________________ 225 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ ભારતીય કથાસાહિત્યની જે અભુતરસિક કથા છે તેના મૂળ સંસ્કૃતમાં મળતી કથાના કથાનકની સાથે પ્રાકૃતમાં મળતું કથાનક સરખાવવા જેવું છે. ઉદયન અને વાસવદત્તાની કથાનું જે મૂળ માળખું છે તે તો અહીં જળવાયું જ છે, ઉપરાંત ઉદયન વાસવદત્તાનું હરણ કરી જાય છે ત્યારે હાથીને રોકી રાખવાની યુક્તિરૂપે ઉદયન હાથણીના મૂત્રથી ભરેલા ઘડાઓ જૂદી દિશામાં ફેંકી હાથીને ખોટે રસ્તે દોરી પાછળ આવતો રોકવાની જે યુક્તિ કરે છે તે કથારસની દૃષ્ટિએ રોચક અને વાસ્તવિક છે. આવાં ઘટકોથી પ્રાકૃતિની કથા ખાસ અભ્યાસ માગી લે છે. અહીં કેન્દ્રમાં તો છે અભયકુમાર અને એની કેદ, ચાર વચન અને ચંડપ્રદ્યોતને એના જ નગરમાં એનાં જ નામના ઉલ્લેખ સાથે મારતા મારતા લઈ જવાની અભયકુમારની પ્રતિજ્ઞા. આ અશક્ય લાગતી પ્રતિજ્ઞા પણ ચાતુર્યથી અભયકુમાર પૂર્ણ કરે છે ને અંતે શ્રેણિક પાસે કેદ કરાવેલા પ્રદ્યોતને જીવતો જવા દઈને પારિાગામિકી બુદ્ધિનું જે ખાસ લક્ષણ, ઉમદા અને પારમાર્થિક હેતુ માટે સિદ્ધ થતું પરિણામ, પણ અહીં જળવાય છે. ચાણક્યદ્વારની કથામાં નંદ, ચંદ્રગુપ્ત અને ચાણક્યની જે કથા છે તે પણ સંસ્કૃત પ્રવાહની કથા સાથે સરખાવી અભ્યાસ કરવા યોગ્ય છે. અહીં પુષ્યચુલ અને પુષ્યચુલા ભાઈ-બહેન છે અને તેમનાં લગ્ન થાય છે તે કથાનક પણ ઋગ્યેદ યમ-યમી-સંવાદ સાથે વિચારવા જેવું છે. આમ અહીં પ્રાકૃત સ્રોતમાં, ખાસ તો ‘ઉપદેશપદ’માં જે ચાતુર્યનાં કથાનકો મળે છે, તે બુદ્ધિના કાર્ય અને પ્રકારને સમજવાના એક પ્રયાસ તરીકે જતાં એ સ્પષ્ટ થાય છે કે મનોવિજ્ઞાન શાસ્ત્ર તરીકે તો આધુનિક કાળે અસ્તિત્વમાં આવ્યું, પરંતુ એ શાસ્ત્રથી સંબંધિત એવી કેટલીક જાણકારી પ્રાચીનકાળે પણ અસ્તિત્વમાં હતી અને એવી કેટલીયે કથાઓ છે જે છે પ્રાચીન-મધ્યકાળની, પરંતુ જેમાં માનવમનની સંકુલતા સંદર્ભમાં જે કહેવાયું છે તે, એ કાળે પણ જોઈ શકાયું છે કે, આજે આપણને આશ્ચર્યચકિત કરે એવું છે કુટ્ટનીમત” અહીં સહેજે સ્મરી શકાય. એનું આકલન પણ 6. કથાની વિગત માટે જુઓ ઉપદેશપદનો ગુજરાતી અનુવાદ. પૃ. 125 થી 134 અથવા ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળની બાલસાહિત્ય 15 શ્રેણીમાં ‘અભયકુમાર'. લે. ડૉ. હસુ યાજ્ઞિક.