SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ 236 અમૃત મહોત્સવ સ્મૃતિ ઇ દ્વારા સર્જતું આવ્યું છે. લોકજીવનમાં કૌટુંબિક, વ્યાવહારિક, સામાજિક અને ધાર્મિક ઉત્સવો કે તહેવારોનું મહત્ત્વ લોકસાહિત્યનાં વિભિન્ન અંગો દ્વારા જ પરંપરિત રીતે સચવાતું આવ્યું છે. એમાં સમસ્ત માનવજાતનાં દુ:ખદ, હર્ષ-ઉલ્લાસ, ગમા-અણગમા, પ્રસન્ન દામ્પત્ય, વિરહ ને મિલન, કજોડાંના કલહ ને શોકનાં સાલ, વડછડ ને મીઠો કલહ, વેરણ ચાકરી, અબોલા, રૂસણાં-મનામણાં, સાસુ-નણંદના ત્રાસ, કવળાં સાસરિયાં, મેણાંના માર, તપ, ત્યાગ, શૌર્ય, બલિદાન, ટેક, માતૃત્વની ઝંખના, વરત-વરતુલા ને ભકિત એમ અપાર ભાવસંક્રમણોનું વૈવિધ્ય ઘુંટાતું આવે છે. લોકસાહિત્યની ભાવસંપત્તિ વિશે એ નોંધવું જરૂરી છે કે સરાસરી માનવી-પૃથજનના તંદુરસ્ત મનમાં જે કુદરતી ભાવો હોય તે જ સાહિત્યનું કલાસ્વરૂપ ધારણ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો પૃથજનોના ચિત્તમાં ઉછળતા ભાવનો લઘુતમ સાધારણ અવયવ લોકસાહિત્યમાં પ્રતિબિંબિત થાય છે. એ લઘુતમ સાધારણ અવયવને લીધે જ લોકસાહિત્ય લોકભોગ્ય કે સર્વયોગ્ય બની શકે છે. આધુનિક શિષ્ટ સાહિત્યમાં માનવહૃદયની અનેક વિકૃત ભાવનાઓનું આલેખન થાય છે. પરંતુ આ વિકૃતિઓ મહદઅંશે વૈયક્તિક હોય છે. એ વિકૃતિઓ માણસે માગસે ભિન્ન હોવાને લીધે એમની વચ્ચે કોઈ લધુતમ સાધારણ અવયવ હોતો નથી અને તેથી જ આ પ્રકારનું આધુનિક સાહિત્ય લોકભોગ ન બનતાં દુર્બોધ બને છે. જ્યારે લોકસાહિત્ય માનવમનના ભાવોને લીધે સમસ્ત લોકસમાજના ચિત્તમાં એક સમાન ભાવવિશ્વા ખડું કરે છે. કહેવતો, વરત (ઉખાણાં), આખ્યાનો, ગીત, ધોળ, લગ્નગીતો, કથા, વાર્તા, હાલરડાં, બાળગીતો, જોડકણાં, વ્રતગીતો, રાસ, ગરબા, રાસડા, ગરબી, દહા, ભજનો, કીર્તન, છકડિયા, મરશિયા, છાજિયા, રાજિયા, ગીતકથાઓ, કથાગીતો, ભવાઈગીતો, બારમાસી, ઋતુગીતો, વાર, તિથિ, મહિના એમ પ્રકારભેદે સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય જીવનનાં તમામ ક્ષેત્રોમાં સરખું વિહરતું રહ્યું છે. આમાં શૃંગાર, વીર, કરુણ, હાસ્ય, અદભુત, શાંત, વાત્સલ્ય અને ભક્તિરસની ધારાઓ એકમેકમાં ભળી જઈને જીવનરસ નીપજાવે છે. જીવતરનાં વિષ ને અમૃત ઘોળી ઘોળીને સંસારસાગરનું મંથન કરતી લોકસમાજ જ્યારે પોતાના વિભિન્ન મનોભાવોને વાચા આપે છે ત્યારે સર્જાય છે લોકસાહિત્ય. એક સામૂહિક ચેતનાની ભાવાભિવ્યક્તિ શબ્દ, સૂર, લય, ભાવ, તાલ, નૃત્ય ને વાદન એમ જુદાં જુદાં અંગોને સાંકળીને રસમય કલાસ્વરૂપ ધારણ કરે છે ત્યારે એની માલિકી સમસ્ત જનસમુદાયની બની જાય છે. એમાં
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy