે એકથી વધુ સ્તર પર વિહરે છે. કોઈ વ્યક્તિ સાથે તમે વાત કરતા હો ત્યારે એ વાત પ્રકટ રીતે એક વિષય સંબંધે થતી હોય પણ તમે આંતરિક રીતે તમારા કોઈ પ્રશ્નના, કોઈ સમસ્યાના ચિંતનમાં કે ચિંતામાં ડૂબેલા હો અને તેનો જ વિચાર કરી રહ્યા હો. એટલું જ નહિ પણ પ્રકટપણે રજૂ થતા શબ્દો કે ભાવ કે વિચારથી તદ્દન વિરુદ્ધ પ્રકારના ભાવ કે વિચાર મનમાં ચાલતા હોય અને તે તમે છુપાવીને બહારનો વ્યવહાર સાચવતા હો. આ બધી મનની કરામત છે, કારીગરી કે જાદુગરી છે. તેને સ્ટીમ ઑફ કોન્સીયશનેશ” કહે છે. બે સ્તરે મન વિચરે છે. સાહિત્યમાં, વિશેષ કરીને સર્જનાત્મક સાહિત્યમાં, વાર્તા-કવિતા-નાટકમાં આ રીતના પ્રયોગો થયેલા જણાય છે. પ્રગટ સંવાદો કે પ્રતિભાવો સાથે કસમાં મનની વાત લખી હોય છે. એટલે કે મન બે સ્તરે વર્તતું હોય છે.