________________ 224 ઉપદેશ-પદીનાં બુદ્ધિચાતુર્યનાં કથાનકો ખાતર પાડ્યું ને ધન ચોરી ગયો. સવારે એ જ ચોર બનીઠની લોકો એના ખાતર વિશે શું કહે છે, તે જિજ્ઞાસાએ આવ્યો. કોઈકે પ્રસંશા કરી, ‘પ્રાગસંકટની વચ્ચે પણ ચોરે કેવી સરસ આકૃતિમાં ખાતર પાડવું?' આ સાંભળી ચોર ખુશ થયો. પરંતુ એક ખેડૂત બોલ્યો - ‘ચોરનો તે રોજનો ધિંધો છે, એમાં આવું કરે તેની શી નવાઈ?' ચોર ગુસ્સે થયો ને ખેડૂતની પાછળ જઈ ગળચી પકડી ને મારી નાખવાની ધમકી આપી ગુસ્સે થવાનું કારણ જણાવ્યું. ખેડૂત કહે “ઊભો રહે ને મને છૂટો કર. મારી વાતની ખાતરી કરાવું.” ચોરે છૂટો કર્યો. ખેડૂતે નીચે પછેડી પાથરી ને હાથમાં દાણાની મૂઠી ભરી બોલ્યો તું આંગળી મૂકે ત્યાં દાણેદાણો પાડી બતાવું.” ચોર પછેડી પર જુદી જુદી જગ્યાએ આંગળી મૂકી. ખેડૂતે ચોરે મૂકેલીઆંગળીની જગ્યા પર જ ઊભા ઊભા હાથની મૂઠીથી દાણા પાડી દેખાડ્યા. ચોર સમજી ગયો કે રોજિંદા કાર્યના અભ્યાસથી માણસે બીજાને આશ્ચર્ય પમાડે તેવું કાર્ય પણ કરી શકે છે, અને ચોરે ખેડૂતને છોડી દીધો. ચોથી બુદ્ધિ તે પારિણામિકી. આ પ્રકારનું અનુમાન, હેતુ અને દાનથી સાધ્ય પદાર્થને સિદ્ધ કરનારી બુદ્ધિ તરીકે ઓળખાવ્યો છે. અહીં નિશ્ચિત હેતુથી કોઈ એક નિશ્ચિત પરિણામ સિદ્ધ કરવાનું હોય છે ને તે માટે બુદ્ધિની જે શકિત પ્રયોજાય છે તેને પરિણામિકી કહી છે. એ વયની પરિપક્વતાથી આવે છે, એ અભુદય કરે છે, મોક્ષનું કારણ પણ બને છે. જેમ જેમ વય વધે, અનુભવ વધે તેમ તેમ આ શક્તિમાં પણ વૃદ્ધિ " થાય છે. આ બુદ્ધિના પ્રકારને સ્પષ્ટ કરવા માટે અમ્યુકુમાર, કાષ્ઠશ્રેષ્ઠી, ક્ષુલ્લકકુમાર, પુષ્પવતીદેવી, ઉદિતોદય રાજા, નંદિષેણ સાધુ, ધનદત્ત, શ્રાવક, અમાત્ય, શમક, અમાત્યપુત્ર, ચાણક્ય, સ્થૂલભદ્ર, નાસિકયનો વેપારી, સુંદરી-નંદ, વજસ્વામી, દેવદત્તા, ચરાણઘાલ, બનાવટી આમળું, મણિ, સર્પ, ખડ્રગ અને સ્તૂપેન્દ્ર એમ 22 દષ્ટાંત આપ્યાં છે. નિશ્ચિત પરિણામ સિદ્ધ કરવું એનો એક અર્થ છે ગમે તેવી ભીષણ અને અશક્ય લાગે તેવી પ્રતિજ્ઞા લીધી હોય કે વચન આપ્યું હોય તો તે દઢતા, વીરતા અને ધીરતા સાથે સિદ્ધ કરવું. આ વાત અભયકુમારની કથા દ્વારા સરસ રીતે સમજાવી છે. કથાનકની દષ્ટિએ અને ચાતુર્યકથા તરીકે તો આ કથા આકર્ષક છે જ, ઉપરાંત ચંડપ્રદ્યોત, ઉદયન અને વાસવદત્તાની