________________ ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં જૈન ધર્મનો ફાળો આજ સુધીના કવિઓએ તેને મુક્તકંઠે ગાઈ છે, એટલું જ નહિ પણ નિત્યનૂતન કલ્પનાઓ દ્વારા તેને શણગારતા રહ્યા છે. એ રીતે પોતાનું અર્થ તેને ચરણે ધરેલ છે. આમ સંસ્કૃતિના ઘડતરમાં, તેના પોષણમાં, વિકાસમાં, વિસ્તારમાં તથા તેને સદૈવ લાવણ્યમયી રાખવામાં આર્યાવર્તના પ્રત્યેક પ્રાણનો હિસ્સો જણાઈ આવે છે. આર્ય આદર્શ સંસ્કૃતિની વિશેષતા જ એ છે કે તે સર્વ શિષ્ટ અને સંસ્કારી વિચારોને અપનાવી પોતાના કરી લે છે અને પોતાની ગોદમાં સૂનાર સૌને તેવા બનાવવાની કોશિશ કરે છે; વિવિધ વૃત્તિ અને વ્યવસાયના માણસોને પણ તે એક સૂત્રમાં નાથે છે; સૌને માટે તે આદર્શરૂપ રહે છે. એ આદર્શન જાણવો હોય તો આપણે જીવનના વિવિધ ક્ષેત્રે વિચરી રહેલા ભારતીય આત્માઓના આદર્શને જોવો અને જાણવો પડશે. ભારતવર્ષ પર નજર ફેંક્તાં જ આપણને જણાય છે કે પોતાની વિષાણાને તૃપ્ત કરવા મથતો વેપારી અર્થના ત્યાગમાં જ સંતોષ માને છે. યુદ્ધઘેલો યોદ્ધો અન્યના સંરક્ષણમાં જ પોતાને કૃતકૃત્ય માને છે. કવિ કે કલાવિદ્ પોતાનાં શ્રેષ્ઠ પાત્રોની શ્રેષ્ઠતા તેમની સદાચાર, સંયમ, ત્યાગ, તપસ્યા, દયા, દાન, ન્યાય, નીતિ કે પરોપકાર જેવી વૃત્તિની વિશિષ્ટતામાં જ જુએ છે, કુટુંબવત્સલ ગૃહપતિ આખરે કુટુંબના ત્યાગમાં જ આત્મશ્રેય દેખે છે. સર્વસ્વનો ત્યાગ કરનાર સંતપુરુષો આત્મધર્મની ઓળખને જ શ્રેષ્ઠ ગાગે છે. આ બધા ઉપરથી એમ કહી શકાય કે સત્ય, સદાચાર, સંયમ, ત્યાગ, પરોપકાર, પ્રેમ અને પરીષહ દ્વારા આત્મધર્મનો સાક્ષાત્કાર કરી શાશ્વત સુખ મેળવવું એ જ આર્ય આદર્શ છે. એ આદર્શને દરેક માણસ પોતાના ક્ષેત્રમાં નજર સમક્ષ રાખે છે અને પોતાનો જીવનકમ ઘડે છે. વિવિધ ક્ષેત્રે દેખાતા જીવનના વિધવિધ કમોમાં રહેલી આ એકરાગતા જ આર્યસંસ્કૃતિ છે. લેખનો ઉદેશ આ નાના લેખમાં જૈન ધર્મ,તેના પ્રવર્તક, પ્રચારક અને સંરક્ષક મહાપુરુષોએ આજની આર્યાવર્તની સંસ્કૃતિ ઘડવામાં પોતાનો જે ફાળો આપ્યો છે, તેનો